વિનોદ વિહાર

ગુજરાતી ગદ્ય-પદ્ય સર્જનની આનંદ યાત્રા

Tag Archives: પ્રેરક સત્ય કથાઓ .સંકલન

( 935 ) બે પ્રેરક સત્ય કથાઓ ..(1) સફળ થવા માટે અંધત્વ આડે નથી આવતું ..(2) ગરીબ વિદ્યાર્થીઓ માટે પેટે પાટા બાંધતો ગણીતનો ચેમ્પિયન

મારા મુંબાઈ નિવાસી નેટ મિત્ર શ્રી મહેન્દ્રભાઈ ઠાકરે એમના ઈ-મેલમાં મુંબઈ સમાચારમાં પ્રગટ બે ખુબ જ પ્રેરક સત્ય કથાઓ મોકલી છે. આ ખુબ જ પ્રેરણાદાયી સત્ય કથાઓ વાંચતાં જ મને ગમી ગઈ.

મનુષ્યો બે પ્રકારના હોય છે . કેટલાક મનુષ્યો દરેક સવારે જોએલાં સ્વપ્નોને ભૂલી જઈને ફરી ઊંઘી જાય છે તો કેટલાક વિરલાઓ ઊંઘ ખંખેરીને ઉભા થઇ જાય છે અને જોએલાં સ્વપ્નોને સાકાર કરવા માટે દ્રઢ નિશ્ચયી અને પરિશ્રમી બની એની પાછળ મચી પડે છે અને સફળતાને વરીને જ ઝંપે છે.

આ બે સત્ય કથાઓ એવા બે મળવા જેવા વિરલ વ્યક્તિઓની છે જેઓએ એમનાં સેવેલાં સ્વપ્નોને સાકાર કરી બતાવ્યાં છે.

પ્રથમ વાર્તાના નાયક નવ યુવાન શ્રી કાંતને જન્મથી જ અંધત્વનો પડકાર સહન કરવાનો સમય આવ્યો એમ છતાં એનાં સ્વપ્નો સાકાર કરી સફળતાને વરવા માટે એનું અંધત્વ આડે ના આવ્યું .બંધ આંખોએ એણે સ્વપ્નાં જોયાં અને એને પૂરાં પણ કરી બતાવ્યાં.અંધાપો આ માણસ ને રોકી ના શક્યો.

બીજી વાર્તા ગુરુ પૂર્ણિમાના પર્વને અનુરૂપ,ગરીબ વિદ્યાર્થીઓ માટે પેટે પાટા બાંધીને ફી લીધા વિના શીખવનાર ગણિતમાં ચેમ્પિયન મનાતા ગુરુ, ટપાલ ખાતાના મામુલી પગારવાળા કર્મચારીના પુત્ર આનંદ કુમારની છે .

આ બે લેખો વિનોદ વિહારના વાચકોને પણ ગમે એવા હોઈ શ્રી ઠાકર, વાર્તા લેખકો અને મુંબઈ સમાચાર ના આભાર સાથે આજની પોસ્ટમાં પ્રસ્તુત કરું છું.

આશા છે આપને આ બે જીવન પ્રેરક સત્ય કાથો ગમશે.

સફળ થવા માટે અંધત્વ આડે નથી આવતું

કવર સ્ટોરી – દિવ્યાશા દોશી


૨૫ વર્ષ પહેલાં આન્ધ પ્રદેશના મચ્છલીપટ્ટનમ ગામમાં શ્રીકાંતનો જન્મ થયો ત્યારે પડોશીઓએ તેના માતાપિતાને કહ્યું હતું કે આ દીકરાને જીવતો રાખવામાં કોઈ ફાયદો નથી. તેને ઉછેરવામાં જેટલી તકલીફ થશે તે કરતાં તે ન જીવે તેવી દુવા કરવી સારી. પણ શ્રીકાંતના માતાપિતાએ ગામવાળાઓની વાત સાંભળી નહીં. ખૂબ પ્રેમ અને જતનથી શ્રીકાંતનો ઉછેર કર્યોં. શ્રીકાંત બોલ્લા જન્મથી જ અંધ છે.

આજે શ્રીકાંત ૫૦ કરોડની બોલન્ટ ઈન્ડસ્ટ્રીઝનો સીઈઓ છે જેમાં કામ કરનારા ૫૦ ટકા કર્મચારીઓ ડિસએબલ (દિવ્યાંગ) છે.

આ આખી સત્ય કથા મુંબઈ સમાચારના સૌજન્યથી 

નીચેના ચિત્ર પર ક્લિક કરીને વાંચો.

Purush

============

(તા. ૧૯ મી જુલાઈ ૨૦૧૬ના મુંબઈ સમાચાર ની પુર્તિ “પુરુષ” માંથી સાભાર  )

ટપાલ ખાતાના મામુલી પગારવાળા કર્મચારીના ગણિતમાં ચેમ્પિયન પુત્ર આનંદ કુમારે ગરીબ વિદ્યાર્થીઓને ફી વગર ભણાવ્યા અને વિદ્યાર્થીઓએ ગુરુને વિશ્વ વિખ્યાત બનાવી દીધા.

ગરીબ વિદ્યાર્થીઓ માટે પેટે પાટા બાંધતો

ગણીતનો ખાં

વાત મળવા જેવા માણસની
અનીશ ઈનામદાર

                   ( નીચેની બે લીંક પર ક્લિક કરીને વાંચો )