એ એક જાણીતી હકીકત છે કે ગુજરાતીઓ ખાવાના ખૂબ શોખીન હોય છે.ગુજરાતીઓની મુખ્ય બે ચિંતાઓ હોય છે. એક તો વજન વધી ગયું છે એને કેવી રીતે ઉતારવું અને બીજી ચિંતા હોય છે કે આજે ખાવામાં શું નવું છે !ખાવાની વાનગીઓની નવીનતામાં ગુજરાતી માનતો હોય છે.પરદેશી વાનગી પીઝા જેવી ખાવાની વાનગીઓમાં અલગ સ્વાદ ઉમેરીને ખાવાની કમાલ તો ગુજરાતીઓમાં જ જોવા મળે !
આજે કોઈ પણ પ્રખ્યાત ગુજરાતી રેસ્ટોરંટની ગુજરાતી થાળીની વાનગીઓની વિવિધતામાં ગુજરાતીઓનો ખાવાનો શોખ જોઈ શકાય છે.જુઓ આ વિડીયો.
ગુજરાતીઓ રૂપિયા કમાવાના માહિર તો હોય જ છે એની સાથે એમનો ખાવાનો શોખ ખૂબ જાણીતો છે.રજાઓમાં ફરવા જાય ત્યારે પણ સાથે આખા કુટુંબ માટે ખૂબ બધા નાસ્તા લઈને જતા હોય છે.ડબ્બાઓ ભરીને સેવ મમરા, ઢેબરાં,ગાંઠિયાં,સુખડી,પૂરીઓ, અથાણાં વિ.સાથે લઈને નીકળે છે.ટ્રેન ઉપડવાના અડધા કલાકમાં જ આખું કુટુંબ લહેજતથી નાસ્તાઓ ઝાપટવા માંડે છે.
જ્યાં જ્યાં વસે એક ગુજરાતી ત્યાં સદાકાળ ગુજરાત
ગુજરાતીઓના એક બીજા ફરવાના શોખના કારણે તેઓ પરદેશની ટૂરમાં જાય તો ત્યાં પણ એમને ગુજરાતી થાળી અને અન્ય વાનગીઓ ખાવા માટે ઉપલબ્ધ બને છે.
અમેરિકામાં જ્યાં જ્યાં ગુજરાતીઓની વસ્તી વધુ હોય એવા ન્યુ જર્સી ,ન્યુયોર્ક,શિકાગો,લોસ એન્જેલસ,સાન ફ્રાંસીસ્કો જેવા શહેરોમાં ગુજરાતીઓની રેસ્ટોરન્ટો ધૂમ કમાણી કરતી હોય છે.આની પાછળ ગુજરાતીઓનો ખાવાનો શોખ કારણભૂત હોય છે.
ગુજરાતીઓ પરદેશના પ્રવાસે જાય ત્યારે પણ વિમાનમાં ડબ્બા ખોલીને ઘેરથી લાવેલો નાસ્તો કરતા જોવા મળે છે.એ વખતે વિમાનમાં એમની ઢેબરાં અથાણાં જેવી વાનગીઓની સુગંધ (કે ગંધ !)પ્રસરી જતી હોય છે અને અન્ય પ્રવાસીઓનું પણ ધ્યાન ખેંચે છે.!છતાં ખાવાના શોખ પાછળ ગુજરાતીઓ લાચાર હોઈ એને તેઓ નજર અંદાજ કરે છે.
લગ્નના જમણવારમાં ગુજરાતીઓનો ખાવાનો શોખ નજરે પડે છે.આજકાલ થતાં ગુજરાતીઓના લગ્ન પ્રસંગોએ એટલી બધી વિવિધતા ગુજરાતી વાનગીઓમાં હોય છે એટલી કદાચ બીજે જોવા નહિ મળે.
મારા એક વોટ્સેપી મિત્રે મને હાસ્ય કલાકાર ડો.અવની વ્યાસના હાસ્ય પ્રોગ્રામનો એક કોમેડી વિડીયો મોકલ્યો છે એમાં ડો. અવનીએ ગુજરાતીઓના ખાવાના શીખને એમની આગવી રીતે સરસ રજુ કર્યો છે.
આ કોમેડી વિડીયો ડો. અવની વ્યાસ અને રામ ઓડિયોના આભાર સાથે
નીચે પ્રસ્તુત છે. આપને એ જરૂર ગમશે.
ખાવા માટે તો જીવી છીએ
Gujarati Comedy Video 2019 – Ram Audio
Artist:Dr.Avani Vyas .Script:Jitendra Vyas…
ડો.અવની વ્યાસના આવા બીજા કોમેડી વિડીયો જોવા માટે એમની
તાંજેતરમાં જમ્મુ અને કશ્મીરના પુલવામા જિલ્લાના પિંગલાન વિસ્તારમાં પાકિસ્તાન તરફી એક ભયાનક આત્મઘાતી કાર-બોમ્બ બ્લાસ્ટ હુમલામાં સી.આર.પી.એફના 40 જાંબાજ જવાનો દેશ માટે શહીદ થઇ ગયા.
દેશભરમાં આ આતંકવાદી હુમલાથી હાહાકાર મચ્યો છે.દેશવાસીઓમાં ઊંડા દુખ અને આક્રોશની લાગણી પ્રવર્તે છે.ટી.વી.,ઈન્ટરનેટ તથા પ્રિન્ટ અને ફેસબુક-વોટ્સેપ જેવાં સોસીયલ મીડિયા પર શહીદોને શ્રધાંજલિ આપતા સંદેશ ફરી રહ્યા છે.
એક મિત્ર તરફથી મને ઈ-મેલમાં એક સૈનિકની છેલ્લી ઈચ્છા વ્યક્ત કરતી અંગ્રેજીમાં એક નીચે મુજબની કવિતા મળી જે વાંચતાં જ મારા દિલને સ્પર્શી ગઈ. આ કવિતામાં એક જાંબાજ સૈનિકની ખુમારી વ્યક્ત થાય છે.
ઉપરની કવિતાનો મારો ગુજરાતીમાં કરેલો ભાવાનુવાદ નીચે પ્રસ્તુત છે.
એક સૈનિકની આખરી ઈચ્છા
માભોમની રક્ષા કાજે લડતાં લડતાં,
યુદ્ધના મેદાનમાં જો હું ખપી જાઉં,
મારા દેહને શબ પેટીમાં પેક કરી,
મારા વતનમાં કુટુંબને મોકલાવજો.
મારી બહાદુરીના મળેલા ચન્દ્રકોને,
મારી છાતી ઉપર હળવેથી મુકજો.
મારી શોક કરતી માતાને કહેજો કે,
દીકરો તારો બધું કરી છૂટ્યો હતો.
મારા પિતાને કહેજો,ઝુકી ના જશો,
મારી બાબતે તનાવ હવે નહી રહે.
ભાઈને કહેજો બરાબર અભ્યાસ કરે,
મારી બાઈકની ચાવી હવે એની થઇ ,
મારા તરફથી એને છેલ્લી ભેટ માને.
મારી બહેનને કહેજો કે શોક ના કરે.
તારો વ્હાલો ભાઈ કંઈ મર્યો નથી,
સુર્યાસ્ત પછી લાંબી નિદ્રા લઇ રહ્યો.
મારા દેશ બાંધવોને પણ કહેજો કે,
આંસુ ના સારે મારા જવાના શોકમાં.
કેમકે,હું દેશનો એક વીર સૈનિક છું,
વીર જવાનો જન્મે છે જ મરવા માટે.
જવાન મરતો નથી,શહીદીને વરે છે,
એની કુરબાનીની ગાથાઓ અમર છે.
ભાવાનુવાદ … વિનોદ પટેલ
ઉપર મુજબ કવિતાની રચના કરી રહ્યો હતો ત્યારે રાષ્ટ્રીય શાયર સ્વ. ઝવેરચંદ મેઘાણીની શહીદ સૈનિકો અંગેની બે અમર કાવ્ય રચનાઓ (૧) કોઈનો લાડકવાયો અને (૨) કસુંબીનોરંગ નું સ્મરણ મારા અંતર મનમાં રમી રહ્યું હતું.
આ બે કાવ્ય રચનાઓ અને યુ-ટ્યુબ વિડીયો નીચે પ્રસ્તુત કરેલ છે.
કોઈનો લાડકવાયો …રક્ત ટપકતી સો સો ઝોળી
રાષ્ટ્રી શાયર સ્વ.ઝવેરચંદ મેઘાણી
કોઈનો લાડકવાયો કાવ્ય એ એક નર્સ અને અમેરિકન કવયિત્રી Marie Ravenal de La Coste કૃત Somebody’s Darling નામના મૂળ અંગ્રેજી ગીતનું સ્વ. ઝવેરચંદ મેઘાણીએ કરેલું સુંદર ગુજરાતી રૂપાંતર છે.આ ગીતના શબ્દો ખુબ જ હૃદયસ્પર્શી છે.
અમેરિકાના સિવિલ યુધ્ધમાં યુદ્ધભૂમિમાંથી લાશનો ખડકલો આવે છે એમાં એની ઓળખ કરવા આવેલી કોઈને કોઈ માતાનો લાડકવાયો સૂતો છે.માતાઓની એના મૃત દીકરાના શોકની વ્યથાનું કરુણ નિરૂપણ આ કાવ્યનો મધ્યવર્તી વિચાર છે.
જાણીતા લોક ગાયક પ્રફુલ્લ દવેના સ્વરે આ દિલને સ્પર્શી જતી સ્વ.મેઘાણીની આ અમર રચનાને માણો.
કોઈ નો લાડકવાયો- Praful Dave & Chorus
રાજ, મને લાગ્યો
કસુંબીનો રંગ … ઝવેરચંદ મેઘાણી
શહીદ ભગતસિંહ, સુખદેવ રાજગુરુ વગેરેની શહીદી પછી આ ગીતની રચના કરવાની મેઘાણીને પ્રેરણા થઇ હતી.દેશ માટે યુદ્ધમાં જીવનનું બલીદાન આપનાર શહીદોનું વહેલું રક્ત એ જ કસુંબીનો રંગ છે.લોકગીતોના ડાયરાના પ્રોગ્રામોમાં દેશ માટે ખપી જવાનું આહવાન આપતું આ ગીત રંગ જમાવતું હોય છે.
Kasumbi No Rang – Harsh Patel | Zaverchand Meghani
છેલ્લે આ દેશ ભક્તિનું પ્રખ્યાત ગીત …
“Aye Mere Watan Ke Logo” (Hindi: ऐ मेरे वतन के लोगों)
A patriotic song written by Kavi Pradeep
૧૯૬૨માં ચીન સાથેના યુદ્ધ પછી પ્રેસીડન્ટ સર્વપલ્લી રાધાકૃષ્ણ અને પ્રથમ વડા પ્રધાન નહેરુજી ની હાજરીમાં પ્રથમ વખત આ દેશ ભક્તિનું કવિ પ્રદીપ રચિત ગીત સ્વર કિન્નરી લતા મંગેશકરે ગાયું હતું. આ ગીત સાંભળીને નહેરુની આંખમાં આંસુ આવ્યાં હતાં
દિવાળી પર્વ – વાક બારસ,ધન તેરશ.કાળી ચૌદશ અને દિવાળી -ના દિવસોના ઉત્સાહી દિવસો પછી હિંદુ કેલેન્ડર પ્રમાણે વિક્રમ સંવત ૨૦૭૫ નું નવું વર્ષ શરુ થઇ ચુક્યું છે.
નવા વર્ષ વિશેની મારી અછાંદસ કાવ્ય રચના ‘‘નવા વરસે ” નીચે પ્રસ્તુત છે.
એમાં નુતન વર્ષ વિશે મારા વિચારો રજુ કર્યા છે.
નવા વર્ષના શુભ સંકલ્પો.. મારો એક લેખ
નવું વર્ષ આવે એટલે નવા વર્ષ માટે મનમાં સંકલ્પો લેવાનો એક સામાન્ય નિયમ થઇ ગયો છે,પછી ભલે એને થોડા સમય પછી જીવનના અન્ય પ્રશ્નો વચ્ચે ભૂલી જવાય.આમ છતાં નવા વર્ષે કેટલાક લેવા જેવા સંકલ્પો મનમાં યાદ રાખીને વર્ષ દરમ્યાન એ પ્રમાણે અમલ કરવાનો પ્રયત્ન કરવામાં કશું ખોટું નથી.
આમ જોવા જઈએ તો નવા વર્ષમાં અને જુના વર્ષોમાં સમયની દ્રષ્ટીએ કોઈ ફેર નથી .નવું વર્ષ એ ફક્ત કેલેન્ડરની કમાલ છે.પરંતુ માણસને કૈક નવું નવું કરવાનું મૂળભૂત રીતે ગમે છે.
અગાઉ અમદાવાદના ગુજરાતી માસિક ” ધરતી” માં પ્રગટ મારો લેખ ” નવા વર્ષના શુભ સંકલ્પો” નીચે પ્રસ્તુત છે.
મારી માતૃ સંસ્થા સર્વ વિદ્યાલય,કડીના સહાધ્યાયી મિત્ર ડો.પ્રકાશ ગજ્જર લિખિત નીચેની સુંદર પ્રાર્થનાથી નવા વર્ષની શરૂઆત કરીએ તો કેવું !
આધ્યાત્મિક ચિત્તવૃત્તિ ધરાવતા મારા આ મિત્રએ ઘણાં પ્રેરણાદાયી-Motivational –સાહિત્યનાં પુસ્તકો લખ્યાં છે.
”સર્વશક્તિમાન પરમાત્માની સર્વદર્શી આંખ સદા સર્વદા મારી સંભાળ રાખી રહી છે ને મારા ઉપર સતત અમીવર્ષા કરી રહી છે. એનો પરમ શક્તિશાળી હાથ – જે બ્રહ્માંડના કોઈ પણ ખૂણે પહોઁચીને ગમે તે કાર્ય સાવ સરળતાથી કરી શકે છે તે – મારી પાસે છે, ઉપર છે, નીચે છે, આસપાસ છે. એ સતત મારૂં રક્ષણ કરે છે. પછી ચિઁતાની શી જરૂર?
હું સાવ નચિઁત છું, સુરક્ષિત છું, પ્રભુની શક્તિથી પ્રેરાયેલો છું.હે પ્રભુ! જે ઘટનાઓ બનવાની છે તે સહન કરવાની શક્તિ આપો. દુઃખોમાં અડગ રહીએ, ગુસ્સો આવે ત્યારે શાંત રહીએ અને ભાગ્યના ભયંકર પલટા સાથે આસમાની-સુલતાની થઈ જાય ત્યારે છેક મૃત્યુના દ્વાર સુધી પણ પરસ્પરને વફાદાર અને પ્રેમભર્યા રહીએ એવો અનુગ્રહ કરો.”
પારસ-પ્રાર્થના, જનકલ્યાણ, જુલાઈ ૧૯૯૫, પૃ. ૩૩
ગુજરાતી સુવિચારો
નીચેના વિડીયોમાં રજુ કરેલ ઉત્તમ ગુજરાતી સુવિચારો આપને જરૂર ગમશે.
આજે ૧૭ મી સપ્ટેમ્બર,૨૦૧૮ ના રોજ ભારતના ૧૪ મા પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીનો ૬૮ મો જન્મ દિવસ છે.
આ શુભ પ્રસંગે વિનોદ વિહાર આ પોસ્ટ દ્વારા શ્રી મોદીને અભિનંદન આપે છે અને એમના દીર્ઘાયુ અને ઉજળા ભાવી માટે સહર્ષ શુભકામનાઓ પાઠવે છે.
૧૭ મી સપ્ટેમ્બર, ૧૯૫૦ 1950 ના રોજ જન્મેલા શ્રી મોદી ભારતની સ્વતંત્રતા બાદ જન્મેલા પ્રથમ વડાપ્રધાન છે.એમનું બાળપણ ગરીબ પરિવારમાં વીત્યું છે. પિતા દામોદરદાસ મૂલચંદ મોદી અને હીરાબહેન મોદીના 6 સંતાનોમાં શ્રી નરેન્દ્ર મોદી ત્રીજું સંતાન છે.
ગુજરાતના મહેસાણા જિલ્લામાં આવેલા વડનગરમાં પછાત ઘાંચી-તેલી પરિવારમાં એમનો જન્મ થયો હતો. તેઓએ વડનગર રેલવે સ્ટેશને તેમના પિતાના ચા વેચવાના કામમાં મદદ પણ કરી હતી. વડનગરમાં મોદીએ શિક્ષણ મેળવ્યું હતું. વડનગરમાં શિક્ષકો તેમને એક સરેરાશ વિદ્યાર્થી તરીકે ગણતા હતા.શ્રી મોદી ૧૯૭૧માં ભારત પાકિસ્તાન યુદ્ધ બાદ આરએસએસમાં જોડાયા હતા.
અમદાવાદના જાણીતા અખબાર દિવ્ય ભાસ્કર ના સૌજન્યથી નીચેની લીંક પર ફોટાઓ સાથે શ્રી મોદીના જીવનની સુંદર ઝલક વાંચો.
RSSના કાર્યકરથી PM પદ સુધી પહોંચનાર વડાપ્રધાન મોદી આજે ૬૮ વર્ષના થયા. ભારતના આ લોકપ્રિય વડાપ્રધાનની વડનગરથી શરુ કરી દિલ્હી સુધીની મજલ દરમ્યાન બનેલા ૬૮ અગત્યના બનાવોને આવરી લેતા આ વિડીયોમાં શ્રી મોદીના જીવનની કેટલીક અજાણી બાબતો જાણવા મળશે.
Here are snippets from PM Narendra Modi’s life as he turns 68
શ્રી મોદીના જન્મ દિવસે થોડી રમુજ …
નીચેનો એક રાજકીય કાર્ટુન -વિડીયો માણો જેમાં શ્રી મોદીના વિરોધીઓની
ઠેકડી ઉડાવવામાં આવી છે.
OMG: PM Modi’s birthday celebrations with opposition Leaders
ભારતના અને અમેરિકાના ટોચના ઉદ્યોગપતિઓનાં શ્રી નરેન્દ્ર મોદી વિષેનાં પ્રસંશા વચનો ..
જાણીતા કવિ અને સાહિત્યકાર ”સાહિત્ય રત્ન” શ્રી ભગવતીકુમાર શર્માનો ક્ષરદેહ એમની ૮૫ વર્ષની ઉમરે તારીખ ૫, સપ્ટેમ્બર ૨૦૧૮ ના રોજ એમના પ્રિય માદરે વતન સુરત ખાતે પંચમહાભૂતમાં વિલીન થઇ ગયો.
સૌજન્ય- ગુજરાત ટુડે
સૌજન્ય- લયસ્તરો
કવિએ જાણે પોતાની વિદાય માટે જ લખી હોય એવી આ ગઝલ વાંચતાં આંખ ભીની થયાં વિના નહીં રહે…
હું ચાલ્યો જઈશ…
ઉઘાડાં દ્વાર છોડીને ગમે ત્યારે હું ચાલ્યો જઈશ; જગતથી મુખ મરોડીને ગમે ત્યારે હું ચાલ્યો જઈશ.
કિનારો હોય કે મઝધાર : મારે શો ફરક પડશે? ડુબાડી જાતે હોડીને ગમે ત્યારે હું ચાલ્યો જઈશ.
હું માયામાં ઘણો જકડાયેલો છું, પણ વખત આવ્યે, બધા તંતુઓ છોડીને ગમે ત્યારે હું ચાલ્યો જઈશ.
દીર્ઘદામ્પત્યજીવનના અંતે પત્ની જ્યારે જીવનસફરમાં અધવચ્ચે એકલા મૂકીને ચાલ્યા ગયા ત્યારે કવિએ દામ્પત્યજીવનની ખટમીઠી યાદો, મૃત્યુ અને મૃત્યુએ સર્જેલા શૂન્યાવકાશ વિશે સૉનેટ લખવા આદર્યા અને એક આખો સરસ મજાનો સૉનેટસંગ્રહ આપણને આપ્યો.
આ સૉનેટ પણ એમાનું જ એક છે.
મૃત્યુને પ્રણામ … સૉનેટ (પૃથ્વી)
મને જ હતી જાણ ક્યાં પતાળ શા અંતરે અગાધ, તટહીન કો’ જલધિ જેટલો પ્રેમ છે નિતાન્ત ખડકાયલો, ગુપત જાહ્નવીના રૂપે હતી ફકત તું જ તું સુભગ મધ્યબિંદુ સમી?!
સુદીર્ઘ સહજીવને સરજી દીધી’તી શુષ્કતા; બધું નીરસ લાગતું સઘન સંનિધિના કારણે; યથાસ્થિતિ હતી બહુ, ખૂટતી લાગતી હૂંફ યે; હતી સફર ચાલતી અલગ રેલ-પાટા સમી.
કરાલ કર ત્રાટક્યો મરણનો અરે! તું પરે અને બધુંય મૂળથી હચમચી ઊઠ્યું સામટું; ગયું પડ ચિરાઈ ને ધસમસી રહી જાહ્નવી અદમ્ય હૃદયોર્મિથી સકળ આર્દ્ર ને પ્રાંજલ!
પ્રણામ શત મૃત્યુ હે! ઋણસ્વીકાર તારો કરું; મને પ્રબળ પ્રેમની પ્રતીતિ પ્રાપ્ત તારા થકી!
ભૂતપૂર્વ વડા પ્રધાન અટલબિહારી વાજપેયીનું આજે અહીં નિધન થયું છે. એ 93 વર્ષના હતા. એમણે અહીં AIIMS હોસ્પિટલમાં આજે સાંજે 5.05 વાગ્યે અંતિમ શ્વાસ લીધો હતો.
વાજપેયી બે મહિનાથી પણ વધારે સમયથી હોસ્પિટલમાં કિડનીમાં ચેપ ઉપરાંત યુરિનરી તકલીફ, છાતીમાં કફનો ભરાવો થવા જેવી તકલીફો માટે સારવાર હેઠળ હતા. એઈમ્સ હોસ્પિટલ દ્વારા બહાર પાડવામાં આવેલી અખબારી યાદીમાં વાજપેયીના નિધનના સમાચાર આપવામાં આવ્યા હતા.
વાજપેયીના પાર્થિવ દેહને આજે સાંજે AIIMS હોસ્પિટલમાંથી એમના નિવાસસ્થાને લઈ જવામાં આવ્યો હતો. અંતિમ દર્શન માટે એ આવતીકાલે નવી દિલ્હીમાં ભાજપના મુખ્યાલયમાં રાખવામાં આવશે. અંતિમ સંસ્કાર આવતીકાલે દિલ્હીમાં યમુના નદીના કિનારે કરવામાં આવશે.
વાજપેયીના માનમાં કેન્દ્ર સરકારે સાત દિવસનો રાજકીય શોક જાહેર કર્યો છે.
નાદુરસ્ત તબિયતને કારણે વાજપેયી એક દાયકાથી પણ વધારે સમયથી જાહેર જીવનથી દૂર રહ્યા હતા. એમને ડાયાબિટીસની બીમારી હતી. છેલ્લા 36 કલાક દરમિયાન એમની તબિયતમાં વધારે બગાડો થયો હતો. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ પણ છેલ્લા બે દિવસમાં બે વાર એઈમ્સ હોસ્પિટલની મુલાકાત લીધી હતી.
વાજપેયીનો જન્મ 1924ની 25 ડિસેંબરે મધ્ય પ્રદેશના ગ્વાલિયરમાં થયો હતો. એમના પિતા પંડિત કૃષ્ણબિહારી વાજપેયી એક સ્કૂલ શિક્ષક હતા.
ભારતીય જનતા પાર્ટીના સંસ્થાપકોમાંના એક, વાજપેયી 1996થી 1999 વચ્ચે ત્રણ વાર વડા પ્રધાન બન્યા હતા. પહેલી વાર, 1996માં એ વડા પ્રધાન બન્યા હતા, પણ એમની સરકાર માત્ર 13 દિવસ જ ચાલી હતી. 1998માં એ બીજી વાર વડા પ્રધાન બન્યા હતા. ત્યારે એમની સરકાર 13 મહિના ચાલી હતી. 1999માં એ ફરી વડા પ્રધાન બન્યા હતા અને પાંચ વર્ષની મુદત એમણે પૂરી કરી હતી.
પાંચ વર્ષની મુદત પૂરી કરનાર એ પહેલા બિન-કોંગ્રેસી વડા પ્રધાન બન્યા હતા.
વાજપેયી વિશે એવું કહેવાય છે એ ભારતીય રાજકારણના અજાત શત્રુ હતા. એમને કોઈ રાજકીય શત્રુઓ નહોતા.
વાજપેયીના નિધનના સમાચાર સાંભળીને એમની પર ચારેબાજુએથી શ્રદ્ધાંજલિનો વરસાદ વરસી રહ્યો છે.
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ પોતાના ટ્વીટમાં વાજપેયીના નિધનને એક યુગના અંત તરીકે ઓળખાવ્યું છે અને કહ્યું છે કે દરેક ભારતીય તથા ભાજપ કાર્યકર્તા વાજપેયીના દ્રષ્ટિકોણ પ્રમાણે જીવનમાં આગળ વધવાનું ચાલુ રાખશે.
મોદીએ અનેક ટ્વીટ્સ દ્વારા પોતાની શબ્દાંજલિ એમને અર્પણ કરી છે.
Narendra Modi-1 @narendramodi मैं नि:शब्द हूं, शून्य में हूं, लेकिन भावनाओं का ज्वार उमड़ रहा है।
हम सभी के श्रद्धेय अटल जी हमारे बीच नहीं रहे। अपने जीवन का प्रत्येक पल उन्होंने राष्ट्र को समर्पित कर दिया था। उनका जाना, एक युग का अंत है।
Narendra Modi-2 @narendramodi लेकिन वो हमें कहकर गए हैं- “मौत की उमर क्या है? दो पल भी नहीं, ज़िन्दगी सिलसिला, आज कल की नहीं मैं जी भर जिया, मैं मन से मरूं, लौटकर आऊँगा, कूच से क्यों डरूं?”
Narendra Modi-3 @narendramodi अटल जी आज हमारे बीच में नहीं रहे, लेकिन उनकी प्रेरणा, उनका मार्गदर्शन, हर भारतीय को, हर भाजपा कार्यकर्ता को हमेशा मिलता रहेगा। ईश्वर उनकी आत्मा को शांति प्रदान करे और उनके हर स्नेही को ये दुःख सहन करने की शक्ति दे। ओम शांति ! Narendra Modi-4 @narendramodi India grieves the demise of our beloved Atal Ji. His passing away marks the end of an era. He lived for the nation and served it assiduously for decades. My thoughts are with his family, BJP Karyakartas and millions of admirers in this hour of sadness. Om Shanti.
Narendra Modi-5 @narendramodi It was Atal Ji’s exemplary leadership that set the foundations for a strong, prosperous and inclusive India in the 21st century. His futuristic policies across various sectors touched the lives of each and every citizen of India.
Narendra Modi-6 @narendramodi Atal Ji’s passing away is a personal and irreplaceable loss for me. I have countless fond memories with him. He was an inspiration to Karyakartas like me. I will particularly remember his sharp intellect and outstanding wit.
પોતાના આદરણીય નેતા વાજપેયીના નિધન અંગે ભારતીય જનતા પક્ષે કરેલું ટ્વીટ… ओजस्वी वक्ता, जनकवि व अपने व्यक्तित्व और कृतित्व से मां भारती को विश्व में गौरवान्वित करने वाले भारतीय राजनीति के शिखर पुरुष महान जननेता श्रद्धेय अटल बिहारी वाजपेयी जी को अश्रुपूर्ण श्रद्धांजलि। https://twitter.com/twitter/statuses/1030066306790223872
अटल बिहारी वाजपेयी पहले ग़ैरकाग्रेसी प्रधानमंत्री थे, जिन्होंने अपना पाँच साल का कार्यकाल बिना किसी समस्या के पूरा किया. मशहूर पत्रकार किंगशुक नाग ने हाल ही में उनकी जीवनी लिखी- अटलबिहारी वाजपेयी- अ मैन फॉर ऑल सीज़न. विवेचना में रेहान फ़ज़ल नज़र डाल रहे हैं अटलबिहारी वाजपेयी के राजनीतिक सफ़र और उनसे जुड़े कुछ मानवीय पहलुओं पर.
Atal Bihari Vajpayee: Life of a Leader, Statesman and Prime Minister (BBC Hindi)
વાચકોના પ્રતિભાવ