વિનોદ વિહાર

ગુજરાતી ગદ્ય-પદ્ય સર્જનની આનંદ યાત્રા

Tag Archives: નરેન્દ્ર મોદી

1303 – તમને અલાદ્દીનનો ચિરાગ મળી જાય તો?

મિત્રો,

અત્યારે દેશમાં ચાલી રહેલ ચૂંટણીની ભારે રાજકીય હલચલના માહોલ વચ્ચે સુપર રાજકીય હીરો લોક પ્રિય વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને સીને જગતના હીરો અક્ષય કુમાર વચ્ચેનો ૬૮ મીનીટના ઈન્ટરવ્યુંનો વિડીયો દ્રશ્ય-શ્રાવ્ય મીડિયા માધ્યમોમાં વાઈરલ થઇ ગયો છે.

આ ઈન્ટરવ્યું ની ઉડીને આંખે વળગે એવી  ખાસિયત એ છે કે એમાં કોઈ રાજકારણ ની વાત કરવામાં આવી નથી પણ મોદીજી એ એમના અંગત જીવનની ઘણી પેટ છૂટી વાતો કરી છે એ જાણવા જેવી અને પ્રેરક છે.

મારા અમદાવાદી મિત્ર અને હાલ કેરો,ઈજીપ્ત નિવાસી શ્રી મુર્તઝા પટેલ એ એમના બ્લોગ ”નાઇલને કિનારેથી ”માં આ ઈન્ટરવ્યુંના અગત્યના અંશો વિષે એમના આગવા અંદાજમાં જે સુંદર નિરૂપણ કર્યું છે એ મને ગમી ગયું.

વિનોદ વિહારના વાચકો માટે મુર્તઝાભાઈ ના આભાર સાથે એને રી-બ્લોગ કરું છું.

વિનોદ પટેલ,

નાઇલને કિનારેથી....

Akshay-Modi

તમને અલાદ્દીનનો ચિરાગ મળી જાય અને જીન પ્રગટ થઇને તમને તમારી કોઈ ઈચ્છા પૂરી કરવાનું કહે તો તમે શું માંગો?

જો એ મને મળી જાય અને તેનામાં સાચા જ એવી કોઈ તાકાત હોય તો હું એને કહું કે “આખી દુનિયામાં રહેલા જેટલાં પણ સમાજશાસ્ત્રીઓ અને શિક્ષણ ક્ષેત્રમાં રહેલી દરેક વ્યક્તિના મગજમાં એમ ભરી દે કે ભાવિ પેઢીને અલાદ્દીન અને ચિરાગની વાર્તા સંભળાવવાનું બંધ કરે.

ચૂંટણીના માહોલની વચ્ચે (અમેરિકાના બધાં ‘જીનો’, મિડલ-ઇસ્ટના બધાં ‘અલાદ્દીનો’ અને એશિયાના બધાં ‘ચિરાગો’ને પંચ મારતો) એક અલગ અંદાઝ અને અદામાં પૅડમેન અભિનેતાએ સુપરમેન નેતાસાહેબનો ‘મેંગો પીપલ’ યુકત ઇન્ટરવ્યૂ લઇ જ લીધો.

તેમની કિશોરાવસ્થાથી લઇ અત્યારની ૬૮ વર્ષીય પછી આવનાર નિવૃત્તિની રસીલી અને મજેદાર સફરની ફેક્ટ વાતો અને ટિપ્સ જાણવા-માણવા આ ૬૮ મિનિટ્સની વિડીયો યુટ્યુબ પર ટાઈમ કાઢીને ખરેખર જોવા જેવી રહી. બેશક! બૉડી લેન્ગવેજ પરથી બંનેવ ધૂરંધરો વડીયેવડીયા દેખાય છે.

જે ચોકીદાર કરોડો લોકો માટે માત્ર ‘હાડા તૈણ કલ્લાક’ની…

View original post 227 more words

1270 પતંગોત્સવ… ઉર્ધ્વગતિનો ઉત્સવ…..ભવેન કચ્છી

પતંગોત્સવ… ઉર્ધ્વગતિનો ઉત્સવ ….ભવેન કચ્છી

પતંગ… માનો મેરા ગાયત્રી મંત્ર….

કટી પતંગ કે પાસ આકાશ કા અનુભવ હૈ,

હવા કી ગતિ ઔર દિશા કા જ્ઞાન હૈ

પતંગોત્સવનો કાવ્યોત્સવ પણ થઈ શકે…

ઉત્તરાયણનો પર્વ ગીતાના તત્ત્વજ્ઞાાનનો બોધ આપી જાય છે

Baby we two are like those kites sometime closer, Sometime fights.. still we love to fly high in the sky tangling in love; until we die ! 

પતંગ…

મેરે લીએ ઉર્ધ્વગતિ કા ઉત્સવ,

મેરા સૂર્ય કી ઓર પ્રયાણ.

પતંગ…

મેરે જન્મ- જન્માંતર કા વૈભવ,

મેરી ડોર મેરે હાથ મેં

પદચિહ્ન પૃથ્વી પર,

આકાશ મેં,

વિહંગમ દ્રશ્ય ઐસા.

મેરી પતંગ…

અનેક પતંગો કે બીચ,

મેરી પતંગ ઉલઝતી નહીં,

વૃક્ષો કી ગલિયો મેં ફંસતી નહીં.

પતંગ…

માનો મેરા ગાયત્રી મંત્ર.

ધનવાન હો યા રંક,

સભી કો,

કટી પતંગ કે પાસ

આકાશ કા અનુભવ હૈ,

હવા કી ગતિ ઔર દિશા કા જ્ઞાાન હૈ.

સ્વયં એક બાર ઉચાઈ તક ગઈ હૈ,

કહાં કુછ ક્ષણ રૂકી હૈ.

ઇસ બાત કા પ્રત્યક્ષ પ્રમાણ હૈ.

પતંગ…

મેરા સૂર્ય કી ઔર પ્રયાણ,

પતંગ કા જીવન ઉસકી ડોર મેં હૈ

પતંગ કા આરાધ્ય (શિવ) વ્યોમ (આકાશ) મેં હૈ,

પતંગ કી ડૌર મેરે હાથ મેં હે, મેરી ડોર શિવજી કે હાથ મેં હૈ.

જીવનરૂપી પતંગ કે લીએ

શિવજી હિમાલય મેં બેેેઠે હૈ.

પતંગ કે સપને (જીવન કે સપને)

માનવ સે ઉંચે.

પતંગ ઉડતી હૈ, શિવજી કે આસપાસ,

મનુષ્ય જીવન મેં બૈઠા- બૈઠા ઉસકો (ડોર) સુલઝાનેમેં લગા રહૈતા ઉપરોક્ત કવિતાના કવિનું નામ પછી જણાવીશું પણ કવિએ પતંગોત્સવ જોડે જીવ અને શિવના ગહન તત્ત્વજ્ઞાાનને સંગીનતાથી જોડીને એક નવી ઉંચાઈ બક્ષી છે.

પતંગોત્સવનો પર્યાય પણ કેવો ફક્કડ… ઉર્ધ્વગતિનો ઉત્સવ આપણે આકાશની ઉંચાઈ સર કરવાની છે. પણ પગ તો જમીન પર જ રાખવાના છે.

આપણી પતંગ એવી હોવી જોઈએ કે જેની દિશા અને ધ્યેય સ્પષ્ટ હોય. તે ગોથા ખાતી કે વૃક્ષોની ડાળીમાં ફસાઈ જતી ના હોવી જોઈએ. પતંગની કવિએ ગાયત્રી મંત્ર જોડે તુલના કરી છે. પતંગ ભગવાન સૂર્યને નજીકથી જઈને નમસ્કાર કરવા ઝંખે છે.

કવિ માનવ જગતની પ્રકૃતિનો પરિચય કરાવતા કહે છે કે કોઈને પડતા જોઈને કે પાડીને આપણને અનેરો આનંદ આવે છે. પણ આપણે તે કપાયેલી, લૂંટાયેલી પતંગ પાસે હવાની ગતિ અને દિશાનું જ્ઞાાન છે અને હતું તે ન ભૂલવું જોઈએ, યાદ રહે આ જ કપાયેલી પતંગ તેની જાતે ઉંચાઈ પહોંચી હતી એટલું જ નહીં ત્યાં તેનો ક્ષણિક મુકામ પણ હતો. 

પતંગ માટે આકાશ જ તેનો ભગવાન અને સર્વેસર્વા છે. કવિ માને  છે કે, પતંગની દોરી કે કારણ મારા હાથમાં છે. પણ મારી ખુદની દોરી પરમ તત્ત્વના હાથમાં છે પતંગ શિવજી જ્યાં બેઠા છે તે શિવજીની આસપાસ જવાનો ધ્યેય રાખી પ્રયત્ન કરે છે.

પતંગના સપના તો માનવ કરતાં પણ ઉંચા છે પછી એવું બને છે કે પતંગ ઉન્નત શિખરની ઉંચાઈએ પહોંચવા આકાશના ઉંડાણમાં ગરકાવ થઈ જાય છે અને આપણે જમીન (જીવન) પર ટકી દોરાઓની ગૂંચ ઉકેલવામાં ગુલતાન થઈ જઈએ છીએ.. વાહ પતંગની ઉંચી ઉડાણને શોભે તેવી કેટલી ઉંચી વાત કવિ કહી ગયા છે. હવે એ પણ જાણી લો કે આવી ઉન્નત કવિતાના સર્જક વડાપ્રધાન નરેન્દ્ર મોદી છે. ભૂતપૂર્વ વડાપ્રધાન વાજપેયીની જેમ તેમણે પણ સાહિત્યિક પ્રદાન આપ્યું છે. તેમની આ કૃતિને હિન્દીના ઉત્કૃષ્ટ સાહિત્યકારોએ પણ બિરદાવી છે.

જાણીતા હિન્દી કવિ વિશાલ સહદેવે ‘ઉડતી પતંગ’ શીર્ષકથી કવિતા લખી છે જેના અંશો પણ આલાતરીન છે.

વો ઉડતી પતંગ તો દેખો,

ખુલ્લે આસમાન મેં બેખબર,

આવારા અલ્લહડ

કભી ઇધર, કભી ઉધર,

ઉસે ક્યા ખબર

કી ઉસકે આસમાન કે પરે,

આસમાન કઈ ઔર ભી હૈ,

ઉસે જૈસે કોઈ ઔર ભી હૈ,

લેકિન ઉસે ઇસ કી ફિક્ર ભી કહાઁ,

ઉસે તો બસ ઉડના હૈ,

ઉસે ક્યા પતા ઉસ કી મંજિલ કહા

બાદલો સે ખેલે, ઉનસે ટકરાએ

તુફાનો મેં ભી ફંસ

બાહર આ ઇતરાએ,

બેખબર હૈ ફીર, બારિશ સે ભી,

ઉસે માલુમ હી નહી

બાદલ ઉસકે સાથ તો હૈ,

લેકિન સાથી નહીં.

ના ઘર કી ફિક્ર

ના મંજિલ કી ટોહ

ન ડોરો કા ડર

ન અપનો કા મોહ

એક વક્ત આયા, ખુદ કો તોડ

વો ફીર સે ઉડા કીસી ઔર

મંઝિલ કી ઔર,

ગિરતા હુઆ, તૈરતા હુઆ,

દૂર કિસી ઔર આસમાન મેં,

પર યે ઉડાન ભી આખરી નહી

ઉડેગા ફિર સે લિએ નઈ ડોર.

અહીં પણ કવિ વિશાલે ગીતાના અધ્યાયના મર્મને પતંગની કવિતામાં વણી લીધો છે. આપણે દૈહિક મૃત્યુ બાદ નવા વસ્ત્રો ધારણ કરતા હોઈએ તેમ જન્મ લેવાનો છે. કપાઈ ગયેલા પતંગને તો તેનો નવો માલિક નવી દોરીથી ફરી આસમાનની ઉંચાઈ ચગાવશે.

આકાશમાં ઉડતા રંગબેરંગી પતંગો આપણે સૌ છીએ. સૌની પોતપોતાની આકાંક્ષાની ઉડાણ અને સ્પર્ધા છે. તમે મસ્તીથી ઉડતા હો તો પણ વિના કારણે  પ્રકૃતિવશ માનવીઓ તમને કાપવા, નીચે લાવવા  પ્રયત્નશીલ હશે. 

તો ઘણા સ્પર્ધાની ધારણા અને પૂર્વ ઇરાદાથી જ મજબૂત તૈયારી સાથે અવકાશ (સંસાર) જંગમાં ઉતરશે. કપાશે અને જમીન પર ઝોલા ખાઈને પટકાશે. પંચમહાભૂતમાં જ આખરે તો વિલીન થઈ જવાનું છે ને… આ આખરી જન્મ કે ઉડાણ નથી હોતી. ફરી નવી દોરી, નવા વાઘા, રંગ અને નવું આકાશ લઈને આપણે ઉડવાનું છે.

અમેરિકામાં Mama Lisa Books શ્રેણીમાં બાળકોને જીભે ચઢી જાય તેવા જોડકણા, જ્ઞાાન-ગમ્મત અને કાવ્યો પ્રકાશિત થતા રહે છે. તેમાં બાળકને પતંગ બનવાની કેમ ઇચ્છા જાગે છે તેનું નિરૂપણ થયું છે.

Flying Kite

I often sit and wish i could be a kite up in the sky,

And ride upon the breeze, and go

whatever way it chanced to blow

And see the river winding down,

And follow all the ships that sail,

Like me before the merry gale,

Until at last with then I came

To some place with a forcing name.

આ ઉપરાંત Fox Smith, Andre Schamitz જેવા કવિઓએ પતંગ પર 

જગવિખ્યાત બાળકૃતિઓ ભેટ ધરી છે.

…અને હા પતંગ પર જાપાનમાં હાઈકુ પણ લખાયા છે. હાન મીન ઓહનના હાઈકુનું અંગ્રેજી ભાષાંતર :

A kite flying high in the sky

string suddenly cut off

Glided down onto to the

ground, lying still.

બિનામ રેયેસનું હાઈકુ  પણ જાણી લો.

I will be the kite

And the wind at the same time

Be my kite runner

..અને છેલ્લે  માઈકલ મેકલીમોકનું હાઈકું…

With no kites in the sky

the wind

moves on

પતંગ પરના ફિલ્મી ગીતો તો છે જ .

ગુજરાતી ભાષામાં સર્જાયેલા પતંગ અને પતંગોત્સવના કાવ્યોનું સંકલન કરવા જેવું ખરૂ.

સૌજન્ય .. ગુ .સ, ..હોરાઈઝન …શ્રી ભવેન કચ્છી

1232-વડાપ્રધાન મોદી આજે 68 વર્ષના થયા/ એમના જન્મદિવસની અનેક શુભેચ્છાઓ

આજે ૧૭ મી સપ્ટેમ્બર,૨૦૧૮ ના રોજ ભારતના ૧૪ મા પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીનો ૬૮ મો જન્મ દિવસ છે.

આ શુભ પ્રસંગે વિનોદ વિહાર આ પોસ્ટ દ્વારા શ્રી મોદીને અભિનંદન આપે છે અને એમના દીર્ઘાયુ અને ઉજળા ભાવી માટે સહર્ષ શુભકામનાઓ પાઠવે છે.

૧૭ મી સપ્ટેમ્બર, ૧૯૫૦ 1950 ના રોજ જન્મેલા શ્રી મોદી ભારતની સ્વતંત્રતા બાદ જન્મેલા પ્રથમ વડાપ્રધાન છે.એમનું બાળપણ ગરીબ પરિવારમાં વીત્યું છે. પિતા દામોદરદાસ મૂલચંદ મોદી અને હીરાબહેન મોદીના 6 સંતાનોમાં શ્રી નરેન્દ્ર મોદી ત્રીજું સંતાન છે.

ગુજરાતના મહેસાણા જિલ્લામાં આવેલા વડનગરમાં પછાત ઘાંચી-તેલી પરિવારમાં એમનો જન્મ થયો હતો.  તેઓએ  વડનગર રેલવે સ્ટેશને તેમના પિતાના ચા વેચવાના કામમાં મદદ પણ કરી હતી. વડનગરમાં મોદીએ શિક્ષણ મેળવ્યું હતું. વડનગરમાં શિક્ષકો તેમને એક સરેરાશ વિદ્યાર્થી તરીકે ગણતા હતા.શ્રી  મોદી ૧૯૭૧માં ભારત પાકિસ્તાન યુદ્ધ બાદ આરએસએસમાં જોડાયા હતા.

અમદાવાદના જાણીતા અખબાર દિવ્ય ભાસ્કર ના સૌજન્યથી નીચેની લીંક પર ફોટાઓ સાથે શ્રી મોદીના જીવનની સુંદર ઝલક વાંચો.

https://www.divyabhaskar.co.in/news/NAT-HDLN-infog-pm-modi-68-birthday-today-know-about-him-gujarati-news-5958107.html?ref=ht

RSSના કાર્યકરથી PM પદ સુધી પહોંચનાર વડાપ્રધાન મોદી આજે ૬૮ વર્ષના થયા. ભારતના આ લોકપ્રિય વડાપ્રધાનની વડનગરથી શરુ કરી દિલ્હી સુધીની મજલ દરમ્યાન બનેલા ૬૮ અગત્યના બનાવોને આવરી લેતા આ વિડીયોમાં શ્રી મોદીના જીવનની કેટલીક અજાણી બાબતો જાણવા મળશે.

Here are snippets from PM Narendra Modi’s life as he turns 68

શ્રી મોદીના જન્મ દિવસે થોડી રમુજ …

નીચેનો એક રાજકીય કાર્ટુન -વિડીયો માણો જેમાં શ્રી મોદીના વિરોધીઓની

ઠેકડી ઉડાવવામાં આવી છે.

OMG: PM Modi’s birthday celebrations with opposition Leaders

ભારતના અને અમેરિકાના ટોચના ઉદ્યોગપતિઓનાં શ્રી નરેન્દ્ર મોદી વિષેનાં પ્રસંશા વચનો ..

1126-ગરીબોના મસીહા અને સવાઈ સેક્યુલર વડા પ્રધાન શ્રી મોદી

દિલની દર્દી મુસ્લિમ બાલિકા સાથે હમદર્દી બતાવી શ્રી મોદીએ લંબાવી આપી એની જીવન દોર 

દિલમાં છેદ વાળી કુમળી ઉમરની  એક દુખી નિર્દોષ મુસ્લિમ બાલિકાના ”મન કી બાત” અને દિલનું દર્દ એના પત્રથી વડા પ્રધાન મોદીએ જાણ્યું અને એને મદદ પહોંચાડી માનવતાથી મહેંકતા એમના કરુણા સભર દિલની સાચી ઓળખ કરાવતો …..

આજની પોસ્ટનો નીચેનો  પ્રેરક વિડીયો જરૂર જોશો

અને મિત્રોને પણ બતાવશો.

એક ગરીબ મુસ્લિમ બાલિકાના હૃદયમાં છેદ હોવાથી એનું જીવન ભયમાં હતું. બાલિકાએ રેડિયો ઉપર વડા પ્રધાન મોદીને  ”મન કી બાત” નામના એમના અવાર નવાર નિયમિત પ્રસાર થતા રેડિયો પ્રોગ્રામમાં સાંભળ્યા.આ બાલિકાને થયું વડા પ્રધાન પત્રથી ઘણા લોકોની વાત સાંભળે છે તો કદાચ મારી હૃદયની ગંભીર બીમારીની વાત પણ સાંભળશે અને મને હોસ્પિટલમાં મારા હૃદયની બીમારીની સારવાર માટે મોકલશે.આ વિચારથી આ નિર્દોષ મુસ્લિમ બાલિકાએ વડા પ્રધાન મોદીને કાગળ લખ્યો.મોદીજીએ એનો જવાબ તુર્ત જ આપ્યો એટલું જ નહિ આ મુસ્લિમ બાલિકાની ગંભીર બીમારીની જવાબદારી એમના શિરે ઉપાડી લઈને એમના હૃદયની કરુણાનાં દર્શન કરાવ્યાં.

મોદીજીએ બતાવેલ આ માનવતાભર્યા પગલાની વધુ વિગતો નીચેના પ્રેરક વિડીયોમાં જ્યારે તમે જોશો ત્યારે તમને જરૂર આપણા લોક પ્રિય ગુજરાતી વડા પ્રધાન મોદીજી માટે માનની લાગણી થશે અને સલામ કરવાનું મન કરશે.

શ્રી નરેન્દ્ર મોદીની મુસ્લિમ બહેન કમર .

નરેન્દ્ર મોદીની એક મૂળ પાકિસ્તાનની એક બીજી મુસ્લિમ બહેન પણ છે અને આ બહેનનું નામ ક મ ર છે. આ બેન શ્રી મોદીને છેલ્લા ૨૨ વર્ષથી રક્ષા બંધનના પાવન પર્વ વખતે એમને પ્રેમથી યાદ કરી અચૂક રાખડી બાંધે છે અને એમના દીર્ઘાયુ માટે ખુદાને દિલી દુઆ કરે છે એ વાતને ઘણા ઓછા લોકો જાણતા હશે !

અગાઉ વિનોદ વિહારની આ પોસ્ટને અંતે  મુકેલ  વિડીયો  આજની પોસ્ટમાં  ફરી  પ્રસ્તુત  છે.

પોતાને સેક્યુલર હોવાનો બોદો દાવો કરતા શ્રી નરેન્દ્ર મોદીના રાજકીય વિરોધીઓ અને કહેવાતા બુદ્ધિવાદીઓ છાસ વારે એમની ટીકા કરતા હોય છે કે મોદી ચુસ્ત હિન્દુવાદી છે અને મુસ્લિમ વિરોધી છે.આવા કહેવાતા સેક્યુલરવાદીઓ માટે આ બે વિડીયો એક જવાબ રૂપ નથી શું ? આ બધા બણગાંખોરો કરતાં  એમના આચરણથી આપણા લોક નેતા શ્રી મોદી સવાઈ સેક્યુલર  નથી શું ?

આજે મોદી આમ જનતામાં જે લોકપ્રિયતા ધરાવે એની પાછળનું મુખ્ય કારણ સમાજના ગરીબ માણસોના દિલના દર્દને સાચી રીતે ઓળખી એને માટે કામ કરવાની નીતિ-રીતી અને એમના આગવા સન્માનીય માનવીય ગુણો છે.

શ્રી મોદીએ ભૂતકાળમાં આવા ગરીબ વર્ગનું દુખ જાતે અનુભવ્યું છે.વસ્તારી કુટુંબના ભરણ પોષણ માટે લોકોને ત્યાં ઘરકામ કરવા માટે જતાં એમની માતા હીરાબેનને એમણે નજરે નિહાળ્યાં છે એ દિલનું દર્દ તેઓ કેમ ભૂલી શકે !

90 + નાં એમનાં વૃદ્ધ  માતા હિરાબેનના આશીર્વાદ મેળવતા શ્રી નરેન્દ્ર મોદીની એક લાક્ષણીક તસ્વીર  

 

1102 -કવિ હૃદયી શ્રી નરેન્દ્ર મોદીનાં ગુજરાતી કાવ્યો…

એમના કાવ્ય સંગ્રહ ”સાક્ષીભાવ’ પુસ્તકમાં ભાવકોને ઓટોગ્રાફ આપતા શ્રી નરેન્દ્ર મોદીની એક તસ્વીર .

ભારતના હાલના વડા પ્રધાન શ્રી નરેન્દ્ર મોદીને રાજકારણની દુનિયામાં એમની ચાણક્ય બુદ્ધિથી તો દેશ અને દુનિયાના લોકો એમને સુપેરે ઓળખે છે .પરંતુ આ કુશળ રાજકીય નેતા અને લોખંડી પુરુષમાં એમના રાજકીય ગુરુ શ્રી અટલ બિહારી બાજપાઈની જેમ એક કવિ હૃદય પણ ધબકી રહ્યું છે એની બહુ ઓછાને ખબર હશે.

એક વાર રાજ્ય સભામાં રાષ્ટ્રપતિના ભાષણ ઉપર Motion of Thanks ની ચર્ચામાં એમની ટીકાઓ કરતા વિરોધ પક્ષોને કડો જવાબ આપતાં શ્રી નરેન્દ્ર મોદીએ હિન્દી અને ઉર્દુ ના જાણીતા કવિ અને ગીતકાર Nida Fazli ની જાણીતી ગઝલ ‘Safar Mein Dhoop To Hogi’ ગાઈ સંભળાવી હતી.
(અગાઉની એક પોસ્ટમાં નિદા ફાઝલીની મને ખુબ ગમતી આ જાણીતી ગઝલ નો સંપૂર્ણ હિન્દી પાઠ અને એનો કરેલ રસાસ્વાદ અહીં ક્લિક કરીને વાંચો અને વિડીયોમાં સાંભળો. ).

શ્રી નરેન્દ્ર મોદીના પ્રથમ કાવ્યસંગ્રહ ‘આંખ આ ધન્ય છે’ નું વિમોચન એપ્રિલ ૭,૨૦૦૭ ના રોજ મુંબઈના ભાઈદાસ હોલમાં ભારતના ભૂતપૂર્વ ઉપરાષ્ટ્રપતિ શ્રી ભૈરવસિંહ શેખાવતના હસ્તે થયું હતું .ઈમેજ પબ્લીકેશન,મુંબાઈએ એનું પ્રકાશન કર્યું છે .

શ્રી નરેન્દ્ર મોદીના આ પ્રથમ પ્રકાશિત કાવ્યસંગ્રહ ‘આંખ આ ધન્ય છે’ માંથી નીચેનાં મને ગમતાં બે કાવ્યો સાભાર પ્રસ્તુત કરું છું.આ બે કાવ્યોનો મધ્યવર્તી વિચાર કેટલો ભવ્ય છે !

પૃથ્વી આ રમ્ય છે

પૃથ્વી આ રમ્ય છે
આંખ આ ધન્ય છે.
લીલાછમ ઘાસ પર તડકો ઢોળાય અહીં
તડકાને
કેમે કરી ઝાલ્યો ઝલાય નહીં.
વ્યોમ તો ભવ્ય છે
ને પૃથ્વી આ રમ્ય છે.
આભમાં
મેઘધનુષ મ્હોરતું, ફોરતું.
હવામાં રંગનાં વર્તુળો દોરતું.
કિયા ભવનું પુણ્ય
છે ?!
જિંદગી ધન્ય છે, ધન્ય છે.
સમુદ્ર આ ઊછળે સાવ ઊંચે આભમાં,
કોણ જાણે
શું ભર્યું છે વાદળોના ગાભમાં !
સભર આ શૂન્ય છે.
પૃથ્વી આ રમ્ય
છે.
માનવીના મેળા સાથે મેળ આ મળતો રહ્યો,
ને અન્યના સંગાથમાં હું મને કળતો
રહ્યો.
આ બધું અનન્ય છે.
ને કૈંક તો અગમ્ય છે.
ધન્ય ધન્ય ધન્ય
છે.
પૃથ્વી મારી રમ્ય છે.

-નરેન્દ્ર મોદી.

ઉપરના કાવ્યને જાણીતા ગઝલ ગાયક ભુપેન્દ્રસિંગના અવાજમાં ગવાતું નીચેના વિડીયોમાં સાંભળો .

પ્રારબ્ધને અહીંયાં ગાંઠે કોણ?

પ્રારબ્ધને અહીંયાં ગાંઠે કોણ?
હું પડકાર ઝીલનારો માણસ છું
હું તેજ ઉછીનું લઉં નહીં
હું જાતે બળતું ફાનસ છું.
ઝળાહળાનો મોહતાજ નથી
મને મારું અજવાળું પૂરતું છે
અંધારાના વમળને કાપે
કમળ તેજતો સ્ફુરતું છે
ધુમ્મસમાં મને રસ નથી
હું ખુલ્લો અને નિખાલસ છું
પ્રારબ્ધને અહીંયાં ગાઠે કોણ?
હું પડકાર ઝીલનારો માણસ છું
કુંડળીને વળગવું ગમે નહીં
ને ગ્રહો કને શિર નમે નહીં
કાયરોની શતરંજ પર જીવ
સોગઠાબાજી રમે નહીં
હું પોતે જ મારો વંશજ છું
હું પોતે મારો વારસ છું
પ્રારબ્ધને અહીંયાં ગાંઠે કોણ?
હું પડકાર ઝીલનારો માણસ છું

-નરેન્દ્ર મોદી

 

શ્રી નરેન્દ્ર મોદી ‘મા’ આદ્યશક્તિના ભક્ત છે અને દરેક નવરાત્રી ઉપર નવ દિવસ અચૂક અન્ન ત્યાગી ઘણા વર્ષોથી ઉપવાસ કરે છે.નરેન્દ્ર મોદી જ્યારે સંઘના પ્રચારક હતા ત્યારે નિયમિતપણે તેઓ હંમેશા ‘મા’ આદ્યશક્તિને સંબોધન કરીને ડાયરી લખતા હતા.આ ડાયરીમાંની પ્રાર્થનાઓનું એમના અંતરમનની યાત્રારૂપે લખાયેલ પુસ્તક ‘સાક્ષીભાવ’ ના નામે ઈમેજ પબ્લીકેશન મુંબઈ દ્વારા પ્રકાશિત થયું છે .

આ પુસ્તકનું લોકાર્પણ આધ્યાત્મિક ગુરૂ અને આર્ટ ઓફ લિવિંગના પ્રણેતા શ્રી શ્રી રવિશંકરજીના હસ્તે અમદાવાદમાં શુક્રવાર તા. ૭ મી માર્ચ ર૦૧૪ના રોજ યોજાએલ સમારંભમાં કરવામાં આવ્યું હતું .

નવરાત્રી મહોત્સવ ટૂંકમાં શરુ થાય છે ત્યારે નરેન્દ્ર મોદી રચિત ‘સાક્ષીભાવ’ પુસ્તકમાંથી નીચેના સુંદર ગરબા-કાવ્યને માણીએ .

આ ગરબા ઉપરાંત શ્રી મોદી રચિત અંબે માતાની સ્તુતિ કરતાં આ ગીતો પણ નીચે વાંચો.

શ્રી નરેન્દ્ર મોદીના બે પ્રકાશિત કાવ્ય સંગ્રહોની ઈ-બુકો

ઉપર જણાવેલ બે પ્રકા શિત કાવ્ય સંગ્રહોની ઈ-બુકો નીચે એમના મુખ પૃષ્ઠો ના ચીત્ર પર ક્લિક કરીને વાંચો.  

શ્રી નરેન્દ્ર મોદીની કવિતાઓના પુસ્તક ” આંખ આ ધન્ય છે ”નું મુખ પૃષ્ઠ

 

શ્રી નરેન્દ્ર મોદીના કાવ્ય સંગ્રહ ”સાક્ષી ભાવ ” નું મુખ પૃષ્ઠ

 

1069- ત્રીજો આંતરરાષ્ટ્રીય યોગ દિવસ… / યોગ ભગાવે રોગ …. જૈમિની દેરાઈ

આજે ૨૧મી જુન ૨૦૧૭ એટલે ત્રીજો આંતરરાષ્ટ્રીય યોગ દિવસ…International Day of Yoga- 2017

તારીખ ૧૧મી ડીસેમ્બર , ૨૦૧૪ ના રોજ યુનાઈટેડ નેશનની જનરલ એસેમ્બલીએ ૨૧મી જુનને આંતરરાષ્ટ્રીય યોગ દિવસ તરીકે ઉજવવાનો સર્વાનુમતે પસાર કરેલ ઠરાવ મુજબ ૨૦૧૫ ના વર્ષથી શરુ કરી દર વર્ષે આ દિવસને સમગ્ર વિશ્વમાં યોગા દિવસ તરીકે ઉત્સાહથી ઉજવવામાં આવે છે.

યોગ એ ભારતની વિરાસત છે . એ વખતે ભારતના નવા ચૂંટાએલ વડા પ્રધાન શ્રી નરેન્દ્ર મોદીએ વિશ્વ યોગા દિવસ માટે આગ્રહ કરીને અગત્યનો ફાળો આપ્યો હતો.

આંતરરાષ્ટ્રીય યોગ દિવસ…International Day of Yoga ની અંગ્રેજીમાં વિશેષ માહિતી વિકિપીડીયાની નીચેની લીંક પર ક્લિક કરીને વાંચી શકાશે.

International Yoga Day

ભારતમાં -લખનૌમાં ત્રીજા આંતરરાષ્ટ્રીય યોગ દિવસનો પ્રારંભ

‘યોગ ઝીરો કોસ્ટ હેલ્થ ઈન્શ્યોરન્સ છે. મનને સ્વસ્થ રાખીને જિંદગી જીવવાની કળા યોગ દ્વારા મળે છે.લોકોએ યોગને એમનાં જીવનનો એક હિસ્સો બનાવવો જોઈએ.’-નરેન્દ્ર મોદી 

લખનૌમાં ત્રીજા આંતરરાષ્ટ્રીય યોગ દિવસનો ચાલુ વરસાદમાં પ્રારંભ કરતાં શ્રી નરેન્દ્ર મોદી

PM Modi at Mass Yoga Demonstration on the occasion of International Yoga Day in Lucknow

આજના યોગા દિવસ નિમિત્તે મુંબઈ સમાચારમાં પ્રકાશિત જૈમિની દેરાઈ નો એક ઉપયોગી લેખ સાભાર પ્રસ્તુત ..

યોગ ભગાવે રોગ ..સ્વાસ્થ્ય સુધા – જૈમિની દેરાઈ

આપણા દેશમાં કોઈપણ તકલીફ થતાં તબિયત સારી કરવા દવાઓ લેતા હોય છે. ફિટનેસ માટે ખર્ચા કરે છે, પણ યોગ એક એવો ઉપાય છે જે તકલીફને જડમૂળથી નાબૂદ કરે છે.

લોકો કહેશે કે યોગાસન કેવી રીતે બીમારી દૂર કરી શકે ! એનો જવાબ એ છે કે જુદા જુદા રોગ માટે જુદા જુદા આસન દર્શાવવામાં આવ્યા છે. આપણે જોઈએ કે કઈ બિમારીમાં કયું યોગાસન કરવાથી લાભ થાય છે.

—————————

સ્થૂળતા કે જાડિયાપણું

આજકાલની જીવનશૈલીમાં જંક ફૂડ, ચૉકલેટ્સ, પેસ્ટ્રીસ, સૉફ્ટ ડ્રિન્કનું સેવન વધુ પડતું કરવામાં આવતું હોવાથી સ્થૂળતાની સમસ્યા વકરી રહી છે. આનો ઉપાય છે કપાલભાતિમાં

કેવી રીતે કરશો?

સુખાસનમાં બેસીને પહેલાં ઊંડો શ્ર્વાસ અંદર ખેંચો. થોડી ક્ષણ પછી ઉચ્છવાસ બહાર કાઢવા પર ધ્યાન આપો. શ્ર્વાસ લેવાની ક્રિયા આપોઆપ થતી રહે છે. શરૂઆતમાં ૧૦ વાર ઉચ્છવાસ બહાર કાઢો. ધીમે ધીમે સમય વધારતા જાવ. આ ક્રિયા દરમિયાન પેટ અંદર-બહાર થવાનો અનુભવ થશે.

હર્નિયા અથવા હાઈ બીપીની તકલીફ હોય અથવા તો પછી પેટનું ઑપરેશન કરાવ્યું હોય એવાઓએ આ ક્રિયા કરવી નહીં.

————————–

અસ્થમા

પ્રદૂષિત વાતાવરણમાં આ રોગ કોને ક્યારે થાય તે કહી શકાય નહીં. આનો ઉપાય છે ભસ્ત્રિકા પ્રાણાયામ.

કેવી રીતે કરશો ?

આ ક્રિયા ખૂબ ધીમી ગતિથી કરવી જોઈએ. લાંબો ઊંડો શ્ર્વાસ લો. ફેફસામાં જવા દો. ધીરે ધીરે ઉચ્છવાસ બહાર કાઢો. શરૂઆતમાં એકાદ બે મિનિટ કરો. ત્યારપછી મિનિટ વધારીને પાંચ મિનિટ સુધી પ્રાણાયામ કરો. આમ કરતાં થાકી જવાય તો બ્રેક લો.

—————————-

સર્વાઈકલ સ્પોન્ડિલાઈટિસ

આધુનિક જીવનશૈલી સાથે સંકળાયેલી આ તકલીફ છે. ખાસ કરીને ખુરશી પર બેઠા-બેઠા કમ્પ્યુટર પર કામ કરનારાને આ તકલીફ થતી હોય છે. રોજ આઠ કલાક એક જ સ્થિતિમાં બેસવાનું હોવાથી તેમની ડોક, ખભા, અને પીઠ પર વધુ દબાણ આવે છે.

આ માટે ભુજંગાસન કરી શકો.

કેવી રીતે કરશો?

સપાટ જમીન પર ચટાઈ પાથરો. ઊંધા સૂઈ જાવ. બંને હાથના ખભા બગલ તરફ વાળો. ઊંડો શ્ર્વાસ લો. હાથ ટેકવીને ધડને ઉપર લઈ જાવ. ડોકને પાછળ તરફ ફેરવો. થોડી સેકંડ આ અવસ્થામાં રહો. ધીમે ધીમે ઉચ્છવાસ છોડતી વખતે પૂર્વ સ્થિતિમાં આવો. આ આસન બીજી અવસ્થામાં પાછળથી ઘૂંટણ વાળીને ધડને હાથના બળે ઉપર ઉઠાવો. ઊંડા શ્ર્વાસ લો. થોડી સેક્ધડ એ અવસ્થામાં રહો. ફરી પૂર્વ સ્થિતિમાં આવો. દરરોજ આ આસન તમારી ક્ષમતા પ્રમાણે પાંચ મિનિટ કરી શકો.

————————–

હાઈ બ્લડપ્રેશર

આ તકલીફ હોય તો ચંદ્રભેદી પ્રાણાયામ કરવાથી ખૂબ ફાયદો થાય છે. સાવ સહેલું છે.

કેવી રીતે કરશો?

એક ચટાઈ પર સુખાસનમાં બેસીને ડાબા હાથના અંગૂઠાથી જમણા નસકોરાને થોડી ક્ષણ બંધ કરો. ડાબા નસકોરાથી શ્ર્વાસ લો અને જમણા નસકોરાથી ઉચ્છવાસ બહાર કાઢો. આ ક્રિયા કરતી વખતે આંખ બંધ કરો. બધું ધ્યાન શ્ર્વાસોચ્છ્વાસ પર કેન્દ્રિત કરો. આ આસન કરતી વખતે શાંત વાતાવરણ અને મનની એકાગ્રતા રાખશો તો સંપૂર્ણ લાભ મળશે. શરૂઆતમાં પાંચ મિનિટ કરી શકો. ધીરે ધીરે સમય વધારો. હાઈ બ્લડપ્રેશર કાબૂમાં રાખી શકશો.

આ આસનથી હૃદયની તકલીફથી બચી શકાય છે.

—————————

ડાયાબિટીસ

આ તકલીફ માટે મંડૂકાસન કરવાથી ફાયદો થાય છે.

કેવી રીતે કરશો?

બંને પગને પાછળ વાળીને ઘૂંટણ પર વજ્રાસન મુદ્રામાં બેસો. ડાબા હાથની મુઠ્ઠી વાળીને નાભિ પાસે રાખો. મુઠ્ઠી પર જમણા હાથથી ધીરે ધીરે દબાવો, છાતી ફુલાવી ઊંડા શ્ર્વાસ લો. ધીમે ધીમે આગળ તરફ ઝૂકતા જાવ. ઝૂક્યા પછી તમારી ક્ષમતા પ્રમાણે એક-બે મિનિટ શ્ર્વાસ રોકો. ચહેરા તરફ લોહીનો પ્રવાહ જઈ રહ્યો હોવાનું લાગતાં ઉચ્છવાસ બહાર કાઢતાં સીધા બેસો ને ઘૂંટણ પર હાથ રાખો. આ ક્રિયા ચાર-પાંચ વાર કરો. સમગ્ર ક્રિયા દરમિયાન આંખો બંધ રાખો, ગરદન સીધી રાખો. આમ કરવાથી પૅન્ક્રિયાસની કવાયત થાય છે. શરીરમાં ઈન્સ્યુલિન પ્રવાહિત થાય છે. નિયમિત કરવાથી શુગર લેવલ ઘટે છે. ઘૂંટણની તકલીફ હોય તો સુખાસનમાં બેસીને આ ક્રિયા કરી શકાય છે.

સૌજન્ય-  મુંબઈ સમાચાર.કોમ

 

======================

 

મુંબઈ નિવાસી મારા મિત્ર શ્રી યોગેશ કણકિયાએ એમના ઈ-મેઈલમાં સ્વામી શિવાનંદના શિષ્ય સ્વામી સત્યાનંદજી લિખિત યોગ ઉપર એક સુંદર ઈ-બુક શીર્ષક Asana Pranayama Mudra Bandha મોકલી છે એ માટે એમનો આભારી છું.

વિનોદ વિહારના વાચકો આ ઈ-બુક નીચેની લીંક પર ક્લિક કરીને વાંચી શકશે.

 

APMB by Swami Satyananda Saraswati_

Have a Great Day!
Happiness never decreases by being shared.