વિનોદ વિહાર

ગુજરાતી ગદ્ય-પદ્ય સર્જનની આનંદ યાત્રા

Category Archives: ૮૧ મો જન્મ દિવસ

( 1001 ) અમદાવાદની ઉત્તરાણ /વાસી ઉતરાણ – જન્મ દિવસનાં સંસ્મરણો

૧૫મી જાન્યુઆરી,૨૦૧૭ એ મારો ૮૧ મો જન્મ દિવસ છે.આ દિવસે મારી જીવન યાત્રાનાં ૮૦ વર્ષ પૂરાં કરીને હું ૮૧ ના દસકામાં પ્રવેશ કરી રહ્યો છું.સમય સમયનું કામ કર્યે જાય છે. દર વર્ષે ઉંમરના સરવાળામાં એક વર્ષ ઉમેરાતું જાય છે .જીવનનો દરેક સૂર્યોદય નિશ્ચિત આવરદામાંથી એક દિવસ ઓછો કરીને અસ્ત પામતો હોય છે.

૧૪ મી જાન્યુઆરીનો દિવસ એટલે ઉતરાણ એટલે કે પતંગોત્સવનો દિવસ.૧૫મી જાન્યુઆરીએ વાસી ઉતરાણ અને સાથે મારો જન્મ દિવસ .આ બન્ને દિવસોએ ભૂતકાળમાં માદરે વતન અમદાવાદમાં માણેલ પતંગોત્સવ અને જન્મોત્સવના બેવડા આનંદની એ મધુર યાદો આજે તાજી થઇ જાય છે.

આ બન્ને દિવસોએ સવારથી સાંજ સુધી બંગલાના ધાબા પર પતંગ ચગાવવા,કાપવા તથાકતા કાટા હૈ ની બુમો પાડી આનંદ વ્યક્ત કરવો એ અને ધાબા પર જ ઊંધિયુ,જલેબી,બોર,જામફળ,તલના લાડુ,દાળ વડા અને મગફળીની ચીકીની એ સમૂહમાં કરેલી જયાફત .. વાહ …એ બધી કરેલી મજા કેમ ભૂલાય !એવો આનંદ અહીં અમેરિકામાં કેટલો મિસ થાય છે!

જાન્યુઆરી ૨૦૦૮ માં હું મારા પ્રિય વતન અમદાવાદમાં હતો . એ વખતે ઉતરાયણ અને વાસી ઉતરાણ પર ધાબા ઉપર ચડીને સ્નેહીજનો સાથે પતંગ ચગાવવાની મજા મન ભરીને માણી હતી.એ પ્રસંગની કેટલીક યાદગાર તસ્વીરો .

ગયા વરસે મારા ૮૦ મા જન્મ દિવસે ૨૧ વાર્તાઓ અને ૨૧ ચિંતન લેખોના બે ઈ-પુસ્તકોનું વિમોચન કરી એક નવું પ્રસ્થાન કરેલ એ અંગેની પોસ્ટ અહીં ક્લિક કરીને વાંચી શકાશે.

એવી જ રીતે મારા ૭૯મા જન્મ દિવસે મારા ગત જીવન-ફલક પર એક નજર કરી થોડું આત્મ મંથન અને ચિંતન કરેલું એ પોસ્ટને અહીં ક્લિક કરીને વાંચી શકાશે.

મારું સમગ્ર કુટુંબ-બે પુત્ર ,પુત્રીના પરિવાર સાથેનો ફોટો

maro-varso 

મારી આજ સુધીની ૮૦ વર્ષની જીવન યાત્રા દરમ્યાન આ સોનેરી કાળને સ-રસ અને આનંદમય બનાવવામાં અગત્યનો ફાળો આપનાર મારાં સંતાનો,ભાઈઓ ,બહેનો ,અન્ય કુટુંબીજનો,મુરબ્બીઓ, અનેક સહૃદયી મિત્રો,બ્લોગર મિત્રો સહીત, સૌનો હૃદયથી આભાર માનું છું.

 

તારીખ- જાન્યુઆરી ૧૫,૨૦૧૭ ,

૮૧ મો જન્મ દિવસ …. વિનોદ પટેલ, સાન ડિયેગો.

vrp-utran-2