વિનોદ વિહાર

ગુજરાતી ગદ્ય-પદ્ય સર્જનની આનંદ યાત્રા

Tag Archives: નેહરુ-ગાંધી પરિવાર

1194- મોતીલાલ નહેરુથી રાહુલ ગાંધી ..ભારતીય રાજનીતિમાં પાંચ પેઢીનો દબદબો … શ્રી પરિક્ષીત જોશી

સતત પાંચ પેઢી એટલે કે, ૧૨૫ કરતાં વધુ વરસોથી ભારતીય રાજનીતિમાં સર્વોચ્ચ સ્થાન ભોગવ્યું હોય એવો એક જ પરિવાર છે.. નહેરુ-ગાંધી પરિવાર.

એક જ કુટુંબમાંથી ત્રણ વડાપ્રધાન અને ત્રણેય ભારતરત્ન

એક જ કુટુંબમાંથી ત્રણ વડાપ્રધાન અને ત્રણેય ભારતરત્ન નહેરુ-ગાંધી કુટુંબમાંથી દેશને ત્રણ વડાપ્રધાન મળ્યા છે. જવાહરલાલ ભારત વર્ષના સર્વપ્રથમ વડાપ્રધાન ૧પ ઓગસ્ટ, ૧૯૪૭ના રોજ બન્યા. પછી છેક ર૭ મે, ૧૯૬૪ના રોજ એમનું કુદરતી અવસાન થયું ત્યાં સુધી જીવનપર્યંત તેઓ આ પદને શોભાવતા રહ્યા. જવાહરલાલ પછી એમની દીકરી ઇન્દિરા નહેરુ-ગાંધી ભારતના વડાપ્રધાન પદે આવનારા એકમાત્ર મહિલા બન્યાં. ૧૯૬૬થી ૧૯૮૪માં એમની હત્યા થઇ ત્યાં સુધી, વચ્ચે ૧૯૭૭-૮૦નો થોડો સમય બાદ કરતાં ઇન્દિરા પણ એમના પિતા જવાહરલાલની માફક જ સત્તામાં કેન્દ્રસ્થાને રહ્યાં. ઇન્દિરાના આકસ્મિક અવસાનથી એમના પછી એમના મોટા દીકરા રાજીવ ગાંધી વડાપ્રધાનપદે આવ્યા જે ૧૯૮૪થી ૧૯૮૯ સુધી એ પદ ઉપર રહ્યા. જો કે, જવાહરલાલને બાદ કરતાં બાકીના બેય, ઇન્દિરા અને રાજીવની રાજકીય કારણોસર હત્યા થઇ હતી. રાજીવ ગાંધીની હત્યા થઇ ત્યારે એ વડાપ્રધાનપદે ન હતા. બાકી અન્ય બેય વડાપ્રધાન સત્તામાં હતા ત્યારે અવસાન પામ્યા હતા. જવાહરલાલને ૧૯પપમાં, ઇન્દિરાને ૧૯૭૧માં અને રાજીવને ૧૯૯૧માં ભારતરત્નથી સન્માનિત કરવામાં આવ્યા હતા.

મોતીલાલ નહેરુથી રાહુલ ગાંધી ..ભારતીય રાજનીતિમાં પાંચ
પેઢીનો દબદબો …

શ્રી પરિક્ષીત જોશી

Nerue to Rahul

શ્રી પરીક્ષિત જોશીનો આ આખો લેખ વાંચવા માટે અહીં ક્લિક કરો.