મિત્ર શ્રી પી.કે.દાવડા એમની સર્જક અને સર્જન ઈ-મેલ શ્રેણીમાં એમના જાણીતા ઘણા સાહિત્ય સર્જક મિત્રો અને એમના એમને ગમેલા ચૂંટેલા સર્જનોનો પરિચય કરાવવાનો ઉપક્રમ રાખ્યો છે.
આ શ્રેણીમાં છેલ્લે એમણે કેલીફોર્નીયાના બે એરિયામાં એમની નજીકમાં જ રહેતાં પરિચિત સુ.શ્રી જયશ્રી વિનુ મરચંટ અને એમનાં કેટલાંક કાવ્ય સર્જનનો પરિચય કરાવ્યો છે .
આ બન્ને સાહિત્ય રસિકોના આભાર સાથે આજની પોસ્ટમાં એને રજુ કરતાં આનંદ થાય છે…… વિ.પ.
સર્જક જયશ્રી વિનુ મરચંટ…. એક પરિચય
Jayshree Merchant ,Panna Naik and Mahendra Mehta
જયશ્રી વિનુ મરચંટ મુંબઈ યુનિવર્સિટીના માઈક્રોબાયોલોજી અને કેમિસ્ટ્રીના સ્નાતક અને અમેરિકાની ટેંપલ યુનિવર્સિટી, ફીલાડેલ્ફીયાના ક્લીનિકલ પેથોલોજીના અનુસ્નાતક છે. છેલ્લા ૩૮ વરસોથી અમેરિકામાં રહે છે. હાલમાં જ તેઓ Children’s Hospital and Research Center, Oakland માંથી Director of the Department of Pathology and Laboratory Medicine ની પદવી ઉપરથી નિવૃત્ત થયા છે.
એમને ગઝલ લખવા માટેની દોરવણી શ્રી ચિનુ મોદી પાસેથી અને અછાંદસ લખવા માટેની દોરવણી સુ.શ્રી પન્ના નાયક પાસેથી મળી હતી. પન્ના નાયકે તો પોતાનું ટુંકી વાર્તાઓનું પુસ્તક Flamingo જયશ્રીબહેનને અર્પણ કર્યું છે. જયશ્રી બહેને એક નવલકથા, થોડી ટુંકી વાર્તાઓ, ગઝલો અને અછાંદસ લખ્યા છે. જાણીતા વિવેચક શ્રી મધુસુદન કાપડિયાએ પોતાના વિવેચનના પુસ્તકમાં એક આખું પ્રકરણ જયશ્રી બહેનની રચનાઓને આપ્યું છે. એમણે ગઝલ માટે પોતાનું તખ્ખલુસ ‘ભગ્ન’ રાખ્યું છે.
જયશ્રી બહેન એમના નિવૃતિના સમયમાં બે એરીયાની સાહિત્ય પ્રવૃતિઓમાં ખુબ જ ઉત્સાહથી ભાગ લઇ રહ્યાં છે .
જયશ્રીબહેનની કેટલીક ગઝલો ….
૧. આવે છે!
એમની આ ગઝલમાં એમણે સુફી સાહિત્યની જેમ કહ્યું છે, મુશીબતો તો આવશે જ, પણ જોવાનું એ છે કે ઉપરવાળો મદદ કરવા ક્યારે આવે છે? મત્લાથી માંડીને મક્તા સુધી આ જ વાત સમજાવવાની કોશીશ કરી છે, અને એ પણ બધા જ ચોટદાર શેર દ્વારા.
આવે છે!
લઈ પથ્થરો હાથમાં લોકો ભલેને મારવા આવે છે! જોવું છે કે ક્યારે ખુદ ખુદા મને ઉગારવા આવે છે!
દુઃખોની અવિરત વર્ષા અને પહાડ જેવી જિંદગી! જોઈએ ક્યારે કૃષ્ણ આ ગોવર્ધન ધારવા આવે છે!
ખેલ છે અંતે તો ઉછીની આવરદાનો આ જગમાં, હો જો આયુષ્ય બાકી તો તરણુંય તારવા આવે છે!
ઓઢીને તડકો, ઝાકળ પણ શાંતિથી પોઢી જાય છે! રાત અને ચાંદની ઝાકળને શું રમાડવા આવે છે?
વિખરાયેલા કેશ લઈ ક્ષિતિજની પાર તાકતી રહી! જોઈએ કોઈ છે જે આ ઝુલ્ફોને સંવારવા આવે છે!
“ભગ્ન” માફી માગ, તો ખુદા કરશે બધાય ગુનાહો માફ! કબરમાં તારી આ બોજો ક્યાં બીજા વેંઢારવા આવે છે?
૨. ને પછી….. અછાંદસ
આ અછાંદસમાં જયશ્રીબહેને ખૂબ જ ગંભીર વાત કલામય રીતે રજૂ કરી છે. આખી કવિતામાં એક્પણ શબ્દ વગર પ્રયોજન નો નથી. ‘ને પછી’ ‘ને પછી’ ફરી ફરી વાપરીને રચનાકારે બે વસ્તુ દર્શાવી છે, એક તો Continuity, અને બીજું, એક પત્યા પછી બીજું અને બે વચ્ચેનો સમયગાળો દર્શાવ્યો છે. અટકળ કેવી રીતે અફવા બની જાય છે, અને અફવાને કેટલીકવાર સત્ય તરીકે કેવી રીતે રજૂ કરવામાં આવે છે, એ એમણે ખૂબ જ કલાત્મક રીતે દર્શાવ્યું છે. ક્યારેક સત્ય કેવી રીતે અટકળોનો અને અફવાઓનો ગુલામ બની જાય છે, એ એમની કવિતાનો Master Stroke છે.
ને પછી…..
કોશેટામાં પોષાયેલી અટકળની બંધ આંખો, ને પછી, અટકળને અંધ પાંખો ફૂટે, ને પછી એ…ને…અટકળ ઊડી, ઊડી, ને એવી તે ઊડી, ને પછી, ને પછી, અટકળ બની ગઈ અફવા, ને પછી, અફવાને ફૂટે ચારેકોરથી શતશત ચરણ, ને પછી, ચરણોની હરણફાળ, અંધ પાંખોનો ફરફરાટ, ને પછી, ઊડી ઊડીને અફવા થાકે, ને પછી, ચરણ સંકોરે, અંધ આંખો ખેરવે, ને પછી, કોશેટામાં પાછી પેસીને ઉઘાડે બંધ આંખોને, ને પછી, કોશેટામાં ડંકાની ચોટ પરથી એલાન કરે કે “હું અટકળ નથી, અફવ નથી,” ને પછી, છાતી ઠોકીને કહે, હિંમતભેર કે, “હું જ સત્ય છું!”, ને પછી, કોશેટાની પંચાયતી અદાલત પાસે મ્હોર મરાવે એના સત્ય હોવાના દાવા પર, ને પછી, ત્યારથી કોશેટામાં સત્ય, અટકળ અને અફવાની ગુલામી કરે છે….!
ફ્રીમોન્ટ,કેલીફોર્નીયા નિવાસી મારા મિત્ર શ્રી પી.કે.દાવડાજીએ જેમની એક દાદથી સાહિત્ય અને સંગીતના સર્જકો તૃપ્ત થઈ જતા, એવા Bay Area ના સાહિત્ય અને સંગીત પ્રેમી મીરાંબહેનને એમની પુણ્યતિથી નિમિત્તે શ્રધ્ધાંજલિ આપતો એક લેખ મોકલ્યો છે.
આજે મીરાંબેનનીવિદાયનેબેવર્ષપૂરાં થયાં છે .
આ લેખને વિનોદ વિહારની આજની પોસ્ટમાં પ્રસ્તુત કરેલ છે.
વિનોદ પટેલ
સાહિત્યઅનેસંગીત પ્રેમી મીરાં મહેતા
શ્રધાંજલિ
શ્રી મહેન્દ્ર મહેતા અને મીરાંબેન મહેતા(ખુરશીમાં બેઠેલાં ) ની કાજલ ઓઝા વૈદ્ય સાથેની એક તસ્વીર -તારીખ ૧૧-૩-૨૦૧૩ (ફોટો સૌજન્ય – ફેસ બુક પેજ )
કેલિફોર્નિયાના Bay Area માંરહેતાભારતીઓએબેવર્ષપહેલાં સાહિત્યઅને સંગીતનીએકઅભૂતપુર્વપ્રેમીમહિલાનેભારેહૈયેવિદાયઆપી. નામહતું મીરાંમહેતા.
મીરાંબહેનનોજ્ન્મભાવનગરમાં૧૨મીનવેમ્બર, ૧૯૪૧ના રોજ થયેલો. પિતા બાલકૃષ્ણત્રિવેદીન્યાયતંત્રસાથેજોડાયલાહતાઅનેમાતા શાંન્તિલાબહેનશિક્ષણક્ષેત્રસાથે. પિતાઆગળજતાંગુજરાતહાઈકોર્ટનાચીફ જસ્ટીસબનેલાઅનેમાતાશાળાનાપ્રિન્સીપાલ.
મીરાંબહેનેભારતમાં Sociology માં M.A. કર્યાબાદ Law Collegeમાંથી LLBનીડીગ્રી મેળવેલી. Sociology નાઅભ્યાસદરમ્યાનએકસોથીવધારે વિધવાઓનાજીવનનોગહનઅભ્યાસકરીઅનેએમનાજીવનમાંસુધાર લાવવાનુંલક્ષ્યબનાવ્યુંહતું. LLB નાઅભ્યાસબાદરીઢાગુનેગારોસાથે કામકરી, એમનેસમાજનીમુખ્યધારામાંપાછાકેમવાળવાએદિશામાંકામ કર્યુંહતું.
૧૯૭૦માંઅમેરિકાસ્થિતસિવિલએંજીનીઅરમહેન્દ્રમહેતાસાથેએમના લગ્નથયાં હતાં. મીરાંબહેનલગ્નકરીઅમેરિકાનાકેલિફોર્નિયારાજ્યનાસાન ફ્રાંસિસ્કોશહેરમાંઆવ્યાં. ૧૯૭૧માંએમનીપુત્રીકલાનોજન્મથયોત્યારે એમનેકદાચકલ્પનાનહિંહોયકેએમનેઆંગણેજીવનભરઅનેકકલાઓનો ઉછેરથવાનોછે.
દસેકવર્ષન્યાય ખાતામાંકામકરીમીરાંબહેનનેકંઈકવધારેકરવાનીઈચ્છા થઈ. એમણે૧૯૮૪માં California Bar નીઅઘરીગણાતીપરીક્ષામાટે અભ્યાસકરી, એમાંસફળતામેળવી. ત્યારબાદએમણેકેલિફોર્નિયાની કોર્ટ સમાંએડવોકેટતરીકેપ્રેકટીસશરૂકરી. એમણેકુટુંબનેલગતીકાનુની બાબતો, જેવીકેવીલ, ટ્રસ્ટ, પ્રોપર્ટીનાવિવાદો, છૂટાછેડાઅનેબાળકોના હક્કોનારક્ષણજેવાવિષયોમાંધ્યાનકેંદ્રિતકર્યું. એસમયેઆવિસ્તારમાં માત્રબેકેત્રણસ્ત્રીઓજવકીલતરીકેપ્રેકટીસકરતીહતી. મીરાંબહેનનું ધ્યેયખાસકરીનેસ્ત્રીઓનેમદદરૂપથવાનું હતું એટલેએમણેઘણી બહેનોનેપોતાનાખર્ચેએમનાહક્કઅપાવેલા.
આસમયદરમ્યાનએમનીસામાજીકપ્રવૃતિઓઉત્તરોતરવધતીરહીઅને એમનુંઘર Bay Area નુંસંસ્કૃતિ ધામબનીરહ્યું. બહાર ગામથીકેભારતથી કોઈકલાકારઆવેતોએમના ઘરેરોકાતા,એમનેરહેવાનીખાવા–પીવાની સગવડઉપરાંતએમનાકાર્યક્ર્મોયોજવા, એમનેશહેરઅનેઆસપાસનાં જોવાલાયકસ્થળોએલઈ જવામાંઆમહેતાદંપતીનેઆનંદનોઅનુભવ થતો.
૧૯૮૯માંમહેન્દ્રભાઈનેસેક્રેમેન્ટોઅનેત્યારબાદસાનડિયેગોરહેવુંપડેલું. ત્યાંપણમીરાંબહેનનીનાની મોટીમહેફીલોસજતી, અનેસાહિત્ય, સંગીત અનેનૃત્ય કલાપાંગરતી. ૨૦૦૬માં Bay Area માંપાછાફર્યા,અનેત્યારબાદજીવનનાઅંતસુધીમીરાંબહેનેપાછુંવળીનેજોયા વગરકલાઅને સંગીતમાંઓતપ્રોત રહ્યાં. એમનુંઘર Bay Area માંઆવનારાકલાકારોનું સરનામુંબનીગયું. કોઈપણભારતીયકલાકારને Bay Area માંપોતાનીકલા ઉજાગરકરવીહોયતોમીરાંબહેનનાઘરનાદરવાજાખુલ્લાહતા.કેટલીયે વારએમણેસાહિત્યઅનેસંગીતનારસિયાઓનેપોતાનેઘરેએકઠા કરીમહેફીલોજમાવેલી, કોઈપણજાતનાખાસકારણકેપ્રસંગનીઆડ વગર.
૫મીએપ્રીલ, ૨૦૧૪ના રોજ મીરાંબેનનાસ્વર્ગવાસનાસમાચારથી Bay Areaનાકલા રસિકોમાંસોપોપડીગયો. એમનુંઆતિથ્યમાણીચૂકેલાકેએમની મદદથીકલા જગતમાંપાપાપગલીમાંડેલાજનહિં, પણસમગ્રભારતીય સમાજનાલોકોસ્તબ્ધથઈગયા. એમની મહેમાનગતી પામી ચૂકેલા અનેક કલાકારો અને સાહિત્ય અને સંગીતના પ્રેમીઓએએમને ભારે હૈયે વિદાય આપી. જે હાજર ન રહી શક્યા, એવા કલાકારોએ હ્રદય પૂર્વક સંદેશા મોકલ્યા.
સમય બદલાય છે એની સાથે સામાજિક સંબંધોનાં સમીકરણો પણ બદલાતાં રહે છે. એક જ કુટુંબમાં સાથે રહેતા સભ્યોની સમજ અને વર્તાવમાં ફેરફાર થયેલો જણાય છે.ઘણા વડીલોને સંતાનોની બદલાયેલી વર્તણુકથી સંતોષ નથી અને તેઓ એક યા બીજી રીતે એમના મનનો ઉભરો કાઢતા હોય છે.આમાં વાંક કોનો એ વિષે બન્ને પક્ષે પોત પોતાના વિચારો હોય છે.
આવા એક વડીલની કથા મિત્ર શ્રી મહેન્દ્રભાઈ ઠાકરે ઈ-મેલમાં મોકલી હતી એમાં રહેલો સંદેશ મને ગમી ગયો.વાચકોને પણ આ બોધ કથા વાંચવી ગમશે.
આ બોધકથા પછી મળવા જેવા માણસની મિત્ર પરિચય શ્રેણીથી જાણીતા મારા ફ્રીમોન્ટ ,કેલીફોર્નીયા નિવાસી મિત્ર,શ્રી પી.કે.દાવડાજી એ એમના ઈ-મેલમાં વડીલોને સ્પર્શતી બે સત્ય કથાઓ વાંચવા મોકલી હતી એ મૂકી છે. આ બે સત્ય પ્રસંગો પણ વાંચવા જેવા છે.
આ પોસ્ટમાં પ્રસ્તુત વડીલો વિશેની વાતો વાંચીને વાંચકોને એમના મંતવ્યો જો હોય તો પ્રતિભાવ પેટીમાં જણાવવા વિનંતી છે.
વિનોદ પટેલ
=========================
સાભાર- શ્રી મહેન્દ્ર ઠાકર – એમના ઈ-મેલમાંથી
એક સુખી પરિવાર હતો. પરિવારના વડીલ પરિવારના દરેક સંભ્યને યોગ્ય સલાહ-સુચન આપતા અને એનાથી પરિવાર જળવાઇ રહ્યો હતો.પરિવારના મોટા ભાગના સભ્યોને વડીલ દ્વારા આપવામાં આવતી સલાહ ખૂંચતી હતી.
એકવખત મોટા દિકરાએ આ વડીલને કહ્યુ, “બાપુજી, તમારી સલાહ અમને કેટલીક વખત કાંટાની જેમ ખુંચે છે અમને એમ થાય કે બાપુજી હજુ અમને સાવ નાના બાળક જેવા જ સમજે છે કે શું ? ”
વડીલે દિકરાની પીઠ પર હાથ મુકીને કહ્યુ, “બેટા, વાત તો તારી બિલકુલ સાચી છે.તમે હવે બાળક નથી અને એટલે જ હું તમને દરેક વાતમાં ટોકતો પણ નથી. તમારી રીતે જ જીવન જીવવાની મેં સ્વતંત્રતા આપી છે પરંતું મને જ્યાં એવું લાગે છે કે તમારા કોઇ પગલાથી મારો આ હર્યો ભર્યો પરિવાર પીંખાઇ જશે ત્યાં હું ચોક્કસ પણ થોડી દખલગીરી કરુ છુ, કારણકે પરિવારને એક રાખવો એ મારી વડીલ તરીકેની મારી ફરજ છે.”
દિકરાના હાવભાવ પરથી પિતાજીને પણ એ સમજાઈ ગયું કે દિકરાને પિતાની આ વાત ગળે નથી ઉતરી. દિકરો એના ટેબલ પર બેસીને કંઇક લખી રહ્યો હતો.ટેબલ પર કેટલાક કાગળો પડ્યા હતા. આ કાગળ હવામાં ઉડી ન જાય એટલે એને ટાંચણી મારીને રાખેલા હતા. વડીલે હળવેકથી ટાંચણી કાઢી લીધી એટલે બધા કાગળ વેર વિખેર થઇ ગયા.
દિકરાએ ઉભા થઇને બધા કાગળ ભેગા કર્યા. પિતાજીની આવી હરકત બદલ દીકરાને પિતાજી પર ખુબ ગુસ્સો આવ્યો.એમનાથી ના રહેવાયુ એટલે એમણે વડીલને કહ્યુ:“તમે શું આ ગાંડા જેવી હરકત કરો છો ? ”
વડીલે કહ્યુ, ” એમાં વળી મેં શું ગાંડા જેવી હરકત કરી મેં તો કાગળમાંથી જરા ટાંચણીને દુર કરી.એ ટાંચણી બધા કાગળને કેવી વાગતી હતી એટલે મેં કાગળોને ટાંચણી વાગવાના દુ:ખમાંથી મુક્ત કરી દીધા.”
દિકરાએ કહ્યુ, ” બાપુજી, આ બધા કાગળ ટાંચણીને કારણે જ ભેગા રહેતા હતા.તમે ટાંચણીને દુર કરીને બધા કાગળને પણ છુટા કરી નાંખ્યા.ટાંચણી ખૂંચે છે એટલે તો બધા કાગળો ભેગા રહે છે.” પિતાજીએ પોતાના દિકરા સામે જોઇને સ્મિત આપ્યુ અને પછી કહ્યુ, ” બેટા, મારુ કામ પણ આ ટાંચણી જેવુ જ છે, તમને બધાને એમ લાગે છે કે હું તમને ખૂંચું છું પણ મારા એ ખૂંચવાને લીધે જ તમે બધા જોડાઇને રહ્યા છો.”
બોધ પાઠ …
ઘણી વખત પરિવારના વડીલની અમૂક વાતો આપણને ખૂંચતી હોય પણ પરિવારની એકતા માટે એ જરૂરી હોય છે.
આ વાત વાંચીને મિત્ર શ્રી લક્ષ્મીકાંત ઠક્કરે એમના ઈ-મેલમાં વડીલો માટે એક સરસ સલાહ એમના ઈ-મેલમાં મોકલી હતી એને એમના આભાર સાથે નીચે પ્રસ્તુત છે ..
એક અનુભવી ડાહ્યા શખ્સે કહ્યું :
“પોતાનું આંગણું સાચવો…સાફ રાખો… મફતમાં નહિ કોઈ મન માંગી “તગડી” ફી આપે તો જ સલાહ -સૂચનો આપવા. બીજાની પંચાતમાં પડવાનું ટાળવું . શક્ય એટલો અન્યો પર આધાર ન રાખવો. અન્યો પાસેથી અપેક્ષાઓ છે એની જ તો રામાયણ અને મહાભારત છે ને?
જેટલા વધુ સ્વાવલંબી બની શકાય રહેવું… યથાશક્તિ મદદ કરવાની ત્રેવડ હોય તેટલી કરી શકાય …
“જે છે તે અને બને છે તે ” સ્વીકારવું…”ચુપ મરવું” વધુ બિન જરૂરી સખળ-દખળ,દખલગીરી ટાળવી , ૬૫-૭૦-૭૫ પછી” સ્વાન્ત સુખાય” જીવવું !” જીભેન્દ્રીય પર કાબૂ-કંટ્રોલ મહત્તમ રાખવા જાતને કેળવવી ”
નીચે osho એ જે કહ્યું છે એ પણ વડીલો અને સૌએ યાદ રાખવા જેવું છે.
જીવનમાં જે પણ આવે અને જે રીતે આવે તેને પૂર્ણ રીતે, પ્રેમપૂર્વક સ્વીકારવાની કળા હાંસલ કરવા જેટલો વિકાસ તમે કરી શકો -તે તમને તમે પોતે આપેલી સૌથી મોટી ભેટ છે.
૧૭ મી માર્ચની સાંજે, કેલિફોર્નિયાના મિલપિટાસ શહેરમાં, એક પુસ્તક વિમોચનના કાર્યક્રમમાં, કેલિફોર્નિયાના જાણીતા, ૯૬ વર્ષની વયના સમાજસેવક શ્રી હરિકૃષ્ણ મજમુદારે એક આશ્ચર્યજનક વાત કહીને પ્રક્ષકોને ચોંકાવી દીધા હતા. એમણે કહ્યું હતું કે માણસના જીવનના ત્રણ તબ્બકા છે. જન્મથી ૧૮ વર્ષની વય સુધી બચપણ હોય છે. ૧૯ મા વર્ષથી ૮૦ મા વર્ષ સુધી પુખ્તવય (adult) હોય છે અને ૮૦ વર્ષ પછી વૃધ્ધાવસ્થા હોય છે.
એમણે કહ્યું, અહીં અમેરિકાના ડોકટરો તમને ૧૦૦ વર્ષ પહેલા મરવા નહિં દે. એટલે તમે યોજનાબધ્ધ જીવન જીવો. વચલા તબ્બકાને ૧૯ થી ૫૦ અને ૫૧ થી ૮૦ બે ભાગમાં વહેંચી દો. આ ૫૧ થી ૮૦ વાળો તબ્બકો સૌથી વધારે ઉત્પાદક અને આનંદદાયક છે. ઘટતી જવાબદારીઓ વચ્ચે તમારી મનગમતી પ્રવૃતિઓમાં જોડાઈ જાવ, અને સમાજને ઉપયોગી થવાની સાથે તમારી જાતને પણ આનંદથી ભરી દો. પણ આના માટે એક શરત છે. તમારે નિયમિત રીતે તમારી શારીરિક તપાસ કરાવવી જોઈયે, કસરત કરવી જોઈએ અને ખોરાકમાં સંયમ વર્તવો જોઈએ.
હાજર રહેલા પ્રક્ષકોએ એમની આ તદ્દન નવીવાત ખૂબ જ આનંદ અને આશ્વર્ય સાથે વાગોળી.
-પી. કે. દાવડા
વડીલો અને સંતાનોના સંબંધોને સ્પર્શતી આ પોસ્ટ વાંચ્યા પછી વિનોદ વિહારમાં અગાઉ મુકવામાં આવેલી નીચેની બે પોસ્ટ પણ વાંચી જવા વાંચકોને વિનતી છે.
ફ્રીમોન્ટ,કેલીફોર્નીયા નિવાસી સહૃદયી મિત્ર શ્રીપી.કે.દાવડા ફેબ્રુઆરી ૨૦૧૫ના પહેલા સપ્તાહમાં એમનાં ધર્મ પત્ની ડો.ચંદ્રલેખાબેન સાથે એમનાં સગાં સંબંધીઓને મળવા અને અન્ય અંગત કામો પતાવવા ટૂંક સમય માટે મનમાં ખુબ ઉમંગ અને આનંદ સાથે મુંબઈ અને કલકત્તા ગયા હતા.
કમનશીબે તારીખ ૧૬ મી માર્ચ ૨૦૧૫ની વહેલી સવારે એમના જન્મ દિવસે જ ડો.ચંદ્રલેખાબેન દાવડાનું હાર્ટ એટેકને લીધે વાતો કરતાં કરતાં જ કલકત્તાની હોસ્પીટલમાં અચાનક અવસાન થયું હતું.
એક બીજાની હૂંફમાં જીવન સંધ્યાનો સમય સારી રીતે પસાર કરી રહેલ કોઈ બુઝર્ગ પતી-પત્નીમાંથી એક જણ અણધાર્યું આ જગતમાંથી વિદાય લઇ લે છે ત્યારે જીવિત રહેનાર પાત્રના જીવનમાં જે ખાલીપો વર્તાય છે એ તો જેને એનો અનુભવ થયો હોય એ જ ખરેખર જાણી શકે. રામ બાણ વાગ્યાં હોય એ જ જાણે!
આ દુખદ બનાવને આજે ૧૬ મી માર્ચ ૨૦૧૬ ના રોજ એક વર્ષ પૂરું થયું થયું છે.સ્વ.ચન્દ્રલેખાબેનની પ્રથમ પુણ્યતિથી નિમિત્તે એમની સ્મૃતિમાં શ્રી દાવડાજીએ એક ટૂંકો લેખ,વિડીયો સાથે મોકલ્યો છે એ નીચે પ્રસ્તુત છે.
એ સ્પર્શનાં ફૂલો તો ખીલીને ખરી ગયાં
પણ ટેરવે સુગંધનો આસવ રહી ગયો
– કરશનદાસ લુહાર
વિદાયનેએકવર્ષ
Late Dr.Chandralekha Davda
ચંદ્રલેખાવિદાયથઈએનેએકવર્ષપુરૂંથયું. આએકવર્ષદરમ્યાનએક પણદિવસએવો નથીગયો, જ્યારેએમારીસાથેનહોય. રાત્રેઊંઘમાંસપનામાંએમવર્તેકેજાણેએક્યાંયેગઈનથી. દિવસદરમ્યાનમારીપ્રત્યેકપ્રવૃતિમાંએ Background music ની જેમહાજરહોયછે. અમેબન્નેએએકબીજાનાજીવનમાંથીઘણું બધું અપનાવેલું. એના જીવનમાંથીમેંજેઅપનાવેલુંએબધુંઆજપણમારીપાસેજછે.
આ પોસ્ટમાં શ્રી.દાવડાજીનો “ખાલીપો“નામનો હૃદય સ્પર્શી ઈ-મેલ અને એમનું” સરસ્વતી” નામનું કાવ્ય અને એમના ઈ-મેલનો મારો જવાબ વાંચી શકાશે.
આ રહ્યું શ્રી દાવડાજીનું એ કાવ્ય
સરસ્વતી
નથી ચૂંટ્યા ફૂલો વન વન જઈને જીવનમાં ,
નથી ક્રીડા કીધી ફરફર થતી તુજ લટ થકી ,
નથી બેઠા ક્યારે ઝરણ સમીપે હાથ પકડી,
નથી ગાયાં ગીતો મધુર સ્વરમાં પ્રણયનાં ,
નથી ક્યારે બેઠા મધુર ઝરતી ચાંદની મહીં,
નથી નાચ્યો મોરો થનગન કરીને મન મહીં,
છતાં આજે આવે પળપળ મને યાદ તુજની?
સદા વહેતી રહેજે સરસ્વતી સમી આજીવનમાં
સ્વ.ચંદ્રલેખાબેનના અવસાન પછી મિત્રો જોગ મોકલેલ ખાલીપો શીર્ષકથી મોકલેલ ઈ-મેલમાં દાવડાજીએ લખ્યું હતું.
હું જાણતો હતો કે એક જ સમયે જન્મેલા જોડિયા બાળકો પણ આ દુનિયા અલગ અલગ છોડે છે. અમારા બે માંથી કોણ પહેલા જ્શે એ જાણવું શક્ય ન હતું, પણ એટલૂં ખબર હતી કે એકના ગયા પછી બીજાને ખાલીપાનો અહેસાર શેષ જીવનમાં રહેશે. ઈશ્વરે એ ખાલીપો મને આપ્યો. એની સાથે વિતાવેલા સમયને યાદ કરી એ ખાલીપો ભરવા કોશીશ કરીશ. કુટુંબ અને મિત્રોનો સહાયો એમા સહાયરૂપ થશે એમાં શંકા નથી.
એમના એકલતા નામના લેખમાં એમણે લખ્યું છે.
એકલતાની માનસિક યાતનાની કલ્પના કરવી મુશ્કેલ છે. એક વિશાળ કમરામાં સામસામી બે ખુરસીઓ પડી હોય, એકમાં તમે બેઠા હો અને બીજી ખાલી હોય તેનું નામ એકલતા. જેલમાં અનેક યાતનાઓ સહન કરવી પડે છે પણ એમાં સૌથી વધારે પીડા Solitary confinement માં થાય છે.
દાવડાજીના ખાલીપો ઈ-મેલ વાંચીને જાણીતાં લેખિકા લતા જગદીશ હિરાણીએ સુંદર પ્રતિભાવ આપ્યો હતો એ અહીં રજુ કરું છું.
“ આજે આ ઇ-મૅઇલ દિલ હચમચાવી ગયો
Future belongs to those who dare!ડૉકટર ચંદ્રલેખા ઠક્કરને મળ્યા નથી પણ ન જાણે કેમ આ સમાચારથી આઘાતની લાગણીથી કાંઇ લખવાનું સુઝતું નથી.સ્થિતી કાંઇક આવી ….
મરણ
મૂળસોતાં ઉખેડી નાખે
ને પગથી માથા સુધી હચમચાવી દે
હવે હું રાત્રે સુઇ જાઉં છું
ત્યારે દિવસનું બચેલું થોડુંક અજવાળું
ને
રાતનું અંધારુંય
આંખમાં ચપોચપ સમેટી લઉં છું
સવારે જાગું છું ને મને કહું છું,
‘હા, હું છું’
હવે મને સફેદ સાડી કે બેસણાનો ડર નથી લાગતો
હાર ચડાવેલ ફોટો
જોયો ન જોયો કરી
પાછી વળી જઉં છું
મારી અંદર મોત પલાંઠી વાળીને બેસી ગયું છે.
એને નથી આવવાનું
કે નથી જવાનું
કોઇ ફરક નથી પડવાનો
કદીક એ મને લઇ જશે
કશું હચમચાવ્યા વગર…..
લતા જગદીશ હિરાણી
શ્રી /શ્રીમતી પી.કે.દાવડા-યુવાન વયે
મળવા જેવા માણસ – શ્રી.પી.કે.દાવડા નો પરિચય-એમના જ શબ્દોમાં
ફ્રીમોન્ટ, કેલીફોર્નીયા નિવાસી મારા મિત્ર શ્રી.પી.કે.દાવડા એમના ઈ-મેલમાં ચૌદમી સદીથી વીસમી સદી સુઘીના ભક્ત કવિઓ અને તેમની રચનાઓ વિષે એમના અભ્યાસ પૂર્ણ લેખો મિત્રોને વાંચવા માટે લગભગ દરરોજ મોકલે છે .
એમની આ ઈ-મેલ પ્રસાદીમાંથી આદ્ય ભક્ત કવિઓ અખો, ભોજો અને ધીરો તથા દાસી જીવણનું એક ખુબ જાણીતું ભજન,રસાસ્વાદ સાથે દાવડાજીના આભાર સાથે આજની પોસ્ટમાં પ્રસ્તુત છે.
વિનોદ પટેલ
અખો, ભોજો અને ધીરો
અખો ભગત
સોળમી સદીના જન્મેલો અખો અને અઢારમી સદીમાં જન્મેલા ભોજો અને ધીરો, આ ત્રણે આપણા મધ્યકાલીન ભક્ત કવિઓ છે. ગુજરાતી સાહિત્યમાં એમનું યોગદાન કાયમને માટે ઇતિહાસમાં નોંધાઈ ગયું છે. આ ત્રણ કવિઓમાં જે એક વાત સરખી છે તે છે, સમાજની બુરાઈઓ સામે તેમનો તીખો આક્રોશ.
એ સમયે રૂઢીચુસ્ત લોકોની સમાજ ઉપર જબરી પકડ હતી. જરા વાંકું પડે તો તમને નાત બહાર મૂકી, તમારી સાથે રોટી-બેટીનો વ્યહવાર બંધ કરી, તમને સમાજમાં અછૂત બનાવી દેતા. એવા સમયે આ ત્રણે જણાએ જે હિમ્મત દેખાડી અને આકરા શબ્દોમાં સમાજને છેતરનારા ઢોંગી લોકોને ખુલ્લા પાડ્યા, એથી આજે પણ લોકો આશ્વર્યચકિત થઈ જાય છે.
શરૂઆત અખા ભગતથી કરૂં. અખાની વાતોમાં સીધા હુમલા છે. ગોળ ગોળ કે ફેરવીને વાત કહેવાનું અખાને ફાવતું નથી. એના ઘા પણ જનોઈ વાઢ હોય છે, એક ઘા ને બે કટકા. શબ્દોને શણગારીને મુકનારાઓમાંનો એ નથી. આપણા આજે પણ ચલણમાં રહેલા ધાર્મિક રીત-રિવાજો વિષે એ કહે છે,
“એક મુરખને એવી ટેવ, પથ્થર એટલા પૂજે દેવ; પાણીને દેખી કરે સ્નાન, તુલસી દેખી તોડે પાન; એ તો અખા બહુ ઉત્પાત, ઘણા પરમેશ્વર એ ક્યાંની વાત?”
પૂજાના આ પ્રકારને મૂરખ કહેવાની હિમ્મત તો અખો જ કરી શકે. અને ઈશ્વર તો એક જ હોય, આપણા તો કેટલા બધા દેવી-દેવતા છે?
બીજા એક છપ્પામાં એ કહે છે,
“વૈષ્ણવ ભેખ ધારીને ફરે, પરસાદ ટાણે પતાવળાં ભરે,
રાંધ્યાં ધાન વખાણતા જાય, જેમ પીરસે તેમ ઝાઝું ખાય,
કીર્તન ગાઈને તોડે તોડ, અખો કહે જુવાનીનું જોર.”
વૈષ્ણવો જેવા શક્તિશાળી સમાજની આવી ટીકા કોઈ કરી શકે ખરા? પણ વાત તો સાચી છે, આજે પણ!
ભક્તિના પ્રકાર ઉપર પ્રહાર કરતાં અખો કહે છે,
“તિલક કરતાં ત્રેપન વહ્યાં, જપમાળાનાં નાકાં ગયાં;
તીરથ ફરી ફરી થાક્યાં ચર્ણ, તોય ન પહોંયા હરિને શર્ણ;
કથા સુણી સુણિ ફુટ્યા કાન, અખા તોય ન આવ્યું બ્રહ્મજ્ઞાન.”
અખાએ માત્ર ધાર્મિક રીતરિવાજો વિષે જ નથી લખ્યું, સમાજના બીજા અનેક કુરીવાજો વિષે કડક શબ્દોમાં આસરે ૭૦૦ છપ્પા લખ્યા છે. અખાએ જે વાતોને આજથી પાંચ સદીઓ પહેલા વખોડી છે, એ વાતો એક અથવા બીજા સ્વરૂપે આજે પણ સમાજમાં પ્રચલિત છે. મુઠ્ઠીભર અંધ શ્રધ્ધા નિર્મૂલનવાળા આમાં કંઈ મોટો ફેરફાર કરાવી શક્યા નથી.
“ખટદર્શનના જુજવા મતા,માંહોમાંહી ખાધા ખતા;
એકનું થાપ્યું બીજો હણે,અન્યથી આપને અધકો ગણે;
અખા એજ અંધારો કુવો,ઝગડો ભાંગી કોઇ ન મુવો.”
આ છપ્પામાં આપણાં ધર્મગ્રંથોના જુદા જુદા અર્થ કરતા કહેવાતા ધર્મગુરૂઓ માટે અખો કહે છે કે આવા પોતાની મરજી મુજબ અર્થ કરનારા ગુરૂઓએ અંદર અંદર જ એકબીજાની ટીકા કરી છે, એક ગુરૂએ કાઢેલા અર્થને બીજો ગુરૂ નકારે અને પોતાને આગલા કરતાં વધારે જ્ઞાની દર્શાવવાની કોશીષ કરે, એની અખો ઝાટકણી કાઢીને કહે છે, કે બધા અંધારાકુવામાં હવાતિયાં મારો છો, પણ એક નિર્ણય ઉપર આવતા નથી.
અહીં અખાએ સતસંગમાં એકઠા થતા શ્રોતાઓ ઉપર કોરડો વિંઝતા કહ્યું છે કે મારગ ક્યાંથી મળે? આંધળા સસરાને દોરી જનારી વહુએ તો ધૂંધટો તાણેલો છે. શણઘટ એટલે લાજ કાઢેલી. આવા લોકો સતસંગમાં ઉંધુંચત્તું સમજે છે, અને એનો અમલ કરે છે. જેવી રીતે આંખમાં કાજળ આંજવાનું કહ્યું હોય તો એને ગાલ ઉપર લગાડવાનું સમજે છે.
છેલ્લી પંક્તિમાં અખાએ કમાલ કરી છે. એક તો કથા કહેનાર પોતે માંડ માંડ સમજે છે, જેમ ઊંડા (અછતવાળા) કુવામાંથી પાણી માંડ માંડ મળે, અને તેમાં સાંભળવાવાળાની હાલત ખોબામાંથી પાણી મોઢામાં જવાને બદલે આંગળીઓ વચ્ચેથી નીકળી જાય, એના જેવી હોય, તો એ શું શીખી શકે?
આજે પણ રોટલા ખાવાને બદલે એને બનાવવામાં કેટલા ટપાકા થયા એની ચર્ચા કરતા ભાષાવિદોને આજથી ચારસો વર્ષ પહેલા અખાએ તમાચો માર્યો છે, છતાંયે કૂતરાની પૂંછડી ક્યાં સીધી થઈ છે?
“ભાષાને શું વળગે ભૂર, જે રણમાં જીતે તે શૂર;
સંસ્કૃત બોલે તે શું થયું, કાંઇ પ્રાકૃતમાંથી નાસી ગયું;
બાવનનો સઘળો વિસ્તાર, અખા ત્રેપનમો જાણે પાર”
એક વધારે છપ્પો જોઈ લઈયે.
“આવી નગરમાં લાગી લાય, પંખીને શો ધોખો થાય;
ઉંદર બિચારા કરતા સોર, જેને નહિ ઉડ્યાનું જોર;
અખાજ્ઞાની ભયથી કેમ ડરે, જેની અનુભવ પાંખ આકાશે
ધીરા ભગત
અઢારમી સદીમાં અખાની જેમ ધીરા ભગતે પણ કુરીવાજો સામે આક્રોશ ઠાલવ્યો. એમણે પણ તે સમયની ધાર્મિક માન્યતાઓ અને ક્રીયાકાંડની ઠેકડી ઉડાડતા પદો રચ્યા. એમના પદો કાફી રાગમાં ગવાતા એટલે એ ધીરા ભગતની કાફીઓ નામે પ્રસિધ્ધ છે. ધીરાએ એની સૌમ્ય શબ્દોવાળી ભજનની પંક્તિઓમાં બહુ સમજવા જેવી વાતો કહી છે. આપણે થોડા ઉદાહરણો જોઈએ.
“જીવ નહિં એને હરિ કરી માને, પૂજે કાષ્ઠ પાષાણ,
ચૈતન્ય પુરુષને પાછળ મૂકે, એવી અંધી જગત અજાણ..”
અહીં એણે માત્ર સાચી હકીકતનું જ બયાન કર્યું છે, જે આજે પણ અસ્તિત્વમાં છે. લાકડાની અને પથ્થરની મૂર્તિઓની પૂજા કરવામાં આવે છે, એને દૂધે નવડાવવામાં આવે છે, અન્નકૂટના ઢગલાઓ એની સામે મૂકવામાં આવે છે, અને બીજી બાજુ ભૂખથી ટળવળતા, દવાદારૂને અભાવે મરણશરણ થતા જીવતા માણસોની કોઈ પરવા કરતું નથી. એ જ ભજનમાં ધીરો આગળ કહે છે,
નહાવાથી શરીર તો સાફ થશે, પણ મનમાં ભરેલો મેલ નહિં સાફ થાય, સાપ દરમાં ઘૂસી જાય પછી રાફડા ઉપર લાકડી પછાડવાથી શો ફાયદો? મનમાં કૂળકપટ રાખી બહારથી દેવદર્શન અને ધરમદાન કરવાથી કોઈ ફાયદો નહિં થાય.
ક્યારેક તો ધીરો પોતે નિરાશ થઈને કહે છે,
“કોને કહું કોણ સાંભળશે? અગમ ખેલ અપાર,
અગમ કેરી ગમ નહીં રે, વાણી ન પહોંચે વિસ્તાર,
એક દેશ એવો રે, બુધ્ધી થાકી રહે તહીં,
તરણા ઓથે ડુંગર રે, ડુંગર કોઈ દેખે નહિં.”
મારો કહેવાનો અર્થ જ કોઈ સમજતું નથી, આખો ડુંગર ઘાસ નીચે છુપાઈ ગયો છે, લોકોને ઘાસ દેખાય છે, ડુંગર જ દેખાતો નથી.
ધીરાએ કેટલીક ભવિષ્યવાણી પણ પોતાના કલિયુગની એંધાણી નામના પદોમાં કરી છે. એણે કહ્યું છે કે આવતા સમયમાં,
“વરસો વરસ દુકાળ પડે, અને વળી સાધુ કરશે સૂરાપાન,
આ બ્રાહ્મણ માટી ભરખશે, અને વળી જોગી બોગી થાશે;
બાવા થાશે વ્યભિચારી, આ છે કલિયુગની એંધાણી.”
આગળ એ કહે છે,
“ રાજતો રાણીઓના થાશે, અને વળી પુરૂષો થાશે ગુલામ,
ગરીબની અરજી કોઈ સાંભળશે નહિં,અને સાહેબને કરશે સલામ,
એની બેની રોતી જાશે અને સગપણમાં સાળી રહેશે,
ધરમ કોઈનો રહેશે નહિં અને એક પ્યાલે વરણ અઢાર,
આ છે કલિયુગની એંધાણી.”
આમાની બધી ભવિષ્યવાણી વત્તેઓછે અંશે સાચી તો પડી જ છે.
ભોજા ભગત
ભોજાનું આ ભજન સદીઓથી ગવાતું આવ્યું છે અને આજે પણ લોકપ્રિય છે.
પ્રાણિયા, ભજી લેને કિરતાર, આ તો સ્વપનું છે સંસાર…..
અનંત નામ ઉચ્ચારવું, તરવું ને તારવું, રાખવી ભક્તિ તે રાંક દાવે, ભક્ત ભોજો કહે ગુરુપરતાપથી ત્રિવિધના તાપ ત્યાં નિકટ ના’વે.
છેલ્લી બે રચનાઓની ભાષા ચાબખા કરતાં અલગ છે. એ અખા કરતાં નરસિંહ અને ધીરા જેવી છે.
આજે ચાર-પાંચ સદીઓ પછી પણ સમાજમાં આ ત્રણે સંતોએ વર્ણવેલી બદ્દીઓ પ્રવર્તમાન છે. અંધ શ્રધ્ધા નિર્મૂલવાળાઓની હત્યા થઈ જાય છે. દેશની સરકારમાં ઉચ્ચ સ્થાને બેઠેલા લોકો જ દેશને આમાંથી મુક્તિ અપાવવાને બદલે અખા અને ધીરાના સમયમાં ધકેલી દેવાનો પ્રયત્ન કરે છે. આજે સાહિત્યકારોમાં કોઈ અખો કે કોઈ ભોજો દેખાતો નથી. બધા પોતાનું ભાષા ઉપરનું પ્રભુત્વ, કલ્પના શક્તિ, વ્યાકરણ અને જોડણીની વાતોમાં રચ્યા પચ્યા છે.
આપણે આજે અખાને, ધીરાને અને ભોજાને સાહિત્યકારો તરીકે મૂલવીયે છીયે, પણ હકીકતમાં આ ત્રણે સમાજ સુધારક હતા. રૂઢીચુસ્ત લોકોએ એમનું બહુ સાંભળ્યું નહિં અને એમને હળધૂત કર્યા એટલે ઈતિહાસકારોએ એની બહુ નોંધ લીધી નથી.
–પી.કે.દાવડા
દાસી જીવણનાં બે ભજન
અઢારમી સદીમાં થઈ ગયેલા કૃષ્ણભક્ત જીવણદાસ પુરૂષ હોવા છતાં પોતાને રાધાનો અવતાર ગણાવતા હોવાથી દાસી જીવણ તરીકે જાણીતા બન્યા હતા. એમના પદો આજે પણ લોકપ્રિય છે. દાસી જીવણ સૌરાષ્ટ્રની મીરાંબાઈ કહેવાય છે. એમની થોડીક પ્રખ્યાત પંક્તિઓનો રસપાન કરીયે.
એમની બંગલાનો બાંધનાર કવિતા ખૂબ લોકપ્રિય છે.
આ બંગલાનો બાંધનાર કેવો મારા ભાઈ બંગલો કોણે રે બનાવ્યો?
લોઢું નથી કાંઈ લાકડું નથી એમાં નથી ખીલા નથી ખીલીઓ મારા ભાઈ,
ઈંટો નથી કાંઈ ચૂનો રે નથી એમાં નથી સિમેન્ટ નથી રેતી મારા ભાઈ,
આ બંગલાનો બાંધનાર કેવો મારા ભાઈ, બંગલો કોણે રે બનાવ્યો?
આ ભજનમાં શરીરને એક મકાન સાથે સરખાવવામાં આવ્યું છે, પણ ખુલાસો કર્યો છે કે આ ઈંટ, પથ્થર અને ચૂનાથી ચણાયલું મકાન નથી, આ તો પાણીની બનેલી હવેલી છે. આપણે આજે જાણીયે છીએ કે આપણા શરીરના વજનનું ૮૦ % વજન પાણી (પ્રવાહી) નું છે. આ મકાનના દસ દરવાજાની વાત તો અનેક જગ્યાએ કહેવાઈ ચૂકી છે, પણ અહીં જીવણે નવસો નવાણું બારીઓની વાત કરી છે, એ બારીઓ વિશે તો હું પણ કંઈ નથી જાણતો. આ મકાનનો માલિક ઈશ્વર છે. આ મકાનનો ભાડુત એટલે આપણો જીવ. મકાન માલિકની નોટીસ આવે એટલે મકાન ખાલી કરે જ છૂટકો.
આમ રૂપકો દ્વારા સંતો આપણને સમજાવતા રહ્યા છે કે Every product has an expiry date, એટલે સમય રહેતાં એનો સદઉપયોગ કરો.
દાસી જીવણનું એક ખુબ જાણીતું ભજન
દાસી જીવણનું આ ભજન મેં મારા નાની અને દાદીના મોઢે ઘણીવાર સાંભળ્યું છે. આ ભજનમાં સંબંધોની સચ્ચાઈ ખૂબ સરસ રીતે ઉઘાડી પાડી છે. જે શરીરને પંપાળવા માટે આપણે કેટલું સાચું-ખોટું કરીએ છીએ, એ શરીરનું આખરે શું થાય છે એ વાત જીવણે બેજીજક કહી સંભળાવી છે. અંતિમ ચાર પંક્તિઓમાં સાચો બોધ છે, પણ કેટલું ગ્રહણ થાય છે એ પ્રત્યેકની જાગૃતિ ઉપર અવલંબે છે.
શ્રી પી.કે.દાવડા એ ખાસ વિનોદ વિહાર માટે એમના બે અભ્યાસ પૂર્ણ લેખો (૧) રાષ્ટ્ર, રાજ્ય અને રાજ્યસંઘ..(૨) હીપ્પી ચળવળની આડઅસરો મોકલ્યા છે .
આ લેખોને એમના આભાર સાથે આજની પોસ્ટમાં પ્રસ્તુત કરતાં આનંદ થાય છે.આ લેખોમાં જે વિગતો આપવામાં આવી છે એની પાછળ એમના ઊંડા વાચન અને સંશોધન વૃતિનાં દર્શન થાય છે.વાચકોને આ બે લેખો રસસ્પદ લાગશે એવી આશા છે.
વિનોદ પટેલ
રાષ્ટ્ર, રાજ્ય અને રાજ્યસંઘ….. પી.કે.દાવડા
રાષ્ટ્ર, રાજ્ય અને રાજ્યસંઘ, આમ તો ત્રણેની વ્યાખ્યા અલગ અલગ છે, પણ આપણે સામાન્ય વાતચીતમાં એકબીજાના પર્યાય તરીકે વાપરતા હોઇયે છીએ. પહેલા આપણે મોટાભાગની ડીક્ષનરીઓએ કરેલી વ્યાખ્યાઓ અને સર્વ સામાન્ય રીતે માન્યતા પામેલી વ્યાખ્યાઓ જોઈએ.
રાષ્ટ્ર એટલે એક વહીવટી તંત્ર હેઠળનો એવો પ્રદેશ જ્યાં મહદ અંશે એક જ પ્રજાતિના લોકો વસતા હોય, રંગ-રૂપ અને કદ-કાઠી સામાન્ય રીતે મળતા-જુલતા હોય, એક જ ઘર્મમાં માનતા હોય, જેમનો એક જ ઇતિહાસ હોય, એક જ ભાષા હોય અને એક જ સંસ્કૃતિ હોય.
રાજ્ય એટલે એક એવો પ્રદેશ કે જ્યાં એક જ વહીવટી તંત્ર હેઠળ અલગ અલગ પ્રજાતિઓના લોકો, અલગ અલગ ધર્મમાં માનતા અને અલગ અલગ ભાષા બોલતા લોકો રહેતા હોય. હા કદાચ એમનો ઇતિહાસ એક હોઈ શકે.
રાજ્યસંઘમાં એકથી વધારે રાજ્યો એક જ વહીવટી તંત્ર હેઠળ હળી મળીને કારોબાર ચલાવતા હોય છે. ઉદાહરણ તરીકે અમેરિકા, એમાં ૫૦ રાજ્યો એકઠા થઈ એક જ વહીવટી તંત્રથી કામ ચલાવે છે.
અંગ્રેજોએ હિન્દુસ્તાનના અલગ અલગ રાજ્યો ઉપર કબજો જમાવ્યો, એ અગાઉ હિન્દુસ્તાન સેંકડો રાજ્યો ઘરાવતો એક ભૂખંડ હતો. અંગ્રેજો મોટાભાગના રાજ્યોને, કાંતો જીતી લઈ અને કાંતો સંધિ કરી એક વહીવટી તંત્ર હેઠળ લાવવામાં સફળ થયા, પણ એને રાજ્યસંઘ ન કહી શકાય. જ્યારે બીજા વિશ્વયુધ્ધ પછી, અંગ્રેજો માટે હિન્દુસ્તાનમાંથી ચાલ્યા જવા સિવાય છૂટકો ન રહ્યો, ત્યારે તેમણે, જાણે કે પોતાની આ હારનો બદલો લેવા, હિન્દુ અને મુસલમાનોને ભરમાવ્યા કે તમે બન્ને અલગ અલગ પ્રજાતિ, ઘર્મ અને સંસ્કૃતિના લોકો છો, અને તેથી અલગ અલગ રાષ્ટ્ર બનાવીને સુખ શાંતિથી રહી શકશો. અંગ્રેજો સામે લડીને થાકી ગયેલા કોંગ્રેસના નેતાઓ અને જીણા જેવા મહત્વાકાંક્ષી લોકોએ અંગ્રેજોની આ વાત માની લીધી, અને પ્રદેશના માત્ર ધર્મના આધાર ઉપર ટુકડા કરી નાખ્યા.
આજે ૬૮ વર્ષ પછી પણ ભારત અને પાકિસ્તાન વચ્ચે સુલેહ શાંતિ નથી. શા માટે? કારણ કે માત્ર ધર્મ એ રાષ્ટ્ર બનાવવા પુરતું નથી. જો એમ હોત તો આટલા બધા અલગ અલગ ઈસ્લામી દેશ ન હોત. વેસ્ટ પાકિસ્તાન અને ઈસ્ટ પાકિસ્તાનનો એક જ ધર્મ હોવા છતાં બંગલાદેશનો જન્મ ન થાત.
ભારત, પાકિસ્તાન, બંગલાદેશ અને શ્રીલંકાના લોકો એક જ પ્રજાતિ છે. ભાષા અલગ અલગ છે પણ સંસ્કૃતિમાં ઘણી ચીજો મલતી-જુલતી છે. પહેરવેશ, ખાનપાન વગેરેમાં માત્ર પ્રદેશની આબોહવા પ્રમાણે જ ફરક છે. કદ-કાઠી અને ચામડીનો રંગ એક સરખો છે. મહદ અંશે એ એક રાષ્ટ્રની વ્યાખ્યામાં બેસે છે. છતાં આપણે એમને રાષ્ટ્ર નહિં તો રાજ્યો તો કહી જ શકીયે. આમ તો ભારતના પણ ત્રીસેક જેટલા રાજ્યો છે, જ્યાં ખોરાક, વસ્ત્રો અને ભાષામાં થોડો થોડો ફરક છે, પણ સંસ્કૃતિ એક સરખી છે. નોર્થ-ઇસ્ટના લોકો, બર્માના લોકો એ ચીની પ્રજાતિની વધારે નજીક છે.
જ્યારે ખૈબરઘાટને રસ્તે મુસલમાનોએ હિન્દુસ્તાન ઉપર હુમલા કર્યા ત્યારે તે લોકો સંખ્યા બળના અધાર ઉપર નહિં પણ ચડિયાતાં શસ્ત્રો અને ચડિયાતી સૈનિક ક્ષમતાને આઘારે જીત્યા હતા. થોડા મુસલમાનોએ સંખ્યામાં બહુ વધારે હિન્દુઓ ઉપર રાજ્ય કર્યું તેનું કારણ પણ હિન્દુઓની વર્ણ વ્યવસ્થામાં માત્ર ક્ષત્રીઓ જ લડતા હતા, બ્રાહ્મણ, વૈશ્ય અને ક્ષુદ્રો નહિં. મુસલમાન રાજકર્તાઓએ પોતાનું સંખ્યાબળ વધારવા ધર્માન્તરનો ફાયદો લીધો. સામ, દામ, દંડ વાપરી, હિન્દુઓને મુસલમાન બનાવ્યા. આમાં અમુક અંશે હિન્દુઓની વર્ણ વ્યવસ્થા પણ કારણભુત રહી. ક્ષુદ્રો ઉચ્ચ વર્ણના લોકોના અન્યાયથી કંટાળી મુસલમાન બન્યા, કારણ કે ત્યાં આવા ભેદભાવ ઓછા હતા. વળી એક્વાર મુસલમાન બને તો હિન્દુઓ તેમને પાછા હિન્દુ ધર્મમાં સ્વીકારવા તૈયાર ન હતા. આમ હિન્દુસ્તાનમાં જે મુસલમાનોની સંખ્યા વધી એ મૂળ હિન્દુમાંથી વટલાયલા લોકોની જ વધારે છે. મૂળ એ પ્રજાતિ હિન્દુઓની જ છે. ગુજરાતમાં ખોજા, વહોરા અને મેમણ બધી રીતે હિન્દુ સંસ્કૃતિની વધારે નજીક છે, કારણ કે એમના બાપદાદાઓ હિન્દુ હતા. આજે જે ઘર વાપસીનું અભિયાન ચલાવે છે, એ પહેલા કર્યું હોત તો મુસલમાનોની સંખ્યા આટલી વધત જ નહિં.
જો એ સમયે નેતાઓએ આ બધી વાતો ધ્યાનમાં લઈ, થોડી વધારે સમજદારી બતાવી હોત, તો આજે પાકિસ્તાન અને બંગલા દેશ ભારતના રાજ્યો હોત, અને મુસ્લિમ બહુમતિવાળા એ પ્રદેશોનો વહીવટ મુસ્લિમ નેતાઓ કરતા હોત. આજે જે બે રાષ્ટ્ર હોવાનો દાવો કરી એકબીજાને બરબાદ કરવામાં પોતાની ઘણી બધી તાકાતનો વ્યય કરે છે તે ન કરત.
-પી. કે. દાવડા
હીપ્પી ચળવળની આડઅસરો …..પી.કે.દાવડા
૧૯૬૦ ની આસપાસ, અમેરિકામાં કેલિફોર્નીયા રાજ્યના સાનફ્રાન્સીસ્કો શહેરમાં આ ચળવળ શરૂ થઈ. ૧૯૬૫ સુધીમાં એ અમેરિકા ભરમાં ફેલાઈ ગઈ, અને દુનિયાના અનેક દેશોમાં આ ચળવળમાં માનનારા પહોંચી ગયા. આ ચળવળને સંસ્કૃતિ વિરોધી ચળવળ ( Counter culture movement) તરીકે ઓળખવામાં આવે છે. આ ચળવળમાં સમાજના બધા, આર્થિક, સામાજીક, ભૌગોલિક અને સાંસ્કૃતિક વર્ગના યુવક-યુવતીઓએ ભાગ લીધો હતો.
આ ચળવળના પાયામાં એક વિચારધારા હતી કે જીવન ખુશી માટે છે, બીજાઓને સારૂં લગાડવા માટે નથી. “જેમાં તમને આનંદ મળે, તે કરો, પછી ભલે જે થવાનું હોય તે થાય.” આ એમનો મંત્ર હતો. આ યુવાનો તે સમયની સમાજ રચના, રીતરિવાજ અને સંસ્કૃતિથી નારાજ હતા. સમાજમાં સુખ સગવડ અને પૈસા માટેની દોડથી તેઓ તંગ આવી ગયેલા. લોકો કુદરતથી દૂર થઈ કૃત્રિમ જીવન જીવતા હતા, એવી તેમની માન્યતા હતી. અમેરિકાના વિયેટનામ સાથેના યુધ્ધ અને અણુ શસ્ત્રોની દોડનો પણ એમને વિરોધ હતો.
કુદરત તરફ પાછા વળો (Back to Nature) એ એમનો નારો હતો. આ વાતના પ્રતિક તરીકે એ પોતાના વાળમાં ફૂલો લગાડતા , હાથમાં ફુલોના ગજરા અને ગળામાં ફૂલોના હાર પહેરતા અને એક્બીજાને ફૂલો આપતા. આને લીધે તેઓ Flower Children તરીકે પણ ઓળખાતા.
પોતાની અલગ ઓળખ બનાવી રાખવા તેઓ અસામાન્ય ડીઝાઈનના અને ભડક રંગોના કપડાં અપનાવ્યા. આ કપડાં પણ એ સસ્તી દુકાનો કે Second Hand Shops માંથી ખરીદતા. છોકરા છોકરી બન્ને લાંબા છૂટ્ટા વાળ રાખતા અને છોકરાઓ દાઢી રાખતા . આ લોકોએ ખોરાકમાં ફળ અને બીજા સાદા શાકાહારી ખોરાકને અપનાવ્યો. બિમારીમાં આયુર્વેદિક ઔષધોનો વપરાશ શરૂ કર્યો.
ગીત સંગીતને પણ બહુ મહત્વ આપ્યું. ભણવાનું છોડી, ઘર છોડી, ટોળાંમાં રહેવાનું શરૂ કર્યું. સત્તાવાળાઓના ગેરવાજબી હુકમોનો અનાદર કરવાનું શરૂ કર્યું, અને Personal Liberty નો વિચાર આગળ કર્યો. આ ચળવળમાં જે થોડા ખરાબ તત્વો ભળી ગયા, તેમાં અબાધિત Sex અને નશીલા પદાર્થોના સેવનનો સમાવેશ થાય છે. નશીલા પદાર્થમાં મુખ્યત્વે તેઓ LSD નો ઉપયોગ કરતા, જેનાથી તેઓ એમની આસપાસની દુનિયાને ભૂલી જવાનો પ્રયત્ન કરતા.
મોટા ભાગે હિપ્પીઓ ટોળાંમાં રહેતા, પ્રવાસ માટે ખાસ પ્રકારની ચિતરેલી બસનો ઉપયોગ કરતા, અને વણઝારાની જેમ એક જગ્યાએથી બીજી જગ્યાએ ફરતા રહેતા. પ્રેમ, સૌંદર્ય, SEX, સંગીત, સહિયારી માલીકી અને સહિયારૂં જીવન, એમના આકર્ષણના વિષયો હતા.
૧૯૬૭ ના મધ્યમાં સાનફ્રાન્સીસ્કોમાં એમની ચળવળ નરમ પડી એટલે એમણે પૂર્વ કાંઠા તરફ પ્રયાણ કર્યું, અને ન્યુયોર્કને ચળવળનું મુખ્ય કેન્દ્ર બનાવ્યું. ૧૯૭૦ થી ચળવળના વળતા પાણી થયાં અને ૧૯૭૫ સુધીમાં હીપ્પી સંસ્કૃતિ લગભગ અદૃષ્ય થઈ ગઈ.
હિપ્પી ચળવળની આડ અસરોમાં કેટલીક સારી હતી. સંગીતની લોકપ્રિયતા વધી, ટેલિવીજન, ફીલ્મ ઉદ્યોગ, આર્ટ અને સાહિત્યમાં નવા આયામો ઉમેરાયા. સ્ત્રી પુરૂષના સંબંધોમાં મોટો બદલાવ આવ્યો, લગ્ન વગરની Sex માંથી શરમ અને તિરસ્કારની ભાવના ઘટી ગઈ, સંબંધોમાં જાતિ અને ધર્મનું મહત્વ ઘટી ગયું, કાળા-ગોરાના ભેદભાવ ઓછા થયા. વસ્ત્રોની પસંદગીનું મહત્વ ધટી ગયું, શાકાહારી અને કુદરતી ખોરાક પ્રત્યેનું આકર્ષણ વધ્યું અને બાળકોને ઉછેરવાની બાબતમાં ફેરફાર થયા.
મને છેલ્લા ચાર વર્ષમાં અમેરિકામાં યુવાનોમાં હિપ્પી કલ્ચર જોવા મળ્યું નથી, પણ અહીં ૧૯૬૦ થી રહેતા મિત્રો કહે છે, કે હાલમાં આપણે વસ્ત્રો, વ્યહવાર અને વર્તનમાં જે સહેજ સ્વભાવિકતા જોઈએ છીયે, એ હિપ્પી ચળવળનું પરિણામ છે.
-પી. કે. દાવડા
છેવટનો મુખવાસ ..
ડોશીમા અને ગુજરાતી ભાષા !
એક જ્ગ્યાએ એક મહાત્મા કથા કરી રહ્યા હતા, અને કથા કરતાં કરતાં એમણે કહ્યું, “ દસ હજાર વરસ પછી આ પૃથ્વીનો વિનાશ થશે.”
ડોશીમા બોલ્યાં : “હાશ , હું તો સમજી કે એક હજાર વરસ પછી.”
આજે ગુજરાતી ભાષા વિશે ચાલી રહેલી ચર્ચા અને વિવાદનું પણ આવું જ છે. પણ એક વાત તો નક્કી છે કે આપણે જીવશું એના કરતાં ગુજરાતી ભાષા વધારે વરસ જીવશે.
પી.કે.દાવડા
શ્રી પી.કે.દાવડા – એક મળવા જેવા માણસ -પરિચય
ખુબ જહેમત ,સંપર્ક અને અભ્યાસ કર્યા પછી ૫૦+મળવા જેવા માણસોના પરિચય લેખ તૈયાર કરી નેટ જગતમાં સૌને વહેંચનાર શ્રી પી.કે.દાવડા ખુદ એક મળવા જેવા માણસ છે. આ હું મારા અનુભવથી કહું છું કેમકે હું એમને રૂબરૂ મળેલો છું.
તારીખ ૮-૧૯-૨૦૧૫ ના રોજ એમની સુપુત્રી જાસ્મીન સાથે સાન ડિયેગોમાં મારા નિવાસ સ્થાને તેઓ મળવા આવ્યા ત્યારે લીધેલી અમારી એક સંયુક્ત તસ્વીર આ રહી …
શ્રી પી.કે.દાવડા અને વિનોદ પટેલ – ૮-૧૯-૨૦૧૫ ના રોજ થયેલ સ્નેહ મિલનની તસ્વીર
એમની સાથે થયેલ આ સ્નેહ મિલનનો તસ્વીરો અને વિડીયો સાથેનો અહેવાલવિનોદ વિહારની આ પોસ્ટમાં રજુ કરવામાં આવ્યો હતો.
શ્રી પી.કે.દાવડા એ આપેલ એમનો પરિચય ગુજરાતી પ્રતિભા પરિચય ની આ લીંક પર ક્લિક કરીને વાંચી શકાશે.
વાચકોના પ્રતિભાવ