વિનોદ વિહાર

ગુજરાતી ગદ્ય-પદ્ય સર્જનની આનંદ યાત્રા

Category Archives: રીપોર્ટ

જીવન દીપ બૂઝાઈ ગયો

વિનોદવિહારના સર્જક અને મારા પરમ મિત્ર – સાન ડિએગો નિવાસી વિનોદ ભાઈ પટેલ આપણી સાથે હવે નથી. પ્રભુ તેમના આત્માને ચિર શાંતિ અર્પે .

1106 -પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીના 67 મા જન્મદિવસ પ્રસંગે અભિનંદન અને શુભેચ્છાઓ

આજે ૧૭ મી સપ્ટેમ્બર,૨૦૧૭ ના  રોજ ૨૦૧૪માં ભારતના ૧૪ મા પ્રધાનમંત્રી તરીકે ચૂંટાએલા શ્રી નરેન્દ્ર મોદીનો 67મો જન્મ દિવસ છે.

આ શુભ પ્રસંગે વિનોદ વિહાર આ પોસ્ટ દ્વારા શ્રી મોદીને અભિનંદન આપે છે અને એમના દીર્ઘાયુ અને ઉજળા ભાવી માટે સહર્ષ શુભકામનાઓ  પાઠવે છે.

મુખ્ય મંત્રી તરીકે અનેક વર્ષોથી એમની કર્મ ભૂમિ બનેલી અને વતન ગુજરાતમાં આવીને આખા દિવસના ભરચક્ક કાર્યક્રમોમાં હાજરી આપીને એમની અનોખી રીતે એમણે એમનો જન્મ દિવસ ઉજવ્યો હતો.

જન્મ દિવસની શરૂઆત સવારે ૯૩ વર્ષીય માતા હીરાબાને મળી એમના આશીર્વાદ લઈને કરી હતી. 

PM Modi meets his mother Heeraben on 67th birthday; Ground report from Gandhinagar

અંદાજે વીસેક મિનિટ માતા સાથે વિતાવી માતા હીરાબાના આશીર્વાદ લઈને તેઓ  કેવડીયા કોલોની સરદાર સરોવર બંધ જવા રવાના થયા હતા. 

૫૬ વર્ષને અંતે સરદાર સરોવર બંધ-નર્મદા યોજનાનું મોદીને હસ્તે એમના જન્મ દિવસે ઉદઘાટન.

ગુજરાત સહિત મહારાષ્ટ્ર, રાજસ્થાન અને મધ્યપ્રદેશ એમ ચાર રાજ્યોના ભાગ્ય ઉઘાડનારી સરદાર સરોવર બંધ-નર્મદા યોજાનાનું આજે એમના જન્મ દિવસે વડાપ્રધાને ઉદ્ઘાટન કર્યુ છે. મા નર્મદાને ચૂંદડી ચડાવવાની વિધિ કરી મંત્રોચ્ચાર સાથે નર્મદા ડેમનું તેઓએ લોકાર્પણ કયુ હતું.

નોંધનીય છે કે હાલમાં જ ડેમની ઉંચાઈ વધારવાની મંજૂરી અપાઈ હતી. વધેલી ઉંચાઈ સાથે ડેમની કુલ ઉંચાઈ 138.68 મીટર કરી દેવાઈ હતી. જેથી 4.73 મિલિયન એકર ફૂટ પાણીનું તેમાં સંગ્રહ કરી શકાય છે. આ યોજના ગુજરાત, મહારાષ્ટ્ર, રાજસ્થાન અને મધ્યપ્રદેશ માટે ખૂબ જ લાભદાયી સાબિત થશે. આ યોજનાને કારણ લગભગ 10 લાખ ખેડૂતોને સિંચાઈની સુવિધા પ્રાપ્ત થશે. આ સિવાય 4 કરોડ જેટલી વસ્તીને પાણી પુરું પાડી શકાશે.

નોંધનીય છે કે તત્કાલીન પ્રધાનમંત્રી નહેરુ દ્વારા 5 એપ્રિલ, 1961ના રોજ નર્મદા જિલ્લાના કેવડિયા કોલોની ખાતે આ યોજનાની શરુઆત કરાઈ હતી.આજે 56 વર્ષ બાદ વિરોધીઓ ના અનેક અવરોધો પછી હવે પૂર્ણ કરાઈ છે.(સમાચાર સૌજન્ય- ગુજરાત સમાચાર )

PM Modi Speech At Inauguration Of Sardar Sarovar Dam In Gujarat

Narendra Modi’s  latest speech on his Birth Day at Sahakar Sammelan in Amreli, Gujarat.He inaugurated Hare Krishna Sarovar and Building of Dairy Science College.

શ્રી નરેન્દ્ર મોદીનું જૂનું ઘર અને તેમની ચા ની દુકાન || જુવો તેમની નાનપણથી લઇ પીએમ સુધીની ટૂંકી જીવન ઝલક .

gujjurocks.in બ્લોગના સૌજન્યથી એની નીચેની લીંક પર શ્રી મોદીની સમયે સમયે લેવાએલ ઘણી તસ્વીરો સહિત એમની માહિતી સભર જીવન ઝરમર વાંચો .

સતત ૧૮-૨૦ કલાક કામ કરનારા ભારતના સૌથી પાવરફુલ લીડરનું જીવન 

1105 – જાપાનના વડા પ્રધાન શિન્ઝો આબે બની ગયા Modi-fied !

જાપાનના વડા પ્રધાન શિન્ઝો આબે બની ગયા Modi-fied !

બુલેટ ટ્રેઈનના ભૂમિ પૂજન અને અન્ય કામો માટે તારીખ ૧૩-૧૪ સપ્ટેમ્બરે બે દિવસ માટે અમદાવાદ પધારેલા જાપાનના વડાપ્રધાન શિન્ઝો આબે અને તેમના પત્ની પાક્કા ગુજરાતી યા અમદાવાદી જ થઈ ગયા હતા.

તેઓએ સૂટ-બૂટ છોડીને ખાદીના કપડાં અને મોદી જેકેટ પહેરી લીધા.એરપોર્ટથી ગાંધી આશ્રમના રોડ શોમાં ખુલ્લી જીપમાં ઉભા રહી   હાથ હલાવી હલાવીને અભિવાદન ઝીલી રહ્યા હતા ત્યારે એમની સ્ટાઈલ પણ મોદીના જેવી જ દેખાતી હતી.કદાચ આવતાં પહેલાં બે-ત્રણ દિવસ સુધી મોદી સ્ટાઈલની પ્રેક્ટિસ કરી પણ હોય !આ બુલેટ ટ્રેઈન શરુ થાય ત્યારે જ્યારે બીજી વખત તેઓ આવશે ત્યારે તેઓ મોદી જેવી દાઢી વધારીને આવે તો નવાઈ ના પામશો.જો એમ કરે તો તેઓ અદ્દલ મોદી જેવા  જ લાગશે !

જાપાની વડા પ્રધાનનાં પત્ની પણ સલવાર-સૂટમાં ઓળખી જ શકાતાં ન હતાં કે આ જાપાની વડાપ્રધાનનાં પત્ની છે. રોડ શોમાં મોદી સાહેબ અને આબેજીની પાછળ ઊભાં હતાં ત્યારે એમ જ લાગતું હતું કે, આ કોઈ ગુજરાતી બેન છે. ઈન્ડો-જાપાન ફ્રેન્ડશિપ એસોસિએશનના  પ્રેસિડેન્ટ મુકેશ પટેલે જણાવ્યું કે, અમે એમને પૂછ્યું કે તમારા માટે કયું જાપાની ફૂડ બનાવીએ? તેમનો જવાબ હતો કે,” હું તો શુદ્ધ અને શાકાહારી ગુજરાતી વ્યંજન જ ચાખવા માગું છું .”

વડાપ્રધાન નરેન્દ્ર મોદી, જાપાનના વડાપ્રધાન શિન્ઝો આબે અને તેમના પત્ની સીદી સૈયદની જાળી સામે આવેલા એમજી હાઉસની અગાશીએ હોટેલમાં ગુજરાતી ભોજનની જયાફત ઉડાવીને ગાંધીનગર રાજભવન ખાતે રાત્રિ રોકાણ માટે અમદાવાદથી રવાના થયા હતા.


જાપાનની મદદથી શરુ થઇ રહી છે ભારતની પ્રથમ બુલેટ ટ્રેઈન

”ગઈકાલે હું અને મારાં પત્ની અમદાવાદ આવી પહોંચ્યા ત્યારબાદ રોડ શૉમાં જે રીતે ૫૦,૦૦૦ લોકોએ અમારા ભાવપૂર્ણ સ્વાગત કર્યું તેનાથી હું અને મારા પત્ની ખાસ્સા પ્રભાવિત થયા છીએ. તેથી જ હું પણ જીવનભર ભારતનો મિત્ર બનીને જ રહીશ. તેમણે કહ્યું હતું કે ભારત અને જાપાન જૂની મૈત્રીને જાળવી રાખીને આર્થિક સમૃદ્ધિની દિશામાં આગળ વધવા વચનબદ્ધ છે.”….જાપાનના વડા પ્રધાન શિન્ઝો આબે

ભારતની સૌ પ્રથમ અમદાવાદ-મુંબાઈ બુલેટ ટ્રેઈનના ભૂમિ પૂજન અને અન્ય કામો માટે બે દિવસ માટે અમદાવાદ પધારેલા જાપાનના વડાપ્રધાન શિન્ઝો આબે અને તેમનાં પત્નીનું ભારતના વડા પ્રધાન શ્રી નરેન્દ્ર મોદીએ અને અમદાવાદની જનતાએ અદભુત સ્વાગત કર્યું હતું.

આ પ્રસંગનો સંપૂર્ણ અહેવાલ અને બુલેટ ટ્રેઈનની વિગતવાર માહિતી ગુજરાત સમાચારની નીચેની લીંક પર ક્લિક કરીને વાંચી શકાશે.

સૌજન્ય … ગુજરાત સમાચાર .કોમ … ભારતની પ્રથમ બુલેટ ટ્રેઈન


આ શુભ પ્રસંગનો દસ્તાવેજી વિડીયો આ રહ્યો …

India’s first high speed rail project inaugurated by PM Modi & Japanese PM Shinzo Abe

1047-ચિંતા જનક સમાચાર

       આજે જાણીને દુઃખ થયું કે, આપણા મિત્ર શ્રી. વિનોદ પટેલને ડાબા હાથ પર ઘણો દુખાવો અઠવાડિયાથી રહેતો હતો. ટેસ્ટ કરાવ્યા બાદ સધિયારો મળ્યો છે કે, એ કોઈ ‘સ્ટ્રોક’ના કારણે નથી. પણ એમને આરામ લેવાની અને હાથને વધારે પડતી મહેનત કરાવવાથી દૂર રહેવાની સલાહ ડોક્ટરોએ આપી છે.

     આપણે સૌ પ્રાર્થના કરીએ કે, વિનોદ ભાઈ જલદી જલદી સાજા નરવા થઈ જાય.

 

( 915 ) મોદી સરકારના બે વર્ષના વહીવટનાં લેખાં જોખાં …

Modi govt-2 years

આજથી બરાબર બે વર્ષ પહેલાં ૨૬ મી મે ૨૦૧૪ ના રોજ દેશ વિદેશથી પધારેલ અનેક મહાનુભાવો અને હજારોની સંખ્યામાં હાજર આમંત્રિત મહેમાનોની હાજરીમાં રાષ્ટ્રપતિ ભવનના પટાંગણમાં રાષ્ટ્રપતિ પ્રણવ મુખરજીએ લોકપ્રિય લોક નેતા નરેન્દ્ર મોદી અને એમના પ્રધાનમંડળના સાથીઓને હોદ્દાના શપથ લેવડાવ્યાં હતા. “સબકા સાથ સબકા વિકાસ “ના સૂત્ર સાથે અને જનતાની આશાઓની પૂર્તિ કરવાના મજબુત ઈરાદા સાથે નવી ભાજપની સરકારે આ દિવસે શુભારંભ કર્યો હતો.

2014ની લોકસભાની ચૂંટણીમાં “અબકી બાર મોદી સરકાર”ના નારા સાથે સદી કરતાંય જૂની કોંગ્રેસ પાર્ટીને બુરી રીતે સત્તા પરથી હઠાવીને નરેન્દ્ર મોદીની આગેવાની હેઠળ નેશનલ ડેમોક્રેટિક અલાયન્સની સરકારે સત્તાનાં સૂત્રો સંભાળ્યા હતા.

મોદી સરકારના બે વર્ષના વહીવટનો ટૂંકો અહેવાલ ..

સોનિયા-મનમોહનની આગેવાની હેઠળના કોંગ્રેસી શાશન ના દસ વર્ષ દરમ્યાનના કુવહીવટ અને ભ્રષ્ટાચાર-ગોટાળાઓથી પ્રજામાં ભારે રોષ હતો એવા સમયે “અચ્છે દિન આનેવાલે હૈ “ની આશાઓ અને અપેક્ષાઓ સાથે જનતાએ શ્રી નરેન્દ્ર મોદીને વડાપ્રધાન તરીકે અને ભાજપને સત્તાધારી પક્ષ તરીકે દેશના સુવહીવટ માટે બે વર્ષ પહેલાં દેશનું સુકાન સોપ્યું હતું

બે વર્ષ દરમ્યાન મોદીએ વિશ્વમાં ઘણા દેશોમાં પ્રવાસો યોજીને દેશના વિકાસ માટે ભારતમાં વિદેશી મૂડીના રોકાણ માટેનું ગજબનું માર્કેટિંગ કરીને વિશ્વમાં ભારતની પહેચાન બનાવી છે અને વિશ્વ નેતાઓની વાહ વાહ મેળવી છે.

બે વર્ષની સમાપ્તિ પછી દેશના ફલકમાં પણ અનેક યોજનાઓ મારફતે વિકાસ માટે ઘણું સારું કામ થયું છે એ હકીકત છે.આમ છતાં હજુ દેશના સર્વાંગી વિકાસ માટે ઘણા પ્રશ્નોનું નિરાકણ કરવાનું ઘણું કામ બાકી છે.

બે વર્ષના મોદી સરકારના વહીવટ પછી મોદી સરકારની  વહીવટી સિધ્ધિઓની ખૂબીઓ અને ખામીઓની સમીક્ષા કરતો એક સરસ લેખ ચિત્રલેખા સામયિકના સૌજન્યથી અહીં ક્લિક કરીને વાંચો .

मेरा देश बदल रहा है, आगे बढ़ रहा है -વિડીઓ દર્શન 

2 Years of Modi Sarkaar

મોદી સરકારના શાસનના બે વર્ષની સિદ્ધિ માટે વડા પ્રધાન શ્રી નરેન્દ્ર મોદીને અને એમના સાથીઓને અભિનંદન અને હવે પછીના વર્ષોમાં મોદી સરકાર જનતાની આશાઓ અને અપેક્ષાઓને ત્વરિત પૂરી કરે એ માટે વિનોદ વિહારની અનેક શુભકામનાઓ.

Report card of PM Modi’s top 5 performing ministers

Modi is scheduled to address a joint meeting of the US Congress on June 8 at the invitation of Paul Ryan , Speaker of the US House of Representatives.

Read more at:
http://economictimes.indiatimes.com/articleshow/52444721.cms?utm_source=contentofinterest&utm_medium=text&utm_campaign=cppst

( 908 ) ગુજરાત સાહિત્ય અકાદમી તરફથી પ્રથમ ‘સાહિત્ય રત્ન’ એવોર્ડ પ્રાપ્ત કરવા બદલ ડો. ગુણવંત શાહને અભિનંદન

Gunvant Shah- sahity ratna

ગત સોમવાર,તારીખ ૧૬ મી મેં,૨૦૧૬ ના રોજ અમદાવાદમાં ટાગોર હોલ,પાલડી ખાતે ગુજરાતના જાણીતા ચિંતક,લેખક અને સાહિત્યકાર શ્રી ગુણવંત શાહને આદરણીય શ્રી.મોરારિ બાપુના વરદ હસ્તે ગુજરાત સાહિત્ય અકાદમી નો પ્રથમ “સાહિત્ય રત્ન” એવોર્ડ અર્પણ કરવામાં આવ્યો હતો.સમારંભના અધ્યક્ષ સ્થાને ગુજરાતના મુખ્ય શ્રીમતી આનંદીબેન ઉપસ્થિત રહ્યા હતા.

ચિંતક ડો.ગુણવંત શાહને સાહિત્ય ક્ષેત્રે તેમના પ્રદાન બદલ પદ્મશ્રી એવોર્ડ પ્રાપ્ત થયો છે.આ અગાઉ એમને રણજિતરામ ચંદ્રક,ગુજરાત સાહિત્ય અકાદમીના પાંચ એવોર્ડ,ગુજરાતી સાહિત્ય પરિષદના ચાર એવોર્ડ પણ એનાયત થયેલા છે.

આપણા પુરાતન વારસા સમાં ઉપનિષદ,રામાયણ ,મહાભારત,બુદ્ધ ,મહાવીર કે શ્રીકૃષ્ણ પરના એમનાં પુસ્તકો મારફતે ડો.શાહે એમની ચિંતક તરીકેની પહેચાન કરાવી દીધી છે.

નાઈલને કિનારે કેરોમાં વસતા નેટ પરના વેપારી અને મૂળ અમદાવાદના વતની મિત્ર શ્રી મુર્તઝા પટેલ કે જેઓ હાલ અમદાવાદમાં હોઈ એમના પ્રિય મુ. ગુણવંતદાદાને સાહિત્ય અકાદમી તરફથી ‘સાહિત્ય રત્ન’નો પ્રથમ એવોર્ડ મળ્યો એ સમારંભમાં હાજર રહ્યા હતા.

સોમવારની સાંજ સુધારી દેનાર આ મહેફિલની યાદગાર મીનીટોની મિનીટ્સ (અહેવાલ) મુર્તઝાભાઈ એ એમની આગવી સ્ટાઈલમાં ફેસ બુક પેજ પર મૂકી છે એને સાભાર નીચે પ્રસ્તુત છે.

જે જગ્યા પર મુ. ગુણવંતભાઈ શાહ અને પૂ. અને પ્રિય મોરારિબાપુ એક મંચ પર ભેગા થાય અને એમાંય ભાગ્યેશભાઈ જ્હાનું ઈંટ્રો-વક્તવ્યથી શરૂઆત થાય, ને પછી એમાં મંત્રી નાનુભાઈ વાનાણી અને મુખ્ય-બા આનંદીબૂન સાથ પૂરાવે ત્યારે એ મહેફિલમાં મિનીટ્સ નહિ પણ મિઠાશ અને મહેક કેટલી મળે છે એ જોવું જરૂરી બની જાય.

ગઈકાલે મુ. ગુણવંતદાદાને સાહિત્ય અકાદમી તરફથી ‘સાહિત્ય રત્ન’નો જે પ્રથમ એવોર્ડ મળ્યો એ જોઈ દિલ ઝૂમ થઇ ઝૂમે એમાં કોઈ શક નથી.સોમવારની સાંજ સુધરી ગઈ.

‘ગુજરાતીના કોઈ પણ સુપર-ક્વોટની પાછળ ‘ગુણવંત શાહ’ લખી નાખો તોય લેખે લાગે એવું સ્ટેટસ બનાવનારા આ ગુણવંત વ્યક્તિનું યોગ્ય સમયે અને યોગ્ય જગ્યાએ (ટાગોર હોલમાં) યોગ્ય વ્યક્તિ-સંત મોરારિબાપુ દ્વારા સન્માન મળવું એ મારી નજરે નેશનલ નોબેલ પુરસ્કાર જ લાગે છે.

કાર્યક્રમ ભલેને એક કલાક મોડો શરુ થયો છતાં પણ એ મોમેન્ટ્સને ભક્તિ-સૂરીલી બનાવી દેનાર દીપ્તિબેનના મસ્ત મજાનાં કંઠે ભર-ગરમીના માહોલમાં દિલ-દિમાગને ઠંડુ કરી નાખ્યું. Hardwar Goswami, Lata Hirani જેવાં કવિ-રત્નોએ પણ ગુણવંતદાદાના ગૂણોને થોડાંમાં પણ મસમોટી ગૂણમાં લાવી શબ્દોથી સૌને નવડાવી દીધાં રે !

“આ એવોર્ડ એટલીસ્ટ હું તો સરકારને પાછો નહિ જ આપું” કહી પ્રોગ્રામને પંચથી શરૂઆત કરી ગુણવંતદાદાએ એમના ‘વાઈબ્રન્ટ વક્તવ્ય’થી વાક્યે વાક્યે જલસો કરાવી દીધો.

અને પ્યારે મોરારિબાપુ તો કશુંયે ન બોલે ને ફક્ત પોડિયમ પાસે આવી ઉભા રહે તો પણ ચાલે. છતાં એમના દિલદારી વ્યક્તિત્વમાંથી નીકળેલા એક-એક ‘વેલ્વેટ વક્તવ્યએ’ સૌના દિલ પર વેક્યુમ-ક્લિનીંગ કરી નાખ્યું. ટૂંકમાં ‘હાર્ટ ગાર્ડન ગાર્ડન થઇ ગયું યાઆઆર !’

ક્યાંકથી પણ આ પ્રોગ્રામની વિડીયો DVD મળે તો જરૂર મેળવી લેજો. કારણકે “આવી મહેફિલ સાચે જ…નસીબદારોને મળે છે.” એમ હું છાતી ઠોકીને કહું છું.Amisha બેન, તમે મને ‘ઇન્વાઇટ્યો’ એ બદલ..સુપર-થેંક્યું.

આ પ્રોગ્રામનો વિડીયો આ રહ્યો…..

Morari Bapu, Gunvant Shah ‘s speeches in Sahitya Ratna award function on May 16, 2016 in Ahmedabad in presence of Gujarat Chief Minister Anandiben Patel as chief Guest.