Shri Narendra Modi sworn as 15th Prime Minister of India 0n 26th May 2014 at the venue of Rashtrpati Bhavan, New Delhi
સોમવાર,તારીખ ૨૬મી મે ૨૦૧૪ ના રોજ વી.વી.આઈ..પી. વી.આઈ.પી .સહીત લગભગ ૪૦૦૦ આમંત્રિત મહેમાનોની જંગી હાજરી વચ્ચે શ્રી નરેન્દ્ર મોદીની વડા પ્રધાન તરીકેનો રંગારંગ શપથવિધિ કાર્યક્રમ પુરેપુઆ દબદબા વચ્ચે યોજાઈ ગયો . આ પ્રસંગે રાષ્ટ્રપતિ ભવનના વિશાળ પટાંગણમા શ્રી મોદી અને એમની કેબિનેટના કેટલાક સભ્યોને રાષ્ટ્રપતિ શ્રી પ્રણવ મુખર્જીએ ભારતના સંવિધાનને વફાદાર રહેવાના શપથ લેવડાવ્યા હતા .
આ આખા એ પ્રસંગને આવરી લેતો યુ-ટ્યુબ વિડીયો નીચે મુક્યો છે . વિડીયોના અંતમાં દેશના ઇતિહાસમાં સૌ પ્રથમવાર આ સમારોહમાં હાજર રહેલ શાર્ક દેશના વડાઓ સાથે શ્રી મોદી અને રાષ્ટ્રપતિ જોઈ શકાશે .
બીજા રાજકીય નેતાઓ સામે વડા પ્રધાન શ્રી નરેન્દ્ર મોદીની વિશિષ્ટતા
આ આપણને આશ્ચર્યમાં મૂકી દે એવી વાત છે કે મોદીની વડા પ્રધાન તરીકેની આ રંગારાગ શપથવિધિમાં હાજર રહેવા તેમના ભાઈઓ , બહેનોને કે માતાને પણ સત્તાવાર આમંત્રણ આપવામાં આવ્યું ન હતું. મોદીના બહેન વાસંતીબેન કે જેઓ શ્રી મોદી જ્યારે પહેલીવાર ગુજરાતના મુખ્ય પ્રધાન બન્યા ત્યારે તેમને રાજતિલક કર્યું હતું એમને મોદી જ્યારે પી.એમ. બન્યા ત્યારે એકના એક આ બહેનને પણ તેમના શપથવિધિ સમારંભમાં હાજર રહેવા કોઈ સત્તાવાર આમંત્રણ અપાયું નહતું .
શ્રી મોદીના આ સૌ કુટુંબીજનોએ ગાંધીનગરમાં રહેતા એમના નાના ભાઈને ત્યાં એમનાં વયોવૃદ્ધ માતા હીરા બા સાથે ટી.વી. ઉપર આ આખો કાર્યક્રમ સમુહમાં નિહાળ્યો હતો એ પ્રસંગનો વિડીયો નીચે મુકવામાં આવ્યો છે .
આ વિડીયોમાં શ્રી મોદીના ભાઈને દુરથી ટી.વી ઉપર એમના ભાઈને શપથ લેતા નિહાળીને એમની આંખમાંથી આંસું આવતું જે દ્રશ્ય અને આતુર નયને આ દ્રશ્ય નિહાળી રહેલ એમની માતાનું જે દ્રશ્ય બતાવાયું છે એ દિલને હલાવી જાય છે .
આ વિડીયોમાં બતાવાતી સ્ટ્રીપમાં શ્રી મોદી સાથે શપથ લેનાર એમની કેબિનેટના અન્ય સાથીઓના ફોટા અને એમને આપેલ પોર્ટફોલીઓ પણ જોઈ અને જાણી શકાશે .
આ બતાવે છે કે સરદાર પટેલની જેમ શ્રી નરેન્દ્ર મોદીએ એમના વડા પ્રધાનના સતાના કેન્દ્રથી એમના કુટુંબીજનોને દુર રાખવાનો સજાગ પ્રયાસ કર્યો છે .
શ્રી મોદીના વ્યક્તિત્વની આજ તો ખૂબી છે . આપણે બીજા નેતાઓને એમના કુટુંબીજનોને અને પ્રિય જનોને રાજકારણમાં ઊંચા સ્થાને બેસાડતા જોઈએ છીએ અને જોયા છે .આની સામે શ્રી મોદી આવા પ્રકારના કુટુંબપ્રેમથી પર છે . શ્રી મોદી ૧૦૦ ટકા ફક્ત ભારત માતાની સેવા માટે દિલથી સમર્પિત છે .
શ્રી મોદીની આવી વિશિષ્ટ પ્રકારની દેશભક્તિને માટે એમને ધન્યવાદ ઘટે છે .
—————————————————
શ્રી મોદીને માતાએ આપેલ વિદાય અને શ્રી મોદીની દિનચર્યા –
દિકરો ઉંમરમાં કે બુદ્ધિમાં કે પદમાં ગમે તેટલો મોટો અને મહાન બની જાય છતાં પણ પોતાના મા પાસે તો તે નાનકડો બાળક જ હોય છે .
શ્રી મોદી ગાંધીનગર ,અમદાવાદથી જ્યારે તારીખ ૨૨મી મે ૨૦૧૪ના રોજ દિલ્હી જવા રવાના થયા થયા એ પહેલાં એમનાં માતુશ્રી હિરાબાનાં આશીર્વાદ લેવા પહોંચ્યા હતા .
હિરાબાએ પોતાનાં દિકરા નરેન્દ્ર મોદીને પ્રેમથી કંસાર જમાડયો હતો અને સાથે સાથે શુકનનાં રૂપિયા 101/- પણ પ્રેમથી ભેટ આપ્યા હતાં. જેનો નરેન્દ્ર મોદીએ પ્રેમથી આશિર્વાદ સ્વરૂપે સ્વીકાર કર્યો હતો.
મા હિરાબાએ પણ દિકરા નરેન્દ્ર મોદીને પ્રેમથી આલિંગન આપી દેશની સેવા કરવાના અને દેશને આગળ વધારવાનાં આશીર્વાદ પ્રદાન કર્યા હતા .
દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી જ્યારે એમના દિલ્હીના વડાપ્રધાન નિવાસ ૭-રેસકોર્ષ રોડમાં પહોંચશે તો પણ એમની દિનચર્યામાં કોઇ ઝાઝો ફેરફાર નહી થાય ફકત જવાબદારી અને દાયરો વધી જશે.
સવારે પ વાગ્યે ઉઠીને યોગથી શ્રી મોદીની દિનચર્યા શરૂ થાય છે અને તારીખ બદલવાની સાથે તેમની દિનચર્યા પુરી થાય છે. તેઓ રાત્રે ૧ર વાગ્યા પછી જ સુવે છે. ઉંઘ પણ ૩II થી ૪ કલાક લ્યે છે. ૮ થી ૯ કલાક કામ કરવાની તેમની ટેવ છે. સમય મળે ત્યારે તેઓ પુસ્તકો વાંચવાના શોખીન છે.
મોદી દિવસમાં મુલાકાતો અને રાત્રે પક્ષ તથા સરકારનું કામ કરે છે. મોદી એવુ માને છે કે જવાબદારી એવી રીતે વહેચવી જોઇએ કે કેપ્ટન બોજમુકત રહે.
શ્રી મોદી કાયમ એક કાર્ય યોજના સાથે કામ કરે છે. તેઓ દિવસે મોટાભાગનો સમય સાઉથ બ્લોકમાં ઓફિસમાં વિતાવશે. ૭-રેસકોર્ષ રોડ ઉપર નિવાસસ્થાનમાં સવારે અને સાંજે બેઠકો યોજશે.
મોદીના નજીકના વર્તુળો જણાવે છે કે, મોદીના મિત્રોની સંખ્યાથી વધુ તેમને ચાહવાવાળા લોકો છે. તેઓ એક અદ્વિતીય લોક ચાહના ધરાવતા દેશ નેતા તરીકે ઉભરી આવ્યા છે .
(માહિતી સૌજન્ય- સંદેશ )
————————————
ફેસબુક પર ઓબામા બાદ નરેન્દ્ર મોદી સૌથી લોકપ્રિય નેતા બન્યા
શ્રી નરેન્દ્ર મોદીનું ફેસબુક પેજ દુનિયાના ચૂંટાયેલા નેતાઓમાં સૌથી ઝડપથી આગળ વધી રહેલુ પેજ છે. દુનિયાભરના રાજનેતાઓમાં એમેરિકી રાષ્ટ્રપતિ બરાક ઓબામા બાદ તેમના ફોલોઅર્સની સંખ્યા સૌથી વધારે થઈ ગઈ છે. ફેસબુકે મંગળવારે આ જાણકારી આપી છે.
ફેસબુક અધિકારી એંડી સ્ટોનએ કહ્યું કે, મોદીનું ફેસબુક પેજ દુનિયાભરના રાજનેતા કે ચૂંટાયેલા અધિકારીઓના સૌથી ઝડપી દ્રષ્ટિએ આગળ વધનારું પેજ છે.
ફેસબુક પર મોદી ફોલોઅર્સની સંખ્યા ૧.૧૭૧ ટકા વધી રહી છે જ્યારે ઓબામા આ મામલામાં માત્ર ૦.૩૦૫ ટકા જ છે.
૭ એપ્રિલે ભારતીય લોકસભા ચૂંટણી પહેલા ચરણમાં ફેસબુક પર મોદીને ફોલો કરનારા લોકોની સંખ્યા ૧.૨૪ કરોડ જેટલી હતી. મંગળવારે જ્યારે રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીએ નરેન્દ્ર મોદીને દેશની સરકાર બનાવવા માટે આમંત્રણ આપ્યુ ત્યારે તેમને ફોલો કરનારાની સંખ્યા ૧.૫૨ કરોડથી પણ વધુ થઈ ગઈ.
અમેરિકી રાષ્ટ્રપતિ બરાક ઓબામા બાદ મોદી ફેસબુક દુનિયાના બીજા લોકપ્રિય રાજનેતા બની ગયા છે.
સૌજન્ય- -ગુજરાત સમાચાર
——————————————–
શ્રી મોદીની જીવન ઝરમર અને રાજકીય કારકિદી મિત્ર શ્રી સુરેશ જાનીના બ્લોગ ગુજરાતી પ્રતિભા પરિચય ઉપર શ્રી મોદીના જીવનની ઝલક એમના આભાર
એક વિચારક સહૃદયી સાહિત્ય મિત્ર તરફથી એક ફરતી ફરતી ઈમેલ મળી જેમાં કોઈ અજ્ઞાત લેખકનો ” જા તું ગુજરાતી નથી “નામે લેખ હતો.
આ લેખ મને ગમી જતા જેવો મળ્યો એ જ શબ્દોમાં વાચકોને માટે વાંચવા અને વિચારવા આજની પોસ્ટમાં મુક્યો છે . —- વી.પ.
જા તું ગુજરાતી નથી !
ચુંટણીમાં ભાજપને ન ભુતો ન ભવિસ્યતી જેવી જે જીત મળી તેનો યશ તમે કોને આપશો ?
લાગે છે કે તે યશના બે જણા પૂરા હકદાર છે :
૧.૨૧મી સદીના ચાણક્ય સમો અતિ બાહોશ, દ્રસ્ટીવાન, રોજ વીસ કલાક સતત કામ કરે તેવો કર્મઠ ને ધાર્યું કરનાર ન.મો. નામે નેતા મળ્યો જે નવ મહિનામાં એકલે હાથે આખા દેશને ઢંઢોળી વળ્યો અને હારેલી, થાકેલી ને નાસીપાસ થયેલી ભારતની જનતાને જગાડી વળ્યો . મતદાન થયું. રેકર્ડ મતદાન. અને પરિણામે તમે જોયું કે આ દેશના અભણ–ગરીબ, આદીવાસી, પછાત નાગરિકોએ, બધા જ ધર્મના મતદાતાએ, મોટા ભાગના સૌ કહેવાતા રીઢા દેશસેવકોને બેરહમીથી ઘરે બેસાડ્યા. (હજી કામ અધુરું રહ્યું છે; ૨૦૧૯ની ચુંટણીમાં બનવા જોગ છે કે પોતાને કોંગ્રસી કહેનારો એકે જણ લોકસભામાં ન હોય.)
હવે બીજો યશ કોને ?
આ બધાં કામનો યશ જેટલો મોદી અને ભાજપને આપી શકાય
તેટલો જ યશ, કોંગ્રેસ અને તેનાં દસ વરસના શાસન(કુશાસન)ને કોઈ આપે તો તમે સમ્મત થશો ?
આટલું ઢીલુંઢાલું ને નમાલું ને ભ્રષ્ટશાસન તો ભારતે કદી જોયું નહોતું. લોકો ત્રાસેલા. મોદીમાં તેમને વલ્લભભાઇ પટેલ દેખાયા ને તક ઝડપી લીધી..
હવે ગુજરાતમાં ૨૬માંથી ૨૬ સીટ ભાજપના ખોળામાં પડી તેનો યશ કોને ?
તેનો સુયશ પણ બે જણાને ફાળે જાય છે.
સોથી મોટો યશ કોંગ્રેસ પાર્ટીને ફાળે જાય.
છેલ્લાં બાર વરસથી નરેન્દ્ર મોદીને ગાળો દઈ દઈને, રોજ સવાર પડે ને નવા નવા મનઘડંત આક્ષેપો તેને માથે આરોપીને, દૂરદર્શનનો આખો કબજો જાણે અર્જુન જુઠવાડીઆ જેવા અડધો ડઝન કોંગ્રેસીઓએ જ લઈ લીધેલો ! લોકોને દુરદર્શન જોતાયે બંધ કર્યા !
તેટલો જ બીજો મોટો હીસ્સો, ગુજરાતના એનજીઓ, કહેવાતા કર્મશીલો, સ્યુડો સેક્યુલારીસ્ટો, સર્વોદયવાદીઓ, માનવતાવાદીઓ, રેસનાલીસટો વગેરેને જાય છે. તેમના દ્વારા ચલાવાતા સામયીકો, પત્રિકાઓ, જેમાં બારબાર વરસથી તેમણે ૨૦૦૨ને આગળ ધરી ન.મો.ને ગાળો ભાંડવાનું નીષ્ઠાપુર્વક ચાલુ રાખેલું. એમનો ફાળોયે નાનો સૂનો નથી.
અને આ ૨૬માંથી ૨૬ બેઠક ભાજપના ખોળામાં : તેમાં ભાજપનો પુરુષાર્થ ઓછો; ઉપરના બેનો સૌથી વધારે.
ચાર ચાર ચુંટણીથી આ બધા આમ જ નીંદા, ટીકા, ગાળનો ધોધમાર વરસાદ વરસાવતા રહેલાં માત્ર નરેન્દ્ર મોદી પર ! આ ‘ગુજરાતી નરવીરો’ને એટલું ભાન ન થયું કે ગુજરાતની જનતા એમને ઘાસ પણ નીરતી નથી ! મોદીએ તો બહુ બહુ ચેતવ્યા કે ‘અલ્યા, મારા પર જેમ જેમ ગાળો અને જુઠા આક્ષેપોનો કાદવ ઉછાળશો તેમ તેમ કમલ બહુ જ ખીલશે .’ પણ માને તો કોંગ્રેસી અને કર્મશીલો શેના ?
ચાલો, થવાનું હતું તે જ થયું ! પણ હજીયે તમે ન ચેતો ને મોદીની માત્ર ભુલો જ શોધવાનું, તેને ગાળો જ દેવાનું ચાલુ રાખશો તો મને શંકા છે કે આનાથીયે વઘારે માઠા દીવસો આવવાના છે. તમારા પોતાના પણ. ‘ઈશ્વર તમારું રક્ષણ કરે’
છેલ્લે મહાત્મા ગાંધી અને વલ્લભભાઈ પટેલ પછી, બાળપણમાં ચા વેચી ખાનારો આ જણ, આખા ભારતમાં અને જગતમાં જે માન પામી રહ્યો છે તે જોઈ તમને જો ગૌરવ ન થતું હોય તો તો,
તમે પોતે જે હો તે, પણ તમને કહું કે
‘જા, તૂ ગુજરાતી નથી..’
——————————-
क्या ये लोग मुंह दिखानेके के योग्य रहे हैं?
લેખક- શ્રી શિરીષ દવે
ઉપરના ઈ-મેલમાં મળેલ લેખમાં જે વિચારો દર્શાવવામાં આવ્યા છે એને મળતા વિચારો દર્શાવતા એમના બ્લોગ Third Eye (ત્રીજી આંખ) માં પ્રકાશિત એમના લેખની લીંક શ્રી શિરીષભાઈ દવેએ ઈ-મેલમાં મને મોકલી છે . એમના આભાર સાથે આ લેખને નીચેની લીંક ઉપર વાંચો .
NARENDRA MODI …..FROM TEA VENDOR TO PRIME MINISTER OF INDIA
ભારતની આમ જનતા જેની ચાતક દ્રષ્ટીએ રાહ રહી હતી એ ૧૬ મી મે ૨૦૧૪ ની સવાર થી બપોરના એક વાગ્યા સુધીમાં લોક્સભાની ચૂંટણીના પરિણામો જાહેર થઇ ગયાં .
આ પરિણામોમાં ભારતની આમ જનતાએ ગુજરાતના એક સપૂત નરેન્દ્ર મોદીની આગેવાની હેઠળ ભાજપ પક્ષ-એનડીએ- એ ૩૩૫ બેઠકો જીતીને ઐતિહાસિક જીત પ્રાપ્ત કરી જેની નોધ ભારતમાં જ નહી પણ વિદેશોમાં પણ ટી.વી.,અખબારો અને સોસીયલ મીડિયા -ટ્વીટરમાં લેવાઈ .
દેશભરમાં મોદીનું વાવાઝોડુ ફરી વળ્યું .બિહાર, યુપી, ગુજરાત, મધ્યપ્રદેશ, રાજસ્થાન, મહારાષ્ટ્ર, ઉત્તરાખંડ, દિલ્હીમાં પૂરી રીતે કમળ ખીલી ઉઠ્યું .
વારાણસી અને વડોદરામાં મોદીની તોતીંગ લીડથી વિજય થયો . કોંગ્રેસના અનેક દિગ્ગજોને લોકોએ ઘરભેગા કરી દીધા છે.
કમલ ચિત્ર : સાભાર -શ્રી મહેન્દ્ર શાહ
ભારતની જનતાએ ઘણા દશકાઓથી ભારતના રાજકારણ ઉપર પકડ જમાવી રહેલ વંશવાદ અને ભ્રષ્ટાચારમાં ગળાડૂબ બિન કાર્યક્ષમ કોંગ્રેસ અને એના સાથી પક્ષોને કારમી હાર આપી ન ભૂલાય એવો પાઠ ભાણાવ્યો .
ભારતીય લોકશાહીની કમાલ જેવી આ વખતની ચૂંટણીમાં એક બાજુ અનેક ભ્રષ્ટાચાર અને ગેર વહીવટમાં ૧૦ વર્ષ વેડફી દેનાર વગોવાયેલી ચાલુ સરકાર અને ભારતની પિછડી જાતિમાંથી એક ચા વેચનાર સામાન્ય નાગરિકમાંથી સ્વપ્રયત્ને આગળ વધી સતત ૧૩ વર્ષ સુધી ગુજરાતના મુખ્ય પ્રધાન પદે રહી સ્વચ્છ વહીવટ કરનાર ભાજપ પક્ષના વડા પ્રધાનના ઉમદવાર શ્રી નરેન્દ્ર મોદીની પસંદગી કરવાની હતી.
ભારતની આમ જનતાએ ચૂંટણી પહેલાં જ નિર્ણય લઇ લીધો હતો અને એ નિર્ણયને એમણે એમના મતોમા પરિવર્તિત કરી બતાવ્યો .
ભારતની લોકશાહી પરંપરાનો અને ભારતની આમ જનતાનો આ એક મોટો વિજય છે જેના પડઘા આખાયે વિશ્વમાં ગાજી ઉઠ્યા છે . અમેરિકાના પ્રમુખ બરાક ઓબામાએ મોદીને ફોન કરીને વિજય માટે અભિનંદન સાથે અમેરિકાની મુલાકાત લેવાનું આમન્ત્રણ પણ પાઠવ્યું છે .
અમેરિકાની પ્રમુખશાહી લોકશાહીમાં ચૂંટણીની આંતરિક પ્રાઈમરી પ્રક્રિયામાંથી પસાર થઈને એક વ્યક્તિને પ્રેસીડન્ટ તરીકે પ્રોજેક્ટ કરવામાં આવે છે .ભારતની લોકશાહીમાં વડા પ્રધાનું નામ પક્ષના ચૂંટાએલા સભ્યોએ નક્કી કરવાનો સિરસ્તો હોય છે . પ્રથમવાર લોકસભાની આ આખી ચૂંટણી એક જ નામ નરેન્દ્ર મોદી ઉપર જ લડાઈ .પક્ષનો ઢંઢેરો જાણે કે ગૌણ બની ગયો હતો . લોકોનો ચૂંટણીનો નારો હતો અબકી બાર મોદી સરકાર .
આમ લોકો નરેન્દ્ર મોદી ઉપર વિશ્વાસ મૂકી દેશની હાલત સુધારવા માટે સારી બહુમતીથી એમને ચૂંટીને દિલ્હી મોકલવા માગતા હતા અને ખરેખર એમણે એ કરી પણ બતાવ્યું .
માત્ર દેશમાં જ નહિ પણ વિદેશોમાં વસતા ભારતીય મૂળના સભ્યોમાં પણ આં ચૂંટણીમા અપૂર્વ રસ દાખવ્યો હતો એ નીચેનો વિડીયો જોવાથી સમજાઈ જશે .
વારાણસી, ભારતથી વોશિંગટન અમેરિકા અને વિશ્વમાં ન.મો…. ન.મો …..
નરેન્દ્ર મોદી આધુનિક ટેકનોલોજી અને સોસીયલ મીડિયામાં સારું એવું જ્ઞાન ધરાવે છે .
નરેન્દ્ર મોદીના ૩૦ લાખ ટ્વીટર ફોલોઅર છે અને ચૂંટણીને લગતી થયેલી કુલ ૫.૬ કરોડ ટ્વિટમાંથી દર પાંચ ટ્વિટમાંથી એકમાં મોદીનું નામ હતું.
મોદીએ પણ જીતની ખબર પછી જે પ્રથમ ટ્વિટ કર્યો એ ગુજરાતીમાં નહિ પણ હિન્દીમાં આ હતો ” યહ ભારત કા વિજય વિજય હૈ . અબ અચ્છે દિન આને વાલે હૈ ” આ ટ્વિટએ રી ટ્વિટનો રેકોર્ડ તોડ્યો હતો .
૧૬ મી મેની બપોરે જ્યારે એ નક્કી થઇ ગયું કે ભાજપે સરકાર બનાવવા માટે ૨૭૨ + નો જાદુઈ અંક વટાવી દીધો છે ત્યારે શ્રી નરેન્દ્ર મોદીએ ગાંધીનગર સેક્ટર ૨૨મા રહેતા એમના નાના ભાઈના ફ્લેટમાં ૮ બાય ૮ ની રૂમમાં રહેતાં એમનાં નેવું વર્ષ વટાવી ગયેલ માતા હીરાબેનને પગે લાગી એમના આશીર્વાદ લેવાનું કર્યું હતું .માતાએ એમના માથે હાથ મૂકી આશીર્વાદ આપ્યા હતા અને ગળ્યું માં કરાવ્યું હતું એ અદભૂત દ્રશ્ય વારંવાર ટી.વી. ઉપર બતાવાતું હતું.
Modi, the 63-year-old son of a tea seller seeks blessings of his 90+ year old Mother Hiraben .
ત્યારબાદ મોદી ગાંધીનગરમાં આવેલા ભાજપના કાર્યાલય કમલમ જઈ બધા કાર્યકરોને મળ્યા હતા પરંતુ ત્યાં એમણે કોઈ પ્રવચન કર્યું ન હતું .
જીત પછીનું પ્રથમ પ્રવચન એમણે ઐતિહાસિક ૫૭૦૦૦૦ રેકોર્ડ મતની બહુમતીથી લોકસભામાં ચૂંટીને મોકલનાર વડોદરાની જનતાની જંગી મેદની સમક્ષ કર્યું હતું અને એમનો આભાર માન્યો હતો.
Narendra Modi Victory Speech – Full Speech
એમના આ પ્રવચનમાં એમણે કહેવાતા સેક્યુલર બુધ્ધીવાદીઓને છુપો સંદેશો આપી દીધો હતો છે કે એમણે લોકોમાં એમના વિરુદ્ધ જે હિન્દુત્વનું ઝેર અને ડર ફેલાવ્યો હતો એવો કોઈએ કોઈ જાતનો ડર રાખવાની બિલકુલ જરૂર નથી .
શ્રી મોદીએ એમના દેશના વરાયેલા વડા પ્રધાન તરીકેના આ પ્રથમ પ્રવચનમાં એમના પ્રચારમાં અનેકવાર એમણે જે કહ્યું હતું
એમણે ફરી દોહરાવ્યું હતું . “સબકા સાથ , સબકા વિકાસ ” (with all, development for all)
આ માટે નીચેના વિડીયોમાં એક પ્રશ્ન ઉત્તરમાં મોદી શુ કહે છે એ સેક્યુલર ભારતની પીપુડી વગાડતા પંડિતોએ સાંભળવા જેવું છે .
ભારતની આમ જનતા એ નરેન્દ્ર મોદીમાં જે આશાઓ રાખી છે એ નિભાવવાની મોટી જવાબદારી હવે શ્રી મોદીને શિરે આવી છે . જૂની યુપીએ સરકાર જે ગંદુ ઘર એમને માટે મૂકી ગઈ છે એને બરાબર સાફ સુફ કરી વિશ્વમાં ભારતની છાપને નવો આયામ આપવાનું અને દેશના સર્વાંગી વિકાસનું મુખ્ય કામ એમણે સૌના સાથ અને સહકારથી કરવાનું છે .
મહેસાણા જીલ્લાના એક ગામ વડનગરમાં કુટુંબ નિર્વાહ માટે ભૂતકાળમાં રેલવેના ડબ્બામાં ચા વેચનાર કિશોરમાંથી પ્રગતિ કરતાં કરતાં આ વિશાળ ભારત દેશના વડા પ્રધાન પદે પહોંચનાર શ્રી નરેન્દ્ર મોદીની આશ્ચર્ય જનક જીવન યાત્રાની તવારીખ નીચેના વિડીયોમાં નિહાળીને એમના લોખંડી વ્યક્તિત્વનો પરિચય મેળવો .
NARENDRA MODI’S INSPIRING BIOGRAPHY –
FROM TEA SELLER TO PM OF INDIA
શ્રી નરેન્દ્ર મોદીએ સક્ષમ વહીવટ કરીને દશ વર્ષમાં ગુજરાતને જેમ દેશનું પ્રથમ નબરનું રાજ્ય બનાવ્યું એ રીતે એમની વડા પ્રધાન તરીકેની નવી જવાબદારીમાં એ ભારત દેશને પ્રગતિના પંથે લઇ જવામાં જ્વલંત સફળતા મેળવે અને પ્રભુ એમને સદા હેમખેમ રાખે એવી હાર્દીક શુભેચ્છાઓ .
વાચકોના પ્રતિભાવ