સપ્ટેમ્બર ૧૧, ૨૦૦૧ નો દિવસ અમેરિકાના ઇતિહાસમાં એક સીમાચિન્હ રૂપ બની ગયો છે. આ દિવસે ઓસામા બિન લાદનના આતંકવાદી સંગઠનના અમેરિકામાં જ રહી વિમાની હુમલાની તાલીમ લઇ રહેલા ૧૯ યુવાન ઇસ્લામિક આતંકવાદીઓએ ન્યુયોર્કના નાક સમા ૧૧૦ માળના બે વર્લ્ડ ટ્રેડ ટ્વીન ટાવર્સ પર બે વિમાનોને અથડાવીને એને જમીન દોસ્ત કરી નાખ્યા હતા .ત્રીજું પ્લેન -American Airlines Flight 77 પેન્ટાગોનના હેડ ક્વાર્ટર્સ પર ત્રાટકીને મોટી જાન હાની કરી હતી.ચોથું પ્લેન -United Airlines Flight 93 ના બહાદુર પેસેન્જરોએ આતંક વાદીઓનો સામનો કર્યો અને જમીનદોસ્ત થયેલા વિમાનમાં શહીદ થયા . આ ત્રણ હુમલાઓમાં કુલ ૩૦૦૦ માણસોએ જાન ગુમાવ્યા અને૬૦૦૦ માણસોને નાની મોટી શારીરીક ઈજાઓ થઇ હતી.
૯/૧૧ ના આતંકી હુમલા અંગેની વિગતે માહિતી વિકિપીડિયા (અંગ્રેજી) ની આ લીંક પર આપેલી છે.
૯/૧૧ ના હુમલા પછીના ૧૫ વર્ષોમાં ઈરાક અને અફગાનિસ્તાન અને મિડલ ઈસ્ટના દેશોમાં યુધ્ધોમાં અને અનેક શહેરોમાં આતંકવાદી હુમલાઓમાં ઘણા માણસોએ જાન ગુમાવ્યા છે. લોકો ભયના ઓથાર નીચે જીવી રહ્યા છે.
નીચેના વિડીયોમાં આ ગોઝારા દિવસ ૯/૧૧ નાં દ્રશ્યો જોવાથી એ દિવસની ગંભીરતાનો ખ્યાલ આવે છે.
9/11 Video Timeline: How The Day Unfolded
9/11 Museum Virtual Walking Tour
૯/૧૧/ ૨૦૦૧ ના આતંકવાદી હુમલામાં ન્યુયોર્ક અને અમેરિકાની શાન ગણાતાં ૧૧૦ માળનાં વર્લ્ડ ટ્રેડ સેન્ટર ના ટ્વીન ટાવર જમીન દોસ્ત થયા હતા એ જ જગ્યાએ આજે One World Observatory નું એથી વધુ ઊંચાઈનું બિલ્ડીંગ ઉભું થઇ ગયું છે . આ વિડીયોમાં એની વિના મુલ્યે મુલાકાત લો.
આ અગાઉની વિનોદ વિહારની પોસ્ટ નંબર 941 માંભગવાન સ્વામીનારાયણ સંપ્રદાય(બે.એ.પી.એસ.) ના પાંચમા આધ્યાત્મિક ગુરુ પૂ.પ્રમુખ સ્વામીના ૧૩ મી ઓગસ્ટ ૨૦૧૬ ના રોજ સારંગપુર ખાતે થયેલ દેહ વિલયના દુખદ સમાચાર અને ૯૬ વર્ષના એમના કાર્યશીલ દીર્ઘ જીવન દરમ્યાનની એમની અદભુત ધાર્મિક પ્રવૃતિઓ અને સામાજિક સેવાઓ વિષે વિડીયો દ્વારા ઝાંખી કરાવવામાં આવી છે.
સ્વ. પ્રમુખ સ્વામીના અવસાનથી બે.એ.પી.એસ સંપ્રદાયમાં જ નહી પણ દેશ વિદેશમાં વસતા એમના અગણિત ચાહકોમાં શોક છવાઈ ગયો છે.સ્વામી બાપાનાં અંતિમ દર્શન કરવા માટે લાખ્ખો રાજકીય નેતાઓ,હરિભક્તો અને સાધુ સંતો સારંગપુરમાં આવી રહ્યા છે.વિદેશમાં રહેતા સ્વામીજીના ચાહકો પણ દર્શન માટે આવી રહ્યા છે.ગુરુ મંડપમાં પ્રમુખસ્વામી મહારાજનો પાર્થિવ દેહ સૌનાં દર્શન માટે વિરાજીત કરવામાં આવ્યો છે.
પૂ.પ્રમુખ સ્વામી મહારાજનાં અંતિમ દર્શન અને ભાવાંજલિ – વિડીયોમાં
Darshan of HH Pramukh Swami Maharaj,
13 Aug 2016
ગુજરાતના નવા મુખ્ય પ્રધાન શ્રી વિજય રૂપાણી આ સંતનાં અંતિમ દર્શન કરવા સારંગપુર આવ્યા હતા .તેઓએ આપેલ અંજલિ આ વિડીયોમાં જોઈ શકાશે.
Divine Darshan of HH Pramukh Swami Maharaj,
14 Aug 2016,
વડા પ્રધાન શ્રી નરેન્દ્ર મોદીએ કરેલ પૂ.પ્રમુખ સ્વામીનાં
અંતિમ દર્શન અને અશ્રુભીની ભાવાંજલિ
સારંગપુર, 15 Aug 2016
The Prime Minister, Shri Narendra Modi paid rich tributes to HH Pramukh Swami Maharaj at Sarangpur in Gujarat.
આજે ભારતના પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી પરમ પૂજ્ય પ્રમુખસ્વામી મહારાજનાં ચરણોમાં ભાવ શ્રદ્ધાંજલિ અર્પણ કરવા માટે તીર્થધામ સારંગપુર ખાતે પધાર્યા હતા.
દિલ્હીમાં લાલ કિલ્લા પર સવારે ધ્વજ વંદન અને ત્યાં જુસ્સાદાર પ્રવચન કરીનેમાનનીય પ્રધાન મંત્રી શ્રી સીધા જ હવાઈ માર્ગે સારંગપુર આવી પહોંચ્યા હતા.બરાબર 11-55 વાગ્યે તેઓ સારંગપુર પહોંચ્યા હતા.
ગુરુ મંડપમમાં જ્યાં પ્રમુખસ્વામી મહારાજનો પાર્થિવ દેહ સૌનાં દર્શન માટે વિરાજીત કરવામાં આવ્યો છે ત્યાં પહોંચીને માનનીય પ્રધાનમંત્રીશ્રી થોડીક ક્ષણો સુધી તેમનાં ચરણોમાં પલાંઠી સાથે બેસીને અશ્રુભીની આંખે શ્રધ્ધાપૂર્વક વંદન કરતા રહ્યા હતા.
વૈદિક શાંતિપાઠના ગાન વચ્ચે પ્રધાનમંત્રીશ્રીએ પ્રમુખસ્વામી મહારાજનાં ચરણે પુષ્પાંજલિ અર્પણ કરી હતી. પ્રમુખ સ્વામી મહારાજની પરિક્રમા કરીને તેઓએ આરતી ઉતારી હતી.
ત્યારબાદ ઉપસ્થિત સમુદાય સમક્ષ સંબોધનની શરૂઆત કરતાં પહેલાં શ્રી નરેન્દ્રભાઈ ભાવુક બનીને શબ્દહીન બની ગયા હતા. કેટલીયે ક્ષણો સુધી માઈક્રોફોન સામે આંખોમાં અશ્રુ સાથે તેમણે ત્રૂટક ત્રૂટક સ્વરે જણાવ્યું કે “તમારામાંથી ઘણા બધાએ ગુરુ ગુમાવ્યા હશે, મેં પિતા ગુમાવ્યા છે.” આટલું બોલતાં તેઓ પુનઃ ભાવુક બનીને રડી પડ્યા હતા.
મારું સૌભાગ્ય છે કે હું આપની વચ્ચે આવી શક્યો.પૂજ્ય બાપાનાં અંતિમ દર્શન કરી શક્યો. આપ સૌ સંતોના સાંનિધ્યમાં કેટલાક પળ વિતવવાનો મને અવસર મળ્યો.
પ્રમુખસ્વામીજીને અંજલિ અર્પણ કર્યા બાદ શ્રી નરેન્દ્રભાઈએ, પ્રમુખ સ્વામીજીના અનુગામી મહંત સ્વામીજીને વ્યક્તિગત મળીને રાષ્ટ્રની સુરક્ષા અને પ્રગતિ માટે આશીર્વાદની ઝંખના કરી હતી. લગભગ એક કલાક કરતાં વધુ સમય વીતાવીને તેમણે પુનઃ દિલ્હી જવાવિદાય લીધી.
વાચકોના પ્રતિભાવ