મિત્ર શ્રી શરદ શાહ એમની નિવૃતિના સમયમાં અવાર નવાર એમને ગમતી સાહિત્ય રચનાઓ મિત્રોને ઈ-મેલમાં વાંચવા માટે મોકલે છે .
થોડા દિવસો પહેલાં એમણે કવિ સ્વ-મકરંદ દવે-સાંઈ નું એક કાવ્ય મિત્રોને વાંચવા માટે મોકલ્યું હતું એ મને ખુબ ગમ્યું હતું.સાંઈ મકરંદની મનને સ્પર્શી જતી આ રચનામાં જે ભાવ સમાયો છે એ લાજવાબ છે.
આ રહી નખશીખ ભાવ નીતરતી સાંઈ મકરંદ દવેની શ્રી શરદ શાહે મોકલેલી રચના …
કેટલો વખત
ઊઠતી બજારે હાટ હવે કેટલો વખત આ ત્રાજવું ને બાટ હવે કેટલો વખત.
પિંજર, ખૂલી જા : ભાષા તું મ્હાલ મોકળે શૂકપાઠ કડકડાટ હવે કેટલો વખત.
– મકરન્દ દવે
મકરંદ દવેએ વિશેષ કરીને ભજનિકો અને ઓલિયા વ્યક્તિત્વવાળા અનેક લોકોના જીવનની વાતો વિષે લખ્યું અને કાવ્યું છે. મકરંદ દવેમાં એક ભક્તની મસ્તી ઝળકતી હતી. એમનાં ભજનોનાં બે પુસ્તકો “ભજન રસ ” અને “સત કેરી વાણી “અને યોગ પથ ” મારા પુસ્તક સંગ્રહમાં મેં વસાવ્યાં છે. પહેલાં બે પુસ્તકોમાં એમણે અનેક પ્રાચીન ભજનોનો અર્થ સમજાવી ભજનોના રામ રસાયણનો આપણને અમૃત રસ ચખાડી એનો બખૂબી રીતે આસ્વાદ કરાવ્યો છે.યોગ પથ પુસ્તકમાં વિવિધ યોગ સાધનાનું એમણે માર્મિક નિરૂપણ કર્યું છે.
ગુજરાતીમાં ૫૧ પુસ્તકોમાં મકરંદભાઈએ જે સૂર રેલાવ્યો છે એ સાધનાનો સૂર છે.
હું જે પ્રમાણે શ્રી શરદભાઈ ને ઓળખું છું એ રીતે તેઓ પણ એક આધ્યાત્મ માર્ગના પ્રવાસી છે. ગુજરાતી બ્લોગોમાં કોઈ લેખ,વાર્તા કે કાવ્ય ઉપરના એમના ખુબ જ મનનીય પ્રતિભાવો મેં વાંચ્યા છે જે એક સંપૂર્ણ લેખના સ્વરૂપના હોય છે.ખાસ કરીને એમાં દર્શાવેલા એમના આધ્યાત્મિક વિચારો આકર્ષિત કરે એવા બળુકા હોય છે.
મેં શ્રી શરદભાઈને મને ગમેલા સ્વ.મકરંદ દવેના ઉપર મુકેલ કાવ્યનું વિનોદ વિહારના વાચકોને માટે રસ દર્શન કરાવતો એક લેખ લખી મોકલવા માટે વિનતી કરી હતી. આના જવાબમાં એમણે આ લેખ મોકલતાં એમના ઈ-મેલમાં જેલખ્યું એમાં એમના નમ્રતાપૂર્ણ નિખાલસ સ્વભાવનાં દર્શન થાય છે.
શ્રી શરદભાઈનો આ ઈ-પત્ર એમના હાર્દિક આભાર સાથે નીચે અક્ષરશ : રજુ કરું છું.
પ્રિય વિનોદભાઈ , પ્રેમ. હું કોઇ ભાષાવીદ/શાસ્ત્રી નથી અને કાવ્યની તકનીકી બાબતે અનભિગ્ન છું. કાવ્યનુ બંધારણ્, (લગાગગાસગાભગા), છ્ંદ, પ્રકાર, અલંકારો, રુપકો કે બીજું બધું જે હોય તેની મને ખબર પડતી નથી કે હું તેનુ વિશ્લેષણાત્મક રસદર્શન કરાવી શકું.
મને તો કાવ્યનો ભાવ હૃદયમાંથી ઊઠેલો જણાય અને મારી હૃદય વીણાના તાર પણ ઝણઝણી ઊઠે અને થાય કે લાવ મિત્રો સાથે શેર કરું, એટલે મિત્રોને મોકલી આપું છું.
મકરંદભાઈના પેંગડામાં પગ ભરાવાની મારી કોઈ હેસિયત પણ નથી. એમને હૃદયપૂર્વક સાધનામાં જીવન વિતાવ્યું અને જુદાજુદા સમયે જે ભાવદશા રહી તેને કાવ્ય સ્વરુપે વાચા આપી છે.
આ કાવ્ય જીવનના અંતીમ તબક્કામાંથી પસાર થતા દિવસોમાં લખાયેલું છે. આપણે બધા પણ જીવનના આખરી તબક્કામાં છીએ એટલે આપણી ભાવદશા પણ આવી જ ક્યાંક હોય.
ભલે આપણે બધા તેને કાવ્યાત્મક ભાષામાં રજુ ન કરી શકીએ પણ આવો ભાવ આપણા હૃદયને સ્પર્શે અવશ્ય, તેથી અહીં આરે આવીને ઉભેલાં મિત્રોને આ કાવ્ય મોકલાવ્યું છે.
કાવ્યનો ભાવ જે હું મારી નાનકડી બુધ્ધીથી જેટલું સમજ્યો છું તે આપને મોકલાવું છું. વિનોદ વિહાર પર છપાય તેના કરતાં વિનોદભાઈના હૃદયમાં છપાય તેનુ મુલ્ય વધુ છે.
આપને આ કાવ્યનો ભાવાર્થ કે રસદર્શન જે કહો તે મોકલું છું આપને યોગ્ય લાગે વિનોદ વિહાર પર ચઢાવવો તે આપની મરજી છે. શેષ શુભ. પ્રભુશ્રીના આશિષ શરદ.
આવા આ પરમ ભાવિક મિત્ર અને ઓલિયા વ્યક્તિત્વવાળા આધ્યાત્મ માર્ગના એક સન્નિષ્ઠ પ્રવાસી શ્રી શરદભાઈ શાહ એ કરાવેલું સાંઈ મકરંદ દવેના કાવ્યનું ખુબ જ પ્રેરક અને રસિક ભાવ દર્શન નીચે વાંચો.
કેટલો વખત – કાવ્ય – મકરંદ દવે
ભાવ દર્શન-શ્રી શરદ શાહ
મનુષ્યનુ જીવન તેને અનેક પાઠ શિખવે છે. પરંતુ કેટલાંક પાઠ તેનો યોગ્ય સમય આવે ત્યારે જ સમજાય છે.માનવીને તેના જીવનના આખરી તબક્કામાં જ સમજાય છે કે જીવનભર જે દોડમાં અને હોડમાં લાગેલો રહ્યો તે દોડ વ્યર્થ હતી. હાથતો ધનથી, પદથી કે પ્રતિષ્ઠાથી ભરાઈ ગયા પરંતુ જીવનમાં કોઈ તૃપ્તિનો અહેસાસ નથી, કોઈ આનંદનો અનુભવ નથી, કોઈ ફુલ ખિલ્યા નહી અને લગભગ જીવન વેડફી માર્યું. તિજોરી તો પૈસા, જર-જવાહરાતો થી ભરાઈ પણ હૃદય સાવ ખાલી છે.આવી પરિસ્થિતીમાં આવી ભાવદશામાં કવિના હૃદયમાં આવા કાવ્યનો જન્મ થયો છે. જે મકરંદભાઈએ ખુબ કલાત્મકરીતે રજુ કર્યો છે.
કવિ કહે છે :
“ઊઠતી બજારે હાટ હવે કેટલો વખત?
આ ત્રાજવું ને બાટ હવે કેટલો વખત?”
હવે તો જીવનની સંધ્યા આવી. બજાર બધા સંકેલવાની વેળા આવી ગઈ. જીવનભર આપણે ગણિતના હિસાબ કિતાબ અને તારું મારું કરતા રહ્યા પણ હવે કેટલો વખત આ કરીશું? અને જ્યારે જીવનના ચોપડાનો હિસાબ તપાસીએ તો ખબર પડે કે ” ખાયા પીયા કુછ નહી, ગ્લાસ તોડા, અઠ્ઠન્ની.” જેવો આપણો ઘાટ છે. આવ્યા તો હતા મોજમાં અને આનંદમાં જીવવા, પણ જીવતાં ન આવડ્યું. ઝોલી ખાલીકી ખાલી હી રહી. શું આપણને એવો અહેસાસ થાય છે? જો અહેસાસ થતો હોય તો આગળ વાંચો. ન થતો હોય તો આગળની પંકતિઓ અર્થ હીન છે.
“પગની અધૂરી ઠેસ મૂકી ઠેઠ જઈ ચડ્યા,
અમથી કિચૂડશે ખાટ હવે કેટલો વખત.”
યુવાનીમાં તો પગ જમીન પર ન મુકતાં અને ઠેકા ઠેક કરતા પગમાં થનગનાટ હતો, આભનાં તારલાં તોડ્વાનો તરવરાટ હતો, રંગરાગ ખેલવાનાં સપનાઓ હતાં પણ હવે આરે આવીને ઊભા છીએ તો હવે આ રંગરાગ અને કિચુડતી ખાટનો ધ્વની કેટલો વખત?
ઊડતા દૂલીચા જેવી મિજાજી મઝર હો
જીવતરનો રઝળપાટ હવે કેટલો વખત.?
મકરંદભાઈ એક આંતર દૃષ્ટાની સાથે સાથે મંજાયેલા કવિ પણ છે જે અહીં એમને બે શબ્દોનો પ્રયોગ કર્યો છે…એક તો છે “દૂલીચા” અને બીજો છે “મઝર”. દૂલીચા જેવો કોઈ શબ્દ ગુજરાતી ભાષામાં નથી. પરંતુ આપણે બાળપણમાં ઉડતા ગાલીચાની વાર્તા સાંભળેલી છે. આ જાદુઈ ગાલીચા પર બેસી તેને હુકમ કરો ત્યાં ઉડતો ઊડતો લઈ જાય. એવો જ એક ગાલીચો આપણી ભિતર પણ છે જેને આપણે મન કહીએ છીએ. મકરંદભાઈએ એને નામ આપ્યું દૂલીચા. બીજો અદૃશ્ય ગાલીચો જે ભિતર છે. આ મન પણ કલ્પનાઓ કરી અહીંથી તહીં ઉડા ઉડ કરે છે. ‘મઝર’ નો એક અર્થ છે મુર્ખતા ભરેલ કૃત્ય. આપણું આ મન તુંડ મિજાજી અને મુર્ખ છે. અને આ મુર્ખતા ભરી હરકતો કરતાં કરતાં આપણે જીવન ભર રઝળપાટ કરી,પણ હવે આ રઝળપાટ પણ કેટલો વખત? આગળ તેઓ કહે છે :
રણ છે તો ક્યાંક નિશ્ચે હશે ગુપ્ત સરસતી,
મૃગજળનો ઘૂઘવાટ હવે કેટલો વખત?
ખુબ સુંદર રુપક છે. સરસ્વતી નદી આપણે એને કહીએ છીએ જે તેના મૂળમાંથી નીકળી સાગરમાં મળવાની જગ્યાએ રણમાં ક્યાંક ભુગર્ભમાં ચાલી જાય છે અને અદૃશ્ય થઈ જાય છે. આપણે સરસ્વતી દેવીને પણ વિદ્યા કે જ્ઞાનની દેવી કહીએ છીએ. આ જ્ઞાનનો પ્રવાહ પણ આપણી ભીતર વહે છે. અદૃશ્ય રુપે. જેને સાચા જ્ઞાનની પ્યાસ છે તેને ભિતર ખોજવું જ પડે છે. બહાર જે બધું પુસ્તકીયું જ્ઞાન છે તે નકલી જ્ઞાન, કેવળ માહિતિઓ સિવાય કાંઈ નથી. પરંતુ આપણે આ જુઠા જ્ઞાનની પાછળ જીવન ખર્ચી નાખીએ છીએ. જેમ રણમાં સુર્યનો તાપ પડે ત્યારે દુર દુર જોતાં જળાશય હોય તેવો આપણને ભાસ થાય છે જેને મૃગજળ કહીએ છીએ. આ મૃગજળ શબ્દ બન્યો છે કે રણમાં રહેતાં મૃગ આ નકલી જળાશયને ભાળી પાણીની પ્યાસ બુઝાવવા તે તરફ દોડે છે પણ ત્યાં કોઈ જળ નથી કે જે પ્યાસ બુઝાવે. બસ માનવીની પણ આવી જ પરિસ્થિતી છે.આભાસો અને ભ્રમણામાં જીવનભર દોડે છે પરંતુ તેની પ્યાસ બુઝાતી નથી. ગમે તેટલું ઉપાર્જન કરી લે એ બધું બે કોડીનુ. ભીતર એક અજંપો, એક ઉકળાટ દરેક મનુષ્યની અંદર સદા બનેલો રહે છે. પરંતુ રણમાં એક આશા છે પાણીની, પ્યાસ બુઝાવાની. અને એ આશા છે ભુગર્ભની સરસ્વતીને શોધી તેમાંથી અસલી જળ મેળવવાની. તો કવિ કહે છે,”રણ છે તો ક્યાંક નિશ્ચે હશે ગુપ્ત સરસતી,મૃગજળનો ઘૂઘવાટ હવે કેટલો વખત? ક્યાં સુધી મૃગજળની પાછળ દોટ લગાવશું? હવે તો જાગો. અંત ઘડી નજીક આવી ગઈ છે.
છે ખિન્ન સૂત્રધાર અને આંગળીયો છિન્ન છે
પૂતળીનો થનગનાટ હવે કેટલો વખત?
સુત્રધારનો અર્થ છે પરમાત્મા. જેમ કઠપુતળીના ખેલમાં દરેક પુતળીને પોતાની આંગળીઓ સાથે દોરી(સુત્ર)થી બાંધી કઠપુતળીનો ખેલ કરનાર નચાવે છે તેમ આ જગતનો જે ખેલ ચાલી રહ્યો છે તેનો સુત્રધાર પરમાત્મા છે. હવે તો તે પણ ખિન્ન છે. હવે તો તેના પણ આંગળા દુખવા માંડ્યા છે. ક્યાં સુધી હવે આ દેહરુપી કઠપુતળી થનગનાટ કરતી રહેશે?
કવિ પોતે અંતરયાત્રાના સાધક છે, લખે છે કે :
પંખી શીખી ગયું છે હવે ઇંડામાં ઉડ્ડયન,
આકાશ પણ અફાટ હવે કેટલો વખત?
હવે દેહના કોચલામાં રહીને જીવતાં થોડું થોડું હું શીખી ગયો છું. હવે તો ઈંડામાં રહીને પણ ક્યારેક ક્યારેક ઉડતાં આવડી ગયું છે. સામે અફાટ આકાશ છે તે પણ ટુંક સમયમાં ચાલ્યું જશે.
અંદરથી કોક બોલે સતત : ચેત મછંદર
રહેવાનાં રાજપાટ હવે કેટલો વખત?
“ભિતર અંતર આત્માનો અવાજ સતત સંભળાય છે અને વારંવાર ચેતવણી આપે છે. ગોરખનાથના ગુરુ હતાં જેમનુ નામ હતુ મત્સેન્દ્રનાથ જે નો ઉલ્લેખ ગોરખનાથે મછંદર તરીકે તેમના પદોમાં કરેલ છે. ગોરખનાથ ભારતમાં થયેલ ગુરુઓમાં એકદમ અનુઠા હતા અને તેમને અનેક પ્રકારની સિધ્ધીઓ મેળવેલ. તેમની ગણત્રી ૮૪ સિધ્ધોમાં થતી. તેમની સિધ્ધીઓ મેળવવાની અનુઠી રીત રસમો અને ઉટપટાંગ પ્રયોગોને કારણે આપણે ત્યાં એક ઉક્તિ પ્રચલિત બની તે છે ગોરખધંધા.કાંઈ બખડજંતર કરો તેને આપણે ગોરખધંધા કહીએ છીએ.એવી જ બીજી ઉકતી પ્રચલીત બનેલ તે છે, “ચેત મછંદર ગોરખ આયા” . જેનો ઉપયોગ તેમને તેમના પદોમાં કરેલ છે. જેમકે गोरष कहैं सुणौं रे भौंदू, अंरड अँमीं कत सींचौ । ना कोई बारू , ना कोई बँदर, चेत मछँदर, आप तरावो आप समँदर, चेत मछँदर निरखे तु वो तो है निँदर, चेत मछँदर चेत ! धूनी धाखे है अँदर, चेत मछँदर कामरूपिणी देखे दुनिया देखे रूप अपारा सुपना जग लागे अति प्यारा चेत मछँदर ! सूने शिखर के आगे आगे शिखर आपनो, छोड छटकते काल कँदर , चेत मछँदर ! साँस अरु उसाँस चला कर देखो आगे, अहालक आया जगँदर, चेत मछँदर ! देख दीखावा, सब है, धूर की ढेरी, ढलता सूरज, ढलता चँदा, चेत मछँदर ! चढो चाखडी, पवन पाँवडी,जय गिरनारी, क्या है मेरु, क्या है मँदर, चेत मछँदर ! गोरख आया ! કવિએ અહીં આ ઉકતીનો બખુબી ઉપયોગ કર્યો છે.ભિતરનો અંતર આત્મા હવે વારંવાર ચેતવે છે કે જાગ હવે તો આ રાજપાઠ પણ કેટલાં દિવસ છે? સબ ઠાઠ પડા રહ જાયેગા જબ બાંધ ચલેગા બંઝારા.”
પિંજર, ખૂલી જા : ભાષા તું મ્હાલ મોકળે
શૂકપાઠ કડકડાટ હવે કેટલો વખત?
આખરી પંકતીઓ અદભુત છે. કવિ કહે છે, આમ આ પીજરામાં, બંધનોમાં ક્યાં સુધી પડ્યો રહીશ હવે તો પીંજરમાંથી બહાર નીકળ. હવે ખુલ્લા આકાશમાં ઉડવાની વેળા આવી ગઈ છે. હવે તારી ભાષા બોલ જે તારી ભીતર જન્મી છે. જે અસલી જ્ઞાન છે તેને તું મોકળા મને મહાલ. ક્યાં સુધી આ શાસ્ત્રોના, ગીતાના, કુરાન કે બાઈબલના વચનોને પોપટની માફક દોહરાવતો રહીશ? શાસ્ત્રોનુ જ્ઞાન ગમે તેટલું વહાલું લાગે પરંતુ તે તારું જ્ઞાન નથી, બીજાનુ છે અને બીજાનુ જ્ઞાન તારા માટે બે કોડીનુ છે. તું પોપટ (શુક)ની માફક તેને દોહરાવી કડકડાટ ગોખીશ કેટલો વખત?
મકરંદભાઈને સો સો સલામ.
આપને શ્રી શરદભાઈ એ કરાવેલું આ સુંદર ભાવ દર્શન જરૂર ગમ્યું હશે જ .
મારી વિનતીને સ્વીકારી વિનોદ વિહાર માટે એમનો આ પ્રથમ પ્રેરક લેખ લખી મોકલવા માટે હું મિત્ર શ્રી શરદભાઈનો ખુબ જ આભારી છું. આશા રાખું છું કે આ રીતે કોઈવાર એમના બીજા લેખો પણ મોકલતા રહેશે.
આ પોસ્ટ અંગેના આપના પ્રતિભાવ જરૂર જણાવશો.
વિનોદ પટેલ
શ્રી શરદભાઈ શાહ નો પરિચય
“હું વિચારું છું કે હું દુખી ક્યારે થાઉં છું? શાને કારણે થાઉં છું?આનંદિત શાને કારણે થાઉં છું? હવે થાય છે કે મારા સુખ દુખનુ કારણ બહાર હોય તો હું તો પરવશ છું, ગુલામ છું. તો મારે મારા સ્વયંના સ્વામી બનવા શું કરવું? બહાર દુખ હોય અને છત્તાં ભિતર આનંદમાં કેમ રહેવું? બસ આજ કળા ગુરુ ચરણે બેસી શીખી રહ્યો છું.”
રીટાયર્મેન્ટ પછીનું શેષ જીવન અમારા ગુરુ જેમનું નામ સ્વામી બ્રહ્મવેદાંતજી છે અને જેમનો આશ્રમ માધોપુર(ઘેડ)માં છે ત્યાં રહી ગુજારવાનો નિર્ણય કરેલ છે. ૧૯૮૬માં સ્વામી બ્રહ્મવેદાંતના પરિચયમાં આવ્યો અને ત્યારથી જ તેમના આશ્રમમાં જતો આવતો રહ્યો છું.”
“આજે સમજાય છે કે આ ક્ષણમાં જીવતાં આવડૅ તે જ આધ્યાત્મિકતા છે. જે શિખી રહ્યો છું.”
–શરદ શાહ
શ્રી શરદભાઈના આ શબ્દો શ્રી પી.કે.દાવડા ની મિત્રોનો પરિચય કરાવતી શ્રેણીના લેખ ” મળવા જેવા માણસ-શરદ શાહ ” માંથી લીધા છે.
શ્રી શરદભાઈનો પૂરો પરિચય એમના જ શબ્દોમાં આ લેખની નીચેની લીંક પર ક્લિક કરીને વાંચી શકાશે.
દીકરો ગીત છે….. તો દીકરી સંગીત છે — WORLD DAUGHTER’S DAY CELEBRATIONS
12 જાન્યુઆરી 2014 એ વિશ્વમાં વિશ્વ દીકરી દિવસ..World Daughter Day તરીકે ઉજવાયો .
આ દિવસનો મુખ્ય હેતુ લોકો માં દીકરી માટે જાગૃતિ લાવવાનો છે.
ભાવી દીકરીને દીકરા જેટલો જ દુનિયા માં જન્મ લેવાનો અધિકાર છે એટલે સ્ત્રીભ્રૂણ હત્યા એક મહા પાપ છે .
——————————————————————–
હાઈસ્કુલમાં અભ્યાસ કરતો હતો એ સમયથી આજદિન સુધી મૈત્રી સંબંધ ટકાવી રહેલ મારા હમ ઉમર શિકાગો નિવાસી ડોક્ટર મિત્ર અને ત્રણ સુંદર દીકરીઓના ગર્વિષ્ટ પિતા ડૉ. દિનેશ સરૈયાએ દીકરી વિશેનાં નીચેનાં મનનીય સુવાક્યો મોકલ્યાં છે એને એમના આભાર સહીત નીચે પ્રસ્તુત છે .
DAUGHTER
Finally someone thought to give credit to the Daughters of the world,
BEAUTIFUL DAUGHTERS.
Daughters will always remain loyal, to parents .
A son is loyal to parents till he is married .
Daughter
A FATHER Asked His DAUGHTER:
Who Would you Love More,
Me Or your Husband..??
The BEST Reply Given By the DAUGHTER:
I Don’t Know Really,
But When I See you, I Forget Him, But When I See Him, I Remember you..
you Can Always Call your DAUGHTER As Beta, But you Can Never Call your Son As Beti…
That’s Why DAUGHTERS are SPECIAL..
—————————————————————
સ્ત્રી વિષે પુરુષે કહેલાં ઉત્તમ વાક્યો:
૧) જ્યારે હું જન્મયો ત્યારે એક સ્ત્રીએ મને છાતી સરસો ચાંપ્યો હતો…તે મારી મા હતી.
૨) બાળક તરીકે હું મોટો થતો હતો ત્યારે મારી સાથે રમવા અને મારી સંભાળ લેવા એક સ્ત્રી હતી…
તે મારી બહેન હતી.
૩) હું શાળાએ જવા લાગ્યો. મને શીખવામાં મદદ કરવા માટે એક સ્ત્રી હતી…મારી શિક્ષીકા.
૪) મારે સતત કોઇનુ સાનિધ્ય, સથવારો અને પ્રેમની જરુર હતી,
ત્યારે પણ એક સ્ત્રી મોજુદ હતી…તે મારી પત્ની હતી.
૫) જ્યારે હું રુક્ષ બન્યો ત્યારે મને પીગળાવવા એક સ્ત્રી હતી… તે મારી પુત્રી હતી.
૬) જ્યારે હું મૃત્યુ પામીશ ત્યારે મને સમાવી લેવા એક સ્ત્રી હશે… તે મારી માતૃભૂમિ હશે.
જો તમે એક પુરૂષ હો તો દરેક સ્ત્રીની ઇજ્જત કરો!
જો તમે એક સ્ત્રી હો તો સ્ત્રી હોવાનું ગૌરવ અનુભવો.
તમારી નાનકડી લાડ્લી દીકરી તમારો હાથ થોડા સમય માટે જ પકડી શક્શે…
પરંતુ તમારું હૈયું આખી જીંદગી ભરેલું રાખશે.
સાભાર —- શ્રી મનસુખલાલ ગાંધી ( એમના ઈ-મેલમાંથી)
————————————————————
વિધાતાએ ખાંતે કરીને ઘડેલી દીકરી મા -બાપની સુખાકારી માટે હંમેશાં જીવ બાળતી હોય છે . માતા અને પિતા જેમ દીકરીને યાદ કરે છે એમ દીકરી પણ એમને કદી ભૂલતી નથી . દીકરી અને એના પિતા-પપ્પા – ડેડી વચ્ચેનો પ્રેમ સંબંધ અવર્ણનીય છે .
આવા પ્રેમને ઉજાગર કરતી આદરણીય પ્રજ્ઞાબેન વ્યાસ જેવા જ એમના વિદુષી દીકરી યામિની વ્યાસની
સુંદર કાવ્ય રચના નીચે પ્રસ્તુત છે .
એક સવાલ … – યામિની વ્યાસ
નામ તમારે ગીત લખું તો તમને ગમશે પપ્પા ? એક સવાલ સીધો પૂછું તો જવાબ જડશે પપ્પા?
સાવ હજી હું નાની ત્યારે ખભે ઝુલાવી ગાતા’ તા, સાથે જીદ જવાની કરતી પપ્પા બહાર જો જાતા’તા. ગયો સમય મુઠ્ઠીથી સરકી શું તે પાછો ફરશે પપ્પા?
એક સવાલ …
બહારથી આવી બૂમ પાડો તો દોડી વળગી પડતી હતી, હાથમા ઢીંગલી જોઇ તમારા હું કેવી નાચી ઉઠતી હતી ! ખોટું ખોટું ઘર ઘર રમતી એ ઘર ઘર ખોટ્ટું મળશે પપ્પા?
વિશ્વ દીકરી દિવસ world daughter day શા માટે ઉજવવો પડે છે ?
દીકરી એટલે પ્રેમનો પર્યાય ..વહાલનો દરિયો, અંતરનો ઉજાસ, બારમાસી વાદળી.. સ્નેહનું નિરંતર વહેતું ઝરણું.. દીકરી એટલે આંગણાનો તુલસી કયારો..દીકરી એટલે બે કુટુંબને ઉજાળતી ઘર દીવડી.. કેટકેટલા વિશેષણોથી દીકરીને આપણે નવાજીએ છીએ..
નરસિંહ મહેતા જેવા દ્રઢવૈરાગી પિતા પણ કુંવરબાઇના સ્નેહથી બંધાયેલ હતા. ગુણવંત શાહે સાચું જ કહ્યું છે. ગાંધીજીને એક વહાલસોયી દીકરી હોત તો બાપુના સત્યાગ્રહને પણ ઝાકળની ભીનાશ પ્રાપ્ત થઇ હોત.
વાચકોના પ્રતિભાવ