આજે બાળકોથી માંડી વૃદ્ધ જનો( આબાલવૃદ્ધ ) ની આંખો અને આંગળીઓ આધુનિક ટેકનોલોજીનાં પ્રસાધનો જેવાં કે મોબાઈલ ફોન,આઈ -ફોન,આઈ-પેડ,સ્માર્ટ ફોન, લેપ ટોપ વી.ના ટચ સ્ક્રીન ઉપર રમતી હોય છે. આજે ટીન એજર્સ ” સ્ક્રીન એજર્સ ” થયા છે.લોકોનો મોટા ભાગનો સમય ફેસ બુક, વૉટસેપ,ટ્વીટર જેવાં સોસીયલ મીડિયાએ ઝુંટવી લીધો છે.કુટુંબી જનો વચ્ચેની વાતચીતનો વહેવાર સાવ ઘટી ગયો છે. કુટુંબનાં લગભગ બધાં જ સભ્યો આધુનિક ઉપકરણોમાં મશગુલ હોય છે.
આધુનિક કુટુંબનું એક દ્રશ્ય …..
નવી પેઢીનો વિદ્યાર્થી અને શાળા (કાર્ટુન )
આવી બદલાએલી પરિસ્થિતિના અવલોકનમાંથી પ્રેરિત કવિ શ્રી હર્ષદ દવેની એક મજાની કાવ્ય રચના “છોડ તારા વૉટસેપના ગ્રુપ”નીચે પ્રસ્તુત છે.
‘જીવન છે ટચસ્ક્રીનની બહાર” એવી કવિની સાચી સલાહને માનવા માટે આજે કેટલા તૈયાર થશે એ એક મોટો પ્રશ્ન છે !
યુ-ટ્યુબ ઉપર ઘણાએ રાજકીય નેતાઓ ઉપર કટાક્ષ કરતાં SO SORRY નાં પોલીટીકલ વિડીયો કાર્ટુન- POLITOONS જોયાં હશે .
ભારતના વડા પ્રધાન શ્રી નરેન્દ્ર મોદી અને અમેરકાના પ્રેસીડન્ટ બરાક ઓબામા અમેરકાની ભૂમિ ઉપર પ્રથમવાર મળી રહ્યા છે એ પ્રસંગે એ બન્ને ઉપર આજની પોસ્ટમાં POLITOONS -વિડીયો કાર્ટુનના માધ્યમથી થોડી ટીખળ –રમુજ કરી લઈએ .થોડું હસી લઈએ અને હળવા થઈએ .
ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદી તારીખ ૨૫ સપ્ટેમ્બરે અમેરિકા -ન્યુયોર્ક અને વોશિંગટન –એમના નિયત કાર્યક્રમ પ્રમાણે આવી રહ્યા છે . નરેન્દ્ર મોદીને આવકારવા અમેરિકન પ્રેસિડન્ટ બરાક ઓબામાનું વહીવટી તંત્ર થનગની રહ્યું છે. લાલ જાજમ બિછાવવાની તૈયારીઓ ચાલી રહી છે. ઓબામા નરેન્દ્ર મોદી માટે વિશેષ ભોજન સમારંભની પણ તૈયારી કરી રહ્યા છે. ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીને આવકારવા માટે યુએસએ સ્થિત ભારતીયોમાં પણ અનોખો ઉત્સાહ જોવા મળી રહ્યો છે અને નવરાત્રિમાં દિવાળી જેવો માહોલ છવાયો છે એમ કહીએ તો ચાલે .
આ એ જ અમેરિકા છે જેના વહીવટી તંત્રે ૨૦૦૨માં મોદીના મુખ્ય પ્રધાન પદ દરમિયાન ગુજરાતમાં થયેલા કોમી રમખાણો બાદ એમનું નામ બ્લેકલિસ્ટમાં મૂકી એમને બીઝનેસ કે ટુરિસ્ટ વિઝા આપવાની સ્પષ્ટ ના પાડી દીધી હતી.
તો આપણને સ્વાભાવિક સવાલ થાય કે અમેરિકાની નીતિમાં આવેલ આવા અચાનક ફેરફારનું શું કારણ ?
ઓબામાની મોદીને આવકારવાની તત્પરતાનો જવાબ તમને આ નીચેના
so sorry ના કાર્ટુન વિડીયોમાંથી મળી રહેશે ,
The secret behind Obama’s invitation to PM Narendra Modi
આજે તો એ ખુબ જાણીતી હકીકત છે કે વડા પ્રધાન નરેન્દ્ર મોદી એમની ખાસ ડીઝાઈનના વિવિધ રંગના અને દરેક પ્રસંગને અનુરૂપ ડ્રેસ પરિધાન કરે છે . એમની પસંદગીના ટોપ ડિઝાઈનરો એમના માટે ડ્રેસ તૈયાર કરે છે .હવે તેઓ અમેરિકા આવે છે ત્યારે કેવા પ્રકારનો ડ્રેસ પહેરશે એના ઉપર જુદી જુદી અટકળો ચાલી રહી છે . આ કાર્ટુન વિડીયોમાં એમના ડ્રેસ માટેની ધમધોકાર તૈયારીઓ જુઓ અને માણો .
વાચકોના પ્રતિભાવ