મિત્ર પી.કે.દાવડાએ એમના ઇમેલમાં મહા પુરુષોના માતૃ ભક્તિના નીચેના પ્રથમ બે પ્રસંગો ઈ-મેલથી મોકલ્યા છે. એમના આભાર સાથે નીચે પ્રસ્તુત છે .
માતૃભક્તિ
૧૯મી સદીમાં મુંબઈના બજારગેટ વિસ્તારમાં પ્રેમચંદ રાયચંદ નામે ગુજરાતી જૈન ધનાઢ્ય વેપારી રહેતા હતા . પ્રેમચંદ રાયચંદનું કુટુંબ જૈન ધર્મમાં ચૂસ્તપણે માનવાવાળું હતું, અને એમાં પણ પ્રેમચંદના માતા રાજબાઈ નિયમિત સામયિક કરતા . સામયિક એ જૈનધર્મમાં ૪૮ મિનીટના ધ્યાનની ધાર્મિક ક્રીયા છે. એ જમાનામાં ગણ્યાઅ ગાંઠ્યા લોકોના ઘરોમાં ઘડિયાળો હતા. રાજબાઈએ પુત્રને કહ્યું કે ઘડિયાળ સાથે એવું ટાવર બંધાવ કે આપણા વિસ્તારના બધા લોકો એ ઘડિયાળ જોઈ શકે અને સામયિક કરી શકે. માતૃભક્ત પ્રેમચંદે ૧૮૬૯ માં ૨૮૦ ફૂટ ઊંચા ટાવરનું બાંધકામ શરૂ કર્યું, અને ૧૮૭૬ માં બે લાખ રૂપિયાના ખર્ચે (આજની કીમત ૫૦ કરોડ રૂપિયા) પૂરૂં કર્યું. શરૂઆતમાં આ ટાવરના ધડિયાળમાં દર ૪૮ મિનીટે ટકોરા થતા, જેમાં પછીથી ફેરફાર કરી કલાકે કલાકે કરવામાં આવ્યા. આ ટાવરને રાજબાઈ ટાવર નામ આપવામાં આવ્યું, જે અંગ્રેજીમાં RAJABAI લખાતાં રાજાબાઈ ટાવર તરીકે જાણીતું થયું.
આને કહેવાય માતૃભક્તિ.
-પી. કે. દાવડા
——————————————————–
ગાંધીજીની માતૃભક્તિ.
ગાંધીજી વિલાયત જતા હતા ત્યારે એમનાં માતા પૂતળીબાઇએ એમની પાસે ત્રણ પ્રતિજ્ઞાઓ લેવડાવેલી: “માંસ,મદિરા અને પરસ્ત્રીસંગથી દૂર રહેવું “ ગાંધીજીએ આ પ્રતિજ્ઞાઓનું ચુસ્તપણેંપાલન કર્યું હતું.
-પી. કે. દાવડા
—————————————————-
નેપોલિયનનીમાતૃભક્તિ
નેપોલિયન પણ જબરો માતૃભક્ત હતો. એકવાર એના સૈનિકો એક અંગ્રેજ યુધ્ધ્કેદીને એની પાસે પકડી લાવ્યા અને કહ્યું:”આ કેદી કોટડીમાંથી છટકી તરાપામાં બેસી ઇંગ્લેંડ ભાગી જવા ઇચ્છતો હતો.”
નેપોલિયને કહ્યું:
“દોસ્ત, જે પ્રિયતમાને મળવા માટે તું ભયંકર ઇંગ્લિશ ખાડી એક મામૂલી તરાપામાં બેસી પાર કરવાનું સાહસ ખેડવા તૈયાર થયો હતો, એના માટે મને ઇર્ષ્યા થાય છે.”
“ના,મહારાજ !” કેદીએ કહ્યું:”હું તો મારી વૃધ્ધ માતાને મળવા જતો હતો.”
આ સાંભળતાં જ નેપોલિયને પોતાના સૈનિકોને કહ્યું:
“આ કેદીને હમણાં ને હમણાં જ આપણા વહાણમાં બેસાડો ને નજીકમાં જ કોઇ અંગ્રેજ વહાણ દેખાતું હોયતો એને ઇંગ્લેંડ પહોચાડવાની વ્યવસ્થા કરો. મા પ્રત્યેના પ્રેમની વાત આવતાં જ ને પોલિયન જેવા શિસ્તના આગ્રહી સેનાપતિએ પણ યુધ્ધ્કેદીને સજા કરવાને બદલે માફી આપી અને ઉપરથી મદદ કરી.—અજ્ઞાત
—————————————————————————-
ફાધર વાલેસની માતૃભક્તિ
આજીવન પ્રાધ્યાપક,લેખક અને ઉપદેશક એવા સ્પેનિશ મૂળના પરંતુ ગુજરાતમાં રહી સવાઈ ગુજરાતી બની ગયેલ ફાધર વાલેસને નિવૃત્તિ લીધા પછી પણ પાછા સ્પેન જવાનો મનમાં કોઈ વિચાર ન હતો.તેઓએ કયા કારણે વતન સ્પેન જવાનું નક્કી કર્યું એ અંગે એમણે લખ્યું છે:
”મારી જિંદગીના ૫૦ વર્ષ હું ભારતમાં રહ્યો .મને ત્યાં એટલું ગમી ગયેલું કે હું પાછો સ્પેન આવવા માગતો ન હતો.પરતું મારાં માતા જ્યારે ૯૯ વર્ષનાં અહીં (સ્પેનમાં )એકલાં પડ્યાં એટલે એમણે મને સ્પેન પાછા આવી જવા જણાવ્યું.મારી માતાની ઈચ્છાને માન આપી હું સ્પેન આવી ગયો અને એમની સેવામાં લાગી ગયો .જ્યારે મારી માતાને હું પુછું કે બા તારી તબિયત કેમ છે ?એનો હમ્મેશનો જવાબ હોય કે દીકરા મારી જોડે તું છે એટલે કોઈ દુખ નથી,મજામાં છું.”
એમની માતાની સાથે ગાળેલ સમય અંગે એ વધુમાં જણાવતાં કહે છે :
”વૃધ્ધાવસ્થા માં માતા-પિતા જોડે રહી એમની સંગતમાં રહેવું એ એમની મોટામાં મોટી સેવા છે.માતાની ગમે તેટલી ઉમર હોય તો ય દીકરાના જીવન ઉપરનો એમનો મંગળ પ્રભાવ કદી ય પુરો થતો નથી.જિંદગીનું સૌથી માંઘુ ઔષધ માતાનો પ્રેમ છે.મારી જિંદગીનો સૌથી મોટો સંતોષ એ છે કે મારી માતાની માંદગી દરમ્યાન એમની સેવા ચાકરી કરવાની તક મને પ્રાપ્ત થઇ.તેઓ ૧૦૧ વર્ષ જીવ્યાં અને એમની અંતિમ ક્ષણોએ હું એમની સાથે હતો.એમના ચહેરા પર મારા પ્રત્યેનો સંતોષ અને આશીર્વાદના જે ભાવો પ્રગટ્યા હતા તે આજે પણ મારામાં જાણે કે નવી શક્તિ પ્રેરે છે.”
ફાધર વાલેસની નિર્મળ માતૃભક્તિનું આ કેટલું પ્રેરણાદાયક ઉદાહરણ કહેવાય!
—વિનોદ પટેલ
વિનોદ વિહારની એક પોસ્ટ “ફાધર વાલેસની અજબ કાર્યનિષ્ઠા અને અનન્ય માતૃભક્તિ” માંથી
———————————————————————
આંધળી માનો મોબાઈલ( હાસ્ય લેખ ) –કલ્પના દેસાઈ
હાસ્ય લેખિકા કલ્પના દેસાઈએ એમના હાસ્ય લેખો માટે નો નવો બ્લોગ ‘લપ્પન–છપ્પન’ નામે શરુ કર્યો છે .આ બ્લોગની ‘મધર્સ ડે’ ની એક નાનકડી ભેટ તરીકે “આંધળી માનો મોબાઈલ “ નામનો રમુજી લેખ એમણે ઈ-મેલથી મોકલ્યો છે .
મધર્સ ડે પ્રસંગને અનુરૂપ આ લેખ મને ગમી જતાં આપને પણ વાંચવા માટે પોસ્ટ કરેલ છે .
કલ્પનાબેન દેસાઈ એમના ઈ-મેલમાં લખે છે ….
મિત્રો,
‘મધર્સ ડે’ પર એક નાનકડી ભેટ.
ઠેર ઠેર દેખાતી મોબાઈલ માતાને તો તમે જોઈ જ હશે.
આજે ‘લપ્પન–છપ્પન’માં માનો વારો.
આંધળી માનો મોબાઈલ
‘બેટા, વહુ કેવું રાંધે છે ? મારા જેવી રસોઈ બનાવે છે ? તને ભાવે છે ? ભૂખ્યો તો નથી રહેતો ને ? તને જે ખાવાનું મન થાય તે મને કહેજે, પાર્સલ કરી દઈશ. નહીં તો વહુને કહેજે, મને ફોન કરે, હું શીખવી દઈશ.
( આખો હાસ્ય લેખ નીચેની લિન્ક ઉપર ક્લિક કરીને વાંચો )
લિન્ક છે:લપ્પન–છપ્પન’………જીવનના આનંદની ગુરુચાવી
વાંચીને અહીં જણાવશો.
આભાર.
કલ્પના દેસાઈ
kalpanadesai.in@gmail.com
રવિવાર, ૧૧ મે ૨૦૧૪
———————————————-
વાચકોના પ્રતિભાવ