વિનોદ વિહાર

ગુજરાતી ગદ્ય-પદ્ય સર્જનની આનંદ યાત્રા

Tag Archives: દિવ્ય ભાસ્કર

1305 – થોડાક રૂપિયા માટે ગરીબ સાથે ભાવતાલ કરવાનું આજથી બંધ! ….પદ્મશ્રી ડો.ગુણવંત શાહ

ગુણવંત શાહ

ગુણવંત શાહ

‘પદ્મશ્રી’ગુણવંત શાહ લેખક, ચિંતક, વક્તા છે. ‘વિચારોના વૃંદાવન’થી તેમણે ફિલસૂફીથી

પુરાણો સુધી અધિકૃતતાથી કલમ ચલાવી છે.

(પરિચય…વિકિપીડિયા )

થોડાક રૂપિયા માટે ગરીબ સાથે ભાવતાલ કરવાનું આજથી બંધ!.. ગુણવંત શાહ

એક વાચવા ,વિચારવા અને અમલમાં મુકવા જેવો સિદ્ધ હસ્ત લેખકની કલમે લખાએલો ચિંતન લેખ  

વર્ષો વીતી ગયાં, પરંતુ રેલવે સ્ટેશન પર જોવા મળતું એક દૃશ્ય હજી ભુલાતું નથી. પતિ, પત્ની અને બાળકો ટ્રેનમાં અમદાવાદ પહોંચે છે. તેઓ વડોદરાના સ્ટેશનેથી બેઠાં છે. સાથે ધાતુની ત્રણ મોટી બેગ છે અને બે ગુણમાં પિત્તળનાં વાસણો ભર્યાં છે. એ ઉપરાંત એક વજનદાર થેલામાં કશુંક એવું ભરેલું છે, જેને કારણે થેલો પત્ની જેટલો ભારે જણાય છે. અમદાવાદ સ્ટેશને ચાલુ ટ્રેને હમાલ ડબ્બામાં ચડી જાય છે. હમાલ સાથે જે ડાયલોગ શરૂ થાય તેમાં આખેઆખું અમદાવાદ સંભળાય છે:

ગરીબી તો દૂર થશે ત્યારે થશે, પરંતુ સામે ઊભેલા લાચાર આદમીને જોઇને પણ, જો આપણી કઠોરતમ સોદાબાજી પીગળવાની ન હોય, તો તીર્થયાત્રા, પૂજાપાઠ અને કર્મકાંડ વ્યર્થ જાણવાં

પતિ: સામાન રિક્ષા સુધી લઇ જવાના કેટલા રૂપિયા થશે?
હમાલ: સમજીને આપી દેજો ને.
પત્ની: અત્યારે જ કહી દે, જેથી ત્યારે માથાકૂટ કરવી ન પડે.
હમાલ: રૂપિયા ત્રીસ થશે.
પતિ: એટલા બધા હોય?
પત્ની: વાજબી કહો, નહીં તો…
હમાલ: ચાલો, પચ્ચીસ રૂપિયા… બસ?
પતિ: વીસ વાજબી છે, કબૂલ? નહીં તો…
હમાલ: સામાન ભારે છે એટલે વીસથી ઓછું નહીં પોસાય…
પત્ની: ભાઇ! હવે મારું માનો અને રૂપિયા પંદર રાખો.
હમાલ: સારું, પણ અઢાર આલજો… બસ!

કહેવાતા ભદ્ર વર્ગને ગરબી વર્ગ સાથે આવી રકઝક કર્યા પછી બચેલા રૂપિયા અધિક વહાલા કેમ લાગે છે?

1975ના વર્ષમાં મારે ઢાકામાં આવેલી ફાઇવસ્ટાર હોટેલ સોનારગાંવમાં પૂરો દોઢ મહિનો રહેવાનું બનેલું. રોજનું ડેઇલી એલાવન્સ રૂપિયા બે હજાર હતું. માનશો તે દિવસોમાં ઢાકામાં એક કરતાં વધારે ખાદી ભંડારો હતા. હું ઇરાદાપૂર્વક ખાદીભંડારમાં ગયો હતો. ત્યાં ખાદીના ઝભ્ભાનાં બટનની ચારે બાજુ અત્યંત કલાત્મક ભરતકામ જોવા મળતું. એ ખાદી ભંડારમાં ભાવતાલની છૂટ હતી. મેં સામટા દસ-બાર ઝભ્ભા ખરીદવાનું રાખ્યું તેથી મને સસ્તા ભાવે જે ઝભ્ભા મળ્યા તે પ્રવચન કરતી વખતે વર્ષો સુધી મારો ફેવરિટ પોશાક બની રહેલા. આજે પણ મારા ઘરમાં બે-ત્રણ ઝભ્ભા કબાટમાં સચવાયા છે. ઢાકાની ખાદી પણ જુદી પડી આવે તેવી મુલાયમ છે. આજે ખાદી ભંડારમાં ભાવતાવ કર્યાની વાત કહેતાં પણ મને સંકોચ થાય છે.

વર્ષો સુધી સુરતના નાનપુરા વિસ્તારમાં રહેવાનું બનેલું. ઉનાળામાં જાંબુ વેચવા માટે સાઇકલ પર ફેરિયો આવે, ત્યારે મંગલમૂર્તિ’નામના મકાનના ત્રીજે માળેથી હું એને મોટા અવાજે એક વાત અચૂક કહેતો ‘જો ભાઈ! મારા ઘરમાંથી બહેન એક કિલો જાંબુ લેવા માટે નીચે આવે, ત્યારે તું ભાવ ઘટાડતો નહીં. જો તેં ભાવ ઓછો કર્યો, તો સોદો કેન્સલ!’ એ ફેરિયો મારી સામે આશ્ચર્યથી જોઇ રહેતો! એ વખતે એનો ચહેરો સાક્ષાત્ કેવળપ્રયોગી અવ્યય જેવો બની રહેતો! સવારે વહેલો ઊઠીને પારકી ભોંય પર ઊગેલા જાંબુડા પર ચડીને જાંબુ પાડવામાં જોખમ કેવું રોકડું! જાંબુડાની ડાળી બરડ હોય, તેથી તરત માણસને ભોંયભેગો કરે, તો હાડકાં ખોખરાં થાય તેવો પૂરો સંભવ રહે છે. વળી ખેતરનો માલિક એને જાંબુ પાડતો ભાળી જાય, તો ગાળાગાળી અને મારામારી થાય તે નફામાં! આવું પરાક્રમ કર્યા પછી સાઇકલ પર બેસીને માઇલોનું અંતર કાપ્યા પછી એ ગરીબ માણસ આપણા ઘરે મધૂરાં જાંબુ વેચવા માટે આવે ત્યારે ભાવતાલ કરીને એની ખરી મહેનતની કમાણી પર કાપ મૂકવામાં કઇ સજ્જનતા? આજે પણ મારાં બાળકોને મારો આવો વારંવાર સાંભળેલો. ડાયલોગ યાદ હોય, તો નવાઇ નહીં!

વર્ષો પહેલાં વડોદરાના ફત્તેહગંજ વિસ્તારમાં રહેવાનું બનેલું. મારાં બધાં પાડોશીઓ ખ્રિસ્તી હતાં. એમના સહજ સંપર્કને કારણે હું ઇસુનો ભક્ત બની ગયો. બરાબર યાદ છે. લખવાની ટેવ પડી ન હતી, તેથી નવરાશનો વૈભવ અઢળક રહેતો. શાકભાજી લેવા માટે ત્યાંની બજારમાં જતો, ત્યારે શાકવાળીને ગંભીર વદને એક વાત કહેતો:

‘બહેન! તારે જે ભાવ લેવો હોય, તે લેજે પરંતુ ચીકુ, સફરજન કે ભીંડા સારા આપજે. ઘરે બહેનનો સ્વભાવ આકરો છે. જો શાકભાજી ખરાબ હશે, તો મારે વઢ ખાવી પડશે.’

માનશો? આવું નાટક કદી પણ નિષ્ફળ જતું નહીં. શાકભાજી વેચનાર ભોળી સ્ત્રી મને સારો જ માલ આપતી. પૈસા વધુ ખર્ચાતા, એટલે મને બજારમાં જવાનું કામ સોંપવાનું બંધ થઇ ગયેલું, તે નફામાં! પતિપ્રધાન સંસ્કૃતિ આવાં નાટકો કરતી હોય છે.

એક વાત પૂછવી છે: ગરીબ માણસ સાથે ક્રૂર બનીને ભાવતાલ કરવાથી મહિને કેટલા રૂપિયા બચે? આવો ભાવ વિનાનો તાલ કરવાથી કેટલા રૂપિયા વધારે ખર્ચાય? અમદાવાદીઓને આ બે પ્રશ્નો નકામા જણાશે. જીવનભર મેં આવો ભાવતાલ કરવાનું આગ્રહપૂર્વક ટાળ્યું છે. મુંબઇની સબર્બ ટ્રેનમાં પ્રવાસ કરતી વખતે મારા ચકચકતા બૂટને પણ પોલિશ કરાવવા માટે આપ્યા છે. વળી પોલિશ કરનાર છોકરાને બેને બદલે રૂપિયા પાંચ આપ્યા છે. એ વખતે છોકરો જે સ્મિત આપે, તેમાં જ કૃષ્ણનું સ્મિત ભાળ્યું. સાચું કહું? એમ કરવાની ખરી પ્રેરણા મને ‘બૂટપોલિશ’ ફિલ્મમાંથી મળેલી. હજી મારા કર્ણમૂળમાં એ ફિલ્મની પંક્તિઓ સચવાયેલી છે.

સાંભળો:

યતીમોં કી દુનિયા મેં હરદમ અંધેરા,
યહાઁ ભૂલ કર ભી ન આયા સવેરા.

ગરીબી તો દૂર થશે ત્યારે થશે, પરંતુ સામે ઊભેલા લાચાર આદમીને જોઇને પણ, જો આપણી કઠોરતમ સોદાબાજી પીગળવાની ન હોય, તો તીર્થયાત્રા, પૂજાપાઠ અને કર્મકાંડ વ્યર્થ જાણવાં. નિયતિના ખેલને કારણે સામે ઊભેલા લાચાર મનુષ્યને જોઇને આપણને એમ લાગવું જોઇએ કે: હું એની જગ્યાએ હું ઊભો હોઉં તો!

આવી નિર્લજ્જ સોદાબાજીથી ભદ્ર આદમીને માલિક દૂર રાખે એવી પ્રાર્થના. આમીન!

પાઘડીનો વળ છેડે
મચ્છરો તો
ગાયની આંચળ પર બેસે
તોય, દૂધ નહીં ,
પરંતુ લોહી જ પીવાના!
– મલયાલમ ભાષાની કહેવત

Blog:

http://gunvantshah.wordpress.com

સૌજન્ય…

દિવ્ય ભાસ્કર ..રસધાર

ચુંટણીના ચમકારા …ચુનાવી ટુચકા… હાસ્ય લેખ .. હાઈકુ રચનાઓ

દુનિયાની સૌથી જૂની લોકશાહી ભારતમાં આ લખાય છે ત્યારે હવે પછીના પાંચ વર્ષ માટે દેશના વહીવટની લગામ જનતા કોના હાથમાં સાંપશે એ નક્કી કરવા માટેનું બહુ અગત્યનું સામાન્ય ચુંટણીનું વાતાવરણ બરાબર જામ્યું છે.

આવા માહોલમાં દિવ્ય ભાસ્કરમાં પ્રકાશિત શ્રી સંજય છેલનો મજાનો ચુનાવી હ્યુમર પીરસતો લેખ સાભાર નીચે પ્રસ્તુત છે.આપને એ વાંચવો ગમશે… વિ.પ.

સંજય છેલ

શ્રી સંજય છેલ ફિલ્મ લેખક, દિગ્દર્શક, ગીતકાર હોવા ઉપરાંત એક હાસ્ય અને વાર્તા લેખનમાં પણ પોતાની કલમ બખૂબી ચલાવી ચૂક્યા છે. આ લેખ પેશ કરતાં તેઓ કહે છે :

પેશ છે કેટલુંક મૌલિક, કેટલુંક ઉછીનું ચુનાવી હ્યુમર. ચૂંટણી પર એની અસર પડશે એવો ‘દાવો’ નથી, પણ ટુચકાઓમાં દર્દભરી ‘દલીલ’ ચોક્કસ છે.’

ચુનાવી ટુચકા, ચુનાવી જુમલા : બૂરા ન માનો ઇલેક્શન હૈ!… સંજય છેલ

મતદાન એવું સામૂહિક ગુપ્તદાન છે જે પરિણામ પછી ગુપ્ત ના રહે -છેલવાણી

ગઝલના જાણકારો કહે છે કે શેરની પહેલી પંક્તિમાં ‘દાવો’ હોય અને બીજી પંક્તિમાં ‘દલીલ’! દા.ત. કૌન ના મર જાયે ઐસી સાદગી પે અય ખુદા (દાવો) લડતે હૈં ઔર હાથ મેં તલવાર ભી નહીં! (દલીલ). ઇલેક્શન વખતે શાસકપક્ષ ચૂંટણી લડવામાં દાવો કરે અને વિપક્ષો લડીને અને પ્રજા વોટ આપીને સામી દલીલ કરે. દાવાદલીલના ‘દંગલ’માં નાગરિક પાસે મૂર્ખની જેમ હસવા સિવાય અને વિદ્વાનની જેમ ગંભીર ચહેરે વોટ આપવા સિવાય બીજો કોઈ પર્યાય નથી. પેશ છે કેટલુંક મૌલિક, કેટલુંક ઉછીનું ચુનાવી હ્યુમર. ચૂંટણી પર એની અસર પડશે એવો ‘દાવો’ નથી, પણ ટુચકાઓમાં દર્દભરી ‘દલીલ’ ચોક્કસ છે.

પત્રકાર : નેતાજી, તમારો દીકરો સરકારી નોકરી શોધતો હતો. હવે શું કરે છે?
નેતા : કાંઈ નથી કરતો.
પત્રકાર : એટલે?
નેતા : મંત્રી બની ગયો છેને?

જ્યોતિષી બોલ્યો, ‘બાળકો ભલે બહેરાં અને મૂગાં હોય, પણ તમે ‘મૂંગા’ બાળકનું નામ ‘સરકાર’ રાખજો. બહેરાનું નામ પ્રજા!

બાળક : પપ્પા, રાજકારણી એટલે શું?
પિતા : બેટા, રાજકારણી એટલે પોતાની જીભ હલાવી શકતું માનવીય મશીન!
બાળક : અને નેતા એટલે?
પિતા : નેતા એટલે ભૂતપૂર્વ રાજકારણી જેણે પોતાની જીભને હલતી રોકવાની કળા શીખી લીધી છે!

ઉમેદવાર વોટ માગવા ગયો તો એક મતદારે એને કહ્યું, ‘સોરી, હું તો વિરોધપક્ષને જ મત આપીશ, કારણ કે મારા પપ્પા પણ વિપક્ષને જ મત આપતા, મારા દાદા પણ વિપક્ષને જ મત આપતા.’
ઉમેદવારે સમજાવ્યું, ‘એમાં શું લોજિક છે? જો તમારા પપ્પા મુરઘીચોર હોત, તમારા દાદા પણ મુરઘીચોર હોત તો તમે પણ મુરઘીચોર બની જાત?’ 
મતદારે કહ્યું, ‘ના, તો હું સરકારમાં હોત!’

એક નેતાએ એના પ્રદેશની પ્રગતિ, વિકાસ, ભવિષ્યના પ્લાન વિશે લાંબું ભાષણ આપ્યું. એક કલાક સુધી ‘આવનારી પેઢી માટે મને મત આપો, આવનારી પેઢી તમારા નિર્ણય પર અટકેલી છે વગેરે કહ્યું. સભામાંથી કોઈએ ઊભા થઈને કહ્યું, ‘ઝટ પતાવો નહીં તો આવનારી પેઢી તમને સાંભળવા આવી પહોંચશે!’

એક ઉત્સાહી પત્રકારે મંત્રીને કહ્યું, ‘સાહેબ તમારા વિશે મેં ઘણું સાંભળ્યું છે.’ મંત્રીએ તરત કહ્યું, ‘સાંભળ્યું હશે, પણ પુરવાર કાંઈ નહીં કરી શકો!’

ડોક્ટર : ‘મુબારક હો નેતાજી, તમારી પત્નીએ જોડકાં બાળકોને જન્મ આપ્યો!’
નેતા : ‘શક્ય જ નથી! ફરીથી કાઉન્ટિંગ કરો. ત્રણથી ઓછા હોય જ નહીં! આમાં વિરોધીઓની ચાલ છે!’

હરિશંકર પરસાઈ  નામના વ્યંગકારે અદ્ભુત કટાક્ષો લખ્યા છે. તેમણે 1978માં એક વ્યંગકથા લખેલી : ‘એક કવિ સરકારી ઓફિસર પણ હતા. એની અંદરનો ઓફિસર જ્યારે રજા પર જાય ત્યારે એ કવિ બની જાય અને કવિ સૂઈ જાય ત્યારે ઓફિસર જાગી જાય. એકવાર પોલીસના ગોળીબારમાં 10-12 લોકો મરી ગયા. કવિની અંદરનો ઓફિસર રજા પર ઊતરી ગયો અને કવિહૃદય ઊછળી પડ્યું! સરકાર વિરુદ્ધ એક ઉગ્ર કવિતા લખી નાખી. મુખ્યમંત્રીએ કવિતા વાંચી તો ભડકી ગયા. હવે પેલા કવિની અંદરનો ઓફિસર પાછો જાગ્યો અને ડરી ગયો કે સરકારી નોકરી ચાલી જશે તો? કવિ દોડીને મુખ્યમંત્રીના પગે પડ્યો, રડતાં રડતાં માફી માગવા માંડ્યો, મુખ્યમંત્રીએ કહ્યું, ‘આ એ કવિ ન હોઈ શકે જેણે પેલી કવિતા લખેલી!’
***
ત્રણ મંત્રીઓ પાર્ટીમાં દારૂ પીને ટુન્ન થઈ ગયા. એકે કહ્યું, ‘હું આ રાજકારણથી તંગ આવી ગયો છું. આટલી મહેનત કરીએ, ભાષણો આપીએ, બદલામાં થોડાક ફાયદો લેવા જઈએ તો લોકો ગાળો આપે. હું રાજકારણ છોડવા માગું છું અને નવી જગ્યાએ જઈને પૈસા કમાવા માગું છું અને દોસ્તો, તમે પણ મારી સાથે આવો, સૌને ફાયદો થશે.’
બીજા નેતાએ પૂછ્યું, ‘ક્યાં? કયો ધંધો?’
પહેલા નેતાએ કહ્યું, ‘આફ્રિકાની જમીનમાં ખૂબ સોનું છે. જ્યાં હાથ નાખો ત્યાં સોનું પડ્યું છે. બસ આપણે ત્યાં જવાનું અને સોનું ઉઠાવી લેવાનું છે!’
ત્રીજાએ કહ્યું, ‘ના. ના. આમાં એક પ્રોબ્લેમ છે.’
‘શું પ્રોબ્લેમ છે? મફતમાં સોનું મળતું હોય તો…’ 
ત્રીજા નેતાએ કહ્યું, ‘અરે! સોનું ઉપાડવા માટે વાંકા વળવું પડશેને?

ઇન્ટરવલ
દુર્યોધન કે દલ મેં શામિલ, સત્તા કે ભૂખે પાંડવ,
ચીર દ્રૌપદી કા ઇસ યુગ મેં, ભીમ સ્વયં હી હરતા હૈ!
– ચિરંજિત (1980)

એક નેતા ચૂંટણીપ્રચારમાં એક ગામથી બીજા ગામે ભાગદોડ કરી રહ્યા હતા. એક સભા પહેલાં પત્રકારે એમને પૂછ્યું કે રાજ્યની વિકટ પરિસ્થિતિ વિશે શું કહેશો?’
નેતા તાડૂક્યો, ‘અત્યારે હેરાન ન કરો. હું ભાષણ આપવા જઈ રહ્યો છું. અત્યારે વિચારીને બોલવાનો સમય નથી.’

હિન્દી વ્યંગકાર શરદ જોષીએ છેક 1990માં લખેલું : નેતા શબ્દ બે અક્ષરોથી બને છે ‘ને’ અને ‘તા’. નેતાનો અર્થ છે નેતૃત્વ કરવાની તાકાત. એકવાર ‘નેતા’ નામમાંથી ‘તા’ અક્ષર ખોવાઈ ગયો. એ માત્ર ‘ને’ બનીને રહી ગયો. નેતા પરેશાન, કારણ કે ‘તા’ વિના એને કોઈ નેતા માને નહીં. સી.બી.આઇ., સી.આઇ.ડી., રો જેવી એજન્સીઓએ શોધ્યો પણ ‘તા’ મળ્યો જ નહીં. વિરોધીઓ મજાક કરવા માંડ્યા કે આ નેતા તો નેતા જ નથી, કારણ કે ‘તા’ નથી. નેતા દોડીને એક ઉદ્યોગપતિ પાસે ગયા અને કહ્યું તમારી પાસે ઘણી તિજોરીઓ છે અને એના પર ‘તાલા’ છે. તો ‘તાલા’માંથી ‘તા’ આપી દો. મને જરૂર છે. શેઠિયાએ કહ્યું, ‘એ વાત સાચી જે મારે ‘તા’ કરતાં ‘લા’ની વધારે જરૂર પડે. હું ‘લા’, ‘લા’ કહીને તિજોરીઓ ભરું છું. ‘દે’, ‘દે’, તો મારે કરવાની ઇચ્છા જ નથી, પણ જો મારા તાલામાંથી તમને ‘તા’ આપું તો મારી તિજોરીનું શું? ઇન્કમટેક્સવાળા મારી તિજોરી ખોલીને લૂંટી લેશે.’ નેતાએ ખૂબ મનાવ્યા પણ શેઠજી ન માન્યા. પછી નેતા હારી ગયા એટલે કોઈ એને બોલાવે નહીં, સત્તા કે માન નહીં. પછી નેતાને એક આઇડિયા આવ્યો, એમણે એમનાં ‘જૂતાં’માંથી ‘તા’ અક્ષર ચોરી લીધો. ‘ને’ સાથે જૂતાં ‘તા’ જોડીને ‘નેતા’ શબ્દ ફરીથી બનાવી લીધો હવે ફરી પ્રોપર નેતા હતા. સભા ગજવે, દાવાઓ કરે, પણ પ્રોબ્લેમ એક જ થયો કે ‘તા’ અક્ષર જૂતાંમાંથી આવે, એટલે નેતા જ્યાં જાય ત્યાં વાસ આવે અને લોકો પોતાનાં જૂતાં હાથમાં લઈને ભાગવા માંડે કે આ નેતા અમારાં જૂતાં ચોરી ન લે! પણ આશા છે કે ક્યારેક ફરીથી નેતાનો ‘તા’ ખોવાઈ જશે ત્યારે પ્રજા ‘જૂતાં’ ઉઠાવીને એમની તરફ જશે અને લોકતંત્રની રક્ષા કરશે’

વ્યંગ કે રાજકીય સેટાયરમાં સરકારોને હલાવવાની અને પ્રજાને ઢંઢોળવાની તાકાત હોય છે. ચીપ બિકાઉ ચુનાવપ્રચાર અને દારૂણ દાવાદલીલો વચ્ચે પણ નાગરિકો જાગે, બોલે, હક માગે એ આશા સાથે છેલ્લે એક લઘુકથા :

એક સ્ત્રીની કુંડળી જોઈને જ્યોતિષીએ કહ્યું, ‘મુબારક હો! તમે પ્રેગ્નન્ટ છો, પણ એમાં એક બૂરા સમાચાર છે અને બીજા સારા. બૂરા સમાચાર એ છે તમને જોડિયાં બાળકો થશે. એક બાળક મૂંગું હશે અને બીજું બાળક બહેરું!’
સ્ત્રી રડી પડી, ‘જો આ બૂરા સમાચાર હોય તો હવે સારું શું થશે?’ જ્યોતિષી બોલ્યો, ‘બાળકો ભલે બહેરાં અને મૂગાં હોય, પણ તમે ‘મૂંગા’ બાળકનું નામ ‘સરકાર’ રાખજો. બહેરાનું નામ પ્રજા! મૂંગી પ્રજા વિરોધ નહીં કરે અને બહેરી સરકાર સાંભળશે નહીં. બેઉ સુખેથી જીવશે!’ 
વ્યંગ, મૂંગી પ્રજાનો એ આક્રોશ છે, જે બહેરી સરકારોના કાનના પડદા ફાડી શકે!

એન્ડ ટાઇટલ્સ
નેતા : મેં ભલાઈ ખાતર રાજકારણ છોડ્યું છે!
પત્ની : કોની ભલાઈ?

Source

https://www.divyabhaskar.co.in/rasdhar/bhaskar-galaxy/sanjay-chhel/news/RDHR-SACH-HDLN-article-by-sanjay-chhel-gujarati-news-6042670-NOR.html

સંજય છેલ ..સંપર્ક …sanjaychhel@yahoo.co.in

ચુંટણીલક્ષી હાઈકુ રચનાઓ …વિનોદ પટેલ

હાઈકુ એ જાપાની કવિતાનો અતિ ટૂંકો ખુબ પ્રતિષ્ઠા પામેલો કાવ્ય પ્રકાર છે.
હાઈકુમાં પાંચ, સાત અને પાંચ (૫,૭,૫) અક્ષરોની અનુક્રમે ત્રણ પંક્તિઓ હોય છે.હાઈકુની આ ત્રણ પંક્તિઓ સંક્ષિપ્ત હોવા છતાં મર્મ સભર હોય છે.આ કાવ્ય પ્રકારમાં જાણે કે વિચારોના ગાગરમાં સાગર સમાવવાનો હોય છે.
ભારતની ચુંટણીના માહોલમાં મારી કેટલીક હાઈકુ રચનાઓ નીચે પ્રસ્તુત છે.

પાંચ વરસે,
મતો માગે,જીત્યા કે,
ભૂલાય બધું !

=====

ચુંટણી આવી,
પ્રચારની સુનામી,
ફસાઈ પ્રજા !

=====

નેતાઓ આવે,
મતોની ભીખ,જીત્યા,
કરી લો મજા !

=====

મન કી બાત,
નેતા પાસે સાંભળી,
હવે પ્રજાની !

=====

ચુંટણી ટાણે,
વચનો આપ્યાં,પછી,
પાળવાં કોને !

=====

ખંધા નેતાઓ
ભોળી જનતા,અને
બોદાં વચનો

વિનોદ પટેલ

સુજ્ઞ વાચક મિત્રોને ઉપરના હાઈકુ રચનાઓમાં બીજા ચુંટણીલક્ષી હાઈકુ રચનાઓ ઉમેરવા માટે સંપાદક તરફથી ઈજન છે.

1289 -હૃદય નિચોવીને વાત કરી શકાય એવો માહોલ ક્યાં? …. ભદ્રાયુ વછરાજાની

અહીં તહીં-અત્ર તત્ર આપણું હૃદય ખોલ્યા ન કરવું, એવી મીઠી સલાહ આપણા વરિષ્ઠ કવિશ્રી રાજેન્દ્ર શાહ આપે છે…

બોલીએ ના કંઇ
આપણું હૃદય ખોલીએ ના કંઇ
વેણને રે’વું ચૂપ
નેણ ભરીને જોઇ લે વીરા
વેણના પાણી ઝીલનારું
તે સાગર છે વા કૂપ… બોલીએ ના કંઇ!

આપણી વ્યથા, અવરને મન રસની કથા
ઇતરના કંઇ તથા, જીરવી એને જાણીએ વીરા!
પ્રાણમાં જલન હોય ને તોય
ધરીએ શીતલ રૂપ… બોલીએ ના કંઇ!

  • હૃદય તો કેટલી રૂડી રચના છે કુદરતની? પરંતુ આપણે જ ઘડીએ ઘડી આપણા જ હૃદય પર હુમલો કરતા રહીએ છીએ!

આજે તો ‘વાતનું વતેસર’ થવાનો માહોલ છે, તો ક્યાંક નહીં ચોતરફ આજે ‘વાતુનાં વડાં’ કરવાની મોસમ છે. જ્યારે ‘વાતમાં કંઇ માલ નથી’ ત્યારે પછી આપણી વાતોની વાત માંડીને જાતને શા માટે પરેશાન કરવી? અને હૃદય તો કેટલી રૂડી રચના કુદરતની? પણ આપણને તો ‘હૃદય’ જોડે તરત જ યાદ આવે ‘હૃદયરોગ’… Heart પછી સીધો Heart Attack! એટલે હૃદય નિચોવીને કે હૈયું ઠાલવીને વાત કરી શકાય એવી પણ સ્થિતિ નથી. હકીકતમાં, આપણું હૃદય આપણા પર હુમલો નથી કરતું પણ આપણે જ ઘડીએ ઘડી આપણા હૃદય પર હુમલો કરતા રહીએ છીએ. ન કરવા જેવું કરીને- ન વિચારવા જેવું વિચારીને-ન બોલવા જેવું બોલીને-ન વર્તવા જેવું વર્તીને ને ન જીવવા જેવું જીવીને આપણે હાર્ટ પર એટેક કરતા રહીએ છીએ ને? બાકી બચે છે તો નજદીકના લોકો હુમલા કરે છે ને હૃદયને ઠેસ પહોંચાડ્યા કરે છે. ‘હૃદય ખોલવું નહીં’ એવું કવિ કહે છે તેનું હાર્દ આ છે.

અને હૃદય ઠાલવવા કોઇ વ્યક્તિ કે કોઇ અંગત ખૂણો તો જોઇએ ને! આજે મિત્રો-ફન-સગાં-વહાલાં તો અઢળક છે પણ જેની પાસે દિલ ખોલીને વાત કરી શકાય તેવો એક નીજી જીવ ક્યાં? પાંડુરંગદાદાને વર્ષો પહેલાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટીએ ડી.લીટ. ડોક્ટરેટ ઓફ લિટરેચર, માત્ર ડોક્ટરેટ નહીં!)ની ઉપાધિ અર્પણ કરી ત્યારના ભવ્ય સમારોહનું સંચાલન કરવાનો લહાવો મને મળેલો. હજારો સ્વાધ્યાયીઓ દાદાને સાંભળવા હાજર હતા.

મને બરાબર સ્મરણ છે કે એમાં પાંડુરંગદાદા બોલ્યા ન હતા, માત્ર રડ્યા હતા! એમણે આરંભમાં જ કહ્યું: ‘મૈં આજ બોલને નહીં, આપકે પાસ રોને આયા હૂં. બોલું તો સુનનેવાલે લાખોં હૈ લેકિન રોના ચાહું તો કિસકે પાસ રોઉં? કૌન સમજેગા મેરા દર્દ? કૌન પીએંગે મેરે આંસુ?’

જેમના જીવનને એક બદલાવ આપ્યો છે તેવા અઢળક અનુયાયીઓ હોવા છતાં પાંડુરંગદાદાની આ વ્યથા!! રાજકોટના એક જાહેર કાર્યક્રમમાં લોકશિક્ષક શ્રી મોરારિબાપુએ પણ કહેલું કે: ‘આજના સમયની મોટામાં મોટી ક્રાઇસિસ એ છે કે બેસવું તો કોની સાથે બેસવું?’ વાત સાચી છે. અંગત ને પોતીકો માની જેની પડખે બેઠા છીએ એ સાચુકલો જ નીકળશે તેની ખાતરી શું?

ઓશો કહે છે: ‘પુષ્પ રાત કો ખુલતા હૈ ઔર દિન કો ખિલતા હૈ. ખુલના પીડાદાયી હૈ લેકિન ખિલના ઉત્સાહપૂર્ણ હૈ….’

કદાચ એટલે જ પુષ્પ અંધકારમાં ખૂલે છે કે પોતાની પીડા કોઇ જોઇ ન લે. ખીલવાની નજાકત દિવસના અજવાળામાં સૌ સમક્ષ પાથરી દે છે.

કોઇ એક બંધ કળીને અનિમેષ જોયા કરો તો પણ એ કળી જ્યારે ખુલીને પુષ્પત્વ પ્રગટ્યું એ ક્ષણ તમે પકડી નહીં શકો! આ જ તો છે અસ્તિત્વની લીલા! આપણે આપણા સ્વ-રૂપ સિવાય અન્ય સ્થાને આપણા સ્વરૂપને પામવાનો પ્રયત્ન કરીએ તો તે કેવી રીતે પામી શકીએ? એટલું સમજી લેવામાં શાણપણ છે કે: જે જ્યાં નથી, ત્યાં તે કદી ન મળે!

bhadrayu2@gmail.com

સૌજન્ય … દિવ્ય ભાસ્કર .. 

અમદાવાદ : *માનસ-નવજીવન શ્રી રામકથા* દરમ્યાનની સાંધ્ય ગોષ્ઠિમાં *પ્રિય-પૂજ્ય મોરારિબાપુ* ના  સાનિધ્યે *ભદ્રાયુ વછરાજાની* નું વક્તવ્ય :

વિષય હતો : *વાત હૃદય નીચોવીને..* (૨૮-૦૨-૨૦૧૯)..

અહોભાવ સાથે હાર્દિક સૌજન્ય: *સંગીતની દુનિયા, મહુવા* ..

*Bhadrayu@Moraribapu સાંધ્ય સૌરભ: વાત હૃદય નીચોવીને*…

શ્રી ભદ્રાયુભાઈના વક્તવ્ય,મુલાકાતો વી.ના અન્ય યુ-ટ્યુબ વિડીયો   

બાપુનાં ૧૫૦માં જન્મવર્ષે ગાંધીની વાતો એક વિડિઓ દ્વારા
પ્રતિ સપ્તાહ: મંગળવારે: ગાંધી-દોઢસો-વર્ષ પર્યંત

ઘણા બધા વિડીયો .. આ લીંક પર …

https://www.youtube.com/channel/UCU9EyisD83_F7s7fESU0J8A

1277 – ”ડેડી, મારું નામ તમારી ડાયરીમાં છે?” ….બી. એન. દસ્તૂર

બી. એન. દસ્તૂર

બી. એન. દસ્તૂર

મેનેજમેન્ટ અને કારકિર્દી પર અભ્યાસપૂર્ણ લેખો લખતા રહીને યુવાનોમાં લોકપ્રિયતા મેળવનારા બી. એન. દસ્તૂર અચ્છા હાસ્ય લેખક પણ છે.

ડેડી, મારું નામ તમારી ડાયરીમાં છે?..બી. એન. દસ્તૂર

અમેરિકામાં જોઈ હતી એક ટેલિવિઝન એડ.

એક નાનકડી દીકરી જાય છે એના ડેડીની સ્ટડીમાં. ડેડી રજા ઉપર છે, પણ સ્ટડીના ટેબલ ઉપર છે ફાઇલો અને ડેડીના મોં ઉપર છે ચિંતા. એ ડાયરીમાં કંઈક લખી રહ્યા છે.

બેબી શાંતિથી ઊભી રહે છે. ડેડીને એની હાજરીની ખબર નથી.

થોડીક વાર પછી એ દબાયેલા અવાજે પૂછે છે, ‘ડેડી શું કરો છો?’

ડાયરીમાંથી મોં બહાર કાઢ્યા વિના ડેડી જવાબ આપે છે, ‘હની, મારે કાલે જેને મળવાનું છે, જેને લંચ ઉપર લઈ જવાના છે એ બધાનાં નામ લખું છું.’

વધારે દબાયેલા અવાજે એ નાનકડી દીકરી પૂછે છે, ‘ડેડી, એમાં મારું નામ છે?’

મર્સિડિઝમાં જાવ છો ઓફિસે.

  • જિંદગી ગુજરે છે ‘અરજન્ટ’ કામોમાં જે થાય છે ‘ઇમ્પોર્ટન્ટ’ કામોના ભોગે

એક અગત્યની મિટિંગમાં તમે તમારા કર્મચારીઓને સમજાવો છો ‘પ્રોપિન્ક્વિટી’ની કમાલ, પ્રોપિન્ક્વિટી (Propinquity) એવું કહે છે કે જેની સાથે સારા સંબંધો બાંધવા હોય, નિભાવવા અને નિખારવા હોય તે બધાને મળતા રહો. વારંવાર મળવાનાં બહાનાં શોધો અને દરેક મુલાકાતે ભાઈબંધીનો માહોલ ઊભો કરો. સામેની વ્યક્તિને સ્મિત, પ્રશંસા જેવા ‘પોઝિટિવ સ્ટ્રોક’ આપો.

મિટિંગ પતે છે સાંજે પાંચ કલાકે. સાડા પાંચ વાગ્યે તમારો દીકરો ઇન્ટર-સ્કૂલની ફૂટબોલની ફાઇનલમાં રમવાનો છે, પણ તમે થાક્યા છો પેલી પ્રોપિન્ક્વિટીની વાતો કરી. થાક ઉતારવા જાવ છો નજદીકની ફાઇવસ્ટાર હોટલની કોફી શોપમાં.

રમતની અંતિમ મિટિંગમાં તમારો દીકરો મેસી અને રોનાલ્ડોની અદાથી, બાઇસિકલ કિક મારી વિનિંગ ગોલ ફટકારે છે. સ્ટેડિયમ તાળીઓથી ગાજે છે, પણ તમારી નજર કરે છે વી.આઇ.પી. બોક્સમાં જ્યાં દરેક અન્ય ખેલાડીનાં માવતર હાજર છે.

તમે નથી.

અને મમ્મી?

એ ગઈ છે કિટી પાર્ટીમાં. કોનું કોની સાથે લફરું છે, કોણ છૂટાછેડા લેવાનું છે એની ચર્ચા કરવા, પત્તાં ચીપવાં, સહેલીઓ સાથેના સંબંધોને નિખારવા.

પતિ પ્રોપિન્ક્વિટી શીખવે છે ઓફિસમાં અને મેડમ એના ઉપર અમલ કરે છે કિટી પાર્ટીમાં.
ડેડી ઓફિસનું અને મમ્મી કિટી પાર્ટીનું મેનેજમેન્ટ કરે છે. બાળકોના મેનેજમેન્ટ માટે સમય નથી.

ABCDનું નહીં XYZનું મેનેજમેન્ટ કરે છે.

પૈસાદાર માવતરોનાં બાળકો વંઠી જાય છે એવી ફરિયાદો સંભળાતી, બોલાતી, વંચાતી રહે છે.
કારણ?

કારણ કે માવતરને ફૂટબોલ રમતા દીકરાની ગજબની ગોલ જોવાની ફુરસદ નથી તો દીકરો એવું ગતકડું કરશે કે તમે બધું પડતું મેલી એને છોડાવવા પોલીસ સ્ટેશને પહોંચી, દીકરાને તમે કેટલો પ્રેમ કરો છો તેનો અહેસાસ કરાવવા મજબૂર બનશો.

માવતર છો? તો તમારી જિંદગીમાં અગત્યનું કોણ?

તમારી પ્રાયોરિટી કઈ?
અરજન્ટ શું?
ઇમ્પોર્ટન્ટ કયું?

જિંદગીમાં એવો સમય આવશે (ઈશ્વરના દરબારમાં ન્યાયને સ્થાન છે) જ્યારે ઘર કરડવા આવશે.

ઘરમાંથી બાળકોનાં તોફાનોની, મોજમસ્તીની, રીસામણા-મનામણાની, દાદાગીરીની સંપૂર્ણ બાદબાકી થઈ જશે. રહી જશે એમની યાદો, દીવાલ ઉપરનાં ચિત્રો, ફાટેલી ડ્રોઇંગબુક અને તૂટેલાં રમકડાં.

યાદ આવશે જ્યારે દીકરાની બાઇસિકલ કિકને બિરદાવવા તમે હાજર ન હતા.

યુનિવર્સિટી ફેસ્ટિવલમાં પોતાની ગજબની અદાકારીથી તાળીઓ પાડતાં ઓડિયન્સમાં મમ્મી ન હતી. તમે ન હતા. મમ્મી ગઈ હતી રિસેપ્શનમાં એના નવા દાગીનાનું પ્રદર્શન કરવા અને તમે હતા કોન્ફરન્સમાં, કસ્ટમર ડિલાઇટ ઉપર ભાષણ ઠોકવા.

જિંદગી ગુજરે છે ‘અરજન્ટ’ કામોમાં જે થાય છે ‘ઇમ્પોર્ટન્ટ’ કામોના ભોગે. પાર્ટીમાં જવાનું અરજન્ટ છે. બાળકને હોમવર્ક કરાવવાનું ‘ઇમ્પોર્ટન્ટ’ કામ કરવાની ફુરસદ નથી.

તમારી દીકરીને, તમારા દીકરાને તમે પૂર શુદ્ધિમાં, બિન કેફ હાલતમાં, કોઈ પણ જાતના દબાણ અને ધાકધમકી વિના આ દુનિયામાં પૂરી મરજીથી લાવ્યા છો.

એમનું નામ તમારી ડાયરીમાં છે?

બી. એન. દસ્તૂર

baheramgor@yahoo.com

મેનેજમેન્ટ, કરિયર ગાઈડન્સ(પ્રકરણ – 40)

1272 – જિંદગી ઔર સિર્ફ જીને કે લિયે? જિંદગી ઈતની બેમકસદ હો નહીં શકતી…સત્ય ઘટનાત્મક વાર્તા..ડૉ. શરદ ઠાકર

Dr. Sharad Thaker

‘ડૉક્ટરની ડાયરી’ અને ‘રણમાં ખીલ્યું ગુલાબ’થી જાણીતા ડૉ. શરદ ઠાકરે સબળ વાર્તાઓથી ગુજરાતી સાહિત્યમાં એમનો આગવો વાચક વર્ગ ઊભો કર્યો છે.

સમાજમાં જીવાતા જીવનમાંથી જડેલી વાર્તાઓ,હ્રદય સ્પર્શી અને સંવેદનશીલ પ્રસંગોને આવરી લઈને ડો.ઠાકર માણસના દિલને સ્પર્શે તેવી વાતને ખૂબજ સરળતાથી અને રસાળતાથી રજુ કરે છે

ડો.શરદ ઠાકર વ્યવશાયએ એક ડોક્ટર છે.એમની વાર્તાઓ એમના અનુભવોમાંથી પ્રાપ્ત સત્ય કથાઓ ઉપર મુખ્યત્વે આધારિત હોઈ વાચકના દિલને એ સીધી સ્પર્શી જાય છે.આ વાર્તા પણ એનું એક ઉદાહરણ છે.

વિદેશમાં રહેતા એન.આર.આઈ.ડોકટરોમાંથી કેટલાક ડોકટરો વતન પ્રેમી પણ હોય છે અને દેશમાં વસતા ગરીબ દર્દીઓની સેવા કરવા આતુર હોય છે.આ સત્ય ઘટનાત્મક વાર્તામાં ડો.ઠાકર એવા કેટલાક દેશ પ્રેમી અને સેવા ભાવી ડોકટરોની વાત લઈને આવ્યા છે.

આ પ્રેરક વાર્તા આપને વાંચવી જરૂર ગમશે.
વિનોદ પટેલ

જિંદગી ઔર સિર્ફ જીને કે લિયે? જિંદગી ઈતની બેમકસદ હો નહીં સકતી..સત્ય ઘટનાત્મક વાર્તા … ડો. શરદ ઠાકર

તારીખ 6 જાન્યુઆરી, 2019. અમેરિકાથી ઊડેલું વિમાન અમદાવાદના ઇન્ટરનેશનલ એરપોર્ટ પર લેન્ડ થયું અને અંદરથી ગોરા, અર્ધ ગોરા અને ઘઉંવર્ણા પ્રવાસીઓ બહાર ઠલવાયા. ડિસેમ્બર-જાન્યુઆરીનો સમય એ સામાન્ય રીતે એન.આર.આઇ.ના આગમનનો સમય ગણાય છે. ઇંગ્લેન્ડ-અમેરિકામાં અગિયાર મહિના પરસેવો પાડીને થાક ઉતારવા માટે આપણા ગુજરાતીઓ વતનમાં પધારે છે. છઠ્ઠી તારીખે વિમાનમાંથી ઊતરેલા પ્રવાસીઓમાં પાંચ પ્રવાસીઓ એવા હતા જે પોતાનો થાક ઉતારવા માટે નહીં, પરંતુ થાક વધારવા માટે પધાર્યા હતા.

એમાં એક આપણા ગુજ્જુ ડૉક્ટર હતા. ડૉ. શીતલ પરીખ. ડૉ. શીતલભાઈ અમદાવાદમાંથી ડૉક્ટરીનો અભ્યાસ પૂરો કરીને ઘણાં વર્ષોથી અમેરિકાના ઓહાયો સ્ટેટમાં સિનસિનાટી ખાતે આવેલી બાળકો માટેની હોસ્પિટલમાં હાડકાંના વિભાગમાં નિષ્ણાત તરીકે સેવા આપી રહ્યા છે. ખૂબ સારું કમાયા છે. વિશાળ બંગલામાં રહે છે, ડોલરની દીવાલો છે અને ઐશ્વર્યની છત છે. સુખી થવા માટે હવે એમણે વધારે કશું જ કરવાની જરૂર નથી, પણ આજથી છ વર્ષ પહેલાં એમના દિમાગમાં અજંપાનો કીડો સળવળ્યો. જે દેશે મને ડિગ્રી આપી, ભણાવી ગણાવીને હોશિયાર બનાવ્યો, પરદેશમાં જઈને પૈસા કમાવાની આવડત આપી એ દેશ માટે મેં શું કર્યું?

  • અમેરિકાથી ડૉ. શીતલના ફોન ઉપર ફોન આવવા લાગ્યા. ત્યાનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર કેવું છે? અહીંથી જે નિષ્ણાત સર્જનોને લઈને આવું, તેમના ઉતારાની સગવડ કેવી છે?

આ અજંપો એમની છાતીમાં શારડીની જેમ ઘૂમરાતો હતો ત્યાં જ અનાયાસે જવાબ જડી ગયો. અમદાવાદ ખાતે આવેલી હેલ્થ એન્ડ કેર સંસ્થાના મોભી ડૉ. ભગતસાહેબનો સંપર્ક થયો. ડૉ. ભગત ભારે જાલિમ માણસ છે. જાતે તો જિંદગી સેવામાં ખર્ચી નાખી, પણ જે એમના સંપર્કમાં આવ્યા તેમને પણ સેવામાં જોતરી દીધા. એમાં આ ડૉક્ટર શીતલ પણ ઉમેરાઈ ગયા.

‘આપણા ગુજરાત રાજ્યમાં હાથ-પગનાં વાંકા વળેલાં હાડકાંની જન્મજાત ખોડ ધરાવતાં અસંખ્ય બાળ વિકલાંગો છે. એ બધાં અત્યંત ગરીબ પરિવારોમાં જન્મ્યાં છે. કોઈના હાથ વળેલા છે તો કોઈના પગ વળેલા છે. આ બાળકોનું જીવન નર્કસમાન બની ગયું છે. તમે એમના માટે કંઈ કરી શકશો?’ ભગતસાહેબે પૂછ્યું.

ડૉ. શીતલે જવાબ આપ્યો, ‘હું એકલો તો કંઈ ન કરી શકું, પણ જો મારી સાથે કામ કરતા નિષ્ણાત ડૉક્ટરો સહકાર આપે તો ઘણું બધું કરી શકાય.’

ડાૅ. શીતલે એમનું કામ શરૂ કર્યું. એમની સાથે કામ કરતા બધા ડૉક્ટરો અલગ અલગ દેશોમાંથી આવેલા હતા. એક પણ ડૉક્ટર ભારતીય ન હતો. એમને મનાવવાનું કામ અઘરું હતું. ભારતની ગરીબી, ગંદકી, કોલાહલભર્યું વાતાવરણ, બેફામ ટ્રાફિક અને માણસોનાં ટોળેટોળાં! અમેરિકાની શ્રેષ્ઠ હોસ્પિટલમાં બેક્ટેરિયારહિત વાતાવરણમાં સાફસૂથરા દર્દીઓ ઉપર ઓપરેશન કરવા ટેવાયેલા આંતરરાષ્ટ્રીય ખ્યાતિપ્રાપ્ત ડૉક્ટરો ગુજરાતના ગરીબ, ગંદા, અશિક્ષિત અને અભાગી દર્દીઓને સાજા કરવા માટે હજ્જારો માઇલનો પ્રવાસ કરીને અમદાવાદ આવવા તૈયાર થાય ખરા? અને જો થાય તો એમની ફી કેટલી માગે?

ડૉ. શીતલને એમનું કામ કરવા દઈને થોડી વાર આપણે ભગતસાહેબની ગતિવિધિ તરફ ધ્યાન આપીએ. ભગતસાહેબે સૌથી પહેલાં એમની સાથે જોડાયેલા ઓર્થોપેડિક સર્જનોને ભેગા કર્યા. ડૉ. કેતન દેસાઈ, ડૉ. દેવમુરારિ, ડૉ. મૌલિન શાહની સાથે મંત્રણા કરી. એક્શન પ્લાન તૈયાર કર્યો. શક્ય તેટલા દર્દીઓ સુધી વાત પહોંચાડી. ઝૂંપડાંઓમાં આશાનો સૂરજ ઝળહળવા મંડ્યો. મગન, વિઠ્ઠલ, રઘુ, ચીમન, બબલી, મંગુ, ચંપા આ બધાં અભાગી બાળકોનાં માવતરોની આંખો ચમકી ઊઠી. બધે વાત ફેલાઈ ગઈ. અમેરિકાથી મોટા ડૉક્ટરો આવશે અને આપણાં છોકરાઓ અને છોકરીઓનાં ઓપરેશનો કરીને એમને સાજાં-સારાં કરી આપશે. પછી એ બાળકો પોતાના પગ પર ટટ્ટાર ઊભાં રહીને ચાલી શકશે. લોકો તેની હાંસી કરે છે તે બંધ થઈ જશે. આ કૂબડાંઓને કન્યાઓ મળશે અને કુબજાઓને વર મળી જશે. વાતાવરણ બંધાઈ ગયું.

અમેરિકાથી ડૉ. શીતલના ફોન ઉપર ફોન આવવા લાગ્યા. ત્યાનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર કેવું છે? અહીંથી જે નિષ્ણાત સર્જનોને લઈને આવું, તેમના ઉતારાની સગવડ કેવી છે? ભોજનનો પ્રબંધ કેવો હશે? તમારા ઓપરેશન થિયેટરનું અંદરનું વાતાવરણ ઇન્ટરનેશનલ સ્ટાન્ડર્ડનું હશે કે નહીં? ઓપરેશન માટે વપરાતાં સાધનો, દવાઓ તથા ઇમ્પ્લાન્ટનો ખર્ચો કોણ ભોગવશે? દર્દીઓનું શારીરિક આરોગ્ય કેવું હશે? એમનું શૈક્ષણિક સ્તર અને સમજદારીની કક્ષા કેવી હશે?

ડૉ. ભગતસાહેબ તરફથી સાંપડતા જવાબો મૂંઝવી નાખે તેવા હતા. દર્દીનાં મા-બાપ તદ્દન ગરીબ હશે. દર્દીઓ (બાળકો) મહિનાઓથી નહાયા ન હોય તેવાં ગંદાં હશે. પોષણનો અભાવ. ભાષાનું અજ્ઞાન. વાણી-વર્તનની શુદ્રતા. પણ અમારા તરફથી તમને પૂરો સહકાર મળી રહેશે. ઉતારાની વ્યવસ્થા, ભોજનપ્રબંધ, ઓપરેશન થિયેટરનું સ્તર શ્રેષ્ઠ કક્ષાનું આપીશું. અમારા ડૉક્ટરો, નર્સ બહેનો તથા અન્ય કર્મચારીઓ ખડેપગે સેવામાં હાજર રહેશે, પણ એક વાતની ચોખવટ કરી લઉં. તમને કે તમારા ડૉક્ટર મિત્રને ફી પેટે એક પૈસો પણ નહીં આપી શકું. જો સેવા કરવાનો સંતોષ લેવો હોય તો આવજો; તો જ આવજો અને હું વિશ્વાસ અપાવું છું કે એમાં કચાશ નહીં રહે.

ડૉ. શીતલનો જવાબ આવી ગયો, ‘અમે આવીએ છીએ.’ આ ઘટના 2013ની. એ પછી સતત પાંચ વર્ષથી ડૉક્ટર શીતલ પરીખ અમેરિકાથી ઊડીને, એમના નિષ્ણાત સર્જનમિત્રોને લઈને અમદાવાદ આવતા રહ્યા છે અને સેવાઓ આપતા રહ્યા છે. આ છઠ્ઠી જાન્યુઆરીએ વધુ એક વાર તેઓ આવી ગયા. એમની સાથે આવેલા ડૉક્ટરો કોઈ રેંજીપેંજી ન હતા. ડૉક્ટર મિસિસ વેન્ડી, ડાૅ. એન્ડ્રિયા ચાન, ડૉ. ડોમિનિક લેરોન, ડૉ. મિકાહ શિન્કલેર, આ બધાં એવાં નામો છે, જેમનું અમેરિકામાં માત્ર મુખદર્શન કરવું હોય તો પણ તગડી ફી ચૂકવવી પડે અને તે પણ ડોલરની કરન્સીમાં.

કોઈ અમેરિકામાં જન્મેલું હતું તો કોઈ કેનેડામાં. ડો. એન્ડ્રિયા ચાઇનીઝ મૂળની હતી. તો ડૉ. મિકાહ ફિલિપાઇન્સથી અમેરિકા ગયેલા હતા. આ બધાં ડૉ. શીતલ પરીખના પ્રેમના તાંતણે બંધાઈને અમદાવાદ આવી પહોંચ્યાં. આવતાં પહેલાં જ સ્પષ્ટતા કરી દીધી હતી, ‘વિમાનની આવવા-જવાની મુસાફરીનો ખર્ચો અમે જાતે ભોગવીશું.’ ડૉ. શીતલે કહ્યું.

‘રહેવાનું કોઈ મધ્યમ કક્ષાની હોટલમાં રાખીએ તો ફાવશે? કે કોઈ ડૉક્ટરના બંગલામાં ગોઠવીએ?’

સામૂહિક ઉત્તર મળ્યો, ‘રહેવાનું મોંઘામાં મોંઘી હોટલમાં રાખીશું. એનું બિલ જાતે ભોગવીશું.’

એમ જ થયું. મહેમાનોને રિસીવ કરવા ગયેલા ભગતસાહેબે પૂછ્યું, ‘લંચ, ડિનર અને બ્રેકફાસ્ટનું શું કરીશું?’

ફરીથી કોરસ ગુંજી ઊઠ્યું, ‘સવારનો બ્રેકફાસ્ટ અને સાંજનું જમણ સ્વખર્ચે હોટલમાં જ કરી લઈશું. આખો દિવસ તો ઓપરેશનો ચાલતાં હશે એટલે લંચ માટે બહાર જવા જેટલો સમય નહીં રહે.’

એનો તોડ ભગતસાહેબ પાસે હતો. બપોરે દોઢ વાગ્યે, બે વાગ્યે કે અઢી વાગ્યે જ્યારે ઓપરેશનોમાં ઇન્ટરવલ પડે ત્યારે બધા મહેમાનોને સંસ્થાના જ એક રૂમમાં શુદ્ધ ભારતીય ભોજન જમાડવાનું ગોઠવી દીધું.

તારીખ 7મી જાન્યુઆરીની સવારે ચા-નાસ્તો પતાવીને ડૉક્ટરો કામ પર ચડી ગયાં. કુલ 155 દર્દીઓને તપાસ્યા. એમાંથી 45 બાળકોને ઓપરેશન માટે અલગ તારવ્યાં. આ એવાં બાળકો હતાં જેમની ડિફરમિટી ખૂબ વધારે હતી. એ પછી ઓપરેશનોનો સિલસિલો શરૂ થયો. એક એક ઓપરેશન કલાકો સુધી ચાલનારું અને થકવી નાખનારું હતું. ભગતસાહેબે સંસ્થાના ઓપરેશન થિયેટરને વર્લ્ડ ક્લાસનું બનાવી દીધું હતું.

ડૉ. પ્રકાશ ભટ્ટ બધી વ્યવસ્થા પર નજર રાખી રહ્યા હતા. સ્થાનિક સર્જનોની ટીમ અમેરિકાથી આવેલાં સર્જનોને મદદ કરી રહી હતી. સતત 10થી 12 કલાક સુધી ઓપરેશનો ચાલતાં રહ્યાં. દૂર દૂરનાં ગામડાંઓમાંથી આવેલાં સાવ ચીંથરેહાલ માવતરો પોતાનાં ખોડખાંપણવાળાં બાળકોને અજાણ્યાં ડૉક્ટરોના હાથમાં સોંપીને થિયેટરની બહાર બેસીને ભીની આંખે ઈશ્વરને પૂછી રહ્યા હતા, ‘હે ભગવાન! આ સપનું છે કે સાચું? અમારાં સંતાનોને જોઈને અમારા જ ગામના લોકો હાંસી ઉડાવતા હતા ત્યારે આ દેવતાઈ લોકો કોના મોકલ્યા અહીં આવી પહોંચ્યાં છે?’

આ ગરીબ બાળ વિકલાંગોની સારવાર માટે જેટલો ખર્ચ કરવો પડ્યો એ તમામ ખર્ચ સંસ્થાએ જાતે જ ભોગવ્યો. મોંઘી-મોંઘી દવાઓ, ઇમ્પ્લાન્ટ્સ, રહેવાનો તથા ભોજનનો ખર્ચ ઉપરાંત 8 લાખ રૂપિયાની કિંમતનું ડ્રિલ મશીન આ બધું દાતાઓનાં ખિસ્સાંમાંથી આવી ગયું.

હું જ્યારે આ પરદેશી પંખીડાંઓને મળ્યો ત્યારે તેઓ થાકીપાકીને પછી પણ પ્રસન્ન જણાતાં હતાં. મેં પૂછ્યું, ‘તમે આ અભણ બાળકો અને એમનાં મા-બાપો સાથે વાતચીત કેવી રીતે કરી શક્યાં? એમને તો ગુજરાતી પણ શુદ્ધ બોલતા આવડતું નથી?’

ડૉ. વેન્ડીએ જવાબ આપ્યો, ‘જગતમાં સૌથી અસરકારક ભાષા ઇશારાઓની જ હોય છે અને જે વાત વાણીથી નથી બોલી શકાતી તે આંખો બોલી નાખે છે.’

જ્યારે મેં મહેમાનોનો આભાર માનતા કહ્યું, ‘તમારો ખૂબ ખૂબ આભાર! મારા ગરીબ દેશનાં અત્યંત ગરીબ બાળકો માટે તમે ઈશ્વર બનીને આવ્યાં છો. એમની પાસે આભાર માનવા જેટલા શબ્દો નથી. એ બધાં વતી હું તમારો આભાર માનું છું.’

ડૉ. મિકાહ ભીના અવાજમાં બોલી ઊઠ્યા, ‘મિત્ર, જે વાત તમે શબ્દોમાં કહી એ જ વાત એ બાળકોની આંખોમાં ઊભરાયેલાં આંસુઓએ અમને જણાવી દીધી છે.’

(આવતા વર્ષે પણ ડૉ. શીતલ પરીખ ફરીથી આવવાના છે. ખોડખાંપણવાળાં બાળકોનાં મા-બાપ સંપર્ક સાધી શકે છે.)

drsharadthaker10@gmail.com

સૌજન્ય … દિવ્ય ભાસ્કર … ડો.શરદ ઠાકર 

વાર્તા લેખક ડો. શરદ ઠાકર ની અગાઉ વિનોદ વિહારમાં પોસ્ટ થયેલ આવી બીજી વાર્તાઓ વાંચવા અહીં ક્લિક કરશો.

1270 પતંગોત્સવ… ઉર્ધ્વગતિનો ઉત્સવ…..ભવેન કચ્છી

પતંગોત્સવ… ઉર્ધ્વગતિનો ઉત્સવ ….ભવેન કચ્છી

પતંગ… માનો મેરા ગાયત્રી મંત્ર….

કટી પતંગ કે પાસ આકાશ કા અનુભવ હૈ,

હવા કી ગતિ ઔર દિશા કા જ્ઞાન હૈ

પતંગોત્સવનો કાવ્યોત્સવ પણ થઈ શકે…

ઉત્તરાયણનો પર્વ ગીતાના તત્ત્વજ્ઞાાનનો બોધ આપી જાય છે

Baby we two are like those kites sometime closer, Sometime fights.. still we love to fly high in the sky tangling in love; until we die ! 

પતંગ…

મેરે લીએ ઉર્ધ્વગતિ કા ઉત્સવ,

મેરા સૂર્ય કી ઓર પ્રયાણ.

પતંગ…

મેરે જન્મ- જન્માંતર કા વૈભવ,

મેરી ડોર મેરે હાથ મેં

પદચિહ્ન પૃથ્વી પર,

આકાશ મેં,

વિહંગમ દ્રશ્ય ઐસા.

મેરી પતંગ…

અનેક પતંગો કે બીચ,

મેરી પતંગ ઉલઝતી નહીં,

વૃક્ષો કી ગલિયો મેં ફંસતી નહીં.

પતંગ…

માનો મેરા ગાયત્રી મંત્ર.

ધનવાન હો યા રંક,

સભી કો,

કટી પતંગ કે પાસ

આકાશ કા અનુભવ હૈ,

હવા કી ગતિ ઔર દિશા કા જ્ઞાાન હૈ.

સ્વયં એક બાર ઉચાઈ તક ગઈ હૈ,

કહાં કુછ ક્ષણ રૂકી હૈ.

ઇસ બાત કા પ્રત્યક્ષ પ્રમાણ હૈ.

પતંગ…

મેરા સૂર્ય કી ઔર પ્રયાણ,

પતંગ કા જીવન ઉસકી ડોર મેં હૈ

પતંગ કા આરાધ્ય (શિવ) વ્યોમ (આકાશ) મેં હૈ,

પતંગ કી ડૌર મેરે હાથ મેં હે, મેરી ડોર શિવજી કે હાથ મેં હૈ.

જીવનરૂપી પતંગ કે લીએ

શિવજી હિમાલય મેં બેેેઠે હૈ.

પતંગ કે સપને (જીવન કે સપને)

માનવ સે ઉંચે.

પતંગ ઉડતી હૈ, શિવજી કે આસપાસ,

મનુષ્ય જીવન મેં બૈઠા- બૈઠા ઉસકો (ડોર) સુલઝાનેમેં લગા રહૈતા ઉપરોક્ત કવિતાના કવિનું નામ પછી જણાવીશું પણ કવિએ પતંગોત્સવ જોડે જીવ અને શિવના ગહન તત્ત્વજ્ઞાાનને સંગીનતાથી જોડીને એક નવી ઉંચાઈ બક્ષી છે.

પતંગોત્સવનો પર્યાય પણ કેવો ફક્કડ… ઉર્ધ્વગતિનો ઉત્સવ આપણે આકાશની ઉંચાઈ સર કરવાની છે. પણ પગ તો જમીન પર જ રાખવાના છે.

આપણી પતંગ એવી હોવી જોઈએ કે જેની દિશા અને ધ્યેય સ્પષ્ટ હોય. તે ગોથા ખાતી કે વૃક્ષોની ડાળીમાં ફસાઈ જતી ના હોવી જોઈએ. પતંગની કવિએ ગાયત્રી મંત્ર જોડે તુલના કરી છે. પતંગ ભગવાન સૂર્યને નજીકથી જઈને નમસ્કાર કરવા ઝંખે છે.

કવિ માનવ જગતની પ્રકૃતિનો પરિચય કરાવતા કહે છે કે કોઈને પડતા જોઈને કે પાડીને આપણને અનેરો આનંદ આવે છે. પણ આપણે તે કપાયેલી, લૂંટાયેલી પતંગ પાસે હવાની ગતિ અને દિશાનું જ્ઞાાન છે અને હતું તે ન ભૂલવું જોઈએ, યાદ રહે આ જ કપાયેલી પતંગ તેની જાતે ઉંચાઈ પહોંચી હતી એટલું જ નહીં ત્યાં તેનો ક્ષણિક મુકામ પણ હતો. 

પતંગ માટે આકાશ જ તેનો ભગવાન અને સર્વેસર્વા છે. કવિ માને  છે કે, પતંગની દોરી કે કારણ મારા હાથમાં છે. પણ મારી ખુદની દોરી પરમ તત્ત્વના હાથમાં છે પતંગ શિવજી જ્યાં બેઠા છે તે શિવજીની આસપાસ જવાનો ધ્યેય રાખી પ્રયત્ન કરે છે.

પતંગના સપના તો માનવ કરતાં પણ ઉંચા છે પછી એવું બને છે કે પતંગ ઉન્નત શિખરની ઉંચાઈએ પહોંચવા આકાશના ઉંડાણમાં ગરકાવ થઈ જાય છે અને આપણે જમીન (જીવન) પર ટકી દોરાઓની ગૂંચ ઉકેલવામાં ગુલતાન થઈ જઈએ છીએ.. વાહ પતંગની ઉંચી ઉડાણને શોભે તેવી કેટલી ઉંચી વાત કવિ કહી ગયા છે. હવે એ પણ જાણી લો કે આવી ઉન્નત કવિતાના સર્જક વડાપ્રધાન નરેન્દ્ર મોદી છે. ભૂતપૂર્વ વડાપ્રધાન વાજપેયીની જેમ તેમણે પણ સાહિત્યિક પ્રદાન આપ્યું છે. તેમની આ કૃતિને હિન્દીના ઉત્કૃષ્ટ સાહિત્યકારોએ પણ બિરદાવી છે.

જાણીતા હિન્દી કવિ વિશાલ સહદેવે ‘ઉડતી પતંગ’ શીર્ષકથી કવિતા લખી છે જેના અંશો પણ આલાતરીન છે.

વો ઉડતી પતંગ તો દેખો,

ખુલ્લે આસમાન મેં બેખબર,

આવારા અલ્લહડ

કભી ઇધર, કભી ઉધર,

ઉસે ક્યા ખબર

કી ઉસકે આસમાન કે પરે,

આસમાન કઈ ઔર ભી હૈ,

ઉસે જૈસે કોઈ ઔર ભી હૈ,

લેકિન ઉસે ઇસ કી ફિક્ર ભી કહાઁ,

ઉસે તો બસ ઉડના હૈ,

ઉસે ક્યા પતા ઉસ કી મંજિલ કહા

બાદલો સે ખેલે, ઉનસે ટકરાએ

તુફાનો મેં ભી ફંસ

બાહર આ ઇતરાએ,

બેખબર હૈ ફીર, બારિશ સે ભી,

ઉસે માલુમ હી નહી

બાદલ ઉસકે સાથ તો હૈ,

લેકિન સાથી નહીં.

ના ઘર કી ફિક્ર

ના મંજિલ કી ટોહ

ન ડોરો કા ડર

ન અપનો કા મોહ

એક વક્ત આયા, ખુદ કો તોડ

વો ફીર સે ઉડા કીસી ઔર

મંઝિલ કી ઔર,

ગિરતા હુઆ, તૈરતા હુઆ,

દૂર કિસી ઔર આસમાન મેં,

પર યે ઉડાન ભી આખરી નહી

ઉડેગા ફિર સે લિએ નઈ ડોર.

અહીં પણ કવિ વિશાલે ગીતાના અધ્યાયના મર્મને પતંગની કવિતામાં વણી લીધો છે. આપણે દૈહિક મૃત્યુ બાદ નવા વસ્ત્રો ધારણ કરતા હોઈએ તેમ જન્મ લેવાનો છે. કપાઈ ગયેલા પતંગને તો તેનો નવો માલિક નવી દોરીથી ફરી આસમાનની ઉંચાઈ ચગાવશે.

આકાશમાં ઉડતા રંગબેરંગી પતંગો આપણે સૌ છીએ. સૌની પોતપોતાની આકાંક્ષાની ઉડાણ અને સ્પર્ધા છે. તમે મસ્તીથી ઉડતા હો તો પણ વિના કારણે  પ્રકૃતિવશ માનવીઓ તમને કાપવા, નીચે લાવવા  પ્રયત્નશીલ હશે. 

તો ઘણા સ્પર્ધાની ધારણા અને પૂર્વ ઇરાદાથી જ મજબૂત તૈયારી સાથે અવકાશ (સંસાર) જંગમાં ઉતરશે. કપાશે અને જમીન પર ઝોલા ખાઈને પટકાશે. પંચમહાભૂતમાં જ આખરે તો વિલીન થઈ જવાનું છે ને… આ આખરી જન્મ કે ઉડાણ નથી હોતી. ફરી નવી દોરી, નવા વાઘા, રંગ અને નવું આકાશ લઈને આપણે ઉડવાનું છે.

અમેરિકામાં Mama Lisa Books શ્રેણીમાં બાળકોને જીભે ચઢી જાય તેવા જોડકણા, જ્ઞાાન-ગમ્મત અને કાવ્યો પ્રકાશિત થતા રહે છે. તેમાં બાળકને પતંગ બનવાની કેમ ઇચ્છા જાગે છે તેનું નિરૂપણ થયું છે.

Flying Kite

I often sit and wish i could be a kite up in the sky,

And ride upon the breeze, and go

whatever way it chanced to blow

And see the river winding down,

And follow all the ships that sail,

Like me before the merry gale,

Until at last with then I came

To some place with a forcing name.

આ ઉપરાંત Fox Smith, Andre Schamitz જેવા કવિઓએ પતંગ પર 

જગવિખ્યાત બાળકૃતિઓ ભેટ ધરી છે.

…અને હા પતંગ પર જાપાનમાં હાઈકુ પણ લખાયા છે. હાન મીન ઓહનના હાઈકુનું અંગ્રેજી ભાષાંતર :

A kite flying high in the sky

string suddenly cut off

Glided down onto to the

ground, lying still.

બિનામ રેયેસનું હાઈકુ  પણ જાણી લો.

I will be the kite

And the wind at the same time

Be my kite runner

..અને છેલ્લે  માઈકલ મેકલીમોકનું હાઈકું…

With no kites in the sky

the wind

moves on

પતંગ પરના ફિલ્મી ગીતો તો છે જ .

ગુજરાતી ભાષામાં સર્જાયેલા પતંગ અને પતંગોત્સવના કાવ્યોનું સંકલન કરવા જેવું ખરૂ.

સૌજન્ય .. ગુ .સ, ..હોરાઈઝન …શ્રી ભવેન કચ્છી