Category Archives: આનંદરાવ લિંગાયત
ગુંજન સામયિકના તંત્રી અને જાણીતા વાર્તા લેખક ૮૫ વર્ષીય મારા મિત્ર શ્રી આનંદ રાવએ એક મુગા પ્રાણીના એના માલિક પ્રત્યેના પ્રેમની એક સરસ વાર્તા મને ઈ-મેલમાં મોકલી છે.
મને ગમેલી આ વાર્તાને વિનોદ વિહારના વાચકોના આસ્વાદ માટે લેખકના આભાર સાથે આજની પોસ્ટમાં પ્રસ્તુત કરતાં આનંદ થાય છે.
‘કાળીયો’ એ રહેમાન ચાચાના પાળેલા કુતરાનું નામ છે. કાળીયો એમના કુટુંબનો એક સભ્ય બની ગયો છે. રહેમાન ચાચાના દીકરા સલીમના અવસાન વખતે આ મૂંગા પ્રાણીએ જે રીતે કબરમાં પહોંચી જઈને રહીમ પ્રત્યેના પ્રેમ અને શોકની લાગણી બતાવે છે એનું આ વાર્તાના લેખક શ્રી આનંદ રાવે એમની આગવી શૈલીમાં સુંદર દર્શન કરાવ્યું છે.
આનંદ રાવની અન્ય વાર્તાઓની જેમ કુતરા જેવા મુંગા પ્રાણીના પ્રેમની આ સંવેદનાપૂર્ણ અનોખી વાર્તા પણ આપને જરૂર વાંચવી ગમશે.

વાર્તા વાંચવા માટે નીચેની લીંક પર ક્લિક કરશો
શ્રી આનંદ રાવનો પરિચય અને અગાઉ વિનોદ વિહારમાં પ્રકાશિત એમની અન્ય વાર્તાઓ, કબીર દુહા અને અન્ય સાહિત્ય આ લીંક ઉપર ક્લિક કરીને વાંચી શકાશે.

આનંદરાવ નો ઈમેલ સંપર્ક ..
gunjan_gujarati@yahoo.com
લોસ એન્જેલસ નિવાસી અને ગુંજન સામયિકના તંત્રી ૮૫ વર્ષીય મારા મિત્ર શ્રી આનંદરાવ લિંગાયતએ લીધેલ એક સફળ ગુજરાતી ઉદ્યોગપતિ દમ્પતી – Ms lnternational નાં સ્થાપક શ્રીમતી રિકાબેન અને મનુભાઈ શાહ – નો ઇન્ટરવ્યુ ઈ-મેલમાં મોકલ્યો છે એને આજની પોસ્ટમાં સાભાર પ્રસ્તુત છે.
આ પ્રેરક ઈન્ટરવ્યુ આપને જરૂર વાંચવો ગમશે.
વિનોદ પટેલ

આનંદરાવ લિંગાયત
વાચક મિત્રો,
આ સાથે એક સફળ ગુજરાતી – ઉદ્યોગપતિ દમ્પતી – નો ઇન્ટરવ્યૂ છે. આર્થિક સફળતા ઉપરાંત એમના સામાજિક અને ધાર્મિક વિચારોંની નોંધ પણ એમાં લીધેલી છે.
– આનંદ રાવ
શ્રીમતી રિકાબેન અને મનુભાઈ શાહ નો ઇન્ટરવ્યુ વાંચવા નીચેની લીંક પર ક્લિક કરો.
હ્યુસ્ટનથી શ્રી ચીમનભાઈ પટેલ “ચમન ” એ ઈ-મેલમાં “થેંકયુ ” પર એક મજાનું કાવ્ય મોકલ્યું છે એ માટે એમને થેંકયુ કહી નીચે કાવ્ય પ્રસ્તુત કરું છું.
ખરી રીતે થેંક યુ એમ બે શબ્દો છે પણ વહેવારમાં એ એક શબ્દ થેંક્યુ બની ગયો છે –
થેંકયુ !
વાત વાતમાં બધાથી, બોલાય થેંક્યુ!
કામ ભલે નાનું કે મોટું, કહેવાય થેંક્યુ!
સરી પડે છે થેંક્યુ સૌના મુખથી એવું,
સેક્રેટરીનેતો વારંવાર, સંબોધાય થેંક્યુ!
માગે પતિ જો પાણી આપે જઈ પત્ની,
કોણ જાણે ત્યારેતો, ના કહેવાય થેંક્યુ!
મહત્તા વધી કે ઘટી રહી છે આ શબ્દની,
કે’વા જેવા ટાણે, રોકી કેમ રખાય થેંક્યુ?
મજા માણે સૌ મફતમાં, થેંક્યુ કહી ‘ચમન’,
ગોળ વગરની મીઠાશ ભૈ, જો બોલાય થેંક્યુ!
*ચીમન પટેલ ‘ચમન’ (૨૮જુન’૧૫)
ગુંજન સામયિકના તંત્રી, લોસ એન્જેલસ વાસી ૮૬ વર્ષીય સાહિત્યકાર મિત્ર શ્રી આનંદરાવ લિંગાયત ની એક ટૂંકી વાર્તા “વાત વાતમાં થેંક્યું “વિનોદ વિહારમાં અગાઉ પ્રગટ થઇ હતી એને આ કાવ્ય સાથે વાંચવા નીચે પ્રસ્તુત છે.
વાત વાતમાં થેંક્યુ ? .. ( ટચુકડી વાર્તા ) ..
લેખક- આનંદરાવ લિંગાયત
વડોદરામાં રહેતા, સહેજ મોટી ઉંમરના એક સજ્જને ઓટો રીક્ષા ભાડે કરી.
૪૦ મિનીટ જેટલો લાંબો રસ્તો હતો.રીક્ષા ડ્રાઈવરે એ સજ્જને આપેલા સરનામા પ્રમાણે રીક્ષા એમના ઘર પાસે લાવીને ઉભી રાખી.
“ થેંક્યુ ભાઈ, લે આ તારા ભાડાના પૈસા “
“એમાં થેંક્યુ શેનું કાકા ? તમે પૈસા આપ્યા , હું તમને ઘેર લઇ આવ્યો. આ તો સીધો વહેવાર છે .એમાં થેંક્યુ ક્યાં આવ્યું ? કાકા, તમે અમેરિકાથી આવ્યા છો ?”
પૈસા ગણતાં ગણતાં રીક્ષા ડ્રાઈવર બોલ્યો.
“ના, ભાઈ , કેમ ?”
“એટલા માટે કે આ અમેરિકાવાળા કોઈક વાર મારી રીક્ષામાં બેસે છે ત્યારે અમથા અમથા, વાત વાતમાં થેંક્યું ..થેંક્યું ..કરતા સાંભળ્યા છે .”
“ ભાઈ, મેં તો તને સાચા દિલથી થેંક્યું કહ્યું છે.અને તે એટલા માટે કે આટલી ગીર્દી અને ટ્રાફિકમાં પણ તું બહુ સાચવીને રીક્ષા ચલાવતો હતો .બેદરકારીથી જો ક્યાંક એક્સીડન્ટ કરી નાખ્યો હોત અને મારાં હાડકાં જો તૂટ્યાં હોત તો આ ઉંમરે રુઝાત નહિ .ભાઈ એ ૪૦ મિનીટ માટે મારી જિંદગી તારાં હાથમાં હતી .રોજ ઘણા વૃદ્ધોની,સ્ત્રીઓની અને બાળકોની જિંદગી તારા હાથમાં હોય છે .અત્યારે તેં બરાબર સાચવીને મને સલામત રીતે ઘરે ઉતાર્યો … માટે થેંક્યું કહ્યું .”
રીક્ષાવાળો સુનમુન થઈને વિચારમાં પડી ગયો.
“કાકા, લોકોની જિંદગી મારા હાથમાં હોય છે એ તો મેં કદી વિચાર્યું જ નહોતું.સાચું કહું ? કોઈક વાર રાત્રે દારુ પી ને પણ હું રીક્ષા ચલાવતો હોઉં છું.હવે કદી એવું નહિ કરું, કાકા.મારે લોકોને મારવા નથી.”
“ બહુ આનંદની વાત છે, ભાઈ “
સજ્જન ધીમે ધીમે પોતાના ઘરનાં પગથીયાં ચઢવા લાગ્યા.રીક્ષાવાળાએ રીક્ષા ચાલુ કરી .કાકા હજુ તો ઘરમાં પગ મુકે તે પહેલાં ભરરરર કરતો રીક્ષાવાળો પાછો આવ્યો …..મોટેથી બુમ પાડીને બોલ્યો .
“ કાકા, હું આજથી દારુ જ છોડી દેવાનો છું “
બન્ને જણા આનંદથી હસી પડ્યા અને….
એકી સાથે સામ સામે બોલી ઉઠ્યા ……થેંક્યુ..!
— આનંદરાવ લિંગાયત

લોસ એન્જેલસ રહેતા જાણીતા વાર્તા લેખક મારા ૮૪ વર્ષીય મિત્ર શ્રી આનંદ રાવએ એમના અને મારા પરિચિત મિત્ર શ્રી કાશીરામભાઈ પટેલની અત્યંત ટૂંકી છતાં ભાવવાહી વાર્તા “જુનવાણી ભાભી “એમના ઈ-મેલમાં મને મોકલી છે.આ વાર્તા આનંદ રાવ સંપાદિત સામયિક ”ગુંજન ”માં છપાએલી છે.
શ્રી કાશીરામભાઈ પટેલ લોસ એન્જેલસ , કેલીફોર્નીયા ખાતે ઘણાં વરસોથી
પ્લેટીંગ ઇન્ડસ્ટ્રીઝમાં છે. દેશમાં હતા ત્યારે એક હાઈસ્કુલમાં આચાર્ય હતા.
શ્રી કાશીરામભાઈ પટેલ એમની આ વાર્તા “જુનવાણી ભાભી ” માં સુંદર સંદેશ લઈને આવ્યા છે .
મા-બાપના અવસાન પછી મદનને એની ભાભી સાથે મા અને દીકરા જેવો
સંબંધ છે .એમને ભાભી બા એમ કહીને બોલાવે છે. ભાભીએ નયન ને
દીકરા જેવો પ્રેમ આપી ઉછેરી અમેરિકા કપાતા દિલે મોકલ્યો હતો. ત્યાં સેટ થયા પછી એ ભાભી બા અને મોટાભાઈ ને અમેરિકા બોલાવે છે.
એક સુશિક્ષિત પ્રેમિકા નયના સાથે મદનના લગ્ન થયા પછી બન્નેના બદલાયેલા વાણી અને વર્તાવથી ભાભી બાના દિલને આઘાત લાગતાં બેભાનાવસ્થામાં ઇન્ટેન્સીવ કેરમાં હોસ્પીટલમાં દાખલ કરવાં પડે છે.એ પછી તો બન્નેને એમની ભૂલ સમજાય છે.
અમેરિકામાં આવ્યા પછી માબાપો અને મોટી ઉંમરનાં યુવાન સંતાનો વચ્ચેના સુખદ -દુખદ અનુભવોના બનાવો બનતા હોય છે . મા બાપને પ્રેમ કરતાં સંતાન કોઈ વાર લગ્ન પછી વાણી અને વર્તાવમાં આવેલ બદલાવથી તેઓ એમના હૃદયને કેટલો આંચકો આપે છે એ સમજી શકતાં નથી .
વૃદ્ધાવસ્થામાં ખાસ કરીને પાછળનાં વર્ષોમાં મા-બાપ સંતાન તરફથી પ્રેમાળ સાનિધ્ય ઝંખતાં હોય છે. ભારત યા અમેરિકામાં કેટલીક વાર કુટુંબમાં તનાવના સંજોગો ઉભા થાય છે ત્યારે સાથે રહેતાં મા-બાપ ના દિલને ઠેસ પહોંચે છે.તેઓ સંતાનોના પ્રેમનાં ભૂખ્યાં અને તરસ્યાં વિદાય લઇ લે છે. સંતાનોને એમના ગયા પછી ભૂલ સમજાતાં પશ્ચાતાપ થાય છે પણ અબ ક્યા હોત જબ ચીડિયા ચુગ ગઈ ખેત !
વિનોદ પટેલ
આવો સુંદર સંદેશ આપતી શ્રી કાશીરામભાઈ પટેલની વાર્તા નીચેની લીંક ઉપર ક્લિક કરીને વાચો.

મારી ૭૯ મી જન્મ જયંતી પ્રસંગની પોસ્ટ ની કોમેન્ટ બોક્ષમાં અને ઈ-મેલથી મારા અનેક મિત્રો/ વી.વી. ના ચાહકોએ મને જન્મ દિનની શુભેચ્છાઓ પાઠવી છે .
સ્નેહી બ્લોગર મિત્રો- શ્રી રમેશભાઈ(આકાશદીપ), શ્રી ગોવિંદભાઈ (પરાર્થે સમર્પણ),સુશ્રી પ્રજ્ઞાબેન વ્યાસ( નિરવ રવે) અને સુ.શ્રી પ્રજ્ઞાબેન દાદભાવાળા (શબ્દોનું સર્જન)એ તો મારા જન્મ દિન નિમિત્તે એમના બ્લોગમાં આખી પોસ્ટ પ્રકાશિત કરી પદ્ય અને ગદ્યમાં એમના હૃદયના સ્નેહ્ભાવોને વ્યક્ત કર્યા .
૯૩ વર્ષના મારા આદરણીય શુભેચ્છક પ્રિય મિત્ર આતાજીએ એમના ઈ-મેલમાં નીચેની આ કાવ્ય પંક્તિઓમાં મને આશીર્વાદ પાઠવ્યા છે એને હું મારા જન્મ દિનની એક અમુલ્ય ભેટ માનું છું.
ખુબ ખુબ જીવો આનંદ કરો, જમાવો વિનોદ વિહાર ,
પડકાર કરી આતા બોલાવે, વિનોદનો જય જય કાર.
આ સૌ મિત્રોની મારા પ્રત્યેની આ અભિવ્યક્તિઓ અને મારા પ્રત્યેની શુભ લાગણી અને સ્નેહના ભારથી એક મીઠી મુંઝવણ અનુભવી રહ્યો છું કે ખરેખર હું આવા માનને લાયક છું કે કેમ !
આ શુભેચ્છા સંદેશાઓના પ્રત્યુત્તરમાં કોમેન્ટ બોક્ષમાં અને ઈ-મેલથી સૌ મિત્રોનો આભાર માનવાની મેં કોશિશ કરી છે.એમ છતાં આ પોસ્ટ મારફતે સૌ મિત્રોની શુભ લાગણીઓનો આ ભાર સૌ નો ફરી ફરી હાર્દિક આભાર માની હળવો કરું છું.
ચાર સાહિત્ય રસિક મિત્રોનું ફરી સ્નેહ મિલન

ચિત્રમાં ડાબેથી, રમેશભાઈ ,આનંદરાવ, વિનોદભાઈ અને ગોવિંદભાઈ
હાલ હું ક્રિસમસ ૨૦૧૪થી મારી દીકરીને ત્યાં એનેહેમ ,લોસ એન્જેલસમાં આવ્યો છું .લોસ એન્જેલસ આવું ત્યારે સ્થાનિક મિત્રોને રૂબરૂ મળવાની મનમાં ઈચ્છા થતી હોય છે.ફોનથી સંપર્ક તો થાય જ છે.
શનિવાર તારીખ ૧૭ મી જાન્યુઆરી,૨૦૧૫ ના રોજ સ્થાનિક લોસ એન્જેલસ વિસ્તારમાં રહેતા બ્લોગર મિત્રો ,શ્રી રમેશભાઈ (આકાશદીપ ),શ્રી ગોવિંદભાઈ (“પરાર્થે સમર્પણ “ અને “ગોદડીયો ચોરો “), શ્રી ચન્દ્રવદન મિસ્ત્રી (ચંદ્ર પુકાર ),શ્રી નરેન્દ્ર ફણસે (જીપ્સીની ડાયરી),શ્રી આનંદરાવ લિંગાયત ( ગુંજન સામયિકના તંત્રી અને વાર્તા લેખક ) ને મારા જન્મ દિવસ નિમિત્તે શહેરની પાયોનીયર ( લીટલ ગુજરાત) વિસ્તારમાં આવેલી જય ભારત રેસ્ટોરંટમાં સહ-ભોજન સાથે સ્નેહ મિલન માટે મેં આમંત્રિત કર્યા હતા .શ્રી ચંદ્રવદનભાઈ અને શ્રી નરેન્દ્રભાઈએ ફોનથી શુભેચ્છાઓ પાઠવતાં ખબર આપી કે તેઓ સંજોગોવશાત હાજર રહી નહી શકે , એટલો અફસોસ રહી ગયો.
મારી દીકરી,જમાઈ અને એમના પેરેન્ટસ અને અમે ચાર સાહિત્ય રસિક મિત્રો સાથે મળી સહ ભોજન સાથે અલક મલકની વાતો સાથે આનંદિત વાતાવરણમાં જે રીતે આખો પ્રસંગ ઉજવાયો એ મારા આ જન્મ દિવસનું એક યાદગાર સંભારણું બની ગયો .
મિત્ર શ્રી ગોવીંદભાઈએ તો રેસ્ટોરંટમાંથી ઘેર જઈને તરત જ એમની આગવી કાવ્યમય સ્ટાઈલમાં આ સ્નેહ મિલનનો ત્વરિત અહેવાલ એમના બ્લોગ “પરાર્થે સમર્પણની એક બીજી પોસ્ટ “જય ભારતે જામ્યો વિનોદ વિહાર દરબાર “ માં રજુ કરી દીધો. મેં ઘેર આવીને એમની આ પોસ્ટનો ઈ-મેલ જોતાં મને ખુબ આશ્ચર્ય થયું હતું ! ગોવીંદભાઈની કલ્પના શક્તિ અને આવી ત્વરિત કાવ્ય સર્જનની શક્તિને સલામ !
જય ભારત રેસ્ટોરંટમાં જાતે કાર ચલાવીને આવેલ ૮૪ વર્ષના બુઝર્ગ સાહિત્યકાર મિત્ર, ગુંજન સામયિકના તંત્રી શ્રી આનંદરાવ લિંગાયતએ આ પ્રસંગે ગુંજનના અંકો અને એમનાં લિખિત ત્રણ પ્રકાશિત પુસ્તકો- શીવ પુરાણ , કબીર દોહા અને એમનો વાર્તા સંગ્રહ –”થવા કાળ”,બુકમાં એમનો શુભેચ્છા સંદેશ લખીને, જન્મ દિવસની ભેટ તરીકે મને આપવા બદલ અને અગવડ વેઠીને પણ હાજર રહી પ્રેમભાવ બતાવવા બદલ આનંદરાવભાઈનો હું ખુબ જ આભારી છું.
શ્રી રમેશભાઈ અને શ્રી ગોવિંદભાઈ પણ એમની બીજી વ્યસ્તતા હોવા છતાં મારા આમંત્રણને માન આપી સમય કાઢીને હાજર રહી હંમેશના જેવી સ્નેહની લાગણી દર્શાવવા બદલ એમનો પણ ખુબ આભારી છું.
સૌ મિત્રોને .. થેંક યુ ….આભાર ….થેંક્સ એ લોટ ……
આજે સવારે “થેંક્યું “ની આજની પોસ્ટ માટે લખી રહ્યો હતો ત્યારે વચ્ચે શ્રી આનંદરાવ લિંગાયતએ ભેટ આપેલ ગુંજન સામયિકના અંકનાં પાનાં ઉપર નજર ફેરવી રહ્યો હતો . પ્રથમ પાન ઉપર જ “વાત વાતમાં થેંક્યું ?”નામની એમની એક સરસ ટચુકડી વાર્તા મને ગમી ગઈ . તમને પણ એ રસ્સ્પદ લાગશે .
થેંક્યું શીર્ષકની આજની પોસ્ટના અંતે એમની આ વાર્તાને એમના આભાર સાથે નીચે પ્રસ્તુત કરું છું.
વાત વાતમાં થેંક્યું ? .. ( ટચુકડી વાર્તા )
લેખક- આનંદરાવ લિંગાયત
વડોદરામાં રહેતા, સહેજ મોટી ઉંમરના એક સજ્જને ઓટો રીક્ષા ભાડે કરી.૪૦ મિનીટ જેટલો લાંબો રસ્તો હતો.રીક્ષા ડ્રાઈવરે એ સજ્જને આપેલા સરનામાં પ્રમાણે રીક્ષા એમના ઘર પાસે લાવીને ઉભી રાખી.
“ થેંક્યું ભાઈ, લે આ તારાં ભાડાના પૈસા “
“એમાં થેંક્યું શેનું કાકા ? તમે પૈસા આપ્યા , હું તમને ઘેર લઇ આવ્યો. આ તો સીધો વહેવાર છે .એમાં થેંક્યું ક્યાં આવ્યું ? કાકા, તમે અમેરિકામાંથી આવ્યા છો ?”
પૈસા ગણતાં ગણતાં રીક્ષા ડ્રાઈવર બોલ્યો.
“નાં, ભાઈ , કેમ ?”
“એટલા માટે કે આ અમેરિકાવાળા કોઈક વાર મારી રીક્ષામાં બેસે છે ત્યારે અમથા અમથા, વાત વાતમાં થેંક્યું ..થેંક્યું ..કરતા સાંભળ્યા છે .”
“ ભાઈ, મેં તો તને સાચા દિલથી થેંક્યું કહ્યું છે.અને ટે એટલા માટે કે આટલી ગીર્દી અને ટ્રાફિકમાં પણ તું બહુ સાચવીને રીક્ષા ચલાવતો હતો .બેદરકારીથી જો ક્યાંક એક્સીડન્ટ કરી નાખ્યો હોત અને મારાં હાડકાં જો તૂટ્યાં હોત તો આ ઉંમરે રુઝાત નહિ .ભાઈ એ ૪૦ મિનીટ માટે મારી જિંદગી તારાં હાથમાં હતી .રોજ ઘણા વૃદ્ધોની,સ્ત્રીઓની અને બાળકોની જિંદગી તારાં હાથમાં હોય છે .અત્યારે તેં બરાબર સાચવીને મને સલામત રીતે ઘરે ઉતાર્યો … માટે થેંક્યું કહ્યું .”
રીક્ષાવાળો સુનમુન થઈને વિચારમાં પડી ગયો.
“કાકા, લોકોની જિંદગી મારા હાથમાં હોય છે એ તો મેં કડી વિચાર્યું જ નહોતું.સાચું કહું ? કોઈક વાર રાત્રે દારુ પી ને પણ હું રીક્ષા ચલાવતો હોઉં છું.હવે કદી એવું નહિ કરું, કાકા.મારે લોકોને મારવા નથી.”
“ બહુ આનંદની વાત છે, ભાઈ “
સજ્જન ધીમે ધીમે પોતાના ઘરનાં પગથીયાં ચઢવા લાગ્યા.રીક્ષાવાળાએ રીક્ષા ચાલુ કરી .કાકા હજુ તો ઘરમાં પગ મુકે તે પહેલાં ભરરરર કરતો રીક્ષાવાળો પાછો આવ્યો …..મોટેથી બુમ પાડીને બોલ્યો .
“ કાકા, હું આજથી દારુ જ છોડી દેવાનો છું “
બન્ને જણા આનંદથી હસી પડ્યા અને એકી સાથે સામ સામે બોલી ઉઠ્યા ……થેંક્યું ..!
— આનંદરાવ લિંગાયત
શ્રી આનંદરાવ લિંગાયતનો પરિચય અને એમની અન્ય વાર્તાઓનો

વાચક મિત્રો,
વી.વી.ની આજની પોસ્ટમાં લોસ એન્જેલસ નિવાસી મારા ૮૩ વર્ષના યુવાન મિત્ર શ્રી આનંદરાવ લિંગાયતની એક હૃદય સ્પર્શી વાર્તા ”વિરલ પતી or A Rare Husband” પ્રગટ કરતાં આનંદ થાય છે.
જૂની કહેવત છે કે સંસાર સુખની પ્રાપ્તિ માટે સંસારની ગાડીનાં બન્ને પૈડાં સરખાં ચાલવાં જોઈએ ….જો એ સરખાં ના ચાલે તો આ ગાડીને ખોટકાતાં વાર ના લાગે .
આ વાર્તાના મુખ્ય પાત્ર રઘુભાઈ એક અનોખા પતિ છે . તમે પતિવ્રતા પત્નીઓની વાર્તાઓ ઘણી વાંચી હશે પણ રઘુભાઈ જેવા પત્નીવ્રતા પતિઓની વાર્તા કદાચ બહુ જ ઓછી વાંચી હશે.
આ વાર્તામાં રજુ કરવામાં આવેલો રઘુભાઇ સાથેનો ઇન્ટરવ્યુ સૌને વિચાર કરતા કરી મુકે એવો છે .વાર્તા લેખક આનંદરાવ રઘુભાઈને એક ”વિરલ પતી or A Rare Husband” કેમ કહે છે એનું રહસ્ય તમે આ વાર્તા પૂરી વાંચશો એટલે સમજાઈ જશે.
આ વાર્તા વિશેનો આપનો પ્રતિભાવ આવકાર્ય છે.
વિનોદ પટેલ
તો હવે વાંચો શ્રી આનંદરાવની આ હૃદયસ્પર્શી પ્રેરક વાર્તા ……
શ્રી આનંદરાવ લિંગાયત અને એમની વાર્તાઓનો
ટૂંક પરિચય

અમેરિકાના ગુજરાતી ડાયસ્પોરા વાર્તા લેખકોમાં શ્રી આનંદરાવ લિંગાયતનું નામ ખુબ જાણીતું છે.
આ દેશમાં ગુજરાતી ભાષાને ઉત્તેજન મળે એ માટે ઘણાં વર્ષો પહેલાં એમણે શરુ કરેલું “ગુંજન “નામના ગુજરાતી સામયિક ને પ્રકાશિત કરવાનું કઠિન કામ તેઓ એમની ૮૩ વર્ષની જૈફ ઉંમરે પણ આજે એવા જ ઉત્સાહથી કરી રહ્યા છે.
ઇન્ડો-અમેરિકન જીવનના તાણાવાણાઓને એમની આગવી શૈલીમાં બાખુબી ગુંથી લેતી શ્રી આનંદરાવની હ્રદય સ્પર્શી વાર્તાઓનાં આજ સુધીમાં બહાર પડેલ ચાર પુસ્તકો- ૧.કંકુ ખર્યું..(૨)….ને સુરજ ઉગ્યો (૩) થવાકાળ…અને (૪)કાશી કામવાળી ને વિવેચકોએ વખાણ્યા છે.
આ અગાઉ વિનોદ વિહારમાં શ્રી આનંદરાવ લિંગાયત અને એમની વાર્તાઓનો કરાવેલ વધુ પરિચય આ લીંક ઉપર ક્લિક કરી વાં ચો.
વિનોદ વિહારમાં આજ સુધીમાં પ્રકાશિત થયેલ શ્રી આનંદ રાવની વાર્તાઓ/લેખો વી. સાહિત્ય સામગ્રી વાચવા માટે અહીં ક્લિક કરો.
વાચકોના પ્રતિભાવ