વિનોદ વિહાર
ગુજરાતી ગદ્ય-પદ્ય સર્જનની આનંદ યાત્રા
Tag Archives: નવરાત્રી
1240- ગરબો : વ્યક્તી અને સમષ્ટીને સ્પર્શતું પ્રકાશપર્વ……શ્રી જુગલકીશોર વ્યાસ
ગુજરાતી બ્લૉગ વિશ્વમાં શ્રી જુગલકિશોર વ્યાસનું નામ ખુબ જ જાણીતું છે.એમના બ્લોગ “નેટ ગુર્જરી” ( જે હાલ ”માતૃભાષા’ નામના બ્લોગમાં પરિવર્તિત થયું છે )બ્લૉગમાં તેઓ સક્રિય રહી મા ગુર્જરીની અભિનંદનીય સેવા બજાવી રહ્યા છે.આજે ખુબ વંચાતો બ્લોગ “વેબ-ગુર્જરી” પણ એમનું ”બ્રેઈન ચાઈલ્ડ” છે એમ કહીએ તો ખોટું નથી.
મિત્ર શ્રી પી.કે.દાવડા લિખિત પરિચય લેખ”મળવા જેવા માણસ – જુગલકિશોર વ્યાસ ” માં વિગતે જુ’ભાઈનો પરિચય વાંચી શકાશે.
અત્યારે ચાલી રહેલ નવરાત્રી-નોરતાં- અને ગુજરાતની એક પહેચાન બની ગયેલ ગરબા ના માહોલમાં વાતાવરણ ધમધમી રહ્યું છે.આના સંદર્ભમાં એમના બ્લોગ ”નેટ ગુર્જરી” માં પ્રકાશીત્ત એમનો લેખ ‘ગરબો : વ્યક્તી અને સમષ્ટીને સ્પર્શતું પ્રકાશપર્વ મને ખુબ ગમ્યો. આ લેખમાં એમની આગવી શૈલીથી નવરાત્રી પર્વ અને ગરબા પર એમણે જે ઊંડું ચિંતન રજુ કર્યું છે એ કાબીલેદાદ છે.
વિનોદ વિહારના વાચકો માટે જુ.ભાઈના આભાર સાથે આજની પોસ્ટમાં એમના પ્રસંગોચિત લેખો નીચે પ્રસ્તુત છે.
વિનોદ પટેલ
‘ગરબો : વ્યક્તી અને સમષ્ટીને સ્પર્શતું પ્રકાશપર્વ ‘
વ્યક્તી અને સમષ્ટી વચ્ચેના સંબંધોનું કાવ્ય આ ગરબો. – જુગલકીશોર.
શ્રી જુગલકીશોર વ્યાસના નવરાત્રી અને ગરબા વિશેના અન્ય RELATED લેખો પણ જરૂર માણો.
( 543 ) દેવી અપરાધ ક્ષમાપન સ્તોત્ર / શ્રી ભગવતી વિશ્વંભરી સ્તુતિ
સુશ્રી પ્રજ્ઞાબેન વ્યાસના બ્લોગ niravrave નિરવ રવે-સહજ ભાવોના દ્યોતક માં સરળ સંસ્કૃત ભાષામાં સ્તુતિ-દેવી અપરાધ ક્ષમાપન સ્તોત્ર- પોસ્ટ થયેલી છે એ મને ગમી ગઈ .એમના આભાર સાથે એમની નોધ સહિત આ સ્તુતિ આજની પોસ્ટમાં પ્રસ્તુત કરી છે .
આ સ્તુતિ વાંચીને મને અમદાવાદમાં નવરાત્રી વખતે મારા રહેઠાણની સામેના સોસાયટીના કોમન પ્લોટમાં વચ્ચોવચ માતાજીની પ્રતિમા મૂકી તેની ફરતે ગરબે ગવાતા હતા એ વખતે ગુજરાતીમાં ગવાતી વિશ્વંભરી સ્તુતિનું સ્મરણ થઇ આવ્યું . આ સ્તુતિને પણ નીચે વિડીયો સાથે મૂકી છે.
હવે આજની આધુનિક ગરબા શૈલીમાં તો નવરાત્રિનાં રંગ રૂપ અને સ્વરૂપ બધું બદલાઈ ગયું છે. હવે નવરાત્રીમાં માત્ર ખેલૈયાઓ રાસ ગરબાની રમઝટ પૂરતા સીમિત નથી રહ્યાં પણ હવે ફેશન માટે પણ એટલા જ સભાન થયા છે. રોજના નવા ડિઝાઈનર ચણિયાચોળી કે ધોતી કેડિયાની સાથે સાથે રોજ નવા ટેટુ ચિતરાવવાનો પણ ક્રેઝ પણ જુવાન ખેલૈયાઓમાં જાગ્યો છે.
નવરાત્રી પર્વના આખરી દિવસોમાં ચાલો આ બે સ્તુતિને ભક્તિપૂર્વક ગાઈએ અને જગત જનની ની આરાધના કરી આ પર્વને ઉજવીએ .
વિનોદ પટેલ
============================================
દેવી અપરાધ ક્ષમાપન સ્તોત્ર
[આજે દુર્ગા અષ્ટમીના દિવસે પ્રસ્તુત છે દેવી અપરાધ ક્ષમાપન સ્તોત્ર… ભક્ત નતમસ્તક માતાજીને કહે છે કે હે માં, હું મંત્ર, યંત્ર કે સ્તુતિ નથી જાણતો, તારું આહ્વાન કે ધ્યાન પણ નથી જાણતો. બસ એટલું જ જાણું છું કે તારા ચરણમાં, તારી શરણમાં જ મારા ક્લેશનું હરણ થશે. બાળપણથી લઈને અભ્યાસ પૂર્ણ થયો ત્યાં સુધી દર નવરાત્રીના દિવસોમાં રાત્રે આ ક્ષમાપનનો ભક્તિપૂર્વક પાઠ કરતાં. માતા સર્વેને પોતાનામાં રહેલા અસુર સામે લડવા સિંહ બનવાની શક્તિ આપે. બીજાની બુરાઈઓ સામે તો આપણે સરળતાથી લડી શકીએ પરંતુ પોતાના અવગુણ સામે લડવા સિંહ બનવું પડે જે માતાનું જ વાહન છે. સ્વની સામે લડવાની હિંમત હોય તો શક્તિ તેની સાથે જ આવે છે એ આ વાતનું સૂચન છે.–સુશ્રી પ્રજ્ઞા વ્યાસ ]
દેવી અપરાધ ક્ષમાપન સ્તોત્ર
ન મન્ત્રં નો યન્ત્રં તદપિ ચ ન જાને સ્તુતિમહો
ન ચાહ્યાનં ધ્યાનં તદપિ ચ ન જાને સ્તુતિકથાઃ |
ન જાને મુદ્રાસ્તે તદપિ ચ ન જાને વિલપનં
પરં જાને માતસ્ત્વદનુશરણં ક્લેશહરણમ્ ||૧||વિઘેરજ્ઞાનેન દ્રવિણવિરહેણાલસતયા
વિઘેયાશક્યત્વાતવ ચરણયોર્યા ચ્યુતિરભૂત |
તદેતત્ક્ષન્તવ્યં જનનિ સકલોદ્ધારિણી શિવે
કુપુત્રો જાયેત ક્વચિદપિ કુમાતા ન ભવતિ ||૨||પૃથિવ્યાં પુત્રાસ્તે જનનિ બહવઃ સન્તિ સરલાઃ
પરં તેષાં મધ્યે વિરલતરલોડહં તવ સુતઃ |
મદીયોડ્યં ત્યાગઃ સમુચિતમિદં નો તવ શિવે
કુપુત્રો જાયેત ક્વચિદપિ કુમાતા ન ભવતિ ||૩||જગન્માતર્માતસ્તવ ચરણસેવા ન રચિતા
ન વા દતં દેવિ દ્રવિણમપિ ભૂયસ્તવ મયા |
તથાપિ ત્વં સ્નેહં મયિ નિરુપમં યત્પ્રકુરુષે
કુપુત્રો જાયેત ક્વચિદપિ કુમાતા ન ભવતિ ||૪||પરિત્યક્તાદેવાન્વિવિઘ વિઘસેવા કુલતયા
મયા પણ્ચાશીતેરઘિકમપનીતે તુ વયસિ |
ઈદાનિં ચેન્માતસ્તવ યદિ કૃપા નાપિ ભવિતા
નિરાલમ્બો લમ્બોદરજનનિ કં યામિ શરણમ્ ||૫||શ્વપાકો જલ્પાકો ભવતિ મધુપાકોપમગિરા
નિરાતણ્કો રંકો વિહરતિ ચિરં કોટિકનકૈઃ |
તવાપર્ણે કર્ણે વિશતિ મનુવર્ણે ફલમિદં
જનઃ કો જાનીતે જનનિ જપનીયં જપવિઘૌ ||૬||ચિતાભસ્માલેપો ગરલમશનં દિક્પટ્ઘરો
જટાઘારી કણ્ઠે ભુજગપતિહારી પશુપતિઃ |
કપાલી ભૂતેશો ભજતિ જગદીશૈક પદવી
ભવાનિ ત્વત્પાણીગ્રહણપરિપાટી ફલમિદમ્ ||૭||ન મોક્ષસ્યાકાંક્ષા ભવ વિભવવાચ્છાડપિ ચ ન મે
ન વિજ્ઞાનાપેક્ષા શશિમુખિ સુખેચ્છાડપિ ન પુનઃ|
અતસ્તાવં સંયાચે જનનિ જનનં યાતુ મમ વૈ
મૃડાની રુદ્રાણી શિવ શિવ ભવાનીતિ જપતઃ ||૮||નારાધિતાડસિ વિઘિના વિવિઘોપચારૈઃ
કિં રુક્ષચિંતનપરૈર્ન કૃતં વચોભિઃ |
શ્યામે ત્વમેવ યદિ કિંચન મય્યનાથે
ધત્સે કૃપામુચિતમમ્બ પરં તવૈવ ||૯||આપત્સુ મગ્નઃ સ્મરણં ત્વદીયં
કરોમિ દુર્ગે કરુણાર્ણવે શિવે |
નૈતચ્છઠત્વં મમ ભાવયેથા
ક્ષુઘાતૃષાર્તા જનનીં સ્મરન્તિ ||૧૦||જગદમ્બ વિચિત્રમત્ર કિં પરિપૂર્ણા કરણાડસ્તિચેન્મયિ |
અપરાઘ પરંપરાવૃતં ન હિ માતા સમુપેક્ષતે સુતમ્ ||૧૧||મત્સમઃ પાતકી નાસ્તિ પાપઘ્નીં ત્વસમા ન હિ |
એવં જ્ઞાત્વા મહાદેવિ યથા યોગ્યં તથા કુરુ ||૧૨||
…………………………………………………………………………
શ્રી ભગવતી વિશ્વંભરી સ્તુતિ
વિશ્વંભરી અખિલ વિશ્વતણી જનેતા,
વિદ્યા ધરી વદનમાં વસજો વિધાતા
દુર્બુદ્ધિને દૂર કરી સદબુદ્ધિ આપો
મામ પાહિ ૐ ભગવતી ભવ દુઃખ કાપોભુલો પડી ભવરણે ભટકું ભવાની,
સુઝે નહિ લગીર કોઈ દિશા જવાની
ભાસે ભયંકર વળી મનના ઉતાપો,
મામ પાહિ ૐ ભગવતી ભવ દુઃખ કાપોઆ રંકને ઉગારવ્આ નથી કોઈ આરો
જન્માન્ધ છું જનની હું ગ્રહી બાંહ તારો
ના શું સુણો ભગવતી શીશુના વિલાપો,
મામ પાહિ ૐ ભગવતી ભવ દુઃખ કાપોમા કર્મ જન્મ કથની કરતાં વિચારું,
આ સૃષ્ટિમાં તુજ વિના નથી કોઈ મારું
કોને કહું કઠણ યોગ તણો બળાપો,
મામ પાહિ ૐ ભગવતી ભવ દુઃખ કાપોહું કામ ક્રોધ મદ મોહ થકી છકેલો,
આડમ્બરે અતિ ઘણો મદથી બકેલો
દોષો થકી દુષિત ના કરી માફ આપો,
મામ પાહિ ૐ ભગવતી ભવ દુઃખ કાપોના શસ્ત્રના શ્રવણનું પયપાન પીધું,
ના મંત્ર કે સ્તુતિ કથા ના કાંઈ કીધું
શ્રદ્ધા ધરી નથી કર્યા તવ નામ જાપો
મામ પાહિ ૐ ભગવતી ભવ દુઃખ કાપોરે! રે! ભવાની બહુ ભુલ થઈ છે મારી,
આ જિંદગી થઈ મને અતિશય અકારી
દોષો પ્રજાળી સઘળા તવ છાપ છાપો
મામ પાહિ ૐ ભગવતી ભવ દુઃખ કાપોખાલી ન કોઈ સ્થળ છે વિણ આપ ધારો,
બ્રહ્માંડમાં અણું અણું મહી વાસ તારો
શક્તિ ન માપ ગણવા અગણિત માપો,
મામ પાહિ ૐ ભગવતી ભવ દુઃખ કાપોપાપે પ્રપંચ કરવા બધી વાતે પુરો
ખોટો ખરો ભગવતી પણ હું તમારો,
જાડ્યાન્ધકાર દૂર કરી સદબુદ્ધિ આપો
મામ પાહિ ૐ ભગવતી ભવ દુઃખ કાપોશીખે સુણે રસિક છંદ જ એક ચિત્તે,
તેના થકી ત્રિવિધ તાપ ટળે ખચિતે
વાઘે વિશેષ વળી અંબા તણા પ્રતાપે,
મામ પાહિ ૐ ભગવતી ભવ દુઃખ કાપોશ્રી સદગુરુના શરણમાં રહીને યજું છું,
રાત્રિ દિને ભગવતી તુજને ભજું છું
સદભક્ત સેવક તણા પરિતાપ ચાંપો,
મામ પાહિ ૐ ભગવતી ભવ દુઃખ કાપોઅંતર વિષે ઊર્મિ થતાં ભવાની,
ગાઉ સ્તુતિ તવ બળે નમીને મૃડાની
સંસારના સકળ રોગ સમુળ કાપો,
મામ પાહિ ૐ ભગવતી ભવ દુઃખ કાપોતારા સિવાય જગમાં નથી કોઈ મારું
સાચા ભગવતી તુજને સંભારું
ભલું કદાચ ભવ પાશ તણા પ્રસંગે
માંગુ ક્ષમા ત્રિપુર સુંદરી આ પ્રસંગેજેની કૃપાથી ગિરિરાજ ચઢે અપંગો
જેની કૃપાથી ભવસિંધુ તરે સુસંગે
જેની કૃપાથી વિષ ખાય સદાશિવાય
એવા દયાળુ ભગવતી તુજને પ્રણામઅંબા ભવાની જગંદબા કરો સહાય
આરાસુરી ભજે સદા તવ ભક્તિ પાય,
હસ્તે ત્રિશૂળ ધરીને અસુરો સંહાર્યા
સંકટમાંથી નિજ સેવકને ઉગાર્યાવિશ્વંભરી અખિલ વિશ્વતણી જનેતા,
વિદ્યા ધરી વદનમાં વસજો વિધાતા
દુર્બુદ્ધિને દૂર કરી સદબુદ્ધિ આપો
મામ પાહિ ૐ ભગવતી ભવ દુઃખ કાપો
વિશ્વંભરી સ્તુતિ –વિડીયો
( 539 ) નવરાત્રી મહોત્સવ અને શ્રી નરેન્દ્ર મોદી
ભારતના વડા પ્રધાન શ્રી નરેન્દ્ર મોદી જગત જનની મા અંબા પ્રત્યે અખૂટ શ્રધા અને ભક્તિ ધરાવે છે .તેઓ માતાજીના અદના આરાધક છે .
આર.એસ.એસ ના પ્રચારક હતા ત્યારથી એટલે કે છેલ્લા ૩૫ વર્ષથી નરેન્દ્ર મોદી ચૈત્ર અને આસો મહિનાની બન્ને નવરાત્રીઓમાં નવ દિવસ સુધી નકોરડા ઉપવાસ કરે છે .ફક્ત પાણી કે જ્યુસ ઉપર જ રહે છે.
ગુજરાતના મુખ્યમંત્રી તરીકેના ૧૩ વર્ષના સમયકાળ દરમ્યાન કોઈપણ કાર્યક્રમ કે વિદેશ પ્રવાસ હોય તો પણ મોદીનો આ દ્રઢ નિયમ કદી તુટ્યો નથી.
હાલ ૨૫મી સપ્ટેમ્બરના રોજ જ્યારે નવરાત્રી શરુ થાય છે ત્યારે મોદી અમેરિકાના પાંચ દિવસના પ્રવાસે આવ્યા છે . આ પ્રસંગે પ્રેસીડન્ટ ઓબામા અને ભારતીય પ્રસંશકો તરફથી એમના માનમાં યોજાએલ ભોજન સમારંભો વચ્ચે પણ તેઓ એમના નકોરડા ઉપવાસના વ્રત માટે મનથી બિલકુલ મક્કમ છે .
અમેરિકાના પાંચ દિવસના પ્રવાસ માટે સે ભારતથી રવાના થયા એ પહેલાં શ્રી મોદીએ ભારતની જનતા જોગ નવરાત્રીનો આ સદેશ પાઠવ્યો છે .
PM has greeted the nation on the beginning of the
festival of Navratri
September 25, 2014
“As the auspicious festival of Navratri begins, I convey my warm greetings to everyone. We bow to Maa Jagdamba and seek her blessings. May Maa Jagdamba enrich our lives with strength, well-being, good health and may she keep inspiring us to serve the poorest of the poor.
नवरात्रि की हार्दिक शुभकामनायें। माँ जगदंबा सबके जीवन मे सुख, समृद्धि और
शांति का वरदान दे। जय माता दी,”
— Prime Minister said.
—————————
શ્રી મોદીનું અંબા માતાને ઉદ્દેશીને લખેલા પત્રોનું પુસ્તક “સાક્ષીભાવ ‘
શ્રી નરેન્દ્ર મોદીના બ્લોગની નીચેની લીંક ઉપર આ પ્રસંગનો અંગ્રેજીમાં અહેવાલ તસ્વીરો અને પ્રવચનોના વિડીયો સાથે વાંચો
http://www.narendramodi.in/gu/sri-sri-ravi-shankar-launches-sakshibhaav-written-by-narendra-modi/
શ્રી નરેન્દ્ર મોદી એક વિચક્ષણ રાષ્ટ્ર નેતા અને વડા પ્રધાન હોવા ઉપરાંત એક સારા લેખક અને કવિ પણ છે એ તો એમનાં આજસુધી પ્રકાશિત અનેક પુસ્તકો ઉપરથી જોઈ શકાય છે.
આજથી જ્યારે નવરાત્રી મહોત્સવ શરુ થાય છે ત્યારે એના પ્રથમ દિવસની ઉજવણી આપણે શ્રી નરેન્દ્ર મોદી રચિત નીચેના સુંદર ગરબાને વિડીયોમાં સાંભળીએ અને માતાજીને પ્રેમથી વધાવીએ .ગરબા ઉપરાંત શ્રી મોદી રચિત બીજાં બે અંબે માતાની સ્તુતિ કરતાં ગીતો પણ નીચે વાંચવા મળશે .
ગાય એનો ગરબો અને ઝીલે એનો ગરબો …….. રચના -નરેન્દ્ર મોદી
આ ગરબા સિવાય અંબા માતાની સ્તુતિ કરતી શ્રી નરેન્દ્ર મોદી રચિત
આ રહી અન્ય કાવ્ય રચનાઓ
Source-http://www.narendramodi.in/celebrating-navratri-may-maa-jagadamba-give-shakti-to-all/
વિનોદ વિહારના વાચકોને નવરાત્રીની હાર્દિક શુભકામનાઓ .
યા દેવી સર્વ ભૂતેષુ, માતૃ રૂપેણ સંસ્થિતા
નમસ્તસ્યૈ નમસ્તસ્યૈ નમસ્તસ્યૈ નમો નમઃ
જય અંબે .
વિનોદ પટેલ
વાચકોના પ્રતિભાવ