વિનોદ વિહાર

ગુજરાતી ગદ્ય-પદ્ય સર્જનની આનંદ યાત્રા

Tag Archives: ચન્દ્ર યાન-૨

1321 ચન્દ્ર યાન -૨ … આશા અને નિરાશાની દાસ્તાન !

વિક્રમ સારાભાઈનું સપનું

“મનુષ્ય અને સમાજની અસલી સમસ્યાઓને હલ કરવા માટે આધુનિક ટૅક્નૉલૉજીનો ઉપયોગ કરવાની બાબતમાં આપણે પાછળ રહેવું જોઈએ નહીં.”
વિક્રમ સારાભાઈ

”ચંદા મામા ” દુર હૈ એવું મનાતું અને ગવાતું હતું પરતું આપણા ISROના વૈજ્ઞાનિકો પુષ્કળ પુરુષાર્થ કરી ચન્દ્ર યાન-૨ ને છેક ચન્દ્રની સપાટી સુધી પહોંચાડવામાં ૯૫ ટકા સફળ થયા પણ યાને છેલ્લી સેકન્ડોમાં જ ચન્દ્ર સાથેનો સંપર્ક ગુમાવ્યો.આથી ઈસરોના વૈજ્ઞાનિકો અને દેશની જનતામાં નિરાશા વ્યાપી ગઈ.

ચન્દ્ર યાન હોય કે માનવ જાત હોય ,પરંતુ સંપર્ક તૂટે એટલે બાજી બગડે !

આ સંદર્ભમાં મારાં ફેસ બુક મિત્ર સુ.શ્રી નીતા પટેલની નીચેની સમયોચિત કાવ્ય રચના સાભાર પ્રસ્તુત છે.

આ કાવ્યમાં વૈજ્ઞાનિકોના મનમાં રમતી દેશ પ્રેમની ભાવના ઉજાગર થાય છે.

ઓ ચંદા !

આજે નહીં તો કાલે પાછા આવીશું, ઓ ચંદા !
દેશ મહાન અમારો છે ને અમે એ દેશના બંદા.

રાત-દિવસ જોયા વિણ મહેનત કરી, ઓ ચંદા !
ભૂલમાંથી શીખીને ફરી બની જઈશું પરખંદા.

ફરી અમારો તિરંગો તુજ પર લહેરાશે, ઓ ચંદા !
નિયત અમારી સાફ છે, ના કરશો આરોપ કોઈ ગંદા.

– નીતા પટેલ

ચંદ્રયાન 2

ચન્દ્રયાન -૨ સંદર્ભમાં બી.બી.સી. -ગુજરાતીના સૌજન્યથી વાંચવા જેવા માહિતી પૂર્ણ બે લેખોની લીંક ..

Chandrayaan 2 : આ કારણે ઈસરોના અધૂરા મિશનમાં પણ છુપાયેલી છે ભારતની મોટી જીત

https://www.bbc.com/gujarati/india-49621265

ચંદ્રયાન 2 : ઈસરોના ચૅરમેન કે. સિવન પાસે એક સમયે પહેરવા ચંપલ નહોતા

કે સિવન

https://www.bbc.com/gujarati/india-49619904

 

DNA Analysis of Mission Chandrayaan 2 landing
Zee News
Published on Sep 7, 2019

https://youtu.be/0Do7rH9MwKg