વિનોદ વિહાર

ગુજરાતી ગદ્ય-પદ્ય સર્જનની આનંદ યાત્રા

Tag Archives: અનુવાદ

( 943 ) ” મા ને ભૂખી કેમ રખાય !” … એક હૃદયસ્પર્શી કથા ( અનુવાદ )

આજની ઈ-મેલમાં હ્યુસ્ટનથી શ્રી ચીમનભાઈ પટેલએ એક હિન્દી વાર્તા મોકલી એ વાંચતાં જ ગમી ગઈ. જાણે સત્ય ઘટના હોય એવી આ કથા હૃદય સ્પર્શી છે. એમાં લઘુ કથાનાં લક્ષણો જણાય છે.એક અનોખા ખિસ્સાકાતરુનો થયેલ હૃદય પલટો ખાસ દયાન ખેંચે છે !

આ વાર્તાનો મારી રીતે ગુજરાતીમાં અનુવાદ કરીને આજની પોસ્ટમાં વિ.વિ.ના વાચકોના આસ્વાદ માટે સાભાર પ્રસ્તુત છે.

વાર્તાના ગુજરાતી અનુવાદ નીચે ઈ-મેલમાં પ્રાપ્ત મૂળ હિન્દી પાઠ પણ મુક્યો છે.ઇન્ટરનેટમાં ફરતી આ વાર્તા-પ્રસંગ ના લેખક અજ્ઞાત છે.જો કોઈ વાચક એમનું નામ જણાવશે તો એને પોસ્ટમાં ઉમેરવામાં આવશે.

વિનોદ પટેલ

==============

” મા ને ભૂખી કેમ રખાય !” … એક હૃદયસ્પર્શી કથા ( અનુવાદ )

Pick pocketમુંબાઈની “બેસ્ટ” કહેવાતી બસમાંથી ઉતરીને મેં મારા પેન્ટના ખિસ્સામાં હાથ નાખતાં જ હું ચોંકી ઉઠ્યો.

મારાથી ચાલાક કોઈ ખિસ્સાકાતરુંએ એની હસ્તકળા સફળતાથી અજમાવી હતી.મારા ખિસ્સામાં હતું પણ શું?ખિસ્સામાં હતા માત્ર ૯૦ રૂપિયા અને મારી વૃદ્ધ મા ને લખેલુ પોસ્ટ કાર્ડ ,જેમાં મેં માત્ર થોડા શબ્દોમાં લખ્યું હતું :

” મા અત્યારે હાલ મારી નોકરી છૂટી ગઈ છે એટલે આ વખતે તને હું પૈસા મોકલી નહિ શકું.”

આ લખેલું પોસ્ટ કાર્ડ ત્રણ દિવસથી પોસ્ટ કર્યા વિનાનું મારા ખિસ્સામાં જ પડી રહ્યું હતું.મને એ પોસ્ટ કરવાનું મન જ થતું ના હતું.માંડ માંડ મા ને મોકલવા માટે બચાવેલા ૯૦ રૂપિયા ખિસ્સાકાતરુએ ચોરી લીધા હતા.જો કે ૯૦ રૂપિયા આમ તો બહુ મોટી રકમ ના કહેવાય પરંતુ જેની નોકરી જતી રહી હોય એને માટે તો ૯૦ રૂપિયા પણ ૯૦૦ રૂપિયા કરતાં જરા ય કમ નથી હોતા.

આમ થોડા દિવસો પસાર થઇ ગયા.એક દિવસે મારી મા નો કાગળ મને પોસ્ટમાં મળ્યો.

મા એ મોકલેલ આ પોસ્ટ કાર્ડ વાંચતાં પહેલાં હું થોડો ખમચાયો કે જરૂર મા એ પૈસા મોકલવા માટે ઉઘરાણી કરી હશે.પરંતુ જ્યારે મેં એ પત્ર પૂરો વાંચ્યો ત્યારે આશ્ચર્યથી હું છક થઇ ગયો.એ પત્રમાં મા એ લખ્યું હતું:

“બેટા,તેં મોકલેલ ૧૦૦૦ રૂપિયાનું મનીઓર્ડર મને મળી ગયું છે.તું મારો કેટલો સારો છોકરો છે.તારા ખર્ચમાંથી પૈસા બચાવીને મારા માટે પૈસા મોકલવાનું ચૂકતો નથી કે મોકલવામાં થોડી ય આળસ કરતો નથી.”

મા એ લખેલ આ પોસ્ટ કાર્ડ વાંચીને હું તો મૂંઝવણમાં પડી ગયો કે મેં તો મા ને પૈસા મોકલ્યા નથી તો એને મનીઓર્ડરથી પૈસા કોણે મોકલ્યા હશે!

થોડા દિવસો પછી મને એક પત્ર મળ્યો એમાંથી મારી મૂંઝવણનો મને જવાબ મળી ગયો.આ પત્રમાં જલ્દી વાંચી ના શકાય નહી એવા ગરબડીયા અક્ષરોમાં માત્ર થોડી લીટીઓમાં લખ્યું હતું:

“ભાઈ,તારા ખિસ્સામાંથી મળેલા ૯૦ રૂપિયા અને મારા તરફથી એમાં ૯૧૦ રૂપિયા ઉમેરીને મેં તમારી માને ૧૦૦૦ રૂપિયાનું મનીઓર્ડર મોકલી આપ્યું છે,માટે ચીંતા ના કરશો.મા તો બધાંની એક સરખી જ હોય છે ને . મા ને ભૂખી કેમ રખાય ?”

લિખિતંગ .. તારો ખિસ્સા કાતરુ !

तुम्हारा—जेबकतरा

बस से उतरकर जेब में हाथ डाला। मैं चौंक पड़ा।

जेब कट चुकी थी।

जेब में था भी क्या?

कुल 90 रुपए और एक खत, जो मैंने
माँ को लिखा था कि—

मेरी नौकरी छूट गई है;
अभी पैसे नहीं भेज पाऊँगा।
तीन दिनों से वह पोस्टकार्ड जेब में पड़ा था।

पोस्ट करने को मन ही नहीं कर रहा था।

90 रुपए जा चुके थे। यूँ 90 रुपए कोई
बड़ी रकम नहीं थी,

लेकिन जिसकी नौकरी छूट चुकी हो, उसके लिए
90 रुपए ,, नौ सौ से कम नहीं होते।

कुछ दिन गुजरे। माँ का खत मिला।
पढ़ने से पूर्व मैं सहम गया।

जरूर पैसे भेजने को लिखा होगा।….
लेकिन, खत पढ़कर मैं हैरान रह गया।

माँ ने लिखा था—“बेटा, तेरा 1000 रुपए
का भेजा हुआ मनीआर्डर मिल गया है।

तू कितना अच्छा है रे!…
पैसे भेजने में
कभी लापरवाही नहीं बरतता।

मैं इसी उधेड़- बुन में लग गया कि आखिर
माँ को मनीआर्डर किसने भेजा होगा?

कुछ दिन बाद, एक और पत्र मिला।
चंद लाइनें थीं— आड़ी तिरछी।
बड़ी मुश्किल से खत पढ़ पाया।

लिखा था—“भाई, 90 रुपए तुम्हारे और
910 रुपए अपनी ओर से मिलाकर मैंने
तुम्हारी माँ को मनीआर्डर भेज
दिया है। फिकर न करना।….

माँ तो सबकी एक-जैसी होती है न।
वह क्यों भूखी रहे?…

तुम्हारा—जेबकतरा

( 859 ) એકલતા જ મારે માટે સ્વર્ગ છે … હિન્દી ફિલ્મના મનપસંદ ગીતનો કાવ્યાનુવાદ (આસ્વાદ )

અગાઉ વિનોદ વિહારની એક પોસ્ટ જૂની હિન્દી ફિલ્મોના મને ગમતાં પ્રેરક ભાવવાહી ગીતોની મહેફિલ માં કહ્યું હતું એમ જૂની હિન્દી ફિલ્મોનાં ગીતોમાં ફિલ્મની કથાને વણી લઈને એમાં જે ગીત મુકેલું હોય છે એમાં કોઈ એક સુંદર સંદેશ હોય છે .કવિના ભાવવાહી ગીતને જ્યારે જાણીતા ગાયકનો સ્વર અને જાણીતા સંગીતકારના સંગીત અને સુરનો સથવારો મળે ત્યારે એ ગીત દીપી ઉઠે છે.

ઘણીવાર હું કોમ્પ્યુટરમાં યુ-ટ્યુબ ચેનલની સફર કરી જૂનાં ભુલાઈ ગયેલાં ગીતો સાંભળીને મન બહેલાવું છું.આજે આવું ૧૯૮૧ ના ચિત્રપટ “હરજાઈ ” નું કિશોરકુમારે લખેલું અને એણે જ ગાયેલું એક ગીત હૃદયને સ્પર્શી ગયું.

આ ગીતના શબ્દો ખુબ જ ભાવવાહી છે.

આ ગીત અને એનો ગુજરાતીમાં કરેલો મારો અનુવાદ નીચે આપેલો છે.ગુજરાતીમાં કરેલ અનુવાદમાં જ આ ગીતનો આસ્વાદ સમાયો છે.

ગીતનો હિન્દી પાઠ અને ગુજરાતી અનુવાદ વાંચ્યા પછી એની નીચે મુકેલ યુ-ટ્યુબ વિડીયો સાંભળી આ ગીતની મજા માણો .

कभी पलकों पे आंसू हैं
कभी लब पे शिकायत है
मगर ऐ ज़िदगी फिर भी
मुझे तुझसे मोहब्बत है

जो आता है वो जाता है
ये दुनिया आनी जानी है
यहाँ हर शय मुसाफिर है
सफर में जिंदगानी है
उजालों की ज़रूरत है
अँधेरा मेरी किस्मत है

जरा ऐ ज़िन्दगी दम ले
तेरा दीदार तो कर लूँ
कभी देखा नहीं जिसको
उसे मैं प्यार तो कर लूँ
अभीसे छोड़ के मत जा
अभी तेरी ज़रुरत है

कोई अन्जान सा चेहरा
उभरता है फ़िज़ाओं में
ये किसकी आहटें जागी
मेरी खामोश राहों में
अभी ऐ मौत मत आना
मेरा विराना जन्नत है

અનુવાદ

આંખની પલકો પર કોઈ વાર આંસુ છે ,
મારા હોઠો પર કોઈક વાતની ફરિયાદ છે,
છતાં ઓ જિંદગી તારી સાથે મને પ્યાર છે .

જગમાં આવે છે એને માટે જવાનું નક્કી છે,
દુનિયા આગમન અને ગમનની જ કથા છે,
જગમાં આવતો દરેક જણ એક મુસાફર છે,
આ મુસાફરી એ જ જિંદગીનું બીજું નામ છે,
મારા જીવનમાં પ્રકાશની મને ખુબ જરૂર છે,
પણ મારા નશીબમાં અંધકાર જ લખાયો છે.

ભાગતી જિંદગી તું જરા થોભી જા ,શ્વાસ લે,
તારું દર્શન કરી તને જરા ઓળખી લઉં ,
પહેલાં કદી જોયા ના હોય એમને જોઈ લઉં,
એમના તરફ મનભરીને મારો પ્રેમ દર્શાવી લઉં ,
ઓ જિંદગી મને છોડી રખે તું ભાગી જતી ,
મને આ સમયે ,અત્યારે, તારી ખુબ જરૂર છે.

કોઈ અજાણ્યો , એક માસુમ શો ચહેરો હાલ .
મારી કલ્પનાઓ અને નજર સામે રમી રહ્યો છે,
મારા આ ખામોશ રસ્તામાં કોની ઠેસ વાગે છે ,
ઓ મૃત્યુ આ સમયે તું મને ભેટવા ના આવીશ,
મારી એકલતા જ મારે માટે એક સ્વર્ગ જ છે.

અનુવાદ- વિનોદ પટેલ ,૨-૨૭-૨૦૧૬

Lyricist – Singer : Kishor Kumar, Music Director : Rahuldev Burman, Movie : Harjaee (1981)

 

આવા જ એક બીજા આ ભાવવાહી ગીતની મજા પણ માણી લો.

आदमी मुसाफिर है, आता है, जाता है
आते जाते रस्तें में यादें छोड जाता है

झोंका हवा का, पानी का रेला
मेले में रह जाए जो अकेला
फिर वो अकेला ही रह जाता है

कब छोडता है ये रोग जी को
दिल भूल जाता है जब किसीको
वो भूलकर भी याद आता है

क्या साथ लाए, क्या तोड़ आए
रस्तें में हम क्या क्या छोड़ आए
मंज़िल पे जा के याद आता है

जब डोलती है जीवन की नैय्या
कोई तो बन जाता है खिवय्या
कोई किनारे पे ही डूब जाता है

આ ગીતનો સાર-સંદેશ -આસ્વાદ 

આ જિંદગીની રાહમાં મનુષ્ય એક મુસાફર જેવો છે. મુસાફરો આવે છે એટલે કે જન્મે છે અને જાય છે એટલે કે મૃત્યુ પામે છે પણ એમની યાદો પાછળ મુકીને જાય છે.માણસ જતો રહે છે પણ એની યાદો સ્મરણમાંથી જતી નથી.

આ જિંદગી એક હવાની લ્હેર અને પાણીના રેલા જેવી સતત વહેતી રહે છે.જિંદગીના આ મેળામાં સાથી ખોવાઈ જાય-મૃત્યુ પામે પછી જે એકલો રહે છે એને એકલા જ રહેવાનું થાય છે.એક રોગની માફક દિલમાંથી યાદો જતી નથી ,કોઈ વાર ભૂલી જવાય પણ પાછી યાદ તાજી થઇ જાય એવું બને છે.જિંદગીના અંત સમયે એ સમજાય છે કે સાથે શું લાવ્યા હતા અને પાછળ શું મુકીને જઈએ છીએ.ભવસાગરમાં મુસાફરી દરમ્યાન મધ દરિયે જીવનની આ નૌકા જ્યારે ડૂબવા લાગે છે એવા વખતે કોઈ માણસ ને તારણહાર બનીને કોઈ નાવિક મળી જાય છે જ્યારે કોઈ માણસની નૌકા કિનારા પર જ ડૂબી જાય છે. જીવનમાં બધાંને એક સરખું સુખ પ્રાપ્ત થતું નથી.

Lyricist : Anand Bakshi, Singer : Lata Mangeshkar – Mohammad Rafi, Music Director : Laxmikant Pyarelal, Movie : Apnapan (1977)

( 698 ) જે વીતી ગઈ એ વાત હવે પતી ગઈ …..હિન્દી કવી હરિવંશરાય બચ્ચન

Harivansh Rai  Bachchan

Harivansh Rai Bachchan

સુપરસ્ટાર અમિતાભ બચ્ચન ( બીગ-બી) ના પિતાશ્રી હિન્દી સાહિત્યના મશહુર કવિ સ્વ.હરિવંશરાય બચ્ચન ની પ્રથમ પત્ની શ્યામાના અવસાન પછી તેઓ એક વર્ષ સુધી ઊંડી હતાશા ,નીરાશા અને ખાલીપાની મનોસ્થિતિમાં સરી પડ્યા હતા.જીવન જીવવાનો નશો એ ગુમાવી બેઠા હતા.

પત્નીના અવસાનના થોડા સમય પછી હરિવંશરાય બચ્ચનને એ સત્ય હકીકતનો અહેસાસ થયો કે છેવટે એમને જેવું પણ હોય એવું જીવન પસાર તો કરવું જ રહ્યું. પત્નીની વિદાયનો શોક કરવો તો ક્યાં સુધી ?

એમના જીવનમાંથી ગયેલો નશો (Passion) જ્યારે પાછો આવ્યો ત્યારે એમણે જે કાવ્ય રચનાઓ કરી એ ખુબ જ અદભૂત છે. એક કાવ્ય રચના जो बीत गई सो बात गई ખુબ વખણાઈ છે.

 બહુ જ પ્રસિદ્ધ હિન્દી રચના નીચે પ્રસ્તુત છે. આ હિન્દી કાવ્યનો ગુજરાતીમાં કરેલો મારો અનુવાદ પણ એ પછી મુક્યો છે.

એમનાં બીજી વારનાં પત્ની તેજી બચ્ચન અને હિન્દી ભાષાના આ પ્રિષ્ઠિત કવિના દામ્પત્યના છોડ ઉપર ખીલેલું પ્રથમ પુષ્પ એટલે આજનો આપણો સુપર સ્ટાર અમિતાભ બચ્ચન . એમના બીજા પુત્રનું નામ છે અજીતાભ બચ્ચન .  

અમિતાભ બચ્ચનએ એક કાર્યક્રમમાં કહ્યું હતું કે એ એક આશ્ચર્ય જનક બાબત છે કે કવી હરિવંશરાયનાં મધુશાલા જેવાં કાવ્યોમાં શરાબ અને નશા વિષે એમણે ખુબ લખ્યું છે પરંતુ એમના જીવનમાં એ શરાબ પીવામાંથી હમેશાં દુર રહ્યા હતા .

जो बीत गई सो बात गई કાવ્યમાં માં પણ શરાબ,શરાબ ખાના અને નશા વિષેનો ઉલ્લેખ તેઓએ કર્યો છે એ જોઈ શકાય છે.  

 जो बीत गई सो बात गई

जो बीत गई सो बात गई

 

जीवन में एक सितारा था

माना वह बेहद प्यारा था

वह डूब गया तो डूब गया

अम्बर के आनन को देखो

कितने इसके तारे टूटे

कितने इसके प्यारे छूटे

जो छूट गए फिर कहाँ मिले

पर बोलो टूटे तारों पर

कब अम्बर शोक मनाता है

जो बीत गई सो बात गई

 

जीवन में वह था एक कुसुम

थे उसपर नित्य निछावर तुम

वह सूख गया तो सूख गया

मधुवन की छाती को देखो

सूखी कितनी इसकी कलियाँ

मुर्झाई कितनी वल्लरियाँ

जो मुर्झाई फिर कहाँ खिली

पर बोलो सूखे फूलों पर

कब मधुवन शोर मचाता है

जो बीत गई सो बात गई

 

जीवन में मधु का प्याला था

तुमने तन मन दे डाला था

वह टूट गया तो टूट गया

मदिरालय का आँगन देखो

कितने प्याले हिल जाते हैं

गिर मिट्टी में मिल जाते हैं

जो गिरते हैं कब उठतें हैं

पर बोलो टूटे प्यालों पर

कब मदिरालय पछताता है

जो बीत गई सो बात गई

 

मृदु मिटटी के हैं बने हुए

मधु घट फूटा ही करते हैं

लघु जीवन लेकर आए हैं

प्याले टूटा ही करते हैं

फिर भी मदिरालय के अन्दर

मधु के घट हैं मधु प्याले हैं

जो मादकता के मारे हैं

वे मधु लूटा ही करते हैं

वह कच्चा पीने वाला है

जिसकी ममता घट प्यालों पर

जो सच्चे मधु से जला हुआ

कब रोता है चिल्लाता है

जो बीत गई सो बात गई।।

हरिवंशराय बच्चन

આ હિન્દી કાવ્યનો મારો ગુજરાતી અનુવાદ

જે વીતી ગઈ એ વાત હવે પતી ગઈ

જે વીતી ગઈ એ વાત હવે પતી ગઈ

મારા જીવન માટે તો એ એક તારો હતી
એ તારો બહુ વ્હાલો હતો એની ના નહિ
એ સિતારો હવે ખરી ગયો તો ખરી ગયો 

આ આકાશના આનંદને જ નિહાળોને 
આકાશમાં કેટલાએ તારા ખર્યા હશે

આકાશને કેટલા બધા એ વ્હાલા હતા 

પણ હવે ખરી ગયા એ ખરી ગયા

તમે જ કહો,જે ખર્યા એ તારાઓ પર
આકાશે કદી શોક કર્યો છે ખરો ?
જે વીતી ગઈ એ વાત હવે પતી ગઈ 

જીવનમાં એક કુસુમ-પુષ્પ સમ હતી

જેના પર તમે સદા સમર્પિત હતા 

એ પુષ્પ હવે સુકાઈ ગયુ તો સુકાઈ ગયું 
આ ફૂલવાડીની ધરતીને જ જુઓને  
એની ઘણી ખીલેલ કળીઓ સુકાઈ ગઈ  

પુષ્પો પણ એના ઘણાં સુકાઈ ગયાં

જે સૂકાયાં એ ફરી ખીલવાનાં છે ખરાં ?
સુકાઈ ગયેલ કળીયો કે ફૂલો પર,બોલો  
ફૂલવાડીએ કદી બુમરાણ મચાવી છે ?
જે વીતી ગઈ એ વાત હવે પતી ગઈ

 

જીવનમાં શરાબના પ્યાલા જેવી હતી એ
એના પર તન મન તમારું અર્પિત હતું
એ પ્યાલો હવે તૂટી ગયો તો તૂટી ગયો


શરાબખાનામાં શું થાય છે એ જ જુઓને

કેટલાએ પ્યાલા ત્યાં હલી જાય છે
નીચે પડી માટી ભેગા થાય છે 
જે પડ્યા એ પછી ઉભા ક્યાં થાય છે? 
બોલો, તૂટેલા એ પ્યાલાઓ ઉપર કદી
શરાબાલય ક્યાં પસ્તાવો કરતું હોય છે?
જે વીતી ગઈ એ વાત હવે પતી ગઈ

કોમળ માટીના બનેલા એ પ્યાલા
સદા તૂટતા ફૂટતા જ રહેવાના છે

ઓછો આવરદા લઈને આવેલા
એ પ્યાલાઓ તૂટ્યા કરવાના  છે  
એમ છતાં પણ શરાબાલયની અંદર 
શરાબના ઘડા સાથે પ્યાલા પણ મોજુદ છે  
જેને નશો જ કરવો છે  એ શરાબીઓ 
શરાબની લૂંટ ત્યાં કરતા જ રહે છે
એ પીનારો ખરો નહી,કાચો પોચો છે
જેનો મોહ ફક્ત પ્યાલાઓ પર જ છે   
મનમાં જેને ખરી  શરાબની  
આગ છે

એ ક્યાં રડતો કે બુમરાણ કરતો હોય છે

જે વીતી ગઈ એ વાત હવે પતી ગઈ

-હરિવંશરાય બચ્ચન … અનુવાદ- વિનોદ પટેલ 

એક જાતની એકલતામાં સરી પડેલા આ હિન્દી કવિની આવી જ બીજી બે કાવ્ય રચનાઓનો પણ આસ્વાદ લેવા જેવો છે. 

क्या भूलूँ, क्या याद करूँ मैं! 

अगणित उन्मादों के क्षण हैं,

अगणित अवसादों के क्षण हैं,

रजनी की सूनी घड़ियों को

किन-किन से आबाद करूँ मैं!

क्या भूलूँ, क्या याद करूँ मैं!

 

याद सुखों की आँसू लाती,

दुख की, दिल भारी कर जाती,

दोष किसे दूँ जब अपने से

अपने दिन बर्बाद करूँ मैं!

क्या भूलूँ, क्या याद करूँ मैं!

 

दोनों करके पछताता हूँ,

सोच नहीं, पर मैं पाता हूँ,

सुधियों के बंधन से कैसे

अपने को आज़ाद करूँ मैं!

क्या भूलूँ, क्या याद करूँ मैं!

एकांत संगीत

तट पर है तरूवर एकाकी,

नौका है, सागर में,

 

अंतरिक्ष में खग एकाकी,

तारा है अंबर में,

 

भू पर वन, वारिधि पर बेड़े,

नभ में उडु-खग मेला,

 

नर नारी से भरे जगत में

कवि का हृदय अकेला।

Amitabh Bachchan Family

Amitabh Bachchan Family

બચ્ચન પિતા પુત્રનો એક રમુજી પ્રસંગ

” મારાં મા-બાપે મને જન્મ જ શા માટે આપ્યો? “-અમિતાભ બચ્ચન 

આ આખી વાત અમિતાભે એક ટી.વી. પ્રોગ્રામમાં પોતાના મોઢે કહી છે!

સુપરસ્ટાર અમિતાભ બચ્ચનને ગ્રેજ્યુએટ થયા પછી નોકરી મળતી ન હતી . આથી એ ઘણો નિરાશ થઇ ગયો .આવી નિરાશાની પળોમાં એક વાર  એક વાર એને મનમાં એવો વિચાર આવ્યો હતો કે મારાં મા-બાપે મને જન્મ જ શા માટે આપ્યો? એના મિત્રોએ પણ કહ્યું કે આપણાં મા-બાપે આપણને જન્મ જ આપવો જોઈતો જ ન હતો. આ વાત સાંભળીને તેમણે પિતા હરિવંશરાય બચ્ચનને મોઢામોઢ કહી દીધું કે,આપને મુજે પૈદા હી ક્યું કિયા?

અમિતાભે પિતાના મોઢે આવું બોલતાં તો બોલી દીધું, પણ તેના જવાબમાં પિતા હરિવંશરાય બચ્ચન કંઈ જ ન બોલ્યા. તેઓ મહાન કવિ હતા. બીજા દિવસે સવારે અમિતાભ ઊઠયા ત્યારે તેમના બેડ ઉપર એક કાગળ પડયો હતો, જેમાં હરિવંશરાયે એક કવિતા લખી હતી. આ કવિતા કદાચ થોડીક રમૂજી લાગે પણ તેના ગુઢાર્થ ઘણું બધું કહી જાય છે…

જિંદગી ઔર જમાને કી કશ્મકશ સે ગભરા કે,

મેરે બેટે મુજસે પૂછતે હૈં કી હમેં પૈદાક્યું કિયા થા?

ઔર મેરે પાસ ઇસકે સિવા ઔર કોઈ જવાબ નહીં

કી મેરે બાપને ભી મુજસે બિના પૂછે મુજે પૈદા ક્યું કિયા થા?

 ઔર મેરે બાપકો ઉનકે બાપને બિના પૂછે ઉન્હેં

ઔર ઉનકે બાપને બિના પૂછે ઉન્હેં,

જિંદગી ઔર જમાને કી કશ્મકશ પહલે ભી થી,

આજ ભી હૈ, શાયદ જ્યાદા, કલ ભી હોગી શાયદ ઔર જ્યાદા,

તુમ ભી લિખ રખના

અપને બેટોં કો પૂછ કર ઉન્હેં પૈદા કરના!

 

 

 

 

( 588 ) હસવા માટે સમય કાઢો,કેમ કે હાસ્ય એ આત્માનું સંગીત છે.

 Father of the Nation laughing with a laughing child

Father of the Nation laughing with a laughing child

If a busy man like Gandhiji can laugh heartily and share lighter moments, why not we ? Take Time to Laugh.

Take time to laugh –હસવા માટે સમય કાઢો.

નેટ ચર્યા કરતાં(વિક્રમ રાજા નગર ચર્યા કરતા એમ જ સ્તો !)એક પ્રેરક અંગ્રેજી કાવ્ય રચના વાંચવામાં આવી .એ ગમી જતાં એને આજની પોસ્ટમાં પ્રસ્તુત કરેલ છે .તમોને પણ ગમે એવી છે.

કેટલાક લોકો કહેતા હોય છે કે હું બહુ કામમાં છું, મને બિલકુલ સમય મળતો નથી વિગેરે .આવી ફરિયાદો છતાં એવી કેટલીક બાબતો છે જે માટે કોઇપણ રીતે સમય કાઢીને નીચેના અંગ્રેજી કાવ્યમાં કહ્યું છે એટલી બાબતો માટે જો સમય ફાળવશો તો એ તમારા જીવનને વધુ સમૃદ્ધ બનાવશે.

અંગ્રેજી ના જાણતા વાચકો માટે એનો ગુજરાતીમાં અનુવાદ કરીને અંગ્રેજી કાવ્ય નીચે મુક્યો છે.

 Take time to laugh 

Take time to laugh;it is the music of the soul.

Take time to think;it is the source of power. 

Take time to read;it is the foundation of wisdom. 

Take time to play;it is the secret of staying young. 

Take time to be quiet;it is the opportunity to seek God. 

Take time to be aware;it is the opportunity to help others. 

Take time to love and be loved;it is God’s greatest gift. 

Take time to be friendly;it is the road to happiness. 

Take time to dream;it is what the future is made of. 

Take time to pray;it is the greatest power on earth.”

(Source– Mother Teresa Prayer CardClick this link to read)

 અનુવાદ ……. 

હસવા માટે સમય કાઢો,

કેમ કે હાસ્ય એ આત્માનું સંગીત છે. 

વિચારવા માટે સમય કાઢો,

કેમકે વિચાર એ શક્તિનો સ્ત્રોત છે.

 

વાંચવા માટે સમય કાઢો,

કેમ કે વાચન એ વિદ્વતાનો પાયો છે.

 

રમવા માટે માટે સમય કાઢો,

કેમ કે રમત ગમત એ યુવાન રહેવાની ચાવી છે.

 

મૌન પાળવા માટે સમય કાઢો,

કેમ કે મૌન એ ભગવાન પ્રાપ્તિ માટેની તક છે.

 

સમજણ કેળવવા માટે સમય કાઢો,

કેમ કે સમજણથી જ બીજાને મદદ કરી શકાય છે..

 

લોકોને પ્રેમ આપવા અને પ્રેમ લેવા માટે સમય કાઢો,

કેમકે પ્રેમ એ જ પ્રભુની એક મોટી ભેટ છે.

 

મૈત્રીભાવ કેળવવા માટે સમય કાઢો,

કેમ કે મિત્રતા એ સુખી થવા માટેનો રાજમાર્ગ છે.

 

સ્વપ્નશીલ બનવાનો સમય કાઢો,

કેમકે સ્વપ્નોથી જ ભવિષ્ય બનાવી શકાય છે. 

 

અને છેલ્લે,

પ્રભુ પ્રાર્થના માટે તો સમય કાઢો જ કાઢો,

કેમકે, પ્રભુ એ જ આ જગત ઉપરની એક મહાસત્તા છે.

વિનોદ પટેલ

( 577 ) ગઝલ વિષે ટૂંકો અંગ્રેજી લેખ … એક અંગ્રેજી ગઝલ…. એનો ગુજરાતી અનુવાદ

ગુજરાતી સાહિત્ય અકાદમી (યુ.કે.)ના ફેસ બુક પેજ ઉપર શ્રી વિપુલ કલ્યાણી, સંપાદક, ઓપીનીયન એ ગઝલ વિષે અંગ્રેજીમાં સમજ આપતો એક ટૂંકો લેખ ,શ્રી વિજય જોશી રચિત અંગ્રેજીમાં એક ગઝલ સાથે પોસ્ટ કર્યો છે.

આ બન્ને મિત્રોના આભાર સાથે એને નીચે પ્રસ્તુત કરું છું.

GHAZAL:

Traditionally invoking melancholy, love, longing, and metaphysical questions, a Ghazal is composed of a minimum of five couplets –– and no more than fifteen — that are structurally, thematically, and emotionally autonomous. The same refrain is repeated.

The rhyming scheme is AA BA CA DA EA. The last couplet usually contains name or pen name of the poet. Ghazals are often sung by Iranian, Indian, and Pakistani musicians. The form has roots in seventh-century Arabia, and gained prominence in the thirteenth- and fourteenth-century thanks to such Persian poets as Rumi and Hafiz.

In the eighteenth-century, the ghazal was used by poets writing in Urdu, a mix of Turkish, Persian, and Hindi. Among these poets, Ghalib is the recognized master. Other languages that adopted the ghazal include Hindi, Pashto, Turkish, and Hebrew. The German poet and philosopher Goethe experimented with the form.

 

A Poem by Vijay Joshi

 

 Last Wish 

If not rain, then dew drops will do.
if not flowers, then a petal will do.

Serve my last drink, o bartender,
if not whisky, then some poison will do.

Let me see her one last time, o destiny,
if not in person, then her shadow will do.

Read a ghazal one last time, vijay
if not whole then its last couplet will do.

 

ઉપરની અંગ્રેજી ગઝલનો મેં કરેલો ગુજરાતીમાં અનુવાદ

આ પ્રમાણે છે.

 

આખરી ઇચ્છા 

વરસાદની  ધાર નહી તો ઝાકળનાં ટીપાં પણ ચાલશે.

ફૂલછાબ નહીં તો ફૂલની પાંખડીઓ પણ ચાલશે.

સાકી આવ જરા મને છેલ્લો જામ પીવડાવી દે,

વિસ્કી જો ના મળે તો, થોડું ઝેર પણ ચાલશે.

જોવા દે પ્રિયાને, ઓ ભાગ્ય દેવતા, છેલ્લીવાર,

હજરાહજૂર નહીં તો એનો પડછાયો પણ ચાલશે.

એક ગઝલ વાંચી લે, ઓ વિજય, આખરી વાર, 

આખી નહી તો,છેલ્લી બે પંક્તિઓ પણ ચાલશે.    

અનુવાદ-વિનોદ પટેલ, ૧૧-૫-૧૪

 

(545) વૃધ્ધાશ્રમના પંખા …….. એક બોધ કથા

 એક નેટ મિત્રના ઈ-મેલમાં એક નાની અંગ્રેજી વાર્તા વાંચવામાં આવી . આ વાર્તા અસરકારક જણાતાં એનો અંગ્રેજીમાં ભાવાનુવાદ કરીને વાચકોને વાંચવા અને વિચારવા માટે  આજની પોસ્ટમાં રજુ કરી છે . ક્યાંક વાંચેલું યાદ આવે છે :

  જિંદગીની આ સ્થિતિ સૌથી કરુણ છે : વડીલો વિનાનું ઘર અને ઘર વિનાના વડીલો .  

એ જ મતલબનું એક બીજું અવતરણ છે કે

માતા-પિતાને બે વખત આંખમાં આંસું આવે છે ,  જ્યારે દીકરી ઘર છોડે ત્યારે અને જ્યારે દીકરો તરછોડે ત્યારે .”  

આ ટૂંકી પણ હૃદયસ્પર્શી બોધ કથામાં પોતાના ઘર વિનાની અને દિકરાથી તરછોડાયેલી સમાજની અનેક માતાઓમાં ની એક માતાની  કરુણ કથની છે .

આશા છે આ બોધકથા આપને ગમશે.

–વિનોદ પટેલ 

===================================================

વૃધ્ધાશ્રમના પંખા …….. એક બોધ કથા 
એક ભાઈ એમના પિતાના અવસાન બાદ એમની પત્નીની ઈચ્છાને માન આપી અને માતાની ઈચ્છાને અવગણીને માતાને શહેરના એક દુરના વૃધ્ધાશ્રમમાં મૂકી આવ્યા .
જો કે કોઈ કોઈવાર આ ભાઈ વૃધ્ધાશ્રમની મુલાકાત લેતા અને માતાને મળતા હતા ખરા !
એક દિવસ વૃધ્ધાશ્રમમાંથી એનાં સંચાલિકા બેનનો ફોન આ ભાઈ ઉપર આવ્યો કે તમારી માતાની તબિયત બહુ ખરાબ થઇ ગઈ છે . જલ્દી અહીં આવી માતાને મળી જાઓ .
દીકરો એકલો માતાને મળવા વૃદ્ધાશ્રમમાં આવ્યો અને એણે જોયું કે માતા જીવનના છેલ્લા શ્વાસ લઇ રહ્યાં છે .ક્યારે મોત આવે એ કહેવાય નહિ એવી સ્થિતિમાં છે .  
દીકરાએ માની પથારી નજીક વાંકા વળી પૂછ્યું :
“બોલ મા, તારી છેલ્લી ઈચ્છા શું છે ? તારા ગયા પછી તારી છેલ્લી ઈચ્છા હું જરૂર પૂરી કરીશ .” 
ઘડપણને લઈને જેનું શરીર લથડી ગયું છે એવી અશક્ત માતા ધીમા અવાજમાં દીકરાને કહે છે : 
“ બીજું તો કઈ નહી દીકરા, મારી આ રૂમમાં કે આખા વૃદ્ધાશ્રમમાં ગરમીમાં હવા માટે એક પણ પંખો નથી તો તું એ નંખાવી આપજે .”
આ સાંભળી દીકરાને આશ્ચર્ય થયું.એણે મા ને આશ્ચર્ય સાથે કહ્યું :
”આ બધો વખત તું અહી હતી અને હું તને મળવા આવતો હતો ત્યારે કોઈ વખતે તેં પંખાની ફરિયાદ કરી ન હતી અને હવે તારા જીવનની છેલ્લી ઘડીઓ બાકી છે અને તું કાયમ માટે વિદાય લઇ રહી છે ત્યારે આ વાત મને આજે જ કેમ કરે છે? “
માએ ધીમા સાદે જે જવાબ આપ્યો એમાં એના હૃદયમાં ઘણા વખતથી ઘૂંટાઈ રહેલું દર્દ બોલતું હતું .
મા એ કહ્યું :
” મેં તો ઉનાળાની ગરમીમાં આજ સુધી જેમ તેમ કરીને પંખા વિના ચલાવી લીધું પરંતુ હવે હું જાઉં છું ત્યારે તને અહીં પંખા નંખાવવા એટલા માટે કહું છે કે ભવિષ્યમાં જ્યારે તને તારાં સતાનો આ વૃધ્ધાશ્રમમાં મોકલશે ત્યારે મને બીક છે કે પંખા વિના એ વખતે તારાથી ગરમી સહન નહીં થઇ શકે !”
 અંગ્રેજી ઉપરથી ભાવાનુવાદ — વિનોદ પટેલ
=================================================
 

Gandhi-gujrati language