આધ્યાત્મિક ગુરુ શ્રી શ્રી રવિશંકરના નેતૃત્વ હેઠળની આર્ટ ઓફ લિવિંગ સંસ્થાની શાખાઓ વિશ્વના લગભગ ૧૫૦ દેશોમાં ફેલાયેલી છે. આર્ટ ઓફ લિવિંગ સંસ્થાએ એના અસ્તિત્વનાં ૩૫ વર્ષ પૂરાં કર્યા એની ઉજવણી રૂપે ભારતની રાજધાની દિલ્હીમાં યમુના નદીના કિનારે આજથી ૧૧,૧૨,અને ૧૩ મી માર્ચ એમ ત્રણ-દિવસીય વિશ્વ સંસ્કૃતિ મહોત્સવ કાર્યક્રમનો આજે ૧૧મી ની સાંજથી ઝમકદાર રીતે આરંભ થયો છે.
આ ત્રણ-દિવસીય વિશ્વ સંસ્કૃતિ મહોત્સવ કાર્યક્રમની વિશિષ્ટતાઓ …
-આ કાર્યક્રમમાં 155 જેટલા દેશોમાંથી 35 લાખ લોકો ભાગ લેવા આવ્યા છે.
-કાર્યક્રમ માટે સાત એકરના એરીયામાં એનું સ્ટેજ બનાવવામાં આવ્યું છે જે એક વિક્રમ છે .
-વિશ્વના અનેક દેશના કલાકારો એમની કલાનું પ્રદર્શન કરશે.
-શ્રી શ્રી રવિશંકરે સંસ્કૃતિ મહોત્સવમાં સામેલ થયેલા લોકોનું સ્વાગત કર્યું હતું અને કહ્યું હતું કે આ તમારું આધ્યાત્મિક ઘર છે.
-વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કાર્યક્રમના શુભારંભ વખતે મનનીય પ્રવચન આપ્યું હતું.
જો કે આ કાર્યક્રમ માટે વિરોધ પક્ષોએ એક ય બીજા કારણોએ વિરોધ કર્યો છે. પર્યાવરણના મુદ્દે આયોજકોને ૫ કરોડનો દંડ ભરવાનો પણ વિવાદ ઉભો કરવાનો પ્રયાસ થયો છે.યજ્ઞમાં હાડકાં નાખવાની પ્રવૃત્તિ વાળા પણ માણસો મળી આવે છે !
આ મહોત્સવ ના પ્રથમ દિવસના કાર્યક્રમની ઝાંખી
કાર્યક્રમની શરૂઆતમાં રવિશંકરે કહ્યું હતું કે સારું કામ શરૂ કરતા પહેલા અવરોધ આવતા જ હોય છે,પણ એનાથી ગભરાવું નહીં. દરેક સમસ્યાનું સમાધાન હોય છે.
Sri Sri Ravi Shankar’s Speech at the Inauguration of World Cultural Festival, New Delhi
વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ આ કાર્યક્રમમાં હાજર રહ્યા હતા અને મંચ પરથી કરેલા સંબોધન આ કાર્યક્રમને કલા-સંસ્કૃતિના કુંભ મેળા સાથે સરખાવ્યો હતો.
એમણે વધુમાં કહ્યું હતું કે શ્રી શ્રી રવિશંકરના વિશ્વ શાંતિનો મેસેજ ફેલાવવાનું આ મિશન દુનિયાના ૧૩૫ થી વધુ દેશોમાં ફેલાઈ ચૂક્યું છે. આર્ટ ઓફ લિવિંગના માધ્યથી આ કાર્યક્રમે મોટુ યોગદાન આપ્યું છે. આ આયોજનથી દુનિયામાં ભારતની અલગ છબી બનશે. જ્યારે પોતાના માટે નહિ પણ બીજા માટે જીવીએ છીએ ત્યારે આર્ટ ઓફ લિવિંગ જોઈએ.માત્ર સુવિધા અને સરળતાની વચ્ચે જીવવાથી આર્ટ ઓફ લીવીંગ નથી બનતું. માત્ર સુવિધાઓની વચ્ચે રહેવુ તે આર્ટ ઓફ લિવિંગ નથી,આજે આપણે એવા કુંભમેળાનું દર્શન કરી રહ્યા છીએ જે કલાનો કુંભમેળો છે.
શ્રી નરેન્દ્ર મોદીનું આખું પ્રવચન આ વિડીયોમાં છે.
Narendra Modi’s Speech at World Culture Festival by Art of Living
યમુના નદીના કાંઠે આયોજિત વિશ્વ સંસ્કૃતિ મહોત્સવનો આરંભ વૈદિક મંત્રોચ્ચાર અને સાંસ્કૃતિક કાર્યક્રમ દ્વારા કરવામાં આવ્યો હતો. 1000 જેટલા વિદ્વાનોએ વિશ્વ શાંતિ તથા પર્યાવરણ રક્ષણ અંગેના વેદ મંત્રોનું પઠન કર્યું હતું.
૪૦ પ્રકારનાં વાદ્ય, અને ૧૭૦૦ કલાકારો ની ભરત નાટ્યમ અને કથક નૃત્યની ઝાંખી .
Ravi Shankar’s World Culture Festival flute music and bharatanatyamperformance
Art of Living વિશ્વ સાંસ્કૃતિક મહોત્સવના બીજા વિડીયો અને હવે પછીના કાર્યક્રમો અને અને સંસ્થાની પ્રવૃતિઓ વિષેના વિડીયો Art of Living TV ની યુ-ટ્યુબ ની આ લીંક પર ક્લિક કરીને જોઈ શકશો.
વાચકોના પ્રતિભાવ