વિનોદ વિહાર

ગુજરાતી ગદ્ય-પદ્ય સર્જનની આનંદ યાત્રા

Tag Archives: પ્રતિલિપિ

( 1033 ) “એક મુલાકાત ” અને “અભ્યાસ” કાર્યક્રમ મારફતે પ્રતિલિપિની સાહિત્ય સેવા

માતૃભાષાના લેખકોને તેમના વાચકો સાથે જોડતું પ્રતિલિપિ.કોમ બેંગ્લોર સ્થિત સોશિયલ ઓન લાઈન સેલ્ફ પબ્લીશીંગ પ્લેટફોર્મ / નેટવર્કિંગ સ્ટાર્ટ-અપ છે. હાલ ગુજરાતી /હિન્દી / તમિલ એમ ત્રણ ભાષાઓના સાહિત્યને પ્રોત્સાહન આપે છે.

પ્રતિલિપિની વેબસાઈટ 14મી સપ્ટેમ્બર ૨૦૧૪ ના રોજ હિન્દી દિવસના મંગલ દિને લૌંચ થઇ એ પછી આજ સુધી પ્રતિલિપિએ ગુજરાતી ભાષાના અનેક લેખકોને જે રીતે ઉત્તેજન આપી સુંદર સાહિત્ય સેવા બજાવી છે અને એની પ્રવૃતિઓનો વ્યાપ વધાર્યો છે એ માટે એની ઉત્સાહી ટીમને અભિનંદન ઘટે છે.

વિનોદ વિહારની પોસ્ટ નંબર 1006 માં પ્રતિલિપિનાં પ્રતિનિધિ બ્રિન્દા ઠક્કરએ દ્રશ્ય -શ્રાવ્ય માધ્યમ(વિડીયો)નો ઉપયોગ કરી શરુ કરેલ “એક મુલાકાત “પ્રોગ્રામમાં શ્રી જય વસાવડા અને શ્રી સૌરભ શાહની મુલાકાતના વિડીયો રજુ કર્યા હતા.

પ્રતિલિપિની પ્રસ્તુતી ‘એક મુલાકાત’ને મળેલી સફળ શરૂઆત બાદ હવે પ્રતિલિપિ ઉભરતા અને નવોદિત લેખકો માટે એક ઓનલાઇન વિડીયો ટ્યુટોરીઅલ કાર્યક્રમ – ‘અભ્યાસ’ દર શુક્રવારે સુ.શ્રી બ્રિન્દા ઠક્કર દ્વારા રજુ થઇ રહ્યો છે.

પ્રતિલિપિનાં પ્રતિનિધિ બ્રિન્દા ઠક્કરએ એમના ઈ-મેલથી મોકલેલ “એક મુલાકાત” અને “અભ્યાસ” પ્રોગ્રામના વિડીયોમાંથી કેટલાક વિડીયો આજની પોસ્ટમાં પ્રસ્તુત કર્યા છે જે નવોદિત લેખકો માટે ખુબ પ્રેરક અને પ્રોત્સાહક બનશે એવી આશા છે.

“એક મુલાકાત ” કાર્યક્રમ

પ્રતિલિપિના આ ” એક મુલાકાત”કાર્યક્રમમાં આમંત્રિત ગરવા ગુજરાતીઓના મુખેથી જ એમની જિંદગીને જાણવાની, જીતવાની, માણવાની અને અનુભવોની વાતો તમારા દિલને સ્પર્શી જશે.

શ્રી અનિલ ચાવડાની અભિવ્યક્તિ/અનિલ ચાવડા સાથે એક સુંદર મજાની વાતચીત ~
https://www.youtube.com/watch?v=fufNgftiytU

IAS ઓફિસર શ્રી ભાગ્યેશ જ્હા સાથે એક નાનકડી મુલાકાત
https://youtu.be/dKFEy-jB1xw?list=PL48UJTuuq1Bdr06ZWXrxpTE1qZhVA1HSJ

શ્રેષ્ઠ ગઝલકાર શ્રી શોભિત દેસાઈ ની મુલાકાત
ગુજરાતી સાહિત્ય કઈ દિશામાં જઈ રહ્યું છે તે વિશે ગુજરાતી ભાષાના શ્રેષ્ઠ ગઝલકાર શ્રી શોભિત દેસાઈ આ મુલાકાતમાં પ્રકાશ પાડે છે.
https://youtu.be/IHYFWx76dq4?list=PL48UJTuuq1Bdr06ZWXrxpTE1qZhVA1HSJ

“અભ્યાસ” પ્રોગ્રામ

“અભ્યાસ” પ્રોગ્રામમાં સાહિત્યના નીવડેલા સાહિત્યકારો એના વિવિધ સ્વરૂપો વિષે ઉભરતા લેખક અને કવિને સચોટ માર્ગદર્શન પૂરું પાડે છે.

‘અભ્યાસ’ અંક-1 “ગઝલ વિશે”-શ્રી હિતેન આનંદપરા.
આ અંકમાં ગઝલ એટલે શું અને પદ્યના આ પ્રકારને લખતી વખતે ધ્યાનમાં રાખવા જેવી બાબતો વિશે માર્ગદર્શક છે શ્રી હિતેન આનંદપરા.
https://youtu.be/vSma_3LGgX8

અભ્યાસ અંક – 2, ગઝલના પ્રકારો વિશે..શ્રી હિતેન આનંદપરા.
ગઝલના પ્રકારો વિશે અને તે અંગે ધ્યાનમાં રાખવા જેવી કેટલીક અગત્યની બાબતો. ‘અભ્યાસ’ના આ અંકના માર્ગદર્શક છે શ્રી હિતેન આનંદપરા.
https://youtu.be/ignH47lpe8Y

શ્રી રાજુલ ભાનુશાલી : કવિતા વિશે
https://youtu.be/ZMoSIUuT5Ws

શ્રી કિશોર વ્યાસ : વાર્તાનાં સ્વરૂપો વિશે
https://youtu.be/oszlWSuQvNI

શ્રી કામિની મહેતા : ટૂંકી વાર્તા વિશે
ટૂંકીવાર્તામાં વિષય વસ્તુનું પ્રયોજન અને પાત્ર નિરૂપણ, માર્ગદર્શક શ્રી કામિની મહેતા પાસેથી શીખીએ …
https://youtu.be/edG1LxZ0F50

યુ-ટ્યુબની આ લીંક પર બીજા મુલાકાતના વિડીયો જોવા મળશે.

https://www.youtube.com/channel/UC0uTNjyOnBzxV-Bm5pMDmqA

પ્રતિલિપિ.કોમ સાથે હું ૨૦૧૪થી -એની શરૂઆતથી જ લેખક તરીકે જોડાયો છું.આ વેબ સાઈટ ઉપર આજદિન સુધી મુકાએલ મારી સાહિત્ય રચનાઓ આ લીંક પર ક્લિક કરીને વાંચી શકાશે.

http://gujarati.pratilipi.com/vinod-patel

( 1014 ) ઢાઈ અક્ષર પ્રેમકા,પઢે સો પંડિત હોય …

૧૪ મી ફેબ્રુઆરીવેલેન્ટાઈન ડેતરીકે ઉજવાય છે.વેલેન્ટાઈન ડેએટલે પ્રેમીઓનો પ્રેમનો ઇજહાર કરવાનો ઉત્સવ.

વસંત અને વેલેન્ટાઈન ડે બંને ફેબ્રુઆરીમાં આવે એટલે વેલેન્ટાઈન ડે  વસંત પંચમીનું એક બીજું સ્વરૂપ છે. વસંત એટલે સૃષ્ટિનું યૌવન અને યૌવન એટલે જીવનની વસંત

પ્રેમ વિષે સંત કબીર શું કહે છે ?

પોથી પઢી પઢી જગ મુઆ, પંડિત ભયા કોય

ઢાઈ અક્ષર પ્રેમકા ,પઢે સો પંડિત હોય.

પ્રેમ બાડી ઉપજે , પ્રેમ હાટ બિકાય

રાજાપરજા જેહી રુચે, સીસ દેઈ લે જાય.

કબી

વેલેન્ટાઇનપ્રેમોત્સવને અનુરૂપ મારી કેટલીક સાહિત્ય રચનાઓ

વેલેન્ટાઇન ડે પરની પ્રતિલિપિ.કોમ પર પ્રકાશિત એક અછાંદસ રચના નીચેની લીંક પર  ક્લિક કરીને વાંચો.

love-vellentine-day

વેલેન્ટાઇન ડે …અછાંદસ કાવ્ય… 

ઢાઈ અક્ષર પ્રેમકા ,પઢે સો પંડિત હોય.

વેલેન્ટાઈન ડેની એક પ્રેમ કથા

(અગાઉ પોસ્ટ કરેલ સત્ય ઘટના પર આધારિત વાર્તાને થોડી મઠારીને અહી પ્રસ્તુત કરેલ છે.)

tim-place-3

અમેરિકાના ન્યુ મેક્ષિકો સ્ટેટના મુખ્ય શહેર આલ્બુકર્કમાં રહેતા યુવાન ટીમ હેરીસ Tim Harris ની અને ટીફની જહોન્સન Tiffani Johnson નામની યુવતીની સત્ય ઘટના પર આધારિત આ પ્રેમ કથા જાણવા જેવી છે અને વેલેન્ટાઈન ડે ને અનુરૂપ છે.આ બન્ને પ્રેમી પંખીડાં ડાઉન સિન્ડ્રોમ રોનો ભોગ બનેલાં વિકલાંગ હોવા છતાં એમના વચ્ચેના પ્રેમ વચ્ચે એમની આ શારીરિક અને માનસિક પરિસ્થિતિ કોઈ રીતે નડતર રૂપ બની નહોતી.

આલ્બુકર્કમાં રેસ્ટોરંટનું કુશળતા પૂર્વક સંચાલન કરતો ટીમ હેરીસ Tim Harris  આખા અમેરિકામાં ડાઉન સિન્ડ્રોમ સાથે કોઈ રેસ્ટોરંટનો માલિક હોય તો એ એકલો જ હતો.એના નામ પરથી એણે એની રેસ્ટોરંટનું  નામ Tim’s Place રાખ્યું હતું.સતત પાંચ વર્ષ સુધી સખત મહેનત કરી એના આ ધંધામાં એના પ્રાણ રેડીને એણે એના ધંધાને સધ્ધર કર્યો હતો.ટીમ એના ગ્રાહકોમાં ઘણો પ્રિય હતો.

એક દિવસે એકાએક જ એના રેગ્યુલર ગ્રાહકો સમક્ષ એણે જાહેર કર્યું કે એ ટૂંક સમયમાં જ રેસ્ટોરંટ બંધ કરે છે અને બીજા સ્ટેટમાં ડેનવર શહેરમાં મુવ થાય છે. એના ગ્રાહકોને આ સમાચાર જાણીને ખુબ નવાઈ લાગી કે ટીમ એનો આવો જામેલો ધંધો કેમ બંધ કરતો હશે .

રેસ્ટોરન્ટના ગ્રાહકોએ જ્યારે એનું કારણ  જાણ્યું ત્યારે એમને એથી ય વધુ નવાઈ લાગી.

tims-place

ટીમના આ નિર્ણય પાછળનું કારણ એ હતું કે ડાઉન સિન્ડ્રોમ લોકોની એક કન્વેન્શનમાં ટીમ ભાગ લેવા ગયો હતો. આ કન્વેન્શનમાં એને ટીફની જહોન્સન Tiffani Johnson નામની યુવતી સાથે પરિચય થયો. આ પરિચય પાંગરીને પ્રેમમાં પરિણમ્યો.ટીફની કહે છે “ ટીમને જોતાં જ જાણે મને પ્રેમના ભમરાએ ડંખ માર્યો ના હોય એવી અનુભૂતિ થઇ !“

આ બાજુ ટીમની પણ ટીફની જેવી જ માનસિક સ્થિતિ હતી.એ પણ પ્રેમમાં પરવશ બની ગયો હતો.ટીમે એક દિવસ ટીફની આગળ ઘૂંટણીએ પડીને એના વેલેન્ટાઇન થવાની ઓફર કરી. ટીફ્નીએ એ ઓફરને ખુશીથી સ્વીકારી લીધી . ટીમને તો એ જ જોઈતું હતું.પરંતુ એક મુશ્કેલી એ હતી કે ટીમ રહેતો હતો આલ્બુકર્ક શહેરમાં તો ટીફની એનાથી દુર ડેનવરમાં રહેતી હતી.કેટલાક સંજોગોને લીધે એ ટીમ સાથે રહેવા આલ્બુકર્ક આવી શકે એમ નહોતી.

આ સંજોગોમાં ટીફની સાથે રહી શકાય એ માટે ટીમે એની જામી ગયેલી રેસ્ટોરન્ટ બંધ કરીને ડેનવર મુવ થવાનો મનમાં પાક્કો નિર્ણય કરી લીધો. ડેનવરમાં જઈને નવેસરથી ત્યાં ધંધો કરે અને એ જામે કે ના જામે એની એણે પરવા કરી નહિ.ટીફની માટેના એના પ્રેમ ખાતર એણે એક મોટું જોખમ માથે વહોરી લીધું.માત્ર એના પ્રિય પાત્ર ટીફની પ્રત્યેના હૃદયના પ્રેમ ખાતર અને એની સાથે રહી શકાય એ માટે એના ચાલુ ધંધાને બંધ કરીને મોટો ભોગ આપવાનો મનથી પાક્કો નિર્ણય લઇ લીધો.

આલ્બુકર્કમાં એના ગ્રાહકોને ટીમ ખુબ પ્રિય બની ગયો હતો. રેસ્ટોરન્ટ બંધ કરવાના ટીમના નિર્ણયથી એના ઘણા ગ્રાહકો તો એને બાથમાં લઈને રડવા લાગ્યા હતા.ટીફની પ્રત્યેના પ્રેમને ખાતર ટીમ આટલો મોટો ત્યાગ કરવા તૈયાર થઇ ગયો હતો એ એમને સમજાતું નહોતું.

ટીમ એના ગ્રાહક મિત્રોને એની સ્થિતિ સમજાવતાં કહેતો હતો કે “ જ્યારે જ્યારે હું નિરાશ થઇ જાઉં છું ત્યારે મારી પ્રિયતમા ટીફનીનો સાથ અને સંગાથ મળશે એ ખ્યાલ જ મને સુખની અનુભૂતિ કરાવે છે. હું ટીફનીની આંખોમાં જ્યારે જોઉં છું ત્યારે મને એમાં માત્ર પ્રેમનાં જ દર્શન થાય છે.એમાં હું જિંદગી માટેનું સુખ જોઉં છું.હું એની આંખોમાં  એ પણ જોઉં છું કે મારું ભવિષ્ય મારી પ્રિયતમા ટીફની સાથે જ લખાઈ ગયું છે.”ગ્રાહક મિત્રો ટીમના આ શબ્દોથી અચંબામાં પડી જતા કે આ પ્રેમી પંખીડાંનો પ્રેમ કેટલો મહાન છે !

ટીમના પિતા કહે છે કે “ ટીમ એનો જામેલો ધંધો સમેટી લઈને આલ્બુકર્કથી ડેનવર મુવ થઇ રહ્યો છે એ વિચારથી હું મનથી દુખી તો છું પણ એની પ્રિયતમા ટીફની સાથે રહેવા માટે જવાનું થશે એ ખ્યાલથી એને આવો ઉત્તેજિત અને ઉત્સાહી થતો મેં એને કદી ય જોયો નથી.ટીમના આવા પ્રેમને હું કેમ અવગણી શકું. તેઓ બન્ને જ્યાં જાય ત્યાં તેઓ પ્રેમથી રહે અને સુખી થાય એવા મારા આશીર્વાદ આપું છું.”

આ બે અજનબી પ્રેમી પંખીડાંની પ્રેમ કથા વાંચી તમને પણ થશે કે પ્રેમ એ ખરેખર શું ચીજ છે! પ્રેમ નામનું રસાયણ પ્રેમથી ધબકતાં બે હૃદયોને એક રૂપ કરે છે.પ્રેમ માણસના શરીરને નહી પણ એમાં ધબકતા હૃદયને જ ઓળખે છે.

–વિનોદ પટેલ

પ્રેમ શું ચીજ છે વિશેની પ્રતિલિપિ.કોમ પર પ્રકાશિત મારી એક અછાંદસ રચના નીચેની લીંક પર ક્લિક કરીને વાંચો.

પ્રેમ શું છે ?…. અછાંદસ 

 

પ્રેમ અને વાસના

પ્રેમને અને વાસનાથી જુદી પાડતી લીટી બહુ નાજુક છે.ઘણા દાખલાઓમાં બે વ્યક્તિઓ વચ્ચેનું આકર્ષક બળ પ્રેમ નહિ પણ વાસના હોય છે. મોટાભાગે ફિલ્મોમાં બતાવાતો પ્રેમ વાસનાથી દોરવાએલો હોય છે.પ્રતિલિપિ.કોમ પર પ્રકાશિત મારી વાર્તાયુવાની,પ્રેમ અને વાસનામાં વાત કહેવાઈ છે.નીચેની લીંક પર ક્લિક કરીને વાર્તા વાંચી શકાશે.

યુવાની,પ્રેમ અને વાસના …ટૂંકી વાર્તા …

 

just-want-to-say-i-love-my-friends-animation

 

 

( 1006 ) યુટ્યુબ પર દ્રશ્ય – શ્રાવ્ય માધ્યમ દ્વારા પ્રતિલિપિનું આગે કદમ

પ્રતિલિપિ ઍક બેંગ્લોર સ્થિત સોશિયલ નેટવર્કિંગ સ્ટાર્ટ-અપ છે જે ભારતીય ભાષા- સાહિત્ય ને પ્રોત્સાહન આપે છે.પ્રતિલિપિની વેબસાઈટ 14મી સપ્ટેમ્બર ૨૦૧૪ ના રોજ હિન્દી દિવસના મંગલ દિને લૌંચ થયું એ પછી આજ સુધી એણે ગુજરાતી ભાષાના લેખકોને ઉત્તેજન આપવા માટે અભિનંદનીય કામ કર્યું છે.પ્રતિલિપિ એ દિન પ્રતિદિન ઘણી પ્રગતિ કરી હિન્દી, ગુજરાતી, તામિલ,અંગ્રેજી ભાષામાં વિશાળ લેખક અને વાચક વર્ગ ઉભો કર્યો છે.

પ્રતિલિપિ સંસ્થા હવે દ્રશ્ય -શ્રાવ્ય માધ્યમથી ગુજરાતી ભાષાની સેવા માટેનું પગલું ભરી રહી છે.

પ્રતિલિપિનાં પ્રતિનિધિ બ્રિન્દા ઠક્કર એમના ઈ-મેલમાં લખે છે.

આદરણીય લેખકશ્રી,

આપ પ્રતિલિપિ પર લેખક તરીકે એક ઉત્તમ સર્જન કરી રહ્યા છો, તેનો અમને આનંદ છે. આપની આ સફરમાં આપ હજી વધારે શ્રેષ્ઠ બની શકો, ઉત્તમ સર્જન વાચકો સમક્ષ મૂકી શકો તેના માટે અમે પણ પ્રયત્નશીલ છીએ.

અને તેથી જ.. આપ માટે “અભ્યાસ” ની શ્રેણી લાવી રહ્યા છીએ. જ્યાં ગુજરાતના શ્રેષ્ટત્તમ સાહિત્યકારો આપને માર્ગદર્શિત કરશે. શાળા અને કોલેજમાં જેના પાઠ – કાવ્યો – નિબંધો આપણે ભણીને આવ્યા છીએ, તેમના જ દ્વારા આપણને સાહિત્યની ઊંડી ઓળખ પ્રાપ્ત થાય, તે વાત જ કેટલી અદભુત છે ને..!

તો આવો. “અભ્યાસ” મારફતે આપણામાં રહેલી લેખનશક્તિને ઉજાગર કરીએ. કલમને સુંવાળી કરીએ, મજબૂત કરીએ અને શ્રેષ્ઠ કરીએ.

દર શુક્રવારે આપની સમક્ષ ઉપસ્થિત થશે, એક શ્રેષ્ઠ સાહિત્યકાર, જે આપણી સમજમાં થોડો વધારો કરશે. નવું જાણીએ, નવું શીખીએ, શ્રેષ્ઠ બનીએ.

એક નાનકડી ઝલક : 

https://www.youtube.com/watc h?v=mkVvxDbwaYI

યુટ્યુબ પર દ્રશ્ય – શ્રાવ્ય માધ્યમ દ્વારા અમે કરેલા આ પ્રયત્નને આપ વધાવી લેશો તેવી આશા છે. 

આપ યુટયુબ પર “પ્રતિલિપિ ગુજરાતી ” ચેનલ subscribe કરી શકો છો, જેથી તેમાં પ્રતિલિપિ દ્વારા મુકવામાં આવતા દરેક વિડિઓ ની માહિતી આપ નોટિફિકેશન દ્વારા મેળવી શકો. 

Channel Link: 

https://www.youtube.com/ channel/UC0uTNjyOnBzxV-Bm5pMDm qA 

પ્રતિલિપિ સાથે જોડાઈ રહેવા બદલ આભાર 

Brinda Thakkar

Content Marketing Expert

અભ્યાસ.. સૌને માટે https://www.youtube.com/watch?v=mkVvxDbwaYI 

‘Let’s make India well read again’

યુ-ટ્યુબ પર પ્રતિલિપિએ પ્રકાશિત વિડીયોમાંથી કેટલાક ગમેલા વિડીયો….
Published on Jan 24, 2017
પ્રોક્રાસ્ટીનેશન એટલે શું ? પરિસ્થિતિનો સામનો કઈ રીતે કરવો ? સપના જોવા એ મહત્વનું કે એને પૂરા કરવા એ ? આવા જ બીજા પ્રશ્નોનો સચોટ જવાબ આપવા આપણી વચ્ચે છે આજે શ્રી સૌરભ શાહ.

Published on Jan 10, 2017

યુવાની એટલે ધગશ… યુવાની એટલે અધીરાઈ …યુવાની એટલે ઉત્સુકતા… યુવાની એટલે તીખા તમતમાતા પ્રશ્નોની વણઝાર..
એક મુલાકાત યુવાઓના પથદર્શક અને જાણીતા લેખક જય વસાવડા સાથે

સ્વામી વિવેકાનંદના જન્મ દિન નિમિતે એક સુંદર નિરૂપણ

પ્રતિલિપિ.કોમ પર પ્રકાશિત મારી કેટલીક સાહિત્ય રચનાઓ વાંચવા માટેની લીંક  ..  

http://gujarati.pratilipi.com/search?q=%E0%AA%B5%E0%AA%BF%E0%AA%A8%E0%AB%8B%E0%AA%A6+%E0%AA%AA%E0%AA%9F%E0%AB%87%E0%AA%B2+

( 826 ) પ્રતિલિપિના વાર્તા માસિક “સંકેત ” માં મારી વાર્તા ” સાર્થક સંદેશ “

પ્રતિલિપિના મંચ પરથી ગુજરાતી વાર્તાઓ માટેનું “સંકેત “ નામનું ઈ-મેગેઝીન દર મહીને નિયમિત પ્રકાશિત કરવામાં આવે છે.આજ સુધીમાં એના ૫ અંકો બહાર પડી ચુક્યા છે.

સંકેત માસિકનો ડીસેમ્બર ૨૦૧૫ માટેનો અંક : ૫ જે પ્રગટ થયો છે એમાં કુલ ૨૭ લેખકો /લેખિકાઓની વાર્તાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે.

એક ઈ-બુક જેવા આ સંકેત માસિકની વાર્તાઓ વાંચવાનો લાભ વાચકોએ લેવા જેવો છે.

આ અંકમાં ૧૨ મા નંબર પર મારી વાર્તા ” સાર્થક સંદેશ “  પણ તમને વાંચવા મળશે.

આ વાર્તામાં ગુડ ફ્રાઈડેના પવિત્ર દિવસે એક ચર્ચના પાદરી ફાધર ડેવિડ એમનું પ્રવચન આપવા જ્યારે એમની કારમાં જતા હોય છે ત્યારે વચ્ચે માર્ગમાં જાતે એક માનવતાનું કામ કરી બતાવી કેવી રીતે ગુડ ફ્રાઈડેના એમના સંદેશને સાર્થક કરી બતાવે છે એ વાર્તામાં વણી લીધેલ વાત તમને જરૂર ગમે એવી છે.

આ વાર્તાની ચરમ સીમા અને ખરો સંદેશ એના છેલ્લા વાક્યમાં રહેલો છે.

મારી વાર્તા નંબર ૧૨ વાંચવા માટે નીચેની લીંક પર ક્લિક કરીને પ્રતિલિપિના સંકેત માસિક સુધી પહોંચી જાઓ.

૧૨.”સાર્થક સંદેશ “… વાર્તા…..વિનોદ પટેલ 

http://www.pratilipi.com/read?id=5699553617510400

 

 

 

( 771 ) પ્રતિલિપિ.કોમ એ શરુ કર્યું વાર્તાઓનું ઈ-મેગેઝિન- ‘સંકેત’

પ્રતિલિપિ.કોમએ માતૃભાષાના લેખકોને તેમના વાચકો સાથે જોડતું એક ઓન લાઈન સેલ્ફ પબ્લીશીંગ પ્લેટફોર્મ છે.

એમાં હાલ ગુજરાતી /હિન્દી / તમિલ એમ ત્રણ ભાષાઓનું સાહિત્ય તમે માણી શકો છો.ટૂંક સમયમાં જ તેમાં મરાઠી ભાષાનું સાહિત્ય પણ વાંચવા માટે ઉપલભ્ધ બનશે. આમ તમામ ભારતીય ભાષાઓના સાહિત્યને એક મંચ ઉપર લાવવાનું કામ પ્રતિલિપિએ હાથ પર લઇને સુંદર સાહિત્ય સેવા બજાવી છે એ બદલ એને અભિનંદન ઘટે છે.

સાહિત્યિક પ્રવૃતિઓમાં અગ્રેસર એવાં લેખિકા નિમિષા દલાલ થોડા સમયથી પ્રતિલિપિ ટીમમાં ગુજરાતી વિભાગ સંભાળે છે.ગુજરાતી સાહિત્યને વિશાળ ફલક પર પહોચાડવા માટે પ્રતિલિપિ.કોમના મંચ ઉપરથી ઓગસ્ટ ૨૦૧૫ થી ” સંકેત ” એ નામે વાર્તાઓનું નવું ઈ- મેગેઝીન લોન્ચ કરવામાં આવ્યું છે . આ વાર્તા મેગેઝિનનાં સંપાદિકા તરીકે શ્રીમતી નિમિષા દલાલ રહેશે.

વાર્તા માસિક- સંકેત , પ્રથમ અંક : ૧ : ઓગસ્ટ ૨૦૧૫ નું મુખ પૃષ્ઠ 

sanket magazin

સંપાદિકા : નિમિષા દલાલ ગુજરાતી વિભાગ ,પ્રતિલિપિ.કોમ

આ પ્રથમ અંકના લેખક/લેખિકાઓ

સ્મિતા શાહ, રેખા શુક્લ, રશ્મિ જાગીરદાર, સરયૂ પરીખ, કલ્પના રઘુ, ખુશાલી દવે, જય ગજ્જર, વિનોદ પટેલ, સેજલ પોંડા, સુરેશ જાની, ગુણવંત વૈદ્ય, ડો.કે.કે.દેસાઈ, રવિ યાદવ, અનસૂયા દેસાઈ, કામિની મહેતા, ભજમન નાણાવટી, સપના વિજાપુરા, વિજય શાહ, બકુલેશ દેસાઈ, વલીભાઈ મુસા, નટવર મહેતા, રોહિત કાપડિયા, કલ્પના ચૌધરી, મીનાક્ષી વખારિયા, પ્રવીણકાંત શાસ્ત્રી.
ભગવતીકુમાર શર્મા, રવીન્દ્ર પારેખ, નિમિષા દલાલ.

સંકેત વાર્તા માસિકના ઓગસ્ટ ૨૦૧૫ના આ પ્રથમ અંકની વાર્તાઓ વાંચવા માટે નીચેની લીંક પર ક્લિક કરો.

http://www.pratilipi.com/team-pratilipi/sanket

 

આ વાર્તા મેગેઝીનમાં પ્રકાશિત મારી વાર્તા વાંચવા માટે નીચેની લીંક પર ક્લિક કરો.  

સાચો પ્રેમ કદી ઘરડો થતો નથી …. વાર્તા ….વિનોદ પટેલ 

પ્રતિલિપિ .કોમના મંચ પરથી પ્રકાશિત મારું ઈ-પુસ્તક “કુસુમાંજલિ “, કાવ્યો, વાર્તાઓ , ચિંતન લેખો વી. સાહિત્ય વાંચવા માટે નીચેની લીંક પર ક્લિક કરો.

http://www.pratilipi.com/vinod-patel

 સંપર્ક –

 નિમિષા દલાલ

ફોન નંબર   ૯૯૨૫૬ ૨૪૪૬૦

ટીમ પ્રતિલિપિ 

પ્રતિલિપિમાં ગુજરાતી ભાષાનો વિભાગ સંભાળતાં બે ઉત્સાહી પ્રતિનિધિઓ  

nimisha- modi

નિમિષા દલાલ અને સહૃદયી મોદી 

( 750 ) પ્રતિલિપિ દ્વારા “માય ડેડી સ્ટ્રોંગેસ્ટ” ઈ- પુસ્તકનું પ્રકાશન ….

ફાધર્સ ડે વખતે આ દિવસ નિમિત્તે Pratilipi પ્રતિલિપિ प्रतिलिपि સંસ્થા તરફથી ” My daddy strongest “ વિષય ઉપર એક લેખન સ્પર્ધા યોજવામાં આવી હતી. આ સ્પર્ધામાં  72 લેખક -લેખિકાઓએ ભાગ લીધો હતો.

આ સ્પર્ધાનું જે પરિણામ જાહેર થયું હતું એમાં સુ.શ્રી સ્નેહા એચ.પટેલની કૃતિ ” મારા જીવનની ક્ષણો ” પ્રથમ નંબરનું ઇનામ જીતી ગઈ હતી.

ટોપ – ટ્વેંટી સ્પર્ધકોનાં નામ તથા પરિણામ :

Sahradayi Modi's photo.
 

pratilipi

પ્રતિલિપિ દ્વારા “માય ડેડી સ્ટ્રોંગેસ્ટ” ઈ- પુસ્તકનું પ્રકાશન  

ફાધર્સ ડે ના ઉપક્રમે પ્રતિલિપિ.કોમ પર યોજાયેલ “માય ડેડી સ્ટ્રોંગેસ્ટ” સ્પર્ધામાં આવેલ આ કુલ ૭૨ રચનાઓમાંથી વાચકોની પસંદ બનેલી પ્રથમ વીસ રચનાઓનો સમાવેશ કરીને આ પ્રતિલિપિ સંસ્થા દ્વારા એક ઈ-પુસ્તકનું પ્રકાશન કર્યું છે એ ખુબ જ ખુશીની વાત છે .

 

પ્રતિલીપીનાં પ્રતિનિધિ સુ.શ્રી સહૃદયી મોદી આ ઈ-પુસ્તકની જાહેરાત કરતાં જણાવે છે કે …..

 

” ફાધર્સ ડે ના ઉપક્રમે પ્રતિલિપિ.કોમ પર યોજાયેલ “માય ડેડી સ્ટ્રોંગેસ્ટ” સ્પર્ધામાં આવેલ કુલ ૭૨ રચનાઓમાંથી વાચકોની પસંદ બનેલી પ્રથમ વીસ રચનાઓને એક ઈ-બુકના સ્વરૂપે આપ સહુની સમક્ષ પ્રેષિત કરી રહ્યા છીએ. 

આ ઈ-બુકમાં સમાવિષ્ટ દરેક વાર્તાના કૉપીરાઇટસ જે – તે લેખક / લેખિકાના હોઈ , ઉપયોગમાં લેવા રચનાકારની પરવાનગી લેવી આવશ્યક છે. અમે ભાગ લેનાર દરેક સ્પર્ધકનું તથા ટોપ ટ્વેંટીમાં સ્થાન પામનાર રચનાકારોનું દિલથી અભિવાદન કરીએ છીએ. “

“માય ડેડી સ્ટ્રોંગેસ્ટ” ઈ-પુસ્તક વાંચવા માટે નીચેના ચિત્ર ઉપર ક્લિક કરો.

 
MY DADY -E-BOOK

દરેક મનુષ્યના વ્યક્તિત્વ ઘડતરમાં એક માતા જેટલો જ પિતાનો ફાળો હોય છે એ ઘણીવાર ભૂલી જવાય છે. દર વરસે આવતા ફાધર્સ ડે ના દિવસે સૌ સંતાનો પિતાને યાદ કરી એમની સેવાઓ અને ત્યાગને એક યા બીજી રીતે નવાજે છે.

FATHER'S DAYઘર અને બાળકો સંભાળવાની જવાબદારી માતાની હોય છે તો કુટુંબના નિભાવની જવાબદારી માથે લઈને પરિશ્રમ અને સંઘર્ષ કરવામાં એક સાચો પિતા કદી કચાસ રાખતો નથી. એના બાળકની આંગળી પકડીને એને પટાવી -સમજાવીને નિશાળે લઇ જનાર એક પિતા જ હોય છે જ્યાં ગુરુઓ પાસેથી  શિક્ષણ પામી બાળકના ભાવિનો પાયો રચાય છે.

અમેરિકાના હાલના પ્રેસીડન્ટ બરાક ઓબામાના આફ્રિકન પિતા બરાક ઓબામા સીનીયર એમને બાળપણમાં જ એમની માતા અને નાના નાનીના આશરે છોડીને એમના દેશ આફ્રિકા ચાલ્યા ગયા હતા . એમના બાળપણમાં તેઓએ એમના પિતાને ફક્ત બે વખત જ ટૂંકી મુલાકાતમાં જોયા હતા .

આ સંજોગોમાં એમને એમના પિતાનો જરાએ પ્રેમ ના મળ્યો એનો તેઓ એમના ફાધર્સ ડે ઉપરના પ્રવચનમાં ઘણીવાર અફસોસ વ્યક્ત કરતા હોય છે.પ્રેસિડન્ટ બરાક ઓબામાને એમના પિતા પાસેથી જે પ્રેમ ન મળ્યો એનો વ્યાજ સાથે બદલો એમની બે દીકરીઓ મલીયા અને શાશા પ્રત્યે પ્રેમ દર્શાવીને તેઓ કેવી રીતે વાળી રહ્યા છે અને એક પિતા તરીકેની આબાદ જવાબદારી નિભાવી રહ્યા છે એ આપણે નજરે જોઈએ છીએ.

આ ઈ-પુસ્તકના લેખો/ વાર્તાઓ/કાવ્યમાં દરેક લેખકે પિતાને યાદ કરી જીવનમાં પિતાએ આપેલ અમુલ્ય ફાળો, ત્યાગ અને પિતાની ગરિમાની મન મુકીને વાતો કરી જે સુંદર પિતૃ અંજલી આપી છે એથી આ ઈ-પુસ્તક એક યાદગાર સંભારણું છે બની રહેશે.

આ ઈ-પુસ્તકમાં મારા સ્વર્ગસ્થ પિતાશ્રીના જીવનની સત્ય કથા પર આધારિત વાર્તા “કર્મ યોગી” – ૧૩ મા ક્રમે છે એને વાંચવા માટે વિનંતી છે.

Sahradayi Modi

Sahradayi Modi

આ ઈ-પુસ્તક બહાર પાડવા માટે સાહિત્યના ક્ષેત્રમાં ખુબ જ પ્રગતી સાધી રહેલ પ્રતિલિપિનાં ઉત્સાહી પ્રતિનિધિ સુ.શ્રી સહૃદયી મોદી અને ટીમને અભિનંદન ઘટે છે.ઈ-બુકમાં સમાવિષ્ટ સાહિત્યના લેખકો/લેખિકાઓ અને અન્ય સૌ સ્પર્ધકોને પણ અભિનંદન

પિતાના ગુણ ગાન કરતો મને ખુબ ગમતો એક સુંદર યુ-ટ્યુબ વિડીયો .

આ વિડીયોમાં ગાયક Paul Enka પિતાને યાદ કરીને એના કર્ણ મધુર સ્વરે એના સ્વર્ગસ્થ પિતાને એક હૃદય સ્પર્શી શ્રધાંજલિ આપે છે.

આ અંગ્રેજી ગીત સાંભળીને દરેક વાચકને પોતાના પિતાના જીવનની જ જાણે વાત ગાયક કરતો ન હોય એવું લાગે તો નવાઈ નહિ .

MY PAPA – Paul Enka