વિનોદ વિહાર

ગુજરાતી ગદ્ય-પદ્ય સર્જનની આનંદ યાત્રા

Category Archives: નીલમ દોશી

1258 – આપણી પ્રાર્થનાનો ઓરડો! … લેખિકા શ્રીમતી નીલમ દોશી

આ જની પોસ્ટમાં જાણીતાં લેખિકા શ્રીમતી નીલમબેન દોશીનો મને ગમેલો  લેખ ” આપણી પ્રાર્થનાનો ઓરડો!” વિ.વિ.ના વાચકો માટે પ્રસ્તુત છે.

આ લેખને વિનોદ વિહારમાં પોસ્ટ કરવાની સંમતી આપવા માટે નીલમબેનનો હું આભારી છું.

નીલમબેનના બ્લોગ પરમ સમીપે માં એમના પરિચયમાં તેઓએ લખ્યું જ છે કે …

”અહીં જે લખાય તેમાંથી આપને ગમે તે આપનું…અને ન ગમે તે મારું તો છે જ..! આ સહિયારી યાત્રામાં ગુલાલના થોડા છાંટણાથી આપની બે ચાર ક્ષણો રંગી શકાય તો પણ એની સાર્થકતા. જીવન પ્રત્યે સતત પોઝીટીવ.. હકારાત્મક અભિગમ એ જીવનલક્ષ્ય….”

પ્રાર્થના વિશેના પ્રસ્તુત લેખમાં લેખિકાના આધ્યાત્મિક વિચારો વાચકોને જરૂર ગમશે.

વિનોદ પટેલ

   શ્રીમતી નીલમ દોશી

એમનો ટૂંક પરિચય અહીં વાંચો.

આપણી પ્રાર્થનાનો ઓરડો! ……શ્રીમતી નીલમ દોશી

(લેખિકાના પુસ્તક ”જીવનઝરૂખે” માંથી..)

પ્રેમલ જ્યોતિ,તારો દાખવી, મુજ જીવનપંથ ઉજાળ…

પ્રાર્થના એ ફકત ભારતીય સંસ્ક્રતિનું જ નહીં..કોઇ પણ સંસ્કૃતિનું આગવું અને અગત્યનું અંગ રહ્યું છે.દરેક ધર્મમાં એનું મહત્વ સ્વીકારાયું છે. શિશુ બોલતા શીખે ત્યારથી તેને એક કે બીજી રીતે પ્રાર્થના, કોઇ શ્લોક શીખવાડવામાં આવે છે જે જીવનપર્યંત..અંતિમ ક્ષણ સુધી ચાલતી રહે છે. જીવનની વિદાયવેળાએ… આખરી ઘડીએ પણ એના કાનમાં એવા કોઇ ધાર્મિક શબ્દો પડે એનું મહત્વ સ્વીકારાયું છે.

સ્કૂલમાં સવારે ગવાતી સમૂહ પ્રાર્થના મોટા થયા પછી પણ આપણી ભીતરમાં જળવાઇ રહેતી હોય છે. ગાંધીજી સર્વધર્મ પ્રાર્થનાના કેટલા આગ્રહી અને ચુસ્ત સમયપાલનના હિમાયતી હતા એનાથી આપણે કોઇ અજાણ્યા નથી જ.

પ્રાર્થના એક શબ્દની હોઇ શકે કે લાંબી પણ હોઇ શકે. અથવા શબ્દો વિના મૌન પણ હોઇ શકે. ગમે તેવો નાસ્તિક માનવી પણ જીવનમાં એકાદ ક્ષણે તો કોઇ અદ્રશ્યના અસ્તિત્વથી અભિભૂત થયો જ હોય છે. સંકટ સમયે.. કોઇ પરમ પીડાની ક્ષણે “ હે મા..” હે ભગવાન કે પછી એવો કોઇ પણ શબ્દ જે અનાયાસે આપોઆપ અંદરથી નીકળી આવે તે પ્રાર્થનાનું જ સ્વરૂપ છે ને ?

પ્રાર્થનાથી સમય કે સંજોગો બદલાય કે ન બદલાય પરંતુ જો દિલથી સાચી પ્રાર્થના થઇ શકે તો આપણું ભીતરનું પોત જરૂર બદલાઇ શકે.. અને એ બદલાયેલું પોત..બદલાયેલું મન સમય અને સંજોગો બદલવા સમર્થ બને છે. આત્મવિશ્વાસ, શ્રધ્ધા જાગે છે. અને ભીતરી શક્તિનો સંચાર થતા સંજોગો સામે ઝઝૂમવાની તાકાત આવે છે.

જીવનમાં ઘણી વખત નિરાશાની ક્ષણો આવતી હોય છે. અને આપણને લાગે છે કે ઇશ્વર આપણી કોઇ પ્રાર્થના સાંભળતો જ નથી. આપણા કોઇ પ્રશ્નો ઉકેલાતા જ નથી. અને ગુસ્સે ભરાયેલા શિશુની માફક આપણે કદીક બોલી ઉઠીએ છીએ.. “ જા, નથી રમતા..નથી કરવી પ્રાર્થના.. “ આપણી આવી બાલિશતા પર જગન્નનિયંતાને ચોક્કસ હસવું આવતું હશે.

આ વાત સાથે સંકળાયેલી ચીનની એક લોકકથા યાદ આવે છે.

એક માણસને એક વાર સપનું આવ્યું કે દેવદૂત એને સ્વર્ગની મુલાકાતે લઇ જાય છે. ત્યાં દેવદૂત એને એક પછી એક ઓરડામાં ફેરવે છે. એક ઓરડામાથી પસાર થતા માણસે ત્યાં પડેલા જુદા જુદા પ્રકારના અનેક બોક્ષ પડેલા જોયા. જે બધા પેક થયેલા, અકબંધ હતા અને દરેક પર “ ભેટ “ એવા શબ્દો લખાયેલા હતા. માણસને આશ્વર્ય થયું છે..આટલા બધા સુંદર ગીફટ બોક્ષ ? તેણે દેવદૂતને પૂછયું.

આ બધું શું છે ? આટલી બધી ભેટ કોની છે ? આ કોને આપવા માટેના બોક્ષ છે ?

દેવદૂતે જવાબ આપ્યો.

“અનેક લોકો પોતાને જોઇતી વસ્તુ માટે પ્રાર્થના કરતા હોય છે. માગણી કરતા હોય છે. એમને એની પ્રાર્થનાઓનો જવાબ આપવા માટે..એમને એ બધી વસ્તુઓ પહોંચાડવા માટે અમે એમની માગણી મુજબની ભેટ તૈયાર કરીએ છીએ..પણ હજુ એ પૂરી તૈયાર થાય અને એ પહોંચાડી શકીએ એ પહેલા જ એ લોકો પ્રાર્થના કરવાનુ છોડી દે છે અને અમારા પરથી વિશ્વાસ ઉઠાવી લે છે. એમનો ભરોસો તૂટી જાય છે. લોકો થોડી ધીરજ રાખીને રાહ જોવા તૈયાર નથી.

જયારે આટલા બધા લોકોની પ્રાર્થના સાંભળવાની હોય..એમની માગણીઓ, અપેક્ષાઓ પર હ્દ્યાન આપવાનું હોય ત્યારે વિલંબ તો થવાનો જ. પણ એ સમજયા સિવાય લોકો પ્રાર્થના ચાલુ રાખવાને બદલે છોડી દે છે. તેથી અમે એની પર ધ્યાન નથી આપી શકતા.અને તેમની અધૂરી તૈયાર થયેલી ભેટ અહીં જ રહી જાય છે. આ બધી એ પહોંચ્યા સિવાયની પડેલી ભેટોના બોક્ષ છે.. કાશ..એમણે પ્રાર્થના ચાલુ રાખી હોત તો અમે એમને આ ભેટો તૈયાર કરીને પહોંચાડી શકયા હોત. “

આ લોકકથાનો સન્દેશ સહેજે સમજાઇ શકે તેવો છે

ઘણી વખત તો આપણે પ્રાર્થના તો શું ઇશ્વર સુધ્ધાં બદલી નાખતા હોઇએ છીએ.. કોઇ આપણને કહે કે આ જગ્યાની માનતા તો બહું ફળે છે. બે ચાર અસરકારક ઉદાહરણ આપે અને આપણે તુરત ત્યાં દોડીએ.. પછી એ મસ્જિદ હોય, મન્દિર હોય કે ચર્ચ હોય.. આપણને ભગવાન સુધ્ધાં બદલી નાખતા વાર નથી લાગતી. આપણો ઇશ્વર પરનો વિશ્વાસ આસ્થા કેટલા તકલાદી બની ગયા છે.

હમણાં જ એક મિત્ર સાથે વાત થઇ ત્યારે મને કહે,

જયારથી મેં મુંબઇમાં હાજી અલીની મસ્જિદમાં જવાનું ચાલુ કર્યું છે ત્યારથી મારા બધા કામ સરસ રીતે પૂરા થાય છે. મેં કહ્યું તું તો હિન્દુ છે.

ત્યારે મોટી ફિલોસોફીની વાત કરતાં તેણે મને સમજાવ્યું કે આટલા વરસ સુધી શંકર ભગવાનના મંદિરે ગયો. એક પણ સોમવાર પાડયા સિવાય એકટાણા કર્યા અને મહાદેવજીને દૂધ ચડાવ્યું. પણ કંઇ વળ્યું નહીં. ત્યાં કોઇએ આ હાજી અલીની દરગાહની વાત કતી. આપણે તો અખતરો કરી જોયો..અને તું માનીશ..? જાણે ચમત્કાર થયો. હજુ તો બે શુક્રવાર જ ગયો હતો ત્યાં મારી માનતા, મહેનત ફળી.. મારું માને તો તું પણ ત્યાં જવાનું ચાલુ કરી દે.પછી જો ચમત્કાર…

તો કોઇ કહે છે.. બીજા બધા ગણપતિજીને છોડો.લાલબાગના ગણશેજી તો હાજરાહજૂર છે. એની પાસે જ જાઓ…

આમ આપણે તો ભગવાનના યે અખતરા કરવાવાળા ! ભગવાનને યે ભૂલાવામાં નાખી દઇએ. એક જગ્યા કે એક ભગવાન છોડીને બીજી, ત્રીજી જગ્યાએ ભટકતા રહીએ .
દોસ્તો, તમે જ કહો દોષ કોનો ? આપણી પ્રાર્થના વણસુણી જ રહી જાય ને ?

(મારા પુસ્તક જીવનઝરૂખેમાંથી…)

નીલમ દોશી 

પ્રાથના વિષે સ્વ.સુરેશ દલાલના વિચારો …

ડો .સુરેશ દલાલ (10-11-1932...8-10-2012)

ડો .સુરેશ દલાલ (10-11-1932…8-10-2012)

પ્રાર્થના વિશે જેમ જેમ વિચારું છું કે અનુભવું છું તેમ તેમ, એક વાત સમજાતી જાય છે કે, કોઇ પણ પ્રાર્થના હોય, પણ જો એમાં જીવ મૂકીને પ્રાર્થના ન કરીએ તો એ કેવળ ખાલી પોલા, બોદા શબ્દો છે.

જીભની રમત કરામત છે. જો જીવ મૂકીએ તો શબ્દ વિનાનું આપણું મૌન પણ પ્રાર્થના થઇ શકે. સમાજમાં મોટા ભાગના માણસો એમ માને છે કે, પ્રાર્થના એટલે આપણને જે જોઇએ છે એ માટેની ઇશ્વરને મૌખિક અરજી. લેવડ દેવડનો સંબંધ સ્થપાઇ જાય છે. મૂળ વસ્તુ ચાલી જાય છે, અને નકલી વસ્તુ રહી જાય છે. બધું વહેવારની ભૂમિકાએ ચાલે છે.

પ્રાર્થના એટલે ઇશ્વર સાથેની વાતચીત, એની સાથેનો સંવાદ, એની સાથેનો મનમેળ. આપણાં મનની એકાગ્રતા એ ઇશ્વરની પ્રાર્થના છે. સચ્ચાઇથી બોલાયેલો શબ્દ કે સચ્ચાઇથી કરાયેલું કામ ઇશ્વરની પ્રાર્થના છે. પ્રાર્થના આપમેળે થવી જોઇએ. પ્રાર્થના કરીએ એમાં આયાસ છે. પ્રાર્થનાનુ પરિણામ આવતું જ હોય છે, જો આપણી નજર પરિણામ તરફ ન હોય તો. ફૂલ એ બીજની પ્રાર્થનાનુ પ્રગટ સ્વરૂપ છે.

હરિજનને વહાલા ગાંધીજીએ એક સરસ વાત કહી હતી. એમને જ સૂઝે એવી વાત.

” પ્રાર્થના સાવરણી છે. આપણા મનના ઓરડામાં રોજ ને રોજ કચરો ભરાતો હોય છે. એને સાફ કરવા માટે નિત્ય, હર હંમેશ પ્રાર્થના કરવી જોઇએ.”

સુરેશ દલાલ

આજની પ્રાર્થના વિશેની પોસ્ટના અનુસંધાનમાં વિનોદ વિહારમાં અગાઉ પ્રસ્તુત નીચેની પોસ્ટ પણ વાંચો.  

098 -પરમ સમીપે … પ્રાર્થનાઓ …..કુન્દનિકા કાપડીયા

( 996 ) નવા વરસ ૨૦૧૭ ના પ્રથમ દિવસે ……

જીવનનું અને સમયનું ચક્ર એક સાથે સદા ફરતું જ રહે છે.નવા વરસ ના પ્રારંભે ભીત ઉપર નવા વર્ષનું કેલેન્ડર ટીંગાઈ જાય છે.દરરોજ એક પછી એક કેલેન્ડરનાં પાનાં બદલાતાં રહે છે.આમ એક વર્ષ એની  અનેક યાદો પાછળ છોડીને પૂરું થાય છે  અને નવી આશાઓ અને ઉમ્મીદો લઈને નવું  વર્ષ હાજર થઇ જાય છે.

વરસના છેલ્લા દિવસ એટલે કે ૩૧મી ડીસેમ્બરની મધ્ય રાત્રીએ નવા વર્ષના થતા આગમનને લોકો  હર્ષ, ઉલ્લાસ ,ઉમંગ અને ઉત્સાહથી મન ભરીને  માણી અને  ઉજવીને નવા વર્ષનું  સ્વાગત કરે છે .

નવી આશાઓ અને ઉમ્મીદો લઈને  આવેલ  નવા વર્ષ  ૨૦૧૭ નું સ્વાગત છે.

( મોટા અક્ષરમાં વાંચવા /જોવા માટે ચિત્ર પર ક્લિક કરશો.)

happy-new-year-2

new-year-gauj-poem-2

new-year-2017

નવા વર્ષના સંકલ્પો …

નવા વર્ષની શરૂઆત હસીને કરીએ અને વર્ષ દરમ્યાન હસતા રહેવાનો સંકલ્પ કરીએ તો કેવું ?

જાણીતાં લેખિકા સુ.શ્રી.નીલમ દોશી અને હ્યુસ્ટન નિવાસી હાસ્ય લેખક શ્રી ચીમન પટેલના નવા વર્ષના સંકલ્પો વિશેના વિનોદ વિહારમાં અગાઉ પ્રગટ નીચેના બે હાસ્ય લેખો બન્ને સાહિત્ય રસિક મિત્રોના આભાર સાથે આજની પોસ્ટમાં ફરી માણીએ.

હાસ્યં શરણં ગચ્છામિ..

હાસ્યં બ્રહ્મા, હાસ્યં વિષ્ણુ, હાસ્યં દેવો મહેશ્વર:

હાસ્યં સાક્ષાત્ પરબ્રહ્મ તસ્મૈ શ્રી હાસ્યાય નમ:

૧.નવા વરસના શુભ સંકલ્પો.( હાસ્ય લેખ ) …….. લેખિકા – નીલમ દોશી

નો લેખ એમના બ્લોગ પરમ સમીપેની  આ લીંક ઉપર ક્લિક કરીને વાંચો .            

૨.નવા વર્ષના સંકલ્પો વિશેનો હ્યુસ્ટન નિવાસી હાસ્ય લેખક શ્રી ચીમન પટેલનો નીચેનો હાસ્ય લેખ એમના હાસ્ય લેખોના પુસ્તક “ હળવે હૈયે “ માંથી લેવામાં આવ્યો છે.

નીચેની લીંક પર ક્લિક કરીને લેખ વાંચો.

નવા વર્ષના સંકલ્પો…હાસ્ય લેખ…ચીમન પટેલ 

નવા વર્ષના પ્રથમ દિવસે આ રાજકીય કાર્ટુન વિડીઓ માણો અને હળવા થાઓ. 

વર્ષના દિવસોમાં પણ  સદા હસતા અને હસાવતા રહીએ અને સૌના ચહેરા હમેશા હાસ્યથી ઝગમગતા રહે એવી હાર્દ્કિ સદ ભાવના

 

namaste-namaskar

વાચક મિત્રો,

વિનોદ વિહાર બ્લોગમાં વર્ષ દરમ્યાન વાચકોને મારી સ્વ-રચિત અને અન્ય લેખકોનું મન પસંદ અને જીવન પોષક સાહિત્ય તથા રસ પડે એવી અન્ય સામગ્રી ચીવટથી મુકવાની મારી કોશિશ હોય છે. આ બધી પોસ્ટ અંગે આપના પ્રતિભાવો દર્શાવીને મને પ્રોત્સાહિત કરવા બદલ આપનો અંતઃકરણ પૂર્વક આભાર માનું છું.

આપ સૌ મિત્રો તરફથી આ અગાઉ મળ્યો છે એના કરતાં પણ વધુ સારો સહકાર નવા વર્ષ ૨૦૧૭ દરમ્યાન પણ મળતો રહેશે એવી આશા રાખું છું.

આપ સૌ મિત્રો માટે ભૂતકાળના વર્ષોની સરખામણીએ આ નવું વર્ષ બધી દ્રષ્ટીએ એક સર્વોત્તમ-શ્રેષ્ઠ વર્ષ બની રહે અને આપના નવા વર્ષના જે કઈ પણ સંકલ્પો હોય એ ફળદાયી બને તેમ જ આજથી શરુ થતું નવું સંવત વર્ષ આપ સૌને સુખ, સફળતા ,તંદુરસ્તી ,આનંદ,સમૃદ્ધિ અને સંતોષ આપનારું સુંદરત્તમ વર્ષ બની રહે તેવી મારી હાર્દિક શુભ કામનાઓ છે.

You did not choose your date of birth,
Nor do you know your last,
So live this gift that is your present,
Before it becomes your past.
–Linda Ellis

HAPPY NEW YEAR — HAPPY NEW YOU

વિનોદ પટેલ , ૧-૧-૨૦૧૭

 

( 370 ) નવા વર્ષ ૨૦૧૪ના શુભ સંકલ્પો – બે હાસ્ય લેખો

વર્ષ ૨૦૧૩ દરમ્યાન વિનોદ વિહારમાં  ઘણા પ્રેરણાત્મક, ચિંતનાત્મક લેખો, કાવ્યો , વિડીયો વી. મારફતે જીવન માટે ઉપયોગી  ગંભીર પ્રકારનું સાહિત્ય પીરસવાનો પ્રયત્ન કરવામાં આવ્યો હતો જે  વાચકોને પસંદ પણ પડ્યો હતો .

આજે વર્ષ ૨૦૧૪ ના વર્ષારંભે મનમાં એવો સંકલ્પ થયો કે આ વર્ષની શરૂઆત ગમ્ભીર લેખથી નહીં પણ હાસ્ય લેખથી કરીએ તો કેવું ?

આ સંકલ્પની ફલશ્રુતિ રૂપે આજની નવા વર્ષ ૨૦૧૪ની આ પ્રથમ પોસ્ટમાં નવા વર્ષના સંકલ્પો વિષે જ  બે જાણીતા લેખકો  શ્રીમતી નીલમબેન દોશી અને શ્રી ચીમનભાઈ પટેલના હાસ્ય લેખો એમના આભાર સાથે પ્રસ્તુત કરવામાં આવ્યા છે જે તમારા મુખ ઉપર જરૂર સ્મિત લાવી દેશે .

સંકલ્પો વિષે એમ કહેવાય છે કે એ કામચલાઉ હોય છે એમ છતાં જીવન માટે એ જરૂરી પણ છે .કોઈ પણ કાર્ય કરતા પહેલાં મનમાં એ કરવા માટેનો સંકલ્પ થતો હોય છે .

સ્મિત કરેલો ચહેરો કેટલો સુંદર લાગતો હોય છે એ તમે અરીસા આગળ ઉભાં રહીને કોઈવાર જોયું છે ! એમ કહેવાય છે કે જ્યાં સુધી તમારા ચહેરા ઉપર સ્મિત પરિધાન ન કર્યું હોય ત્યાં સુધી સુંદર વસ્ત્રોથી તમારા શરીરની કરેલી સજાવટ અધૂરી છે .

જીવનના પશ્નો ઉકેલવાની ગડમથલમાં આજે માણસોના ચહેરા  ઉપરથી સ્મિત વિલાઈ રહ્યું છે. હાસ્ય એ તો જીવનની મશીનરીને સરળતાથી ચલાવવા  માટેનું પીંજણ -Lubricant છે . હાસ્ય એ ચેપી રોગ જેવું છે .કરમાઈ ગયેલા ચહેરાઓ એમની આજુબાજુ હાસ્ય નહીં પણ ગંભીરતા ફેલાવતા હોય છે .

આ સંદર્ભમાં વિનોદ વિહારમાં અગાઉ પોસ્ટ નંબર ૮૭ માં  મુકેલ લેખક  શ્રી કૃષ્ણકાંત ઉનડકટનો એ સુંદર લેખ ”  હસતા ચહેરા હવે દુર્લભ બની ગયા છે “અહીં વાંચવા જેવો છે.

એટલા માટે ચાલો આજે ૨૦૧૪ ના આરંભે મનમાં એક સંકલ્પ કરીએ કે આ વર્ષમાં બીજા બધા સંકલ્પો સાથે જીવનમાં થોડુંક વધારે હસવાના સંકલ્પને  પણ વધુ મહત્વ  આપીએ  . 

નવા વર્ષમાં વિનોદ વિહારમાં દરેક પોસ્ટને અંતે “હાસ્યેન સમાપયેત ” એ નામે મારા   સંગ્રહમાંથી મારી પસંદગીનો સૌને ગમે એવો એક રમુજી ટુચકો -જોક મુકવાનો  મનમાં એક સંકલ્પ  છે  ,જેથી ગમ્ભીર પ્રકારનો  લેખ વાંચ્યા પછી અંતે વાચકના ચહેરા ઉપર થોડી વાર માટે પણ એક સ્મિતની લકીર ખીલી ઉઠે ! જુઓ ,આજે જ એનો અમલ કરી જ દીધો છે ! વાચકોને પણ  આવા ટુચકા-જોક  મોકલવા માટે આમન્ત્રણ છે  .એ ગમશે તો  એમના નામ સાથે એને  પોસ્ટમાં  આભાર સાથે મુકવામાં આવશે  .    

મને એ જણાવતાં  ખુશી થાય છે કે ૧લી, સપ્ટેમબર ૨૦૧૧ના રોજ વિનોદ વિહાર બ્લોગની શરૂઆત કરી ત્યારથી ડિસેમ્બર ૩૧, ૨૦૧૩  સુધી બે વર્ષ અને ચાર માસના સમય ગાળામાં ૧૨૧૦૦૦+ રસિક વાચકોએ આ બ્લોગની મુલાકાત લીધી છે અને ૨૧૮ મિત્રો બ્લોગને ફોલો કરે છે . આ સૌ મિત્રોનો  હું અંતરથી આભાર માનું છું .

સૌ વાચક મિત્રોનો સુંદર પ્રતિભાવ અને પ્રેમ મને ૨૦૧૪ના વર્ષમાં પણ  મળતો રહેશે અને મને વધુ પ્રગતી કરવા પ્રોત્સાહિત કરતો રહેશે એવી આશા રાખું છું .

The stars have 5 ends.

Square has 4 ends

Triangle has 3 ends

Line has 2 ends

Our life has 1 end

But the circle of our friendship has no ends…………………..

The Best “day” is today -So enjoy to its fullest

Have a wonderful coming New year 2014 .

Happy New year - round

સૌ મિત્રો/સ્નેહીજનોને નવા વર્ષનીહાર્દિક શુભકામનાઓ.

વિનોદ પટેલ

—————————————————-

નવા વરસના શુભ સંકલ્પો.( હાસ્ય લેખ ) …….. લેખિકા – નીલમ દોશી

અત્તરકયારી…

હાસ્યં શરણં ગચ્છામિ..

હાસ્યં બ્રહ્મા, હાસ્યં વિષ્ણુ, હાસ્યં દેવો મહેશ્વર:

હાસ્યં સાક્ષાત્ પરબ્રહ્મ તસ્મૈ શ્રી હાસ્યાય નમ:

જીવનમાં હાસ્યના મહત્વથી આપણે કોઇ અજાણ નથી.હસતા ચહેરા સૌને જોવા ગમે છે.  લાફટર ઇઝ ધ બેસ્ટ મેડીસીન એવું અમસ્તું નથી કહેવાયું.હાસ્યના અનેક ફાયદાને લીધે જ આજકાલ ઠેર ઠેર લાફીંગ કલબ ચાલે છે.જયાં સૌ સાથે મળીને ખડખડાટ હસવાની કસરત કરે છે.

નવા વરસની શરૂઆત હાસ્યથી થાય એનાથી વધારે રૂડું બીજું શું હોઇ શકે ?  આપ સૌના ચહેરા હમેશા હાસ્યથી ઝગમગતા રહે એવી હાર્દ્કિ ભાવના સાથે આજે અહીં અત્તરકયારીમાં હાસ્યના અત્તરથી તરબતર થઇશું ?

આ આખો લેખ નીલમ બેનના બ્લોગ પરમ સમીપેની  આ લીંક ઉપર વાંચો .

(નીલમબેનનો વિગતે પરિચય ગુજરાતી પ્રતિભા પરિચયના સૌજન્યથી અહીં વાંચો. )

________________________________________

નવા વર્ષના સંકલ્પો (હાસ્ય લેખ ) લેખક- ચીમન પટેલ “ ચમન “

આ  હાસ્ય લેખ હ્યુસ્ટન નિવાસી હાસ્ય લેખક શ્રી ચીમન પટેલએ મને અગાઉ

ઈ-મેલમાં મોકલી આપ્યો હતો  એને આજની પોસ્ટમાં એમના આભાર સાથે મુકું છું.

એમના હાસ્ય લેખોના ગમતીલા પુસ્તક “ હળવે હૈયે “ માંથી આ લેખ લેવામાં આવ્યો છે.

શ્રી ચીમનભાઈનો પરિચય એમના બ્લોગ  “ચમન કે ફૂલ “ની આ લિંક ઉપર વાંચી શકાશે.

નીચેની પી.ડી.એફ. ફાઈલની લીંક ઉપર ક્લિક કરી આ લેખ વાંચો .

Nava Varshana Sankalpo–Hasya lekh- Chiman Patel

________________________________________

નુતન વર્ષના પ્રારંભમાં મને ગમતી એક પ્રાર્થનાનો વિડીયો નીચે મુક્યો છે.

 આ એક પ્રાર્થના તો છે જ એની સાથે નવા વર્ષ માટેના સંકલ્પો પણ છે .

મધુર કંઠ અને સંગીત સાથેનો  આ વિડીયો તમોને જરૂર ગમશે  . 

પ્રાર્થનાના શબ્દો આ મુજબ છે .

ઇતની શક્તિ હમે દેના દાતા,મન કા  વિશ્વાસ કમજોર હો  ના ,

હમ ચલે નેક રસ્તે પે જિસ પર ભૂલ કર ભી કોઈ ભૂલ હો ના, 

 

દુર અજ્ઞાન કે હો અંધેરે ,તું હમેં જ્ઞાન કી રોશની દે,

 

હર બુરાઈ સે બચતે રહે હમ,જીતની ભી દે ભલી જિંદગી દે.

 

બૈર ના હો કિસીકા કિસીસે,ભાવના બદલેકી મનમેં હો ના…..

 

યે ના સોચે હમેં ક્યા મિલા હૈ , હમ યે  સોચે કિયા ક્યા હય અર્પણ, 

 

ફૂલ ખુસીંઓ કે બાંટે  સભીકો, સબકા  જીવન હી બન જાયે મધુબન 

 

અપની કરુણા કે  જલ તું બહાકે  કર દે  પાવન હરેક મનકા કોના  .

 

Itni Shakti Hamein Dena Data [Full Song] – Prarthana

————————————————————————————————-

હાસ્યેન સમાપયેત – રમુજી ટુચકો- જોક

HA ...HA....HA....

સુરભીએ એના પતિ અતુલને મધરાતે ઢંઢોળતાં કહ્યું :

” અતુલ, ઊઠ તો ! રસોડામાં ચોર ગુસ્યો છે અને મેં આવતી કાલે નવા વર્ષ માટે

બનાવેલી મીઠાઈ ખાઈ રહ્યો  હોય એમ લાગે છે ! “

” સાલો એ જ લાગનો છે ! ” એમ કહીને અતુલ પડખું ફેરવીને પાછો સુઈ ગયો .

___________________________________

 

 

————————————————————

( 335 ) સંબંધસેતુ – ( સામાજિક વાર્તા ) – લેખીકા- શ્રીમતી નીલમ દોશી

Nilam  Doshi

Nilam Doshi

શ્રીમતી નીલમ હરીશ દોશી ગુજરાતી સાહિત્ય જગતમાં એક સંન્નિષ્ઠ વાર્તાકાર તરીકે જાણીતાં છે.  ગુજરાત સાહિત્ય અકાદમી દ્વારા એમનાં બે પુસ્તકો એવોર્ડ વિજેતા બની ચૂકયાં છે. એમનાં લખાણોમાં સામાજિક પ્રશ્નો પરત્વેની હકારાત્મક અભિવ્યક્તી અને સંવેદનશીલતા ધ્યાન ખેંચે છે .એમની ઘણી વાર્તાઓ/લેખો  ગ્લોબલ ગુજરાત ન્યુઝ ના શબ્દ  સૃષ્ટિ વિભાગમાં અવાર નવાર પ્રકાશિત થતા રહે છે .

નીલમબેનનો વિગતે પરિચય ગુજરાતી પ્રતિભા પરિચયના સૌજન્યથી અહીં વાંચો . 

આજની પોસ્ટમાં મને ગમેલી એક સામાજિક પ્રશ્ન પરત્વે એમનો દ્રષ્ટિકોણ રજુ કરતી એમની વાર્તા ” સંબંધ સેતુ ” પોસ્ટ  કરી છે .

આ વાર્તામાં એનું મુખ્ય પાત્ર આયના એમ.બી.એ. થયેલી આધુનિક યુવતી છે . એક એક મલ્ટિનેશનલ કંપનીમાં ઉચ્ચ હોદ્દા પર કાર્યરત છે .

આ સુશિક્ષિત આયના મારફતે લેખક એમ  કહેવા માગે છે કે આજની સ્ત્રીમાં ઘણો બદલાવ આવ્યો છે .પહેલાં ની જેમ ઘરમાં ગોંધાઈ રહેવાને બદલે પોતાના ઉચ્ચ શિક્ષણનો ઉપયોગ કરીને  પોતાની રીતે પોતાની જિંદગી જીવવા અને પોતાની કારકિર્દી માટે નિર્ણય લેવા અને એનો અમલ કરવા માટે પુરુષો જેટલી જ હક્કદાર છે . આ વખતે એના પતિ ,સાસુ સસરા અને નણંદ અને કુટુંબના સભ્યોએ એને ઉતારી પાડવાને બદલે એના નિર્ણયને સ્વીકારીને સહકારનું વર્તન દાખવવું જોઈએ .

જો આયના જેવી આધુનિક યુવતીઓની જીવનમાં પ્રગતી કરવાની ભાવનાને સમજીને કુટુંબી જનો દ્વારા યોગ્ય સહકારનો વર્તાવ દાખવવામાં આવે તો કુટુંબમાં થતો કલહ અટકી જાય , એક નવા જ પ્રકારનો સંબંધનો સેતુ રચાય અને સૌ સભ્યો એક બીજા પ્રત્યેના સમજણ અને પ્રેમ ભર્યા વ્યવહારથી આનંદ પૂર્વક જિંદગી જીવી શકે .

મને આશા છે આવો સુંદર સામાજિક સંદેશ રજુ કરતી શ્રીમતી નીલમબેન દોશીની આ વાર્તા વાચકોને જરૂર ગમશે .

શ્રીમતી નીલમબેન દોશી અને સંદેશ.કોમ ના આભાર સાથે નીચે એમની વાર્તા “સંબંધ સેતુ ” ને વાંચો અને માણો .

ઈ-મેલમાં આ વાર્તા મને વાચવા માટે મોકલવા માટે સુરતના સાહિત્ય પ્રેમી સજ્જન શ્રી ઉત્તમભાઈ ગજ્જરનો પણ આભારી છું .

આપ આ વાર્તા અંગે શું વિચારો છો એ આપના પ્રતિભાવમાં જરૂરથી લખશો .

વિનોદ પટેલ

______________________________________________

જીવથી વહાલો અહીં સંબંધ જે લાગ્યો હતો,

ખ્યાલ સુધ્ધાં ન રહ્યો એ ભીંસ ને ભરડો થયો.

(સંબંધસેતુ)

Sambandh Setu

પણ પરિવર્તનની શરૂઆત તો સાવ નાનાં ગામડાંમાં પણ થઈ ચૂકી છે અને થતી રહેશે. હવે એ વાયરાને રોકી શકાય તેમ નથી જ અને ન જ રોકાવો જોઈએ. સમયની સાથે બદલાતા રહેવું એ આજના સમયની માગ છે.

સાંપ્રત સમયમાં પરિવર્તનનો વાયરો જાણે દસે દિશાથી ફૂંકાઈ રહ્યો છે. વિચારો બદલાઈ રહ્યા છે. જૂનવાણી રીતિ-રિવાજો… માન્યતાઓ ધીમે ધીમે અદૃશ્ય થવા તરફ જઈ રહી છે. શહેરોમાં આ વાયરાની ગતિ ઝડપી બની છે. નાનાં ગામમાં એ ગતિ અલબત્ત થોડી ધીમી છે, પણ પરિવર્તનની શરૂઆત તો સાવ નાનાં ગામડાંમાં પણ થઈ ચૂકી છે અને થતી રહેશે. હવે એ વાયરાને રોકી શકાય તેમ નથી જ અને ન જ રોકાવો જોઈએ. સમયની સાથે બદલાતા રહેવું એ આજના સમયની માગ છે.

અને જીવનનું કોઈ જ ક્ષેત્ર આ બદલાવમાંથી બાકાત નથી રહ્યું. સ્ત્રી આજે ઘરની બહાર દરેક ક્ષેત્રમાં પદાર્પણ કરી ચૂકી છે. તેનું કાર્ય ક્ષેત્ર હવે રસોડા પૂરતું સીમિત નથી રહ્યું. રસોડાની રાણીનો ઇલકાબ એક સમયમાં તેને જરૂર ગૌરવરૂપ લાગતો હતો, પણ આજે એ ઇલકાબ તેને મંજૂર નથી. આજે સ્ત્રીનો એક પગ ઘરમાં અને બીજો ઘરની બહાર છે. આવા સમયે જો પુરુષ પતિ તેને સમજી ન શકે કે બદલાતી પરિસ્થિતિને સ્વીકારી ન શકે તો જીવનમાં અનેક પ્રશ્નો ઊભા થતાં રહે છે અને કદીક એના પરિણામ સ્વરૂપે લગ્નજીવનમાં ભંગાણ પડે છે અને જીવનભર અલગ થઈ જવાતું હોય છે. આજે આવી જ કોઈ વાત.

આયના એમ.બી.એ. થયેલી આધુનિક યુવતી હતી અને એક મલ્ટિનેશનલ કંપનીમાં ઉચ્ચ હોદ્દા પર કાર્યરત હતી અને પોતાના કામને પૂરી રીતે સર્મિપત હતી. કંપનીના કામે એકલા બહારગામ જવું, હોટેલમાં રોકાવું, એ બધું આવી કંપનીમાં નોકરી કરતી સ્ત્રી માટે આજે સામાન્ય વાત છે. આયનાને પણ બહારગામ ફરવાનું ઘણું થતું રહેતું. જો કે તેને તે ગમતું પણ હતું. કંપનીના ખર્ચે અનેક નવાં નવાં સ્થળો જોવા મળતાં હતાં. ઘણું શીખવાનું, જોવાનું, જાણવાનું મળતું હતું.

હવે લગ્નની ઉંમર થતાં સ્વાભાવિક રીતે જ તેના ઘરના બધા દીકરીના લગ્નની તૈયારીમાં પડયા. આયના માટે છોકરો શોધવાનું જોરશોરથી શરૂ થયું. આયનાએ નક્કી કર્યું હતું કે, પોતાને સમજી શકે એવો છોકરો જો મળશે તો જ પોતે લગ્ન કરશે. લગ્ન કરીને દુઃખી થવાનું તેને મંજૂર નહોતું.

પરંતુ સાગરને મળ્યા બાદ તેને થયું કે એ તેને જરૂર સમજી શકશે. સાગર સાથે તેણે નિરાંતે બધી વાત નિખાલસતાથી કહી. પોતે કેરિયરને કેટલું મહત્ત્વ આપે છે એ પણ કહ્યું અને લગ્ન બાદ એ નોકરી ચાલુ જ રાખવાની છે, પોતાની નોકરી કેવા પ્રકારની છે, પોતાને કેટલું બહારગામ જવું પડે છે, એ બધી જ વાત સમજાવી સાથે એ પણ ઉમેર્યું કે, બની શકે કે પોતે ઘરની બધી જવાબદારી એકલે હાથે ન પણ ઉઠાવી શકે. એમાં એને સાગરનો સાથ અને સહકાર મળવો જોઈએ.

તેની બધી વાત સાંભળી સાગર હસી પડયો. ‘અરે મેડમ, હું તમારી વાત સમજી ન શકું એવો નાદાન નથી. આજની સ્ત્રીને હું સમજી શકું છું અને કોઈ કંઈ મોઢું જોઈને પૈસા નથી આપતું એનો પણ મને પૂરો ખ્યાલ છે. આટલો મોટો પગાર આપતી કંપની કામ તો માગવાની જ ને? માટે એવી ચિંતા કરવાની કોઈ જરૂર નથી. મારો ને મારા ઘરના દરેકનો તમને પૂરો સહકાર મળશે.’

આમ બંને વચ્ચે ઘણી વાતો થઈ. આયનાને થયું કે સાગર જરૂર તેને સમજી શકશે. આમ એક વિશ્વાસ સાથે તેણે સાગર સાથે પ્રભુતામાં પગલાં પાડયા. સાગરના ઘરમાં તેનાં માતા–પિતા જ હતાં. તેઓ આવી ભણેલી, આટલું કમાતી છોકરી મળી તેથી ખુશ હતા. સાગર પણ સારી કંપનીમાં નોકરી કરતો હતો.

લગ્ન પછી થોડા દિવસો બંને બહારગામ ફરી આવ્યાં. સદનશીબે  બંને વચ્ચે સમઝણનો એક સેતુ રચાઈ શક્યો હતો.

આયનાની રજા પૂરી થતાં તે ફરી ફરજ પર હાજર થઈ. સવારે શક્ય તેટલું કામ ઘરમાં તે જરૂર કરતી હતી. રસોઈ માટે સાગરે એક બહેન રાખી જ લીધાં હતાં જેથી ઘરમાં કોઈને તકલીફ ન પડે.

આમ ઘરનું ગાડું સુખપૂર્વક ચાલતું હતું, કોઈ સંઘર્ષ નહોતો. આયનાને ઘરે આવતા વહેલું મોડું થતું રહેતું. સમય થતાં તેનાં સાસુ-સસરા જમી લેતાં અને જો સાગર વહેલો આવી ગયો હોય તો એ આયનાની રાહ જોતો અને આયના આવે એટલે બંને સાથે જમતાં. આયના ખુશ હતી કે પોતાને સમજી શકનાર પતિ મળ્યો છે. સાસુ-સસરાને પણ આયના માન આપતી હતી. ઘરે આવે એટલે એ એક ગૃહિણી જ બની રહેતી.

હમણાં આયનાની નણંદ જે સાસરે હતી તે પિયર આવી હતી. આયનાના લગ્ન પછી પહેલી જ વાર તે આવી હતી. બરાબર ત્યારે જ આયનાને કંપનીના કામ માટે બહારગામ જવાનું થયું. તેમાં કોઈ ફેરફાર શક્ય નહોતો. તેને પણ મનમાં અફસોસ હતો કે આ વખતે તે ઘરે રહી શકી હોત તો સારું હતું, પણ કોઈ ઉપાય નહોતો. આખરે નોકરી હતી. તેને પૂરા દસ દિવસ માટે તેને જવાનું હતું અને નણંદ એક જ અઠવાડિયા માટે આવી હતી.

આયના ગઈ તે નણંદને ન ગમ્યું. પોતે પહેલીવાર માંડ માંડ સમય કાઢીને હોંશથી ભાભી સાથે રહેવા આવી હતી અને ભાભી આમ ચાલી જાય?

તેણે મમ્મીને ફરિયાદ કરી, પણ સાસુજી સમજુ હતાં… તેણે દીકરીને શાંતિથી સમજાવી.

“બેટા, તને ખરાબ લાગ્યું એ હું સમજી શકું છું. શરૂઆતમાં મને પણ કદીક થતું કે ઘરની વહુ આમ ગમે ત્યારે એકલી બહારગામ જાય કે વહેલી મોડી આવે એ બરાબર નહીં… લોકોને વાત કરવાનું બહાનું જ જોઈતું હોય છે. આવું કશું વિચારી હું કદીક નારાજ થતી, પણ પછી તારા પપ્પાએ જ મને સમજાવી.

જો આપણે દીકરાનું સુખ ઇચ્છતા હોઈએ તો લોકોની આવી કોઈ વાતો ગણકારવી ન જોઈએ. ગામને મોંઢે કંઈ ગરણાં બાંધવા ન જવાય. આટલી ભણેલી છોકરી લીધી હતી ત્યારે પહેલેથી જ ખબર હતી કે એની નોકરી આવી છે. એ જાણ્યા, સ્વીકાર્યા પછી જ આપણે હા પાડી હતી અને હવે એ જ વાતની ફરિયાદ કરીએ એ કેમ ચાલે? અને બેટા, ઘરમાં આ તું જે જાહોજલાલી જુએ છે એ તારી ભાભીને જ આભારી છે. એનો આટલો પગાર આવે છે એને લીધે જ ઘર ઊંચું આવ્યું છે એ કેમ ભૂલાય? અને સૌથી મોટી વાત એ છે કે, ઘરે આવ્યા બાદ એ કોઈ ફરજ ચૂકતી નથી. એને કોઈ અભિમાન નથી. અમને પૂરું માન આપે છે. એનાથી વિશેષ અમને શું જોઈએ? સાગર પણ ખુશ છે. અમે પણ ખુશ છીએ… અને કંઈક મેળવવા કંઈક ગુમાવવું પણ પડે એ તો દુનિયાનો ક્રમ છે. આજે અમે નાની નાની વાતમાં વાંધા કાઢીએ તો બની શકે એ અમારાથી અલગ પણ થઈ જાય અને તને ખબર છે? જતાં જતાં આયના તારા માટે આ ભારે સાડી મને આપતી ગઈ છે કે મમ્મી, મારા વતી દીદીને આપજો. મને બહુ અફસોસ છે કે મારે જવું પડે છે.

બેટા, આપણે સ્ત્રી થઈને બીજી સ્ત્રીને ન સમજીએ એ કેમ ચાલે?

પછી તો ઘણી વાતો ચાલી. દીકરી પણ સમજી ગઈ અને કોઈ પ્રોબ્લેમ ન થયો.

થોડી સમજણ હોય તો સંબંધોમાં મીઠાશ જળવાઈ રહે છે અને એ બહુ જરૂરી છે. આજનો પુરુષ પોતાનો ખોટો અહમ્ છોડીને સ્ત્રીને ફક્ત માતા, બહેન કે પત્ની જેવા કોઈ લેબલ સાથે જ જોવાને બદલે સ્ત્રીને ફક્ત એક સ્ત્રી તરીકે… એક સ્વતંત્ર વ્યક્તિ તરીકે જોતાં શીખે તો સ્ત્રીને કોઈ ફરિયાદ ન રહે એને પણ ઊડવા માટે આસમાન મળી રહે અને જીવનરથના બંને પૈડાં મજબૂત હોય તો આખરે ફાયદો તો સમગ્ર કુટુંબને જ છે ને? કુટુંબે સ્ત્રીને સહકાર આપીને એને સમજતા શીખવું પડશે. સામે પક્ષે સ્ત્રીએ પણ આયનાની જેમ પોતાની ફરજ ન ચૂકવી જોઈએ. કોઈપણ સંબંધમાં બંને બાજુનાં પલ્લાં સચવાવાં જોઈએ તો જ સંબંધોનો સેતુ રચી શકાય ને?

શીર્ષક પંક્તિ-રાજેશ વ્યાસ

– નીલમ દોશી – (હૈદ્રાબાદ)

________________________________________________

ગ્લોબલ ગુજરાત ન્યુઝની આ લીંક ઉપર  શ્રીમતી નીલમ દોશીના

ઘણા લેખો/વાર્તાઓને વાંચી શકાશે .