૧૫મી જાન્યુઆરી,૨૦૧૭ એ મારો ૮૧ મો જન્મ દિવસ છે.આ દિવસે મારી જીવન યાત્રાનાં ૮૦ વર્ષ પૂરાં કરીને હું ૮૧ ના દસકામાં પ્રવેશ કરી રહ્યો છું.સમય સમયનું કામ કર્યે જાય છે. દર વર્ષે ઉંમરના સરવાળામાં એક વર્ષ ઉમેરાતું જાય છે .જીવનનો દરેક સૂર્યોદય નિશ્ચિત આવરદામાંથી એક દિવસ ઓછો કરીને અસ્ત પામતો હોય છે.
૧૪ મી જાન્યુઆરીનો દિવસ એટલે ઉતરાણ એટલે કે પતંગોત્સવનો દિવસ.૧૫મી જાન્યુઆરીએ વાસી ઉતરાણ અને સાથે મારો જન્મ દિવસ .આ બન્ને દિવસોએ ભૂતકાળમાં માદરે વતન અમદાવાદમાં માણેલ પતંગોત્સવ અને જન્મોત્સવના બેવડા આનંદની એ મધુર યાદો આજે તાજી થઇ જાય છે.
આ બન્ને દિવસોએ સવારથી સાંજ સુધી બંગલાના ધાબા પર પતંગ ચગાવવા,કાપવા તથાકતા કાટા હૈ ની બુમો પાડી આનંદ વ્યક્ત કરવો એ અને ધાબા પર જ ઊંધિયુ,જલેબી,બોર,જામફળ,તલના લાડુ,દાળ વડા અને મગફળીની ચીકીની એ સમૂહમાં કરેલી જયાફત .. વાહ …એ બધી કરેલી મજા કેમ ભૂલાય !એવો આનંદ અહીં અમેરિકામાં કેટલો મિસ થાય છે!
જાન્યુઆરી ૨૦૦૮ માં હું મારા પ્રિય વતન અમદાવાદમાં હતો . એ વખતે ઉતરાયણ અને વાસી ઉતરાણ પર ધાબા ઉપર ચડીને સ્નેહીજનો સાથે પતંગ ચગાવવાની મજા મન ભરીને માણી હતી.એ પ્રસંગની કેટલીક યાદગાર તસ્વીરો .
અમેરિકાના ૪૪ મા પ્રેસીડન્ટ બરાક ઓબામા ભારતના રાષ્ટ્રીય પર્વ -૨૬ મી જાન્યુઆરીના પ્રજાસત્તાક દિવસના આમંત્રિત મુખ્ય મહેમાન તરીકે એમનાં પત્ની મિશેલ ઓબામા સાથે પાટનગર દિલ્હીમાં પધાર્યા હતા.એમનું ધમાકેદાર સ્વાગત કરવામાં આવ્યું હતું.
૨૫ મી જાન્યુઆરી ૨૦૧૫ ના રોજ સવારે એમના આગમનથી ૨૭મી જાન્યુઆરીની બપોરે વિદાય થયા ત્યાં સુધી તેઓ લગભગ ૫૨ કલાક દિલ્હીમાં રોકાયા હતા. આ વખતે ઓબામાએ ભારતના પ્રેસીડન્ટ મુખર્જી અને વડા પ્રધાન મોદી સાથે સારો એવો સમય વિતાવી વિવિધ કાર્યક્રમોમાં હાજરી આપી સૌ ભારતીયોનાં દિલ જીતી લીધાં હતાં અને ભારત અને અમેરિકાની મૈત્રી સંબંધોને વધુ મજબુત બનાવ્યા હતા.
એમના દિલ્હીના રોકાણ પ્રસંગની અનેક તસ્વીરો તમે અખબારો. ટી.વી. ઈન્ટરનેટ ,વિડીયોમાં જોઈ હશે. પણ આજની પોસ્ટમાં જે તસ્વીરો મૂકી છે એ કદાચ તમે ના પણ જોઈ હોય !
તમોને કદાચ ખબર નહીં હોય કે ઓબામા-મિશેલ એમના વ્યસ્ત કાર્યક્રમોમાંથી ગાપચી મારીને છુપા વેશે કાશ્મીર ,દિલ્હી શહેર તથા આગ્રાના તાજ મહાલ તથા ઊંટ સવારી જેવી સહેલની મજા માણી આવ્યા હતા !
માન્યામાં નથી આવતું ? તો જોઈ લો એક બેખબરપત્રીએ ઝડપેલ એમની ભારત યાત્રાને આવરી લેતી શ્રી ચીમન પટેલ (હ્યુસ્ટન )એ ઈ-મેલમાં મોકલેલ ઈન્ટરનેટમાંથી પ્રાપ્ત કેટલીક અદભૂત તસ્વીરોનો આ સ્લાઈડ -શો.
ઓબામા -મિશેલ ભારત યાત્રા – સ્લાઈડ શો.
(Photoshop skill- Hitesh Mathur)
બરાક ઓબામા અને મિશેલએ વેશ પલટો કરીને કરેલી આ બધી સહેલગાહો વિષે વિગતે માહિતી અંગ્રેજીમાં વાંચવા માટે
પ્રેસીડન્ટ ઓબામા અને મિશેલ ઓબામા ૨૦૧૦ માં પણ સાથે ભારતની યાત્રાએ આવ્યા હતા .ભારતની બે વાર યાત્રા કરનાર ઓબામા અમેરિકાના પ્રથમ પ્રેસીડન્ટ છે.એમની ૨૦૧૦ની યાત્રા વખતે મુંબઈની એક શાળામાં વિદ્યાર્થીઓ સાથે તેઓ બન્ને મન મુકીને નાચ્યા હતા એનો આ વિડીયો જોઇને તમને જરૂર રમુજ પડશે.
Michelle Obama dance with Indian children in Mumbai, 2010
યુ-ટ્યુબના સૌજન્યથી પ્રસ્તુત “અમેરિકાથી આયા મેરા દોસ્ત નામનો નીચેનો કાર્ટુન વિડીયો પણ ખુબ મજાનો છે.
અમેરિકાથી આયા મેરા દોસ્ત- કાર્ટુન વિડીયો
So Sorry: America se aaya mera dost
અમેરકામાં વાઈટ હાઉસના વહીવટી તંત્રે ઓબામાની ભારત યાત્રાને આવરી લેતો એક સરસ એક વિડીયો બનાવ્યો છે, એમાં પણ છેલ્લે ઉપરના કાર્ટુનનો એક અંશ પણ બતાવ્યો છે.
આ વિડીયોમાં રીક્ષામાં બેસીને જે ભાઈ વાત કહી રહ્યા એ KAL PENN એ ઓબામા વહીવટી તંત્રમાં જે ઘણા ભારતીય અમેરિકનો કામ કરે છે એમાંના એક છે .વળી એ હોલીવુડની ફિલ્મોમાં એક એકટર તરીકે પણ જાણીતા છે.
વાચકોના પ્રતિભાવ