વિનોદ વિહાર

ગુજરાતી ગદ્ય-પદ્ય સર્જનની આનંદ યાત્રા

Tag Archives: શ્રધાંજલિ

1312 – ડો.જયંતી પટેલ ” રંગલો ” હવે આપણી વચ્ચે નથી !… હાર્દિક શ્રધાંજલિ

Jayanti Kalidas Patel ( May 24, 1925-May 26,2019)

પોર્ટલેન્ડ,ઓરેગોન નિવાસી મિત્ર આદરણીય ડો. કનકભાઈ રાવલ ના ઈ-મેલથી એમના બાળ ગોઠિયા મિત્ર ડો.જયંતી પટેલ ” રંગલો ” ના રવિવાર તારીખ ૨૬ મી મે ૨૦૧૯ ના રોજ ૯૪ વર્ષની વયે દેવલોક પામ્યાના સમાચાર જાણી દુખ થયું.

ડો. જયંતી પટેલનાં સુપુત્રી શ્રીમતી વર્ષાબેનએ પણ એમના ઈ-મેલમાં આ દુખદ સમાચાર આપતાં લખ્યું કે ”Dad passed away today (Sunday, May 26, 2019) at 5 pm.”

ડો.જયંતી પટેલનું આખું ય જીવન ખુબ વિવિધતાભર્યું હતું.તેઓ એક રેડિયો કલાકાર, નાટ્ય કલાકાર, નાટ્ય દિગ્દર્શક,હાસ્ય લેખક,કાર્ટુનિસ્ટ વિ. વિવિધ ક્ષેત્રે પ્રસિદ્ધિ મેળવી હતી.લોકોમાં તેઓ ”રંગલો”નામથી ખુબ જાણીતા છે.

મારી ૨૦૦૭ ની અમદાવાદની મુલાકાત વખતે નારણપુરામાં મારા એક મિત્ર અને ડો.જયંતી પટેલના સાળા (શારદાબેનના ભાઈ)નટવરભાઈ પટેલના ત્યાં ડો. જયંતી પટેલ ને મળવાનો અને સહ ભોજન લેવાની તક મને મળી હતી.જૈફ ઉંમરે પણ સદા હસતા અને હસાવતા રંગલાજીના રંગીલા મિજાજનો મને એ વખતે પ્રત્યક્ષ અનુભવ થયો હતો એની યાદ તાજી થઇ ગઈ.હાસ્યને એમણે જીવનમાં જાણે કે વણી લીધું હતું.

ડો.જયંતી પટેલ”રંગલો” નો પરિચય ..

          ડો.જયંતી પટેલ- પરિવાર જનો સાથે

મારા પરમ મિત્ર શ્રી સુરેશ જાનીના જાણીતા બ્લોગ ગુજરાતી પ્રતિભા પરિચયમાં

ડો.જયંતી પટેલનો, વિડીયો સાથેનો, સરસ પરિચય..

અહીં ક્લિક કરીને વાંચો 

શ્રધાંજલિ 

પ્રભુ ડો.જયંતીભાઈ ના આત્માને પરમ શાંતિ આપે અને એમના કુટુંબીજનોને એમની ખોટ સહન કરવાની શક્તિ આપે એવી મારી પ્રાર્થના.મારી હાર્દિક શ્રધાંજલિ .

ડો. જયંતી પટેલ વિષે અન્ય પુરક માહિતી

૧.”ગુજરાત દર્પણ ”ના સૌજન્યથી .. એક સરસ પરિચય … 

ડો. જયંતી પટેલ (રંગલો )…ગુજરાત દર્પણ ..પ્રવીણ પટેલ ”શશી”

૨.– બાળમિત્ર શ્રી. કનક રાવળનાં સંસ્મરણો
( ‘ગુર્જરી ડાયજેસ્ટ’માંથી )

૩.– ‘ગુજરાત મિત્ર’માં તેમનો ઈન્ટરવ્યુ

૪.વિકિપીડિયા ..અંગ્રેજીમાં 

1230- કરમાઇ કરમાઇને ખર્યા નાનાભાઇ જેબલિયા (૧) …. રજનીકુમાર પંડ્યા

જાણીતા બ્લોગ ” વેબ ગુર્જરી”માં ” લ્યો, આ ચીંધી આંગળી” વિભાગમાં મારા સહાધ્યાયી હમઉમ્ર મિત્ર શ્રી રજનીકુમાર પંડ્યા એમની આગવી આકર્ષક શૈલીમાં એમના જીવનના અનુભવો પર આધારિત સત્ય કથાઓ રજુ કરતા રહે છે એ વાંચવા જેવી હોય છે.

શ્રી રજનીકુમાર પંડ્યાએ એમના ઈ-મેલમાં મોકલેલ એક લેખ ”કરમાઇ કરમાઇને ખર્યા નાનાભાઇ જેબલિયા (૧)”માં એમણે એમના લેખક મિત્રને ભાવભરી શ્રધાંજલિ આપી છે. એમના આભાર સાથે આ લેખને આજની પોસ્ટમાં પ્રસ્તુત કરેલ છે.આ લેખ મને ગમ્યો એમ આપને પણ જરૂર ગમશે.

વિનોદ પટેલ

કરમાઇ કરમાઇને ખર્યા નાનાભાઇ જેબલિયા (૧) …. રજનીકુમાર પંડ્યા

(ગુણવત્તાને લક્ષમાં લો તો ગુજરાતી સાહિત્યના ઉત્કૃષ્ટ કોટીના સાહિત્યકારોમાં જેમની ગણના કરવી પડે એવા સત્વશીલ સર્જનો આપનારા નાનાભાઇ જેબલીયા સંખ્યાબંધ ઉત્તમ કૃતિઓ આપવા છતાં 75 ની વયે અવસાન પામ્યા. પણ ત્યાં લગી ઉન્નતભ્રુ સાહિત્યકારો–વિવેચકો માટે તો માત્ર ‘લોકપ્રિય’ લેખકોના વર્ગમાં આવતા એક એવરેજ લેખક જ રહ્યા. જીવનભર પ્રાથમિક શાળાના શિક્ષક જ રહ્યા. એના અન્ય અનેક કારણોમાં એ સૌરાષ્ટ્રના એક ખૂણામાં જીવ્યા કર્યા એ પણ એક કારણ છે. અને એમાં કોઇનો દોષ નથી, સિવાય કે કિસ્મતની શતરંજની એવી બિછાત. બીજાં અનેક માનવીય કારણોની ભરમાર છે, પણ એની ચર્ચા કરવાની આ જગ્યા નથી.


(નાનાભાઈ જેબલિયા)

આ લખનાર ઉપરાંત સાહિત્યકારો રતિલાલ બોરિસાગર, રમેશ પારેખ કે કિરીટ દૂધાત જેવા એમના મિત્રો એમને આજીવન ચાહતા રહ્યા એનાથી એમનો આત્મા બહુ તૃપ્ત રહેતો હતો એના કરતાં અમને એમની નિર્ભેળ, નિરપેક્ષ મૈત્રીથી બહુ સભરતાનો અનુભવ થતો હતો. પૂ મોરારીબાપુ જેવાએ એમની બહુ જ સંભાળ રાખી હતી અને એમને કાર સુધ્ધાં લઇ આપી હતી. વળી સંતાનો પણ બહુ ગરવા નિવડ્યા. અને પુત્રવધુઓ તો પુત્રોથી પણ સવાઇ ચડિયાતી સાબિત થઇ. પોતાના પછીની બીજી પેઢીનું સુખ પણ એમને પારાવાર મળ્યું.

એ બધાનું સરવૈયું માંડતા સ્વ.નાનાભાઇ જેબલીયા, છેલ્લા થોડાં વર્ષોની પથારીવશતાને બાદ કરતાં સુખેથી જીવ્યા, સુખ પામીને ગયા એમ કહેવું વધારે ઠીક રહેશે.

સાવ ઉગતી યુવાનીથી અમારી મૈત્રી જામી હતી એટલે અધિકૃતતાપૂર્વક એમની થોડી વાત અહિં માંડું છું.)

સરકસના ખેલ જેવું હતું. હળવી બીડી કે વજનદાર બાચકું એમાંથી એકે ય હેઠે ના પડી જવું જોઇએ (બીડી બે ફદિયાની પણ બાજરો તો કેવા મોંઘા પાડનો,બાપ!) બાજરો જમીન પર વેરાઇ ના જવો જોવે અને અને બીડી બી ઠરી ના જવી જોઇએ. ને વાજોવાજ સલામો પણ ઝીલાતી જવી જોઇએ. વળી આ બધું કરતાં ગતિભંગ પણ ના થવો જોવે. અમારી હારોહાર રહેવું જોવે. આ દૃશ્ય જોઈને અમને અમારી નહીં પણ વિશેષણોની દયા આવી ગઈ હતી.”

આખો લેખ ‘વેબ ગુર્જરી’ પર અહીં ક્લિક કરીને વાંચો. 

(વેબ ગુર્જરીમાં પ્રકાશિત અગાઉના લેખો વાંચવા માટે આ લેખને છેડે આપેલી પેનલમાં લેખકના નામ પર ક્લિક કરો)

RAJNIKUMAR PANDYA

My Blog link:

http://zabkar9.blogspot.com/

http://rajnikumarpandya.wordpress.co

E Mial સંપર્ક
rajnikumarp@gmail.com

1228- ‘સાહિત્યરત્ન’ ભગવતી કુમાર શર્માની અલવિદા/ હાર્દિક શ્રધ્ધાંજલિ

જાણીતા કવિ અને સાહિત્યકાર ”સાહિત્ય રત્ન” શ્રી ભગવતીકુમાર શર્માનો ક્ષરદેહ એમની ૮૫ વર્ષની ઉમરે તારીખ ૫, સપ્ટેમ્બર ૨૦૧૮ ના રોજ એમના પ્રિય માદરે વતન સુરત ખાતે પંચમહાભૂતમાં વિલીન થઇ ગયો.

સૌજન્ય- ગુજરાત ટુડે 

સૌજન્ય- લયસ્તરો 

કવિએ જાણે પોતાની વિદાય માટે જ લખી હોય એવી આ ગઝલ વાંચતાં આંખ ભીની થયાં વિના નહીં રહે…

હું ચાલ્યો જઈશ…

ઉઘાડાં દ્વાર છોડીને ગમે ત્યારે હું ચાલ્યો જઈશ;
જગતથી મુખ મરોડીને ગમે ત્યારે હું ચાલ્યો જઈશ.

કિનારો હોય કે મઝધાર : મારે શો ફરક પડશે?
ડુબાડી જાતે હોડીને ગમે ત્યારે હું ચાલ્યો જઈશ.

હું માયામાં ઘણો જકડાયેલો છું, પણ વખત આવ્યે,
બધા તંતુઓ છોડીને ગમે ત્યારે હું ચાલ્યો જઈશ.

સ્મરણ એકેય રહેવા નહિ દઉં હું ઘરની ભીંતો પર;
છબીઓ સર્વ ફોડીને ગમે ત્યારે હું ચાલ્યો જઈશ.

મને ઘોડેસવારીનો અનુભવ તો નથી કિન્તુ,
સખત ચાબુક સબોડીને ગમે ત્યારે હું ચાલ્યો જઈશ.

કથા પૂરી થવા આવી તો તેના અંતની સાથે,
તમારું નામ જોડીને ગમે ત્યારે હું ચાલ્યો જઈશ.

નદીકાંઠો, સ્વજનની હાજરી, સૂર્યાસ્તની વેળા,
ચિતામાં યાદ ખોડીને ગમે ત્યારે હું ચાલ્યો જઈશ.

– ભગવતીકુમાર શર્મા

મૃત્યુને પ્રણામ

દીર્ઘદામ્પત્યજીવનના અંતે પત્ની જ્યારે જીવનસફરમાં અધવચ્ચે એકલા મૂકીને ચાલ્યા ગયા ત્યારે કવિએ દામ્પત્યજીવનની ખટમીઠી યાદો, મૃત્યુ અને મૃત્યુએ સર્જેલા શૂન્યાવકાશ વિશે સૉનેટ લખવા આદર્યા અને એક આખો સરસ મજાનો સૉનેટસંગ્રહ આપણને આપ્યો.

આ સૉનેટ પણ એમાનું જ એક છે.

મૃત્યુને પ્રણામ … સૉનેટ
(પૃથ્વી)

મને જ હતી જાણ ક્યાં પતાળ શા અંતરે
અગાધ, તટહીન કો’ જલધિ જેટલો પ્રેમ છે
નિતાન્ત ખડકાયલો, ગુપત જાહ્નવીના રૂપે
હતી ફકત તું જ તું સુભગ મધ્યબિંદુ સમી?!

સુદીર્ઘ સહજીવને સરજી દીધી’તી શુષ્કતા;
બધું નીરસ લાગતું સઘન સંનિધિના કારણે;
યથાસ્થિતિ હતી બહુ, ખૂટતી લાગતી હૂંફ યે;
હતી સફર ચાલતી અલગ રેલ-પાટા સમી.

કરાલ કર ત્રાટક્યો મરણનો અરે! તું પરે
અને બધુંય મૂળથી હચમચી ઊઠ્યું સામટું;
ગયું પડ ચિરાઈ ને ધસમસી રહી જાહ્નવી
અદમ્ય હૃદયોર્મિથી સકળ આર્દ્ર ને પ્રાંજલ!

પ્રણામ શત મૃત્યુ હે! ઋણસ્વીકાર તારો કરું;
મને પ્રબળ પ્રેમની પ્રતીતિ પ્રાપ્ત તારા થકી!

– ભગવતીકુમાર શર્મા

 

લયસ્તરોમાં પોસ્ટ થયેલ  સ્વ.ભગવતીકુમાર શર્માનાં કાવ્યો/ગઝલો વાંચવા માટે  અહીં ક્લિક કરો .

નીચેના બે વિડીયોમાં સ્વ. ભગવતીકુમાર શર્માને એમની રચનાઓનું પઠન કરતા અને એમની વાત કહેતા નિહાળી શકશો.  

કાવ્ય પઠન

સર્જક અને સર્જન

 

શ્રી ભગવતીકુમાર શર્માને જ્યારે ‘સાહિત્ય રત્ન ગૌરવ પારિતોષિક’
અર્પણ થયું એ વખતે વિનોદ વિહારની નીચેની પોસ્ટમાં એમને બિરદાવવામાં આવ્યા હતા.

નીચેની લીંક પર ક્લિક કરી એ પોસ્ટ વાંચી શકાશે. 

1110- મૂર્ધન્ય સાહિત્યકાર શ્રી ભગવતીકુમાર શર્માને અર્પણ થયું ”સાહિત્ય રત્ન ” પારિતોષિક  

સ્વ.ભગવતીકુમાર શર્માને હાર્દિક શ્રધાંજલિ 

1223 – હરનિશ જાની એટલે દરિયાપારના ગુજરાતીઓના ભાલે હાસ્યતિલક…..રમેશ તન્ના/સ્વ. હરનીશ જાનીને હાર્દિક શ્રધાંજલિ

“હું લખું છું દિલથી, બોલું છું દિલથી, અને જીવું છું પણ દિલથી. એટલે તો પાંચ એન્જીયોપ્લાસ્ટી અને એક બાયપાસ સર્જરી કરાવવી પડી !અમદાવાદથી મુંબાઇ દોડતા ગુજરાત એક્સ્પ્રેસનું હું સંતાન છું, તેથી માણસ- ભૂખ્યો છું. વાતો ગમે છે. માણસો ગમે છે….”
Harnis Jani

ન્યુ જર્સી નિવાસી મિત્ર હાસ્ય લેખક શ્રી હરનીશભાઈ જાનીના ઓગસ્ટ ૨૦,૨૦૧૮ ની સાંજે થયેલ અવસાનના સમાચાર જાણીને ખુબ દુખ અને આઘાતની લાગણી થઇ.

વિનોદ વિહારમાં એમના ઘણા હાસ્ય લેખો પોસ્ટ થયા છે જે આ લીંક પર ક્લિક કરીને વાંચી શકાશે.

મારા જેવા એમના અનેક સાહિત્ય મિત્રો અને પ્રસંશકો એમના જવાથી ખોટ અનુભવશે.His LOVE, LAUGHTER and LITERATURE will be greatly missed.

આજે જ્યારે લોકોના મો પરથી હાસ્ય વીલાતું જાય છે ત્યારે હરનીશભાઈ જેવા સદા હસતા અને એમના લેખો અને પ્રવચનો દ્વારા હસાવતા હાસ્ય લેખકની વિદાયથી મોટી ખોટ વર્તાય એ સ્વાભાવિક છે.સદેહે ભલે તેઓ નથી પણ એમના શબ્દ દેહે એ હંમેશાં પ્રેરણા આપતા રહેશે.

ગુજરાતી સાહિત્યમાં હાસ્ય નિબંધો લખાયા છે. પરંતુ હરનિશભાઇએ હાસ્ય વાર્તાઓ લખી નવી ભાત પાડી છે,જેની ગુજરાતના વિવેચકોએ નોંધ લીધી છે.

સન્નિષ્ઠ પત્રકાર અને લેખક શ્રી રમેશ તન્નાએ હરનીશભાઈને અંજલિ આપતો સરસ લેખ દિવ્ય ભાસ્કરની એમની કોલમ ”ગુડ મોર્નિંગ ગુજરાત”માં પ્રગટ થયો છે એ એમના આભાર સાથે નીચે પ્રસ્તુત છે.

હરનીશભાઈને મારી હાર્દિક શ્રધાંજલિ.

વિનોદ પટેલ

==============

હરનિશ જાની એટલે દરિયાપારના ગુજરાતીઓના ભાલે હાસ્યતિલક … રમેશ તન્ના 

                              Shri Harnish Jani with family

 

હાસ્યલેખક અને સિદ્ધ સર્જક હરનિશ જાની 77મે ગયા. આ વખતે તેમણે પોતાનાં પરિવારજનો અને સગાં-વહાલાંઓને ખોટા પાડ્યા. તેઓ હૃદય રોગના આઠ-આઠ હુમલાને પચાવી ગયા હતા. પાંચેક વખત એન્જિયોપ્લાસ્ટી કરાવી હતી, બાપપાસ સર્જરીને એવું ના થાય કે અહીં તો રહી ગઈ, એટલે બાપપાસ પણ કરાવી હતી. દર વખતે હૉસ્પિટલમાં જાય, હમણાં જશે એવા સંજોગોય સર્જાય, પણ હરનિશ જાની પાછા સાજા થઈ જાય અને પાછા ઘરે આવે.

ગુજરાતના ઘણા પ્રદેશમાં મૃત્યુ પામ્યા માટે પાછા થયા એમ બોલાય છે, હરનિશ જાની પાછા થવાને બદલે ઘરે પાછા આવતા. અનેક વખત આવતા.

દરિયાપાર ગુજરાતી ભાષામાં હાસ્યલેખકો એક આંગળીના વેઢે ગણાય એટલાય નથી. એ મહેણું હરનિશ જાનીએ ભાગ્યું. હાસ્ય ઉપર તેમની હથોટી હતી. સહજ રીતે તેમને હાસ્ય સ્ફૂરતું. તેઓ પોતાની કૃતિઓમાં અમેરિકાના વેશ-પરિવેશને લઈ આવ્યા તે તેમની ખૂબી હતી.

દરિયાપાર ગુજરાતી ભાષામાં હાસ્યલેખકો એક આંગળીના વેઢે ગણાય એટલાય નથી. એ મહેણું હરનિશ જાનીએ ભાગ્યું. હાસ્ય ઉપર તેમની હથોટી હતી. સહજ રીતે તેમને હાસ્ય સ્ફૂરતું. તેઓ પોતાની કૃતિઓમાં અમેરિકાના વેશ-પરિવેશને લઈ આવ્યા તે તેમની ખૂબી હતી. હાસ્યલેખક રતિલાલ બોરીસાગર કહે કે અમેરિકામાં વસતા કોઈ લેખક ભારતીયતાને પકડી રાખીને, અહીંના સમાજ કે જીવનને વિષય બનાવીને હાસ્ય સર્જે એને હું સાચા હાસ્યલેખક ના કહું. હરનિશ જાનીએ ત્યાંની આબોહવાને પકડીને લખ્યું. તેઓ સમર્થ હાસ્યલેખક હતા.

હરનિશ જાની જીવતા માણસ હતા. માણસોના. માણસ હતા. ખૂબ વાતોડિયા. મહેફિલોમાં ખૂલતા અને ખીલતા. તેમની હાજરી હોય એટલે હાસ્યના જામ પર જામ ભરાય અને ખાલી થાય. ખૂબ અભ્યાસી. અઠંગ વાચક. આખી સ્થિતિને, કોઈ પણ સ્થિતિને તટસ્થ રીતે જોઈ અને મૂલવી શકતા. તેમનાં નિરીક્ષણો પૂર્વગ્રહ વિનાનાં. અહોભાવ તો ક્યારેય તેમને અભડાવી શકતો નહીં. તેઓ કહેતા, અમેરિકામાં જો ભણેલા હશો તો સુખી થશો અને નહીં ભણેલા હોવ તો પૈસાવાળા થશો. તેઓ એમ પણ કહેતા કે ગીતા વાંચ્યા પછી મને બીજા લેખો બકવાસ લાગે છે.

હરનીશ જાનીએ રોકડાં ત્રણ પુસ્તકો આપ્યાંઃ ‘સુધન’, ‘સુશીલા’ અને ‘તીરછી નજરે અમેરિકા’. ત્રણેય પુસ્તકો ઉત્તમ. તેમણે વતનને યાદ કર્યું છે. સ્મરણોની કેડી પર પોતાની સાથે વાચકોને પણ ચલાવ્યા છે તો તેમણે આજનું અમેરિકા પણ સુલભ કરી આપ્યું છે. આપણને ગુજરાતી સાહિત્યકાર પાસેથી આ રીતનું અને આ પ્રીતનું અમેરિકા પ્રથમ વખત મળી રહ્યું છે.

***

દરિયાપારના 65 કે 70 લાખ ગુજરાતીઓના નસીબમાં પહેલાં સંઘર્ષ અને પછી ડોલર હોય છે. ભારત છોડ્યાનો આનંદ શમે એ પહેલાં પ્રારંભિક સંઘર્ષ તેને ઊંચકીને ફેંકી દે છે મહેનતના મહાસાગરમાં. ડૂબે કોઇ નહીં, પણ તરતાં તો શીખવું જ પડે. બધા શીખે અને પછી બે નહીં, પાંચ-સાત પાંદડે થાય અને ‘ટેસથી જીવે’. મોટાં અને વિશાળ કપાળ હોય તેને ઝટ સમૃદ્ધિ વરે. દરિયાપારના દરેક ગુજરાતીના ભાલ પ્રદેશ પર ડોલર અંકિત હોય. હોય, હોય ને હોય જ. ના દેખાય તો ય હોય જ. હરનિશ જાની નામનો એક જણસ જેવો જણ એવો હતો જેણે પોતાના કપાળ પર અંકિત ડોલર જોર કરીને ભૂસ્યો. દૂર ઊભાં ઊભાં સરસ્વતીદેવી તેની આ બધી ચેષ્ટાઓ, હસી હસીને જોયા કરે. હરનિશભાઇને તો તેની ખબર નહીં. ડોલર થોડો ઝાંખો કરીને હરનિશભાઇએ પોતાના ભાલ પર હાસ્યનું તિલક કર્યું અને સરસ્વતીદેવી ખડખડાટ કરતાં હસ્યાં. સરસ્વતીદેવી હસતાં જાયને આશીર્વાદ દેતાં જાય. એમ કરતાં કરતાં ત્રણ સંગ્રહો થયા. યમરાજા તેમને લેવા આવે ને પાછા જાય, આવે અને પાછા. તેય ધક્કા ખાઈ ખાઈને કંટાળ્યા. લઈ જવાનું કન્ફર્મ હોય ત્યાં હરનીશ જાની સાજા થઈને ઘરે જાય અને લખવા માંડે. સુરતથી ફોન કરી કરીને બકુલ ટેલર ગુજરાત મિત્રમાં લખાવે. વાચકો ફેસબુક પર વાંચી વાંચીને હસે અને કોમેન્ટ કરે કે હજી વધુ લખો અને પેલા યમરાજાના પેટમાં ફાળ પડે.

છેવટે યમરાજાના દયામણા મોઢાને જોઈને આ વખતે હરનિશભાઈ કહે, ચલો, ત્યારે, આ વખતે આવું છું.

20મી ઓગસ્ટ, 2018ના રોજ હરનિશ જાનીએ વિદાય લીધી ત્યારે દરિયાપારના એક સશક્ત હાસ્યલેખક, વક્તા, અભ્યાસી, સર્જક અને ઉમદા માણસે આવજો કહ્યું.

***

પાંચમી એપ્રિલ, 1941ના રોજ ગુજરાત મધ્યેના મુકામ પોસ્ટ રાજપીપળામાં જન્મેલા હરનિશ જાનીએ જેવું માતા-પિતાને તર્પણ કર્યું તેવું બીજા કોઇએ કર્યું નહીં હોય.

કોઇ લેખક કે કવિ કે સર્જક પોતાનું પ્રથમ પુસ્તક લખે તો મોટાભાગે માતા-પિતાને જ અર્પણ કરે. હરનિશ જાનીએ 2003માં પોતાનો પ્રથમ વાર્તાસંગ્રહ માતા-પિતાને જ અર્પણ કર્યો છે, પરંતુ તેમણે જે માતૃ અને પિતૃ તર્પણ કર્યું છે તે કદાચ કોઇ વિચારી પણ ના શકે.

એમાં થયેલું એવું કે 1961માં ‘ચાંદની’માં હરનિશ જાનીની પ્રથમ વાર્તા પ્રકાશિત થઈ. તેમાં નામ લખાયેલું હરનિશ જાની. તેમના બાપુજીએ પૂછ્યું કે કેમ હરનિશ સુધનભાઈ જાની એમ નથી લખ્યું. હરનીશભાઈ કહે, એવું લખવાનો રિવાજ નથી. તેમના પિતાજી કહે કે નરસિંહરાવ ભોળાનાથ દિવેટીયા, રમણલાલ વસંતલાલ દેસાઈ તો લખાય છે. હરનિશભાઈ કહે કે સાક્ષરનું નામ ત્રણ શબ્દોનું હોય, લેખકનું બે શબ્દોનું હોય.
પિતા સાથેની એ વાત તેમણે યાદ રાખી હશે.

2003માં પોતાના પ્રથમ વાર્તાસંગ્રહ (તેને હાસ્યસંગ્રહ પણ કહી શકાય તેમ છે)નું નામ તેમણે રાખ્યું ‘સુધન’. (42 વર્ષે તેમણે પિતાની ઈચ્છાને જુદી રીતે પૂરી કરી.) પિતાનું નામ પોતાના પ્રથમ પુસ્તકને આપનાર કદાચ હરનીશભાઇ પહેલા હશે. એ પછી બીજા સંગ્રહને પોતાની માતાનું નામ આપ્યુંઃ સુશીલા. સુધનલાલ કે સુશીલાબહેનને તો કલ્પના પણ નહીં હોય કે તેમનો દીકરો તેમને ‘પુસ્તક’ બનાવી દેશે ! ‘સુધન’ને ગુજરાત સાહિત્ય અકાદમીએ ઇનામ આપ્યું હતું તો ‘સુશીલા’ને તો અકાદમીના પ્રથમ પારિતોષિક ઉપરાંત પરિષદનું ‘શ્રી જ્યોતીન્દ્ર દવે પારિતોષિક’ પણ મળ્યું હતું. ગુજરાતી એકેડેમી ઓફ નોર્થ અમેરિકાએ પણ તેમને શ્રી ચુનીલાલ વેલજી મહેતા પારિતોષિકથી નવાજ્યા હતા.

બે પુસ્તકને ટોચનાં ચાર-ચાર ઇનામો મળે એ બહુ સારું કહેવાય, પણ એનાથી પણ વધારે સારું તો એ હતું કે હરનિશ જાની મૂળ વંચાતા લેખક હતા. સરસ લખતા. ઇવન, ડાયાબિટીસના દરદી પણ તેમનું પુસ્તક વાંચવા બેસે તો વોશરૂમ જવાનું ટાળીને એકીબેઠકે પુસ્તક પૂરું કરે તેવું ઇન્ટરેસ્ટિંગ લખતા. ઘણા વાચકો તેમનાં પુસ્તકો વાંચતાં વાંચતાં હસતા, તો વળી ઘણા તો એવાય હતા કે હસતાં હસતાં વાંચતા. મધુ રાય જેવા શબ્દકસબી અને ભાષાના કીમિયાગર તેમની વાર્તાઓ વાંચીને, અમેરિકામાં એવું અટ્ટહાસ્ય કરતા કે ગુજરાતમાં બધાને તે ચોખ્ખુ સંભળાતું. હરનિશ જાનીની કલમ મસ્ત હતી, જબરજસ્ત હતી. સ્મરણો, યાદો, અતીતના ઓવારેથી, તળાવના આરેથી, ભારતના કિનારેથી પવનો વા’તા ને તેની વાતો બનાવી બનાવીને હરનીશ જાની લખતા. દરિયાપાર વસતા ગુજરાતીઓની લાક્ષણિકતાઓ અને વિશેષતાઓને તેઓ પકડતા. અમેરિકાની ભૂમિને, ત્યાંના આવરણ અને વાતાવરણને સૂંઘીને, જોઇ-જાણીને, ચાખીને, જરૂર પડે ત્યારે ખોતરીને તેઓ સમજતા અને પછી અભ્યાસની શાહીમાં બોળીને લખતા. વચ્ચે વચ્ચે હરનિશીય શૈલીનું હાસ્ય ભરતા. દરિયાપાર વસતા ઉત્તમ કવિઓ, સર્વશ્રેષ્ઠ વાર્તાકારો, કલમનવેશો, અને કલમકસબીઓ, નિબંધકારો અને નવલકથાકારોમાં હરનિશ જાની પહેલી પંગતમાં ઊભા રહ્યા. વટથી ટટ્ટાર ઊભા રહ્યા. દરિયાપારના શ્રેષ્ઠ હાસ્યલેખક તરીકે તેઓ 2003માં જન્મ્યા અને 2015 સુધીમાં ત્રણ પુસ્તકોની ભેટ ધરીને, પોતાના શબ્દનો ઉજળો અને ઝળહળતો હિસાબ આપીને ગયા.

જતાં પહેલાં હૃદય રોગના આઠ હુમલા, પાંચ એન્જિયોપ્લાસ્ટી અને એક બાયપાસ સર્જરી, પોતાના જ હૃદય પર કરાવીને ગયા. ગુજરાતમાં લેખકો એવું લખે છે કે આવું બધું બીજાને કરાવવું પડે છે જ્યારે આ જાનીસાહેબે આટલું બધું કરાવીને પછી પણ વાચકોને હસાવ્યા.

બાય ધ વે, કહેવું પડે નહીં? સંવેદનશીલ માણસ અને સર્જકનું હૃદય આટલું બધું ખમી શકે તેવું મજબૂત હોય છે?

જતાં પહેલાં હરનિશ જાની હૃદય રોગના આઠ હુમલા, પાંચ એન્જિયોપ્લાસ્ટી અને એક બાયપાસ સર્જરી, પોતાના જ હૃદય પર કરાવીને ગયા. ગુજરાતમાં લેખકો એવું લખે છે કે આવું બધું બીજાને કરાવવું પડે છે જ્યારે આ જાનીસાહેબે આટલું બધું કરાવીને પછી પણ વાચકોને હસાવ્યા.

કોઈ તેમને કહેશે કે, હરનિશ જાની કોઇ વૈજ્ઞાનિકોનું મગજ સાચવી રખાય છે, તમારું હૃદય સાચવી રાખવું જોઇએ.

તેમનાં નિરીક્ષણોમાં ત્યાંનો સમાજ દેખાય છેઃ લેખક લખે છે, પરદેશના ગુજરાતીઓની જીવનશૈલી, એમની ચિંતાઓ, એમના લક્ષ્યો બધું ગુજરાત કરતાં સહેજ જુદું છે. ફર્સ્ટ જનરેશનના ગુજરાતી સેટલ થવાની, વેજ ખાવાની કે નોનવેજ ચલાવી લેવાની ઇમિગ્રેશનની, જોબની બિઝનેસની, ઇન્ડિયા પૈસા મોકલવાની, બાળકોને સંસ્કાર આપવાની, બેબી સિટિંગની, એલ્ડર સિસ્ટરને સ્પોન્સર કરવાની ફિકરમાં હોય છે. કાંઇક સ્થિર થયા બાદ હાઉસનાં પેમેન્ટ, સંતાનોનાં ડેટિંગ, સાધુસંતોના સત્કારની વાતો થાય છે. પછી ફાધર મધરને બોલાવવાની અને અહીંના સમાજમાં આગળ આવવાની તજવીજ હોય છે અને પરદેશ વસેલી ગુજરાતી નારી મોટર હાંકે છે, જોબ પર જાય છે. ચિલ્ડ્રનને બેબી સિટર પાસે મૂકે છે, અઠવાડિયાની રસોઇ એકસાથે બનાવી રાખે છે. સેકન્ડ જનરેશનની પ્રજા ડબલ રોલમાં હોય ચે. વિચારે અમેરિકન અને સંસ્કારે ગુજરાતી હોવાનો અનુભવ કેવો હશે તે આપણે કદી નહીં જાણી શકીએ. આપણે એમની સાથે અંગ્રેજીમાં બોલીએ છીએ ત્યારે એક ગુપ્ત રીતે એમના કરતાં અંગ્રેજી ઓછું આવડતું હોવાનું કબૂલ કરીએ છીએ. આપણાં સંતાનો સાથેનો આપણો વહેવાર ગુજરાતી માતાપિતા કરતાં બહુ જદો છે. એ બાળકો મોટાં થઇ અમેરિકન મુખ્ય પ્રવાહમાં જોડાશે, અને એમનાં સંતાન અને તેમનાં સંતાનોનાં સંતાન આખરે પૂરેપૂરા અમેરિકન ઘડામાં ઘોળાઇ જશે. પચીસ-પચાસ વર્ષમાં આપણું આપણાપણું અહીં લુપ્ત થવાનું છે તે આપણે જોઇએ છીએ અને એટલે બમણા મમતથી તેને આપણે બાથ ભીડી બેઠાં છીએ.

હરનિશ જાનીએ દરિયાપારના જ નહીં, બૃહદ ગુજરાતી સાહિત્યને સુધન કર્યું છે. તેઓ 60 પછી લખતા થયા, જો અમેરિકા ગયા ત્યારથી જ લખતા થયા હોત તો ત્રણને બદલે 30 પુસ્તકો હોત અને દરિયાપારના સાહિત્યની અનેક છટાઓ આપણે પામી શક્યા હોત.

લાગણી વેળાઃ 
મારી વાર્તાઓ એટલે અમેરિકાની પહેલી પેઢીના ગુજરાતીઓનો ઈતિહાસ.
– હરનિશ જાની

પ્રકાશન તારીખ22 Aug 2018
લેખક વરિષ્ઠ પત્રકાર છે અને દરિયાપારના ગુજરાતીઓમાં માતૃભાષાને જીવંત રાખવામાં સક્રિય રહ્યા છે.

positivemedia2015@gmail.com

 

હરનિશ જાની, Harnish Jani-પરિચય

સૌજન્ય  — ગુજરાતી પ્રતિભા પરિચય

હરનીશ જાનીની 76 મા જન્મ દિવસની ભેટ …”સુધન” ઈ-પુસ્તક

હરનીશભાઈ નો પ્રથમ ‘હાસ્ય વાર્તાઓ’નો સંગ્રહ ”સુધન” છેક 2003માં પ્રકાશીત થયેલો જે અપ્રાપ્ય હતો. વાચકો ” સુધન -ઈ બુક “ના નીચેના ચિત્ર ઉપર ક્લિક કરીને આ અપ્રાપ્ય પુસ્તકના બધા જ લેખો વાંચી શકશે.

1221- ભૂતપૂર્વ PM, ‘ભારત રત્ન’ વાજપેયી (93)નું નિધન-હાર્દિક શ્રધાંજલિ

टूटे मन से कोई बड़ा नहीं होता,

टूटे मन से कोई खड़ा नहीं होता।

जलना होगा, गलना होगा !

कदम मिलाकर चलना होगा !

Atal Bihari Bajpai 

August 16,2018-નવી દિલ્હી

ભૂતપૂર્વ વડા પ્રધાન અટલબિહારી વાજપેયીનું આજે અહીં નિધન થયું છે. એ 93 વર્ષના હતા. એમણે અહીં AIIMS હોસ્પિટલમાં આજે સાંજે 5.05 વાગ્યે અંતિમ શ્વાસ લીધો હતો.

વાજપેયી બે મહિનાથી પણ વધારે સમયથી હોસ્પિટલમાં કિડનીમાં ચેપ ઉપરાંત યુરિનરી તકલીફ, છાતીમાં કફનો ભરાવો થવા જેવી તકલીફો માટે સારવાર હેઠળ હતા. એઈમ્સ હોસ્પિટલ દ્વારા બહાર પાડવામાં આવેલી અખબારી યાદીમાં વાજપેયીના નિધનના સમાચાર આપવામાં આવ્યા હતા.

વાજપેયીના પાર્થિવ દેહને આજે સાંજે AIIMS હોસ્પિટલમાંથી એમના નિવાસસ્થાને લઈ જવામાં આવ્યો હતો. અંતિમ દર્શન માટે એ આવતીકાલે નવી દિલ્હીમાં ભાજપના મુખ્યાલયમાં રાખવામાં આવશે. અંતિમ સંસ્કાર આવતીકાલે દિલ્હીમાં યમુના નદીના કિનારે કરવામાં આવશે.

વાજપેયીના પાર્થિવ શરીરને અંતિમ દર્શન આજે રાતે 9.30 વાગ્યાથી એમના નિવાસસ્થાને રાખવામાં આવશે. ત્યારબાદ આવતીકાલે સવારે 9 વાગ્યાથી બપોરે 1 વાગ્યા સુધી ભાજપના મુખ્યાલયમાં અંતિમ દર્શન કરી શકાશે. બપોરે 1 વાગ્યાથી અંતિમ યાત્રા કાઢવામાં આવશે અને સાંજે 4 વાગ્યે અંતિમ સંસ્કાર કરવામાં આવશે.

વાજપેયીના માનમાં કેન્દ્ર સરકારે સાત દિવસનો રાજકીય શોક જાહેર કર્યો છે.

નાદુરસ્ત તબિયતને કારણે વાજપેયી એક દાયકાથી પણ વધારે સમયથી જાહેર જીવનથી દૂર રહ્યા હતા. એમને ડાયાબિટીસની બીમારી હતી. છેલ્લા 36 કલાક દરમિયાન એમની તબિયતમાં વધારે બગાડો થયો હતો. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ પણ છેલ્લા બે દિવસમાં બે વાર એઈમ્સ હોસ્પિટલની મુલાકાત લીધી હતી.

વાજપેયીનો જન્મ 1924ની 25 ડિસેંબરે મધ્ય પ્રદેશના ગ્વાલિયરમાં થયો હતો. એમના પિતા પંડિત કૃષ્ણબિહારી વાજપેયી એક સ્કૂલ શિક્ષક હતા.

ભારતીય જનતા પાર્ટીના સંસ્થાપકોમાંના એક, વાજપેયી 1996થી 1999 વચ્ચે ત્રણ વાર વડા પ્રધાન બન્યા હતા. પહેલી વાર, 1996માં એ વડા પ્રધાન બન્યા હતા, પણ એમની સરકાર માત્ર 13 દિવસ જ ચાલી હતી. 1998માં એ બીજી વાર વડા પ્રધાન બન્યા હતા. ત્યારે એમની સરકાર 13 મહિના ચાલી હતી. 1999માં એ ફરી વડા પ્રધાન બન્યા હતા અને પાંચ વર્ષની મુદત એમણે પૂરી કરી હતી.

પાંચ વર્ષની મુદત પૂરી કરનાર એ પહેલા બિન-કોંગ્રેસી વડા પ્રધાન બન્યા હતા.

વાજપેયી વિશે એવું કહેવાય છે એ ભારતીય રાજકારણના અજાત શત્રુ હતા. એમને કોઈ રાજકીય શત્રુઓ નહોતા.

વાજપેયીના નિધનના સમાચાર સાંભળીને એમની પર ચારેબાજુએથી શ્રદ્ધાંજલિનો વરસાદ વરસી રહ્યો છે.

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ પોતાના ટ્વીટમાં વાજપેયીના નિધનને એક યુગના અંત તરીકે ઓળખાવ્યું છે અને કહ્યું છે કે દરેક ભારતીય તથા ભાજપ કાર્યકર્તા વાજપેયીના દ્રષ્ટિકોણ પ્રમાણે જીવનમાં આગળ વધવાનું ચાલુ રાખશે.

Atal- Modi

મોદીએ અનેક ટ્વીટ્સ દ્વારા પોતાની શબ્દાંજલિ એમને અર્પણ કરી છે.

Narendra Modi-1
@narendramodi
मैं नि:शब्द हूं, शून्य में हूं, लेकिन भावनाओं का ज्वार उमड़ रहा है।

हम सभी के श्रद्धेय अटल जी हमारे बीच नहीं रहे। अपने जीवन का प्रत्येक पल उन्होंने राष्ट्र को समर्पित कर दिया था। उनका जाना, एक युग का अंत है।

Narendra Modi-2
@narendramodi
लेकिन वो हमें कहकर गए हैं-
“मौत की उमर क्या है? दो पल भी नहीं,
ज़िन्दगी सिलसिला, आज कल की नहीं
मैं जी भर जिया, मैं मन से मरूं,
लौटकर आऊँगा, कूच से क्यों डरूं?”

Narendra Modi-3
@narendramodi
अटल जी आज हमारे बीच में नहीं रहे, लेकिन उनकी प्रेरणा, उनका मार्गदर्शन, हर भारतीय को, हर भाजपा कार्यकर्ता को हमेशा मिलता रहेगा। ईश्वर उनकी आत्मा को शांति प्रदान करे और उनके हर स्नेही को ये दुःख सहन करने की शक्ति दे। ओम शांति !
Narendra Modi-4
@narendramodi
India grieves the demise of our beloved Atal Ji.
His passing away marks the end of an era. He lived for the nation and served it assiduously for decades. My thoughts are with his family, BJP Karyakartas and millions of admirers in this hour of sadness. Om Shanti.

Narendra Modi-5
@narendramodi
It was Atal Ji’s exemplary leadership that set the foundations for a strong, prosperous and inclusive India in the 21st century. His futuristic policies across various sectors touched the lives of each and every citizen of India.

Narendra Modi-6
@narendramodi
Atal Ji’s passing away is a personal and irreplaceable loss for me. I have countless fond memories with him. He was an inspiration to Karyakartas like me. I will particularly remember his sharp intellect and outstanding wit.

પોતાના આદરણીય નેતા વાજપેયીના નિધન અંગે ભારતીય જનતા પક્ષે કરેલું ટ્વીટ…
ओजस्वी वक्ता, जनकवि व अपने व्यक्तित्व और कृतित्व से मां भारती को विश्व में गौरवान्वित करने वाले भारतीय राजनीति के शिखर पुरुष महान जननेता श्रद्धेय अटल बिहारी वाजपेयी जी को अश्रुपूर्ण श्रद्धांजलि।
https://twitter.com/twitter/statuses/1030066306790223872

સૌજન્ય – ચિત્રલેખા

http://chitralekha.com/news/national/atal-bihari-vajpayee-passes-away-delhi/

अटल बिहारी वाजपेयी पहले ग़ैरकाग्रेसी प्रधानमंत्री थे, जिन्होंने अपना पाँच साल का कार्यकाल बिना किसी समस्या के पूरा किया. मशहूर पत्रकार किंगशुक नाग ने हाल ही में उनकी जीवनी लिखी- अटलबिहारी वाजपेयी- अ मैन फॉर ऑल सीज़न. विवेचना में रेहान फ़ज़ल नज़र डाल रहे हैं अटलबिहारी वाजपेयी के राजनीतिक सफ़र और उनसे जुड़े कुछ मानवीय पहलुओं पर.

Atal Bihari Vajpayee: Life of a Leader, Statesman and Prime Minister (BBC Hindi)

 

વિનોદ વિહારની સ્વ. અટલજીને હાર્દિક ભાવપૂર્ણ શ્રધાંજલિ 

 

 

1068- ફાધર્સ ડે ….. શ્રી પ્રવીણ શાસ્ત્રી

Pravin Shashtri

ન્યુ જર્સી નિવાસી મારા સહૃદયી મિત્ર અને જાણીતા વાર્તા લેખક શ્રી પ્રવીણ શાસ્ત્રીએ ફાધર્સ ડે  નિમિત્તે એમના પૂજ્ય સ્વ. પિતાશ્રી મગનલાલ શાસ્ત્રીને હૃદય દ્રાવક શબ્દોમાં શ્રધાંજલિ આપી છે.

મારા ફેસ બુક પેજ પર મુકેલ આ શ્રધાંજલિ એમના આભાર સાથે અત્રે વિ.વિ. ના વાચકોને શેર કરું છું.– વિનોદ પટેલ 

 

                                                        સ્વ. મગનલાલ શાસ્ત્રી

“ફાધર્સ ડે” …. પ્રવીણ શાસ્ત્રી 

જાણ્યે અજાણ્યે ઘણાં ફાધર્સ ડે ને દિવસે એની કાર શૂક ફ્યુનરલ હોમ સામેના પાર્કિંગ લોટમાં  પહોંચી જતી. એ અવકાશ પ્રમાણે રોકાતો. અતીતને વાગોળતો અને સ્મરણાંજલી સાથે વિદાય લેતો. એ મધ્યમ વર્ગના પિતા મગનલાલનો એક માત્ર જીવીત પુત્ર હતો. હા, એક મોટીબહેન હતી. જ્યારે તે છ માસનો હતો ત્યારે પંદરવર્ષની બહેનના લગ્ન થઈ ગયા હતા. મગનલાલે એનો એક પુત્ર ગુમાવ્યો હતો.એમના ભાઈએ ત્રણ સંતાનો ગુમાવ્યા હતા. એ બાપ કાકા વચ્ચે એકનો એક કુળદિપક હતો.

મગનલાલ પ્રાથમિક શાળાના આદર્શવાદી શિક્ષક હતા. આર્થિક ક્ષમતાની હદબહાર જઈને પણ માબાપ દીકરાની માંગ પુરી કરતા.

એકનો એક હોવાને કારણે પિતા મગનલાલ પ્રોટેકટિવ ફાધર બની ગયા હતા. ‘બાબા! દોડતો નહીં, પડી જશે. ‘ અને બાબો પતંગ પકડવા છાપરે છાપરે કૂદતો હતો.

બાબા! પાણીમાં  ન જતો. દીકરો નદી-તળાવમાં ડૂબકી મારતો અને તરતાં તરતાં ખૂબ આઘે નીકળી જતો. માતા પિતાનો જીવ અધ્ધર થઈ જતો. રખડેલ ન્હોતો પણ રખડવાનો શોખ હતો.

બાબાએ કોલેજ પુરી કરી. બીજા શહેરોમાં નોકરીની તકો સારી હતી. પણ ‘ના. તારે તો અમારી નજર સામે જ રહેવાનું છે. બાબાએ સ્થાનિક નોકરી સ્વીકારી લીધી.

બાબાના લગ્ન થયા. બાબો બે બાળકોનો બાપ બન્યો. હવે તે જવાબદારી અને માંબાપની પ્રોટેક્ટિવ ફિલિંગ્સ સમજતો હતો. એટલે જ્યારે યુ.કેનું એમ્પ્લોયમેન્ટ વાઉચર મળ્યું ત્યારે ઘરમાં વાત પણ ન્હોતી કરી. કોઈક મિત્રે ઘરમાં જણાવ્યું. આ વખતે કાકાએ ભાઈ ભાભીને સમજાવ્યા. બાબો યુ.કે. ગયો. યુ.કે થી અમેરિકા આવ્યો.

બાએ ટૂંકી માંદગી ભોગવી વિદાય લીધી. બાબો સમજાવીને પિતાને અમેરિકા લઈ આવ્યો. ત્યાર પછી બહેન ભાણજા અને સાસરાના સગાઓ પણ આવી ગયા. સુખદ પરિવારનો સાક્ષાતકાર અનુભવ્યો.

આખી જિંદગી સાંધેલું ધોતિયું લાંબો કોટ અને માથે કાળી ટોપી પહેરીને ફર્યા હતા.
‘બાપુજી તમે પાયજામો કફની પહેરોતો તમને વધારે અનુકૂળ રહેશે.’

‘આટલા વર્ષે હવે વસ્ત્ર પરિવર્તન? ભલે! તમે કહો છો તો પહેરી જોઈશ.’
અને તેમનેફાવી ગયું.

એમને પારકિન્સન હતો. હાથ ધ્રુજતા. હાથે કોઈ પણ વસ્તુ પકડવાની તકલીફ હતી.

પુત્રવધૂએ કહ્યું, ‘હું નોકરી છોડી દઉં.‘

‘ના તમારે બાળકો મોટા કરવાના છે. મારી ચિંતા કરશો નહીં.’

એમને માટે એક મોટી કથળોટમાં લંચ રખાતું. પકડાય એવા થર્મોસમા ચ્હા રખાતી. મોટા બાઉલમાં તેઓ ચ્હા રેડતા અને પી લેતા. છોકરા વહુને જરાયે અગવડ કે મુંઝવણ ન થાય તેની સતત કાળજી રાખતા. સાંજે રસોઈ કરતી વહુને કિચનમા બેસીને કંપની આપતા.
સવારે એકલા હોય ત્યારે રૂદ્રાભિષેકના વેદોક્ત મંત્રો બોલતા. પૌરાણિક મંત્રોથી પ્રાર્થનાઓ કરતા.

પુત્રને કહેતા: ‘ સઘળા વેદ અને ગીતાનો સાર ઈશોપનિષદ્માં છે. સમય મળે સમજીને પઠન કરતો રહેજે. પિતામહ પાસે તેઓ શુક્લ યજુર્વેદની સંહિતા ભણ્યા હતા.

ઈશોપનિષદ્ યજુર્વેદ સંહિતાનો ચાળીસમો અધ્યાય છે. આજ્ઞા ન હતી. માત્ર સુચનજ હતું.

સંતોષથી સમય પસાર કરતા હતા. એમને ઘરમાં દરેકે દરેકની બર્થ-ડે ઉજવાય તે ગમતું. એમની પણ બર્થ-ડે ઉજવાતી.

પુત્ર કહેતો ‘એંસી રન થયા છે. હજુ સેન્ચ્યુરીમા વીસ બાકી છે. સાચવીને રમત ચાલુ રાખજો.’

એ હસીને કહેતા. ‘હવે બાઉન્ડ્રી મારવાની તાકાત નથી. એક એક રન માટે દોડવું પડશે.’

વાર્તાલાપ ચાલુ રહેતો.

‘હવે ઓગણીસ બાકી છે.’

‘હવે અઢાર બાકી છે.’

હવે કેલેન્ડરના પાના ફાડવામાં શ્રમ વર્તાતો હતો.

મગનલાલ બિમાર પડ્યા. શરીર ગળાતું ગયું. નિદાન થયુ “મલ્ટિપલ માયલોમા”…. કેન્સર…. ઈન્ડિયન ડોકટરે અંગત સલાહ આપી. ‘હોસ્પિટલને બદલે ઘર લઈ જાવ. એમને માટે બહુ સમય રહ્યો નથી. એમને રાહત રહે અને આન્ંદ થાય એ રીતે દિવસો પસાર કરો.’
પેટ અને પીઠ એક થઈ ગયા હતા. લોહીની ઉલટી થઈ હતી. ખોરાક બંધ થયો હતો. ચમચીથી પાણી પવાતું હતું.

નિર્વસ્ત્ર શરીર પર એક માત્ર એડલ્ટ ડાયપર જ હતું. બહાર જુનની ગરમીનો આંક સેન્ચ્યુરી પર પહોંચવા પ્રયાસ કરતો હતો. પણ બાપુજીને ત્રણ બ્લેંકેટ ઓઢાળવા પડ્યા હતા.

બાપુજી હજુ સત્તર બાકી છે………

દર્દની પીડા થોડી ક્ષણ માટે અદ્રશ્ય થઈ ગઈ. એઓ હસ્યા.

તને એ ન દેખાય… સામે પાડા પર બેઠેલો બોલર વિકેટ પાડીને જ રહેશે.

પુત્ર અને પૌત્ર સામે જોયા કર્યું.

“તમારે કાંઈ કહેવું છે?”

“બાબા સાચવીને ડ્રાઈવ કરજે… અને તારા એકના એક દીકરાની કાળજી રાખજે.”
પ્રોટેક્ટિવ ફાધરના એ છેલ્લા શબ્દો હતા.

એ ૧૯૮૬ના જુન મહિનાનો ‘ફ્રાઈ-ડે ધી થરટીન હતો.

એ રવિવાર……૧૫ જુન ૧૯૮૬ નો ફાધર્સ ડે.

રવિવારે ફાધર્સ ડે ને દિવસે એઓ ક્લિફટનના ‘શૂક ફ્યુનરલ હોમ’માં સૂતા હતા.

ત્યાર પછી દીકરા પ્રવીણે ૨૦૦૨મા ૨૫મી નવેમ્બરે, બેન્ક્વેટ હોલમાં  સ્વજનો સાથે એમની જન્મ શતાબ્દી ઉજવી હતી.
*
પિતાશ્રી મગનલાલ શાસ્ત્રીને હાર્દિક શ્રદ્ધાંજલી