રક્ષા બંધનનું પર્વ આવે એટલે બહેન ભાઈની રક્ષા માટે એના હાથે રાખડી બાંધે છે અને એની દરેક રીતની કુશળતા માટે પ્રભુને પ્રાર્થના કરે છે.
ગરીબ હો અથવા તવંગર,એક બહેનનો ભાઈ પ્રત્યેનો પ્રેમ એક સરખો હોય છે.એમાં કોઈ જાતનો ફરક નથી હોતો.
આ વાતની પ્રતીતિ કરતી એક મિત્ર તરફથી વોટ્સેપ સંદેશમાં પ્રાપ્ત નીચેની વાર્તા મને ગમી ગઈ.એમના આભાર સાથે રક્ષાબન્ધન ના પર્વની ભાવનાને ઉજાગર કરતી આ વાર્તા નીચે પ્રસ્તુત છે.
વિનોદ પટેલ
બહેનનો ભાઈ પ્રત્યેનો પ્રેમ
ઉનાળાની બળબળતી બપોરે એક ઠંડાપીણાવાળાની દુકાન પર ભીડ જામી હતી. તાપથી રાહત મેળવવા બધા પોતાના મનપસંદ ઠંડા પીણાની મોજ માણી રહ્યા હતા.
એક ફાટેલા તુટેલા કપડા પહેરેલી અને વિખરાયેલા વાળ વાળી છોકરી જાત જાતના પીણા પી રહેલા આ લોકોને ટીકી ટીકીને જોયા કરતી હતી.
એકભાઇનું આ છોકરી પર ધ્યાન પડ્યુ. એ દુર ઉભી હતી એટલે પેલા ભાઇએ એને નજીક બોલાવી પણ છોકરી ત્યાં આવવામાં સંકોચ અનુભવતી હતી.કદાચ એના ગંદા અને ફાટેલા કપડા એને ત્યાં ઉભેલા સજ્જન માણસો પાસે જતાં અટકાવતા હશે.
આમ છતાં થોડી હિંમત કરીને એ નજીક આવી.
પેલા ભાઇએ પુછ્યુ, ” તારે લસ્સી પીવી છે ?”
છોકરી ‘હા’ બોલી એ સાથે મોઢુ પણ ભીનુ ભીનુ થઇ ગયું.
છોકરી માટે ડ્રાયફ્રુટ સ્પેશિયલ લસ્સીનો ઓર્ડર આપવામાં આવ્યો. લસ્સીનો ગ્લાસ છોકરીના હાથમાં આવ્યો અને એ તો આંખો ફાડીને ગ્લાસમાં લસ્સીની ઉપર રહેલા કાજુબદામને જોઇ રહી.
એણે પેલા ભાઇ સાથે આભારવશ નજરે વાત કરતાં કહ્યુ,
” શેઠ, જીંદગીમાં કોઇ દી આવું પીધુ નથી. સુગંધ પણ કેવી જોરદાર આવે છે.”
આટલુ બોલીને એણે લસ્સીનો ગ્લાસ પોતાના મોઢા તરફ આગળ કર્યો.
હજુ તો ગ્લાસ હોંઠને સ્પર્શે એ પહેલા એણે પાછો લઇ લીધો.
ગ્લાસ દુકાનવાળા ભાઇને પાછો આપીને એ છોકરી બોલી,
” ભાઇ, મને આ લસ્સી પેક કરી દોને. ગમે તે કોથળીમાં ભરી દેશો તો પણ ચાલશે.”
મા માત્ર એક જ અક્ષરનો શબ્દ છે પરંતુ આ શબ્દમાં રહેલા ભાવોનું વર્ણન કરવા શબ્દો ઓછા પડે.કેટલાએ લેખકો, કવિઓ અને મહાન પુરુષોએ માની મહત્તા વિષે એમના કાવ્યો,લેખો અને પુસ્તકોમાં મન મુકીને ગાયુ છે કે લખ્યું છે.
શીતળતા પામવાને ,માનવી તું દોટ કાં મુકે ? જે માની ગોદમાં છે,તે હિમાલયમાં નથી હોતી. — કવિ મેહુલ
કહેવાય છે કે ઈશ્વર બધે હાજર રહી શકતો નથી એટલે એણે માતાનું સર્જન કર્યું.
મારા જીવનમાં મારાં સ્વ.માતુશ્રી શાંતાબેન મારા જન્મથી માંડી એમના જીવનના અંત સુધી મારી સાથે જ મારી નજર સામે રહ્યાં હતાં. એમના તરફથી મને જે અપાર પ્રેમ અને આશિષ પ્રાપ્ત થયાં છે એ કદી ભૂલી શકાય એમ નથી.
માતૃ સ્મૃતિ
( મોટા અક્ષરે વાંચવા નીચેના ચિત્ર પર ક્લિક કરશો.)
માતૃ સ્મૃતિ (બે જૂની યાદગાર તસ્વીરો )
મારી માતાની સ્મૃતિમાં એમના રંગુન, બર્માના ભવ્ય ભૂતકાળની યાદ અપાવતી બહું જૂની બે યાદગાર તસ્વીરો નીચે મૂકી છે.
પ્રથમ તસ્વીરમાં મારાં માતુશ્રી શાંતાબેન -ઉભેલાં – અને એમનાં મોટીબેન હીરાબેન -ખુરશીમાં બેઠેલાં જણાય છે . (Rangoon,Burma-1935-1936)
બીજી તસ્વીરમાં મારા નાના ભગવાનદાસ સાથે બેઠેલાં મારા માતા શાંતાબેન,નાની,મારાં માસી હીરાબેન છે .(રંગુન ,બર્મા ..1920-21 )
માતુશ્રી સ્વ. શાંતાબેન ( અમ્મા ) ની જીવન ઝરમર
”અય મા ,તેરી સુરત સે અલગ , ભગવાનકી સુરત ક્યા હોગી !”
મારાં માતાનો જન્મ રંગુનમાં થયો હતો .મારો જન્મ પણ રંગુનમાં થયો હતો.ઉપરની બન્ને તસ્વીરો મારા નાના ભગવાનદાસની રંગુનમાં જાહોજલાલી હતી,એ વખતની છે.બ્રહ્મ દેશનાં ત્રણ મોટાં શહેરો-રંગુન, મોન્ડલે અને બસીનમાં એમની પેઢીઓ ધમધોકાર રીતે ચાલતી હતી.જાપાને બર્મા ઉપર બોમ્મારો કર્યો ત્યારે બધી મિલકત ત્યાં છોડીને આખું કુટુંબ જીવ બચાવીને વતનના ગામ ડાંગરવામાં આવી ગયું હતું.
આ વખતે મારી ઉંમર ફક્ત ચાર વર્ષની હતી.મારા કમનશીબે ,થોડા વખત પછી ગામમાં ચાલતા પોલીઓના વાયરસમાં હું સપડાઈ ગયો હતો.પોલીયોની રસી તો એ પછી ઘણા વર્ષો પછી શોધાઈ હતી.મારી પોલીયોની બીમારીમાં અને એ પછી માતાના મૃત્યું પર્યંત મને માતાનો જે પ્રેમ મળ્યો હતો એનું વર્ણન કરવા મારા માટે શબ્દો બહુ ઓછા પડે એમ છે.
મધર્સ ડે નિમિત્તે મારાં સ્વ. માતુશ્રી સ્વ. શાંતાબેન ( અમ્મા ) ની પ્રેરક સચિત્ર જીવન ઝરમર નીચેની ખાસ તૈયાર કરેલ પી.ડી.એફ. ફાઈલની લિંક ઉપર ક્લિક કરીને વાંચશો .
રક્ષા બંધનના પવિત્ર પર્વ નિમિત્તે જાણીતા કટાર લેખક શ્રી પરેશ વ્યાસએ લખેલ ખાસ લેખ ” ભાઇ બહેનનું પ્રેમપર્વ ” એમના આભાર સાથે આજની પોસ્ટમાં પ્રસ્તુત કરતાં આનંદ થાય છે.ગુજરાત સમાચારની રવીવારની પૂર્તિમાં પણ આ લેખ પ્રસિદ્ધ થયો છે.
શ્રી પરેશભાઈએ એમના લેખની શરૂઆત એમનાં બેન જાણીતાં લેખિકા અને કવિયત્રી શ્રીમતી યામિની ગૌરાંગ વ્યાસની રક્ષાબંધન પર્વની કવિતાની બે પંક્તિઓથી કરી છે
આ આખું કાવ્ય સચિત્ર યામિનીબેનના આભાર સાથે નીચે પ્રસ્તુત છે.આ પ્રસંગોચિત સુંદર કાવ્યમાં એક બેનનો એમના ભાઈ પ્રત્યેનો પ્રેમ સોળે કળાએ ખીલી ઉઠ્યો છે.
ભાઇ બહેનનું પ્રેમપર્વ ….. શ્રી પરેશ વ્યાસ
કુમકુમ તિલકથી વધાવું રે ભાલ પર ટપકું એક કાળું લગાડું રે …. ગાલ પર પાંચે પકવાન આજ રાંધુ વહાલપના તાંતણાથી બાંધું રે વીરલા… -યામિની વ્યાસ
રક્ષાબંધન. ભાઇ બહેનના પ્રેમની ઉજવણીનું પર્વ. ગુજરાતી ભાષામાં ભાઇ બહેનનાં પ્રેમની કવિતા ગોતવી હોય તો છેક ચં. ચી. મહેતાનાં ‘ઇલા કાવ્યો’ યાદ કરવા પડે. ગવાતા ગીતો યાદ કરીએ તો અવિનાશ વ્યાસનું ફિલ્મ ‘સોનબાઇની ચુંદડી’નું ગીત ‘કોણ હલાવે લીમડી ને કોણ ઝુલાવે પીપળી’ યાદ કરવું પડે.
વરસાદ, કૃષ્ણ, રાધા, છોકરો, છોકરી, ફૂલ, પર્વત, નદી કે દરિયાને વિષય લઇને કવિતાઓ કે ગઝલોનો અંબાર અપાર છે. મા, દીકરી, સુખ, દુ:ખ, જીવન, મરણનાં વિષયને પણ શરણ થાય છે આપણા કવિઓ. પણ ભાઇ બહેનનાં પ્રેમની કવિતા લખવામાં કાંઇ મઝા નથી. અથવા તો કદાચ એમ કે કવિઓ આપણી લાગણીઓને લખે છે. કદાચ અર્વાચીન યુગમાં ભાઇ બહેનનાં પ્રેમની એટલી એહમિયત નહીં રહી હોય. હિંદી ફિલ્મ્સનાં ગીતો પણ જુઓ. બહેનાને ભાઇ કી કલાઇ સે પ્યાર બાંધા હૈ અથવા તો ભૈયા મેરે રાખીકે બંધનકો નિભાના.. જૂના જમાનાના ગીતો યાદ આવે. અરિજીત સિંઘ કે શ્રેયા ઘોષાલે ભાઇ બહેનનાં પ્રેમનું ગીત કેમ ગાયું નહીં હોય? અરિજીતે આમ એક ફિલ્મમાં ગીત તો ગાયું છે પણ ફિલ્મનું નામ હતું ‘બહેન હોગી તેરી’. લો બોલો! થોડી ફિલ્મ્સ અલબત્ત આવી છે. ‘માય બ્રધર, નિખિલ’, ‘ફિઝા’ કે પછી ‘ઇકબાલ’. પણ હવે એ નામ યાદ કરવા ગૂગલનો સહારો લેવો પડે છે! આપણને આમ ભાઇ બહેનનાં સંબંધોમાં રસ નથી. ભાઇ બહેનનો પ્રેમ? ઠીક છે મારા ભાઇ. નથિંગ કૂલ અબાઉટ ઇટ. પ્રાઇમ ટાઇમ હિંદી ટીવી સિરીયલ્સમાં સામાન્ય રીતે બહેન પોતાનાં ભાઇનાં પ્રેમમાં ખલનાયિકાની ભૂમિકા અદા કરતી જોવા મળે છે. અને સમાચારમાં પણ રક્ષાબંધન કે ભાઇબીજનાં તહેવાર સિવાય ભાઇ બહેનનાં પ્રેમની ખાસ કોઇ સ્ટોરી હોતી નથી. હોય તો ય ઑનર કિલિંગ જેવી બીહડ ન્યૂઝ સ્ટોરી.
બહેને પરન્યાત કે પરધર્મી જોડે લગ્ન કર્યા અને ભાઇએ બહેન બનેવીને મારી નાંખ્યાનાં બનાવ આજે બને છે .અરે,પાકિસ્તાનથી તો ઑનર રેપનાં સમાચાર આવ્યા છે. મુલતાન શહેર નજીકનાં ગામડામાં બાર વર્ષની એક નાની છોકરી ખેતરમાં ઘાસ કાપતી હતી ત્યારે એક સોળ વર્ષનાં છોકરાએ બળાત્કાર કર્યો. ગામની પંચાયતે નક્કી કર્યું કે છોકરીનો ભાઇ જે સોળ વર્ષનો છે એણે બળાત્કારી ભાઇની બહેન પર બળાત્કાર કરવો. અને બે દિવસમાં બે બળાત્કાર થયા. ફિટકાર છે…
ભાઇ બહેનનો સંબંધ અમૂલ્ય છે. કદાચ વન ચાઇલ્ડ ફેમિલીએ આપણી અવદશા કરી છે. અથવા કદાચ એમ કે આપણા શિક્ષણ, કલા કે સાહિત્યને ભાઇ-બહેનનાં સંબંધોને પોંખવામાં ઝાઝો રસ રહ્યો નથી. પણ એક સરસ સમાચાર અફઘાનિસ્તાનથી આવ્યા છે. આ એ દેશ છે જ્યાં સ્ત્રીઓ પોતાની ઓળખાણ ગોતી રહી છે. અહીં એ કોઇની મા, પત્ની કે દીકરી છે. બસ, બીજું કાંઇ નહીં. ત્યારે ત્યાંનાં ટેલિવિઝન શૉ ‘બાગાચ-એ-સિમસિમ’ (બાળકોમાં ખૂબ લોકપ્રિય ટીવી સીરીયલ અમેરિકન ‘સિસમ સ્ટ્રીટ’ની અફઘાની આવૃત્તિ)માં બે નવા કઠપૂતળી પાત્ર રજૂ થયા છે. એક છે નાનો છોકરો ઝિરાક. દરી અને પાસ્તો ભાષામાં એનો અર્થ થાય સ્માર્ટ. બીજી એની મોટી બહેન ઝરી. ઝિરાક ભણવામાં હોંશિયાર ઝરીને માન આપે છે. એની પાસે અવનવું શીખવાની કોશિશ કરે છે. બહેન માટે પ્રેમ ઉજાગર કરવાનો નવો અભિગમ છે આ. ચાલો, કશેક કોશિશ તો થઇ રહી છે.
રક્ષાબંધનનાં દિને બહેન ભાઇનાં ઉત્કર્ષની કામના કરે છે, ભાઇ બહેનને રક્ષાનું વચન આપે છે. બન્નેનો ઉછેર સાથે થયો હોય પણ બહેન પરણીને સાસરે જાય પછી એનો પોતાનો પરિવાર. ભાઇને પોતાનો. રોજ મળવાનું થાય નહીં પણ પ્રેમ અકબંધ રહે. આમ એકબીજાનાં નિજી જીવનમાં દખલન્દાજી નહીં પણ જરૂરિયાત ટાણે પડખે અચૂક ઊભા રહેવું.
પ્રેરણાત્મક વિચારોની લેખિકા કેથરિન પલ્સિફર કહે છે કે અમે મોટા થયા ત્યારે મારા ભાઇઓ એ રીતે વર્તતા કે જાણે એમને કોઇ પડી નથી પણ મને હંમેશા ખાત્રી હતી કે એ મારું ધ્યાન રાખતા હતા અને તેઓ (મારા માટે) હતા.
— પરેશ વ્યાસ ફેસબુક પરથી સાભાર
રક્ષાબંધન પ્રસંગોચિત મારી ત્રણ હાઈકુ રચનાઓ
બેનડી બાંધે રાખી,ભાઈ બંધાય, પ્રેમ દોરથી
=====
રક્ષા બંધન ભાઈ બેન પ્રેમથી ઉજવે પર્વ
====
રાખડીમાં છે ભાઈનું અમરત્વ બેનની આશ
વિનોદ પટેલ
રક્ષાબંધન પર્વ પ્રસંગે સૌને અભિનંદન અને હાર્દિક શુભેચ્છાઓ
“એકલો જાને રે!” કાવ્ય કૃતિ નોબેલ પ્રાઈઝ વિજેતા કવિવર રવીન્દ્રનાથ ટાગોરની સૌને પ્રોત્સાહિત કરતી એક પ્રેરક અને અમર કાવ્ય કૃતિ છે.
પૂજ્ય ગાંધી બાપુના રહસ્ય મંત્રી સ્વ.મહાદેવભાઇ દેસાઇએ કવિવરની મૂળ સુંદર બંગાળી કાવ્ય કૃતિનો એટલો જ સુંદર ગુજરાતીમાં ભાવાનુવાદ કર્યો છે એ નીચે પ્રસ્તુત છે.
એકલો જાને રે!
તારી જો હાક સુણી કોઇ ના આવે, તો એકલો જાને રે! એકલો જાને, એકલો જાને, એકલો જાને રે! – તારી જો …
આ ગીતમાં કવિ ટાગોર માનવીઓને સંબોધીને એક સંદેશ આપતાં કહે છે કે જો તારી જીવનની મુસાફરીમાં તારે કોઈનો સંગાથ પ્રાપ્ત નથી,કોઈનો સહકાર મળતો નથી, લોકો તારાથી મુખ ફેરવી લે છે તો શું થયું. કોઈ પણ વિપરીત સંજોગોથી તું ગભરાઈશ નહિ.કોઈ પણ સારાં કાર્ય માટે તારી સાથે કોઈ આવવા તૈયાર ના હોય કે ના આવતા હોય તો તું એકલો નીકળી પડ અને તારા નિશ્ચિત ધ્યેયને પ્રાપ્ત કર.
ટાગોરે આ ગીતની રચના ૧૯૦૫માં કરી હતી જ્યારે અંગ્રેજો સામે સ્વતંત્રતાની લડતની શરૂઆત દેશમાં થઇ ચુકી હતી.ગાંધીજી એ વખતે આફ્રિકામાં સત્યાગ્રહની લડત ચલાવી રહ્યા હતા.આવી રાજકીય પાર્શ્વ ભૂમિકામાં લોકોને દેશની આઝાદી માટે માટે એકલા નીકળી પડવાની હાકલ કરતું અને પ્રેરિત કરતું ટાગોરનું આ ગીત છે.પુ.વિનોબા ભાવેએ જ્યારે એમની ભૂદાન ચળવળ શરુ કરી એ વખતે તેઓએ ટાગોરનું આ ગીત ગાયું હતું.
કવિવરના આ ગીતમાં કેટલો પ્રેરક સંદેશ અને અદભૂત ભાવ છે ! શબ્દ પ્રયોજન પણ હૃદયને સીધું સ્પર્શી જાય એટલું સુંદર છે.એક સુંદર કાવ્યની બધી ખૂબીઓ આ પ્રેરક ગીતમાં છે.
કવિવર ટાગોરનું આ ગેય કાવ્ય જ્યારે કોઈ જાણીતા ગાયકના કંઠે ગવાય ત્યારે કેવું દીપી ઉઠે છે એ નીચેના વિડીયોમાં જ્યારે તમે સાંભળશો ત્યારે તમને કોઈ નવી જ અનુભૂતિ થશે.
ગુજરાતીમાં આ આખું ગીત તેજસ મોદીના સૌજન્યથી સાંભળો. Ekla Chalo Re …Full Gujarati song Tejas Modi
ટાગોરનું મૂળ બંગાળી ભાષાનું આ ગીત જાણીતી બંગાળી ગાયિકા શ્રેયા ઘોષાલના સુરીલા કંઠે માણો.
Shreya Ghosal Ekla Chalo Re
હિન્દી ફિલ્મ કહાની ( ૨૦૧૨ ) માં સુપર સ્ટાર અમિતાભ બચ્ચનના કંઠે અંગ્રેજી, બંગાળી અને હિન્દી મિશ્ર રીતે ગવાતું આ ગીત માણો.
Tribute to Tagore – Amitabh Bachchan – Ekla Chalo Re (Movie Kahaani-2012)
ભારતના રાષ્ટ્રગીત તરીકે અપનાવાયેલ ગીત એ નોબૅલ પારિતોષિક વિજેતા રવીન્દ્રનાથ ટાગોર રચીત બંગાળી ભાષાની કવિતામાંથી લીધેલી પ્રથમ પાંચ કડીઓ છે.આ રાષ્ટ્રગીત પ્રથમ વાર ડિસેમ્બર 28, 1911 ના દિવસે ઇંડિયા નેશનલ કૉંગ્રેસની સભામાં ગવાયું હતું અને 2 જાન્યુઆરી,1947 ના દિવસે ભારતના ગણતંત્રમાં રાષ્ટ્રગીત તરીકે સમ્માનિત કરાયું હતું.ભારતના પડોશી દેશ બંગલા દેશનું રાષ્ટ્રગીત સોનાર બંગલા પણ ટાગોરની જ ગીત રચના છે.
આ જિંદગીની બસમાં આપણે સૌ મુસાફરો છીએ.આ બસમાં સૌ મુસાફરોએ એની નિશ્ચિત સફર કરવાની હોય છે અને ઉતરવાનું સ્થળ આવે એટલે એમાંથી ઉતરી જવાનું છે.આ ટૂંકી મુસાફરીમાં શુલ્લક બાબતો માટે દલીલો કરવી શું કામ ? કોઈ મુસાફર આપની સાથે જો બરાબર વર્તન ના કરે તો એને ક્ષમા આપી ભૂલી જવું જોઈએ.નાની બાબતો માટે ખોટા ઝગડા ઉભા કરવા માટે આ જીવનની મુસાફરી ખુબ ટૂંકી છે.
આવી Forgiveness ની વાત કહેતી એક અંગ્રેજીમાં બોધકથા સાન ડીએગો નિવાસી મારાં સ્નેહી મિત્ર શ્રીમતી ગોપીબેન રાંદેરીએ એમના ઈ-મેલમાં મોકલી એ મને ગમી ગઈ. એમના આભાર સાથે એને નીચે પ્રસ્તુત છે.
Forgiveness
A young lady sat in a bus. At the next stop a loud and grumpy old lady came and sat by her. She squeezed into the seat and bumped her with her numerous bags.
The person sitting on the other side of the young lady got upset, asked her why she did not speak up and say something.
The young lady responded with a smile:
“It is not necessary to be rude or argue over something so insignificant, the journey together is so short. I get off at the next stop.”
This response deserves to be written in golden letters:
*”It is not necessary to argue over something so insignificant, our journey together is so short”*
If each one of us realized that our time here is so short; that to darken it with quarrels, futile arguments, not forgiving others, discontentment and a fault finding attitude would be a waste of time and energy.
Did someone break your heart? *Be calm, the journey is so short.*
Did someone betray, bully, cheat or humiliate you? *Be calm, forgive, the journey is so short.*
Whatever troubles anyone brings us, let us remember that our journey together is so short.
*No one knows the duration of this journey. No one knows when their stop will come. Our journey together is so short.*
Let us cherish friends and family. Let us be respectful, kind and forgiving to each other. Let us be filled with gratitude and gladness.
If I have ever hurt you, I ask for your forgiveness. If you have ever hurt me, you already have my forgiveness.
*After all, our journey together is so short!*
આ અંગ્રેજી બોધ કથાએ મને અંદાઝ ફિલ્મમાં કિશોર કુમાર એ ગાએલ ગીત ज़िंदगी एक सफ़र है सुहाना ની યાદ તાજી કરાવી દીધી.
આ હિન્દી ગીત, એનો ગુજરાતીમાં કરેલ અનુવાદ વિડીઓ સાથે નીચે પ્રસ્તુત છે.
ज़िंदगी एक सफ़र है सुहाना यहाँ कल क्या हो किसने जाना ) – २
हँसते गाते जहाँ से गुज़र दुनिया की तू परवाह न कर ) – २ मुस्कुराते हुए दिन बिताना यहाँ कल क्या हो किसने जाना हाँ ज़िंदगी एक सफ़र …
मौत आनी है आएगी इक दिन जान जानी है जाएगी इक दिन ) – २ ऐसी बातों से क्या घबराना यहाँ कल क्या हो किसने जाना हाँ ज़िंदगी एक सफ़र …
चाँद तारों से चलना है आगे आसमानों से बढ़ना है आगे – २ पीछे रह जाएगा ये ज़माना यहाँ कल क्या हो किसने जाना हाँ ज़िंदगी एक सफ़र …
ज़िंदगी एक सफ़र है सुहाना यहाँ कल क्या हो किसने जाना ) – २
ગીતનો ગુજરાતીમાં અનુવાદ (આ ગુજરાતી ગીતને હિન્દી ગીતની જેમ ગાઈ શકાશે )
જિંદગી એક મુસાફરી છે ખુબ મજાની, એમાં કાલે શું થવાનું છે કોણે જાણ્યું ?
હસી ગાઈને તું થા એમાંથી પસાર, દુનિયાની તું કશી પરવા ના કર હસતા રહીને તારો દિવસ વિતાવ, કેમ કે કાલે શું થશે એ કોણે જાણ્યું ?
મરણ તો આવવાનું જ છે એક દિવસ જીવ ચાલ્યો જવાનો જ છે એક દિવસ તો શા માટે આવી વાતોથી ગભરાવાનું અહી કાલે શું થવાનું એ કોણે જાણ્યું ?
ચન્દ્ર-તારાઓને વટાવી જવાનું છે તારે, આકાશથીએ આગળ વધવાનું છે તારે, પાછળ જ રહી જવાની છે ફાની દુનિયા, અહી કાલે શું થવાનું એ કોણે જાણ્યું ?
જિંદગી એક મુસાફરી છે ખુબ મજાની, એમાં કાલે શું થવાનું એ કોણે જાણ્યું ?
અનુવાદ… વિનોદ પટેલ, ૩-૩૦-૨૦૧૭
Zindagi ek safar hai suhana Movie: Andaaz,Singer: Kishore Kumar Music Director: Shankar, Jaikishan Lyricist: Shailendra Singh
આવી જ મતલબની અગાઉ વિનોદ વિહારમાં પોસ્ટ કરેલ મારી અછાંદસ રચના “ટર્મિનસ” નીચે ફરી પ્રસ્તુત છે.
ટર્મિનસ
ધસમસતી રેલ ગાડીની બારીમાંથી નજરે પડી રહ્યાં અવનવાં દ્રશ્યો, લીલી વનરાજી,મકાનો અને માનવો, સૌ સૌની ધૂનમાં જ વ્યસ્ત, દોડી રહ્યાં રોજી રોટી કમાવાના ચક્કરમાં. રેલ ડબાની અંદર જનસમૂહ વચ્ચે, અવનવા વિચારોમાં ખોવાયો હતો ત્યાં, બારીમાંથી આવતી ઠંડા પવનની અસરે, ક્યારે ઝોકે ચડી ગયો,કંઇ જ ખબર ન પડી! બાજુ બેઠેલ સાથીએ ઢંઢોળી કહ્યું : “ ઉઠ, મિત્ર આપણું ટર્મિનસ આવી ગયું ! આપણી આ જિંદગીની ગાડીમાં પણ , કરેલ જીવન પ્રવાસને અંતે, ટર્મિનસ સ્ટેશન આવતાં આપણે પણ, રંગબેરંગી દ્રશ્યોની વણઝારમાંથી પસાર થઈને, ગાડીમાંથી ઉતરી જ જવું પડે છે, આગલા પ્રવાસ માટે ! અને નવા પ્રવાસીને જગા આપવા માટે ! સ્ટેશને સ્ટેશને , પ્રવાસીઓ ગાડીમાં ચડતા જ રહેવાના, પ્રવાસીઓ ઉતરતા જ રહેવાના, સંસારની ગાડી નિરંતર ચાલતી જ રહેવાની.
૨૧ મી ફેબ્રુઆરી ૨૦૧૭નો દિવસ “વિશ્વ માતૃભાષા દિવસ-“International Mother Language Day “તરીકે વિશ્વમાં ઉજવાયો.ભારતમાં પણ આ દિવસની ઉજવણી કરી માતૃભાષાનું ગુણ ગાન કરવામાં આવ્યું.
એક એન.આર.આઈ.ગૌરવ પંડિત અને એમનાં પત્ની શિતલ પંડિતના ભાષા પ્રેમને રજુ કરતા અખબારી સમાચાર સુ.શ્રી પ્રજ્ઞાબેન વ્યાસએ એમના બ્લોગ નીરવ રવેમાં પ્રસિદ્ધ કર્યા છે એને એમના આભાર સાથે નીચે પ્રસ્તુત છે.વિશ્વ માતૃભાષા નિમિત્તે એ કિસ્સો પ્રેરક બનશે.
*દોઢ વર્ષની પુત્રીને ગુજરાતી શીખવવા અમેરિકાની ઊંચા પગારવાળી નોકરીમાંથી રાજીનામુ દઈ દંપતિએ વતન ભાવનગરમાં વસવાટ કર્યો : *કાઠિયાવાડી સંસ્કૃતિ મુજબ પુત્રીના ઉછેર તથા લાલનપાલન બાદ પરત અમેરિકા જવા રવાના થયા.
ભાવનગર : આજ ૨૧ ફેબ્રુ. ના રોજ ઉજવાતા ‘‘ઈન્ટરનેશનલ મધર લેંગ્વેજ ડે” નિમિતે માતૃભાષા ગુજરાતી માટે ગૌરવરૂપ કિસ્સો યુ.એસ. સ્થિત ગુજરાતી દંપતિ ગૌરવ પંડિત તથા શિતલ પંડિતનો છે. જેમણે પોતાની દોઢ વર્ષની પુત્રી તાશી ગુજરાતી ભાષા શીખે તે માટે ‘‘ગોલ્ડમેન સેક ” ની ઊંચા પગારવાળી નોકરીમાંથી રાજીનામુ આપી દઈ ૨૦૧૫ ની સાલમાં વતન ભાવનગરમાં સંયુક્ત પરિવાર સાથે વસવાટ કરવાનું પસંદ કર્યુ હતું.
પુત્રી સાડાત્રણ વર્ષની થઈ અને ગુજરાતી ભાષા બોલતા શીખી ગઈ. કાઠિયાવાડની સંસ્કૃતિ મુજબ ઉછેર થયો તથા સૌરાષ્ટ્રનો ગઢ ગિરનાર સહિતના સ્થળો બતાવી તેઓ તાજેતરમાં યુ.એસ. પરત ફર્યા છે. જ્યાં હવે પુત્રીને શિક્ષણ અપાવવાનું શરૂ કર્યુ છે.તથા બંનેએ જુદી જુદી કંપનીમાં નોકરી પણ શરૂ કરી દીધી છે.
આમ વિદેશમાં ૧૫ વર્ષનો વસવાટ હોવા છતાં પોતાના સંતાનના ઉછેર માટેના પ્રાથમિક ગાળામાં વતનમાં આવી તેમણે ગુજરાતના સંસ્કાર તથા માતૃભાષા ગુજરાતીનું આ ગૌરવ પંડિત દંપતીએ ગૌરવ વધાર્યુ છે.
Gaurav Pandit and his wife Sheetal
આ જ સમાચાર શ્રી ઉત્તમભાઈ ગજજરના સૌજન્યથી ટાઈમ્સ ઓફ ઇન્ડિયા.કોમ ની નીચેની લીંક પર ક્લિક કરીને વાંચો .
વાચકોના પ્રતિભાવ