વિનોદ વિહાર

ગુજરાતી ગદ્ય-પદ્ય સર્જનની આનંદ યાત્રા

Tag Archives: અછાંદસ

(751 ) કઇંક ખૂટતું હોય એમ કેમ લાગે છે ?…. મારી એક અછાંદસ રચના

મારા વિચાર મંથન પછીનું માખણ એટલે આજની આ અછાંદસ રચના

WP_20150723_001

કઇંક ખૂટતું હોય એમ કેમ લાગે છે ?

જન્મ્યા,મોટા થયા ,ભણ્યા , ગણ્યા વતનના દેશમાં ,

કદી કલ્પના પણ ન હતી એવા સંજોગો ઉભા થયા ,

આવી ગયા નવાં સ્વપ્નો સાથે અજાણ્યા દેશમાં !

નવો દેશ , નવા લોકો, નવી રીતો, બધું નવું નવું ,

અંજાઈ ગયા, ખુશી થયા , આ જીવન પલટો થતાં .

મચી પડ્યા , દિન રાત, ગધ્ધા મજુરી કરી ,

ડોલરો કમાવાની ઉંદર દોડમાં જોતરાઈ ગયા.

સરસ ઘર, મોટર ,સુખ સગવડો ઉધારે લઇ ,

લોન પૂરી કરવા, ત્રીસ વર્ષનો રહેવાસ લખાઈ ગયો !

પછી તો ચાલુ થઇ ગયું એકધારું દૈનિક ચક્ર .

આવતાં વિચાર્યું હતું ભણી, થોડું કમાઈ, પછી,

પરત આવી જઈશું મૂળ દેશ વતનમાં.

પરંતુ આ મોહમયી ધરતીની માયા ગળે પડી ગઈ ,

દિન પ્રતિ દિન વતનનો દેશ ભુલાતો ગયો અને

પેઢી દર પેઢી માટે ઊંડો પાયો નંખાઈ ગયો વિદેશમાં.

બધી વાતે અહીં ઝગમગાટ જિંદગી જીવાય છે ,

છતાં, સાલું કૈક ખૂટતું હોય એમ કેમ લાગે છે ?

કઈ જ ખબર નથી પડતી,

સોનાના પિંજરમાં પુરાયા હોય એમ કેમ લાગે છે ?

પગે બેડીઓ બંધાઈ ગઈ છે એમ કેમ લાગે છે ?

માતૃભુમી હજુ પુરેપુરી ભુલાઈ નથી અને

કર્મ ભૂમિ હજુ પુરેપુરી પોતાની બની શકી નથી ત્યારે,.

જીવનાન્તે પોઢી જઈશું એક દિન જ્યાં છીએ એ દેશમાં.

ચગડોળે ચડેલું મન ઊંડેથી પ્રશ્ન પૂછતું જ રહે છે ….

અહીં બધી જ ભૌતિક સુખ સાયબી હોવા છતાં ,

સાલુ , હજુ કંઇક ખૂટતું હોય એમ કેમ લાગે છે ?

વિનોદ પટેલ …૭-૨૩-૨૦૧૫

( 679 ) છબી એક ,સ્મરણો અનેક ….પ્રિયતમને દ્વાર …અછાંદસ …. વિનોદ પટેલ

છબી એક ,સ્મરણો અનેક વિષય ઉપર સહિયારું સર્જન-ગદ્ય અને શબ્દોનું સર્જન  તરફથી માગવામાં આવેલ છબી આધારિત સાહિત્ય રચનાઓના જવાબમાં મોકલેલ મારી  એક અછાંદસ કાવ્ય રચના નીચે પ્રસ્તુત છે.

છબી એક ,સ્મરણો અનેક 

પ્રિયતમને દ્વાર ….અછાંદસ 

kanya

લગ્નના શણગાર સજી ,હાથમાં શ્રીફળ ગ્રહી,

આવી ઉભી છે બારણે કન્યા તૈયાર બની.

 

વિચારોનો વંટોળ જામ્યો છે એના ચિત્તમાં, 

યાદો પિતૃ ગૃહની મનમાં ધસી આવે આજે,

આ દિવસ માટેતો ગોરમા પૂજ્યાં હતાં,

છતાં દીલમાં ઉદાસી કેમ પિતૃ ગૃહ છોડતાં.

 

મિશ્ર ભાવો આજે ઉમટ્યા છે એના ચિત્તમાં,

સુખ-દુખની મિશ્ર લાગણીઓ છે દિલમાં, 

માવતર મૂકી નવાં માવતર બનાવવાનાં છે,

પતિ સાથેનો ભાવી રાહ સાથે કંડારવાનો છે.

 

કેવી રહેશે નવી જિંદગીની એ નવી મજલ?

પિયરનો પ્રેમ ફરી મળશે કે નહિ મળે?

આશાઓ જરૂર છે,કેમ નહી મળે ત્યાં પણ?

 છતાં મનમાં છે આશંકાઓ દિલમાં અવનવી.

 

સૌ સારું વાનું જ થશે એવી મહેચ્છાઓ સાથે,

દિલમાં થતી અનેક મિશ્ર લાગણીઓ સાથે, 

આજે તો ઉભી છે આ લગ્નોત્સુક કન્યા, 

આવી દ્વારે,રાહ જોતી,હાથમાં શ્રીફળ લઇ.

 

વિનોદ પટેલ,સાન ડીયેગો,કેલીફોર્નીયા   

આ કાવ્ય રચના સહિયારું સર્જન-ગદ્ય અને શબ્દોનું સર્જન માં પણ પ્રકાશિત થઇ છે .

( 670 ) “ઓ કાકી તમે થોડા થોડા થાવ વરણાગી ” ….પેરડી ગીત … વિનોદ પટેલ

તારીખ ૨૮ મી ફેબ્રુઆરી ૨૦૧૫ ની હાસ્ય દરબારની પોસ્ટમાં તમે ભાઈ સાક્ષર

ઠક્કર રચિત ” ઓ કાકા તમે થોડા થોડા તાવ વરણાગી કાવ્ય રચના કદાચ

વાંચી હશે.

નવા જમાનાને માન આપી જો કાકા વરણાગી થયા તો કાકીએ શું ગુનો કર્યો ?

કાકીને વરણાગી કરતી મારી કાવ્ય રચના “ઓ કાકી તમે થોડા થોડા થાવ

વરણાગી “ નીચેના બે બ્લોગમાં ટૂંકા લેખ સાથે પ્રસિદ્ધ થઇ છે એને નીચેની

લીંક ઉપર ક્લિક કરીને વાંચશો .

 

સહિયારું સર્જન – ગદ્ય

શબ્દોનુંસર્જન

 

મૂળ ગીત ઓ ભાભી તમે થોડા થોડા, ચિત્રપટ ગણસુંદરી(૧૯૪૮) પર આધારિત આ પેરડી કાવ્ય રચના છે .

 

( 658 ) આનું નામ ગુજરાતી ! – મોદી સુટની વાત … અછાંદસ …. વિનોદ પટેલ

મોદીના સુટની વાત ….અને એક અછાંદસ .

વડા પ્રધાન મોદીનો બહુ વખણાયેલો અને રૂપિયા 10 લાખનો ગણાવાતો સુટ સુરતના સાયન્સ સેન્ટરમાં એમને ભેટ સોગાદોના પ્રદર્શન અને હરાજીમાં મુકાયો હતો. મોદીએ આ મોંઘો સુટ યુએસ પ્રમુખ બરાક ઓબામા સાથે પત્રકાર પરિષદ વખતે પહેરેલો .

સમગ્ર સુટ પર નરેદ્ર દામોદરદાસ મોદીનો મોનોગ્રામ પીન સ્ટ્રીપ કરેલો હતો. આટલો મોંઘો સુટ પહેરવાને લઇને મોદી દેશભરના મીડિયામાં ચર્ચાનું તો કયાંક ટીકાનું કેદ્ર બન્યા હતા.રાહુલ ગાંધીએ પણ તેમની રેલીમાં નરેદ્ર મોદી દ્વારા કથિત રીતે આ 10 લાખની કિંમતનો સુટ પહેરવાને લઇને તેમના પર નિશાન સાધ્યું હતું.

હકીકત તો એ છે કે આ સુટ એક NRI એ મોદીને એના પુત્રના લગ્ન પ્રસંગે મોદીને ભેટ આપેલ હતો અને દસ લાખનો પણ ન હતો.( વિગતો અહીં વાંચો)

મોદીના આ બહુ ચર્ચિત સુટ ખરીદવા માટે ઉદ્યોગકારોમાં હોડ જામી હતી .

છેલ્લા સમાચારો પ્રમાણે સુરતના હિરાના વેપારી અને ધરમાનંદન ડાયમંડ્સના માલિક હિતેશ લાલજીભાઈ પટેલે મોદીનો બંધ ગળાનો સુટ ૪.૩૧ કરોડમાં ખરીદ્યો છે.

હરાજી બંધ થઇ એ પછી રૂપિયા પાંચ કરોડની બોલી લગાવાઈ હતી પણ તે સાંજે હરાજીની ડેડલાઈન પાંચ વાગ્યા બાદ કરાઈ હતી એટલે માન્ય રખાઈ ન હતી.

આ લિલામમાં ઉપજેલી રકમ વડા પ્રધાનના સ્વચ્છ ગંગા મિશનમાં આપી દેવામાં આવશે.

વિગતે ચિત્રલેખા સમાચારોમાં (અહીં વાંચો)

શ્રી મોદીના આ બહુ ચર્ચિત સુટની હરાજીના સમાચારો વાંચી મને એક  અછાંદસ કાવ્ય સર્જનની પ્રેરણા થઇ જે નીચે પ્રસ્તુત છે !

આનું નામ ગુજરાતી ! – મોદી સુટ ની વાત

ગુજરાતી એટલે વેપારમાં પારંગત ,
મંગળ ગ્રહ પર પહેલી દુકાન,
એક દિન એક ગુજરાતીની જ હશે !

જુઓ શું થયું આ મોદી સુટનું,
મૂળ તો હજારોનો જ ભેટમાં મળેલ સુટ,
જાહેર કર્યો બજારમાં દસ લાખનો,
ચોરે ચૌટે વાતો ભલેને થઇ,
એક દિવસ પહેરી વટ પાડ્યો,
ધનિક દેશના નેતા ઓબામા પર,
કે છે તારી તાકાત આવો કિંમતી ,
સુટ પહેરવાની મિત્ર, બરાક !

ફક્ત થોડા કલાક પહેરાએલો,
મોદી નામધારી સુટ મુકાયો ,
સુરતમાં લીલામ ઉપર ,

અને તમે માનશો !

વેચાયો અ ધ ધ ધ ચાર કરોડ ૩૧ લાખમાં !
ખરીદનાર હતો એક હીરો ગુજરાતી !
હજારોનો મફતમાં મળેલો કોટ ,
હરાજીમાં વેચ્યો લગભગ પાંચ કરોડમાં !
આનું નામ કહેવાય ગુજરાતી !
વેપાર તો ગુજરાતીના બાપનો !

મોદી કોટની ઉપજેલ આ રકમથી ,
મેલી ગંગા ચોખ્ખી બનવાની છે !
તો આ છે ચર્ચાના ચાકડે ચડેલ ,
મોદીના કોટની કહાની ,
જેનો અંત સારો, એનું સૌ સારું !
ખાધું, પીધું ને રાજ કર્યું !

વિનોદ પટેલ, ..૨-૨૦-૨૦૧૫

( 655 ) બાપુ અને બાળક – એક ચિત્ર કાવ્ય ( અછાંદસ ) …. વિનોદ પટેલ

 હાસ્ય વેરી રહેલ એક નિર્દોષ કુમળા બાળકને હાથમાં પકડીને એવું જ નિર્દોષ હાસ્ય વેરી રહેલ યુગ પુરુષ મહાત્મા ગાંધીના નીચેના ચિત્રને જોઇને જે અછાંદસ કાવ્ય રચના પ્રગટી એ આ પોસ્ટમાં પ્રસ્તુત છે.- વિનોદ પટેલ 

Take time to laugh

  બાપુ અને બાળક – એક ચિત્ર કાવ્ય ( અછાંદસ ) …. વિનોદ પટેલ

દેશની આઝાદીની ચિંતાઓમાં ડૂબેલો આ ડોસો,

જુઓ કેવો બાળક શુ હાસ્ય વેરી રહ્યો છે !

ધન્ય થઇ ગયું આ હસતું ફૂલ કુમળું બાળક,

બોખા મુખે હસતા બાળક-બાપુના પાવન હાથોમાં.

અનેક વ્યસ્તતાઓના ઢેર વચ્ચે  ,હસવા માટે ,

આ મહાત્મા એનો સમય કેવો ફાળવી રહ્યો છે !

કહ્યું હતું આ રાષ્ટ્ર પિતાએ એક વાર કે,

જીવનમાં મારા હાસ્ય પ્રકૃતિ ના હોત તો,

ક્યારનો થઇ ગયો હોત હું એક પાગલ શો .

ઘણું ય છે શીખવાનું છે ,આ યુગપુરુષ પાસેથી ,

એની સાથે હાસ્યનું મહત્વ પણ શીખી લઈએ,

હાસ્ય તો છે જીવન મશીનરીનું એક પીંજણ,

વિના હાસ્ય જીવન ખોટવાઈ જવાનો છે સંભવ,

વિપદાઓ,વ્યસ્તતાઓ વચ્ચે પણ, સમય કાઢી,

હસતા રહી, હસાવતા રહેવાનો કરી લો સંકલ્પ.

વિનોદ પટેલ

 Life- laugh

સૌજન્ય- ફેસ બુક પેજ