વિનોદ વિહાર

ગુજરાતી ગદ્ય-પદ્ય સર્જનની આનંદ યાત્રા

Tag Archives: સત્ય કથાઓ

1071- નાના માણસોની મોટી વાતો  … જીવન પ્રેરક સત્ય કથાઓ ….શ્રી સુરેશ જાની

 મોટાની અલ્પતા જોઈ થાક્યો છું,

નાનાની મોટાઈ જોઈને જીવું છું.

– સ્વ. ઉમાશંકર જોશી

સાભાર- શ્રી સુરેશ જાની 

નૂતન ભારત…

નાના માણસોની મોટી વાતો  

 ‘વેબ ગુર્જરી ’ પર પ્રાસ્તાવિક…

પ્રવેશક

       પ્રિન્ટ મિડિયા અને હવે તો નેટ ઉપર પણ સમાચારોનું વર્ગીકરણ કરીએ તો મોટા ભાગના સમાચારો ફિલ્મો, રાજકારણ, ધર્મ કારણ, હિંસા, અત્યાચાર, સેક્સ, બદ દાનતો,ભ્રષ્ટાચાર વિ. ને લગતા જ વાંચવા મળે છે – મોટા માણસોની નાની નિયતની ઘણી બધી વાતો. ભારતમાં તો બધું આવું જ છે, અને એમ જ ચાલે – તેવી માન્યતા વિશ્વમાં તો શું ખુદ ભારતીય લોકોના માનસમાં પણ ઘર ઘાલી ગઈ છે.

      પણ છેક એમ નથી. નાના માણસોની મોટી વાતો પણ છે જ. એ પૂણ્યના પ્રતાપે તો દેશનું ગાડું ચાલે છે.

     એવા અનામી અદના વીરો, વીરાંગનાઓ, બાળક બાલિકાઓની વાતો લઈને ‘સમિધ’ વેબ ગુર્જરી પર આવ્યા છે. એમની નેમ છે – આ યજ્ઞથી અને એમાં હોમેલ આ વાર્તાઓ રૂપી સમિધથી વાચકનો સૂતેલો પ્રાણ જાગી ઊઠશે અને એમના નાનકડા વિશ્વમાં પણ ક્યાંક આવા દીવડા પેટાવવા એમને પ્રેરણા મળશે. એ કલ્યાણ-આતશ પ્રગટે, પ્રજ્વલિત થતો રહે, દીવડે દીવડો પેટાતો રહે, અને એ પ્રકાશ પૂંજ આપણી પગદંડી ઉજાળતો રહે એવી અભિપ્સા આપણે સેવીએ.

     અહીં રજૂ થનાર ઘટનાઓ બધી સત્યકથાઓ છે. મૂળ વેબ સાઈટ પર પ્રસિદ્ધ થયેલ સામગ્રી વાપરેલી છે અને કોઈ નામ પણ બદલ્યાં નથી. પણ કલ્પનાના થોડાક રંગો જરૂર પૂર્યા છે. આથી વાર્તામાંનાં બધાં પાસાં સાચાં ન જ હોય.  સુજ્ઞ વાચક આ બાબત ઘ્યાનમાં રાખે તેવી વિનંતી.

સત્ય કથાઓ … નીચેની લીંક પર ક્લિક કરી વાંચી શકાશે.અરૂણાચલમાં સૂર્યોદય  – આદિત્ય ત્યાગી

  1. અલગારી રખડપટ્ટી – નીરૂ ગાંધી

  2. આ પણ પ્લાસ્ટિક  – અશ્વત્થ હેગડે

  3. આંખે પાટા  – જેનેટ ઓરલિન

  4. ઊતરાણનું બખ્તર  – મનોજ ભાવસાર

  5. એક રૂપિયામાં ભોજન  – વેન્કટરામન

  6. કક્કાનો કારીગર –  સત્ય રાજપુરોહિત

  7. ગટર અને ગુલાલ  – સૈયદ ઈશાક

  8. ગુપ્ત પાષાણ ઉદ્યાન – નેકચંદ સૈની  *

  9. ગુરૂત્વાકર્ષણનાં વમળો – કરણ જાની *

  10. છાણ કે સોનાની ખાણ –  પ્રતીક બજાજ  *

  11. તળાવની ઉદ્ધારક – પ્રિયા રામસુબ્બન   *

  12. દિલ્હીથી સોડા – વાયા કેપટાઉન  – લાવણ્યા ગર્ગ

  13. દુકાળમાં અધિક પાણી  – ડેવિડ રાજા

  14. નવી દિશા તરફ – રેહાના અદીબ

  15. નેત્ર  – અંકિત મહેતા

  16. પગ નથી તો શું?   – કલ્પેશ ચૌધરી

  17. પાગલ પ્રોફેસર   – આલોક સાગર

  18. પાણીની ખેતી   – જયવંત ભારદ્વાજ

  19. પ્રવાસિની  – મહેર મુસ

——————————————-

અને આવી જ સત્યકથાઓ ‘અક્ષરનાદ’ પર પણ…

  1. ગામડે પાછી વળી  – દિવ્યા રાવત

  2. લશ્કરી ફસલ  – ‘માધવરામ’ ગામ – આન્ધ્ર પ્રદેશ

ભારતની પાડોશમાં  પણ આવાં છુપાં રત્નો છે –

  1. આગાજ઼ે દોસ્તી  – આલિયા હરીર

  2. ઇસ્લામિક અમન  – મહમ્મદ અબ્દુસ સબૂર

 

જીવન મંત્ર 

ભૂતકાળ વાગોળવામાં કે ભવિષ્યની ચિંતા કરવામાં સમય ન ગાળતા.

Live this moment powerfully.