વિનોદ વિહાર

ગુજરાતી ગદ્ય-પદ્ય સર્જનની આનંદ યાત્રા

Tag Archives: દિલીપકુમાર

1074- सुख के सब साथी, दुःख में ना कोई …

હિન્દી ફિલ્મ -ગોપી જેમાં સદા બહાર અભિનેતા દિલીપ કુમારએ અભિનવ અભિનય આપ્યો છે એનું નીચેનું મને ગમતું ગીત  सुख के सब साथी, दुःख में ना कोई એ એના શબ્દો સાથે નીચે પ્રસ્તુત છે.

આ ગીતના ગાયક મહમદ રફીએ એમના સુરીલા ગુંજતા સ્વરમાં ગાયું છે .

राजिंदर कृषण  રચિત આ ગીતનો મુખ્ય સંદેશ એ છે કે સૌ સુખનાં-સ્વાર્થનાં સગાં હોય છે .દુઃખમાં સાથ આપનાર લોકો જવલ્લે જ જોવા મળે છે.

सुख के सब साथी, दुःख में ना कोई
मेरे राम, मेरे राम
तेरा नाम एक साचा दूजा न कोई

जीवन आनी-जानी छाया
झूठी माया झूठी काया
फिर काहे को सारी उमरिया
पाप की गठरी धोई
सुख के…

ना कुछ तेरा ना कुछ मेरा
ये जग जोगी वाला फेरा
राजा हो या रंक सभी का
अंत एक सा होई
सुख के…

बाहर की तू माटी फांके
मन के भीतर क्यूँ न झांके
उजले तन पर मान किया
और मन की मैल ना धोई
सुख के…

Sukh ke Sab Saathi (Md.Rafi)

Movie/Album : गोपी (1970)
Music By : कल्याणजी-आनंदजी
Lyrics By : राजिंदर कृषण
Performed By : मो.रफ़ी

ઉપરનું ગીત માણ્યા પછી નીચે મુકેલ વિડીયોમાં મોટીવેશનલ સ્પીકર હરૂન રશીદની હિન્દી જબાનમાં – કુછ પ્યારી બાતેં- નો પણ લાભ લો.એમનો સંદેશ ઘણો પ્રેરક છે. 

kuch pyari batein hindi by haroon rashid

zz enterprise presents full HD video

આવી બીજી વાતો નીચેની લીંક પર ક્લિક કરીને માણી શકાશે. 

https://www.youtube.com/results?search_query=zz+enterprise+video

( 611 ) ટ્રેજેડી કિંગ દિલિપકુમારનો ૯૩ મા વર્ષમાં પ્રવેશ …..

૧૧મી ડિસેમ્બર ૨૦૧૪ ના રોજ ટ્રેજેડી કિંગ દિલિપકુમારનો  જન્મ દિવસ હતો. આ દિવસે ભરપુર જીવન જીવી જન હૃદયમાં એનું સ્થાન સ્થાયી કરનાર આ લોક પ્રિય અદાકારે ૯૨ વર્ષ પૂરાં કરીને ૯૩મા વર્ષમાં મંગલ પ્રવેશ કર્યો છે.

મોહમદ યુસુફ ખાન ઉર્ફે દિલિપ કુમારનો જન્મ ૧૧મી ડીસેમ્બર ૧૯૨૨ ના રોજ  હાલ પાકિસ્તાનમાં આવેલ પેશાવર ખાતે થયો હતો. અવિરત ૬૦ સફળ ફિલ્મોમાં અનોખો અભિનય કરીને દિલિપ કુમારે અનેક રસિકોના મનમાં જગ્યા બનાવી છે .નવોદિત કલાકારો માટે તો દિલીપકુમાર એક જીવતી જાગતી પાઠ શાળા સમાન છે.

બોલીવુડનાં ઇતિહાસમાં  એક વખત એવો હતો જ્યારે સીને જગતમાં રાજકપૂર, દિલીપકુમાર અને દેવાનંદનું નામ ઘેર ઘેર ગુંજતું હતું. 

શરૂઆતના તબક્કામાં અંદાઝ, આન, દેવદાસ અને મુગલે આઝલ જેવી બ્લોક બસ્ટર ફિલ્મો આપનારા દિલિપકુમારે ગંગા જમના, મધુમતી અને નયાદૌર જેવી ફિલ્મોથી લોકોના હૃદયમાં અમિટ છાપ ઉભી કરી દીધી હતી.

દિલીપકુમારની સ્ક્રીન કેમેસ્ટ્રી એટલી અદ્દભૂત હતી કે કોઈપણ ચાહક તેમની ફિલ્મ અનેકવાર જોવા માટે પ્રેરાતો. દિલીપકુમાર અને દર્દનો સંગમ લોકોને એટલો પસંદ પડી ગયો હતો કે લોકો હંમેશાં એમને દુ:ખમાં ડૂબેલા પ્રેમી તરીકે જોવા ઈચ્છતા હતા.એમની અદાકારીની સચ્ચાઈ પ્રેક્ષકોનાં મનને અને આંખોને ભીંજવી દેવાની ક્ષમતા રાખતી હતી . 

વૈજંતિમાલા સાથે દિલિપકુમારની જોડીએ અનેક ફિલ્મો કરી અને બોલીવુડમાં આ જોડીએ એક નવા યુગનો પ્રારંભ થયો હતો.એ બન્નેની યાદગાર અદાકારી ની હિન્દી ફિલ્મ  ગંગા જુમના  લોકોને ખુબ જ પસંદ પડી હતી .

એક વખતે દિલીપકુમારનું નામ ઘણી બધી હિરોઇનો સાથે જોડવામાં આવતું હતું. જેમકે, કામિની કૌશલ, મધુબાલા, વૈજંતિમાલા વગેરે… પરંતુ તેઓ કોઇની સાથે જીવનભર સ્થાઇ ના થઇ શક્યા .

પરંતુ 1966 માં ૪૪ વર્ષના દિલિપકુમારના લગ્ન એમનાથી અડધી ઉંમરનાં એટલે કે ૨૨ વર્ષનાં સાયરાબાનુ સાથે થયાં હતાં ( ૬૬-૪૪-૨૨ = દરેકમાં ૨૨ વર્ષનો તફાવત !). આ કાયમી જોડીએ બોલીવુડમાં એક સુંદર દંપતીનું ઉદાહરણ પૂરું પાડ્યું છે .સાયરાબાનુ અને દિલિપકુમારે એકસાથે કિલ્લા ફિલ્મમાં કામ કર્યું હતું.

દેવદાસની સફળતા સાથે દિલિપકુમારને દાદાસાહેબ ફાળકે એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો. પાકિસ્તાન સરકાર તરફથી દિલિપ કુમારનું સન્માન કરવામાં આવ્યું હતું અને ૧૯૯૪માં તેમને નિશાને ઈમ્તિયાઝનો એવોર્ડ આપવામાં આવ્યો હતો.

દિલિપકુમારની પ્રસિદ્ધિ અને અભિનયની ચરમસીમા એટલી હદે વધી ગઈ કે તેમને ઈન્ડસ્ટ્રીઝમાં નહીં પરંતુ સમગ્ર વિશ્વમાં સૌથી વધુ એવોર્ડસ મળ્યા જેની નોંધ ગિનિસ બૂક ઓફ વર્લ્ડ રેકોર્ડ દ્વારા લેવામાં આવી હતી. દિલિપકુમારની પસંદગી મુંબઈના પ્રતિષ્ઠત વ્યક્તિ તરીકે કરવામાં આવી અને તેમને મુંબઈ શહેરના શેરીફ પણ બનાવવામાં આવ્યા હતા.

ભારત સરકાર દ્વારા પણ એમને સન્માનિત કરી પદ્મભૂષણનો એવોર્ડ દિલીપકુમારન આપવામાં આવ્યો હતો.

લોકોના હૃદયમાં દિલીપકુમારે આજે જે જગા બનાવી છે એની પાછળ એમનો સખત પરિશ્રમ,કાર્ય નિષ્ઠા અને ઇમાનદારીની કિંમત ઓછી ન આંકી શકાય.

થોડા સમય પહેલાં અવસ્થાને કારણે તેમને છાતીમાં દુઃખાવો ઉપડતાં મુંબઈની લીલાવતી હોસ્પીટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. લોકોમાં તેમના મૃત્યુની અફવા ઉડી હતી પરંતુ સુપરસ્ટાર અમિતાભ બચ્ચને દિલિપ સાબ વતી ટ્વિટરમાં આ વાત ખોટી છે એવો રદીયો આપ્યો હતો.

આવા લોક પ્રિય ટ્રેજેડી કિંગ જ્યારે એમના ૯૩ મા વર્ષમાં મંગલ પ્રવેશ કરે છે એ પ્રસંગે એમને હાર્દિક  અભિનંદન અને એમના દીર્ઘાયુ માટે અનેક શુભ કામનાઓ .

દિલીપકુમારની જીવનની તવારીખ રજુ કરતા  નીચેના વિડીયો દ્વારા એમને અંજલિ અર્પીએ. 

Dilip Kumar complets 92!! 

 

થોડા દિવસો પહેલાં દિલીપકુમારની આત્મકથા – Autobiography ના પુસ્તકનું વિમોચન કરવામાં આવ્યું હતું એ પ્રસંગનો વિડીયો .

 Dilip Kumar Reveals His Biography

 

ભોજપુરી હિન્દી ભાષામાં ઉતરેલી દિલીપકુમાર-વૈજયંતીમાલા ની અદાકારી વાળી અને એમના દિગ્દર્શન હેઠળ બનેલી હિન્દી ફિલ્મ ગંગા જમુના ભૂતકાળમાં એક બ્લોક બસ્ટર ફિલ્મ હતી.આ ફિલ્મમાં ગંગા તરીકેનો દિલીપકુમારનો એક દેહાતી તરીકેનો અભિનય જોઇને તમે ખુશ થઇ જશો.

થોડો સમય કાઢીને આ ફિલ્મ અચૂક જુઓ અને આ ફિલ્મી લીજેંડ દિલીપકુમારની સ્મૃતિને તાજી કરો.  

Ganga Jumna Hindi Film -Dilipkumar & Vaijyanti Mala