વિનોદ વિહાર

ગુજરાતી ગદ્ય-પદ્ય સર્જનની આનંદ યાત્રા

Tag Archives: વિશ્વ મહિલા દિવસ

( 1026 ) વિશ્વ મહિલા દિવસ અને નારી શક્તિ ….

German poster for International Women’s Day

દર વર્ષે વિશ્વમાં માર્ચ ૮ ના દિવસનેવિશ્વ મહિલા દિવસ   InternationaI Womens Day 

તરીકે ઉજવવામાં આવે છે. મહિલા જાગૃતિ અને સશક્તિકરણ  એનો મુખ્ય ઉદ્દેશ છે.

પહેલાં અબળા ગણાતી નારી હવે સબળા બની છે. દરેક દેશમાં મહિલાઓ એમના હક્કો માટે આજે જાગૃત બની છે.આપણા પુરાણોમાં નારીને નારાયણી કહી છે અને સતી તરીકે પૂજા પણ કરાય છે. જ્યાં નારીની પૂજા થાય છે ત્યાં દેવતાઓનો વાસ છે એમ કહેવાય છે.એમ છતાં પણ મહિલાઓએ વર્ષોથી ઘણો અન્યાય સહન કર્યો છે એ એક કડવી હકીકત છે.

નારીનું વ્યક્તિત્વ અજબ  છે. સ્વભાવે સ્ત્રી મલ્ટી ટાસ્કીંગ છે એટલે કે એ એક સાથે ઘણાં કામ સંભાળે છે. સ્ત્રીની આ ખાસીયતને ઉજાગર કરતું  એક મિત્રએ ઈ-મેલમાં મોકલેલ આ ચિત્ર ખુબ જ સૂચક છે.

મલ્ટીટાસ્કીંગ મહિલાનું આ ચિત્ર આજના વિશ્વ મહિલા દિવસે આજની નારીને સાદર અર્પણ છે.

ઉપરના ચિત્રથી પ્રેરિત  એક અછાંદસ રચના

ઓ નારી, તું કેટ કેટલાં સ્વરૂપે વિહરે છે !
બધાં રૂપોમાં માનું રૂપ તારું અનુપમ છે, 
નવ માસ બાળકને ઉદરમાં સાચવતી  
બાળક જન્મની પીડા સહેતી તું જનની છે
મા બોલતાં જ તને નમન થઇ જાય છે .
કેટલા બધા રોલ તું એક સાથે સંભાળે છે !
રસોઈ કરી સૌને જમાડતી તું અન્નપુર્ણા છે
ઘરને બધેથી સાફ રાખતી કામવાળી છે
બાળકને ભણાવતી આદર્શ શિક્ષિકા છે
માંદગીમાં બાળકોની સેવા કરતી નર્સ છે
ઘરની નાની મોટી તકલીફોમાં તું હેન્ડીમેંન છે !
ઘરને સાચવતી સિક્યોરીટી ઓફિસર છે
બાળકોને સલાહ આપતી સલાહકાર છે
દુઃખમાં દિલાસો આપતી કમ્ફર્ટર છે
ઘરકામમાં કદી રજા ના ભોગવતી વર્કર છે
તને માંદગીમાં પણ રજા મળતી નથી !
વિના પગારની રાત દિવસની વર્કર છે
આ બધી સેવાઓનો બદલો તને શું મળે છે?
તારી સેવાઓની સાચી કદર થાય છે ખરી ?
બાળકો પ્રત્યેનો પ્રેમ એ જ તારો પગારનો ચેક છે ,
પણ એ પ્રેમ તને હમેશાં પાછો મળે છે ખરો ?

વિશ્વ મહિલા દિવસે ગુગલએ બનાવેલું એક ખાસ ડુડલ જોવા જેવું છે.નીચેની લીંક પર ક્લિક કરી ગુગલ ચિત્ર સ્લાઈડ જોઈ શકાશે .

http://time.com/4694254/google-doodle-international-womens-day-2017/

Celebrate the women who inspire us every day. 

Happy International Womens Day

( 671 ) વિશ્વ મહિલા દિવસ ,૨૦૧૫ / ‘સેવા’નાં ઇલા ભટ્ટની ગૂજરાત વિદ્યાપીઠનાં બીજા મહિલા કુલપતિ તરીકે નિયુક્તિ

 વિશ્વ મહિલા દિવસ ,૨૦૧૫- International Women’s Day 2015

આજે  ૮ મી માર્ચ, ૨૦૧૫  વિશ્વ મહિલા દિવસ છે.

વડા પ્રધાન શ્રી નરેન્દ્ર મોદીનો વિશ્વ મહિલા દિન પ્રસંગે સંદેશ 

(સંદેશ મોટા અક્ષરે વાંચવા માટે ચિત્ર ઉપર ક્લિક કરો .)

womens day

વિશ્વ મહિલા દિવસની ઉત્પત્તિ અને વિકાસ વિષેની માહિતી  આ વિડીયોમાં ….

A Message by UN Women’s Executive Director Phumzile Mlambo-Ngcuka

International Women’s Day – BBC News

વિશ્વ મહિલા દિનની પૂર્વસંધ્યાએ જ ગૂજરાત વિદ્યાપીઠના બીજા મહિલા કુલપતિ તરીકે 82 વર્ષનાં SEWA સંસ્થા નાં સર્જક ઈલાબહેન ભટ્ટની નિયુક્તિ

Ilaben Bhatt

શ્રીમતી  ઈલાબેન ભટ્ટ નો વિગતે પરિચય – ગુજરાતી પ્રતિભા પરિચય  બ્લોગમાં મેળવો 

વિશ્વ મહિલા દિનની પૂર્વસંધ્યાએ મહત્ત્વનો હોદ્દો મળતાં ઇલા ભટ્ટે કહ્યું હજુ પૂર્ણ સ્વરાજનું સ્વપ્ન સાકાર કરવાનું બાકી છે 

મહાત્મા ગાંધીએ સ્થાપેલી ગૂજરાત વિદ્યાપીઠના બીજા મહિલા કુલપતિ તરીકે પદ્મભૂષણ અને રોમન મેગસાયસાય એવોર્ડથી સન્માનિત અને સેવા (સેલ્ફ એમ્પ્લોઈડ વીમેન્સ એસોસિએશન)નો અનન્ય વિચાર મૂર્તિમંત કરનારાં 82 વર્ષનાં ઈલાબહેન ભટ્ટની નિયુક્તિ કરાઈ છે. વિશ્વ મહિલા દિવસની પૂર્વ સંધ્યાએ જ તેમણે આ હોદ્દો ગ્રહણ કર્યો છે.

શ્રીમતી ઇલાબેન ભટ્ટનો વધુ પરિચય આ વિડીયોમાં 

Pride of India – Ela Bhatt

https://www.youtube.com/watch?v=wjTYEOtjYvc

દેશની આઝાદીના સંગ્રામના સમયે દેશના લોકો મારફતે જ દેશના લોકોને સરકારના નિયંત્રણોથી મુક્ત સાચું સ્વદેશી શિક્ષણ મળી રહે તે હેતુથી સ્થાપેલી વિદ્યાપીઠના કુલપતિ તરીકે નારાયણ દેસાઈએ નાદુરસ્ત તબિયતના કારણે પદત્યાગ કરતાં નવા કુલપતિની શોધ આદરાઈ હતી. 

બોર્ડમાંથી રાજીનામુ આપ્યું

છેલ્લા પાંચ વર્ષથી ગૂજરાત વિદ્યાપીઠના ટ્રસ્ટી મંડળ/બોર્ડના સભ્યપદે રહેલા ડૉ. ઈલાબહેન ભટ્ટે ચાન્સેલર તરીકે નિયુક્તિ થતાં જ બોર્ડના સભ્યપદેથી રાજીનામુ આપ્યું છે. 

જીવનપર્યંત કુલપતિની પરંપરા તૂટી 

ગૂજરાત વિદ્યાપીઠની સ્થાપનાથી અત્યાર સુધીમાં હંમેશા એવી પરંપરા રહી છે કે, કુલપતિ તરીકે જેમની પસંદગી કરવામાં આવી તે દરેક મહાનુભાવોએ આજીવન આ હોદ્દો સંભાળ્યો છે. આમાં નારાયણ દેસાઈના કિસ્સામાં પરંપરા તૂટી છે. તેમની અત્યંત નાદૂરસ્ત તબિયતના કારણે ડિસેમ્બર 2014માં તેમણે આ હોદ્દા પરથી રાજીનામુ આપ્યું હતું. જે જાન્યુઆરીમાં સ્વીકારવામાં આવ્યું અને નવા કુલપતિની પસંદગીની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. 

‘દિશા સ્પષ્ટ છે, હજુ પૂર્ણ સ્વરાજનું સ્વપ્ન સાકાર કરવાનું બાકી છે’

ચાન્સેલરનો હોદ્દો ગ્રહણ કર્યાં પછી ઇલા ભટ્ટ સાથેની ‘દિવ્ય ભાસ્કરની’ ખાસ વાતચીત 

– ચાન્સેલર તરીકેની નિયુક્તિ પછી આપના મનમાં કેવો ભાવ છે?

પાંચ વર્ષથી હું વિદ્યાપીઠના બોર્ડમાં છું. છતાં ચાન્સેલર જેવો હોદ્દો અને જવાબદારી સોંપવામાં આવે ત્યારે વિનમ્રતાનો ભાવ છે, એક મહત્વપૂર્ણ જવાબદારી સમજીને તે સ્વીકારી છે. 

સામાજિક ક્ષેત્રે આપના અનુભવનો લાભ વિદ્યાપીઠને મળશે જ. છતાં આ સંસ્થાને એક નવી દિશા મળે તે માટે આપ શું કરવા ધારો છો?

નવી દિશાનો તો પ્રશ્ન જ નથી આવતો. દિશા નિશ્ચિત જ છે. મહાત્મા ગાંધીજીએ તેને દાયકાઓ પૂર્વે દિશા આપી દીધી છે. ઉત્તરોત્તર આ જ દિશામાં સંસ્થાને આગળ ધપાવાઈ છે. અને એ જ દિશામાં આગળ વધવાનું છે. સંન્નિષ્ઠ કાર્યકરો-સમાજ પ્રત્યે સંવેદનશીલતા ધરાવતા લોકોને સાથે લેવાના છે. 

– ગાંધીજીએ જે વિચાર અને સ્વપ્ન સાથે સ્થાપના કરેલી તે સંદર્ભમાં પોતાની ભૂમિકા કઈ રીતે જુઓ છો?

હું એટલું કહીશ કે, ગાંધીજીના સ્વપ્નનું સ્વરાજ હજુ અધૂરૂં છે, પૂર્ણ સ્વરાજ મેળવવાનું છે. આ માટે કામ કરવું તે મારી જવાબદારી રહેશે. 

– ઈન્ટરનેટ અને સોશિયલ મિડીયાની પ્રચૂરતાના સમયમાં શું તમને લાગે છે કે, ગૂજરાત વિદ્યાપીઠ પોતાની પ્રસ્તુતા ટકાવી શકશે?

ગાંધી વિચારની જો પ્રસ્તુતતા ટકી રહી હોય તો વિદ્યાપીઠની પણ ટકી જ રહી છે. વિદ્યાપીઠની ભૂમિકા કર્તવ્યનિષ્ઠ કાર્યકરો, શિક્ષકો અને ભાષાંતરકારો આપવાની છે. ખાસ કરીને ભાષા સાથેનો સેતૂ બંધાય તે દિશામાં ઈન્ટરનેટ અને સોશિયલ મિડીયા તો આશીર્વાદરૂપ જ બનશે.

સૌજન્ય- દિવ્ય ભાસ્કર

Happy Womens-Day