શ્રી જય વસાવડાના યોગ વિશેના એમના એક લેખમાંથી સાભાર …
પેટ કે બલ લેટ કે.. બદન સીધા ટેક કે… એડિયાં જોડો ! ધરતી પર હથેલી રખ કે, ધીરે સાંસ અંદર ખીંચો.. ધીરે બાહર છોડો !.. સાંસો કી સફાઈ દેગી, સીને કી ધુલાઈ હોગી, કદ કી લંબાઈ હોગી.. અંગ અંગ બસ મેં હોગા ! યોગા !
પૂરા ૩૨ વર્ષ પહેલાની હિન્દી ફિલ્મ ‘હાદસા’ના એક આઇટમ સોંગના આ શબ્દો છે !
નરેન્દ્ર મોદી કે બાબા રામદેવે પોપ્યુલર પ્લેટફોર્મ પર યોગાને મૂક્યો, એથી પહેલાં તો એક ફિલ્મી મુસલમાને યોગા જીંગલ રચી કાઢેલું ! યે હિન્દુસ્તાન હૈ. એની તબિયતમાં જ સાહજીક સમન્વયની ફિતરત છે. ગીત લખ્યું પણ એમ. જી. હશ્મતે હતું અને કમ્પોઝ આપણા ગુજરાતી કલ્યાણજી- આણંદજીએ કરેલું.
આ ગીતનો યુ-ટ્યુબ વિડીયો આ રહ્યો
Y O G YOGA YOGA [HD]…HAADSAA [1983].. AMIT KUMAR .
સાભાર -સુ.શ્રી હિરલ શાહ
=============
અનાવૃત – જય વસાવડા
સંશોધનાસન અને બુદ્ધિ યોગ : યોગ હિન્દુ નહિ, હિન્દુસ્તાની છે…પ્રાચીન પરંપરા જ નહિ, મોડર્ન ફ્યુઝન છે !
આ દુનિયામાં રિજીયોનલ અને રિલિજીયસ આઇડેન્ટીટીનો ઇગો ન હોત, તો અડધો અડધ કોન્ફ્લિક્ટસ ન હોત
ગુજરાત સમાચાર માં પ્રગટ શ્રી જય વસાવડાનો આ આખો યોગ વિશેનો મજાનો લેખ નીચે વાચો.
યોગની જ વાત ચાલે છે તો ,સાથે સાથે અહર્નિશ હાસ્ય રેલાવતા હાસ્ય લેખક શ્રી હરનીશભાઈ જાની નો લેખ યોગાનુયોગ મારા મિત્ર શ્રી પ્રવીણ શાસ્ત્રીના સૌજન્યથી એમના બ્લોગની નીચેની લીંક ઉપર ક્લિક કરીને વાંચો. તમને જરૂર ગમશે .
યોગ એ ૫૦૦૦ વર્ષ જૂની ભારતની વિરાસત છે અને ભારતે વિશ્વને આપેલી એ એક અણમોલ ભેટ છે.યોગ શારીરિક, માનસિક અને આધ્યાત્મિક વિદ્યા છે જે તન અને મનને સ્વસ્થતા પ્રદાન કરે છે.આજે તો આખાએ વિશ્વમાં “ યોગા “ શીખવવા અને શીખવા માટેની ઠેર ઠેર વ્યાપારી ધોરણે દુકાનો ખુલી ગઈ છે.
ઋષિ પતંજલિને યોગ દર્શનના સ્થાપક ગણવામાં આવે છે.પંતજલિ ના યોગસૂત્રો ‘અષ્ટાંગ યોગ’ તરીકે જાણીતા છે, જે મન પર કાબૂ મેળવવા માટેની એક વ્યવસ્થા છે. પતંજલિએ તેમના બીજા સૂત્રમાં “યોગ” શબ્દની વ્યાખ્યા આપી છે, જે તેમના સંપૂર્ણ કાર્ય માટેનું સારસૂત્ર માનવામાં આવે છેઃयोग: चित्त-वृत्ति निरोध: -યોગ સૂત્ર 1.2
વડા પ્રધાન મોદીએ ગયા મહિને ૧૯૩-સભ્યોની યુ.એન. સંસ્થાની મહાસમિતિની બેઠકમાં કરેલા સંબોધનમાં દુનિયાના દેશોને ઈન્ટરનેશનલ યોગા ડે શરૂ કરાવવાની અપીલ કરી હતી. તેમણે કહ્યું હતું કે આ યોગવિદ્યા માનવીઓની લાઈફ સ્ટાઈલ બદલીને અને જાગૃતિનું નિર્માણ કરીને પર્યાવરણમાં પરિવર્તનની સમસ્યાનો સામનો કરવામાં ઘણી મદદરૂપ થઈ શકે છે.
મોદીએ એમના આ મહાસમિતિની બેઠકમાં આપેલા પ્રવચનમાં યોગના પ્રમોશન માટે શું કહ્યું એઆ વિડીયોમાં સાંભળો .
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ૨૬મી સપ્ટેમ્બર થી ૩૦મી સપ્ટેમ્બર ૨૦૧૪ ની પાંચ દિવસની અમેરિકાની સફળ યાત્રા સમાપન કરી હતી.એ વખતે એમણે ૩૦ જેટલા ભરચક કાર્યક્રમોમાં હાજરી આપી હતી એનીઆ રહી કેટલીક બોલતી તસ્વીરો .
આ સમય દરમ્યાન નવરાત્રીનું પર્વ હતું. શ્રી મોદી છેલ્લા ૩૫ વર્ષથી નવરાત્રી ઉપર નકોરડા ઉપવાસ કરે છે એ પ્રમાણે અમેરિકાની આ યાત્રા પ્રસંગે પણ એમના આ વરસો જુના વ્રતમાં કોઈ પણ જાતની બાંધ છોડ કર્યા વિના પાંચ દિવસના ભરચક કાર્યક્રમો દરમ્યાન તરોતાજા રહીને આશ્ચર્ય જનક શક્તિનું પ્રદર્શન કર્યું હતું.
મોદીએ આ આખો સમય જે ઉત્સાહ અને શક્તિ દાખવી હતી એથી પ્રેસીડન્ટ બરાક ઓબામા પણ અંજાયા હતા.
૨૯મી સપ્ટેમ્બરના રોજ ઓબામાએ વાઈટ હાઉસના બ્લુ રૂમમાં શ્રી મોદીના માનમાં ટોચના રાજકીય નેતાઓ અને ઉદ્યોગની જાણીતી હસ્તીઓ આમન્ત્રીને ભોજન સમારંભ યોજ્યો હતો.મોદીની ધાર્મિક ભાવનાનો ખ્યાલ રાખીને વાઈટ હાઉસના ઇતિહાસમાં કદાચ પહેલીવાર શાકાહારી ભોજન અને આલ્કોહોલ વિનાનાં પીણાં પીરસવામાં આવ્યાં હતાં .શ્રી મોદીએ ઉપવાસને લીધે માત્ર ગરમ પાણીથી કામ ચલાવ્યું હતું.
આ ભોજન સમારંભ પ્રસંગે ઓબામાએ મોદીને એમના કામના ઉત્સાહ અને શક્તિનું શું રહસ્ય છે એવો પ્રશ્ન કર્યો હતો .
નરેન્દ્ર મોદીના યોગ વિશેના પ્રેમ અને જ્ઞાન નો ખ્યાલ એમણે ગુજરાતના મુખ્ય પ્રધાન હતા એ વખતે લકુલેશ યોગ યુનીવર્સીટી નું ઉદઘાટન કરતી વખતે આપેલા સુંદર પ્રવચનના આ વિડીયોમાંથી મળી રહેશે.
Awesome Speech – Narendra Modi – Lakulish Yoga University
અમેરિકાના પ્રેસિડન્ટ બરાક ઓબામા ભારતીયો ઉપર ઓળઘોળ
અમેરિકાના પ્રેસિડન્ટ બરાક ઓબામાએ ઈન્ડિયન અમેરિકન મહિલા સુશ્રી અઝીતા રાજીની નિમણુંક સ્વીડન ખાતેના અમેરિકન રાજદૂત તરીકે કરી છે.
સુશ્રી અઝીતાએ ૨૦૧૨ની સાલમાં બરાક ઓબામાની ચૂંટણી સમયે ૩ મિલિયન ડોલર ઉપરાંત ફંડ એકત્રિત કરી આપ્યુ હતું.આ અગાઉ તેઓ વ્હાઈટ હાઉસમાં પ્રેસિડન્ટ કમિશનમાં સેવાઓ આપી ચૂકયા છે.
સુશ્રી અઝિતાની નિમણુંક સ્વીડન ખાતેના અમેકિન રાજદૂત તરીકે થતાં તેઓ અમેરિકાના બીજા નંબરના ભારતીય પૂર્વના રાજદૂત બન્યા છે.
આ અગાઉ પ્રેસીડન્ટ ઓબામાએ ભારત ખાતે એક ઇન્ડીયન અમેરિકન શ્રી રાહુલ વર્માની અમેરિકાના રાજદૂત તરીકે થોડા સમય પહેલાં જ નિમણુંક કરી હતી..
નરેન્દ્ર મોદીની પાકિસ્તાની મુસ્લિમ બહેન
નરેન્દ્ર મોદીને એક મૂળ પાકિસ્તાનની મુસ્લિમ બહેન છે એ વિષે તમે જાણો છો ?
આ બહેનનું નામ ક મ ર છે. આ બેન શ્રી મોદીને છેલ્લા ૧૮ વર્ષથી રક્ષા બંધન પર્વ વખતે એમને પ્રેમથી અચૂક રાખડી બાંધે છે .
યુ-ટ્યુબના નીચેના વિડીયોમાં આ બહેનને આ વાત કહેતાં સાંભળો .
આ વિડીયો જોઇને કોણ કહેશે કે મોદી મુસ્લિમ વિરોધી છે !છાસ વારે મોદી વિરુદ્ધ સેક્યુલારિઝમનું ઢોલ પીટતા કહેવાતા બુદ્ધિવાદીઓ આ વિડીયો જુએ અને એમના દિલમાં મોદી વિશેનું જે ઝેર ભર્યુ છે એનું વમન કરી નાખે !
વાચકોના પ્રતિભાવ