આજે ૧૭ મી સપ્ટેમ્બર,૨૦૧૭ ના રોજ ૨૦૧૪માં ભારતના ૧૪ મા પ્રધાનમંત્રી તરીકે ચૂંટાએલા શ્રી નરેન્દ્ર મોદીનો 67મો જન્મ દિવસ છે.
આ શુભ પ્રસંગે વિનોદ વિહાર આ પોસ્ટ દ્વારા શ્રી મોદીને અભિનંદન આપે છે અને એમના દીર્ઘાયુ અને ઉજળા ભાવી માટે સહર્ષ શુભકામનાઓ પાઠવે છે.
PM Modi’s 67th birthday: A timeline of his life events
મુખ્ય મંત્રી તરીકે અનેક વર્ષોથી એમની કર્મ ભૂમિ બનેલી અને વતન ગુજરાતમાં આવીને આખા દિવસના ભરચક્ક કાર્યક્રમોમાં હાજરી આપીને એમની અનોખી રીતે એમણે એમનો જન્મ દિવસ ઉજવ્યો હતો.
જન્મ દિવસની શરૂઆત સવારે ૯૩ વર્ષીય માતા હીરાબાને મળી એમના આશીર્વાદ લઈને કરી હતી.
PM Modi meets his mother Heeraben on 67th birthday; Ground report from Gandhinagar
અંદાજે વીસેક મિનિટ માતા સાથે વિતાવી માતા હીરાબાના આશીર્વાદ લઈને તેઓ કેવડીયા કોલોની સરદાર સરોવર બંધ જવા રવાના થયા હતા.
૫૬ વર્ષને અંતે સરદાર સરોવર બંધ-નર્મદા યોજનાનું મોદીને હસ્તે એમના જન્મ દિવસે ઉદઘાટન.
ગુજરાત સહિત મહારાષ્ટ્ર, રાજસ્થાન અને મધ્યપ્રદેશ એમ ચાર રાજ્યોના ભાગ્ય ઉઘાડનારી સરદાર સરોવર બંધ-નર્મદા યોજાનાનું આજે એમના જન્મ દિવસે વડાપ્રધાને ઉદ્ઘાટન કર્યુ છે. મા નર્મદાને ચૂંદડી ચડાવવાની વિધિ કરી મંત્રોચ્ચાર સાથે નર્મદા ડેમનું તેઓએ લોકાર્પણ કયુ હતું.
નોંધનીય છે કે હાલમાં જ ડેમની ઉંચાઈ વધારવાની મંજૂરી અપાઈ હતી. વધેલી ઉંચાઈ સાથે ડેમની કુલ ઉંચાઈ 138.68 મીટર કરી દેવાઈ હતી. જેથી 4.73 મિલિયન એકર ફૂટ પાણીનું તેમાં સંગ્રહ કરી શકાય છે. આ યોજના ગુજરાત, મહારાષ્ટ્ર, રાજસ્થાન અને મધ્યપ્રદેશ માટે ખૂબ જ લાભદાયી સાબિત થશે. આ યોજનાને કારણ લગભગ 10 લાખ ખેડૂતોને સિંચાઈની સુવિધા પ્રાપ્ત થશે. આ સિવાય 4 કરોડ જેટલી વસ્તીને પાણી પુરું પાડી શકાશે.
નોંધનીય છે કે તત્કાલીન પ્રધાનમંત્રી નહેરુ દ્વારા 5 એપ્રિલ, 1961ના રોજ નર્મદા જિલ્લાના કેવડિયા કોલોની ખાતે આ યોજનાની શરુઆત કરાઈ હતી.આજે 56 વર્ષ બાદ વિરોધીઓ ના અનેક અવરોધો પછી હવે પૂર્ણ કરાઈ છે.(સમાચાર સૌજન્ય- ગુજરાત સમાચાર )
PM Modi Speech At Inauguration Of Sardar Sarovar Dam In Gujarat
Narendra Modi’s latest speech on his Birth Day at Sahakar Sammelan in Amreli, Gujarat.He inaugurated Hare Krishna Sarovar and Building of Dairy Science College.
શ્રી નરેન્દ્ર મોદીનું જૂનું ઘર અને તેમની ચા ની દુકાન || જુવો તેમની નાનપણથી લઇ પીએમ સુધીની ટૂંકી જીવન ઝલક .
gujjurocks.in બ્લોગના સૌજન્યથી એની નીચેની લીંક પર શ્રી મોદીની સમયે સમયે લેવાએલ ઘણી તસ્વીરો સહિત એમની માહિતી સભર જીવન ઝરમર વાંચો .
તારીખ ૧૭ મી સપ્ટેમ્બર ૨૦૧૬ એ વડા પ્રધાન શ્રી નરેન્દ્ર મોદીનો ૬૭ મો જન્મ દિવસ છે.વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૬૭મા જન્મ દિવસે દેશ અને વિદેશ ભરમાં પથરાએલા તેમના અનેક સમર્થકો તેમને અભિનંદન અને શુભેચ્છાઓ પાઠવી રહ્યા છે.
આ પોસ્ટ દ્વારા વિનોદ વિહાર પણ એમાં સામીલ થાય છે.
છેલ્લા બે વર્ષના અપવાદ સિવાય શ્રી મોદી તેમના દરેક જન્મ દિવસે એમનાં ૯૪ વર્ષનાં હીરા બાને પગે લાગવા અને આશીર્વાદ મેળવવા અચૂક જતા હોય છે. આ જન્મ દિવસે એમણે આ તક ઝડપી હતી.તેઓ દિલ્હીથી ગત મોડી રાતે આવ્યા બાદ રાજભવન રાત્રી રોકાણ પછી આજે 17 સપ્ટેમ્બરને શનિવારે વહેલી સવારે રાયસણ ખાતે આવેલ એમના નાના ભાઈ પંકજભાઈ મોદીના નિવાસ સ્થાને રહેતાં એમનાં માતા હીરા બાને મળી તેમને પગે લાગીને આશીર્વાદ મેળવ્યા હતા.આ સમયની બે તસ્વીરો.
નવસારી ખાતે દીવ્યાંગો વચ્ચે જઈને મોદીએ જન્મ દિવસ મનાવ્યો
શ્રી નરેન્દ્ર મોદીએ વિકલાંગ વ્યક્તિઓ માટે દિવ્યાંગ શબ્દ પ્રયોજ્યો છે.વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે તેમનો ૬૭મો જન્મ દિવસ નવસારી ખાતે દીવ્યાંગો વચ્ચે મનાવ્યો હતો. આ પ્રસંગે દિવ્યાંગો માટે યોજાયેલા કાર્યક્રમમાં તેમણે જણાવ્યું હતું કે, નવસારી આજે દિવ્યાંગોની સંવેદનાનું શહેર બની ગયું છે.દિવ્યાંગોને દયાભાવની નહી પરંતુ સ્વાભિમાનની જરૃર છે. વડાપ્રધાન દિવ્યાંગોને સાધન-સહાય વિતરણ કાર્યક્રમમાં સંબોધન કરતા વચ્ચે ભાવુક થઇ ગયા હતા.
પીએમ મોદીનું દિવ્યાંગો સાથેનું ઉષ્માસભર બોન્ડિંગ નવસારીમાં ઉપસ્થિત સૌ માટે આશ્ચર્યાનંદનું કારણ બન્યું હતું.એક દિવ્યાંગ (બે આંખે અંધ ) બાળકીને તેડીને પીએમ મોદી પોડિયમ પર લઇ ગયા હતા જ્યાં બાળકીએ રામકથા પ્રસંગને ગાઇ સંભળાવી હતી. આ પ્રસંગના આ વિડીયોમાં મોદીનો સંવેદનાપૂર્ણ અભિગમ છલકાઇ રહેલો જોવા મળે છે.
સાધન સહાય વિતરણની શરુઆતે વિકલાંગ યુવતીની વ્હીલચેરને તેમણે સ્વહસ્તે દોરીને સ્ટેજ પરથી લઇ ગયા હતા . જેમ જેમ અર્પણ કાર્યક્રમ આગળ વધ્યો તેમ તેમ દિવ્યાંગો સાથેના વ્યકિતગત વર્તાવમાં પીએમ મોદીનો સંવેદનાપૂર્ણ અભિગમ જોઈ શકાતો હતો.પીએમ મોદીએ દિવ્યાંગોને 1000 વ્હીલચેર અર્પણ કરી હતી, તેમજ એમને સહાયક ઉપકરણો આપ્યા હતા.
આ અંગેનો વિગત વાર અહેવાલ ચિત્રલેખા.કોમ ના સૌજન્યથી નીચેની લીંક પર ક્લિક કરીને વાંચો.
વાચકોના પ્રતિભાવ