વિનોદ વિહાર

ગુજરાતી ગદ્ય-પદ્ય સર્જનની આનંદ યાત્રા

Category Archives: સ્વ.લાભશંકર ઠાકર -શ્રધાંજલિ

( 835 ) લાભશંકર ઠાકર નશ્વર દેહથી હવે નથી – શ્રધાંજલિ .

laabhshankar

ગુજરાતના લબ્ધપ્રતિષ્ઠિત કવિ, સાહિત્યકાર અને વૈદ્યરાજ લાભશંકર ઠાકર (લાઠાદાદા) નું તારીખ ૬ જાન્યુઆરીએ દુખદ નિધન થયું છે. એમના અવસાનથી ગુજરાતી સાહિત્ય જગતને મોટી ખોટ પડી છે.

કવિ, નાટ્યકાર, નવલકથાકાર, નિબંધકાર તેમજ આયુર્વેદ ચિકિત્સક લાભશંકર જાદવજી ઠાકર ઉપનામ ‘પુનર્વસુ’થી એમના ચાહકોમાં ખુબ જાણીતા હતા .

સાહિત્ય રસથી કદી ઠાલા નહોતા એવા લા.ઠા. વિષે ગુજરાતી પ્રતિભા પરિચય બ્લોગ પર બ્લોગર મિત્ર શ્રી સુરેશ જાનીએ ૧૦ વર્ષ પહેલાં આપેલા લા.ઠાના પરિચયમાં બીજી એમના વિશેની માહિતી ઉમેરીને ફરી સુંદર સંકલન કર્યું છે એને એમના આભાર સાથે નીચે પ્રસ્તુત છે.

લા.ઠા ની કાવ્ય ઝલક

-જલભીંજેલી
જોબનવંતી
લથબથ ધરતી
અંગઅંગથી
ટપકે છે કૈં
રૂપ મનોહર!

-મારા કોઈ ભાષિક કથનમાં
એક વાર પણ મેં મને જોયો નથી,
પ્રચંડ જુઠ્ઠાણાં મારાં છે
પણ રે તેમાંય હું નથી.

-લઘરા તારા કાન મહીં એક મરી ગયું છે મચ્છર
એ મચ્છરની પાંખો ફફડે
શબ્દો તારા થરથર થથરે
ફફડાટોની કરે કવિતા
કકળાટોની કરે કવિતા
પડતા પર્વતનો ભય તારા ભાવજગત પર ઝૂમે
કવિવર નથી થયો તું રે
શીદને ગુમાનમાં ઘૂમે?

 આ લીંક પર ક્લિક કરી સ્વર્ગસ્થનો વિસ્તૃત પરિચય મેળવો.

સ્વ.લાભશંકર શંકર ઠાકર …ગુજરાતી પ્રતિભા પરિચય

લાભશંકર ઠાકર નશ્વર દેહથી ભલે હવે નથી રહ્યા પરંતુ અક્ષર દેહે તેઓ અમર છે.

સ્વ. લાભશંકર ઠાકરને વિનોદ વિહારની હાર્દિક શ્રધાંજલિ

વિનોદ પટેલ