ભારતના હાલના વડા પ્રધાન શ્રી નરેન્દ્ર મોદીની વિદેશ યાત્રાની ઘણા લોકો ટીકા કરતા હોય છે.કોંગ્રેસના રાહુલ ગાંધી અને અન્ય વિરોધ પક્ષોએ એમની વિદેશ યાત્રાની ઘણી વાર ટીકા કરી છે.બિહારી બાબુ લાલુ યાદવએ તો એક વાર એમને ભારતના એન.આર.આઈ. વડા પ્રધાન કહીને ટોણો માર્યો હતો.
આ લેખ વાંચ્યા પછી તમને શ્રી નરેન્દ્ર મોદીની એમની વિદેશ યાત્રાઓ પાછળની ચાણક્ય નીતિ અને એમની કુનેહનો અંદાઝ આવી જશે.તા.૨૫મી મે ૨૦૧૪ ના રોજ એમની શપથ વિધિ પ્રસંગે બધા જ પડોશી દેશો – સાર્કના સભ્ય દેશો -ને શ્રી મોદીએ નિમંત્ર્યા હતા ત્યાંથી જ એમની રાજકીય કુનેહની શુભ શરૂઆત થઇ હતી.દેશ અને વિદેશના લોકોએ મોદીની આ ચાણક્ય નીતિની પ્રસંસા કરી હતી.
ફેસ બુકમાંથી પ્રાપ્ત આ લેખ વાંચ્યા પછી વાચકોને પ્રતીતિ થઇ જશે કે “શ્રી નરેન્દ્ર મોદી શા માટે અભિનવ ‘ચાણક્ય’ કહેવાય છે..?”
વિનોદ પટેલ
નરેન્દ્ર મોદીજી શા માટે અભિનવ ‘ચાણક્ય’ કહેવાય છે..?
(મેસેજ વાંચતી વખતે એશિયાનો નકશો હાથવગો રાખજો)
Asia Map
🏵🏵🏵🏵🏵🏵🏵🏵🏵
ભારતના પરંપરાગત શત્રુઓ,પાકિસ્તાન, ચીન અને હાલની નેપાળની ‘પ્રચંડ’ વાળી કમ્યુનિસ્ટ સરકાર.. આ તમામ ઉપરાંત ફક્ત મુસ્લિમ કન્ટ્રી હોવાનાં કારણે જ પાકિસ્તાન ગલ્ફ કઁટ્રીઝ, કે જે આપણને મેક્સિમમ પેટ્રોલ સપ્લાય કરે છે, તેની પાસે ઈમોશનલ કાર્ડ ખેલે તે પણ જોવાનું..
જુઓ, કે તમામ રીતે સુરક્ષિત ગેમ ખેલવા મોદી એ શું શું કર્યું.
જેમ ચીન આપણને ચારે બાજુથી ઘેરવા માટે ચાલ ચાલે છે,તે જ રીતે,તેના જવાબ રૂપે મોદીજી સર્વપ્રથમ ભૂટાન અને ત્યારબાદ ચીન ની ઉત્તરી સીમા પર આવેલ તથા જેને ચીન સાથે સખત અણબનાવ છે તેવા ગરીબ દેશ મોંગોલિયા ની મુલાકાતે ગયા.તેને અન્ય ગુપ્ત સહાય ની સાથે ભારતમાં નિર્મિત ‘પરમ’ નામના સુપર કોમ્પ્યુટરની ભેટ આપી.ભારતની પોતાની મોટાભાગની સીમાઓ, LOC- મેકમોહન રેખા, વગેરે, એક યા બીજી રીતે વિવાદાસ્પદ છે.તેથી (મોદીજી ના કહેવા મુજબ ભારતનાં BSF જવાનો ને બોર્ડર પરની સાચી ટ્રેનિંગ નથી મળી શકતી..!!
જયારે સામે પક્ષે મોંગોલિયાની પોતાની બહુ મોટી સરહદ ચીન સાથે ફેલાયેલી છે. એટલે બોર્ડર સિક્યુરિટીની ટ્રેનિંગના બહાને આજે ભારતનાં 10,000 થી વધુ જવાનો મોંગોલિયા માં છે એ વાત કેટલા લોકો જાણે છે..?
👊🏼 ચીનના પૂર્વ કિનારે આવેલા અને ચીન નાં પરંપરાગત શત્રુ જાપાનની મુલાકાત, તેના PM શીંજો ઍબે સાથે મોદીજીની મિત્રતા અને જાપાન સાથેનાં આપણાં આર્થિક-સામરિક-સ્ટ્રેટેજીક સંબંધો વીશે કોણ નથી જાણતું !!
👊🏼 ચીનની દક્ષિણ બાજુએ આવેલા વિયેટનામની મોદીજીની મુલાકાત, તેની સાથે એસ્સાર અને અંબાણી ગ્રુપનાં ‘ઓઇલ સમજોતા’ અને આપણી આર્મી એ ત્યાં ગોઠવેલી બ્રહ્મોસ મિસાઇલોની જાણકારી તમને હશે જ..
👊🏼 બર્મા પાસેથી, ચીને તેને ડરાવી ને આંચકી લીધેલ અને હિંદમહાસાગરમાં આંદામાન નિકોબાર ટાપુ પાસે તેની નેવી એ ડેવલપ કરેલો ‘કોકો ટાપુ’ આપણાં માટે ખતરો હતો. પણ, એશિયા પેસિફિક કન્ટરીઝની સમિટ વખતે બર્મા ગયેલા મોદીજી એ બર્મા પાસેથી ત્રણ અન્ય ટાપુ ‘ડેવલપ (!!)’ કરવા માટે ‘ખરીદી’ લીધા, કે જે કોકો ટાપુને ત્રણ બાજુએ થી બ્લોક કરે તેવી પોઝિશનમાં છે.👍🏻
👊🏼 ચીનની અવળાઇ નો ભોગ બનેલા, ચીનની પશ્ચિમ બાજુએ આવેલા, જુના સોવિયેત યુનિયન માંથી જુદા થયેલા કઁટ્રીઝ.. કઝાકસ્તાન, ઉઝબેકિસ્તાન, તાજીકિસ્તાન વગેરે દેશો ની મુલાકાત લઈ ને તેઓ સાથે સ્ટ્રેટેજીક રિલેશનશીપની હારોહાર અફઘાનિસ્તાન ને સાંકળતી ભારત સુધી ની તેલ-ગેસ પાઇપલાઇન ના કરાર કર્યા..
👊🏼 ચીને પાકિસ્તાન સાથે મળી ને ભારતને પશ્ચિમ બાજુથી ઘેરવા અને હિંદ મહાસાગર સુધી પોતાની ઘૂસ મારવા ચીનથી બલુચિસ્તાનનાં ગ્વાદર બંદર સુધી રસ્તાની કોરીડોર બનાવી અને તે બંદર ને રીતસરનું હાઇજેક કરી ને ત્યાં પોતાનું નેવીબેઝ વિકસાવે છે. પણ મોદીજી એ ઈરાન ની મુલાકાત લઈ અને ગ્વાદર થી ફક્ત 75 નોટિકલ માઇલ પશ્ચિમે આવેલું ચાબહાર પોર્ટ વિક્સાવવાનો કોન્ટ્રાક્ટ ભારતનાં ખાતે જમા કરાવ્યો અને સાથે સાથે છેક રશિયા થી કઝાકસ્તાન-ઉઝબેકિસ્તાન-અફઘાનિસ્તાન થઇ ને ચાબહાર સુધી 8 લેન રસ્તો બનાવવાનો કોન્ટ્રાક્ટ પણ સંપૂર્ણ ભારતીય કંપનીને અપાવ્યો. રશિયાને હિંદ મહાસાગર સુધી ‘ઘૂસ’ મરાવી, ચીન-રશિયા ને સામસામે મૂકી દીધા.. બેઉ બળિયા એકમેકના પલ્લા સમતોલ રાખ્યા કરશે.. ને ભારત ને એડનના અખાતમાં મજબૂત સ્થિતિમાં લાવી દીધું.. ભારતનો યુરોપનાં દેશો સાથેનો વેપાર આ જ રસ્તેથી વધુ થાય છે. ઉપરાંત, બલુચિસ્તાનમાં પાકિસ્તાનનાં જુલ્મોની વાત વિશ્વ સમક્ષ મૂકી ને ચીન-પાકિસ્તાન ના મનમાં *જાજી ખટપટ કરશું તો બલુચિસ્તાન હાથમાંથી જશે અને ત્યાં કરેલો જબરો ખર્ચ માથે પડશે એવો ભય પેદા કરીને છાનામાના છપ્પ કરી દીધા..
👊🏼 રો નાં જાસુસોએ શ્રીલંકા માં ગત વર્ષની ચૂંટણી દરમિયાન ‘ફાટફૂટ’ અને લાંચ આપી ને નેતાઓને ખરીદી લેવા સહિતનાં જબરદસ્ત અભિયાન ચલાવી ને ભારત વિરોધી સરકારને ઘરભેગી કરી અને ભારત તરફી સત્તા આણી. મહીંદા રાજપક્ષેની સરકારે ચીન સાથે કરેલા પોતાના સી-પોર્ટ વાપરવાની મંજૂરી અને અન્ય ભારત વિરોધી નિર્ણયોને નવી સરકારે રદ કર્યા..!! આમાં ચીન ત્યાં છેટે બેઠા કંઈ ન કરી શક્યું.
ઘરઆંગણે નેપાળ અને બાંગ્લાદેશ જેવા દેશોને, નેપાળ_ભૂટાન_બર્મા_ભારત અને બાંગ્લાદેશ ની સંયુક્ત ફ્રી ટ્રેડ ઇકોનોમી કોરીડોર ની મધલાળ ઉપરાંત સામ-દામ-ભય-ભેદ-લાભ-સપના વગેરેની મદદથી પોતાના બનાવ્યા, કહો કે પાંસરા કર્યા.. બાંગ્લાદેશ સાથેનો સીમા વિવાદ કાયમ માટે હલ કર્યો.
તાલિબાનો અને પાકિસ્તાન થી પીડા ભોગવતું અને ભારત તરફથી અનેકવિધ આર્થિક સહાયની સાથે સાથે લશ્કરી માર્ગદર્શન પણ મેળવતું અફઘાનિસ્તાન તો લાંબા સમયથી મિત્રતા નિભાવે છે. ગઈ સાર્ક સમિટ વખતે તેના વડાપ્રધાન સાથે મોદીજી એ લાંબા સમય સુધી મંત્રણા કરી હતી..
ચીન ને ફક્ત પોતાના લાભમાં જ રસ છે. ચીન ના માલસામાનનું ભારતમાં બહુ મોટું બજાર છે. ભારત-પાકિસ્તાન વચ્ચેના આંતરિક મામલા જેવા જમ્મુ-કશ્મીર, સિંધુ જળવિવાદ, આતંકવાદ, સીમાવિવાદ વગેરે પ્રશ્નો બાબતે પાકિસ્તાન જેવા ભિખારી દેશ નો સાથ આપીને ચીન ભારતમાંનું પોતાનું બજાર હાલ તો તોડી નાખવા નથી માંગતુ.
સાઉદી અરેબિયા માં ચાલતા લગભગ તમામ ‘પ્રોજેક્ટ’ માં ભારત ના કામગારોની સંખ્યા બહુ મોટી છે. 9/11 બાદ અમેરિકામાં ચાલતા સાઉદી અરેબિયા નાં કાળઝાળ વિરોધ બાદ અરબી સમુદ્ર રિજન માં અરેબિયા ની લાઈફ લાઈન જેવા ઓઇલ અને અન્ય એન્જીનીયરીંગ મિરેકલ્સ ને મૂર્તિમન્ત કરી આપે એવો ‘સ્કિલ્ડ & ચિપ મેન પાવર’ ભારત સિવાય કોણ આપી શકે..? ત્યાંની મુલાકાત વખતે મોદીજી એ આવા પોઇન્ટસની એવી તો ગોળી પીવરાવી કે આરબ શેખો શ્રીનાથજીની આરતી ઉતારતા થઇ ગયા ને ક્યારે પાકિસ્તાન ને સપોર્ટ કરવાનું ભૂલી ગયા એની તેઓને પોતાને પણ ખબર ન રહી..
અમેરિકા નું આર્થિક સંકટ અને ભારતીય CEOs નો અમેરિકન કંપનીઓ પરનો પ્રભાવ, ભારતનું મૂક્ત અર્થતંત્ર અને વિશાળ બજાર, સોફ્ટવેર તાકાત, ચીન ને નાથવા માટે ભારતની જરૂરિયાત અને મોદી-ઓબામા ની ભાઇબંધીએ અમેરિકા નો ભારત વિરોધી ચંચુંપાત ઓછો કર્યો.
યુનો ની પાંચ દેશોની કાયમી સમિતિ નો એક દેશ, કે જેની મંશા કળાતી નહોતી.. એ ફ્રાન્સ સાથે ‘રાફેલ’ નો સોદો કરી ને કળ થી ભારત પ્રત્યે તટસ્થ બનાવ્યો..
મોદીજી એ આફ્રિકન દેશો ની સમિટ બોલાવીને તેને ભારતની તાકાત અને અનિવાર્યતા સમજાવી. નતિજો : ભારત માટે હવે અરબી સમુદ્ર સલામત મેદાન..
પાકિસ્તાનમાં આયોજિત થનાર સાર્ક શિખર સંમેલન ની, પોતાના મિત્ર બનાવેલા ભૂટાન, બાંગ્લાદેશ અને અફઘાનિસ્તાન ની મદદ થી ‘હવા’ નીકાળી દીધી..
આ તમામ કર્યો ફક્ત બે જ વર્ષનાં સમયગાળા માં..
🏵🏵🏵🏵🏵🏵🏵🏵🏵
હવે સમજાયું કે મોદીજી “ચાણક્ય ” કેમ કહેવાય છે..?
હવે સમજાયું કે POK માં ભારતે કરેલા ઍક્શનનો વિરોધ કેમ ન થયો..? એવી પરિસ્થિતિ પેદા કરી, કે જો કહે કે – હા.. ભારતે હુમલો કર્યો હતો, તો પોતાને ત્યાં આતંકવાદીઓ હોવાનું પૂરવાર થઇ જાય.. અને જો ના પાડે તો પાક સેનાનું મનોબળ ભાંગી જાય..
આ બધા કાર્યો કરવા માટે બુદ્ધિ, શક્તિ, લગન, દેશપ્રેમ, મહેનત, આત્મવિશ્વાસ અને ચારિત્ર્યની શુદ્ધતા જોઈએ.. છે કોઈ અન્ય નેતા માં..???
એસી રૂમ માં પાન ચાવતા ચાવતા મોદીજી ની વટતા રહેતા ફાંદાળા શુરવીરો ની કોઈ ઓકાત નથી દેશ વીશે સલાહ આપવાની..
આ દેશને સંભાળવા માટે એક સીધી સાદી ગુજરાતી નારી, હીરાબેન નો વીર સપૂત કાફી છે.
આ મહામાનવ ને સાથ આપો..
કમ સે કમ એની બદબૉઈ ન કરો..
સાભાર- શ્રી હરેન્દ્ર દવે/શ્રી ચીમન પટેલ (ઈ-મેલમાંથી )
આજથી બરાબર બે વર્ષ પહેલાં ૨૬ મી મે ૨૦૧૪ ના રોજ દેશ વિદેશથી પધારેલ અનેક મહાનુભાવો અને હજારોની સંખ્યામાં હાજર આમંત્રિત મહેમાનોની હાજરીમાં રાષ્ટ્રપતિ ભવનના પટાંગણમાં રાષ્ટ્રપતિ પ્રણવ મુખરજીએ લોકપ્રિય લોક નેતા નરેન્દ્ર મોદી અને એમના પ્રધાનમંડળના સાથીઓને હોદ્દાના શપથ લેવડાવ્યાં હતા. “સબકા સાથ સબકા વિકાસ “ના સૂત્ર સાથે અને જનતાની આશાઓની પૂર્તિ કરવાના મજબુત ઈરાદા સાથે નવી ભાજપની સરકારે આ દિવસે શુભારંભ કર્યો હતો.
2014ની લોકસભાની ચૂંટણીમાં “અબકી બાર મોદી સરકાર”ના નારા સાથે સદી કરતાંય જૂની કોંગ્રેસ પાર્ટીને બુરી રીતે સત્તા પરથી હઠાવીને નરેન્દ્ર મોદીની આગેવાની હેઠળ નેશનલ ડેમોક્રેટિક અલાયન્સની સરકારે સત્તાનાં સૂત્રો સંભાળ્યા હતા.
મોદી સરકારના બે વર્ષના વહીવટનો ટૂંકો અહેવાલ ..
સોનિયા-મનમોહનની આગેવાની હેઠળના કોંગ્રેસી શાશન ના દસ વર્ષ દરમ્યાનના કુવહીવટ અને ભ્રષ્ટાચાર-ગોટાળાઓથી પ્રજામાં ભારે રોષ હતો એવા સમયે “અચ્છે દિન આનેવાલે હૈ “ની આશાઓ અને અપેક્ષાઓ સાથે જનતાએ શ્રી નરેન્દ્ર મોદીને વડાપ્રધાન તરીકે અને ભાજપને સત્તાધારી પક્ષ તરીકે દેશના સુવહીવટ માટે બે વર્ષ પહેલાં દેશનું સુકાન સોપ્યું હતું
બે વર્ષ દરમ્યાન મોદીએ વિશ્વમાં ઘણા દેશોમાં પ્રવાસો યોજીને દેશના વિકાસ માટે ભારતમાં વિદેશી મૂડીના રોકાણ માટેનું ગજબનું માર્કેટિંગ કરીને વિશ્વમાં ભારતની પહેચાન બનાવી છે અને વિશ્વ નેતાઓની વાહ વાહ મેળવી છે.
બે વર્ષની સમાપ્તિ પછી દેશના ફલકમાં પણ અનેક યોજનાઓ મારફતે વિકાસ માટે ઘણું સારું કામ થયું છે એ હકીકત છે.આમ છતાં હજુ દેશના સર્વાંગી વિકાસ માટે ઘણા પ્રશ્નોનું નિરાકણ કરવાનું ઘણું કામ બાકી છે.
બે વર્ષના મોદી સરકારના વહીવટ પછી મોદી સરકારની વહીવટી સિધ્ધિઓની ખૂબીઓ અને ખામીઓની સમીક્ષા કરતો એક સરસ લેખ ચિત્રલેખા સામયિકના સૌજન્યથી અહીં ક્લિક કરીને વાંચો .
मेरा देश बदल रहा है, आगे बढ़ रहा है -વિડીઓ દર્શન
2 Years of Modi Sarkaar
મોદી સરકારના શાસનના બે વર્ષની સિદ્ધિ માટે વડા પ્રધાન શ્રી નરેન્દ્ર મોદીને અને એમના સાથીઓને અભિનંદન અને હવે પછીના વર્ષોમાં મોદી સરકાર જનતાની આશાઓ અને અપેક્ષાઓને ત્વરિત પૂરી કરે એ માટે વિનોદ વિહારની અનેક શુભકામનાઓ.
Report card of PM Modi’s top 5 performing ministers
Modi is scheduled to address a joint meeting of the US Congress on June 8 at the invitation of Paul Ryan , Speaker of the US House of Representatives.
આ પ્રજાસત્તાક દિને જેમને પદ્મશ્રીના ઈલ્કાબથી નવાજવામાં આવ્યા છે એ ડો.ગુણવંતભાઈ શાહએ એમના ઉપર ચિત્રમાંના અવતરણમાં દીકરીના નામનો મહિમા કાવ્યમય શૈલીમાં કેવો સુંદર કહી દીધો છે ! દીકરી ભલે નજર સામે ના હોય પણ મા-બાપના હૈયામાં તો એનો સદાનો વાસ હોય છે. એમનું હૈયું દીકરી જીંદગીભર માટે હર્યું ભર્યું રાખે છે.
એક મિત્રના ફેસ બુક પેજ પરથી પ્રાપ્ત કોઈ પુરુષે કહેલાં સ્ત્રીના વિવિધ રૂપો વિશેનાં આ ઉત્તમ વાક્યો વાંચવા જેવાં છે :
૧) જ્યારે હું જન્મયો ત્યારે એક સ્ત્રીએ મને છાતી સરસો ચાંપ્યો હતો…તે મારી મા હતી.
૨) બાળક તરીકે હું મોટો થતો હતો ત્યારે મારી સાથે રમવા અને મારી સંભાળ લેવા એક સ્ત્રી હતી…તે મારી બહેન હતી.
૩) હું શાળાએ જવા લાગ્યો. મને શીખવામાં મદદ કરવા માટે એક સ્ત્રી હતી…મારી શિક્ષીકા.
૪) મારે સતત કોઇનુ સાનિધ્ય, સથવારો અને પ્રેમની જરુર હતી,ત્યારે પણ એક સ્ત્રી મોજુદ હતી…તે મારી પત્ની હતી.
૫) જ્યારે હું રુક્ષ બન્યો ત્યારે મને પીગળાવવા એક સ્ત્રી હતી…તે મારી પુત્રી હતી.
૬) જ્યારે હું મૃત્યુ પામીશ ત્યારે મને સમાવી લેવા એક સ્ત્રી હશે…તે મારી માતૃભૂમિ હશે.
નરેન્દ્ર મોદી સરકારે આ વખતની ૨૬ મી જાન્યુઆરી પરેડનો થીમ ‘નારી શક્તિ’ રાખ્યો હતો એટલે પરેડમાં લશ્કર, નૌકા દળ અને હવાઈ દળએ તેમના તમામ-મહિલા સૈનિકોના સંઘ ઉતાર્યા હતા.આ કેટલું ભવ્ય દ્રશ્ય હતું ! અમેરિકાના પ્રેસીડન્ટ બરાક ઓબામા પણ એ જોઇને ખુશ ખુશ થઈ ગયા હતા .
શ્રી મોદીનું નવું અભિયાન -‘બેટી બચાઓ-બેટી પઢાઓ’
ભારતના વડા પ્રધાન શ્રી નરેન્દ્ર મોદી રાજકારણના દાવપેચ ખેલનાર એક વિચક્ષણ રાજકારણી તો છે જ પણ એક અદના સમાજકારણી પણ છે.મહાત્મા ગાંધીની જેમ તેઓ સમજે છે કે રાજ્ય માટે સમાજ નથી પણ સમાજ માટે રાજ્ય છે.પ્રજાએ મોટી આશાઓ અને અરમાનો સાથે સોંપેલી સતાનો ઉપયોગ અંગત હિતો સિદ્ધ કરવા માટે નથી પણ લોક સમસ્તની સેવા માટે છે એમ તેઓ માને છે.
શ્રી મોદી ગુજરાતના વડનગર ગામમાં આર્થિક રીતે પછાત મોદી કુટુંબમાંથી આવ્યા છે.વડનગર સ્ટેશન ઉપર ચા વેચનાર એક કિશોરમાંથી,પોતાની સૂઝબુઝ અને દેશ સેવાની ભાવનાથી સ્વ પુરુષાર્થ વડે વડા પ્રધાન જેવા દેશના સર્વોચ્ચ પદ સુધી પહોંચ્યા છે. આને કારણે સામાન્ય જનતાના પ્રશ્નો વિષે મૂળભૂત જ્ઞાન અને અનુભવ ધરાવે છે. એમના મૂળને તેઓ ભૂલ્યા નથી.
દેશના વડા પ્રધાનનું પદ સંભાળ્યાને હજુ તો આઠ જ મહિના પસાર થયા છે પરંતુ આ ટૂંકા ગાળામાં દેશની સામાન્ય જનતાને સ્પર્શતી નીચેની યોજનાઓ શ્રી મોદીએ દેશની સામે મૂકી દીધી છે.
વડાપ્રધાને ૧પમી ઓગસ્ટે દિલ્હીના લાલ કિલ્લા ઉપરથી ‘જનધન યોજના’ શરૂ કરવાની જાહેરાત કરી હતી.આ ૨૧મી સદીમાં દેશની ૪૦ ટકા જેટલી વસ્તી પાસે પોતાનુ બેન્ક એકાઉન્ટ નથી.યોજનાના પહેલા જ દિવસે સમગ્ર દેશમાં દોઢ કરોડ નવાં ખાતાં ખોલવામાં આવ્યાં હતાં .૨૬ મી જાન્યુઆરી ૨૦૧૫ સુધીમાં ૮ થી ૧૦ કરોડ ખાતાં ખોલાઈ જશે એમ મનાય છે.આજે એક જ સપ્તાહમાં સૌથી વધુ ખાતેદારોની સંખ્યા માટે ગ્રીનીચ બુક ઓફ રેકોર્ડમાં એની નોધ લેવાઈ ચુકી છે.આ યોજના હેઠળ તમામ ખાતેદારોને એક લાખ રૂપિયાનો અકસ્માત વીમો અને ૩૦ હજાર રૂપિયાનુ વધારાનું વીમા કવચ પણ અપાશે.
૨૨મી જાન્યુઆરી ૨૦૧૫ના રોજ હરિયાણાથી વડા પ્રધાન મોદીના હસ્તે આ ચોથી યોજનાના શ્રી ગણેશ થયા છે.
આજે ભારતમાં સ્ત્રી-પુરુષના જાતિ પ્રમાણના આંકડાઓમાં ઘણી અસમાનતા નજરે પડે છે. કન્યા ભ્રુણ હત્યાને લીધે નવ જાત છોકરીઓની સંખ્યામાં ઘટાડો થતો જાય છે. હરિયાણામાં એ પ્રમાણ ૧૦૦૦ છોકરાઓએ ૭૫૦- ૮૦૦ છોકરીઓ જન્મ લેતી હોય છે.
સ્ત્રી-પુરુષના જાતિ પ્રમાણના આંકડાઓમાં ઘણી અસમાનતાને ધ્યાનમાં રાખીને તથા બાળકીઓને સમાન હકો મળી રહે એ માટે ‘બેટી બચાઓ-બેટી પઢાઓ’ મિશન અને સુકન્યા સમૃદ્ધિ યોજનાઓને લોંચ કરવાનો કાર્યક્રમ તારીખ ૨૨મી જાન્યુઆરી ૨૦૧૫ના રોજ વડા પ્રધાન મોદીના હસ્તે હરિયાણામાં યોજવામાં આવ્યો હતો.
‘બેટી બચાઓ-બેટી પઢાઓ’ મિશન હાલ ૧૦૦ જેટલા જિલ્લામાં લાગુ પાડવામાં આવશે. આ બે મિશનનો હેતુ બાળકીઓને સુરક્ષા તથા શિક્ષણ પૂરું પાડવાનો છે.
આ લોન્ચ થયેલા ‘બેટી બચાઓ-બેટી પઢાઓ’ના મિશનની બ્રાન્ડ એમ્બેસેડર બોલિવુડની ધકધક ગર્લ માધુરી દીક્ષિત બની હતી.દેશમાં બાળકીઓના ઉજ્જવળ ભવિષ્ય માટે માધુરી આગળ આવી હતી. માધુરી દીક્ષિત અને નરેન્દ્ર મોદી એક જ સ્ટેજ પર જોવા મળ્યા હતા.
માધુરી દીક્ષિતે ટ્વીટર પર આ સમાચાર આપતાં ખુશી વ્યક્ત કરી હતી. લોન્ચિંગ સમયે માધુરીએ દુ:ખ વ્યક્ત કરતાં કહ્યું હતું કે આપણે ચંદ્ર અને મંગળ પર પહોંચી ગયા છે, પરંતુ હજી પણ દીકરીઓને બોજારૂપ ગણવામાં આવે છે એ દુખની વાત છે.આજે દીકરીઓ ઘણાં ક્ષેત્રોમાં આગળ આવી રહી છે.
વધુમાં શ્રી મોદીએ કહ્યું હતું કે જો દેશમાં એક હજાર બાળકો પેદા થાય તો એક હજાર બાળકી પણ પેદા થવી જ જોઈએ. માતા-પિતા બાળકીઓને શિક્ષણ આપવા માટે ૫૦ વખત શા માટે વિચારતાં હશે ?એવો એમણે પ્રશ્ન કર્યો હતો.ઘડપણમાં દીકરાઓ જ સેવા કરશે એ માન્યતા ભૂલ ભરેલી છે. ઘણી વખત દીકરાઓ કરતાં દીકરીઓ ઘડપણમાં મા-બાપની વધુ મદદે આવતી હોય છે એમ એમને કહ્યું હતું.
જો છોકરીઓને જન્મવા જ નહીં દો તો વહુ ક્યાંથી લાવશો?-શ્રી મોદી
બીજી બાજુ નરેન્દ્ર મોદીએ એમના પ્રવચનમાં જનતાને પૂછ્યું હતું કે જો છોકરીઓને જન્મવા જ નહીં દો તો તમારા છોકરાઓ માટે વહુ ક્યાંથી લાવશો?
શ્રી મોદીએ બેટી બચાઓ ,બેટી પઢાઓ” અભિયાન લોન્ચ કરતી વેળાએ કરેલ પ્રવચનમાં દીકરી જન્મે એ પહેલાં જ ગર્ભમાં કરાતી એની હત્યા રોકવા માટે સૌને દર્દ ભરી અપીલ કરી હતી. આવી થતી હત્યાઓ માટે સમાજમાં લોકોની દીકરીઓ પ્રત્યેની દુષિત માનસિકતાને જવાબદાર ગણાવી હતી. પૈસાને લોભે આવું નીચ કામ કરવા તૈયાર થનાર ડોક્ટરોની પણ એમણે ઝાટકણી કાઢી હતી.એમના આ પ્રવચનનો એક અંશ નીચેના વિડીયોમાં છે.
PM Modi makes emotional appeal for girls, denounces foeticide
શ્રી મોદીએ લોન્ચ કરેલ આ યોજના અન્વયે ૧૦ વર્ષની ઉમર નીચેની બાલિકાઓ માટે બેન્કમાં એમના ખાતાં ખોલવામાં આવશે. નીચેના વિડીયોમાં શ્રી મોદી સાથે માધુરી દીક્ષિત,મેનકા ગાંધી અને સ્મૃતિ ઈરાની પણ છે.
ભારતના વડા પ્રધાન શ્રી નરેન્દ્ર મોદીની તાંજેતરની ઓસ્ટ્રેલિયાની સફર અનેક દ્રષ્ટીએ એક યાદગાર અને સફળ વિદેશ યાત્રા બની રહી.
જગતના સૌથી વિકસિત અને વિકસી રહેલી અર્થવ્યવસ્થાના પ્રતિનિધિ જેવા ટોચના વીસ વડાઓની હાજરી વાળા બ્રિસ્બેનમાં યોજાએલ નવમા જી-૨૦ સંમેલનમાં મોદીએ વિદેશોમાં પડેલ દેશનું કાળુ નાણું, બેરોજગારીમાં વૃદ્ધિ આતંકવાદ જેવા ભારતની ચિંતાઓના અગત્યના મુદ્દાઓ ઉપર ચર્ચા કરીને અગત્યની કામગીરી બતાવી હતી. આ બધા દેશ નેતાઓને રૂબરૂ મળી, ચર્ચા કરી એક વિશ્વ નેતા તરીકે તેઓ ઉભરી આવ્યા હતા . અમેરિકાના પ્રેસીડન્ટ બરાક ઓબામાએ તો એમને “ મેન ઓફ એક્શન” કહીને બિરદાવ્યા હતા.
બ્રિસ્બેનમાં મોદીની કામગીરીનો અહેવાલ તસ્વીરો સાથે આ લીંક ઉપર જોવા મળશે.
બ્રિસબેનમાં આયોજીત જી૨૦ દેશોની બેઠકમાં ભાગ લીધા બાદ વડા પ્રધાન મોદી તારીખ ૧૭ મી નવેમ્બર 2014 ની સવારે સિડની આવી પહોંચ્યા હતા. અહીં બપોરે એક વાગે તેમણે ઓલિમ્પિક પાર્કમાં આવેલા ઓલફાન્સો અરિના ખાતે હજારોની જનમેદનીને સંબોધન કર્યું. ન્યૂયોર્કના મેડિસન સ્ક્વેર જેવો જ માહોલ સિડનીના આલ્ફોંસ એરિનામાં પણ જોવા મળ્યો હતો.
અંદાજે ૧૬૦૦૦ ઓસ્ટ્રેલીયામાં વસતા રાષ્ટ્રપ્રેમી ઉત્સાહી ભારતીયોથી આ આડિટોરિયમ ખીચોખીચ ભરાઈ ગયું હતું,
રંગારંગ સાંસ્કૃતિક કાર્યક્રમો બાદ બંને દેશોના રાષ્ટ્રગાન બાદ વડા પ્રધાન મોદીએ સ્ટેજ પર માથું નમાવીને ખીચોખીચ હોલમાં હાજર લોકોનું અભિવાદન કરી એમનું પ્રવચન શરુ કર્યું હતું. અંતમાં ‘સ્વચ્છ ભારત’ માટે સહકાર આપવા મોદીએ સૌને અપીલ કરી હતી.
આ પ્રસંગે વડા પ્રધાન મોદીએ ઓસ્ટ્રેલિયા મૂળના ચિત્રકાર રમેશ ચંદ્રા સાથે મુલાકાત કરી છે. ચંદ્રા કેન્સરની દર્દી છે અને તેમણે ખાસ મોદી સાથે મુલાકાત માટેની ઈચ્છા રજૂ કરી હતી જે મોદીએ આ વખતે એમને મળીને પૂરી કરી હતી.
શ્રી મોદીએ આપેલ એક ઐતિહાસિક પ્રવચનનો સંપૂર્ણ સાંસ્કૃતિક કાર્યક્રમો સહિતનો વિડીયો આ રહ્યો .
PM Narendra Modi won people’s hearts during his eventful stay in Australia .
સિડનીના આ ઓડિટોરિયમ બહાર પણ અદ્દભૂત નજારો જોવા મળ્યો. અહીં ગુજરાતી ફૂડના સ્ટોલ લગાવવામાં આવ્યા હતા . લોકો મોદીના માસ્ક અને તેમના ચહેરા વાળી ટી-શર્ટ પહેરી નમો નમોના નારા લગાવી રહ્યા હતા. અંદાજે ૫૦૦૦ જેટલા લોકોને ટિકીટ મળી ના હોવાથી તેઓ ઓડિટોરિયમની બહાર લાગેલા સ્ક્રીન પર મોદીનું ભાષણ નિહાળી રહ્યા હતા.
મોદી એક્સપ્રેસ
સિડનીમાં આયોજિત મોદીનાં ભાષણને સાંભળવા માટે આવનારાં લોકો માટે એક વિશેષ ટ્રેન ‘મોદી એક્સ્પ્રેસ’ની વ્યવસ્થા કરવામાં આવી હતી. ચાર બોગીવાળી આ મોદી એક્સપ્રેસ ટ્રેનમાં મેલબર્નથી સિડની જવા ૨૦૦ લોકો ઢોલ નગારા સાથે મુસાફરી કરીને આવ્યા હતા .મેલબર્નના ઇતિહાસમાં કોઈ બહારની વ્યક્તિના નામ પર ટ્રેન દોડાવવામાં આવી હોય અને ટ્રેનમાં એક્સ્ટ્રા બોગી જોડવામાં આવી હોય એવું પહેલી જ વાર બન્યું હતું.
મેલબર્નના રેલવેતંત્રની મદદથી ‘મોદી એક્સ્પ્રેસ’ને તિરંગા ફુગ્ગા, મોદીપોસ્ટર અને ફોટોગ્રાફથી સજાવવામાં આવી હતી. ભારતીય સમુદાયના ઘણા લોકોને જગાના અભાવે ટિકિટ ના મળવાથી નિરાશા સાંપડી હતી. આયોજકોએ ટ્રેનમાં મુસાફરોને મોદીઢોકળાં અને મોદીફાફડા પીરસવાની વ્યવસ્થા કરી હતી. ટ્રેનમાં સમગ્ર યાત્રા દરમિયાન મ્યુઝિક અને ડાન્સના કાર્યક્રમની પણ વ્યવસ્થા કરવામાં આવી હતી.
આખો માહોલ જાણે કે મોદીમય બની ગયો હતો . આને કહેવાય મોદી જવર !
સરદાર પટેલ, મોરારજી દેસાઈ અને મોદીને જોડતો અદ્રશ્ય સેતુ
-આ ત્રણેય નેતાઓની શાસનશૈલીમાં રહેલી નક્કરતા (Solidity) અને રાષ્ટ્રનિષ્ઠા સમજવા જેવી છે. વાત ઘણી નાજુક છે. વળી ગેરસમજનું જોખમ રોકડું છે. ગેરસમજથી ડરનારા મનુષ્યે કલમ ઝાલવાની ગુસ્તાખી ન કરવી જોઈએ. ઈમેજ અને ઈમાન વચ્ચેની ટક્કર સદીઓથી ચાલતી રહી છે. છગન અને મગન વચ્ચે કે પછી સવિતા અને કવિતા વચ્ચે પણ કદી સરખામણી ન હોઈ શકે. સરખામણીમાં ભારોભાર હિંસા રહેલી છે. સરદાર એટલે સરદાર. મોરારજી એટલે મોરારજી. મોદી એટલે મોદી
આ ત્રણે મહાનુભાવો વચ્ચે સરખામણી કેવી? એ ત્રણેને જોડનારો એક અદૃશ્ય સેતુ જડી આવ્યો છે. એ સેતુ સમજવા જેવો છે. દિમાગથી કામ લેવું પડશે.સ્વરાજ મળ્યું તે પહેલાંનાં વર્ષોમાં ગાંધીજીમાં ઊંડી શ્રદ્ધા રાખનારા કર્મનિષ્ઠ અને ચારિત્ર્યવાન કોંગ્રેસીઓની મશ્કરી કરવામાં સામ્યવાદી-સમાજવાદી-ડાબેરીઓ સદા ઉત્સુક રહેતા. માર્કસવાદી હોય તે મનુષ્ય આપોઆપ પ્રગતિવાદી, ઈન્ટેલેક્ચ્યુઅલ અને ગરીબનો બેલી ગણાતો. સર્વોદયમાં શ્રદ્ધા રાખનારા નિષ્ઠાવંત સેવકોને એ બોલકણો માક્ર્સવાદી ‘બુઝૂર્વા’ કહીને ભાંડતો. આવા પ્રગતિશીલ ગણાતા બેવકૂફ પાસે ચારિત્ર્યની મૂડી ન હોય, તોય એ ચારિત્ર્યવાન સેવકને સાણસામાં લેતો. સુરતમાં સ્વચ્છ સેવક ગોરધનદાસ ચોખાવાળાને સામ્યવાદી જશવંત ચૌહાણ દલીલમાં હરાવી દેતા.
આવી ફેશનખોર ડાબેરી જમાત આજે પણ છે. એ જમાતે સરદાર પટેલને ‘રાઇટ રીએક્શનરી’ કહીને ખૂબ ભાંડેલા. એ જ બુદ્ધિખોર જમાતે મોરારજી દેસાઈને ખૂબ ગાળો દીધેલી. એ જ દંભખોર જમાતનો ‘મોદી દ્વેષ’ આજે પણ કાયમ છે. સરખામણીથી બચીને આ ત્રણે મહાનુભાવો ડાબેરી જમાત દ્વારા જે રીતે અમથા વગોવાયા તેની વાત ટૂંકમાં કરવી છે. સેતુ સોલિડ છે, પરંતુ ત્રણે મહાનુભાવો સરખા નથી. ઈમેજ અને ઈમાન વચ્ચેની ટક્કર સદીઓથી ચાલતી રહી છે. સરખામણીમાં ભારોભાર હિંસા રહેલી છે. સરદાર એટલે સરદાર. મોરારજી એટલે મોરારજી. મોદી એટલે મોદી આ ત્રણે મહાનુભાવો વચ્ચે સરખામણી કેવી? એ ત્રણેને જોડનારો એક અદૃશ્ય સેતુ જડી આવ્યો છે. એ સેતુ સમજવા જેવો છે.
(સરદાર વલ્લભભાઈની ફાઈલ તસવીર)
(૧) સરદાર પટેલ સામર્થ્યવાદ રાજપુરુષ હતા. એમને ઢીલી ઢીલી કે પોલી પોલી કોઈ વાત ન ગમતી. એમને રશિયન સામ્યવાદ કે યુરોપીય સમાજવાદમાં લગીરે શ્રદ્ધા ન હતી. ગાંધીજીની હત્યા પછી સમાજવાદી જયપ્રકાશ અને અચ્યુત પટવર્ધને સરદારને ભાંડવામાં કશુંય બાકી રાખ્યું ન હતું. ખાનગીમાં નેહરુને એ ગમતું હતું. સરદારના દેહવિલય પછી સરદારને અન્યાય કરવા બદલ ઊંચા ચારિત્ર્યના સ્વામી એવા જયપ્રકાશજીએ સરદારની ક્ષમાયાચના કરી હતી. આવું અન્ય ડાબેરીઓ ન કરી શક્યા. એ ડાબેરી બુદ્ધિખોર લોકોને સરદારની શાસનશૈલીમાં રહેલી નક્કરતા (Solidity) અને રાષ્ટ્રનિષ્ઠા ખૂંચતી હતી. હા, એ સૌમાં એક ઉમદા અપવાદ ભૂલવા જેવો નથી.
વિશ્વ આખામાં જેમનું નામ ઊંચા આદરથી લેવાય છે, તેવા ડાબેરી માનવનિષ્ઠ એમ.એન. રોયને સરદાર પટેલ માટે જબરો આદર હતો. વળી સમાજવાદી વિચારધારાને વરેલા પંડિત નેહરુ માટે થોડોક અભાવ પણ હતો. એમ.એન. રોયે લખ્યું હતું : ‘હું એમ માનવા પ્રેરાઉં છું કે ભાગલા અંગે એમનું (સરદારનું) જે વાસ્તવિક વલણ હતું તેવું જ વલણ કાશ્મીરના પ્રશ્ન અંગે પણ હતું. આમ છતાં જુગારીની સ્વપ્રતિષ્ઠાના ઉન્માદમાં રમતનાં પાસાં ફેંકાઈ ગયાં પછી તો સરદાર પાસે કોઈ જ વિકલ્પ ન હતો. એક વાતની ખાતરી (સરદાર અંગે) રાખી શકાય કે તેઓ લોકપ્રિય નેતાઓના ભભકા વડે ઢંકાયેલી બેવકૂફી પ્રત્યે નારાજગી ધરાવનારા છે.’ અહીં ‘બેવકૂફી’ શબ્દ રોયે કોને માટે પ્રયોજ્યો, તે સુજ્ઞ વાચકો સમજી જશે. પોતાના સામયિક ‘Radical Humanist’માં એમ.એન.રોયે તા.૩૧-૧૦-૧૯૪૯ને દિવસે સરદારને ‘માસ્ટર બિલ્ડર’ તરીકે બિરદાવ્યા હતા. તે દિવસે સરદારની ૭૪મી જન્મતિથિ હતી.
(મોરારજી દેસાઈની ફાઈલ તસવીર)
(૨) મોરારજી દેસાઈની આત્મકથા ‘મારું જીવનવૃત્તાંત’ (નવજીવન પ્રકાશ મંદિર અમદાવાદ, કિંમત રૂ.૯૦૦) મને થોડાક દિવસો પર વિવેક દેસાઈએ પ્રેમથી મોકલી આપી. ગુજરાતની કોઈ પણ નિશાળ કે લાઇબ્રેરી આ ગ્રંથ વિના અધૂરી જાણવી. તમારે સાક્ષાત્ ચારિત્ર્યને દેહ ધારણ કરીને દેશમાં હરતું-ફરતું-બોલતું જોવું છે? તો આ ગ્રંથ વાંચવાનું ચૂકશો નહીં. મોરારજીભાઈ જીવ્યા ત્યાં સુધી ડાબેરીઓની ગાળ ખાતા જ રહ્યા. આવી નિરર્થક ગાળ ખાવી એ જાણે મોરારજીભાઈની હોબી બની ગઈ મુંબઈનું સાપ્તાહિક ‘બ્લિટ્ઝ’ મોરારજીભાઈને ભાંડવામાં અગ્રેસર હતું.
આ ગ્રંથના થોડાક અંશો ટૂંકમાં પ્રસ્તુત છે :
૧૯પ૬માં હું જ્યારે કેબિનેટમાં આવ્યો ત્યાર પછી મેં જોયું કે મૌલાનાસાહેબનું જવાહરલાલ ખાસ કાંઈ સાંભળતા ન હતા, બલકે એમને કાંઈક અવગણતા હતા. (પાન-૪પપ) જીવનનાં છેલ્લાં ત્રણચાર વર્ષ પહેલાં સુધી (જવાહરલાલ) ધર્મમાં શ્રદ્ધા રાખતા ન હતા અને ઈશ્વરમાં શ્રદ્ધા રાખતા ન હતા… હિંદુ ધર્મ સામે પણ એમને પૂર્વગ્રહ હતો. (પાન-૪પ૬) વિનોબાજી સાથે મોરારજીભાઈની મુલાકાત દરમિયાન જે લાંબી ચર્ચા થઈ તેની નોંધ નારાયણ દેસાઇએ રાખી હતી. તા.૭-પ-૧૯પપને દિવસે થયેલી ચર્ચાનો એક અંશ સાંભળો : વિનોબા : પગપાળા ચાલનારનું આયુષ્ય વધી શકે છે. મોરારજી : કોઈની આવરદા વધે એમ હું નથી માનતો. વિનોબા : હું કેટલીક વાર વિનોદમાં કહું છું કે જે ચાલે છે એને યમરાજ પણ પાછળથી આવીને પકડી નથી શકતો. મોરારજી : હું માનું છું કે જેને માટે જેટલી ક્ષણ નક્કી થયેલી હોય છે એનાથી એ એક ક્ષણ પણ વધારે જીવી નથી શકતો. (પાન-પ૬૩)
આ ગ્રંથમાં મોરારજીભાઈ અને કેનેડી વચ્ચે થયેલો વાર્તાલાપ (પાન-૪૧૩-૪૧૪) ખૂબ જ રસ પડે તેવો છે. એ જ રીતે રશિયાના નેતાઓ ક્રુશ્ચોવ અને બુલ્ગાનિન સાથેની મુલાકાત પણ રસપ્રદ છે. (પાન-૩૪૪) વળી ચીનના પ્રધાનમંત્રી ચાઉ એન લાઈ નાણાંપ્રધાન મોરારજીભાઈને નિવાસે મળવા ગયા ત્યારે જે વાતચીત થઈ તે ખૂબ જ રસપ્રદ છે. (પાન-૪૨૭). આ આત્મકથામાં એક પણ શિથિલ વાક્ય ઝટ જડતું નથી. ઈન્દિરા ગાંધીએ કટોકટી લાદી ત્યારે જયપ્રકાશ અને મોરારજી સાથોસાથ કોંગ્રેસના દમન સામે લડયા. વડાપ્રધાન બન્યા ત્યારે એમની સાવ નજીક ગણાતા લોકોમાં સમાજવાદી અશોક મહેતા મોખરે હતા. પુસ્તકમાં પાને પાને તર્કબદ્ધ રીતે પોતાનો કેસ રજૂ કરનારા ચારિત્ર્યવાન મોરારજીભાઈ આબાદ પ્રગટ થતા રહે છે.
(૩) ડાબેરી બુદ્ધિખોર લોકો નરેન્દ્ર મોદીની નિંદા કરવા માટે ટાંપીને બેઠા છે. નરેન્દ્રભાઇની ખૂબી એ છે કે પોતાની સામે પ્રગટ થતા દ્વેષને તેઓ કમ્પોસ્ટ ખાતરમાં ફેરવી નાખે છે. મોદીને એક લાભ છે, જે સરદાર-મોરારજીને ન હતો. ડાબેરી વિચારધારા પ્રમાણેનું અર્થશાસ્ત્ર રશિયામાં, ચીનમાં અને પૂર્વયુરોપના ભૂતપૂર્વ સામ્યવાદી દેશોમાં આજે સાવ ખતમ થઈ ચૂક્યું છે. વડાપ્રધાનનું સર્વોચ્ચ પદ એમણે પોતાના પ્રચંડ પરાક્રમ દ્વારા મેળવ્યું છે. કદાચ આ માણસ ભારતના ઈતિહાસમાં કાયમી પ્રદાન કરીને નવા ઈતિહાસનું સર્જન કરશે. આ માથાભારે માણસની કર્મનિષ્ઠા, રાષ્ટ્રનિષ્ઠા અને ધ્યેયનિષ્ઠા લગભગ સરદાર-મોરારજીના કુળની છે. આ વાત ખોટી લાગી?
બસ પાંચ વર્ષ માટે થોભી જાઓ. શક્ય હોય તો આજનો આ લેખ પાંચ વર્ષ સુધી ફાઈલમાં સાચવી રાખશો. મોદીની વિચારમૂલક ટીકા કરનારા લોકો અપ્રમાણિક નથી. એવી ટીકાનું મૂલ્ય જરાય ઓછું નથી. અમથો બકવાસ કરનારા કેટલાક બબૂચકો જાણે છે કે પોતે બકવાસ કરી રહ્યા છે. ખાનગીમાં કેટલાક કોંગ્રેસી મિત્રોને મોદીની પ્રશંસા ધરાઈને કરતા સાંભળ્યા છે. એમાંના કેટલાકને લાગે છે કે થીજેલાં જળ વહેતાં થયાં ગોળગોળ અસત્ય બોલવામાં તટસ્થતા અભડાય છે. દેશના ડાબેરી કર્મશીલોમાં ‘મોદીદ્વેષ’ એટલો તો જામી પડેલો છે કે પૂર્વગ્રહોના ખાળકૂવા થાળું ફાડીને રસ્તા પર વહેતા થાય છે. એ જમાતને કોંગ્રેસનો ભ્રષ્ટાચાર અને પરિવારવાદ નથી ખૂંચ્યો.
મોદી પાસે રોજ કામ કરવાના કલાકો આપણા કરતાં થોડાક વધારે છે. એમનો વર્કાહોલિક સ્વભાવ નિરાંતે ઠરીને બેસતો નથી અને અન્યને ઠરીને બેસવા દેતો નથી. સરદાર-મોરારજીની જેમ તેઓ સંપૂર્ણ નિવ્ર્યસની અને પ્રમાદમુક્ત છે. આટલું લખ્યું તે બદલ થોડીક ગાળ મારે ખાવી પડવાની હું હવે ટેવાઈ ગયો છું. નિયતિના પાલવમાં શું શું સંતાયું છે તેની ખબર કોઈને નથી. ખબર છે એટલી કે દેશના હિત માટે રાતદિવસ મંડી પડનારો એક બુદ્ધિમાન અને કર્તવ્યતત્પર ‘મજૂર’ કામે લાગ્યો છે. (લખ્યા તા.૧પ-૬-૨૦૧૪)
પાઘડીનો વળ છેડે
ગુજરાતમાં જે વર્ક-કલ્ચર પ્રવર્તે છે, એનાથી હું પ્રભાવિત થઈ છું. શહેરો અને ગામોના રસ્તા સારી રીતે બંધાયેલા છે. છેક દૂર આવેલાં ગામોમાં પણ વીજળીની સુવિધા અને પીવાનું પાણી પહોંચેલાં છે. ખાસ કરીને પંચાયતમાં ઉપલબ્ધ એવી દાક્તરી સેવા અને સ્થાનિક આરોગ્ય કેન્દ્રોની સુવિધાઓથી હું વિશેષ પ્રભાવિત થઈ છું. આવું પશ્ચિમ બંગાળમાં બન્યું નથી.
મહાશ્વેતા દેવી દેશનાં આદરણીય સાહિત્યકાર અને ડાબેરી કર્મશીલ તરીકે વિખ્યાત છે. આવી પ્રશંસા છેક ૨૦૦૭માં થઈ હતી. ગુજરાત મોડેલની આવી પ્રશંસા કરવી એ ગુનો છે?
” Yoga synchronises the mind,body and soul.” —Narendra Modi
સંદેશ.કોમમાં એક સમાચાર —-
“ભારતનાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દિલ્હીમાં કામ શરૂ કરતા-વેત જ સંસદના નેતાઓને સ્પષ્ટ શબ્દોમાં ચિમકી આપી દીધી છે અને જણાવ્યું છે કે ‘મને પગે લાગવાનું બંધ કરી દો, અને સંસદમાં નિયમીત હાજરી આપો’
ઉપરના સમાચાર અને શ્રી મોદીએ વડા પ્રધાનના શપથ લીધા એ દિવસથી જ સુરાજ્ય માટે પ્રધાનો અને અમલદારો માટે આચાર સંહિતા બનાવીને જે રીતે કામકાજ શરુ કરી દીધું છે એના સમાચારો ઉપરથી મને એક પેરડી/ કટાક્ષ લેખ લખવાની મનમાં પ્રેરણા થઇ. એના ફળ સ્વરૂપે એક પેરડી લેખ નીચે પ્રસ્તુત છે .
આશા છે મારો આ નવો પ્રયોગ તમને ગમે .
વિનોદ પટેલ
—————————————————————————-
( 469 ) સરકારી શાળાના એક નવા હેડ માસ્તર ! …….. ( પેરડી લેખ )
ગામની સરકારી શાળાનું નવું સત્ર તાજું જ શરુ થયું હતું . શાળાના ઘંટનો ટકોરો પડતાં જ બધા વિદ્યાર્થીઓ જ્યાં હોય ત્યાંથી દોડતા દોડતા વર્ગમાં પોત પોતાની જગાએ ગોઠવાઈ ગયા . આવું આ શાળામાં અગાઉ કદી બન્યું ના હતું . હકીકતમાં આ શાળાના વિદ્યાર્થીઓ તો તોફાનો કરવા , બધું રફે દફે કરવા , મોડા આવવા અને શાળાની વસ્તુઓને ચોરીને ઘેર લઇ જવાં માટે પંકાયા હતા . વિદ્યાથીઓ ગ્રુપમાં વહેંચાઈ જઈને એકબીજા સાથે જગડતાં હતાં.
આ જાતની ગામની કુખ્યાત નિશાળમાં અચાનક આવેલ ફેરફારનું કારણ એ હતું કે આ શાળામાં નરેશભાઈ નામના એક નવા શિક્ષક હેડ માસ્તર તરીકે જવાબદારી સંભાળી હતી .
આ નરેશભાઈ આ શાળામાં મુખ્ય શિક્ષક તરીકે જોડાયા પહેલાં એક દુરની શાળામાં ૧૩ વર્ષ સુધી આદર્શ શિક્ષક તરીકેની સુંદર કામગીરી બજાવી વિદ્યાથીઓમાં અને શિક્ષણ જગતમાં પ્રિય થઇ ગયા હતા .
એમનું કામ જોઈને જ ગામની પંચાયતે એક ઠરાવ પસાર કરીને નરેશભાઈને ગામની શાળાના હેડ માસ્તર તરીકે નિમણુંક કરી હતી .આ નવા હોંશિયાર હેડ માસ્તર શાળાની બગડેલી છાપને સુધારશે એવી આશાઓ સાથે ગ્રામ પંચાયતે એમને આ જવાબદારી આપી હતી .
આ નવા હેડ માસ્તરે આવ્યા એ દિવસથી જ એમની કામ કરવાની આગવી સ્ટાઈલથી વિદ્યાર્થીઓમાં અને બીજા શિક્ષકોમાં એક ધાક પાડી દીધી હતી .પહેલા જ દિવસે એમણે શાળાના વિદ્યાર્થીઓ અને શિક્ષકોની એક સંયુક્ત સભા બોલાવી અને સ્પષ્ટ શબ્દોમાં સૌને ચીમકી આપતાં કહ્યું :
“જુઓ , આ ગામની પંચાયતે મને અહીં સારું કામ કરી બતાવીને શાળાની જે બહાર ખરાબ આબરુ છે એને સુધારવા માટે બોલાવ્યો છે .
મને જાણવા મળ્યું છે કે મારી પહેલાં મહેતો મારે ય નહી અને ભણાવે ય નહી એવા મુગા દાઢીવાળા હેડ માસ્તર મનોહરભાઈ હતા જે હંમેશાં બહાર ગામનાં એક શિક્ષિકાબેન મોનીયાજી કહે એમ કામ કરતા હતા .એ વખતે તમને બધાને બહું મજા પડી ગઈ હતી .શાળાના પીરીયડમાંથી ગાપચી મારીને બહાર રખડવાની, મોડા આવવાની અને અંદર અંદર ઝગડા કરવાની જે ટેવ પડી છે એ હવે મારા વહીવટમાં હું જરાયે નહિ ચલાવી લઉં .”
શિક્ષકોને ઉદ્દેશીને પણ હેડ માસ્તર નરેશભાઈએ કહ્યું :
” આપણે સૌએ સાથે મળીને આ શાળાની ગયેલી આબરુને પાછી લાવવાની છે .
હું જૂની શાળામાં હતો ત્યારથી જ દરરોજ રાત્રે ગમે એટલો મોડો સુતો હોઉં પણ સવારે પાંચ વાગે ઉઠી જાઉં છું. એક કલાક માટે યોગ અને ટ્રેડ મિલ ઉપર દોડીને શરીર અને મનને કામ કરવા માટે હંમેશાં સતેજ રાખું છું . તમારે પણ વહેલા ઉઠી સવારે સમય પહેલાં કામે ચડી જવાનું છે .તમે જો સમયસર નહિ આવો તો તમે વિદ્યાર્થીઓને સમયસર આવવાનું કેવી રીતે કહી શકશો .
આ શાળામાં સુધારો કરવા માટે મેં જે ૧૦૦ દિવસનો રોડ મેપ કાર્યક્રમ નક્કી કર્યો છે એનું ચુસ્ત પણે પાલન થાય એવી મારી ઈચ્છા છે . એમાં તમારે મને પુરો સહકાર આપવાનો છે . સબકા સાથ , સબકા વિકાસ .
બસ આજે આટલું જ . બધા પોત પોતાના વર્ગમાં જઈને કામે લાગી જાઓ .”
બધાં વિદ્યાર્થીઓએ અને શિક્ષકોને આ નવા હેડ માસ્તર નરેશભાઈની ની વાત ગળે ઉતરી ગઈ હોય એમ લાગ્યું .એમના મનમાં ગેડ બેસી ગઈ કે નવા સાહેબની કામ કરવાની આ નવા પ્રકારની રીત ગામની આબરુ અને શાળાના ભલા માટે જ છે .
પરંતુ ગામમાં ચૌદાશીયા અને દરેક સારી વાતમાં પણ વાંક જોવાની ટેવ વાળા માણસોનો તોટો નથી હોતો. આવા દ્વેષીલા માણસો કહેવા માંડ્યા કે આ નવા માસ્તર એકદમ બદલાવ લાવવાની મોટી મોટી વાતો કરે છે પણ બધું રાતો રાત ઓછું બદલાવાનું છે .
શિક્ષકો અને વિદ્યાર્થીઓ શરૂ શરૂમાં એમનાથી અંજાશે પણ જો જો ને ધીમે ધીમે તેઓ પણ જુના હેડ માસ્તર વખતે હતા એવા જાડી ચામડીના થઇ જવાના છે .
હેડ માસ્તર જાતે એકલા છે પણ બીજા શિક્ષકો કઈ એમના જેવા બાવા નથી . એમને એમનું કુટુંબ હોય છે . જોઈએ છીએ કેટલા દીવસ એમનું ચાલવાનું છે.નવું નવ દહાડા પછી બધું ઠેરનું ઠેર થઇ જવાનું છે !
એમ વહેલા ઉઠી , વહેલા આવીને વધારે કામ કરવાથી હંમેશાં સારું અને બહું કામ કરી શકાય એવું ઓછું છે !”
પરંતુ આ હેડ માસ્તર નરેશભાઈને આવા વાંક દેખા માણસોની કોઈ ચિંતા નથી .એતો એમના નિર્ધાર કરેલ લક્ષ્ય પ્રમાણે પહેલા દિવસથી જ શાળાની કાયા પલટ કરવાનાં કામમાં મચી પડ્યાં છે . જૂની શાળામાં હતાં ત્યારે પણ આવા વાંક દેખા લોકોએ એમને પજવવામાં બાકી રાખ્યું ન હતું પણ નીલકંઠની જેમ એ ઝેરને પચાવી કામ કર્યે જવાનું એમના સ્વભાવમાં જ વણાઈ ગયું છે .
શાળા છૂટી એટલે કેટલાક તોફાની વિદ્યાર્થીઓ અગાઉની ટેવના માર્યા સાહેબ આગળ સારી છાપ અને ચાપલુસી કરવા એમના પગે પડવા માંડ્યા .
હેડ માસ્તર સાહેબ બે કદમ પાછા પડી જઈને એમને ચીમકી આપતાં કહ્યું ” જુઓ, તમારે મને પગે પડીને ચાપલુસી બતાવવાની કોઈ જરૂર નથી .
તમારી પહેલાંની આ ખોટા મસ્કા મારવાની ટેવ હવે છોડી દેવાની છે . મને એ જરાયે પસંદ નથી . જે કામ કરે એ જ માણસ મને તો ગમે .તમારે તો મારી આજ્ઞાનું પાલન કરીને તમને આપેલું લેશન વર્ગમાં નિયમિત હાજરી આપીને પુરું કરવાનું છે .બરાબર ભણવાનું છે . હું જ્યાં સુધી ગામની આ શાળામાં હેડ માસ્તર છું ત્યાં સુધી તમારી લાલિયા વાળી હવે ચાલવાની નથી “
શાળાના વિદ્યાર્થીઓ પણ હવે આ નવા સાહેબને બરાબર ઓળખી ગયા છે કે એમની હાજરીમાં પહેલાં જેવું બખડજન્તર ચાલવાનું નથી .
બધાં વિદ્યાર્થીઓ અને શિક્ષકો હવે નિયમિત રીતે સમય પહેલાં જ શાળામાં આવી જાય છે . શાળાના પીરીયડમાંથી ગાપચી માર્યા વિના પોતપોતાનું કામ કરતા થઇ ગયાં છે .
નવા હેડ માસ્તર આખો દીવસ શાળાની જ ચિંતામાં જ હોય છે . કલાક બે કલાક પહેલાં જ એ શાળામાં હાજર થઇ કામમાં લાગી જાય છે અને શાળા છૂટે એ પછી કલાકો શાળામાં બેસી કામ કરતા દેખાતા હોય છે .
આવા કામગરા અને શાળાની રાત દીવસ ચિંતા કરતા હેડ માસ્તરની અસર બીજાઓ ઉપર પડવાની જ છે . ગામના લોકોને ખાત્રી થઇ ગઈ છે કે નવા હેડ માસ્તર નરેશભાઈના વહીવટમાં ગામ માટે અને ગામની શાળા માટે સારા દિવસો જરૂર જોવા મળશે .
આજે તો આ ગામ અને આજુબાજુના ગામોના લોકો આ નવા હેડ માસ્તર નરેશભાઈએ શરુ કરેલા કામ યજ્ઞથી ગેલમાં આવી ગયાં છે અને નવા સાહેબનાં ચોરે અને ચૌટે આજે ગુણગાન થઇ રહ્યાં છે .
હવે એ જોવાનું છે કે આ સૌ લોકોએ નવા હેડ માસ્ટરમાં રાખેલ આશાઓ અને વિશ્વાસને ખરો પાડવામાં તેઓ કેટલા દરજ્જે સફળ થાય છે !
વિનોદ પટેલ
———————————————————————————————————-
ઉપરની પેરડીને મળતી જ આવતી વાત નીચેના કાર્ટૂન વિડીયોમાં કરી છે .
વાચકોના પ્રતિભાવ