વિનોદ વિહાર

ગુજરાતી ગદ્ય-પદ્ય સર્જનની આનંદ યાત્રા

Category Archives: સુરેશ જાની

( 718 ) “જુનવાણી ભાભી” વાર્તા પર બે પ્રતિભાવો….

આજે બ્લોગ વિશ્વમાં ચોમાસામાં ફૂટી નીકળતા અળશિયાની જેમ ઘણી વાર્તાઓ રોજે રોજ લખાતી હોય છે, એમાં મોટા ભાગની વાર્તાઓ ચીલા ચાલુ રીતે પ્રેમલા-પ્રેમલીની વાતો કરતી મુવી સ્ટાઈલની વાર્તાઓ હોય છે.

વાચકના દિલને સ્પર્શી જાય, એને વિચારતો કરી મુકે એવો ચોટદાર જેમાં સંદેશ હોય ,જે સમાજ જીવનમાં બનતા બનાવોનું પ્રતિબિબ પાડતી હોય અને કાલ્પનિક હોવા છતાં માનવ જીવનના સંઘર્ષોને વાચા આપતી કોઈ સત્યકથા ના હોય એવો અહેસાસ કરાવે એવી મુલ્યવાન વાર્તાઓ ઓછી જોવામાં આવે છે.

વિનોદ વિહારની પોસ્ટ નંબર 717 માં પ્રગટ વાર્તા “જુનવાણી ભાભી ના લેખક શ્રી કાશીરામભાઈ પટેલ એક વેપારી જીવ છે એમ છતાં એમની આ વાર્તા હૃદયસ્પર્શી  અને વાચકને વિચારતા કરે એવી ચોટદાર બની છે.

આ વાર્તા વાંચ્યા પછી મારા વિદ્વાન મિત્ર શ્રી સુરેશ જાનીએ એમનો પ્રતિભાવ ઈ-મેલમાં મોકલ્યો છે . આ પ્રતિભાવમાં એમણે આ વાર્તા અંગે એમના નિખાલસ વિચારો વ્યક્ત કરી આ વાર્તાના બે સંભવિત અંત-આશાવાદી અને નિરાશાવાદી અંત  પણ સૂચવ્યા છે.આ પ્રતિભાવને કોમેન્ટ બોક્ષમાં મૂકવાને બદલે એને એક જુદી પોસ્ટ રૂપે એમના આભાર સાથે મુક્યો છે..

વિદુષી બહેન સુ.શ્રી પ્રજ્ઞાબેનએ પણ હંમેશની જેમ આ વાર્તા અંગે એમનો મુલ્યવાન પ્રતિભાવ આપ્યો છે એને પણ સુરેશભાઈના પ્રતિભાવ પછી એમના આભાર સાથે મુક્યો છે.

==========================

“જુનવાણી ભાભી” વાર્તાના બે શક્ય અંત…. શ્રી સુરેશ જાની

‘વિનોદ વિહાર’ પર શ્રી. આનંદરાવ લિંગાયતએ તમોને મોકલેલ શ્રી કાશીરામભાઈ પટેલની વાર્તા વાંચી.

સામાન્ય રીતે સત્યકથા ન હોય તો, આવી સુખાંત વાર્તાઓ ઉપર પ્રતિભાવ આપવાનું ટાળું છું. પણ એ વાંચી મન વિચારે ચઢી તો ગયું જ.

કારણ સાવ સાદું સીધું જ હતું – આ કથાના અંત જેવો અંત ભાગ્યે જ વાસ્તવિક જીવનમાં આવતો હોય છે. આવા કિસ્સા નથી બનતા એમ નહીં, પણ એમ જવલ્લે જ બનતું હોય છે. અને ત્યારે આપણે અવશ્ય ‘પૂણ્ય પરવાર્યું નથી.’ એમ બબડીને સંતોષ માની લેતા હોઈએ છીએ. બાકી આમ તો પૂણ્ય પરવારી ગયું હોય એવો જ માહોલ વાસ્તવિક જીવનમાં જોવા મળતો હોય છે ને?

પણ એ વિચારોની ગડભાંગમાં આ વાર્તામાંના માનવ જીવનના સંઘર્ષોને વાચા આપતી કલ્પનાને થોડોક જુદો વળાંક આપવા મન લલચાયું.

લો ત્યારે, આ બે શક્ય અંત, આ ઘટના પછી….

BHABHI

અંત -૧

ભાભી આ વજ્રાઘાત પડતાં જ ફર્શ પર ઢળી પડી અને એનું પ્રાણપંખી આવું ન બનતું હોય તેવા સ્વર્ગની તલાશમાં ઊડી ગયું.

અંત -૨

ભાભીએ આ વજ્રાઘાત પણ જીરવી લીધો. મદન અને નયનાએ વિદાય લીધી. ભાભી સમસમીને ભાંગી પડી. પણ કોઈક અકળ તત્વે તેના અંતરમાં હળવો ટકોરો કર્યો. એ ટકોરાના ઈશારે તેણે આંખો મીંચી દીધી અને ઊંડા શ્વાસ લેવાનું શરૂ કર્યું. હવે શ્વાસ પરના ધ્યાનના પ્રતાપે, તેના ચિત્તમાં ખદબદી રહેલા, તુમૂલ યુદ્ધ કરી રહેલા સઘળા વિચારો એક એક કરીને શમવા લાગ્યા. વીસેક શ્વાસ..અને ભાભીએ આંખો ખોલી.

તે ઊઠી અને કબાટમાં રહેલો ઊનનો દડો અને સાથે ગૂંથવાના બે સળિયા લઈ આવી. તેણે મદન અને નયનાના ભાવિ બાળક માટે સ્વેટર ગુંથવાનું શરૂ કર્યું.”

======================

સુ.શ્રી પ્રજ્ઞાબેન વ્યાસનો પ્રતિભાવ  

સ રસ વાર્તા

અબ હોત ક્યા જબ ચીડિયા ચુગ ગઈ ખેત !…
એવું છેલ્લા ત્રણ ચાર વાર અનુભવાયું !
ગુજરી ગયા બાદ લાગ્યું કે તેમની સાથે પુરો સમય સત્સંગ પણ ન કર્યો! જીવનના અનુભવો પણ ન સાંભળ્યા !! મરતા સુધી ધ્યાન કરતા જોયા પણ તેમની પાસે પ્રાણાયામ/ધ્યાન શીખ્યા નહીં!!! અને માએ શારીરિક,માનસિક કે આર્થિક તકલીફની ફરીઆદ કર્યાં વગર…. ડુમાથી

આગળ………………….

=========================

વાચક મિત્રોને આ વાર્તા વિષે એમના પ્રતિભાવ દર્શાવવા વિનંતી છે.

વિનોદ પટેલ

INSPIRING QUOTE 

Good quote-try again

 

 

 

 

 

( 667 ) જિંદગી પાટા પર ચાલતી ટ્રેન નથી – જનક નાયક

વેબ ગુર્જરી પર પ્રથમ પ્રકાશિત શ્રી. જનક નાયક લિખિત ઍક સરસ લેખ“જિંદગી પાટા પર ચાલતી ટ્રેન જેવી નિશ્ચિત નથી ” ,જેને મિત્ર શ્રી સુરેશ જાનીએ એમના બ્લોગ સૂર સાધનામાં રી-બ્લોગ કર્યો છે.આ  લેખ મને પણ ગમી જતાં વી .વી ના વાચકો માટે “ગમતાંનો કરીએ ગુલાલ ” એ રીતે આ પ્રેરક લેખને આજની પોસ્ટમાં વેબ ગુર્જરી ,લેખક શ્રી નાયક અને શ્રી સુરેશ જાનીના આભાર સાથે અત્રે ફરી પ્રસ્તુત કરેલ છે.

યાદ આવે મારી આ વિચાર કણિકા….

જિંદગી શું છે ? એ પ્રશ્નનો જવાબ એટલો સહેલો નથી

પણ જો જવાબ ટૂંકમાં આપું તો ,આ જિંદગી શું નથી !

વિનોદ પટેલ

સૂરસાધના

વેગુ પર ઍક સરસ લેખ વાંચ્યો – લેખક શ્રી. જનક નાયક .  અહીં….

ક્લિક કરો ક્લિક કરો

એમાંથી ગમી ગયેલ એક વિચારની સ્નીપ…

janak

અને આ મસ્ત ચિત્ર

janak_2

આ અકર્મણ્ય બનવાની વાત નથી – ગીતાવાક્યનો પડઘો છે. જીવનના સંઘર્ષમાં પ્રોત્સાહિત બનેલા અર્જુન જેવા બનવાની વાત છે.

कर्मण्येवाधिकारस्ते मा फलेषु कदाचन।

मा कर्मफलहेतुर्भूर्मा ते संगोऽस्त्वकर्मणि॥

માશાલ્લાહ

View original post

( 652 ) અનાથનું એનિમેશન….સત્ય કથા પર આધારિત વાર્તા …. શ્રી સુરેશ જાની

એક અનાથ બાળક ક્યાં હતો અને ક્યાં પહોંચી ગયો? 

 મારા સહૃદયી મિત્ર, શ્રી સુરેશ જાનીએ એમના આગવા અંદાજમાં લખેલી , રસ્તા પરથી રઝળતા મળી આવેલા એક તાજા જન્મેલા, અનાથ બાળકના જીવનની મર્મભેદક, પ્રેરક જીવનકથા (સત્યકથા આધારિત), જાણીતા બ્લોગ અક્ષરનાદમાં બે ભાગમાં  પ્રગટ થઇ હતી એ મને ખુબ ગમી .

શ્રી સુરેશ જાની અને શ્રી જીગ્નેશ અધ્વર્યુના આભાર સાથે  આ હૃદય સ્પર્શી વાર્તા ને વિ.વિ.ના વાચકોના આસ્વાદ માટે આજની પોસ્ટમાં રીબ્લોગ કરતાં આનંદ થાય છે.

વિનોદ પટેલ

 

અનાથનું એનિમેશન- ભાગ – ૧

આ ચિત્ર પર ક્લિક કરો અને ત્યાં પહોંચી જાઓ.

વાર્તા વાંચવા માટે આ ચિત્ર પર ક્લિક કરો અને અક્ષરનાદ પર પહોંચી જાઓ.

અનાથનું એનિમેશન- ભાગ – ૨ 

આ ચિત્ર પર ક્લિક કરો અને ત્યાં પહોંચી જાઓ.

વાર્તા વાંચવા માટે આ ચિત્ર પર ક્લિક કરો અને અક્ષરનાદ પર પહોંચી જાઓ.

 

( 602 ) ઉંચકી સુગંધ એક ઊભું ગુલાબ- ગઝલાવલોકન, ૬ ……..સુરેશ જાની

શ્રી ભાગ્યેશ જહા

શ્રી ભાગ્યેશ જહા

“ભાગ્યેશ જહા ગુજરાત સરકારમાં સેક્રેટરી ના ઉચ્ચ પદે વિરાજવા છતાં અંતરથી કવિ છે. સરકારી વાતાવરણના રણમાં ખીલેલા ગુલાબ જેવા આ સંવેદનશીલ હૃદયની, કાંટા વચ્ચે ઝુરાતી વેદનાનું ગીત જ્યારે સોલી કાપડીયાના સુરીલા અવાજમાં સાંભળવાનું થાય છે ત્યારે એકલતા ની લાગણી ચિત્તને ઘેરી વળે છે.

મૂષક દોડમાં વ્યસ્ત આપણા જીવનમાં, જેને જોયા પણ ન હોય, કે જેમની છબી પણ ન નિહાળી હોય તેવા  સમસંવેદનશીલ મિત્રો હજારો માઇલ દૂર હોવા છતાં જ્યારે ‘નેટ’ ઉપર મળી જાય છે, ત્યારે આ ગીતની મીઠાશ અને તેમાંથી ટપકતી લાગણીની ભીનાશ આપણી આંખના  ખૂણાને ભીના કરી નાંખે છે.-સૌજન્ય -લયસ્તરો “ 

===============================

 

ઉંચકી સુગંધ એક ઊભું ગુલાબ
એની વેદનાની વાતોનું શું?
કાંટાંથી છોલાતી લાગણી ને સપનાંઓ
ઉંઘ છતાં જાગવાનું શું?

સુવાસે પડઘાતું આખું આકાશ
છતાં ખાલીપો ખખડે ચોપાસ.
ઉપવનના વાયરાની  લે છે કોઇ નોંધ?
કોણ વિણે છે એકલી સુવાસ?
વાયરો કહે તેમ ઉડવાનું આમ તેમ
વાયરાનું ઠેકાણું શું?

ભાગ્યેશ જહા

[ આખી રચના અહીં વાંચો.]

      ગુજરાત રાજ્યની નોકરશાહીના જંગલમાં, અત્યંત ઉચ્ચ સ્થાને હોવા છતાં, મુરઝાતા કવિ ભાગ્યેશ જહાની આ રચના ઘણા બધા સંવેદનશીલ લોકોની અંતર વેદનાને વ્યક્ત કરે છે.સમાજના સંસ્કૃત જંગલ જેવા ઉપવનમાં એકલા ઝૂરતા, સુવાસ પથરાવવા મથતા ફૂલ જેવા સંવેદનશીલ જણનું આ ગીત મારું બહુ માનીતું ગીત છે. ચારે પાસ ખખડતા ખાલીપામાં કવિની ચીસ આપણને સમજતાં સહેજ પણ તકલીફ પડે તેમ નથી.

       જ્યાં સુધી એક ફૂલ કે એ ફૂલ જેવું સંવેદનશીલ હોવાપણું આસપાસ જ નજર ખેંચતું રહે; ત્યાં સુધી આવા જ એકલતાના, હતાશાના ખયાલો જમાનાના વાયરાની સાથે સાથે અફળાતા રહે; ફંગોળાતા રહે. એમ જ બનતું રહેતું હોય છે ને? – આખુંય આયખું વીતી જાય ત્યાં લગણ.

      આમ બને એ બહુ સ્વાભાવિક તો છે જ. પણ એનો ઉકેલ પણ કદાચ છે જ.

     જેમ જેમ નજર બહાર નહી; પણ અંદરની તરફ પહોંચવા લાગે; તેમ તેમ આખી વ્યવસ્થા તરફ દ્રષ્ટાભાવ કેળવાવા લાગે. નાટકના એક પાત્ર મટીને એક દર્શક બની નાટકની મજા માણવાની શક્તિ કેળવાવા લાગે. એમ બને કે, એ નાટકના આપણે એક કલાકાર માત્ર જ છીએ; એમ સમજ આવતી જાય.

    અને પછી ?

જમાનાના વાયરા સાથે
ઝૂલતા રહેવાની,
ફંગોળાઈ જવાની
પણ મજા આપણે માણવા લાગી જઈએ.
એમ ન બને વારૂ?

( 598 ) મજા જે હોય છે ચુપમાં – ગઝલાવલોકન – ૫

સહૃદયી મિત્ર શ્રી સુરેશભાઈ જાનીએ  છેલ્લા સાત આઠ વરસથી  બ્લોગ જગતમાં એમના લેખો/ કવિતાઓ લખી/ વાંચી; કોમેન્ટો મેળવી/ આપી ગુજરાતી બ્લોગ જગતમાં સારું નામ કમાયા છે .હવે આવું  એમના બ્લોગોનું એમને મતે “વળગણ ” ઓછું કરી, પ્રતિદિન આંતર યાત્રી થતા જાય છે.

આમ હોવા છતાં મારી વિનંતીને માન આપી વિનોદ વિહાર માટે એમણે યથાવકાશે ગઝલાવલોકનો લખવાનું સ્વીકાર્યું છે એ બદલ હું એમનો અત્યંત આભારી છું.

 આજની પોસ્ટમાં પ્રસ્તુત ગઝલાવલોકન – ૫ માં સુરેશભાઈ જાણે કે એમની જ, ચુપ રહેવાની-આર્ટ ઓફ સાયલન્સ! ની વાત કરતી “આસીમ” રાંદેરીની ગઝલ લઈને હાજર થયા છે .

પ્રશંસામાં નથી હોતી કે નિંદામાં નથી હોતી.
મઝા જે હોય છે ચુપમાં, તે ચર્ચામાં નથી હોતી.

જાણીતા ગઝલકારની આ સુંદર ગઝલને મનહર  ઉધાસના સુરીલા કંઠે ગવાતાં સૂર  શબ્દો અને સંગીત ના માફકસરના મેળવણથી ગઝલ ખુબ દીપી ઉઠી છે .તમને એ માણવી જરૂર ગમશે .તમને ગઝલ કેવી લાગી એ પણ જણાવશો.

વિનોદ પટેલ

=========================

પ્રશંસામાં નથી હોતી કે નિંદામાં નથી હોતી.
મઝા જે હોય છે ચુપમાં, તે ચર્ચામાં નથી હોતી.

અનુભવ એ પણ ‘આસીમ’ મેં કરી જોયો છે જીવનમાં,
જે ઊર્મિ હોય છે તાપીમાં, ગંગામાં નથી હોતી.

– ‘આસીમ’ રાંદેરી

અહીં એ ગઝલ આખી વાંચો.(શ્રી. મનહર ઉધાસે નહીં ગાયેલ શેર પણ માણો.)

     સાત આઠ વરસ બ્લોગ જગતમાં લેખો/ કવિતાઓ લખી/ વાંચી; કોમેન્ટો મેળવી/ આપી … હવે ચુપ રહેવાનો મહિમા; આર્ટ ઓફ સાયલન્સ!

      અંતરયાત્રાનું એક પ્રદાન – ભાવજગતની અભિવ્યક્તિ નહીં; આખુંને આખું એ જગત જ, રોમે રોમમાં રમમાણ. જેમ જેમ એમાં ડુબકી વધારે ને વધારે સમય રહેતી થાય; તેમ તેમ ઝાંઝવાના જળ જેવા ‘ગંગાજળ’ માટે કોઈ વલોપાત નહીં. અંદર રહેલા, પોતીકા, તાપીના શીતળ જળનો આકંઠ આસ્વાદ.

( 593 ) બસ એટલી સમજ; ગઝલાવલોકન -૪ —- સુરેશ જાની

સુરેશ જાની

સુરેશ જાની

વી.વી.ની ગઝલાવલોકન શ્રેણીમાં ,પાળિયાને બેઠા કરી દે એવી ગઝલોના રચયિતા “મરીઝ “સાહેબની એક જાણીતી ગઝલ “બસ એટલી સમજ મને પરવરદિગાર દે,”ને શ્રી સુરેશ જાનીએ ગઝલાવલોકન -૪  માટે પસંદ કરીછે.

શ્રી સુરેશ જાનીએ આ ગઝલનો એમની આગવી સ્ટાઈલમાં આજની પોસ્ટમાં આસ્વાદ કરાવ્યો છે.એમના આભાર સાથે આ ગઝલને જાણીતા ગાયક મનહર ઉધ્ધાસ અને અન્ય ગાયકોના કંઠે સંગીતના સુરો સાથે માણો.

વિનોદ પટેલ 

=========================

બસ એટલી સમજ મને પરવરદિગાર દે,
સુખ જ્યારે જ્યાં મળે, ત્યાં બધાના વિચાર દે.

પીઠામાં મારું માન સતત હાજરીથી છે
મસ્જિદમાં રોજ જાઉં તો કોણ આવકાર દે !

દુનિયામા કંઇકનો હું કરજદાર છું ‘મરીઝ’,
ચૂકવું બધાનું દેણ જો અલ્લાહ ઉધાર દે.

આખી ગઝલ અહીં વાંચો અને સાંભળો

    અહીં આપણે આ ગઝલનું રસદર્શન કરવું નથી; એ જરૂરી પણ નથી. એક પણ શેર સમજાવવો પડે તેવો નથી. ‘મરીજ઼’ની આ જ તો ખુબી છે – સીધા દિલમાં ઉતરી જાય તેવા શબ્દો.

    પણ આખી ગઝલમાંથી નમ્રતા અને કૃતજ્ઞતા શબ્દે શબ્દે છલકાય છે. આપણા મોટા ભાગનાં દર્દોની દવા આ જ તો છે. બસ! આટલી જ સમજની જરૂર છે ને?

     દુઃખમાં તો સૌ ઈશ્વર, અલ્લા, જિસસને યાદ કરે; પણ સુખમાં આપણે કોઈને યાદ કરીએ છીએ ખરા? બસ એ મજાઓ માણીને બેસી જ પડ્યા. મરીઝ એટલી સમજ માંગે છે કે, આવી ચંદ ક્ષણોમાં પણ બીજાને યાદ કરીએ.

     પીઠામાં જ આપણું માન હોય છે! – બધા ભાન ભુલેલા, બેહોશ, બકવાસ કરતા, લથડતા, આથડતા, માનના ભુખ્યાઓનો સમૂહ.આપણે માનના કેટલા બધા ભુખ્યા હોઈએ છીએ?  જ્યાં પરમ તત્વની વાત હોય ત્યાં આપણા જેવા ભાન ભુલેલાનું શું સ્થાન?

   મત્લાના શેરમાં ઋણસ્વીકાર છે; પણ એ ઉપકારોનો  બદલો આપવા માટે આપણી પાસે શું છે? કશુંય આપણું પોતાનું, આગવું છે ખરું? એ પણ અલ્લા ઉધાર આપે તો જ બદલો વાળી શકીએ.

    આઝાદ બનવા માટેની પ્રારંભિક પૂર્વશરતો.

હું કાંઈ નથી.
મારી પાસે કશું નથી.
મારે કશું જોઈતું નથી.

બસ! આટલી જ સમજ
આપણા રોમે રોમમાં;
આપણા જિન્સમાં
આવી જાય તો?