વિનોદ વિહાર

ગુજરાતી ગદ્ય-પદ્ય સર્જનની આનંદ યાત્રા

Tag Archives: બરાક ઓબામા

( 968 ) ઓબામાના માઠા દિવસો…… હૉલીવૂડ કી બાતેં …… જય ફર્નાન્ડિસ

ઓબામાના માઠા દિવસો

હૉલીવૂડ કી બાતેં – જય ફર્નાન્ડિસ

obama-articleએવું કહેવાય છે કે ઈશ્વર એક દરવાજો બંધ કરી દે ત્યારે બીજો ખોલી નાખતો હોય છે. બે ટર્મ સુધી મહાસત્તા અમેરિકાનું પ્રમુખપદ શોભાવનાર બરાક ઓબામા આવતે મહિને રાજકારણને અલવિદા કરી રહ્યા છે ત્યારે તેમની ચિત્રપટ કારકિર્દી શરૂ થવાના પડઘમ વાગી રહ્યા છે. અલબત્ત ૧૦મી સપ્ટેમ્બરે ટૉરોન્ટો ફિલ્મ ફેસ્ટિવલમાં એમની જીવનકથની પર આધારિત ફિલ્મ ‘બૅરી’નો પ્રીમિયર શો થઇ ગયો છે અને હવે ૧૬ ડિસેમ્બરે એ ફિલ્મ રિલીઝ થવાની છે. ઉપર જણાવેલી કહેવત તેમને એકદમ અનુરૂપ નથી, પણ એના અર્થનું તેમના માટે મહત્ત્વ છે ખરું.

રસપ્રદ વાત એ છે કે ટૉરોન્ટો ફિલ્મ ફેસ્ટિવલમાં હાજર રહેલો કરણ જોહર ઓબામાને ફિક્શન ફિલ્મ (માય નેમ ઇઝ ખાન)માં ચમકાવનાર કદાચ પહેલો નિર્માતા છે. કરણની ફિલ્મ ૨૦૧૦ના ફેબ્રુઆરીમાં આવી હતી. એ જ વર્ષે પહેલી જુલાઇએ ડેમિયન દીમિત્ર નામના ઇન્ડોનેશિયન ફિલ્મમેકરે બનાવેલી ઘઇઅખઅ અગઅઊં ખઊગઝઊગૠ ફિલ્મ રજૂ થઇ હતી. જોકે, આ ફિલ્મમાં ઓબામાના બાળપણની કથા માંડવામાં આવી હતી. હવે પખવાડિયામાં ઓબામા વ્હાઇટ હાઉસને બાય બાય કરી રહ્યા છે ત્યારે જાણે કે તેમની નવી કરિયરનો પ્રારંભ થવા જઇ રહ્યો છે. ઓબામા રૂપેરી પડદે જોવા મળશે. જોકે, આ વાત ઘણા લોકોને બહુ નવાઇ પમાડનારી નથી લાગી રહી. છેલ્લા કેટલાંક વર્ષોમાં સૌથી વધુ ગાજેલા અને સૌથી વધુ ચર્ચાસ્પદ પ્રમુખ તરીકે તેમની નામના છે. એનું મુખ્ય કારણ તેમને મળેલું જનતાનું પીઠબળ છે એમ ચોક્કસ કહી શકાય. પ્રમુખશ્રી રાત્રિના ટૉક શોમાં એટલા નજરે પડી રહ્યા છે કે તેમની તુલના ક્યારેક હૉલીવૂડના યંગ સ્ટાર્સ સાથે કરવામાં આવે છે. એક ખાસ વાત જણાવવી જોઇએ કે આ વર્ષે જ ઑગષ્ટ મહિનામાં ‘સાઉથસાઇડ વીથ યુ’ નામની ફિલ્મ રિલીઝ થઇ હતી જેમાં બરાક ઓબામા અને મિશેલ રૉબિન્સન (પરણ્યા પછી મિશેલ ઓબામા)ની ૧૯૮૯ની પહેલી પ્રણય સાંજ પર ફોકસ રાખવામાં આવ્યું છે. ડિસેમ્બરમાં રજૂ થનારી ‘બૅરી’માં ૧૯૮૧માં યુનિવર્સિટીમાં ભણતા ઓબામાને કેન્દ્રમાં રાખવામાં આવ્યા છે. ફિલ્મનો નાયક કશાકની શોધમાં નીકળ્યો છે. મજાની વાત એ છે કે એના ૩૫ વર્ષ પછી પણ આ બાબત અમેરિકાને એટલી જ લાગુ પડે છે.

obama-cartoon-faceફિલ્મના દિગ્દર્શક છે ઇન્ડિયન અમેરિકન ડિરેક્ટર વિક્રમ ગાંધી. રસપ્રદ વાત એ છે કે ઓબામા ભણ્યા હતા એ કોલંબિયા યુનિવર્સિટીમાં જ વિક્રમ ગાંધીએ વિદ્યાભ્યાસ કર્યો હતો. આમાં ઉમેરણ એ છે કે ઓબામા એક સમયે રહેતા હતા એ ૧૦૯ નંબરની સ્ટ્રીટના બિલ્ડિંગની પડખેના મકાનમાં જ વિક્રમ પણ થોડો સમય માટે રહ્યો હતો. ફિલ્મની વાર્તાનું પોત ગંભીર છે, પણ દિગ્દર્શકે એને હળવી બનાવવાનો પ્રયાસ કર્યો છે જેથી દર્શકોને ફિલ્મ ભારેખમ ન લાગે. ફિલ્મોના અભ્યાસુઓના મતે આ ફિલ્મને વિવેચકો વખાણશે અને સાથે સાથે બૉક્સ ઑફિસ પર પણ ઠીક ઠીક આવકાર મળશે. હા, એકાદ બે અવૉર્ડ કદાચ લઇ જશે, પણ એ ધમાકો નહીં કરે. એમ તો ઓબામાએ પણ ક્યાં કોઇ ધમાકો કર્યો?

સૌજન્ય- મુંબઈ સમાચાર.કોમ 

( 941 ) અમેરિકાના ૪૪ મા પ્રેસીડન્ટ બરાક ઓબામા ના ૫૫ મા જન્મ દિવસે અભિનંદન અને શુભેચ્છાઓ ….

Obama Family-Portrait- Sept. 1, 2009. (Official White House Photo) Photo by Annie Leibovitz

Obama Family-Portrait- Sept. 1, 2009. (Official White House Photo)-Photo by Annie Leibovitz

૪ થી ઓગસ્ટ ૨૦૧૬ એ હાલના અમેરિકાના ૪૪મા પ્રેસીડન્ટ બરાક હુસેન ઓબામાનો ૫૫ મો જન્મ દિવસ છે .

બરાક ઓબામાને હાર્દિક અભિનંદન અને અનેક શુભેચ્છાઓ.

પ્રમુખ ઓબામાની બીજી ટર્મ હવે જાન્યુઆરી ૨૦૧૭ માં પૂરી થઇ જશે.નવેમ્બર ૨૦૧૬ ની ચુંટણીમાં જો હેલેરી ક્લીન્ટન જીતી જશે તો અમેરિકાના ઇતિહાસમાં પ્રથમ વાર જ એક મહિલા અમેરિકાના પ્રેસિડન્ટ તરીકે ચૂંટાઈ આવશે તો અમેરિકાના રાજકીય ઇતિહાસમાં એક નવું પ્રકરણ ઉમેરાઈ જશે.જોઈએ શું થાય છે !

અમેરિકાના ઇતિહાસમાં પ્રથમ વાર જ એક અશ્વેત–આફ્રિકન અમેરિકન બરાક ઓબામાને ૨૦૦૮ની ચુંટણીમાં ૪૪મા પ્રેસિડન્ટ તરીકે વિશાળ જનાદેશથી ચૂંટીને અમેરિકાની રાજકીય તારીખમાં એક નવું પ્રકરણ ઉમેયું હતું.

આ પ્રસંગને અનુરૂપ રચેલ મારી એક અછાંદસ રચના …

ઈતિહાસ કહે છે,બ્લેક મજુરોના હાથે,
વર્ષો અગાઉ બંધાયું’તું વ્હાઈટ હાઉસ,
એ જ “વાઈટ હાઉસ”માં રહે છે હવે,
એક “બ્લેક પ્રમુખ” નો  પરિવાર .
વિશ્વ આખાએ આશ્ચર્યથી જોયો હતો,
અમેરિકી લોકશાહીનો આ ચમત્કાર.
“યસ વી કેન” ના “ઓબામા મંત્ર”નું
આ હતું એક સાક્ષાત મૂર્ત સ્વરૂપ !
બધું શક્ય છે અમેરિકી લોક્શાહીમાં,
વિશ્વમાં એવો દ્રઢ થયો હતો વિશ્વાસ.

નીચેના વિડીયો પરથી ઓબામાની બહુ રંગી જીવન પર ચિત્રો સાથે સરસ પ્રકાશ ફેંકે છે.એમાંથી એમના જીવનની ઘણી નવી વિગતો જાણવા મળશે.

A Mother’s Promise: Barack’s Biography

ઓબામાની માતા એન ડનહામનો ઓબામાના જીવન પર ઘણો પ્રભાવ હતો . આ વિડીયોમાં એ સ્પષ્ટ થાય છે.

NBC News: Ann Dunham

ઓબામાની બહેન માયા (Maya Soetoro-Ng) એમના ભાઈ વિષે આ વિડીયોમાં સારી માહિતી પૂરી પાડે છે.

Maya Soetoro-Ng: My Brother is the President of the United States

આ વિડીયોમાં ફર્સ્ટ લેડી મિશેલ ઓબામા ફાધર્સ ડે નિમિત્તે એમના પતિ બરાક ઓબામાનું એક પિતા તરીકેનું સુંદર બયાન કરે છે .

Happy Father’s Day from First Lady Michelle Obama

ફર્સ્ટ લેડી મિશેલ ઓબામા વિષે આ વિડીયોમાંથી જાણવા મળશે.

Michelle Obama: South Side Girl

તારીખ ૨૧મી જાન્યુઆરી ૨૦૧૨ના રોજ માર્ટીન લ્યુથર કિંગ દિવસે લાખ્ખો માણસો ની જન મેદની સમક્ષ એક રંગોરંગ સમાંરભમાં અમેરિકાના ૪૪મા પ્રેસીડન્ટ તરીકે બીજી વાર શપથ લઈને બરાક ઓબામાએ એમની ઐતિહાસિક બીજી ટર્મ ધમાકેદાર કાર્યક્રમો વચ્ચે શરુ કરી હતી.

નવેમ્બર ૨૦૧૨ની બીજી ટર્મની ચૂંટણી વખતે ડેમોક્રેટિક પક્ષના કન્વેન્શનમાં બરાક ઓબામાએ આપેલ જુસ્સાદાર પ્રવચન ના આ વિડીયોમાં એમનો નવી ટર્મનો એજન્ડા રજુ કરે છે. જો કે રીપબ્લીકનોની નિષ્ક્રિયતા અને અસહકારમય વલણોથી એને પૂરો કરી નથી શકાયો એ જુદી વાત છે.

President Barack Obama’s Remarks at the 2012 Democratic National Convention – Full Speech

 Read Complete Biography on Wikipedia

44th President Barack Obama Jr.

44th President Barack Obama Jr.

( 647 ) અમેરિકન પ્રેસીડન્ટ ઓબામાની ભારત યાત્રા પર થોડી હાસ્ય યાત્રા

અમેરિકાના ૪૪ મા પ્રેસીડન્ટ બરાક ઓબામા ભારતના રાષ્ટ્રીય પર્વ -૨૬ મી જાન્યુઆરીના પ્રજાસત્તાક દિવસના આમંત્રિત મુખ્ય મહેમાન તરીકે એમનાં પત્ની મિશેલ ઓબામા સાથે પાટનગર દિલ્હીમાં પધાર્યા હતા.એમનું ધમાકેદાર સ્વાગત કરવામાં આવ્યું હતું.

૨૫ મી જાન્યુઆરી ૨૦૧૫ ના રોજ સવારે એમના આગમનથી ૨૭મી જાન્યુઆરીની બપોરે વિદાય થયા ત્યાં સુધી તેઓ લગભગ ૫૨ કલાક દિલ્હીમાં રોકાયા હતા. આ વખતે ઓબામાએ ભારતના પ્રેસીડન્ટ મુખર્જી અને વડા પ્રધાન મોદી સાથે સારો એવો સમય વિતાવી વિવિધ કાર્યક્રમોમાં હાજરી આપી સૌ ભારતીયોનાં દિલ જીતી લીધાં હતાં અને ભારત અને અમેરિકાની મૈત્રી સંબંધોને વધુ મજબુત બનાવ્યા હતા.

એમના દિલ્હીના રોકાણ પ્રસંગની અનેક તસ્વીરો તમે અખબારો. ટી.વી. ઈન્ટરનેટ ,વિડીયોમાં જોઈ હશે. પણ આજની પોસ્ટમાં જે તસ્વીરો મૂકી છે એ કદાચ તમે ના પણ જોઈ હોય !

તમોને કદાચ ખબર નહીં હોય કે ઓબામા-મિશેલ એમના વ્યસ્ત કાર્યક્રમોમાંથી ગાપચી મારીને છુપા વેશે કાશ્મીર ,દિલ્હી શહેર તથા આગ્રાના તાજ મહાલ તથા ઊંટ સવારી જેવી સહેલની મજા માણી આવ્યા હતા !

માન્યામાં નથી આવતું ? તો જોઈ લો એક બેખબરપત્રીએ ઝડપેલ  એમની  ભારત યાત્રાને આવરી લેતી શ્રી ચીમન પટેલ (હ્યુસ્ટન )એ ઈ-મેલમાં મોકલેલ ઈન્ટરનેટમાંથી પ્રાપ્ત કેટલીક અદભૂત તસ્વીરોનો આ સ્લાઈડ -શો.

ઓબામા -મિશેલ ભારત યાત્રા – સ્લાઈડ શો.

(Photoshop skill- Hitesh Mathur)

બરાક ઓબામા અને મિશેલએ વેશ પલટો કરીને કરેલી આ બધી સહેલગાહો વિષે વિગતે માહિતી અંગ્રેજીમાં વાંચવા માટે

 Mike Ghouse for India ની આ લીંક પર ક્લિક કરશો.

પ્રેસીડન્ટ ઓબામા અને મિશેલ ઓબામા ૨૦૧૦ માં પણ સાથે ભારતની યાત્રાએ આવ્યા હતા .ભારતની બે વાર યાત્રા કરનાર ઓબામા અમેરિકાના પ્રથમ પ્રેસીડન્ટ છે.એમની ૨૦૧૦ની યાત્રા વખતે મુંબઈની એક શાળામાં વિદ્યાર્થીઓ સાથે તેઓ બન્ને મન મુકીને  નાચ્યા હતા એનો આ વિડીયો જોઇને તમને જરૂર રમુજ પડશે.

Michelle Obama dance with Indian children in Mumbai, 2010

https://www.youtube.com/watch?v=mxpvoPdi52E

યુ-ટ્યુબના સૌજન્યથી પ્રસ્તુત “અમેરિકાથી આયા મેરા દોસ્ત નામનો નીચેનો  કાર્ટુન વિડીયો પણ ખુબ મજાનો છે.

અમેરિકાથી આયા મેરા દોસ્ત- કાર્ટુન વિડીયો 

So Sorry: America se aaya mera dost

અમેરકામાં વાઈટ હાઉસના  વહીવટી તંત્રે ઓબામાની ભારત યાત્રાને આવરી લેતો એક સરસ એક વિડીયો બનાવ્યો છે, એમાં પણ છેલ્લે ઉપરના કાર્ટુનનો એક અંશ પણ બતાવ્યો છે.

આ વિડીયોમાં રીક્ષામાં બેસીને જે ભાઈ વાત કહી રહ્યા એ KAL PENN એ ઓબામા વહીવટી તંત્રમાં જે ઘણા ભારતીય અમેરિકનો કામ કરે છે એમાંના એક છે .વળી એ હોલીવુડની ફિલ્મોમાં એક એકટર તરીકે પણ જાણીતા છે.  

એમનો આ વિડીયો આ રહ્યો. 

 

( 636 ) અમેરિકાના ઓબામા વહીવટી તંત્રમાં ઉચ્ચ હોદ્દા ઉપર નીમાએલા બે ઇન્ડીયન અમેરિકનોનો પરિચય

 અમેરિકાના પ્રેસિડન્‍ટ બરાક ઓબામા ભારતના પ્રજાસત્તાક  દિનની ઉજવણી માટે ૨૬ જાન્‍યુ ૨૦૧૫ના રોજ આ પ્રસંગે મુખ્‍ય મહેમાન તરીકે એમનાં પત્ની મિશેલ ઓબામા સાથે અને એમના એમના વહીવટી તંત્રના મોટા કાફલા સાથે આવી રહ્યા છે. 

અમેરિકાના પ્રેસિડન્‍ટ બરાક ઓબામા ભારતીયો ઉપર ઓળઘોળ

તાંજેતરમાં જ અમેરીકાના પ્રમુખ બરાક ઓબામાએ ભારતીય મૂળના – ઈન્‍ડિયન અમેરિકન ૩૭ વર્ષના ડૉ. વિવેક મૂર્તિની અમેરિ કાના સર્જ્યન જનરલ તરીકે અને બીજા એક ઈન્‍ડિયન અમેરિકન શ્રી રાહુલ રિચર્ડ વર્માની ભારત ખાતેના અમેરિકાના નવા રાજદૂત તરીકે નિમણુક કરીને ભારત અમેરિકાના સંબંધોમાં એક નવા ઈતિહાસની શરૂઆત કરી છે.

ચાલો, પ્રેસીડન્ટ ઓબામાના વહીવટી તંત્રમાં ખુબ ઊંચા હોદ્દે નીમાએલા આ બે ભારતીય મૂળની વિશિષ્ઠ વ્યક્તિઓનો પરિચય મેળવીએ.

આખા અમેરિકાનો ડૉક્ટર – ઇન્ડિયન-અમેરિકન- ડૉ. વિવેક મૂર્તિ…. એક પરિચય

 અમેરિકાના સર્જ્યન જનરલ ડૉ. વિવેક મૂર્તિ – પ્રેસીડન્ટ ઓબામા સાથે 

માત્ર ૩૭ વર્ષના ડૉ. વિવેક મૂર્તિની ભારે રાજકીય વિવાદો અને વિરોધ વચ્ચે અમેરિકાના સર્જ્યન જનરલ તરીકે તાજેતરમાં  જ નિમણૂક થઈ છે . અમેરિકાના વહીવટી તંત્રમાં આ અગત્યનો હોદ્દો સંભાળનાર આજ સુધીના ડોકટરોમાં – ડૉ. વિવેક મૂર્તિ સૌથી યુવાન ડૉક્ટર છે.

 યુવાન વયે આ હાઈપ્રોફાઇલ પોસ્ટ પર બિરાજનારા વિવેક મૂર્તિ અને તેમને મળેલી આ પોસ્ટ વિશે જાણવા જેવું છે..

સર્જ્યન જનરલ એટલે સાદા શબ્દોમાં કહીએ તો અમેરિકાના ટૉપમોસ્ટ હોદ્દે રહેલો ડૉક્ટર જે તમામ અમેરિકનોના સ્વાસ્થ્ય પર અને  એને લગતી નીતિઓ પર ધ્યાન રાખે છે.

ડૉ. વિવેક મૂર્તિ : ઉજ્જ્વળ કારકિર્દીની TWENTY20ના અમેરિકાના આ ૧૯મા સર્જ્યન જનરલ કર્ણાટકના કન્નડ ભાષા બોલતા પરિવારના ફરજંદ છે.એમનામાં નાની ઉંમરે જ્વલંત અભ્યાસ અને ઝુંબેશકારનું ગજબ કૉમ્બિનેશન છે.

વિવેક મૂર્તિનો જન્મ ઇંગ્લૅન્ડના હડ્ર્સફીલ્ડમાં થયેલો, પરંતુ વિવેક જ્યારે ત્રણ વર્ષના હતા ત્યારે તેમનો પરિવાર અમેરિકાના ફ્લૉરિડા રાજ્યના માયામીમાં શિફ્ટ થઈ ગયો, જ્યાં મૂર્તિએ પોતાનું બાળપણ પિતાના પ્રાઇમરી કૅર ક્લિનિકમાં રમતાં-રમતાં વિતાવ્યું. અહીંથી જ તેમનામાં મેડિકલ-લાઇનમાં જવાનાં બીજ વવાયેલાં. પ્રાથમિક શિક્ષણ વિવેક મૂર્તિએ માયામીમાં જ મેળવ્યું.

ત્યારબાદ પ્રતિષ્ઠિત હાર્વર્ડ યુનિવર્સિટીમાં ત્રણ વર્ષનો અભ્યાસ કરીને બાયોમેડિકલ સાયન્સમાં બૅચલર્સની ડિગ્રી મેળવી. ત્યાર પછી MD (ડૉક્ટર ઑફ મેડિસિન)નો અભ્યાસ કરવા માટે તેઓ અમેરિકાની જ બીજી પ્રતિષ્ઠિત સંસ્થા યેલ સ્કૂલ ઑફ મેડિસિનમાં ગયા. એ પછી ૨૦૦૩માં આ જ યેલ યુનિવર્સિટીના સ્કૂલ ઑફ મૅનેજમેન્ટમાંથી હેલ્થ કૅર મૅનેજમેન્ટમાં સ્પેશ્યલાઇઝેશન સાથે MBA કર્યું.

ત્યારબાદ બૉસ્ટનમાં આવેલી બ્રિગહૅમ ઍન્ડ વિમેન્સ હૉસ્પિટલ સાથે ફિઝિશ્યન તરીકે તેઓ જોડાયા. અહીં તેમણે ધાર્યું હોત તો તેઓ શાંતિથી નોકરી કરીને ડૉલર રળી શક્યા હોત, પરંતુ નોકરીની સાથોસાથ તેમણે હાર્વર્ડ મેડિકલ સ્કૂલમાં પોતાની સેવા આપવાનું શરૂ કર્યું.

ત્યાર પછી તેમણે જે કામ કર્યું એણે તેમને અમેરિકાના સર્વોચ્ચ ડૉક્ટર બનાવવામાં ઘણે અંશે નિમિત્ત બન્યું છે. ૨૦૦૮માં તેમણે ડૉક્ટર્સ ફૉર અમેરિકા નામની ઝુંબેશ શરૂ કરી. દેશભરના તબીબો અને મેડિકલ સ્ટુડન્ટ્સને સાંકળતી આ ઝુંબેશનો હેતુ સૌને રાહતના દરે સ્વાસ્થ્ય-સેવાઓ ઉપલબ્ધ કરાવવાનો હતો. આ ઝુંબેશની શરૂઆત ડૉક્ટર્સ ફૉર ઓબામાના નામે થયેલી અને સ્થાપનાના થોડા મહિનાઓમાં જ એમાં ૧૦,૦૦૦થી પણ વધુ સભ્યો જોડાઈ ગયેલા.

અત્યારે અમેરિકાનાં તમામ પચાસ રાજ્યોમાં થઈને આ ઝુંબેશમાં ૧૫,૦૦૦થી વધુ સભ્યો કાર્યરત છે. ડૉક્ટર્સ ફૉર અમેરિકાએ અમેરિકન કૉન્ગ્રેસને સમગ્ર દેશની હેલ્થ કૅર પૉલિસી બદલવા માટે પણ બહારથી દબાણ ઊભું કર્યું. તેમણે વૉઇસિસ ઑફ ફિઝિશ્યન્સ નામની વેબસાઇટ પણ શરૂ કરી, જ્યાં તબીબો અમેરિકાની હેલ્થ સિસ્ટમ સામે પોતાના બખાળા કાઢી શકતા હતા.

મૂર્તિને સર્જ્યન જનરલ બનાવવા માટે ત્યાંના વગદાર ભારતીયો ઉપરાંત અમેરિકાની ટોચની ૧૦૦ જેટલી સંસ્થાએ પોતાનો સપોર્ટ જાહેર કરેલો, પરંતુ મૂર્તિના વિરોધીઓ તેમને ઓબામાના માણસ કહીને ઉતારી પાડે છે. તેમને સર્જ્યન જનરલ બનાવવાના વિરોધમાં એવી દલીલ થતી હતી કે એક તો તેમનો અનુભવ તદ્દન ઓછો છે અને ઉપરથી તેમની અત્યાર સુધીની કારકિર્દી ગન-કન્ટ્રોલ માટે અને ઓબામા માટે પૉલિટિકલ કૅમ્પેન્સ કરવામાં જ વીતી છે. અમેરિકામાં છાશવારે થતા બેફામ ગોળીબારથી આખી દુનિયા વાકેફ છે. એનું કારણ છે ત્યાં અત્યંત સરળતાથી મળી જતાં બંદૂકનાં લાઇસન્સ. મૂર્તિ આનો સખત શબ્દોમાં વિરોધ કરવા માટે જાણીતા છે.

વળી અમેરિકામાં ગન-કન્ટ્રોલનો મુદ્દો એટલે ત્યાંના બે મુખ્ય રાજકીય પક્ષો ડેમોક્રૅટ્સ વર્સસ રિપબ્લિકનમાંથી કોઈ એકની પંગતમાં બેસી જવું. એટલા માટે જ ત્યાંની વગદાર ગન-લૉબી અને નૅશનલ રાઇફલ અસોસિએશને ત્યાંના સેનેટ મૅજોરિટી લીડર તથા સેનેટ રિપબ્લિકન લીડરને પત્ર લખીને મૂર્તિની નિમણૂક ન થાય એ જોવાની ભલામણ પણ કરી હતી. વિવેક મૂર્તિના એઇડ્સ અને સ્મોકિંગ વિશેના વિચારોથી પણ એ ખાસ્સા અળખામણા છે. કેરી ખાવાના શોખીન ડૉ. વિવેક મૂર્તિના શોખ વિશે તેમને પૂછો તો કહેશે કે ગ્લોબલ હૅપીનેસ ક્વૉશન્ટ વધારવાનો.

સૌજન્યગુજરાતી મીડ ડે,કોમ માં પ્રગટ શ્રી જયેશ અધ્યારુ ના લેખમાંથી સાભાર

==========================================

ભારતમાં અમેરિકાના રાજદૂત તરીકે સૌ પ્રથમવાર નિમાયેલા

ભારતીય મૂળના ઈન્‍ડિયન અમેરિકન શ્રી રાહુલ રિચર્ડ વર્મા

Richard Verma -2

અમેરિકાના વિદેશ મંત્રી જ્હોન કેરી સમક્ષ શપથ લેતા શ્રી રિચર્ડ વર્મા

અમેરિકાના પ્રેસિડન્‍ટ બરાક ઓબામા ભારતના પ્રજાસત્તાક  દિનની ઉજવણી માટે ૨૬ જાન્‍યુ ૨૦૧૫ના રોજ મુખ્‍ય મહેમાન તરીકે આવે એ પહેલાં જ ભારતમાં અમેરિકાના રાજદૂત તરીકે સૌ પ્રથમવાર નિમાયેલા ઈન્‍ડિયન અમેરિકન શ્રી રાહુલ રિચર્ડ વર્માએ ૨ જાન્‍યુ. ૨૦૧૫ના રોજ ન્‍યુ દિલ્‍હી ખાતે આવી એમના હોદ્દાનો ચાર્જ સંભાળી લીધો છે.

મૂળ ભારતીય એવા અમેરિકન રાહુલ રિચર્ડ વર્મા હવે ભારતમાં અમેરિકાના નવા રાજદૂત બની ગયા છે. અમેરિકાના ટોચના સેનેટરોએ પક્ષીય મતભેદોને ભૂલી જઈને રિચર્ડ રાહુલ વર્માને ભારત ખાતે નવા અમેરિકી રાજદૂત કરીકેની નિમણૂંકને ધ્વનિમતથી સમર્થન આપ્યું છે.

46 વર્ષના રાહુલ રિચર્ડ વર્મા ભારતના રાજદૂત બનતા પહેલા ભારતીય અમેરિકન છે. નોંધનીય છે કે અમેરિકાની કોંગ્રેસના રિપબ્લિકન તેમજ ડેમોક્રેટિક, બંને પાર્ટીના સંસદસભ્યોએ નવી દિલ્હીમાં ટોચના રાજદ્વારી પદ માટે વર્માની ઉમેદવારીને સર્વાનુમતે સમર્થન આપ્યું છે.

રાહુલ રિચર્ડ વર્મા હંમેશા ભારત અને અમેરિકાના સંબંધો મજબૂત બને એ માટે પ્રયત્નશીલ રહ્યા છે. હાલમાં જે સિવિલ ન્યૂક્લિયર ડીલ પાસ થઈ છે એમાં પણ રાહુલ રિચર્ડ વર્માનો રોલ મહત્વનો સાબિત થયો છે. હાલમાં જ તેમણે સેન્ટર ફોર અમેરિકન પ્રોગ્રેસ માટે ઇન્ડિયા 2020 પ્રોજેક્ટ પર કામ શરૂ કર્યું છે. 

રાહુલ રિચર્ડ વર્મા  2009થી 2011 સુધી વિદેશ વિભાગમાં હિલેરી ક્લિન્ટનના કાર્યકાળ વખતે વિદેશ મામલોમાં ઉપમંત્રી રહી ચૂક્યા છે. ભારતમાં અમેરિકન રાજદૂતનું પદ નેન્સી પોવેલના રાજીનામા પછી ખાલી હતું જે હવે ભરાઈ ગયું છે. નેન્સી પોવેલે અમેરિકામાં ભારતીય અધિકારી દેવયાની ખોબ્રાગડે સાથે બનેલી ઘટનાના વિવાદ પછી રાજીનામું આપી દીધું હતું.

રિચર્ડ વર્માના માતા-પિતા પંજાબ રાજ્યના વતની હતા એટલે તેમનો ભારત સાથે એક ખાસ સંબંધ છે એમ કહી શકાય.

રિચર્ડ વર્માના પિતા કમલ વર્મા 40 વર્ષ સુધી પીટ્સબર્ગ યુનિવર્સિટીમાં પ્રોફેસર રહ્યા હતા જ્યારે તેમના માતા સાવિત્રી વર્મા પણ ટીચર હતાં. રાહુલ રિચર્ડ સહિત પોતાના સંતાનોનો ઉછેર વર્મા દંપતીએ વેસ્ટર્ન પેન્સિલ્વેનિયામાં કર્યો હતો. રિચર્ડ વર્માના પત્ની પિન્કી વર્મા એટર્ની છે અને તેમને સંતાનમાં ત્રણ દીકરીઓ છે. 

રાહુલ -રીચાર્ડ વર્મા -અમેરિકાના નવા રાજદૂત

રાહુલ -રીચાર્ડ વર્મા -અમેરિકાના નવા રાજદૂત

એક પત્રકાર પરિષદમાં શ્રી વર્માએ જણાવ્‍યા મુજબ તેઓ બંને દેશઓ વચ્‍ચે સલામતિ, વિકાસ તથા સમૃધ્‍ધિનો નાતો દૃઢ બનાવશે. આ હેતુ માટે ભારતના પ્રજાજનો તથા સરકારી અધિકારીઓ સાથે વિચાર વિનિમત કરવાની ઉત્‍કંઠા એમણે દાખવી હતી.

સમાચાર સૌજન્ય- ગુગલ.કોમ 

ઈન્‍ડિયન અમેરિકન મહિલા સુશ્રી અઝીતા રાજી બન્યાં

સ્‍વીડન ખાતેનાં અમેરિકન રાજદૂત

અમેરિકાના પ્રેસિડન્‍ટ બરાક ઓબામાએ ઈન્‍ડિયન અમેરિકન મહિલા સુશ્રી અઝીતા રાજીની નિમણુંક સ્‍વીડન ખાતેના અમેરિકન રાજદૂત તરીકે કરી છે.

સુશ્રી અઝીતાએ ૨૦૧૨ની સાલમાં બરાક ઓબામાની ચૂંટણી સમયે ૩ મિલિયન ડોલર ઉપરાંત ફંડ એકત્રિત કરી આપ્‍યુ હતું.આ અગાઉ તેઓ વ્‍હાઈટ હાઉસમાં પ્રેસિડન્‍ટ કમિશનમાં સેવાઓ આપી ચૂકયા છે.

સુશ્રી અઝિતાની નિમણુંક સ્‍વીડન ખાતેના અમેકિન રાજદૂત તરીકે થતાં તેઓ અમેરિકાના બીજા નંબરના ભારતીય પૂર્વના રાજદૂત બન્યાં છે.

આ પોસ્ટના સંદર્ભમાં ગુગલ.કોમની નીચેની લીંક પણ જુઓ 

 PERSONS OF INDIAN ORIGIN IN OBAMA ADMINISTRATION 

( 574 ) નરેન્દ્ર મોદીના યોગના પ્રભાવમાં આવી ગયા બરાક ઓબામા !

નરેન્દ્ર મોદી એક યોગ મુદ્રામાં

નરેન્દ્ર મોદી એક યોગ મુદ્રામાં

Narendra Modi does Yoga and Meditation everyday .

It provides him vigour and zeal for his work.

 યોગ એ ૫૦૦૦ વર્ષ જૂની ભારતની વિરાસત  છે અને ભારતે વિશ્વને આપેલી એ એક અણમોલ ભેટ છે.યોગ શારીરિક, માનસિક અને આધ્યાત્મિક વિદ્યા છે જે તન અને મનને સ્વસ્થતા પ્રદાન કરે છે.આજે તો આખાએ વિશ્વમાં “ યોગા “ શીખવવા અને શીખવા માટેની ઠેર ઠેર વ્યાપારી ધોરણે દુકાનો ખુલી ગઈ છે.

ઋષિ પતંજલિને યોગ દર્શનના સ્થાપક ગણવામાં આવે છે.પંતજલિ ના યોગસૂત્રો ‘અષ્ટાંગ યોગ’ તરીકે જાણીતા છે, જે મન પર કાબૂ મેળવવા માટેની એક વ્યવસ્થા છે. પતંજલિએ તેમના બીજા સૂત્રમાં “યોગ” શબ્દની વ્યાખ્યા આપી છે, જે તેમના સંપૂર્ણ કાર્ય માટેનું સારસૂત્ર માનવામાં આવે છેઃयोग: चित्त-वृत्ति निरोध:  -યોગ સૂત્ર 1.2

(વિકિપીડિયા ની આ લીંક ઉપર વધુ માહિતી વાંચો. ) 

વડા પ્રધાન મોદીએ ગયા મહિને ૧૯૩-સભ્યોની યુ.એન. સંસ્થાની મહાસમિતિની બેઠકમાં કરેલા સંબોધનમાં દુનિયાના દેશોને ઈન્ટરનેશનલ યોગા ડે શરૂ કરાવવાની અપીલ કરી હતી. તેમણે કહ્યું હતું કે આ યોગવિદ્યા માનવીઓની લાઈફ સ્ટાઈલ બદલીને અને જાગૃતિનું નિર્માણ કરીને પર્યાવરણમાં પરિવર્તનની સમસ્યાનો સામનો કરવામાં ઘણી મદદરૂપ થઈ શકે છે.

મોદીએ એમના આ મહાસમિતિની બેઠકમાં આપેલા પ્રવચનમાં યોગના પ્રમોશન માટે  શું કહ્યું એ આ વિડીયોમાં સાંભળો .

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ૨૬મી સપ્ટેમ્બર થી ૩૦મી સપ્ટેમ્બર ૨૦૧૪ ની પાંચ દિવસની અમેરિકાની  સફળ યાત્રા સમાપન કરી હતી.એ વખતે એમણે ૩૦ જેટલા ભરચક કાર્યક્રમોમાં હાજરી આપી હતી એની આ રહી કેટલીક બોલતી તસ્વીરો .

આ સમય દરમ્યાન નવરાત્રીનું પર્વ હતું. શ્રી મોદી છેલ્લા ૩૫ વર્ષથી નવરાત્રી ઉપર નકોરડા  ઉપવાસ કરે છે એ પ્રમાણે અમેરિકાની આ યાત્રા પ્રસંગે પણ એમના આ વરસો જુના વ્રતમાં કોઈ પણ જાતની બાંધ છોડ કર્યા વિના પાંચ દિવસના ભરચક કાર્યક્રમો દરમ્યાન તરોતાજા રહીને આશ્ચર્ય જનક શક્તિનું પ્રદર્શન કર્યું હતું.

મોદીએ આ આખો સમય જે ઉત્સાહ અને શક્તિ દાખવી હતી એથી પ્રેસીડન્ટ બરાક ઓબામા પણ અંજાયા હતા.

૨૯મી સપ્ટેમ્બરના રોજ ઓબામાએ વાઈટ હાઉસના બ્લુ રૂમમાં શ્રી મોદીના માનમાં ટોચના રાજકીય નેતાઓ અને ઉદ્યોગની જાણીતી હસ્તીઓ આમન્ત્રીને ભોજન સમારંભ યોજ્યો હતો.મોદીની ધાર્મિક ભાવનાનો ખ્યાલ રાખીને વાઈટ હાઉસના ઇતિહાસમાં કદાચ પહેલીવાર શાકાહારી ભોજન અને આલ્કોહોલ વિનાનાં પીણાં પીરસવામાં આવ્યાં હતાં .શ્રી મોદીએ ઉપવાસને લીધે માત્ર ગરમ પાણીથી કામ ચલાવ્યું હતું.

આ ભોજન સમારંભ પ્રસંગે ઓબામાએ મોદીને એમના કામના ઉત્સાહ અને શક્તિનું શું રહસ્ય છે એવો પ્રશ્ન કર્યો હતો .

ત્યારે મોદીએ ઓબામાને માત્ર એક શબ્દનો જવાબ આપ્યો હતો “ યોગા “ . ઓબામાનાં પત્ની મિશેલ યોગથી થોડાં ઘણાં પરિચિત છે ,પણ ઓબામા ફક્ત જીમની જ કસરતો કરે છે. મોદીની અસરથી હવે ઓબામા યોગ કરવા માટે આકર્ષાયા હોય એવું જણાય છે .આ વિડીયોમાં ઓબામા ઉપર મોદીની યોગ ભક્તિ ની શું અસર થઇ એ વિષે સરસ માહિતી આપી છે.

નરેન્દ્ર મોદીના યોગ વિશેના પ્રેમ અને જ્ઞાન નો ખ્યાલ એમણે ગુજરાતના મુખ્ય પ્રધાન હતા એ વખતે લકુલેશ યોગ યુનીવર્સીટી નું ઉદઘાટન કરતી વખતે આપેલા સુંદર પ્રવચનના આ વિડીયોમાંથી મળી રહેશે.

Awesome Speech – Narendra Modi – Lakulish Yoga University

અમેરિકાના પ્રેસિડન્‍ટ બરાક ઓબામા ભારતીયો ઉપર ઓળઘોળ

અમેરિકાના પ્રેસિડન્‍ટ બરાક ઓબામાએ ઈન્‍ડિયન અમેરિકન મહિલા સુશ્રી અઝીતા રાજીની નિમણુંક સ્‍વીડન ખાતેના અમેરિકન રાજદૂત તરીકે કરી છે.

સુશ્રી અઝીતાએ ૨૦૧૨ની સાલમાં બરાક ઓબામાની ચૂંટણી સમયે ૩ મિલિયન ડોલર ઉપરાંત ફંડ એકત્રિત કરી આપ્‍યુ હતું.આ અગાઉ તેઓ વ્‍હાઈટ હાઉસમાં પ્રેસિડન્‍ટ કમિશનમાં સેવાઓ આપી ચૂકયા છે.

સુશ્રી અઝિતાની નિમણુંક સ્‍વીડન ખાતેના અમેકિન રાજદૂત તરીકે થતાં તેઓ અમેરિકાના બીજા નંબરના ભારતીય પૂર્વના રાજદૂત બન્‍યા છે.

આ અગાઉ પ્રેસીડન્ટ ઓબામાએ ભારત ખાતે એક ઇન્ડીયન અમેરિકન શ્રી રાહુલ વર્માની અમેરિકાના રાજદૂત તરીકે થોડા સમય પહેલાં જ નિમણુંક કરી હતી..

 નરેન્દ્ર મોદીની પાકિસ્તાની મુસ્લિમ બહેન 

નરેન્દ્ર મોદીને એક મૂળ પાકિસ્તાનની મુસ્લિમ બહેન છે એ વિષે તમે જાણો છો ?

આ બહેનનું નામ ક મ ર છે. આ બેન શ્રી મોદીને છેલ્લા ૧૮ વર્ષથી રક્ષા બંધન પર્વ વખતે એમને પ્રેમથી અચૂક રાખડી બાંધે છે .

યુ-ટ્યુબના નીચેના વિડીયોમાં આ બહેનને આ વાત કહેતાં સાંભળો .

આ વિડીયો જોઇને કોણ કહેશે કે મોદી મુસ્લિમ વિરોધી છે !છાસ વારે મોદી વિરુદ્ધ સેક્યુલારિઝમનું  ઢોલ પીટતા કહેવાતા બુદ્ધિવાદીઓ આ વિડીયો જુએ અને એમના દિલમાં મોદી વિશેનું જે ઝેર ભર્યુ છે એનું વમન કરી નાખે !