આજે August 19, 2014 નાં રોજ અમેરિકાના ૪૨મા પ્રેસીડન્ટ બીલ ક્લીન્ટનની ૬૮મી વર્ષગાંઠ છે.
એમના લાખ્ખો પ્રસંસકો એમને અભિનંદન અને શુભેચ્છાઓ પાઠવી રહ્યા છે.
અમેરિકાના સેલીબ્રેટી વ્યક્તિઓની આબાદ નકલ માટે વિખ્યાત અને એમની બ્લોક બસ્ટર ફિલ્મ House of Cards’ ના મુખ્ય પાત્ર Frank Underwood નો આબાદ પાઠ ભજવનાર અદાકાર કેવિન ખુબ જાણીતા છે .
આ અદાકાર બીલ ક્લીન્ટના અવાજની આબાદ નકલ કરી ક્લીન્ટનનાં પત્ની હિલરી ક્લીન્ટનને ફોન જોડે છે અને એમની સાથે ફોનમાં વાતચીત કરી એની નટખટ રીતે અભિનંદન આપવાની અવનવી રમુજી રીત અપનાવે છે એ તમે નીચેના વિડીયોમાં જોશો તો તમે જરૂર તાજુબ થઇ થઇ જશો .
બીલ ક્લીન્ટનનાં પત્ની હિલરી ક્લીન્ટન પણ અમેરિકાનાં બાહોશ રાજનીતિજ્ઞા છે.૨૦૦૪ ની અમેરિકાના પ્રેસીડન્ટની ચુંટણીમાં તેઓ હાલના ૪૪મા પ્રેસીડન્ટ સામે હારી ગયાં હતાં . એમ છતાં ઓબામાએ એમને સેક્રેટરી ઓફ સ્ટેટના અગત્યના હોદ્દે નિમ્યાં હતાં જ્યાં એમણે સુંદર કામગીરી કરી બતાવી હતી
.હેલરી વિશ્વની લોખંડી મિજાજ ધરાવતી મહિલાઓમાંનાં એક ગણાય છે અને મહિલા શક્તિની એક જીવતી જાગતી મિશાલ છે .
૨૦૧૬ ના નવેમ્બરમાં માં આવતી પ્રેસીડન્ટની ચુંટણીમાં હિલરી રીપબ્લીકન ઉમેદવારની સામે કદાચ ચુંટણી લડશે એવી વાતો રાજકીય વર્તુળોમાં ચાલી રહી છે . જો કે હિલરીએ હજુ એમના તરફથી એમનો ઈરાદો શું છે એ હજુ સ્પષ્ટ રીતે જાહેર કર્યું નથી . એ માટેનાં લક્ષણો તો દેખાઈ રહ્યાં છે .
અમેરિકાની પ્રેસીડન્ટની ચુંટણી જીતવા માટે ઘણી નવી નવી ટેકનીકોનો ઉપયોગ કરવામાં આવે છે અને એ માટે કરોડો ડોલર વપરાતા હોય છે .
Hillary Clniton on Book Tour
હિલરીએ તાંજેતરમાં પ્રકાશિત એમની બેસ્ટ સેલર આત્મકથા ના વેચાણ માટે અમેરિકાની બુક ટુર કરીને ખુબ ડોલર ભેગા કરીને એમની ઝુંબેશના શ્રી ગણેશ કરી જ દીધા છે એમ મનાય છે .બધા સંભવિત ઉમેદવારોમાં પોપુલારીટી રેટિંગમાં ડેમોક્રેટિક પાર્ટીનાં સંભવિત ઉમેદવાર હિલરી ડબલ ડીજીટથી આજે આગળ છે .દેખતે હૈ આગે આગે હોતા હૈ ક્યા !
આ વિડીયો પણ લોકોના દિલો સુધી પહોંચવા માટે, ચુંટણી જીતવા માટેની ઉમેદવારો અનેક ટેકનીકો અજમાવશે એમાંની કદાચ એક પણ હોઈ શકે છે ! ભારતમાં મોદી હોય કે અમેરિકામાં હિલરી , કાગડા બધે જ કાળા !
વાચકોના પ્રતિભાવ