આજથી ૫૯ વર્ષ પહેલાં ૧ લી મે,૧૯૬૦ના રોજ , મહાત્મા ગાંધીની પુણ્ય ભૂમિ સાબરમતિ આશ્રમમાં,ગાંધી અનુયાયી પુ.રવિશંકર મહારાજના વરદ હસ્તે ગુજરાત રાજ્યની સ્થાપના થઇ હતી.
– નાથાલાલ દવે, ” કામ કરે ઇ જીતે રે માલમ ! કામ કરે ઇ જીતે. “
– દિનકર જોશી સાહેબ, ‘ પ્રકાશના કાંઇ પડછાયા હોય ? “જુદી જિંદગી છે મિજાજે – મિજાજે, સરોદજી!
– ઘણીવાર વિચારું જગદીશ જોષીજી “ધારો કે એક સાંજ આપણે મળ્યાં અને આપણે હળ્યાં પણ આખા આ આયખાનું શું?
– “માથું અરીસામાં જ રહ્યું. ને બહાર નીકળી પડી હું, સંસ્કૃતિરાણી દેસાઇ તમે કદાચ મળી જશો.
– તમારી વાત સાવ સાચી હિમાંશી શેલતજી , “જીવીએ પહેલાં પછી લખાય તો ઠીક છે, ન લખાય તો વસવસો નથી”
– “હાસ્ય એ દરેક રોગોનો રામબાણ ઇલાજ છે.” તારક મહેતા સાહેબનું રામબાણ અકસીર છે.
– ચન્દ્રકાન્ત શેઠ “કવિતા જન્મે છે વ્યક્તિમાં, પણ જીવે છે સમાજમાં.”
– અશોક દવે, તમારે તો ” લખવાના કારણે બપોરનાય ઉજાગરા થાય છે.”
રાધા રાજીવ મહેતાનું ગુજરાત વિશેનું સુંદર વક્તવ્ય
રાધા મહેતાના વક્તવ્યના વિવિધ વિષય ઉપરના ઘણા વિડિયો યૂ ટ્યૂબ પર અપલોડ થયેલા જોઈ શકાય છે.”મારું ગુજરાત My Gujarat_ગુજરાતની અસ્મિતા” ઉપર રાધા મહેતાની આ માહિતીસભર સ્પીચ ખરેખર સાંભળવા જેવી છે.
ગુજરાતના અનેક ગાયકો-કલાકારોના મુખે ગવાએલું આ જાણીતા ગીત ”જય જય ગરવી ગુજરાત” નો સુંદર વિડીયો.
જ્યાં જ્યાં વસે ગુજરાતી, ત્યાં વસે ગુજરાત.
ગુજરાતના આ જન્મ દિવસે દેશ-વિદેશમાં વસતા અનેક ગુજરાત અને ગુજરાતી પ્રેમી ભાઈ-બહેનોને અભિનંદન
આજથી ૫૮ વર્ષ પહેલાં ૧ લી મે,૧૯૬૦ના રોજ , મહાત્મા ગાંધીની પુણ્ય ભૂમિ સાબરમતિ આશ્રમમાં,અદના ગાંધી ભક્ત પૂજ્ય રવિશંકર મહારાજના વરદ હસ્તે મંગલ દીપ પ્રગટાવ્યા બાદ ગુજરાત રાજ્યની સ્થાપના થઇ હતી.અહીં જ ડો. જીવરાજ મહેતાએ ગુજરાત રાજ્યના પ્રથમ મુખ્યમંત્રી તરીકે શપથ લીધા હતા.
૧ મે ૧૯૬૦ ના રોજ ગુજરાત સ્થાપના દિવસે ગાંધી આશ્રમમાં પ્રવચન કરતા લોક સેવક પુ. શ્રી રવિશંકર મહારાજ
સ્વ.ઇન્દુલાલ યાજ્ઞિકની આગેવાની હેઠળ ચાર વર્ષ ચાલેલા મહાગુજરાતના સંઘર્ષ પછી ગુજરાતી ભાષા બોલતી પ્રજાની આકાંક્ષાઓની પરીપૂર્તિ માટે ગૌરવવંતા ગુજરાત રાજ્યની સ્થાપના થઇ હતી.
આટલાં વર્ષ પછી આજે વિકાસની દ્રષ્ટીએ ગુજરાત ભારતનું પ્રથમ નંબરનું રાજ્ય બન્યું છે .મોડેલ ગુજરાતને બીજાં રાજ્યો અનુસરી રહ્યાં છે.ગુજરાતીઓનાં સપનાં સાકાર કરવાની દિશામાં ઘણી પ્રગતી થયેલી જોવામાં આવે છે આનંદની વાત છે.આમ છતાં આમ જનતાની સર્વાંગી સુખાકારી માટે હજુ ઘણું કરવાનું બાકી છે.
આજના ગુજરાતના 59 મા જન્મ દિવસે દેશ પરદેશમાં વસતા સૌ ગુજરાતીઓને અભિનંદન…અને વિકાસની ક્ષિતિજ આંબતા ગુજરાતીઓનાં ઇચ્છિત સપનાં સાકાર થાય એ માટે અને સમૃદ્ધ ગુજરાત માટે અનેક શુભેચ્છાઓ.
વિનોદ પટેલ
આ ગુજરાત છે…….ગુર્જર સ્તુતિ …..જય વસાવડા
જાણીતા યુવા લેખક શ્રી જય વસાવડા લિખિત આટલી સરસ અંજલિ ગુજરાતને ભાગ્યે જ કોઈએ આપી હશે.ગુજરાતના ૫૮ મા સ્થાપના દિવસે પુનરાવર્તન કરવું ગમે તેવી શ્રી વસાવડા લિખિત આ ગુર્જર સ્તુતિ નીચે સાભાર પ્રસ્તુત છે.
જેના મેળામાં રાજુડીનો ને’ડો લાગે છે એ ગુજરાત.
જયાં રૂપની પૂનમ પાછળ પાગલ થઇ અફીણી આંખના ગીતો ઘોળાય છે, એ ગુજરાત.
ઘોલર મરચાંના લાલ હિંગોળક રંગનું ગુજરાત.
શિવતાંડવમાં પડેલા સતીના હૃદયને ગબ્બર પર સાચવીને બેઠેલું ગુજરાત.
સમગ્ર પૃથ્વીના પટ પર માત્ર એક જ એવું હું રાજય છું, જેણે બે રાષ્ટ્રોના રાષ્ટ્રપિતાઓ સજર્યા છે. મારા કાઠિયાવાડના પોરબંદરમાંથી ભારતના મોહનદાસ કરમચંદ ગાંધીઅને મોટી પાનેલીમાંથી મોહમ્મદઅલી જીન્નાહ!
મારામાં જગતના ઇતિહાસને પડખું ફેરવીને પલટાવી દેવાની તાકાત છે,
અને તાનસેનના દિલ્હીમાં ઉઠેલા દાહને વડનગરમાં શમાવી દેવાની અમીરાત છે…
મારામાં ધરતીની છાતી ચીરીને નકશો કંડારનારા ઇન્દુલાલ યાજ્ઞિકો વસે છે,
અને નકશાઓનો એક ઝાટકે આકાર બદલાવી દેનાર સરદાર પટેલ પણ શ્વસે છે.
ફિલ્ડ માર્શલ જનરલ સામ માણેકશાની જીભ પર મારી ભાષા હતી,
અને ભારતભરમાં ક્રિકેટનો પાયો નાખનાર જામ રણજી મારી ગોદનું ફરજંદ હતો.
મારા સંતાનો વિના ભારતના ફિલ્મ ટીવી યુગનું અસ્તિત્વ નથી.
જમિયલશાહ દાતાર અને ગેબનશાહ પીરોની અઝાન પર ઝૂકતું મસ્તક પણ હું છું…
મારી છાતી પર પ્રિયદર્શી અશોકના શિલાલેખ છે.
પાવાગઢની ગોદમાં પડેલું યુનેસ્કોની વર્લ્ડ હેરિટેજ સાઇટનું ચાંપાનેર છે.
મારા કાળજડે ધમધમતું લોથલ જેવું બંદર છે, અને સંસ્કૃતિના ટીંબા નીચે અડીખમ ઉભેલું ધોળાવીરાનું નગર છે.
મેં રાજા નૌસોરસ જેવા ડાયનાસોરના ઈંડાઓ સાચવ્યા છે, અને ગામેગામ ફિલ્મી શૂટિંગ થાય એવા રજવાડી મહેલો ખીલવ્યા છે.
મારી ગુફાઓમાં બુદ્ધના ઓમ મણિપદ્મે હૂમનો ધીરગંભીર નાદ ગુંજે છે. મારી શેરીઓમાં નવકાર મંત્રની વૈશ્વિક પ્રાર્થનાનો સાદ ગાજે છે. મારી બર્થ સર્ટિફિકેટમાં રાજકીય ઉંમર ૫૦+ની હશે, પણ મારી ઉંમર કેટલી છે એ મને ખુદને ખબર નથી.
હું ઉચ્છંગરાય ઢેબરની ગાંધી ટોપીમાં બેસીને હીંચકતું બાળક હતું, અને જીવરાજ મહેતાના ખાદીના ઝભ્ભાના સળમાંય હું લપાતું હતું.
માધવસિંહ સોલંકીના સાહિત્યપ્રેમી ચશ્માની ફ્રેમ પર હું પગ લંબાવી બેઠું છું અને ચીમનભાઇ પટેલના ચળકતાં લલાટમાં મેં મારૂં પ્રતિબિંબ શોઘ્યું છે.
કેશુભાઇની ફાફડા- મરચાં સાથેની ચાની અડાળીના મેં ઘુંટ પીધા છે અને શંકરસિંહ બાપુની ટનાટન વાતોને બડી મુગ્ધતાથી સાંભળી છે અને હા,
મારા આ ગોલ્ડન બર્થ ડે માટે જ જાણે મને નરેન્દ્ર મોદી મળ્યા છે. એમની દાઢી ને ગમ્મતથી ખેંચવી મને ગમે છે-
અને એમને લીધે જ મારી આ ધમાકેદાર પાર્ટીના ગેસ્ટલિસ્ટમાં આખી દુનિયા છે. એમણે મને હવામાં ઉછાળીને ગેલની કિલકારીઓ કરાવી છે,અને સતત પહેરવા માટે નવા નવા ‘વા-વા’ આપ્યા છે.
અરે વાહ, હું ગુજરાત છું!
મારા અફાટ લાંબા સાગરકાંઠાને ખેડીને નાનજી મહેતાએ આફ્રિકા સર કર્યું છે,અને એ જ દરિયાના મોજાંની થપાટો ખાઇ ખાઇને ભારતની નંબર વન કંપની બનાવી જનાર ધીરૂભાઇ અંબાણીનો પિંડ ઘડાયો છે.
અમેરિકન મેગેઝીનોમાંચમકતાં અબજપતિ અઝીમ પ્રેમજી, તુલસી તંતી કે ગૌતમ અદાણીનું પણ હું વતન છું…
અને મેં જ જતનથી નિરમા, કેડિલા, એલેમ્બિક, ટોરન્ટ, અજંતા, રસના, બાલાજી અને અફકોર્સ ટાટા જેવી બ્રાન્ડસના પારણાં હીંચોળ્યા છે.
હજુય હું ફફડું છું કે કોઈ લુખ્ખો મવાલી દાદાગીરીથી મારી કેક પરથી મીણબત્તીઓ ચોરી જશે અને પોલીસ એફઆઈઆર પણ નહીં નોંધે તો?
આટઆટલી રમણીયતા પછી શું મારે રમખાણોથી જ ઓળખાવાનું છે?
ચકલીનેય ન સાચવી શકનાર મારા ગુજરાતીઓ મને સાચવશે?
કે પછી ગૌમાતાની વંદના કરી ગાયનું દૂધ જ ન પીવા જેવો દંભ કરશે?
ક્યાં સુધી મારા ગૌરવને બદલે જ્ઞાતિ ગર્વ જ સાંભળી મારે માથું દુઃખાડવું પડશે?
ક્યારે હું અંકિત ફડિયા કે ગીત શેઠી પરફોર્મન્સથી ઓળખાઈશ અને માત્ર એમના બેન્ક બેલેન્સથી નહિ?
ક્યારે મારી આંખો ઠારનાર ઉડતા પતંગિયા જેવા મારા ખરા સ્વર્ણિમ ભવિષ્ય જેવા યુવક યુવતીઓને પ્રેમ કરવા, આનંદ કરવા, સત્ય શોધવા માટે મોકળું મેદાન અને અનંત આકાશ મળશે?
રિમેમ્બર,
હું એડજસ્ટેબલ છું,
ફ્લેક્સીબલ છું,
અને એટલે જ મોડર્ન એન્ડ પ્રોગ્રેસિવ છું.
વેપાર મારી આવડત છે, નબળાઈ નથી.
જવાહરલાલથી જીન્નાહના વેવાઈઓ મારી ભાષા બોલ્યા છે.
મેં દેશને પહેલા બિનકોંગ્રેસી વડાપ્રધાન મોરારજીભાઈ આપ્યા છે.
અને આખી દુનિયામાં, આખા દેશમાં જ્યારે કોઈ પણ રિઝર્વ બેન્કની નોટને હાથમાં પકડશે, ત્યારે એને એના પર એક ગુજરાતીનું બોખું સ્મિત જોવા મળશે, અત્યાર સુધીમાં મેં પેદા કરેલા સર્વશ્રેષ્ઠ ગુજરાતીનું!
જ્યાં હું છું, ત્યાં સદાકાળ ઉત્સવ છે, હું નર્મદા તીરે વિસ્તરેલો કબીર વડ છું.
આજથી ૫૬ વર્ષ પહેલાં ૧ લી મે ૧૯૬૦ ના રોજ ગુજરાત રાજ્યનો જન્મ થયો હતો.
૧ લી મે ના દિવસને ગુજરાત સરકારે ગુજરાત ગૌરવ દિવસ તરીકે ઘોષિત કર્યો છે.આ દિવસે દર વરસે રાજ્યના વિવિધ જિલ્લાઓમાં ગુજરાત દિનની ઊજવણી કરવામાં આવે છે.
ગુજરાત રાજ્યના છેલ્લા મુખ્ય પ્રધાન અને હાલ દેશના વડા પ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના મુખ્ય પ્રધાન તરીકેના ૧૨ વર્ષના વહીવટ દરમ્યાન ગુજરાત રાજ્યે સુંદર પ્રગતિ સાધી છે.ગુજરાત આજે દેશનું એક પ્રગતિશીલ રાજ્ય બન્યું છે જેને માટે દરેક ગુજરાતી ગૌરવ લઇ શકે એમ છે .
ગુજરાત રાજ્યનો ઈતિહાસ
ઇ.સ. ૧૯૪૭ના વર્ષમાં ભારતની સ્વતંત્રતા પછી ભારત અને પાકિસ્તાન એમ દેશના બે ભાગલા થયા એ વખતે ભારત સરકારે દેશના પશ્ચિમ ભાગમાં રજવાડાંઓને ભેગાં કરી ત્રણ રાજ્યોની રચના કરી હતી. આ રાજ્યો સૌરાષ્ટ્ર, કચ્છ અને મુંબઈ હતાં.
ઇ.સ. ૧૯૫૬ના વર્ષમાં મુંબઈ રાજ્યનો વિસ્તાર કરીને કચ્છ, સૌરાષ્ટ્ર અને હૈદરાબાદ તથા મધ્યપ્રદેશના કેટલાક ભાગો ઉમેરીને એક દ્વિ-ભાષી મુંબઈ રાજ્ય બનાવવામાં આવ્યું.આ નવા રાજ્યમાં ઉત્તર ભાગમાં ગુજરાતી બોલતા લોકો અને દક્ષિણ ભાગમાં મરાઠી બોલતા લોકોની બહુમતી હતી.મુંબઈ શહેર એવું હતું જેમાં ગુજરાતી અને મરાઠી એમ મુખ્યત્વે બે ભાશા બોલતી પ્રજા રહેતી હતી.
કાંતિકારી વિચારો ધરાવતા ઇન્દુલાલ યાજ્ઞિકની નેતાગીરી હેઠળ ગુજરાતના અલગ રાજ્ય માટે ૧૯૫૬થી ૧૯૬૦ સુધી ચાલેલું એક પ્રચંડ જનતાકીય આંદોલન શરુ થયું .આ આંદોલનમાં ઘણા નવ લોહિયા યુવાનો શહીદ થયા.આ આંદોલન ગુજરાતના ઇતિહાસની તવારીખમાં મહા ગુજરાતના આંદોલન તરીકે પ્રખ્યાત થયું છે. બીજી બાજુ મુંબઈ સાથેના મરાઠી ભાશી મહારાષ્ટ્ર રાજ્યની(આમચી મુંબઈ ) માંગ માટે આંદોલન થયાં.
છેવટે તારીખ ૧લી મે, ૧૯૬૦ના રોજ મુંબઈ રાજ્યના બે ભાગલા કરી મહારાષ્ટ્ર અને સૌરાષ્ટ્ર કચ્છ સાથેનું ગુજરાત એમ બે રાજ્યની રચના કરવાનું નક્કી થયું.આ રીતે આ દિવસે મુંબાઈ રાજ્યમાંથી વિભાજીત થઈને ગુજરાતના સ્વતંત્ર રાજ્યનો શુભારંભ થયો.
ગુજરાત રાજ્યના સ્થાપના દિવસે પૂ .રવિશંકર મહારાજ નું પ્રવચન
૧લી મે ૧૯૬૦ના મંગલ પ્રભાતે ગાંધીના અદના અનુયાયી અને ગાંધી મુલ્યોના પ્રતિક સમા ગુજરાતના મૂક સેવક પૂજ્ય રવિશંકર મહારાજ (જન્મ ૧૮૮૪-૧૯૮૪) ના વરદ હસ્તે ગાંધી સ્થાપિત સાબરમતી આશ્રમ- હરિજન આશ્રમમાં ગુજરાતી ભાષા બોલતી પ્રજાની આકાંક્ષાઓની પરીપૂર્તિ માટે એમના આશીર્વાદ સાથે મુંબાઈ રાજ્યમાંથી વિભાજીત થઈને ગુજરાતના સ્વતંત્ર રાજ્યનો શુભારંભ થયો હતો.
પૂજ્ય રવિશંકર મહારાજે ૧લી મે ૧૯૬૦ના રોજ કહ્યું હતું:
”તમે લાંચરૃશ્વત ના લેશો. ગરીબોના આંસુ લૂછીને તેમની દૂવા લેજો. તમે ધનિકો અને સત્તાધારીઓ જેટલા ઘસાઇને લોકોને ખપમાં આવશો તેટલા તમે પોતે પણ ઉજળા બનશો”
ગુજરાત રાજ્યની સ્થાપનાના ૫૬ વર્ષ પછી પણ પૂ.મહારાજની સૌને ઘસાઈને ઉજળા બનવવાની શીખનો ખરેખર અમલ થયો હોય એવું તમને લાગે છે ખરું?
એમના પ્રવચનને અંતે ગુજરાતની જનતાને નીચેનાં આશીર્વચનોથી એમનું પ્રવચન પૂરું કર્યું હતું.
પૂજ્ય રવિશંકર મહારાજ ના આ ઐતિહાસિક પ્રવચનનો સંપૂર્ણ પાઠ અક્ષરનાદ.કોમ ના સૌજન્યથી નીચેના ચિત્ર પર ક્લિક કરીને વાંચો.
૧લી મે ૧૯૬૦ના રોજ સાબરમતી આશ્રમ- હરિજન આશ્રમમાં પ્રવચન આપતા પૂ .રવિશંકર મહારાજની એક યાદગાર તસ્વીર .
ગુજરાતનું ગૌરવગાન
જય જય ગરવી ગુજરાત …મારા દિલમાં ધડકે ગુજરાત
સ્વર્ણિમ ગુજરાતની ઉજવણી વખતે ગુજરાતના ગૌરવ ગાન તરીકે ગવાયેલા આ ગીતના રચયિતા જાણીતા ગુજરાતી ગીતકાર અને કલાકાર શ્રી દિલીપ રાવલ છે અને સંગીતની દુનિયાના શહેનશાહ ગણાતા વિશ્વ વિખ્યાત રહેમાનની ધૂનથી તે શણગારાયું છે. કંઠ કિર્તી સાગઠીયાનો છે.
ગીતના શબ્દો છે…
ધરા છે આ મારી, દરિયાની લહેરો આ છે મારી, આ રણ મને પ્યારું છે, ખેતર છે શું મા મારી ધન્ય હું થઈ ગયો અહીં જન્મ જે મારો થયો જય જય જય જય ગરવી ગુજરાત મારા દિલમાં ધડકે ગુજરાત !
એ વિશ્વનું દ્વાર છે, અહીં સદા પ્યાર છે, તને નમું લાખ વાર હું ભૂમિ મારી, જય જય જય જય ગરવી ગુજરાત મારા દિલમાં ધડકે ગુજરાત !
અહીં સેતુ કરાવ્યા પાર મેં દરિયા પાર, ગુજરાતી હું છું મને ફૂલો જેટલો પરસેવાથી પ્યાર, ગુજરાતી હું છું મારી રગરગમાં કરુણા, સેવા, સહકાર, ગુજરાતી હું છું હર આફત સામે ઊભો બની પડકાર, ગુજરાતી હું છું…. જય જય જય જય ગરવી ગુજરાત મારા દિલમાં ધડકે ગુજરાત !
પાંખનાં આ ફફડાટમાં ગગન કહી રહ્યું છે મને ખોલ તું, લક્ષ્યની પરે લક્ષ્ય આપણું કહી રહ્યું છે હવે બોલ તું, કૈક દ્વાર હજુ ખોલવાના છે કૈંક ઝરુખા હજુ બંધ છે, મુઠ્ઠીઓમાં મારી ઊછળી જે રહ્યા સાત સૂરજના છન્દ છે. જય જય જય જય ગરવી ગુજરાત મારા દિલમાં ધડકે ગુજરાત !
જય જય જય જય ગરવી ગુજરાત મારા દેશનું ઘરેણું ગુજરાત ! એક દોરો મારી પાસે છે તો એક દોરો તારીયે પાસ છે, સાથ સૌ મળી વણીએ એક નવી કાલને કે જે ખાસ છે, અંજલિમાં સંકલ્પ છે અને આંખોમાં વિશ્વાસ છે, મનમાં કર્મની વાંસળી છે અને એક સૂરીલી આશ છે, હે જી રે………. જય જય જય જય ગરવી ગુજરાત મારા દિલમાં ધડકે ગુજરાત !
આ સ્વર્ણિમ ગુજરાત ગીતને આ ગુજરાતી વિડીઓ પર માણો.
Swarnim Gujarat Anthem directed by Bharatbala [HQ].mp4
અમેરિકાના પ્રમુખ અને કમાન્ડર-ઇન-ચીફ બરાક ઓબામાએ નરેન્દ્ર મોદીને ભારતના ‘રિફોર્મર-ઇન-ચીફ’ તરીકે ઓળખાવ્યા.
અમેરિકાના વિખ્યાત ‘ટાઇમ’ મેગેઝિનની આ વર્ષની વિશ્વની સૌથી વધુ વગદાર ૧૦૦ વ્યક્તિઓ ( The 100 most Influential people ) ની યાદીમાં જે ચાર મૂળ ભારતીયોનો સમાવેશ કરવામાં આવ્યો છે એમાં ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદી અગ્રેસર છે.મોદી ઉપરાંત આ યાદીમાં ૧૦૦ માંધાતાઓ, સ્થાપકો, કળાકારો, નેતાઓ, આઇકોનનો સમાવેશ થાય છે એમાં –
-એનજીઓ સંગાથના કો-ફાઉન્ડર વિક્રમ પટેલનો સમાવેશ થાય છે.
મોદી સાથે વ્યક્તિગત ગાઢ મિત્રતા દર્શાવતા ઓબામાએ ‘ટાઇમ’ મેગેઝિન માટે વડા પ્રધાન નરેન્દ્ર મોદીના જીવનની રૂપરેખા લખી છે. આ જીવન વૃતાંતને ‘ઇન્ડિયાઝ રિફોર્મર-ઇન-ચીફ’ એવું મથાળું આપ્યું છે .ભારતના ગતિશીલ અને તરવરાટથી ભરેલા મોદીના નેતૃત્વની અને ક્ષમતાની ઝાંખી રજૂ કરી છે અને તેમને જગતના સૌથી મોટા સુધારક લેખાવ્યા છે.
આ લેખમાં ઓબામાએ લખ્યું હતું કે મોદીએ બાળપણમાં ચા વેચીને તેમના પરિવારને મદદ કરી હતી .મોદી વિશ્વની સૌથી મોટી લોકશાહીના નેતા છે અને તેમની જીવનકથા ગરીબીમાથી વડા પ્રધાનપદ સુધીની છે, જેમાં ભારતના ઉત્થાનની ગતિશીલતા અને ક્ષમતાનાં દર્શન થાય છે. ઓબામાએ લખ્યું હતું કે તેમણે ભારતની પ્રાચીન અને આધુનિક પદ્ધતિ વચ્ચે સમન્વય ઊભો કર્યો છે, યોગની પ્રાચીન પદ્ધતિને આધુનિક રૂપ આપીને વિશ્વમાં તેનો વ્યાપ વિસ્તાર્યો છે, ટ્વિટર પર લોકસંપર્ક જાળવી રાખ્યો છે અને ડિજિટલ ઇન્ડિયાની ઇમેજ ઊભી કરી છે.
નરેન્દ્ર મોદીએ ‘ટાઇમ’ મેગેઝિનમાં લખેલા એમના લેખ બદલ ઓબામાનો ટ્વિટર દ્વારા આભાર માન્યો હતો અને કહ્યું હતું કે આપના હૃદયસ્પર્શી અને પ્રેરણાદાયી શબ્દો માટે આપનો ખૂબ ખૂબ આભાર.
(આઈએએનએસ ન્યુઝ માંથી સાભાર )
=================
ટાઈમ મેગેઝીનનો હું સબસ્ક્રાઈબર છું. ટાઈમના April27/May 4,2015 આ અંકમાં પ્રગટ બરાક ઓબામાના આ પરિચય લેખનો અંગ્રેજી પાઠ નીચે પ્રમાણે છે.
India’s reformer-in-chief
As a boy, Narendra Modi helped his father sell tea to support their family. Today, he’s the leader of the world’s largest democracy, and his life story—from poverty to Prime Minister—reflects the dynamism and potential of India’s rise.
Determined to help more Indians follow in his path, he’s laid out an ambitious vision to reduce extreme poverty, improve education, empower women and girls and unleash India’s true economic potential while confronting climate change. Like India, he transcends the ancient and the modern—a devotee of yoga who connects with Indian citizens on Twitter and imagines a “digital India.”
When he came to Washington, Narendra and I visited the memorial to Dr. Martin Luther King Jr. We reflected on the teachings of King and Gandhi and how the diversity of backgrounds and faiths in our countries is a strength we have to protect. Prime Minister Modi recognizes that more than 1 billion Indians living and succeeding together can be an inspiring model for the world.
Obama is the 44th President of the United States
ટાઈમ મેગેઝીનની નીચેની લીંક ઉપર આ વર્ષની વિશ્વની સૌથી વધુ વગદાર ૧૦૦ વ્યક્તિઓ ( The 100 most Influential people ) વિષે જાણો .
વાચકોના પ્રતિભાવ