અત્યારે દેશમાં ચાલી રહેલ ચૂંટણીની ભારે રાજકીય હલચલના માહોલ વચ્ચે સુપર રાજકીય હીરો લોક પ્રિય વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને સીને જગતના હીરો અક્ષય કુમાર વચ્ચેનો ૬૮ મીનીટના ઈન્ટરવ્યુંનો વિડીયો દ્રશ્ય-શ્રાવ્ય મીડિયા માધ્યમોમાં વાઈરલ થઇ ગયો છે.
આ ઈન્ટરવ્યું ની ઉડીને આંખે વળગે એવી ખાસિયત એ છે કે એમાં કોઈ રાજકારણ ની વાત કરવામાં આવી નથી પણ મોદીજી એ એમના અંગત જીવનની ઘણી પેટ છૂટી વાતો કરી છે એ જાણવા જેવી અને પ્રેરક છે.
મારા અમદાવાદી મિત્ર અને હાલ કેરો,ઈજીપ્ત નિવાસી શ્રી મુર્તઝા પટેલ એ એમના બ્લોગ ”નાઇલને કિનારેથી ”માં આ ઈન્ટરવ્યુંના અગત્યના અંશો વિષે એમના આગવા અંદાજમાં જે સુંદર નિરૂપણ કર્યું છે એ મને ગમી ગયું.
વિનોદ વિહારના વાચકો માટે મુર્તઝાભાઈ ના આભાર સાથે એને રી-બ્લોગ કરું છું.
“તમને અલાદ્દીનનો ચિરાગ મળી જાય અને જીન પ્રગટ થઇને તમને તમારી કોઈ ઈચ્છા પૂરી કરવાનું કહે તો તમે શું માંગો?“
“જો એ મને મળી જાય અને તેનામાં સાચા જ એવી કોઈ તાકાત હોય તો હું એને કહું કે “આખી દુનિયામાં રહેલા જેટલાં પણ સમાજશાસ્ત્રીઓ અને શિક્ષણ ક્ષેત્રમાં રહેલી દરેક વ્યક્તિના મગજમાં એમ ભરી દે કે ભાવિ પેઢીને અલાદ્દીન અને ચિરાગની વાર્તા સંભળાવવાનું બંધ કરે.”
—
ચૂંટણીના માહોલની વચ્ચે (અમેરિકાના બધાં ‘જીનો’, મિડલ-ઇસ્ટના બધાં ‘અલાદ્દીનો’ અને એશિયાના બધાં ‘ચિરાગો’ને પંચ મારતો) એક અલગ અંદાઝ અને અદામાં પૅડમેન અભિનેતાએ સુપરમેન નેતાસાહેબનો ‘મેંગો પીપલ’ યુકત ઇન્ટરવ્યૂ લઇ જ લીધો.
તેમની કિશોરાવસ્થાથી લઇ અત્યારની ૬૮ વર્ષીય પછી આવનાર નિવૃત્તિની રસીલી અને મજેદાર સફરની ફેક્ટ વાતો અને ટિપ્સ જાણવા-માણવા આ ૬૮ મિનિટ્સની વિડીયો યુટ્યુબ પર ટાઈમ કાઢીને ખરેખર જોવા જેવી રહી. બેશક! બૉડી લેન્ગવેજ પરથી બંનેવ ધૂરંધરો વડીયેવડીયા દેખાય છે.
જે ચોકીદાર કરોડો લોકો માટે માત્ર ‘હાડા તૈણ કલ્લાક’ની…
આજની પોસ્ટના લેખના લેખક શ્રી શરદ શાહ આધ્યાત્મ માર્ગના પ્રવાસી છે.એમની નિવૃત્તિ પછીનું શેષ જીવન તેઓ એમના ગુરુ,ઓશોના શિષ્ય સ્વામીશ્રી બ્રહ્મવેદાંતજીના મા ધોપુર(ઘેડ)માં આવેલ આશ્રમમાં મોટો સમય રહી સાધનામાં વિતાવે છે.૧૯૮૬માં સ્વામી બ્રહ્મવેદાંતના પરિચયમાં તેઓ આવ્યા હતા ત્યારથી તેઓ એમના આશ્રમમાં જતા આવતા રહે છે.
તેઓ કોઈ કોઈ વાર એમના આધ્યાત્મિક વિષય ઉપરના લેખો મિત્રોમાં ઈ-મેલના માધ્યમથી મોકલતા હોય છે.એમના ફેસબુક પેજ પર પણ તેઓ લખતા હોય છે.
ગુજરાતી પ્રતિભા પરિચય ના સૌજન્યથી શ્રી શરદભાઈ શાહ નો પરિચય
ઈસ્લામમાં માનનારા લોકો માટે હઝ પર જવું સૌથી મોટી ખુશીની વાત હોય છે. દરેક મુસલમાન જીવનમાં એક વખત હજ જરૂર જવા ઈચ્છતો જ હોય છે.
શ્રી શરદભાઈએ વિનોદ વિહાર માટે મોકલેલ મુસ્લિમ સમાજ વિશેનો એમનો અભ્યાસ પૂર્ણ લેખ “હજર અલ અસ્વાદ” કાબાનો પત્થર એક રહસ્ય .” આજની પોસ્ટમાં એમના અભાર સાથે પ્રસ્તુત કરેલ છે. આશા છે આપને એ ગમશે.
વિનોદ પટેલ
“હજર અલ અસ્વાદ”, કાબાનો પત્થર , એક રહસ્ય….. શરદ શાહ
મક્કા સ્થિત કાબાનો પત્થર દુનિયા ભરના મુસ્લીમો માટે આસ્થાનો વિષય છે અને દર વરસે કરોડો મુસ્લિમ બિરાદરો ત્યાં હજ પઢવા ભેગા થાય છે. મુસલમાનોનું આ એક સૌથી મોટું તિર્થ સ્થળ છે અને દરેક ઈસ્લામમાં શ્રધ્ધા રાખનારના જીવનની ખ્વાહીશ હોય છે કે તેના જીવન દરમ્યાન તે કમસે કમ એકવાર તો હજની યાત્રા કરે જ.
હજની આ યાત્રા માટેના કેટલાંક નિયમો પણ ઈસ્લામ ધર્મમાં બતાવેલ છે. જેમાનો એક નિયમ છે કે સ્વઉપાર્જીત ધનનો જ ખર્ચ કરીને અને તમામ દેવાઓમાંથી મુક્ત થઈને જ હજની યાત્રા કરી શકાય. ભારતમાં હજ યાત્રા માટે ભારત સરકાર તરફથી સબસીડીની રકમ આપવામાં આવતી તે કેટલાંક હિન્દુ સંગઠનોને ખુંચતું તો બીજી બાજુ કેટલાંક મુસ્લીમ લોકોને પણ આ સબસિડીની ખેરાતની રકમ મેળવી હજ યાત્રા કરવી તે ઈસ્લામના નિયમોનુ ઊલંઘન લાગતું અને તેમને આવી યાત્રા કબુલ ન હતી. આખરે આ સબસીડી હટાવવામા આવી. ખેર! આ બધી રાજકીય રમતોમાં પડવા નથી માંગતો પણ અહીં આ લેખ દ્વારા મારી નાની બુધ્ધિમાં જેટલું સમજી શકાય છે તે સમજવાનો પ્રયાસ માત્ર છે. અહીં કોઈ ધર્મ વિશેષની લાગણી દુભવવાનો કોઈ આશય નથી તેમ છતાં કોઈને દુખ પહોંચે તો પહેલેથી ક્ષમા માંગી લઊં છું.
કાબાના આ પત્થર માટે અનેક પ્રકારના મત મતાંતરો, ઈતિહાસ અને કીમવદન્તિઓ છે. વૈજ્ઞાનિકો અને રસાયણ શાસ્ત્રીઓની દૃષ્ટિ પદાર્થથી ઉપ્પર નથી જતી અને તેઓની નજરે તો આ એક અકીક કે ગ્રેનાઈટ જેવો પત્થર કે કાચનો ટુકડો માત્ર છે. કેટલાંક તે ઉલ્કા હોવાનો દાવો કરે છે.
મુસલમાનો માટે આ પત્થર એક આસ્થાનો વિષય છે અને તેનુ મુખ્ય કારણ છે કે તેનુ આ સ્થળે સ્થાપન મહમ્મદ સાહેબે ખુદ કરેલ છે. તેમના એનલાઈટનમેન્ટના પાંચ વર્ષ પૂર્વે ઈસ્લામિક માન્યતા પ્રમાણે આ પત્થર આકાશમાંથી (સ્વર્ગમાંથી) આદમ દ્વારા પૃથ્વી પર મોકલવામાં આવેલ અને હાલની જગ્યાએથી લગભગ ૧૧૦૦ કિલોમીટર દુરના સ્થળેથી તે ટુકડાઓના રુપે આજથી ૬૦૦૦વર્ષ પહેલા મળી આવેલ. આજે પણ આ પત્થર સાત જેટલાં ટુકડાઓમાં છે અને જેને ચાંદીની ખિલીઓ, ખાસ પ્રકારના સિમેન્ટથી જોડી અને ચાંદીની ફ્રેઈમમાં મઢવામાં આવ્યો છે.
રંગે ડાર્ક બ્રાઊન કે કાળો દેખાતો આ પત્થર એક મજબુત દિવાલમાં સુરક્ષા વચ્ચે રાખવામાં આવે છે. હજના યાત્રાળુઓ આ પત્થરની ચારે તરફ સાતવાર એન્ટી ક્લોક વાઈસ પ્રદક્ષિણા કરે છે અને તે પણ સફેદ કાપડને શરીર પર લપેટીને. આટલું બેક ગ્રાઊન્ડ આપવાનુ કારણ એ જ છે કે આ વિષયને આધ્યાત્મિક દૃષ્ટિએ મુલવી શકાય અને હિન્દુ પરંપરામાં આ જ વાતને કેવી રીતે ધાર્મિક વિધીમાં વણેલી છે.
હિન્દુ ધર્મ ઈસ્લામ પૂર્વે લગભગ ૩૫૦૦ કે તેથી પણ વધુ પુરાણો છે અને ઈસ્લામની હાલની પરંપરા કદાચ હિન્દુ ધર્મમાંથી ઉતરી આવી હોય તેવી સંભાવના છે.હિન્દુ, મુસલમાન, ઈસાઈ કે અન્ય ધર્મોમાં અલગ અલગ તિર્થ સ્થાનો છે અને આ તિર્થ સ્થાનો પર એક ખાસ સમયે યાત્રાનુ આયોજન કરવામાં આવે છે. આ તિર્થ સ્થાનો એવા સ્થાનો છે જ્યાં ભુતકાળમાં થઈ ગયેલ અનેક બુધ્ધ પુરુષોની મૃત્યુ પર્યંત પણ સુક્ષ્મ સ્વરુપે હાજરી હોય છે.આવા સ્થળોએ આસ્થા ધરાવનાર લોકો જ્યારે એક સમુહમાં ભેગા થાય છે ત્યારે તેમની ઈન્ડીવ્યુજીયાલિટી સમાપ્ત થઈ જાય છે અને એક કલેક્ટિવિટી ઊભી થાય છે. ગરીબ, તવંગર, ઊંચ, નીચના ભેદ દુર થાય છે અને એક એનર્જીનુ ફીલ્ડ ઉભુ થાય છે.
આસ્થા એક મહત્વનુ પરિબળ છે. અને જે તે ધર્મના બુધ્ધ પુરુષોની હાજરી આ એનર્જીને વિકસિત થવામાં શુક્ષ્મરુપે મદદગાર બને છે જેથી પરમશક્તિ (ઈશ્વર કે અલ્લાહ કે ગોડ)સાથે અનુસંધાનમાં મદદ મળે છે. બીજું પાસુ છે પત્થર. વિજ્ઞાન કહે છે કે દરેક ઓબ્જેક્ટનુ એક રાસાયણિક બંધારણ અને એક વિદ્યુત મંડળ હોય છે. હવે કયા પત્થરનુ વિદ્યુત મંડળ પરમશક્તિ સાથેના અનુસંધનમાં મદદગાર છે તે વિજ્ઞાનનો વિષય નથી પરંતુ તે ધર્મનો વિષય છે અને બુધ્ધપુરુષો જેઓએ સ્વયં અંતરયાત્રા કરી બુધ્ધત્વ પામેલા છે તે આવા પત્થરના વિદ્યુતને ઓળખી શકે છે જે પરમશક્તિ સાથે અનુસંધાનમાં મદદરુપ બને કે કેટલીસ્ટ બને.
હિન્દુઓ આવા પત્થરને ઘડી મુર્તિઓ કે શિવલીંગ બનાવતા અને ઈસ્લામમાં મહમ્મદ સાહેબે આવા પત્થરને ઓળખીને તેનુ મક્કામાં સ્થાપન કરાવ્યું જે સામુહિક રીતે અલ્લાહ સાથેના અનુસંધાનમાં ઈસ્લામમાં આસ્થા રાખનારને સહાયક બની શકે. હિન્દુઓમાં જે બાર જ્યોતિર્લીંગ છે તે કોઈ સામાન્ય પત્થરમાંથી નિર્માણ નથી થયેલાં પણ ખાસ પ્રકારના પત્થર છે જે ઈશ્વર સાથેના અનુસંધાનમાં સહાયક બની શકે.
આ પથ્થરની આસપાસ આસ્થા પૂર્વક સાત ફેરા પ્રદક્ષિણાનો રિવાજ હિન્દુઓમાં છે તેમ મુસલમાનો પણ કાબાના પત્થરની પ્રદક્ષિણાનો રિવાજ છે. અને બન્ને ધર્મમાં સાત ફેરા ફરવાનો રિવાજ છે. હિન્દુ શાસ્ત્રો આપણી ભિતર આવેલ સાત ચક્રો અને કુંડલીની જાગૃતિની વાત કરે છે તેના અનુસંધાને જ સાત ફેરા પ્રદક્ષિણાનો રિવાજ સ્થાપિત થયેલ છે. જો સંપૂર્ણ આસ્થા અને પરમશક્તિ (ઈશ્વર કે અલ્લાહ) સાથે અનુસંધાનની ભિતર પ્યાસ હોય તો એક એક ફેરાએ એક એક ચક્રો ખુલતા જાય અને ભિતરની પ્રાણ ઉર્જાનુ ઉદ્વગમન થાય અને પરમ શક્તિ સાથે અનુસંધાન શક્ય બને.
બીજી મહત્વની વાત છે કે હિન્દુઓમાં શિવલીંગ પૂજા અને પ્રદક્ષિણા દરમ્યાન એક જ ધોતી જેવું વસ્ત્ર ધારણ કરવામાં આવે છે જેન કારણે ભિતર જ્યારે પ્રાણ ઉર્જાનુ ઉદ્વગમન થાય ત્યારે શરીરના કોઈ અંગો પર વસ્ત્રોને કારણે દબાણ ઉભું ન થવું જોઈએ.
જો આવું દબાણ ઉભું થાય તો ઉર્જાને ઉદ્વગમનમાં અવરોધક બને છે. એજ સિધ્ધાંત પર મુસલમાનો પણ જ્યારે કાબાના પત્થરની પ્રદક્ષિણા કરે ત્યારે એક જ સફેદ ચાદર ધારણ કરે છે.આ તિર્થ સ્થાનોનું મહત્વ તેના કારણે છે કે જે તે સ્થળ એક ખાસ જગ્યાએ આવેલ છે અને એક ખાસ પ્લેનેટરી સિચ્યુએશન વખતે જે તે સ્થળે ઉર્જાનો એક પ્રવાહ ત્યાં વહે છે. જે યાત્રાળુઓને પરમશક્તિ સાથે અનુસંધનામાં સહાયક બને છે. કોઈપણ આવા તિર્થ સ્થાન પર જઈ પરમાત્મા સાથે અનુસંધાન ન કરી શકો તો યાત્રાનો ફેરો ફોગટ સમજવો.
જિંદગીની ક્રિકેટ મેચમાં ૯૬ વર્ષની શાનદાર પાળી રમીને જાન્યુઆરી ૨૦૧૭ માં વિદાય થયેલા અને મિત્રોમાં આતાજીથી જાણીતા (મૂળ નામ-હિમતલાલ જોશી ) ની અમેરિકાના ઇન્કમટેક્ષ ડે ,૧૫ મી એપ્રિલના દિવસે ૯૮ મી વર્ષ ગાંઠ હતી.
આ દિવસે ગુજરાતી નેટ જગતના એમના અનેક મિત્રોએ આતાજીને ઈ-મેલમાં એમને યાદ કરીને એમના પ્રત્યેનો પ્રેમ પ્રદર્શિત કરી એમને મરણોત્તર ભાવાંજલિ આપી છે. આ બધા ઈ-મેલ આતાજીના બ્લોગ ”આતાવાણી” માં એમના ત્રીજા દીકરા જેવા સુરેશ જાની ( સુજા) એ સંપાદિત કરીને મૃતપ્રાય બ્લોગને સજીવન કરવા બદલ એમને ધન્યવાદ ઘટે છે.
આતાવાણી એટલે આતાના આત્માની વાણી . આ બ્લોગમાં એમના લખેલા બધા લેખોમાં આતાનો પરિચય મળે છે.બ્લોગના મથાળેના એક પેજ ”અતાઈ કથા ” જરૂર વાંચો જેમાં એમના શબ્દોમાં એમનો રસસ્પદ પરિચય છે.
આતાજીની ચાર પેઢી, એક સાથે – એક યાદગાર તસ્વીર
આતાજીના ૯૬ મા જન્મ દિવસે આતાજીએ એમના બ્લોગ ”આતાવાણી” માં મુકેલ પોસ્ટ ”મારો બર્થ ડે ” ,પણ વાંચો,જેમાં આતાજીના ”એવર ગ્રીન સ્પીરીટ” નો તમને પરિચય મળશે.
મારા મિત્ર સ્વ. આતાજીના ૯૮ મા જન્મ દિવસે એમને મારી ભાવભરી સ્મરણાંજલિ .
૧૯૨૧ની સાલમાં જન્મેલા આતાની ‘જન્મતારીખ આજે છે.’ – એવો સંદેશ ગૂગલ મહારાજે ૧૫મી એપ્રિલે મોકલ્યો. એમની સાથેના સ્નેહ ભર્યા સંબંધની જૂની યાદો તાજી થઈ ગઈ – આતા યાદ આવી ગયા. એ બેભાનાવસ્થામાં જન્મદિનની વધામણી પાઠવતો ઈમેલ બનાવવા માઉસ પર આંગળી મૂકી, ન મૂકી અને તરત ભાન પાછું આવ્યું કે, સ્વર્ગમાં થોડો જ ઈમેલ પહોંચવાનો?
પછી આ અદકપાંસળી જીવને સૂઝ્યું કે, આમેય બધા ઈમેલો, ફોન સંદેશ, ફેબુ/ વોએ/ લિન્ક્ડ ઈન/ ઇન્સ્ટાગ્રામ/ ટ્વિટર ટ્રાફિક અને આતાના માનીતા બલોગડા આતાની હારે વાદળોમાં જ ને?! તો શીદને મિત્રોની સલાહ ના લઉં કે, આવું કાંઈ થાય?!
અને એક ઈમેલ એમના મિત્રોને ઠપકારી દીધો –
હરગમાં ઈમેલ જાય?!
અને બાપુ ! જો જામી છે રંગત….
મિત્રોના ઢગલે ઢગલા પ્રેમ પુષ્પો બે દિવસ ઠલવાતા જ રહ્યા…ઠલવાતા જ રહ્યા… એ સઘળાંનું સંકલન કરી, આતાને આ પ્રેમસભર શ્રદ્ધાંજલિ ફરી એક વખત….
આ લેખમાં ગુજરાતના જાણીતા ચિંતક,લેખક અને કેળવણીકાર પદ્મશ્રી ગુણવંત શાહ દેશમાં ગંદકી દુર કરવાની ખુબ જરૂરિયાતની વાત કરે છે અને આ વાતને આંદોલનની જેમ ઉપાડી લેવાની સલાહ આપે છે.
એમની દ્રષ્ટીએ ગંદકી એ એક રાષ્ટ્રીય રોગ છે.બાહ્ય રીતે જે ગંદકી દેખાય છે એ મનની ગંદકીની પેદાશ છે.પ્રથમ મનનો કચરો સાફ કરવો જોઈએ.જો તન સ્વચ્છ હશે પણ મન સ્વચ્છ નહી હોય તો એથી બહુ ફેર નહિ પડે.મનની સફાઈ કરવા બીજું કોઈ નહીં આવે. એ તો આપણી જાતે જ કરવી પડે.જ્યાં સ્વચ્છ તન,સ્વચ્છ મન ત્યાં જ છે પ્રભુનો વાસ.
વિનોદ પટેલ
આપણો રાષ્ટ્રીય રોગઃ ગંદકી … પદ્મશ્રી ગુણવંત શાહ
એક જમાનો હતો જ્યારે આપણી નિશાળોના ઇન્સ્પેકશન
માટે અંગ્રેજ અધિકારીઓ ગામડે જતા. એ ઇન્સ્પેકટરો નિશાળમાં પ્રવેશે કે સૌ પ્રથમ
સંડાસની મુલાકાતે જતા. એમ કરવામાં તર્ક એટલો જ કે જો નિશાળમાં સંડાસ સ્વચ્છ હોય તો
બાકીનો બધો વિસ્તાર સ્વચ્છ જ હોવાનો. આજે પણ છાતી ઠોકયા વગર એટલું જરૂર કહી શકાય
કે કોઈ પણ કોન્વેન્ટ સ્કૂલમાં સંડાસ સ્વચ્છ હોવાનાં જ.નિશાળના આચાર્યની સુરુચિ કઈ
કક્ષાની છે તે જાણવાની ચાવી નિશાળના સંડાસની હાલત કેવી છે તે જોવામાં રહેલી છે.
સમાજના છેક છેવાડેના માણસ પ્રત્યેની કરુણાથી
પ્રેરાઈને રસ્કિને એક શકવર્તી પુસ્તિકા લખીઃ અનટૂ ધિસ લાસ્ટ. ગાંધીજીને એ
પુસ્તિકામાંથી અંત્યોદય(સર્વોદય)ની પ્રેરણા મળેલી. સંડાસનું સ્થાન ઘરોમાં અને
જાહેર સંસ્થાઓમાં ‘અનટુ ધિસ લાસ્ટ‘ જેવું જ ગણાય. ડ્રોઈંગરૂમની સ્વચ્છતા
પરથી ઘરની ખરી સ્વચ્છતાઓ ખ્યાલ ન બાંધી શકાય. એ માટે તો બાથરૂમ ટોયલેટની બારીના
ત્રાંસા કાચના પટ્ટાઓ પર બાઝેલી ધૂળ જોવી પડે. ડ્રોઈંગરૂમમાં તો સ્વચ્છતાનો દંભ
ખાસ્સો રૂપાળો હોય છે. ફૂવડ ગૃહિણી પણ આગલો ઓરડો સાવ ગંદો નથી રાખતી.
Dr.Gunvant Shah
પરદેશોમાં વસેલા ભારતીય ભાઈબહેનો વતન પ્રત્યેના
ખેંચાણને કારણે બેપાંચ વર્ષે એકાદ વાર ભારત આવી પહોંચે ત્યારે દેશની સરેરાશ
અસ્વચ્છતા અને ગંદાં સંડાસ બાથરૂમોથી ત્રાસી ઊઠે છે. એમનાં સંતાનો માટે તો આપણને
સદી ગયેલી ગંદકી બિલકુલ અસહ્ય બની રહે છે. જાહેરમાં અટવાતી રાષ્ટ્રીય ગંદકીને
કારણે પર્યટકો દ્વારા પ્રાપ્ત થતું વિદેશી હૂંડિયામણ કેટલા ટકા ઘટી જાય તે અંગે
સંશોધન થવું જોઈએ.
જ્યાં આપણે નાક દબાવીને દુર્ગંધથી બચવાના
નિષ્ફળ ફાંફાં નથી મારતા,
ત્યાં પરદેશીઓ નાકે રૂમાલ દબાવી રાખે
ત્યારે એમની દયા ખાવામાં પણ થોડીક શરમ ભળેલી હોય છે.ગંદકી આપણો રાષ્ટ્રીય રોગ છે.
ઉભરાતી વસતી, ગરીબી અને લાપરવાહીને કારણે દેશમાં
ગંદકીને નિરાંત છે. ધીરે ધીરે ગંદકી પ્રત્યેની સૂગ ઘટતી જાય છે. ગંદકી સ્વીકાર્ય
બની જાય ત્યારે એને દૂર કરવાની ઇચ્છાશકિત જ મરી પરવારે છે.
લોકો ખૂબ ખાય છે. દેશમાં ભૂખમરો અને અપચો કાયમ
હસ્તધૂનન કરતા જ રહે છે. સુખની પીડા બદહજમી દ્વારા પ્રગટ થતી હોય છે. કલાકો સુધી
ખુરશીમાં પોટલું થઈને બેસી રહેનાર પ્રત્યેક કર્મચારી અને ચાલવાની ખો ભૂલી ગયેલી
પ્રત્યેક સુખી ગૃહિણી કેલરીના વિપ્લવથી પીડાય છે. કેલેરીનો વિપ્લવ એટલે પેટની ગરબડ
અને અતિ આહાર વચ્ચે થતા લફરાને કારણે જન્મેલા વાયુનો પ્રકોપ.
કોઈપણ જાતના પૂર્વગ્રહ વિના માત્ર ખરબચડા
અવલોકનને આધારે કહી શકાય કે સરેરાશ હિંદુ જરૂર કરતાં બમણી કેલરી પેટમાં પધરાવે છે.
સરેરાશ મુસલમાન જરૂર કરતાં ત્રણ ગણી, સરેરાશ પંજાબી જરૂર કરતાં ચાર ગણી અને સરેરાશ અશ્વેત અમેરિકન પાંચ
ગણી કેલરી પેટમાં પધરાવે છે.
દુનિયામાં પ્રવર્તતા ભૂખમરાનું ખરું કારણ અન્નનો
અભાવ નથી, પરંતુ લોકો પચાવી શકે તેના કરતાં વધારે
ઝાપટે તે છે. ઘણા ખરા લોકોને શું ખાવું, કેટલું ખાવું,
કયારે ખાવું અને કેટલી વાર ખાવું તેનું
ભાન જ નથી હોતું. ચીની કહેવત પ્રમાણે તેઓ દાંત વડે પોતાની કબર ખોદતા રહે છે.
ગાંધીજી કહે છેઃ ‘જેવો આહાર તેવો આદમી’. પોતાના આહાર અંગે જરા જેટલી પણ સમજણ ન
ધરાવતા ડૉકટરો તમે નથી જોયા? તેઓ
દર્દીને કેવળ દવાઓ આપી શકે,
આરોગ્ય માટેનાં સલાહસૂચનો આપવાનું
તેમને ન પાલવે. અંધશ્રદ્ધાળુ પ્રજાનો લાભ કેવળ મહંત મુલ્લાઓ જ નથી ઉઠાવતા, એમના પછી ક્રમશઃ ડૉકટરોનો, વકીલોનો, શિક્ષકોનો અને સેવકોનો નંબર લાગે છે. ભારત દેશના સામાન્ય નાગરિકનો
જન્મ જ અસામાન્ય ગણી શકાય તેવી છેતરપિંડીનો શિકાર બનવા માટે થયેલો જણાય છે.
મનની ગંદકીનું શું? રામકૃષ્ણ, મહાવીર અને બુદ્ધના આ દેશમાં
મેલા મનના અને બનાવટી વાણીના માલિકોની વસતીનું પ્રમાણ વિકરાળ છે. નિખાલસતા દોહ્યલી
બની જાય તેવી દંભી આબોહવામાં લોકો ચાવવાના અને બતાવવાના દાંત વચ્ચેના તફાવત માટે
અમથા હાથીને લાવે છે. આપણા સમાજમાં શરાબ ઢીંચનારો પ્રધાન દારૂબંધી પર પ્રવચન કરે
તો તેને કોઈ ન પડકારે. એ જ રીતે અંદરથી રંગીન એવો વાસનાયુકત ધર્મોપદેશક પણ
બ્રહ્મચર્યની બડી બડી વાતો કરી શકે છે.
નિખાલસતાને જ્યાં સાહસનો દરજ્જો પ્રાપ્ત થાય
ત્યાં દંભ રૂપાળો બની રહે છે.કેટલાય સેવકોને અંદરથી ખતમ કરવા માટે એક મહાન શબ્દ
જવાબદાર છેઃ ‘બ્રહ્મચર્ય’. આ એક જ શબ્દના ખાનગી અત્યાચારોનો કોઈ
પાર નથી. કેટલાય આશ્રમોમાં આ એક શબ્દે પ્રચ્છન્ન આતંક મચાવ્યો છે. આપણે ત્યાં
અપરિણીત વ્યકિતને ‘બ્રહ્મચારી’ કહેવાનો કુરિવાજ છે. કો’ક અટલ બિહારી વાજપેયી જ જાહેરમાં કહી
શકે છેઃ ‘મૈં અપરિણીત હૂં, મગર બ્રહ્મચારી નહીં હૂં’. હજી સુધી કોઈ સેવક કે સાધુએ આવી હિંમત
બતાવી નથી. જરા જુદા સંદર્ભે આવી હિંમત બતાવનાર એક મહાન સેવક થઈ ગયા અને તે હતા
ઠક્કરબાપા.
નિખાલસતાની વાત કરતી વખતે બે મહાનુભાવોનું
સ્મરણ પજવે તેવું છેઃ સરદાર ખુશવંત સિંહ અને અમૃતા પ્રીતમ. બંનેમાંથી કોઈ વ્યકિત
મહાત્મા નથી. એ બંને જણ સતવાદીનાં પૂંછડાં નથી. તેઓ જે કંઈ લખે તેમાં નિખાલસતાનો
રણકો હોય છે. એ રણકો ગાંધીના કુળનો છે, પરંતુ ગાંધીની કક્ષાનો નથી. ખુશવંત કે અમૃતા કોઈ વાત કરે કે લખે તો
ભાવકો એક વાતની ખાતરી રાખી શકે કે તેઓ કદી પોતે છે તેના કરતાં વધારે સારાં
દેખાવાની કોશિશ નહીં કરે. તેઓ જેવાં છે, તેવાં વાચકો સમક્ષ પ્રગટ થઈ શકે છે. ઘણાખરા સાધુઓ અને સેવકોને નિખાલસ
બનવાનો વૈભવ પોસાય તેમ નથી.
કોઈ ગણિકા નિખાલસ બની શકે છે, પરંતુ કોઈ દંભી સાધુ કે સેવક એવું
પરાક્રમ નહીં કરી શકે. આપણે ત્યાં ‘ન પકડાઈ ગયેલા’ ઉપદેશકોની
સંખ્યા માનીએ તેટલી ઓછી નથી. જેઓ અપ્રમાણિક છે, તેઓ કદાચ વધારે મોટા અવાજે પ્રામાણિકતા પર બોલતાલખતા રહે છે. માનવીય
નબળાઈઓ માટે સામાજિક કક્ષાએ પણ કોઈ પ્રકારના ઉત્સર્ગતંત્રની જરૂર રહે છે.
ટૉલ્સટૉય વેશ્યાગૃહોના હિમાયતી હતા. તનના
ઉત્સર્ગ માટે સંડાસ અનિવાર્ય છે. મનના ઉત્સર્ગ માટે નિદોર્ષ મનોરંજન પણ એટલું જ અનિવાર્ય
છે. કહે છે કે જો ફૂટબોલની રમત ન હોત તો અમેરિકામાં હિંસાના ગુના ઘણા વધી ગયા હોત.રમતમાં થતી હરીફાઈ, હારજીત અને પોતીકાપારકાની ચડસાચડસી
હજારો પ્રેક્ષકોના રાગદ્વેષનો, ક્રોધનો
અને લડવાની વૃત્તિનો ઉત્સર્ગ બહાર કાઢી નાખે છે. મનના કચરાના યોગ્ય નિકાલ માટેની
વ્યવસ્થા ન હોય તેવો સમાજ સડે છે. આંખે ન ચડે તે માટે સડી ગયેલા લાકડા પર લોકો
સનમાયકા ફોરમાઇકા ચોંટાડે છે. સરેરાશ નાગરિકના માનસિક આરોગ્ય માટે કોઈ જ આયોજન
થતું નથી. ઠેર ઠેર માનસિક રુગ્ણતાના ઉકરડા જોવા મળે છે. કયાંક સ્વસ્થ મનનો માણસ
જડી આવે તો તીર્થસ્થાન પામ્યાનો ભાવ જાગે છે. સમાજમાં માનવતીર્થો ટકી રહે તે ખૂબ
જરૂરી છે.
(અમદાવાદના ‘’ધરતી’’માસિક ના માર્ચ -૨૦૧૯ ના
અંકમાંથી સાભાર)
વિદેશોમાં ભારતની છાપ ગરીબી, ગોટાળા, ગીર્દી અને ગંદકીના દેશ તરીકેની જે છે એમાં સુધારો લાવવા હાલની મોદી સરકાર શક્ય એટલા બધા જ પ્રયત્નો કરી રહી છે. દેશમાંથી ગંદકી નાબુદી માટે અગાઉની સરકારોએ ખાસ બહુ કર્યું ન્હોતું એ કમનશીબ હકીકત છે.
આજથી પાંચ વર્ષ પહેલાં નવી મોદી સરકારે સત્તાનો
દોર સંભાળ્યો ત્યારે દેશમાં સ્વચ્છ ભારત અભિયાન શરુ કરતાં વડા પ્રધાન મોદીએ મહાત્મા ગાંધીની ૨૦૧૯માં આવતી ૧૫૦મી જન્મ જયંતી
સુધીમાં દેશને સ્વચ્છ બનાવવાની દેશવાસીઓને હાકલ કરી હતી.
દેશમાં સ્વચ્છતા સ્થાપવાનું કાર્ય એ મોદી
સરકારનું એક અગત્યનું અભિયાન બની ગયું છે એ એક સારી વાત છે.સરકારના પ્રયત્નોમાં
સહકાર આપવો એ દેશ અને વિદેશમાં વસતા સૌ ભારતીયોની ફરજ છે .
અગાઉ ‘વિનોદ વિહાર’ ની “સ્વચ્છ ભારત અભિયાન” વિશેની તારીખ ૧૧-૧૩-૨૦૧૩ ની પોસ્ટ નંબર (583 ) માં ઘણાં બધાં ચિત્રો અને વિડીયો સાથે આ વિષે વિગતે વાત કરી હતી.
દેશમાં ચાલતા સ્વચ્છ ભારતના અભિયાનમાં અમિતાભ બચ્ચન જેવી દેશની લોક પ્રિય હસ્તીઓએ જોડાઈને ભારતને સ્વચ્છ રાખવા માટેનો સુંદર પ્રચાર કરી સહકાર આપી રહ્યા છે.
આ વિશેના એક ગીતનો વિડીયો નીચે પ્રસ્તુત છે.
स्वच्छ भारत अभियान पर गीत ।अमिताभ बच्चन और अन्य..
દેશમાં આજે સ્વચ્છતા વિષેની જાગૃતિની જે
જ્યોત જાગી છે એને બુઝાવા નહિ દેવાનો આ
વિડિયોનો સંદેશ ઘેર ઘેર પહોંચી જાય અને સૌ સરકારને સાથ અને સહકાર આપવા કટિબદ્ધ બને
એવી આશા રાખીએ! યાદ રહે ..
પ્રેમનો રકાસ કેમ થયો અને કેમ વફાની આબરૂ ગઈ ? ‘મરીઝ’ ‘તબીબ’ કેવી રીતે થયા અને ઇલાજ કઇ રીતે પતી ગયો ? દર્દની શાન કઇ રીતે જતી રહી અને કઇ રીતે દવાની આબરૂ ગઇ ?
લોગ ઇન થયો રકાસ પ્રેમનો વફાની આબરૂ ગઈ. પીતા બધા થઈ ગયા, શૂરાની આબરૂ ગઈ. ‘મરીઝ’ બની ગયા ‘તબીબ’ અને પતી ગયો ઇલાજ. રહી ના શાન દર્દની, દવાની આબરૂ ગઈ. શૂન્ય પાલનપુરી
આજે ગુજરાતી ભાષાના આલા દરજ્જાના શાયર શૂન્ય પાલનપુરીની પુણ્યતિથિ. જેમણે એમ કહ્યું કે અમે તો કવિ કાળને નાથનારા… કવિ ખરેખર કાળને નાથનારો હોય છે. કાળને નાથવાનો અર્થ અહીં તેની સાથે બાથંબાથી કરવાનો નથી કે ઈશ્વર પેટલીકરની નવલકથામાં ચંદા નામની સ્ત્રી જે રીતે સાંઢને નાથે છે તે રીતે નાથવાનો પણ નથી. વાત સમયના પ્રવાહની છે.
કવિ કાળને એ રીતે નાથે છે કે તે કાળગ્રસ્ત થતો નથી. તેનું શરીર ચોક્કસ નાશ પામે છે. તેનું સર્જન જીવતું રહે છે. આપણે આપણા પ્રાચીન કવિઓને તેમના શરીરથી ઓળખતા પણ નથી.તેમના ચહેરા કેવા હતા તેની પણ જાણ નથી. પરંતુ તેમનું સર્જન આજે પણ આપણી વચ્ચે જીવે છે. કેમ કે તેમણે સર્જનથી કાળને નાથ્યો છે.
ગુજરાતી ગઝલના મોભાદાર આ શાયરનો જન્મ ૧૯૨૨ના રોજ અમદાવાદ જિલ્લાના લીલાપુર ગામે થયો હતો અને અવસાન ૧૭ માર્ચ ૧૯૮૭ના રોજ થયું હતું ૧૬ વર્ષની વયે ગઝલ લખવાની શરૂ કરનાર આ શાયરે આજીવન ગઝલની સાધના કરી.
એક વખત હરીન્દ્ર દવેને લખેલા પત્રમાં ગઝલસર્જન વિશે તેમણે જે લખેલું તે આજે પણ અનેક શાયરોને ઉપયોગી થાય તેમ છે. તેમણે લખ્યું હતું. ‘ગઝલકાર એ શબ્દનો શિલ્પી છે. એક શિલ્પકાર સુંદર પ્રેરણા થાય તો એ પ્રેરણાને આકાર દેવા તત્પર થાય છે.
પણ એ માટે એને શરીરશાસ્ત્ર (ચહર્ચાસઅ)નો અભ્યાસ હોવો જોઇએ. નહીંતર ક્યાંક પગ કરતા હાથ જાડો થઇ જાય. ક્યાંક દેહના પ્રમાણમાં માથું નાનું થઇ જાય. બાકી પ્રેરણા તો દૈવી જ હોય છે. ગઝલકારને ગઝલ લખવાની પ્રેરણા એ દૈવી ઘટના છે.
યાંત્રિકતા લાવવાની છે ફક્ત ગઝલ-કલા પૂરતી. એનાથી વધુ સપ્રમાણ લખી શકાય. ‘તેમની આ વાત પર ઘાયલ સાહેબે પણ મહોર મારી અને લખ્યું. ‘શૂન્ય દૈવી પ્રેરણાથી અધિક મહત્ત્વ સજ્જતાને આપે છે.’ અને તેમના ગઝલસર્જનમાં આપણે તે સજ્જતા જોઈ શકીએ છીએ.’
શૂન્ય સાહેબના ઉપરોક્ત મુક્તક પાછળ ગુજરાતી શાયરીનો એક છુપો પ્રસંગ પણ વણાયેલો છે. આ મુક્તક ખરેખર તો ચાર પંક્તિમાં સમાયેલી એક ઘટના સ્વરૂપે છે. જો કે હવે તે પ્રસંગ જગજાહેર છે.
સાહિત્યજગતનો ભાગ્યે જ કોઈ માણસ આ પ્રસંગથી અજાણ હશે. તેના વિશે ઘણી વાર વર્તમાનપત્રોમાં પણ લખાઈ ગયું છે. ચંદ્રશેખર ઠક્કુર નામના એક જ્યોતિષીએ રૂપિયા બે હજારમાં મરીઝની ગઝલો ખરીદી અને ‘દર્દ’ નામથી પોતાના નામે સંગ્રહ પ્રકાશિત કર્યો. ગઝલનો છંદ ન તૂટે તે માટે ‘મરીઝ’ની જગ્યાએ ઉપનામ ‘તબીબ’ રાખી દેવામાં આવ્યું. હવે થયું એવું કે આખી ઘટનાની જાણ શૂન્ય પાલનપુરીને થઈ.
આ વાત જાણી ગઝલને બંદગી માનનાર શાયર શૂન્ય સાહેબ ગુસ્સાથી રાતાચોળ થઇ ગયા. તે વખતે તે મુંબઇના અખબારમાં નોકરી કરતા હતા. ગુસ્સે ભરાયેલા શૂન્ય સાહેબે અખબાર માટે આ આખી ઘટનાની એક સ્ટોરી લખી. પછી તંત્રી દ્વારા ચંદ્રશેખર ઠક્કુરને ઓફિસમાં બોલાવ્યા. શૂન્ય સાહેબે લખેલી સ્ટોરી તેમને વાંચવા આપીને કહ્યું કે આવતી કાલે આ સ્ટોરી છપાવાની છે.
આ વાત સાંભળી ચંદ્રકાન્ત ઠક્કુર રડવા જેવા થઇ ગયા અને માફી માગવા લાગ્યા. ત્યારે શૂન્ય પાલનપુરીએ કહ્યું કે તમે અત્યારે જ એક ખુલાસો લખીને જાહેર કરો કે મારી ભૂલ થઇ ગઈ છે અને મારી તમામ ગઝલો મરીઝે લખેલી છે. ચંદ્રશેખર ઠક્કુર તૈયાર થઇ ગયા. બીજા દિવસે છાપામાં માફીનામું છપાયું અને આમ મરીઝની તમામ ગઝલો પાછી મળી. આ કામનો બધો યશ શૂન્ય પાલનપુરીને જાય છે.
આ ઘટના પછી શૂન્ય સાહેબે ઉપરોક્ત મુક્તક લખ્યું અને એક કાર્યક્રમમાં રજૂ કર્યું. પ્રેમનો રકાસ કેમ થયો અને કેમ વફાની આબરૂ ગઈ ? ‘મરીઝ’ ‘તબીબ’ કેવી રીતે થયા અને ઇલાજ કઇ રીતે પતી ગયો ? દર્દની શાન કઇ રીતે જતી રહી અને કઇ રીતે દવાની આબરૂ ગઇ ? તે બધી જ વાત માત્ર ચાર જ પંક્તિમાં તેમણે સાંકેતિક રીતે કહી દીધી. સમજનારા શાનમાં સમજી ગયા હતા.
આ તો એક પ્રસંગની વાત થઈ. તે સિવાય શૂન્ય સાહેબની અનેક ગઝલો, મુક્તકો અને શેર એટલા બધા લોકપ્રિય છે કે તેની યાદી માત્રથી લેખ પૂરો થઇ જાય. આજે જ્યારે તેમની પુણ્યતિથિ છે ત્યારે તેમની જ એક સુંદર ગઝલથી તેમને વંદન કરીએ.
લોગઆઉટ
કાંટાના ડંખ સાથે છે ફૂલોનું ઝેર પણ. વાળે છે શું વસંત ગયા ભવનું વેર પણ. તણખા છે સંસ્કૃતિના કળિયુગનો વાયરો. જંગલની જેમ ભડકે બળે છે શહેર પણ. દ્રષ્ટિની સાથ સાથ પડણ પણ છે આંખમાં. જ્યોતિની ગોદમાં છે તિમિરનો ઉછેર પણ. આવ્યા તમાશો જોયો અને લીન થઇ ગયા. ભૂલી ગયા કે પાછા જવાનું છે ઘેર પણ. શંકર બધું જ પી ન શક્યા ‘શૂન્ય’ એટલે. આવ્યું છે વારસામાં અમારે આ ઝેર પણ.
વારંવાર માણવી ગમે તેવી મરીઝ સાહેબની એક બેનમુન ગઝલ.
આ મોહબ્બત છે, કે છે એની દયા, કહેતા નથી.
એક મુદ્દત થઇ કે, તેઓ હા કે ના કહેતા નથી.
બે જણા દિલથી મળે તો એક મજલીસ છે ‘મરીઝ’
દિલ વિના લાખો મળે, એને સભા કહેતા નથી.
હું ક્યાં કહું છું આપની ‘હા’ હોવી જોઇએ ; પણ ના કહો છો એમાં વ્યથા હોવી જોઇએ.
બ્લોગ વિશ્વમાં જાણીતા મારા સહૃદયી મિત્ર અને આ બ્લોગના સહ સંપાદક શ્રી સુરેશ જાનીની પસંદગીની બે ગઝલ રચનાઓ અને એનું સુંદર ગઝલાવલોકન જાણીતા બ્લોગ ”વેબ ગુર્જરી”ની બે પોસ્ટમાં પ્રકાશિત થયું છે .મને એ વાંચતાં જ ગમી ગયું.
વેબ ગુર્જરી અને અવલોકનકાર સુરેશભાઈના આભાર સાથે એને વિ.વિ.ના વાચકો માટે અત્રે પુનઃ પ્રગટ કરેલ છે.
આમે ય શ્રી સુરેશભાઈ આંખો ઉઘાડી રાખી અવલોકન કરવાનો કુદરતી શોખ ધરાવનાર જાગૃત વ્યક્તિ છે એ એમની ”મારાં અવલોકનો ” ની ઈ-બુકોના લેખો વાંચવાથી સહેજે ખ્યાલ આવી જશે.
વિનોદ પટેલ
બે ગમતીલી ગઝલો અને એનું સુંદર ગઝલાવલોકન … સુરેશ જાની
સૌજન્ય/સાભાર … વેબ ગુર્જરી …
ગઝલાવલોકન – ૧ :
ગઝલ ..”ગમતાંનો કરીએ ગુલાલ”…. મકરંદ દવે
ગમતું મળે તો અલ્યા, ગૂંજે ન ભરીયે ને ગમતાંનો કરીએ ગુલાલ
આડા દે આંક એ તો ઓશિયાળી આંગળી પંડમાં સમાય એવી પ્રીતિ તો પાંગળી સમદરની લ્હેર લાખ સૂણી ક્યાંય સાંકળી ખાડા ખાબોચિયાને બાંધી બેસાય આ તો વરસે ગગનભરી વ્હાલ ગમતાંનો કરીએ ગુલાલ
ગાંઠે ગરથ બાંધી ખાટી શું જિંદગી સરીસરી જાય એને સાચવશે ક્યાં લગી આવે તે આપ કરી પળમાં પસંદગી મુઠ્ઠીમાં રાખતાં તો માટીની પાંદડી ને વેર્યે ફોરમનો ફાલ ગમતાંનો કરીએ ગુલાલ
આવે મળ્યું તે દઈશ આંસુડે ધોઈને ઝાઝેરું જાળવ્યું તે વ્હાલેરું ખોઈને આજ પ્રાણ જાગે તો પૂછવું શું કોઈને માધવ વેચતી વ્રજનારી સંગ તારાં રણકી ઊઠે કરતાલ ગમતાંનો કરીએ ગુલાલ
ગમતું મળે તો અલ્યા, ગૂંજે ન ભરીયે ને ગમતાંનો કરીએ ગુલાલ
વાચકોના પ્રતિભાવ