Tag Archives: જુનવાણી ભાભી
આજે બ્લોગ વિશ્વમાં ચોમાસામાં ફૂટી નીકળતા અળશિયાની જેમ ઘણી વાર્તાઓ રોજે રોજ લખાતી હોય છે, એમાં મોટા ભાગની વાર્તાઓ ચીલા ચાલુ રીતે પ્રેમલા-પ્રેમલીની વાતો કરતી મુવી સ્ટાઈલની વાર્તાઓ હોય છે.
વાચકના દિલને સ્પર્શી જાય, એને વિચારતો કરી મુકે એવો ચોટદાર જેમાં સંદેશ હોય ,જે સમાજ જીવનમાં બનતા બનાવોનું પ્રતિબિબ પાડતી હોય અને કાલ્પનિક હોવા છતાં માનવ જીવનના સંઘર્ષોને વાચા આપતી કોઈ સત્યકથા ના હોય એવો અહેસાસ કરાવે એવી મુલ્યવાન વાર્તાઓ ઓછી જોવામાં આવે છે.
વિનોદ વિહારની પોસ્ટ નંબર 717 માં પ્રગટ વાર્તા “જુનવાણી ભાભી ના લેખક શ્રી કાશીરામભાઈ પટેલ એક વેપારી જીવ છે એમ છતાં એમની આ વાર્તા હૃદયસ્પર્શી અને વાચકને વિચારતા કરે એવી ચોટદાર બની છે.
આ વાર્તા વાંચ્યા પછી મારા વિદ્વાન મિત્ર શ્રી સુરેશ જાનીએ એમનો પ્રતિભાવ ઈ-મેલમાં મોકલ્યો છે . આ પ્રતિભાવમાં એમણે આ વાર્તા અંગે એમના નિખાલસ વિચારો વ્યક્ત કરી આ વાર્તાના બે સંભવિત અંત-આશાવાદી અને નિરાશાવાદી અંત પણ સૂચવ્યા છે.આ પ્રતિભાવને કોમેન્ટ બોક્ષમાં મૂકવાને બદલે એને એક જુદી પોસ્ટ રૂપે એમના આભાર સાથે મુક્યો છે..
વિદુષી બહેન સુ.શ્રી પ્રજ્ઞાબેનએ પણ હંમેશની જેમ આ વાર્તા અંગે એમનો મુલ્યવાન પ્રતિભાવ આપ્યો છે એને પણ સુરેશભાઈના પ્રતિભાવ પછી એમના આભાર સાથે મુક્યો છે.
==========================
“જુનવાણી ભાભી” વાર્તાના બે શક્ય અંત…. શ્રી સુરેશ જાની
‘વિનોદ વિહાર’ પર શ્રી. આનંદરાવ લિંગાયતએ તમોને મોકલેલ શ્રી કાશીરામભાઈ પટેલની વાર્તા વાંચી.
સામાન્ય રીતે સત્યકથા ન હોય તો, આવી સુખાંત વાર્તાઓ ઉપર પ્રતિભાવ આપવાનું ટાળું છું. પણ એ વાંચી મન વિચારે ચઢી તો ગયું જ.
કારણ સાવ સાદું સીધું જ હતું – આ કથાના અંત જેવો અંત ભાગ્યે જ વાસ્તવિક જીવનમાં આવતો હોય છે. આવા કિસ્સા નથી બનતા એમ નહીં, પણ એમ જવલ્લે જ બનતું હોય છે. અને ત્યારે આપણે અવશ્ય ‘પૂણ્ય પરવાર્યું નથી.’ એમ બબડીને સંતોષ માની લેતા હોઈએ છીએ. બાકી આમ તો પૂણ્ય પરવારી ગયું હોય એવો જ માહોલ વાસ્તવિક જીવનમાં જોવા મળતો હોય છે ને?
પણ એ વિચારોની ગડભાંગમાં આ વાર્તામાંના માનવ જીવનના સંઘર્ષોને વાચા આપતી કલ્પનાને થોડોક જુદો વળાંક આપવા મન લલચાયું.
લો ત્યારે, આ બે શક્ય અંત, આ ઘટના પછી….

અંત -૧
ભાભી આ વજ્રાઘાત પડતાં જ ફર્શ પર ઢળી પડી અને એનું પ્રાણપંખી આવું ન બનતું હોય તેવા સ્વર્ગની તલાશમાં ઊડી ગયું.
અંત -૨
ભાભીએ આ વજ્રાઘાત પણ જીરવી લીધો. મદન અને નયનાએ વિદાય લીધી. ભાભી સમસમીને ભાંગી પડી. પણ કોઈક અકળ તત્વે તેના અંતરમાં હળવો ટકોરો કર્યો. એ ટકોરાના ઈશારે તેણે આંખો મીંચી દીધી અને ઊંડા શ્વાસ લેવાનું શરૂ કર્યું. હવે શ્વાસ પરના ધ્યાનના પ્રતાપે, તેના ચિત્તમાં ખદબદી રહેલા, તુમૂલ યુદ્ધ કરી રહેલા સઘળા વિચારો એક એક કરીને શમવા લાગ્યા. વીસેક શ્વાસ..અને ભાભીએ આંખો ખોલી.
તે ઊઠી અને કબાટમાં રહેલો ઊનનો દડો અને સાથે ગૂંથવાના બે સળિયા લઈ આવી. તેણે મદન અને નયનાના ભાવિ બાળક માટે સ્વેટર ગુંથવાનું શરૂ કર્યું.”
======================
સુ.શ્રી પ્રજ્ઞાબેન વ્યાસનો પ્રતિભાવ
સ રસ વાર્તા
અબ હોત ક્યા જબ ચીડિયા ચુગ ગઈ ખેત !…
એવું છેલ્લા ત્રણ ચાર વાર અનુભવાયું !
ગુજરી ગયા બાદ લાગ્યું કે તેમની સાથે પુરો સમય સત્સંગ પણ ન કર્યો! જીવનના અનુભવો પણ ન સાંભળ્યા !! મરતા સુધી ધ્યાન કરતા જોયા પણ તેમની પાસે પ્રાણાયામ/ધ્યાન શીખ્યા નહીં!!! અને માએ શારીરિક,માનસિક કે આર્થિક તકલીફની ફરીઆદ કર્યાં વગર…. ડુમાથી
આગળ………………….
=========================
વાચક મિત્રોને આ વાર્તા વિષે એમના પ્રતિભાવ દર્શાવવા વિનંતી છે.
વિનોદ પટેલ
INSPIRING QUOTE
વાચકોના પ્રતિભાવ