નવસારી નિવાસી સાહિત્ય પ્રેમી મિત્ર શ્રી ગોવિંદ મારૂ ના આધુનિક રેશનાલીસ્ટ વિચારોના પ્રસાર માટે જાણીતા બ્લોગ અભિવ્યક્તિમાં અમદાવાદના લેખક શ્રી રોહિત દેસાઈ લિખિત નીચેના બે મનનીય લેખો પ્રકાશિત થયા છે.
૧.ફૅમીલી મારો ધર્મ છે અને ફૅમીલી મારું અધ્યાત્મ છે.
૨.દરીયો કહે ખારાશ ન રાખો તો કેવું લાગે ?
આ બન્ને લેખોમાં લેખકે જે મનનીય વિચારો વ્યક્ત કર્યા છે એ મને ગમ્યા .લેખક શ્રો રોહિતભાઈ દેસાઈ અને અભિવ્યક્તિ બ્લોગના સંપાદક શ્રી ગોવિંદભાઈ ના આભાર સાથે વિનોદ વિહારના વાચકો માટે એ બે લેખો આજની પોસ્ટમાં નીચે પ્રસ્તુત કરેલ છે.
વિનોદ પટેલ
ફૅમીલી મારો ધર્મ છે અને ફૅમીલી મારું અધ્યાત્મ છે –રોહીત શાહ
પ્રૅક્ટીકલ લાઈફ સાથે જોડાયેલી ન હોય એવી વાત, ગમે તેટલી ભવ્ય હશે તો પણ; એનું આયુષ્ય ટુંકું જ હોવાનું. કેટલીક વાતો અતી પવીત્રતાની અને ઉંચા આદર્શોની હોય છે; છતાં પ્રૅક્ટીકલ લાઈફનું એમાં અનુસન્ધાન હોતું નથી. એવી વાતો સાંભળવાની તો ગમે છે; પણ સ્વીકારવાનું મન નથી થતું. નરેન્દ્ર મોદી ચાવાળા સાથે, રાહુલ ગાંધી કુલી સાથે અને કેજરીવાલ રીક્ષાવાળાઓ સાથે બેસીને પોતપોતાના પૉલીટીક્સને પ્રૅક્ટીકલ લાઈફ સાથે જોડી રહ્યા છે. એ દ્વારા એ બધા વ્યાપક સ્વીકૃતી પામવા માગે છે. તમારી વાતો ભલેને ગગનવીહારની હોય; રહેવાનું તો તમારે ધરતી પર જ છે ને! ગગનવીહાર રોમાંચક ખ્વાબ છે. વસુંધરા પરનો વસવાટ વાસ્તવીક વાત છે.
એક મહાત્મા તેમના વ્યાખ્યાનમાં ઉપદેશ આપતા હતા : ‘લાઈફમાં કદી નેગેટીવ ન બનો. સક્સેસ માટેની માસ્ટર–કી પૉઝીટીવ થીન્કીંગ જ છે.
‘જો તમે દરેક બાબતમાં પૉઝીટીવ થીન્કીંગ કરશો તો તમારી લાઈફના અનેક પ્રૉબ્લેમ સૉલ્વ થઈ જશે. જો કોઈ તમને ગાળ આપે તો એમ સોચો કે તેણે તમને શારીરીક ઈજા તો નથી કરી ને! જો કોઈ તમને અપમાનીત કરે તો એમ સમજો કે તમારું ગયા જન્મનું ઋણ ચુકવાઈ રહ્યું છે, ગયા જન્મમાં તમે તેને અપમાનીત કર્યો હશે એટલે આ જન્મમાં તેનો હીસાબ ચુકતે થઈ રહ્યો છે.’
સમય બદલાય છે એની સાથે સામાજિક સંબંધોનાં સમીકરણો પણ બદલાતાં રહે છે. એક જ કુટુંબમાં સાથે રહેતા સભ્યોની સમજ અને વર્તાવમાં ફેરફાર થયેલો જણાય છે.ઘણા વડીલોને સંતાનોની બદલાયેલી વર્તણુકથી સંતોષ નથી અને તેઓ એક યા બીજી રીતે એમના મનનો ઉભરો કાઢતા હોય છે.આમાં વાંક કોનો એ વિષે બન્ને પક્ષે પોત પોતાના વિચારો હોય છે.
આવા એક વડીલની કથા મિત્ર શ્રી મહેન્દ્રભાઈ ઠાકરે ઈ-મેલમાં મોકલી હતી એમાં રહેલો સંદેશ મને ગમી ગયો.વાચકોને પણ આ બોધ કથા વાંચવી ગમશે.
આ બોધકથા પછી મળવા જેવા માણસની મિત્ર પરિચય શ્રેણીથી જાણીતા મારા ફ્રીમોન્ટ ,કેલીફોર્નીયા નિવાસી મિત્ર,શ્રી પી.કે.દાવડાજી એ એમના ઈ-મેલમાં વડીલોને સ્પર્શતી બે સત્ય કથાઓ વાંચવા મોકલી હતી એ મૂકી છે. આ બે સત્ય પ્રસંગો પણ વાંચવા જેવા છે.
આ પોસ્ટમાં પ્રસ્તુત વડીલો વિશેની વાતો વાંચીને વાંચકોને એમના મંતવ્યો જો હોય તો પ્રતિભાવ પેટીમાં જણાવવા વિનંતી છે.
વિનોદ પટેલ
=========================
સાભાર- શ્રી મહેન્દ્ર ઠાકર – એમના ઈ-મેલમાંથી
એક સુખી પરિવાર હતો. પરિવારના વડીલ પરિવારના દરેક સંભ્યને યોગ્ય સલાહ-સુચન આપતા અને એનાથી પરિવાર જળવાઇ રહ્યો હતો.પરિવારના મોટા ભાગના સભ્યોને વડીલ દ્વારા આપવામાં આવતી સલાહ ખૂંચતી હતી.
એકવખત મોટા દિકરાએ આ વડીલને કહ્યુ, “બાપુજી, તમારી સલાહ અમને કેટલીક વખત કાંટાની જેમ ખુંચે છે અમને એમ થાય કે બાપુજી હજુ અમને સાવ નાના બાળક જેવા જ સમજે છે કે શું ? ”
વડીલે દિકરાની પીઠ પર હાથ મુકીને કહ્યુ, “બેટા, વાત તો તારી બિલકુલ સાચી છે.તમે હવે બાળક નથી અને એટલે જ હું તમને દરેક વાતમાં ટોકતો પણ નથી. તમારી રીતે જ જીવન જીવવાની મેં સ્વતંત્રતા આપી છે પરંતું મને જ્યાં એવું લાગે છે કે તમારા કોઇ પગલાથી મારો આ હર્યો ભર્યો પરિવાર પીંખાઇ જશે ત્યાં હું ચોક્કસ પણ થોડી દખલગીરી કરુ છુ, કારણકે પરિવારને એક રાખવો એ મારી વડીલ તરીકેની મારી ફરજ છે.”
દિકરાના હાવભાવ પરથી પિતાજીને પણ એ સમજાઈ ગયું કે દિકરાને પિતાની આ વાત ગળે નથી ઉતરી. દિકરો એના ટેબલ પર બેસીને કંઇક લખી રહ્યો હતો.ટેબલ પર કેટલાક કાગળો પડ્યા હતા. આ કાગળ હવામાં ઉડી ન જાય એટલે એને ટાંચણી મારીને રાખેલા હતા. વડીલે હળવેકથી ટાંચણી કાઢી લીધી એટલે બધા કાગળ વેર વિખેર થઇ ગયા.
દિકરાએ ઉભા થઇને બધા કાગળ ભેગા કર્યા. પિતાજીની આવી હરકત બદલ દીકરાને પિતાજી પર ખુબ ગુસ્સો આવ્યો.એમનાથી ના રહેવાયુ એટલે એમણે વડીલને કહ્યુ:“તમે શું આ ગાંડા જેવી હરકત કરો છો ? ”
વડીલે કહ્યુ, ” એમાં વળી મેં શું ગાંડા જેવી હરકત કરી મેં તો કાગળમાંથી જરા ટાંચણીને દુર કરી.એ ટાંચણી બધા કાગળને કેવી વાગતી હતી એટલે મેં કાગળોને ટાંચણી વાગવાના દુ:ખમાંથી મુક્ત કરી દીધા.”
દિકરાએ કહ્યુ, ” બાપુજી, આ બધા કાગળ ટાંચણીને કારણે જ ભેગા રહેતા હતા.તમે ટાંચણીને દુર કરીને બધા કાગળને પણ છુટા કરી નાંખ્યા.ટાંચણી ખૂંચે છે એટલે તો બધા કાગળો ભેગા રહે છે.” પિતાજીએ પોતાના દિકરા સામે જોઇને સ્મિત આપ્યુ અને પછી કહ્યુ, ” બેટા, મારુ કામ પણ આ ટાંચણી જેવુ જ છે, તમને બધાને એમ લાગે છે કે હું તમને ખૂંચું છું પણ મારા એ ખૂંચવાને લીધે જ તમે બધા જોડાઇને રહ્યા છો.”
બોધ પાઠ …
ઘણી વખત પરિવારના વડીલની અમૂક વાતો આપણને ખૂંચતી હોય પણ પરિવારની એકતા માટે એ જરૂરી હોય છે.
આ વાત વાંચીને મિત્ર શ્રી લક્ષ્મીકાંત ઠક્કરે એમના ઈ-મેલમાં વડીલો માટે એક સરસ સલાહ એમના ઈ-મેલમાં મોકલી હતી એને એમના આભાર સાથે નીચે પ્રસ્તુત છે ..
એક અનુભવી ડાહ્યા શખ્સે કહ્યું :
“પોતાનું આંગણું સાચવો…સાફ રાખો… મફતમાં નહિ કોઈ મન માંગી “તગડી” ફી આપે તો જ સલાહ -સૂચનો આપવા. બીજાની પંચાતમાં પડવાનું ટાળવું . શક્ય એટલો અન્યો પર આધાર ન રાખવો. અન્યો પાસેથી અપેક્ષાઓ છે એની જ તો રામાયણ અને મહાભારત છે ને?
જેટલા વધુ સ્વાવલંબી બની શકાય રહેવું… યથાશક્તિ મદદ કરવાની ત્રેવડ હોય તેટલી કરી શકાય …
“જે છે તે અને બને છે તે ” સ્વીકારવું…”ચુપ મરવું” વધુ બિન જરૂરી સખળ-દખળ,દખલગીરી ટાળવી , ૬૫-૭૦-૭૫ પછી” સ્વાન્ત સુખાય” જીવવું !” જીભેન્દ્રીય પર કાબૂ-કંટ્રોલ મહત્તમ રાખવા જાતને કેળવવી ”
નીચે osho એ જે કહ્યું છે એ પણ વડીલો અને સૌએ યાદ રાખવા જેવું છે.
જીવનમાં જે પણ આવે અને જે રીતે આવે તેને પૂર્ણ રીતે, પ્રેમપૂર્વક સ્વીકારવાની કળા હાંસલ કરવા જેટલો વિકાસ તમે કરી શકો -તે તમને તમે પોતે આપેલી સૌથી મોટી ભેટ છે.
૧૭ મી માર્ચની સાંજે, કેલિફોર્નિયાના મિલપિટાસ શહેરમાં, એક પુસ્તક વિમોચનના કાર્યક્રમમાં, કેલિફોર્નિયાના જાણીતા, ૯૬ વર્ષની વયના સમાજસેવક શ્રી હરિકૃષ્ણ મજમુદારે એક આશ્ચર્યજનક વાત કહીને પ્રક્ષકોને ચોંકાવી દીધા હતા. એમણે કહ્યું હતું કે માણસના જીવનના ત્રણ તબ્બકા છે. જન્મથી ૧૮ વર્ષની વય સુધી બચપણ હોય છે. ૧૯ મા વર્ષથી ૮૦ મા વર્ષ સુધી પુખ્તવય (adult) હોય છે અને ૮૦ વર્ષ પછી વૃધ્ધાવસ્થા હોય છે.
એમણે કહ્યું, અહીં અમેરિકાના ડોકટરો તમને ૧૦૦ વર્ષ પહેલા મરવા નહિં દે. એટલે તમે યોજનાબધ્ધ જીવન જીવો. વચલા તબ્બકાને ૧૯ થી ૫૦ અને ૫૧ થી ૮૦ બે ભાગમાં વહેંચી દો. આ ૫૧ થી ૮૦ વાળો તબ્બકો સૌથી વધારે ઉત્પાદક અને આનંદદાયક છે. ઘટતી જવાબદારીઓ વચ્ચે તમારી મનગમતી પ્રવૃતિઓમાં જોડાઈ જાવ, અને સમાજને ઉપયોગી થવાની સાથે તમારી જાતને પણ આનંદથી ભરી દો. પણ આના માટે એક શરત છે. તમારે નિયમિત રીતે તમારી શારીરિક તપાસ કરાવવી જોઈયે, કસરત કરવી જોઈએ અને ખોરાકમાં સંયમ વર્તવો જોઈએ.
હાજર રહેલા પ્રક્ષકોએ એમની આ તદ્દન નવીવાત ખૂબ જ આનંદ અને આશ્વર્ય સાથે વાગોળી.
-પી. કે. દાવડા
વડીલો અને સંતાનોના સંબંધોને સ્પર્શતી આ પોસ્ટ વાંચ્યા પછી વિનોદ વિહારમાં અગાઉ મુકવામાં આવેલી નીચેની બે પોસ્ટ પણ વાંચી જવા વાંચકોને વિનતી છે.
વાચકોના પ્રતિભાવ