વિનોદ વિહાર

ગુજરાતી ગદ્ય-પદ્ય સર્જનની આનંદ યાત્રા

Tag Archives: મોહમદ માંકડ

1220 -માણસના દુઃખનું કારણ પોતાનાઓનો મોહ છે … મોહમ્મદ માંકડ

માણસના દુઃખનું કારણ પોતાનાઓનો મોહ છે …. 

કેલિડોસ્કોપ – મોહમ્મદ માંકડ

જીવનની ઘટમાળ એવી વિચિત્ર છે કે માણસ પારકાંથી જેટલો દુઃખી થાય છે એના કરતાં અનેક ગણો વધારે પોતાનાંઓથી દુઃખી થાય છે. આમ છતાં પોતાનાંઓ તરફનો પક્ષપાત એ છોડી શકતો નથી. 

એક યુવાન અધિકારીના દીકરાને આ વર્ષે જ સ્કૂલમાં દાખલ કરવામાં આવ્યો છે. અધિકારી વિશે એમ કહેવાય છે કે કોઈ પણ વ્યક્તિ એમના ઘરે જાય એટલે એમનાં પત્ની અને તેઓ પોતે બંને જણાં એમના બાબાની વાતમાં જ પ્રવૃત્ત થઈ જાય છે અને મૂળ કામ હોય એની વાત તો બાજુમાં જ રહી જાય છે. 

બાબો વેકેશનમાં જ એબીસીડી શીખી ગયેલો. સ્કૂલમાં ટીચર બધું બાબાને જ પૂછે. બાબો મિકી-માઉસની કાર્ટૂન ફિલ્મ જુએ છે અને બધું જ યાદ રાખે છે. એવડા હતા ત્યારે આપણને તો ક્યાં કશી ગતાગમ જ પડતી! 

ચા-પાણી થાય છે, પરંતુ બાબા પ્રકરણ પૂરૂ થતું નથી. વળી, એકાદ નાનકડું અંગ્રેજી કાવ્ય બાબો એના ગરબડિયા ઉચ્ચારોમાં ગાય છે. ગરબડિયા અને નહીં સમજી શકાતા શબ્દોની સ્પષ્ટતા દંપતીમાંથી કોઈ એક કરે છે. બાબા જેવી સચોટ મેમરી કોઈની નથી એવું અનેક વાર નક્કી થયા પછી પણ ભાગ્યે જ બીજી કોઈ વાત થઈ શકે છે. ગમે તેવી ગંભીર કે અગત્યની વાતમાં બાબો કે બાબાની વાત ગમે ત્યારે દાખલ થઈ જાય છે.એક મોટા અધિકારી હોવા છતાં એમના કર્મચારીઓ અને લોકો એમની વાત કરીને હસતા થયા છે. 

બુદ્ધિશાળી ગણાતા માણસો પણ પોતાનાં સંતાનો બાબતમાં સારાસારનું ભાન ગુમાવી બેસે છે. ‘હું’, ‘મારૂ-મારાં’ કે ‘પોતાનાં’ની વાત આવે એટલે માણસ પોતાનો સંયમ ગુમાવી બેસે છે. માણસ જેટલા અંશે સભાનપણે એમાંથી છૂટવા પ્રયત્નશીલ રહે એટલા અંશે જ એમાંથી છૂટી શકે છે. 

સાધુ-સંન્યાસીઓ પણ પોતાના પૂર્વાશ્રમના સંબંધોને ભૂલી શકતા નથી. સંસાર છોડી દીધા પછી પણ પોતાનાં અને પારકાંનો ભેદ એમનો કેડો મૂકતો નથી. માનવજીવનના ઇતિહાસમાં પણ ‘પોતાનાં’ અને ‘પારકાં’ના ખ્યાલે બહુ મોટો ભાગ ભજવ્યો છે. ‘રામાયણ’ અને ‘મહાભારત’ બન્ને કથાઓના પાયામાં પણ આ જ વાત રહેલી છે. 

જો કૈકેયીએ પોતાના પુત્ર ભરત તરફ પક્ષપાત રાખીને રાજા દશરથ પાસે ભરત માટે રાજગાદી અને રામ માટે વનવાસનું વચન ન માગ્યું હોત તો’રામાયણ’ની રચના જ ન થઈ હોત. એ જ રીતે ધૃતરાષ્ટ્રે કૌરવો તરફ પક્ષપાત ન રાખ્યો હોત તો ‘મહાભારત’ પણ ન થયું હોત. 

જીવનની ઘટમાળ એવી વિચિત્ર છે કે માણસ પારકાંથી જેટલો દુઃખી થાય છે એના કરતાં અનેક ગણો વધારે પોતાનાંઓથી દુઃખી થાય છે. આમ છતાં પોતાનાંઓ તરફનો પક્ષપાત એ છોડી શકતો નથી. 

હજી થોડા દિવસ પહેલાં જ છાપામાં ચોરી થયાના એક સમાચાર છપાયા હતા. જેમના ઘરમાં ચોરી થઈ હતી એમણે પોલીસ ફરિયાદ પણ કરી દીધી હતી. આઘાતજનક વાત એ હતી કે ઘરધણીના પોતાના દીકરાએ જ ચોરી કર્યાનું ખૂલ્યું હતું. મા-બાપ દુઃખી દુઃખી થઈ ગયાં હતાં. પોતાનો પુત્ર ચોરી કરે જ નહીં એવું ગાઈ વગાડીને એમણે કહ્યું હતું.પુત્રનો બચાવ કરવામાં એમણે કોઈ કમી રાખી નહોતી, પણ છેવટે પુત્રે પોતે જ ઘરમાંથી ચોરી કર્યાની કબૂલાત કરી લીધી હતી. એટલે મા-બાપને દુઃખી થવા ઉપરાંત પોલીસ અને બીજાઓ સમક્ષ છોભીલા પડવું પડયું હતું. જો આ વાતની એમને વહેલાસર ખબર પડી ગઈ હોત તો કદાચ એમણે પોલીસમાં ફરિયાદ પણ ન કરી હોત. 

માણસને પોતાનાં બાળકો માટે જ નહીં, પોતાનાં કૂતરાંઓ માટે પણ પક્ષપાત હોય છે એવી એક વાત પી.જી. વુડહાઉસે લખી છે.

વુડહાઉસ પાસે રૂડોલ્ફ નામનો એક કૂતરો હતો. વુડહાઉસ પોતાના ફાર્મ ઉપર રહેતા હતા. એક વાર બાજુના એક ખેડૂતે આવીને એમને ફરિયાદ કરી કે “તમારો કૂતરો મારાં બતકાં મારી નાખે છે.” 

વુડહાઉસને એથી ખોટું લાગ્યું, “એવું શા ઉપરથી માન્યું કે બતકાંને રૂડોલ્ફ જ મારી નાખતો હશે? એની સાબિતી શું?”

ખેડૂતે કહ્યું કે “એટલામાં માત્ર બે જ કૂતરાં રહેતાં હતાં. એક રૂડોલ્ફ અને બીજો મારો પોતાનો કૂતરો. મારો પોતાનો કૂતરો તો એટલો સોજો છે કે બતકાંને સૂંઘે પણ નહીં. નાનું ગલુડિયું હતો ત્યારથી એ બતકાંઓ સાથે જ ઉછર્યો છે.” 

પરંતુ વુડહાઉસ સાહેબને ખેડૂતની વાત વજૂદ વિનાની લાગી. ખેડૂતનો કૂતરો કદાચ એનાં બતકાંને નહીં મારતો હોય, પણ એથી રૂડોલ્ફ બતકાં મારતો હતો એવી વાત થઈ શકે નહીં. વગડામાં શું શિયાળ અને વરુ નથી? બીજા જાનવરો નથી? રૂડોલ્ફને ગુનેગાર ગણવાનું કારણ શું? 

ખેડૂત અને વુડહાઉસની વાત રૂડોલ્ફ એક તરફ બેસીને ડાહ્યોડમરો થઈને સાંભળતો હતો. વુડહાઉસે રૂડોલ્ફ તરફ આંગળી ચીંધીને ખેડૂતને પૂછયું, “આ કૂતરો તમારાં બતકાં મારે એવો તમને લાગે છે?” 

ખેડૂત ખસિયાણો પડી ગયો. વુડહાઉસસાહેબની વાત એને સાચી લાગી. એણે માફી માગી અને થોડી આડીઅવળી વાતો કરીને જવાની તૈયારી કરી. વુડહાઉસસાહેબને પોતાની જીતનો થોડો ગર્વ પણ થયો. 

પણ, એ જ વખતે વુડ હાઉસસાહેબને આંચકો આપનારો બનાવ બન્યો. રૂડોલ્ફ થોડી વાર પહેલાં જ એમના રૂમમાંથી ચુપચાપ છટકી ગયો હતો અને અત્યારે પેલા ખેડૂતનું એક બતકું પોતાના મોઢામાં પકડીને રૂમમાં દાખલ થતો હતો.વુંડહાઉસ અવાક થઈ ગયા હતા! એમણે નક્કી કર્યું કે પોતાનાંઓનો બહુ પક્ષ લેવો નહીં, એમાં ગમે ત્યારે ખોટા પડી શકાય છે. 

માણસ નાનો હોય કે મોટો ‘હું’ અને ‘મારાં’માંથી છૂટી શકતો નથી અને એવી વળગણોને કારણે જ એ હાસ્યાસ્પદ બને છે અને દુઃખી પણ થાય છે. જે કોઈ ડૂબ્યાં છે એ પારકાંઓને કારણે નહીં, પોતાનાંઓને કારણે જ ડૂબ્યાં છે. દુઃખી થયાં છે એ પણ પોતાનાંઓને કારણે જ દુઃખી થયાં છે પારકાંઓને કારણે નહીં. 

સૈફ પાલનપુરીની ગઝલના શે’રમાં અનેક અનુભવી માનવીઓના મનની આ વાતનો પડઘો સંભળાય છે. 

જીવનની સમી સાંજે મારે,જખ્મોની યાદી જોવી’તી.

બહુ થોડાં પાનાં જોઈ શક્યો, બહુ અંગત અંગત નામ હતાં. 

અહીં શે’રમાં એ વાત પણ ગર્ભિત છે કે જિંદગીભર જેમને ચાહ્યાં હોય છે, જેમને પોતાનાં ગણ્યાં હોય છે એ ક્યારેય પોતાનાં થતાં નથી અને એટલે જ જે જખ્મો અને પીડા પોતાનાંઓ આપે છે એવા ઝખ્મો અને પીડા પારકાંઓ ક્યારેય આપી શકતાં નથી.

==મોહમદ માંકડ 

અને છેલ્લે એક ચિનગારી ….. 

ઝેન ગુરુ ગેત્સુએ પોતાના શિષ્યો માટે આ મુજબ શિખામણ લખી હતી : 

[1] એકાંત અંધારા ઓરડામાં પણ, સામે કોઈ માનવંત મહેમાન હોય એ રીતે વર્તન કરો. 

[2] માણસ બહારથી ભોટ દેખાતો હોય છતાં એવો ન પણ હોય. ઘણી વાર બહારના અંચળા નીચે પોતાનું ડહાપણ તેણે છુપાવી રાખ્યું હોય એવું પણ બને. એટલે કોઈનું મૂલ્યાંકન તેના બાહ્ય દેખાવ પરથી કરશો નહીં.

[3] સદગુણો શિસ્તનો પરિપાક છે; એ કાંઈ વરસાદ કે બરફની જેમ આકાશમાંથી કોઈ ઉપર વરસતા નથી. 

[4] નમ્રતા સદગુણોનો પાયો છે. તમે તમારી જાતની જાહેરાત કરો તે કરતાં તમારા પડોશીઓને તમે કોણ છો એ શોધી કાઢવા દો. 

[5] ઉમદા પુરુષો ક્યાંય ઘૂસવાનો પ્રયત્ન કરતા નથી. તેઓ ઓછું બોલે છે અને તેમના શબ્દો બહુ જ કીમતી હોય છે.

 [6] ઉદ્યમી શિષ્ય માટે દરેક દિવસ ભાગ્યશાળી જ હોય છે. તેને ક્યારેય વીતી ગયેલા સમય માટે અફસોસ કરવો પડતો નથી.

 [7] તમારી ગરીબી તમારો મોંઘો ખજાનો છે. સુંવાળા જીવનની સગવડોના બદલામાં તેને વેચશો નહીં.

મોહમ્મદ માંકડ,Mohammad Mankad

ચિંતન લેખો અને પરિચય –સૌજન્ય-ગુજરાતી પ્રતિભા પરિચય 

1146- જાણવા જેવી, વિચારવા જેવી કેટલીક વાતો …. મોહમ્મદ માંકડ

જાણવા જેવી, વિચારવા જેવી કેટલીક વાતો …. મોહમ્મદ માંકડ

કેટલીક નાની-મોટી વાતો જે મને વાંચતાં ગમી ગઈ હતી એમાંથી થોડી વાતો અહીં લખું છું. આશા રાખું છું કે વાચકોને પણ એ ગમશે.
૧.
કવિ દલપતરામની પંક્તિઓ મને યાદ રહી ગઈ છે, જે મેં અહીં નીચે લખી છે. ઉપર ઉપરથી જોતાં આ પંક્તિઓ સામાન્ય લાગે છે પરંતુ થોડું મન દઈને વાંચતાં સમજાય છે કે એમાં જીવનને સુખી બનાવવાનું રહસ્ય સમાયેલું છે. માણસ જો દલપતરામ કહે છે એમ વર્તે તો પોતે સુખી રહી શકે છે અને બીજાઓ પણ સુખી રહી શકે છે. વળી, આ પંક્તિઓમાં જીવનની, કુદરતની, દુનિયાની જે વિશાળતા અને વિવિધતા છે એનો પણ આપણને ખ્યાલ આવે છે. આપણે તો એનો એક સાવ સામાન્ય એવો નાનકડો ભાગ છીએ.

જીવનબાગમાં કુદરતે આનંદને અત્ર, તત્ર, સર્વત્ર વેરેલો છે પણ એમાંથી આપણને ગમતું વીણતાં આવડવું જોઈએ. અને, છતાં કોઈ સર્જન આપણને ન ગમે, આપણને આનંદદાયક ન લાગે, આપણાં સુખ-ચેન એનાથી ન વધતાં હોય તો એ સર્જન બીજા માટે રહેવા દેવું એની નિંદા કરવી નહીં. આપણને નહીં ગમે તો બીજા કોઈને એ જરૂર ગમશે. કુદરતે એનું સર્જન બીજા કોઈ એના ગમાડનારને માટે કર્યું હશે એવી સમજણ કેળવવી.
કવિ શ્રી દલપતરામની પંક્તિઓ આ મુજબ છે :

જેને જેવો ભાવ, તેને તેવી કવિતા છે એમાં,
બેસીને જુઓ આ બડાભાગના બહારને
ગમે ત્યાં ગમ્મત કરો, ન ગમે તે નિંદશોમાં
રાખજો તે જગા બીજા રમનારને.

૨.
એક વાર ઈસુ યહૂદીઓના લત્તામાંથી પસાર થતા હતા, ત્યારે કેટલાક યહૂદીઓ તેમને ગાળો દેવા લાગ્યા. એથી કોઈએ એમને પૂછ્યું, ‘આવા ખરાબ માણસો માટે તમે દુઆ કેમ કરો છો ? તેમના પર ગુસ્સો કેમ કરતા નથી ?’

ઈસુએ કહ્યું : ‘મારી પાસે જે (મૂડી) હોય તેમાંથી જ હું વાપરી શકું ને !’

૩.
એક દિવસ કેટલાક વિદ્યાર્થીઓએ મુલ્લા નસરુદ્દીન પાસે જઈને પોતાના વિદ્યાલયમાં પધારવાની અને શિખામણના બે શબ્દો કહેવાની વિનંતી કરી. નસરુદ્દીને વિનંતી માન્ય રાખી અને પોતાના ગધેડા પર, પૂંછડી તરફ મોં રાખીને, સવારી કરીને વિદ્યાલય તરફ જવા રવાના થયા. વિદ્યાર્થીઓ તેમની પાછળ પાછળ ચાલવા લાગ્યા. આ વિચિત્ર સરઘસને જોઈને લોકો હસવા લાગ્યા. વિદ્યાર્થીઓ અકળાયા અને મુલ્લા પાસે જઈને કહેવા લાગ્યા :

‘મુલ્લાસાહેબ, આમ ઊંધા ગધેડે શા માટે બેઠા છો ? લોકો આપણા પર હસે છે !’

મુલ્લાએ કહ્યું : ‘તમે બીજા લોકો પર વધારે પડતું ધ્યાન આપો છો. જરા વિચાર કરો – તમે મારી આગળ ચાલો તો તમારી પીઠ મારા તરફ આવે એટલે મારું અપમાન થાય. હું પગે ચાલીને આવું તો યોગ્ય ન ગણાય. મારા ગધેડા ઉપર હું સીધા મોંએ બેસું અને તમે પાછળ ચાલો તો મારી પીઠ તમારા તરફ આવે તે પણ બરાબર ન ગણાય, એટલે તમારું અને મારું માન જાળવવાનો આ જ એકમાત્ર માર્ગ છે.’

૪.
ભૂમધ્ય સમુદ્રમાં આવેલા ક્રીટ ટાપુના એક નાનકડા ગામડામાંથી બીજા વિશ્વયુદ્ધ વખતે નાઝીઓના જુલમથી બચીને અમેરિકા આવીને વસેલા અને પોતાની રીતે વિશિષ્ટ અને સુખી જીવન જીવતા ડૉ. પાપાડેરોસને રોબર્ટ કુલહેમે પૂછ્યું, ‘ડૉ. પાપાડેરોસ જીવનનો અર્થ શું ?’

ડૉ. પાપાડેરોસે પોતાના પાકીટમાંથી એક નાનકડા સિક્કા જેવડો અરીસો કાઢીને બતાવ્યો અને કહ્યું : ‘બીજા વિશ્વયુદ્ધ વખતે હું જ્યારે નાનકડો છોકરો હતો, ત્યારે રસ્તા પરથી આ ટુકડો મને મળ્યો હતો. તરત જ મેં એનાથી રમવાનું શરૂ કર્યું હતું. એને તડકામાં રાખીને સૂર્યના પ્રકાશને અંધારી જગ્યાઓમાં ફેંકવાનું શરૂ કર્યું હતું. સૂર્યનું અજવાળું જ્યાં પહોંચી ન શકે એવા અંધારા, અગોચર ખૂણાઓને આ અરીસાના ટુકડાથી પ્રકાશ ફેંકીને અજવાળવામાં મને અનહદ આનંદ મળતો હતો. હું મોટો થયો ત્યારે મારી એ રમતનો મને જુદો જ અર્થ સમજાયો. હું પોતે જાણે કોઈક મોટા અરીસાનો ટુકડો હતો. એ મોટો અરીસો કેવો હશે, એની મને ખબર નહોતી, પણ એના એક ટુકડા તરીકે મારું કાર્ય હું જાણી શક્યો હતો. મારું કામ અંધારી, અગોચર જગ્યાઓમાં સત્ય, સહાનુભૂતિ, સમજણ અને જ્ઞાનનો ઉજાસ પહોંચાડવાનું હતું. અને, મારું જોઈને કદાચ બીજા પણ એવું જ કામ કરે. એમ માનીને હું એ ચાલુ રાખું છું.’

હવે બે પ્રાર્થનાઓ :

૧.
હે ઈશ્વર, દરેક વિષયમાં, દરેક પ્રસંગે ચંચૂપાત કરવાની ટેવમાંથી તું મને મુક્તિ આપ. બીજી વ્યક્તિઓના જીવનને ઠીકાઠાક કરી આપવાના અભરખામાંથી મને છુટકારો આપ.

બીજાના દુઃખની વાતો ધીરજથી સાંભળવાનો સદભાવ મને આપ, બીજાને સહન કરવાની ધીરજ મને આપ, પરંતુ મારી પીડા અને દુઃખો બાબતમાં મારા હોઠ સીવી રાખવાનું સામર્થ્ય મને આપ.

ઘણી વાર હું પણ ખોટો હોઈ શકું એવો મૂલ્યવાન પાઠ તું મને શીખવ. માન્યું પણ ન હોય એવા સ્થળે સારપ જોવાની અને ધાર્યું પણ ન હોય એવી વ્યક્તિઓમાં કશીક અસાધારણ શક્તિ જોવાની તું મને સૂઝ આપ. અને હે પરમકૃપાળુ એ કહેવાનો મને વિવેક આપ.

૨.(બીજી પ્રાર્થના)

હે પરમકૃપાળુ પરમાત્મા,

તારા દિવ્ય શાણપણથી તું મારી મદદ કર. તું સર્વશક્તિમાન છે. હું પ્રાર્થના કરું છું કે, મારામાં તારી શક્તિ પ્રેરી મને કામ કરવા તું સમર્થ બનાવ. હું કશું જાણતો નથી પણ તું તો સર્વજ્ઞ છે. સર્વ રહસ્યોને જાણે છે.

હે પ્રભુ, હું જે કાર્ય હાથ ઉપર લઈ રહ્યો છું એ જો મારા મનુષ્ય તરીકેના ધર્મ, જીવન અને ભવિષ્ય માટે શુભ હોય તો તેને મારા માટે સરળ બનાવજે. મને એમાં સમૃદ્ધિ આપજે. પરંતુ જો એ મનુષ્ય તરીકેના મારા ધર્મ, જીવન અને ભવિષ્ય માટે અશુભ હોય તો મારાથી એને દૂર રાખજે અને મારા માટે જે શુભ હોય એ મને બતાવજે.

અને છેલ્લે….
થોમસ કાર્લાઈલની એક વાત :

તમારી જાતને એક પ્રામાણિક વ્યક્તિ બનાવો; કારણ કે, એથી એક વાતની તમને ખાતરી થશે કે આ જગતમાંથી એક બદમાશનો ઘટાડો થયો છે.

[‘પ્રકીર્ણ’ પુસ્તકમાંથી સાભાર.સૌજન્ય-રીડગુજરાતી,કોમ ]

મોહમ્મદ માંકડ,Mohammad Mankad

ચિંતન લેખો અને પરિચય –સૌજન્ય-ગુજરાતી પ્રતિભા પરિચય 

( 642 ) “હું કોણ છું ?” … ચિંતન લેખ … ભાગ-૨ ….. (સંકલિત )

આ અગાઉની પોસ્ટ નમ્બર 641 – “હું કોણ છું ?” ના અનુસંધાનમાં આજની પોસ્ટમાં આગળ ચર્ચા કરવામાં આવી છે.

“હું કોણ છું ?” વિશે તત્વના જાણકાર બે તત્વવેતાઓ ,અક્રમ વૈજ્ઞાનિક દાદા ભગવાન અને  મહા યોગી રમણ મહર્ષિના વિચારો સંકલિત કર્યા છે એ આપને માટે વિચારવા માટે મનનો ખોરાક બનશે એવી આશા છે.

સૌથી પ્રથમ રાજેશ વ્યાસ “મિસ્કીન “ નું આ સરસ કાવ્ય “માણસ છું  “ આસ્વાદ માટે પ્રસ્તુત છે .

માણસ છું  —–રાજેશ વ્યાસ “મિસ્કીન “

હૈયે તો છું પણ હોઠેથી ભુલાઈ ગયેલો માણસ છું,
હું મારા ડાબે હાથે ક્યાંક મુકાઈ ગયેલો માણસ છું.

સૌ જાણે છે કે ચાવું છું હું પાન હંમેશા મઘમઘતાં,
હર પિચકારીમાં રોજ અહીં થૂંકાઈ ગયેલો માણસ છું.

પાણીમાં પડેલાં કાગળના આકાર જેવા છે શ્વાસ બધા,
જીવું છું ઝાંખુ પાંખું હું ભૂંસાઈ ગયેલો માણસ છું.

પાણીનો છે આભાસ એવો લાગું છું સ્વયં દરિયા જેવો,
કંઈ એવી તરસથી રણ જેવું સુકાઈ ગયેલો માણસ છું.

ક્યારેક એવું પણ લાગે છે આ વસ્તીમાં વસનારાને,
એક સાવ બજારુ ઓરત છું ચૂંથાઈ ગયેલો માણસ છું.

સૌ આવી ગુનાહો પોતાના કબૂલીને મનાવે છે મિસ્કીન,
કોને કહેવું હું મારાથી રિસાઈ ગયેલો માણસ છું.

-રાજેશ વ્યાસ ‘મિસ્કીન’

 

“હું કોણ છું?” ઉપર દાદા ભગવાનના વિચારો .

“  હું કોણ છું?”નો જવાબ આપતાં દાદા ભગવાને સરસ કહ્યું છે કે …. 

એનો જવાબ મેળવવા માટે આપણા આત્માને ઓળખીને  અનુભવ કરો.

જીવન માત્ર જીવવા કરતાં કંઇક વધારે છે. જીવન માત્ર જીવી જવા સિવાય કશુંક વધારે હોવું જોઈએ. જીવનનો ધ્યેય ઉચ્ચ હોવો જોઈએ. મનુષ્ય જીવનનો ધ્યેય ‘હું કોણ છું?’ ની ઓળખાણ પામવી તે છે. અનંત અવતારથી ‘હું કોણ છું’ ની ઓળખાણ જ અટકી છે. ‘હું કોણ છું?’ની શોધની ખૂટતી કડીઓ જ્ઞાની પુરુષની વાણીમાં પ્રાપ્ત થાય છે.

હું કોણ છું?, હું કોણ નથી?, આત્મા કોને કહેવાય?, મારું શું છે?, મારું શું નથી?, બંધન શું છે? મોક્ષ(મુકિત) શું છે? ભગવાન ક્યાં છે? ભગવાન શું છે?, જગતનો ‘કર્તા’ કોણ છે?,

ભગવાન ‘કર્તા’ છે કે નથી?  ભગવાનનું ખરું સ્વરૂપ શું છે?’ આ જગતમાં રીયલ ‘કર્તા’ નો સ્વભાવ શું છે? જગત કોણ ચલાવે છે?, કેવીરીતે ચાલે છે? ભ્રાંતિનું ખરુ સ્વરૂપ શું છે? જે આપણે જાણીએ છીએ તે સાચું(રીયલ) છે કે ભ્રાંતિ છે? પોતાની પાસે જે જ્ઞાન છે તેનાથી પોતે મુક્ત થશે કે બંધનમાં રહેશે?

અહીં, તમને આ પ્રશ્નોની પાછળનાં સત્યની સ્પષ્ટ સમજણ પ્રાપ્ત થશે. આ વિશાળ નવો ખજાનો છે. આ અક્રમ વિજ્ઞાનમાં અદ્‍ભૂત શકિત છે.

વધુ જાણવા માટે

નીચેની લીંક ઉપર આગળ વાંચો.

 http://www.dadabhagwan.in/vaignanik-ukel/aadhyatmik-vignan/hun-kon-chhu/#sthash.jba1Cze6.dpuf

” હું કોણ “Self-enquiry ઉપર મહા યોગી રમણ મહર્ષિ

વિકિપીડીયાની આ અંગ્રેજી લીંક મહા યોગી રમણ મહર્ષિ ઉપર એમના વિષે જે પુષ્કળ માહિતી આપી છે એમાં ” હું કોણ “(Self- Inquiry ) વિષે એમના વિચારોની ચર્ચા કરી છે એ નીચે પ્રસ્તુત છે.

Self-enquiry

See also: Self-enquiry and Hua Tou

At the highest level that could be expressed in words Ramana would say that “consciousness alone exists”; if this was met with doubt by the questioner, Ramana would say that this truth was being obscured by self-limiting ideas of the mind. For those followers who were so immersed in the self-limiting ideas of the mind that they could not experience the highest truth, Ramana prescribed an innovative method of self-attention which he called self-enquiry..

He recommended this technique so often and so insistently in response to questions on self-liberation and the classic texts on Yoga and Vedanta that it was regarded by many people as the most distinctive motif in his teachings:

Enquiry in the form “Who am I?” alone is the principal means. To make the mind subside, there is no adequate means other than self-enquiry. If controlled by other means, mind will remain as if subsided, but will rise again.

Self-enquiry is the constant attention to the inner awareness of “I” or “I am”. Sri Ramana Maharshi frequently recommended it as the most efficient and direct way of discovering the unreality of the ‘I’-thought.

Enquiring the “I”-thought, one realises that it raises in the hṛdayam (heart). The ‘I’-thought will disappear and only “I-I” or Self-awareness remains, which isSelf-realization or liberation:

What is finally realized as a result of such enquiry into the Source of Aham-vritti (I-thought) is verily the Heart as the undifferentiated Light of Pure Consciousness, into which the reflected light of the mind is completely absorbed.

Ramana warned against considering self-enquiry as an intellectual exercise. Properly done, it involves fixing the attention firmly and intensely on the feeling of ‘I’, without thinking. Attention must be fixed on the ‘I’ until the sense of “I” disappears and the Self is realised. Ramana’s written works contain terse descriptions of self-enquiry. Verse thirty of Ulladu Narpadu:

Questioning ‘Who am I?’ within one’s mind, when one reaches the Heart, the individual ‘I’ sinks crestfallen, and at once reality manifests itself as ‘I-I’. Though it reveals itself thus, it is not the ego ‘I’ but the perfect being the Self Absolute.

Verses nineteen and twenty of Upadesa Undiyar describe the same process in almost identical terms:

19. ‘Whence does the ‘I’ arise?’ Seek this within. The ‘I’ then vanishes. This is the pursuit of wisdom.

20. Where the ‘I’ vanished, there appears an ‘I-I’ by itself. This is the infinite.

Ramana considered the Self to be permanent and enduring, surviving physical death. “The sleep, dream and waking states are mere phenomena appearing on the Self”, as is the “I”-thought. Our “true nature” is “simple Being, free from thoughts”. Ramana’s own death experience when he was 16 already contains the practice of self-enquiry. After raising the question ‘Who am I?’ he “turned his attention very keenly towards himself”.

His earliest teachings are documented in the book Nan Yar? (Who am I?), in which he elaborates on the “I” and Self-enquiry:

  • “Of all the thoughts that rise in the mind, the thought ‘I’ is the first thought.”

  • “What is called mind is a wondrous power existing in Self. It projects all thoughts. If we set aside all thoughts and see, there will be no such thing as mind remaining separate; therefore, thought itself is the form of the mind. Other than thoughts, there is no such thing as the mind.”

  • “That which rises in this body as ‘I’ is the mind. If one enquires ‘In which place in the body does the thought ‘I’ rise first?’, it will be known to be in the heart [spiritual heart is ‘two digits to the right from the centre of the chest’]. Even if one incessantly thinks ‘I’, ‘I’, it will lead to that place (Self)’.”

  • “The mind will subside only by means of the enquiry ‘Who am I?’. The thought ‘Who am I?’, destroying all other thoughts, will itself finally be destroyed like the stick used for stirring the funeral pyre.”

  • “If other thoughts rise, one should, without attempting to complete them, enquire, ‘To whom did they arise?’, it will be known ‘To me’. If one then enquires ‘Who am I?’, the mind (power of attention) will turn back to its source. By repeatedly practising thus, the power of the mind to abide in its source increases.”

  • “Knowledge itself is ‘I’. The nature of (this) knowledge is existence-consciousness-bliss.”

  • “The place where even the slightest trace of the ‘I’ does not exist, alone is Self.”

  • “The Self itself is God.”

 

 છેવટે,જાણીતા લેખક અને વિચારક શ્રી મોહમદ માંકડનો એક ચિંતન લેખતમારો હું કોઈને વાગે નહી એ જોજો “ સંદેશ.કોમ ના સૌજન્યથી વાંચો . 

તમારો હું કોઈને વાગે નહી એ જોજો ……મોહમદ માંકડ