આ એક એવા ડોક્ટર છે જે રોજ 200 અસહાય વડીલોને ફ્રીમાં ટિફિન પહોંચાડે છે અને આ ગુજરાતી,દીકરાની જેમ લે છે સંભાળ-જાણો કોણ છે આ સેવાભાવી ડોક્ટર ? –

આજના સમયમાં એક તરફ જ્યાં લોકો પોતાના સગા માતા-પિતાને પણ સાથે રાખવાને બદલે રખડતા છોડી દેતા હોય છે. જ્યારે બીજી તરફ એવા પણ ઘણા લોકો છે જેઓ અસહાય, નિરાધાર અને વયોવૃદ્ધની સેવા કરી માનવતાની મહેક ફેલાવી રહ્યાં છે. મુંબઈના ભાયંદર વિસ્તારમાં આવા જ એક ગુજરાતી ડોક્ટર ઉદય મોદી છે. જેઓ છેલ્લા 10 વર્ષથી ‘શ્રવણ ટિફિન સેવા’ના નામે મુંબઈમાં રહેતા અસહાય અને વયોવૃદ્ધને દરરોજ મફ્તમાં ગરમાગરમ ટિફિન પહોંચાડી સેવાકીય કાર્ય કરે છે.
ડો. ઉદય મોદીની આ સેવામાં આજે ઘણા યુવાનો પણ જોડાયા છે. યુવાનો રોજે રોજ દાદા-દાદીને ઘરે ગરમા-ગરમ ટિફિન પહોંચાડી તેમની દવાનું પણ ધ્યાન રાખે છે. ડો. મોદી મફ્તમાં ટિફિનની સાથે બીમાર વડીલોને દવા પણ આપે છે, જેનો પણ ચાર્જ લેવામાં આવતો નથી.
વર્ષ 2008માં 10 વડીલોને ટિફિન મોકલીને શરૂ કરેલી આ સેવા આજે 200 કરતા વધારે ટિફિન સુધી પહોંચી છે, એટલું જ નહીં વ્યવસાયે આર્યુવેદિક ડોક્ટર હોવાથી ઉદયભાઈ વડીલોને દીકરાની જેમ દવા પણ ફ્રીમાં પહોંચાડે છે. આજે ઉદયભાઈની સેવામાં અન્ય લોકો પણ જોડાયા છે. ડો. મોદીની આર્થિક સ્થિતી સામાન્ય હોવાથી મિત્રો અને દાતાઓ દ્વારા મળતી મદદથી તેઓ ટિફિન સેવા હોંશભેર ચલાવે છે.
કેમ આવ્યો ટિફિન સેવાનો વિચાર
ફ્રીમાં ટિફિન સેવા ચાલુ કરવાના ડો ઉદય મોદીના સંકલ્પ પાછળ એક હચમચાવી દેતી ઘટના છે.
– ડો. ઉદય મોદી મુંબઈના ભાયંદર વિસ્તારમાં પોતાનું આર્યુર્વેદીક દવાખાનું ચલાવે છે.
– 10 વર્ષ પહેલા એક રાત્રે દવાખાનું બંધ કરતી વખતે વૃદ્ધ દાદા દવા લેવા આવ્યા.
– નિયમિત દવા લેવા આ દાદા આ વખતે વાત કરતા ડો. મોદી સામે રડી પડ્યા.
– લંબાણપૂર્વક વાત કરતા ડો. મોદીને જાણ થઈ કે એમને ત્રણ દીકરા હોવા છતાં તેમની સાથે કોઈ રહેતું નથી.
– દાદાએ ડો. મોદીને જણાવ્યું કે, તેમના પત્ની લકવાગ્રસ્ત હોવાથી રસોઈ કે કોઈ કામ કરી શકે તેમ નથી.
– રડતા રડતા દાદાએ બચત ન હોવાથી બહારથી ભોજન પણ લઈ શકે તેવી સ્થિતિ ન હોવાનું જણાવ્યું.
– વૃદ્ધની આ વાત સાંભળી ઘરે આવેલા ડો. ઉદય મોદીએ પત્નીને આ વાત કરી તેમના માટે ટિફિન બનાવવાનું નક્કી કર્યું.
-પત્ની કલ્પનાબેને ડો. ઉદય મોદીને સપોર્ટ આપ્યો.
-પરિણામે 10થી 200 ટિફિન સુધી પહોંચી સેવા, દરરોજ દાદા-દાદીના ઘરે પહોંચે છે મફ્તમાં ટિફિન.
૫ત્ની કલ્પનાબેને કર્યો ડો. ઉદય મોદીને સપોર્ટ
– વૃદ્ધની વાત સાંભળી તેમના માટે બીજા દિવસથી જ ઘરે ટિફિન બનાવી ડો મોદીએ સેવા શરૂ કરી.
– ડો. ઉદય મોદીના પત્ની કલ્પનાબેને પણ રસોઈ બનાવવામાં કંટાળો ન બતાવતા પતિને સપોર્ટ કર્યો.
– કલ્પનાબેને શારીરિક અશક્ત અને આર્થિક સ્થિતિના કારણે જમવાનુ ન મેળવી શકતા વૃદ્ધો માટે સેવા કરવા કહ્યું.
– ડો મોદીએ પત્નીની વાત સાંભળી અસહાય અને ગરીબ વૃદ્ધોને શોધવા અભિયાન શરૂ કર્યું.
– 2008માં આવા 10 વૃદ્ધોને શોધી ‘શ્રવણ ટિફિન સેવા’ના નામે રોજ ગરમા ગરમ ટિફિન મોકલવાની શરૂઆત કરી.
વૃદ્ધોની સેવા માટે ઉદય મોદીએ પોતાના પિતા સ્વ. હિમંતલાલ હરજીવનદાસ મોદી ચેરિટેબલ ટ્રસ્ટની સ્થાપના કરી.


10થી 200 ટિફિન સુધી પહોંચી સેવા
– વર્ષ 2008માં 10 ટિફિનથી શરૂ કરેલી સેવા આજે 200થી વધારે ટિફિન સુધી પહોંચી છે.
– હવે રસોઈ બનાવવા માટે તેઓએ અલગથી બે રસોડા પણ તૈયાર કર્યાં છે.
અલગ-અલગ ગરમા-ગરમ રસોઈ બનાવવા માટે ચાર રસોઈયા પણ બે રસોડામાં કામ કરે છે.
-એક રસોડામાં સામાન્ય રસોઈ બને છે, જ્યારે બીજા રસોડામાં ડાયાબીટીસના દર્દી માટે રસોઈ બને છે.
– ટિફિનમાં રોજ રોટલી, શાક, દાળભાત, પાપડ ઉપરાંત સોમવારે મીઠાઈ પણ આપવામાં આવે છે.
દરરોજ દાદા-દાદીના ઘરે પહોંચે છે મફ્તમાં ટિફિન
– ડો ઉદય મોદીની આ સેવામાં આજે ઘણા યુવાનો પણ જોડાયા છે.
– યુવાનો રોજે રોજ દાદા-દાદીને ઘરે ગરમા-ગરમ ટિફિન પહોંચાડી તેમની દવાનું પણ ધ્યાન રાખે છે.
– ડો. મોદી મફ્તમાં ટિફિનની સાથે બીમાર વડીલોને દવા પણ આપે છે, જેનો પણ ચાર્જ લેવામાં આવતો નથી.
– ડો. ઉદય મોદીના પરિવારમાં પત્ની કલ્પનાબેન , એક દીકરી અને એક દીકરો છે.ડો.મોદીની આ સેવામાં તેમનાં પત્ની ઉપરાંત દીકરી આયુષી અને દીકરો વરુણ પણ પૂરો સહકાર આપે છે.
વડીલોને નિરાશામાંથી બહાર લાવવા તેમના જન્મદિવસે ઘરે જઈને કેક કટિંગ પણ કરે છે.
મિત્રો અને દાતાઓની મદદથી કરે છે સેવા
– ડો. ઉદય મોદીની આર્થિક સ્થિતિ સામાન્ય હોવાથઈ ટિફિન સેવા માટે મિત્રો અને દાતાઓ મદદ કરે છે.
– જો કે હ્રદયથી માતા-પિતાની સેવા કરનાર શ્રવણનું નામ આ સેવામાંથી દૂર કરવા માગતા નથી.
– એક ધનાઢ્ય માણસે આ સેવા કાર્ય માટે મોટી રકમની ઓફર કરી પોતાનું નામ જોડવાની શરત મુકી હતી.
– જો કે તેઓએ આ ઓફરનો અસ્વિકાર કરીને સેવાનું શ્રવણ જ નામ રાખવાનું નક્કી કર્યું હતું
કોણ છે ડો. ઉદય મોદી

– મુંબઈ નજીક ભાયંદરમાં વ્યવસાયે આયુર્વેદ ડોક્ટર ઉદય મૂળ સૌરાષ્ટ્રના અમરેલીના વતની છે.
– ડો. ઉદય મોદી નવરાશની પળોમાં ટેલિવિઝન સિરિયલમાં પણ એક્ટિંગ કરે છે.
– આ અંગે તેઓ કહે છે આ કામથી વધારે પૈસા મળી રહે જેથી હું બીજા લોકોને વધારે મદદ કરી શકું.
– છેલ્લા 10 વર્ષથી આ સેવા કરતા ડો. ઉદય મોદીના પરિવારમાં પત્ની, એક દીકરી અને એક દીકરો છે.
-ભવિષ્યમાં વૃદ્ધાશ્રમ શરૂ કરી ત્યજાયેલા વડીલોની સેવા કરવા માંગે છે.
ડો. મોદીના પિતા પણ કરતા ગરીબોની સેવા
– ડો. ઉદય મોદીના પિતા હિમંતલાલ પોસ્ટ ઓફિસમાં નોકરી કરતા હતા.
– 1987ના સમયગાળામાં મોટા પાયે ચાલી રહેલા બાંધકામમાં મજૂરો કામ કરતા હતા.
– આ સમયે ડો. ઉદય મોદીના પિતા પોતાની નાની બચતમાંથી જુદી જુદી સાઈઝના ચંપલ ખરીદતા હતા.
– જુદી જુદી સાઈઝના ચંપલ ખુલ્લા પગે કામ કરતા મજૂરોને આપી તેની ખુશીમાં તેઓ શાંતિ મેળવતા.આમ સેવા ભાવનાના સંસ્કાર ડો. ઉદય મોદીમાં એમના પિતામાંથી ઉતરી આવ્યા છે.
સૌજન્ય-
વાચકોના પ્રતિભાવ