Our monthly report is attached here in the link. This data is related to the content you have published by yourself. Once again a hearty congratulations to all of you on behalf of entire Pratilipi family.
पिछले महीने कई लेखकों ने प्रतिलिपि के मंच पर अपने साहित्य को खुद से प्रकाशित किया और पाठकों ने इस साहित्य का दिल से स्वागत किया। हमें कई पाठकों के बधाई हेतु ई- मेल प्राप्त हुए। प्रतिलिपि के मंच पर खुद से साहित्य जोड़नेवाले सभी लेखकों को प्रतिलिपि के पाठकों एवं समग्र परिवार की ओर से हार्दिक शुभकामनाए।
प्रतिलिपि के मंच पर खुद से प्रकाशित होने वाले तथा सबसे ज्यादा पढ़े जानेवाले दस लेखकों के बारे में एक रिपोर्ट :
બેંગ્લોર સ્થિત સોશિયલ નેટ વર્કિંગ સંસ્થા પ્રતિલિપિ ભારતીય ભાષા- સાહિત્ય ને પ્રોત્સાહન આપવા માટે આજે સુંદર કામગીરી બજાવી રહી છે અને એની વાચકોની સંખ્યામાં ઘણો જ વધારો થતો જાય છે .આખી પ્રતિલિપિ ટીમને આવી સુંદર પ્રગતી દર્શાવવા બદલ ધન્યવાદ ઘટે છે.
વડા પ્રધાન મોદીનો બહુ વખણાયેલો અને રૂપિયા 10 લાખનો ગણાવાતો સુટ સુરતના સાયન્સ સેન્ટરમાં એમને ભેટ સોગાદોના પ્રદર્શન અને હરાજીમાં મુકાયો હતો. મોદીએ આ મોંઘો સુટ યુએસ પ્રમુખ બરાક ઓબામા સાથે પત્રકાર પરિષદ વખતે પહેરેલો .
સમગ્ર સુટ પર નરેદ્ર દામોદરદાસ મોદીનો મોનોગ્રામ પીન સ્ટ્રીપ કરેલો હતો. આટલો મોંઘો સુટ પહેરવાને લઇને મોદી દેશભરના મીડિયામાં ચર્ચાનું તો કયાંક ટીકાનું કેદ્ર બન્યા હતા.રાહુલ ગાંધીએ પણ તેમની રેલીમાં નરેદ્ર મોદી દ્વારા કથિત રીતે આ 10 લાખની કિંમતનો સુટ પહેરવાને લઇને તેમના પર નિશાન સાધ્યું હતું.
હકીકત તો એ છે કે આ સુટ એક NRI એ મોદીને એના પુત્રના લગ્ન પ્રસંગે મોદીને ભેટ આપેલ હતો અને દસ લાખનો પણ ન હતો.( વિગતો અહીં વાંચો)
મોદીના આ બહુ ચર્ચિત સુટ ખરીદવા માટે ઉદ્યોગકારોમાં હોડ જામી હતી .
છેલ્લા સમાચારો પ્રમાણે સુરતના હિરાના વેપારી અને ધરમાનંદન ડાયમંડ્સના માલિક હિતેશ લાલજીભાઈ પટેલે મોદીનો બંધ ગળાનો સુટ ૪.૩૧ કરોડમાં ખરીદ્યો છે.
હરાજી બંધ થઇ એ પછી રૂપિયા પાંચ કરોડની બોલી લગાવાઈ હતી પણ તે સાંજે હરાજીની ડેડલાઈન પાંચ વાગ્યા બાદ કરાઈ હતી એટલે માન્ય રખાઈ ન હતી.
આ લિલામમાં ઉપજેલી રકમ વડા પ્રધાનના સ્વચ્છ ગંગા મિશનમાં આપી દેવામાં આવશે.
શ્રી મોદીના આ બહુ ચર્ચિત સુટની હરાજીના સમાચારો વાંચી મને એક અછાંદસ કાવ્ય સર્જનની પ્રેરણા થઇ જે નીચે પ્રસ્તુત છે !
આનું નામ ગુજરાતી ! – મોદી સુટ ની વાત
ગુજરાતી એટલે વેપારમાં પારંગત , મંગળ ગ્રહ પર પહેલી દુકાન, એક દિન એક ગુજરાતીની જ હશે !
જુઓ શું થયું આ મોદી સુટનું, મૂળ તો હજારોનો જ ભેટમાં મળેલ સુટ, જાહેર કર્યો બજારમાં દસ લાખનો, ચોરે ચૌટે વાતો ભલેને થઇ, એક દિવસ પહેરી વટ પાડ્યો, ધનિક દેશના નેતા ઓબામા પર, કે છે તારી તાકાત આવો કિંમતી , સુટ પહેરવાની મિત્ર, બરાક !
વેચાયો અ ધ ધ ધ ચાર કરોડ ૩૧ લાખમાં ! ખરીદનાર હતો એક હીરો ગુજરાતી ! હજારોનો મફતમાં મળેલો કોટ , હરાજીમાં વેચ્યો લગભગ પાંચ કરોડમાં ! આનું નામ કહેવાય ગુજરાતી ! વેપાર તો ગુજરાતીના બાપનો !
મોદી કોટની ઉપજેલ આ રકમથી , મેલી ગંગા ચોખ્ખી બનવાની છે ! તો આ છે ચર્ચાના ચાકડે ચડેલ , મોદીના કોટની કહાની , જેનો અંત સારો, એનું સૌ સારું ! ખાધું, પીધું ને રાજ કર્યું !
અમેરિકા,અલાબામા સ્ટેટમાં પોલીસના ઉધ્ધત વર્તનથી પેરાલીસીસનો ભોગ બનેલા શ્રી સુરેશભાઈ પટેલના આઘાત જનક બનાવની ભીતરમાં એક ડોકિયું .
Sureshbhai Patel is seen at Huntsville Hospital, in Huntsville, Alabama
ગુજરાતના નડિયાદ પાસેના પીજ ગામના રહેવાસી, 57 વર્ષના સુરેશભાઈ પટેલ ત્રણ સપ્તાહ પહેલાં જ હન્સ્ટવિલ ,અલાબામામાં એન્જીનીયર તરીકે જોબ કરતા એમના પુત્ર ચિરાગ અને એના પરિવારની સાથે રહેવા માટે અમેરિકા આવ્યા હતા.ચિરાગના નવ જાત પુત્રની તબિયત સારી રહેતી ના હોવાથી અને એને એમ.એસ. માટેની પરીક્ષા આપવાની હોવાથી પુત્રને મદદરૂપ થવાના આશયથી તેમના પૌત્રની સાર-સંભાળ માટે તેઓ અમેરિકા આવ્યા હતા .
તારીખ ૬ ફેબ્રુઆરી ૨૦૧૫ ના દિવસે રોજની માફક સાઈડ વોક પર તેઓ ચાલતા બહાર ફરવા જતા હતા ત્યારે ચિરાગ પટેલના કોઈ પાડોશીએ પોલીસને ફરીયાદ કરીને જણાવ્યુ હતું કે, એક શંકાસ્પદ વ્યકિત ડ્રાઈવ વેઝમાં ચાલી રહ્યો છે અને તમામ મકાનોના ગેરેજમાં નજર કરી રહ્યો છે.
પાડોશીની ફરીયાદને આધારે પોલીસ ત્યાં આવી પહોંચી હતી અને સુરેશભાઈને અટકાવ્યા હતા. સુરેશભાઈ અંગ્રેજી જાણતા ન હોવાથી પોલીસના સવાલોના જવાબ આપી શકયા નહોતા અને દરેક સવાલના જવાબમાં ‘નો ઈંગ્લીશ’ એટલું જ કહેતા રહ્યા હતા.પોલીસ પૂછપરછ કરતો હતો પરંતુ એ શું કહે છે એ સુરેશભાઈને ખબર પડતી ન હતી.બળજબરીપૂર્વક એમના જવાબ માટે પ્રયાસ કર્યા હતા અને ઝપાઝપી પછી સુરેશભાઈને પોલીસે જોસથી નીચે પછાડીને ભોંયસરસા સૂવાની ફરજ પાડી હતી.
મેડિસન પોલીસે સુરેશભાઈને કરેલ મારઝૂડ અને નીચે પટકવાથી માથે અને કરોડ રજ્જુ ઉપર થયેલ ઈજાથી તેઓ તરત જ લકવા ગ્રસ્ત બની ગયા હતા અને ઉભા પણ રહી શકતા ન હતા .
સુરેશભાઈના પુત્ર ચિરાગ પટેલે એક મુલાકાતમાં કહ્યુ હતુ કે મારા ફાધર માત્ર ગુજરાતી અને હિન્દી જ બોલી-સમજી શકે છે. તેઓ તો તેમના રોજિંદા ક્રમ અનુસાર પાડોશમાં ચાલવા નિકળ્યા હતા.
આ બનાવનો પોલીસ ખાતાએ બહાર પાડેલ નીચેના વિડીયોમાં બે પોલીસ ઓફિસરો સ્ટ્રીટની પેવ મેન્ટ ઉપર સુરેશભાઈને જોર કરીને નીચે કેવી રીતે નીચે પટકે છે, ઉપર બેસી જાય છે અને જ્યારે ઉભા કરે છે ત્યારે તેઓ લકવા ગ્રસ્ત થઈને ઉભા પણ રહી નથી શકતા એ બતાવ્યું છે.આ વિડીયોમાં સુરેશભાઈ ફૂટપાથ ઉપર ફરવા જતા સ્પષ્ટ દેખાય છે.
સુરેશભાઈને આ ઘટના બની તે પહેલાં કોઈ બીમારી નહોતી, પણ છઠ્ઠી ફેબ્રુઆરીએ બનેલા આ કિસ્સાણે કારણે સુરેશભાઈને બે હાથે અને બે પગે લકવો થઈ ગયો છે . હાલ તેઓ હોસ્પીટલમાં સારવાર હેઠળ છે .
Grandfather Left Paralyzed After Encounter With Alabama Police
આ વિડીયોમાં સુરેશભાઈના પુત્ર ચિરાગભાઈ દુખી હૃદયે એમના ૫૭ વર્ષના પથારીવશ પિતાની હાલતનું ટી.વી. એન્કર સમક્ષ કરુણ બયાન કરે છે એ બતાવ્યું છે.
Chirag Patel Speaks on Madison Police Incident
કેટલાક ગોરા અમેરિકનોમાં બ્લેક આફ્રિકન અમેરિકનો ,ભારતીયો અને બ્રાઉન ચામડીના લોકો પ્રત્યે એમના અંતર મનમાં કેવો તિરસ્કાર હોય છે એ આ અને આવા બનતા બનાવો ઉપરથી અવાર નવાર જણાઈ આવે છે.
શ્રી સુરેશભાઈ સાથે ઉધ્ધત વર્તન કરનાર પોલીસ ઓફિસરની ધરપકડ થઈ છે તથા FBI દ્વારા તેના વિરૂધ્ધ તપાસ ચાલી રહી છે. સુરેશભાઈને ઈજા પહોંચાડવા માટે જવાબદાર પોલીસ-કર્મચારીને તપાસ પુરી ન થાય ત્યાં સુધી એડમિનિસ્ટ્રેટીવ લીવ પર મોકલી આપવામાં આવ્યો છે.
શ્રી સુરેશભાઈના પુત્ર ચિરાગ પટેલએ પોલીસ વિરૂધ્ધ કોર્ટ કેસ કરી દીધો છે. સુરેશભાઈ હજુ પણ ચાલી શકતા નથી અને હોસ્પિટલમાં સારવાર હેઠળ છે.
પોલીસનો દાવો છે કે કોઈના ઘરમાં જોવા બદલ પટેલ વિરુદ્ધ ફરિયાદ પોલીસને કરાઈ હતી, પરંતુ રસ્તા પર બનેલી મારપીટની ઘટનાનો વિડિયો જોતાં તેમાં સ્પષ્ટ છે કે સુરેશભાઈ પટેલ ચુપચાપ ફૂટપાથ પર ચાલતા જતા હતા.
પટેલને અંગ્રેજીમાં બોલતાં આવડતું નહોતું તેથી તે પોલીસ અધિકારી પાર્કરના સવાલોના જવાબ આપી શક્યા નહોતા. ૨૬ વર્ષીય પાર્કર પર થર્ડ-ડિગ્રી હુમલાનો આરોપ મૂકાયો છે. તેમણે કોર્ટમાં પોતે ગુનેગાર ન હોવાનું કહ્યું હતું.
જજ દ્વારા આ કેસની કાર્યવાહી માટે ૨૯ એપ્રિલની તારીખ મુકરર કરવામાં આવી છે.
અમેરિકા સ્થિત પુત્રને ત્યાં આવેલા શ્રી સુરેશભાઈ પટેલ સાથે પોલીસે કરેલા ઉધ્ધત વર્તનના બનાવને કેલીફોર્નીયાના ,બે એરીયાના ઈન્ડિયન અમેરિકન કોંગ્રેસમેન ડો. એમી બેરાએ ભયંકર આધાતજનક તથા કરૂણ ગણાવ્યો છે .ડો. બેરાએ પટેલ પરિવાર પ્રત્યે હૃદય પૂર્વકની લાગણી વ્યક્ત કરી છે.શ્રી સુરેશભાઈ વહેલી તકે સાજા થઈ જાય તેવી કામના એમણે વ્યક્ત કરી છે.
ડો.બેરાએ અમેરિકામાં વસતા તમામ વિદેશીઓ તથા લઘુમતિ કોમો પ્રત્યે સમાન તથા સૌમ્ય વહેવાર રાખવો જોઈએ જેથી વિશ્વવાસ જળવાઈ રહે તેમ જણાવ્યું હતું.
આ દુખદ બનાવ અંગે અંગ્રેજીમાં વિડીયો સાથે અહેવાલ આ લીંક ઉપર વાચી શકાશે.
અમેરિકાના પ્રેસિડન્ટ બરાક ઓબામા ભારતના પ્રજાસત્તાક દિનની ઉજવણી માટે ૨૬ જાન્યુ ૨૦૧૫ના રોજ આ પ્રસંગે મુખ્ય મહેમાન તરીકે એમનાં પત્ની મિશેલ ઓબામા સાથે અને એમના એમના વહીવટી તંત્રના મોટા કાફલા સાથે આવી રહ્યા છે.
અમેરિકાના પ્રેસિડન્ટ બરાક ઓબામા ભારતીયો ઉપર ઓળઘોળ
તાંજેતરમાં જ અમેરીકાના પ્રમુખ બરાક ઓબામાએ ભારતીય મૂળના – ઈન્ડિયન અમેરિકન ૩૭ વર્ષના ડૉ. વિવેક મૂર્તિની અમેરિ કાના સર્જ્યન જનરલ તરીકે અને બીજા એક ઈન્ડિયન અમેરિકન શ્રી રાહુલ રિચર્ડ વર્માની ભારત ખાતેના અમેરિકાના નવા રાજદૂત તરીકે નિમણુક કરીને ભારત અમેરિકાના સંબંધોમાં એક નવા ઈતિહાસની શરૂઆત કરી છે.
ચાલો, પ્રેસીડન્ટ ઓબામાના વહીવટી તંત્રમાં ખુબ ઊંચા હોદ્દે નીમાએલા આ બે ભારતીય મૂળની વિશિષ્ઠ વ્યક્તિઓનો પરિચય મેળવીએ.
આખા અમેરિકાનો ડૉક્ટર – ઇન્ડિયન-અમેરિકન- ડૉ. વિવેક મૂર્તિ…. એક પરિચય
અમેરિકાના સર્જ્યન જનરલ ડૉ. વિવેક મૂર્તિ – પ્રેસીડન્ટ ઓબામા સાથે
માત્ર ૩૭ વર્ષના ડૉ. વિવેક મૂર્તિની ભારે રાજકીય વિવાદો અને વિરોધ વચ્ચે અમેરિકાના સર્જ્યન જનરલ તરીકે તાજેતરમાં જ નિમણૂક થઈ છે . અમેરિકાના વહીવટી તંત્રમાં આ અગત્યનો હોદ્દો સંભાળનાર આજ સુધીના ડોકટરોમાં – ડૉ. વિવેક મૂર્તિ સૌથી યુવાન ડૉક્ટર છે.
યુવાન વયે આ હાઈપ્રોફાઇલ પોસ્ટ પર બિરાજનારા વિવેક મૂર્તિ અને તેમને મળેલી આ પોસ્ટ વિશે જાણવા જેવું છે..
સર્જ્યન જનરલ એટલે સાદા શબ્દોમાં કહીએ તો અમેરિકાના ટૉપમોસ્ટ હોદ્દે રહેલો ડૉક્ટર જે તમામ અમેરિકનોના સ્વાસ્થ્ય પર અને એને લગતી નીતિઓ પર ધ્યાન રાખે છે.
ડૉ. વિવેક મૂર્તિ : ઉજ્જ્વળ કારકિર્દીની TWENTY20ના અમેરિકાના આ ૧૯મા સર્જ્યન જનરલ કર્ણાટકના કન્નડ ભાષા બોલતા પરિવારના ફરજંદ છે.એમનામાં નાની ઉંમરે જ્વલંત અભ્યાસ અને ઝુંબેશકારનું ગજબ કૉમ્બિનેશન છે.
વિવેક મૂર્તિનો જન્મ ઇંગ્લૅન્ડના હડ્ર્સફીલ્ડમાં થયેલો, પરંતુ વિવેક જ્યારે ત્રણ વર્ષના હતા ત્યારે તેમનો પરિવાર અમેરિકાના ફ્લૉરિડા રાજ્યના માયામીમાં શિફ્ટ થઈ ગયો, જ્યાં મૂર્તિએ પોતાનું બાળપણ પિતાના પ્રાઇમરી કૅર ક્લિનિકમાં રમતાં-રમતાં વિતાવ્યું. અહીંથી જ તેમનામાં મેડિકલ-લાઇનમાં જવાનાં બીજ વવાયેલાં. પ્રાથમિક શિક્ષણ વિવેક મૂર્તિએ માયામીમાં જ મેળવ્યું.
ત્યારબાદ પ્રતિષ્ઠિત હાર્વર્ડ યુનિવર્સિટીમાં ત્રણ વર્ષનો અભ્યાસ કરીને બાયોમેડિકલ સાયન્સમાં બૅચલર્સની ડિગ્રી મેળવી. ત્યાર પછી MD (ડૉક્ટર ઑફ મેડિસિન)નો અભ્યાસ કરવા માટે તેઓ અમેરિકાની જ બીજી પ્રતિષ્ઠિત સંસ્થા યેલ સ્કૂલ ઑફ મેડિસિનમાં ગયા. એ પછી ૨૦૦૩માં આ જ યેલ યુનિવર્સિટીના સ્કૂલ ઑફ મૅનેજમેન્ટમાંથી હેલ્થ કૅર મૅનેજમેન્ટમાં સ્પેશ્યલાઇઝેશન સાથે MBA કર્યું.
ત્યારબાદ બૉસ્ટનમાં આવેલી બ્રિગહૅમ ઍન્ડ વિમેન્સ હૉસ્પિટલ સાથે ફિઝિશ્યન તરીકે તેઓ જોડાયા. અહીં તેમણે ધાર્યું હોત તો તેઓ શાંતિથી નોકરી કરીને ડૉલર રળી શક્યા હોત, પરંતુ નોકરીની સાથોસાથ તેમણે હાર્વર્ડ મેડિકલ સ્કૂલમાં પોતાની સેવા આપવાનું શરૂ કર્યું.
ત્યાર પછી તેમણે જે કામ કર્યું એણે તેમને અમેરિકાના સર્વોચ્ચ ડૉક્ટર બનાવવામાં ઘણે અંશે નિમિત્ત બન્યું છે. ૨૦૦૮માં તેમણે ડૉક્ટર્સ ફૉર અમેરિકા નામની ઝુંબેશ શરૂ કરી. દેશભરના તબીબો અને મેડિકલ સ્ટુડન્ટ્સને સાંકળતી આ ઝુંબેશનો હેતુ સૌને રાહતના દરે સ્વાસ્થ્ય-સેવાઓ ઉપલબ્ધ કરાવવાનો હતો. આ ઝુંબેશની શરૂઆત ડૉક્ટર્સ ફૉર ઓબામાના નામે થયેલી અને સ્થાપનાના થોડા મહિનાઓમાં જ એમાં ૧૦,૦૦૦થી પણ વધુ સભ્યો જોડાઈ ગયેલા.
અત્યારે અમેરિકાનાં તમામ પચાસ રાજ્યોમાં થઈને આ ઝુંબેશમાં ૧૫,૦૦૦થી વધુ સભ્યો કાર્યરત છે. ડૉક્ટર્સ ફૉર અમેરિકાએ અમેરિકન કૉન્ગ્રેસને સમગ્ર દેશની હેલ્થ કૅર પૉલિસી બદલવા માટે પણ બહારથી દબાણ ઊભું કર્યું. તેમણે વૉઇસિસ ઑફ ફિઝિશ્યન્સ નામની વેબસાઇટ પણ શરૂ કરી, જ્યાં તબીબો અમેરિકાની હેલ્થ સિસ્ટમ સામે પોતાના બખાળા કાઢી શકતા હતા.
મૂર્તિને સર્જ્યન જનરલ બનાવવા માટે ત્યાંના વગદાર ભારતીયો ઉપરાંત અમેરિકાની ટોચની ૧૦૦ જેટલી સંસ્થાએ પોતાનો સપોર્ટ જાહેર કરેલો, પરંતુ મૂર્તિના વિરોધીઓ તેમને ઓબામાના માણસ કહીને ઉતારી પાડે છે. તેમને સર્જ્યન જનરલ બનાવવાના વિરોધમાં એવી દલીલ થતી હતી કે એક તો તેમનો અનુભવ તદ્દન ઓછો છે અને ઉપરથી તેમની અત્યાર સુધીની કારકિર્દી ગન-કન્ટ્રોલ માટે અને ઓબામા માટે પૉલિટિકલ કૅમ્પેન્સ કરવામાં જ વીતી છે. અમેરિકામાં છાશવારે થતા બેફામ ગોળીબારથી આખી દુનિયા વાકેફ છે. એનું કારણ છે ત્યાં અત્યંત સરળતાથી મળી જતાં બંદૂકનાં લાઇસન્સ. મૂર્તિ આનો સખત શબ્દોમાં વિરોધ કરવા માટે જાણીતા છે.
વળી અમેરિકામાં ગન-કન્ટ્રોલનો મુદ્દો એટલે ત્યાંના બે મુખ્ય રાજકીય પક્ષો ડેમોક્રૅટ્સ વર્સસ રિપબ્લિકનમાંથી કોઈ એકની પંગતમાં બેસી જવું. એટલા માટે જ ત્યાંની વગદાર ગન-લૉબી અને નૅશનલ રાઇફલ અસોસિએશને ત્યાંના સેનેટ મૅજોરિટી લીડર તથા સેનેટ રિપબ્લિકન લીડરને પત્ર લખીને મૂર્તિની નિમણૂક ન થાય એ જોવાની ભલામણ પણ કરી હતી. વિવેક મૂર્તિના એઇડ્સ અને સ્મોકિંગ વિશેના વિચારોથી પણ એ ખાસ્સા અળખામણા છે. કેરી ખાવાના શોખીન ડૉ. વિવેક મૂર્તિના શોખ વિશે તેમને પૂછો તો કહેશે કે ગ્લોબલ હૅપીનેસ ક્વૉશન્ટ વધારવાનો.
અમેરિકાના પ્રેસિડન્ટ બરાક ઓબામા ભારતના પ્રજાસત્તાક દિનની ઉજવણી માટે ૨૬ જાન્યુ ૨૦૧૫ના રોજ મુખ્ય મહેમાન તરીકે આવે એ પહેલાં જ ભારતમાં અમેરિકાના રાજદૂત તરીકે સૌ પ્રથમવાર નિમાયેલા ઈન્ડિયન અમેરિકન શ્રી રાહુલ રિચર્ડ વર્માએ ૨ જાન્યુ. ૨૦૧૫ના રોજ ન્યુ દિલ્હી ખાતે આવી એમના હોદ્દાનો ચાર્જ સંભાળી લીધો છે.
મૂળ ભારતીય એવા અમેરિકન રાહુલ રિચર્ડ વર્મા હવે ભારતમાં અમેરિકાના નવા રાજદૂત બની ગયા છે. અમેરિકાના ટોચના સેનેટરોએ પક્ષીય મતભેદોને ભૂલી જઈને રિચર્ડ રાહુલ વર્માને ભારત ખાતે નવા અમેરિકી રાજદૂત કરીકેની નિમણૂંકને ધ્વનિમતથી સમર્થન આપ્યું છે.
46 વર્ષના રાહુલ રિચર્ડ વર્મા ભારતના રાજદૂત બનતા પહેલા ભારતીય અમેરિકન છે. નોંધનીય છે કે અમેરિકાની કોંગ્રેસના રિપબ્લિકન તેમજ ડેમોક્રેટિક, બંને પાર્ટીના સંસદસભ્યોએ નવી દિલ્હીમાં ટોચના રાજદ્વારી પદ માટે વર્માની ઉમેદવારીને સર્વાનુમતે સમર્થન આપ્યું છે.
રાહુલ રિચર્ડ વર્મા હંમેશા ભારત અને અમેરિકાના સંબંધો મજબૂત બને એ માટે પ્રયત્નશીલ રહ્યા છે. હાલમાં જે સિવિલ ન્યૂક્લિયર ડીલ પાસ થઈ છે એમાં પણ રાહુલ રિચર્ડ વર્માનો રોલ મહત્વનો સાબિત થયો છે. હાલમાં જ તેમણે સેન્ટર ફોર અમેરિકન પ્રોગ્રેસ માટે ઇન્ડિયા 2020 પ્રોજેક્ટ પર કામ શરૂ કર્યું છે.
રાહુલ રિચર્ડ વર્મા 2009થી 2011 સુધી વિદેશ વિભાગમાં હિલેરી ક્લિન્ટનના કાર્યકાળ વખતે વિદેશ મામલોમાં ઉપમંત્રી રહી ચૂક્યા છે. ભારતમાં અમેરિકન રાજદૂતનું પદ નેન્સી પોવેલના રાજીનામા પછી ખાલી હતું જે હવે ભરાઈ ગયું છે. નેન્સી પોવેલે અમેરિકામાં ભારતીય અધિકારી દેવયાની ખોબ્રાગડે સાથે બનેલી ઘટનાના વિવાદ પછી રાજીનામું આપી દીધું હતું.
રિચર્ડ વર્માના માતા-પિતા પંજાબ રાજ્યના વતની હતા એટલે તેમનો ભારત સાથે એક ખાસ સંબંધ છે એમ કહી શકાય.
રિચર્ડ વર્માના પિતા કમલ વર્મા 40 વર્ષ સુધી પીટ્સબર્ગ યુનિવર્સિટીમાં પ્રોફેસર રહ્યા હતા જ્યારે તેમના માતા સાવિત્રી વર્મા પણ ટીચર હતાં. રાહુલ રિચર્ડ સહિત પોતાના સંતાનોનો ઉછેર વર્મા દંપતીએ વેસ્ટર્ન પેન્સિલ્વેનિયામાં કર્યો હતો. રિચર્ડ વર્માના પત્ની પિન્કી વર્મા એટર્ની છે અને તેમને સંતાનમાં ત્રણ દીકરીઓ છે.
રાહુલ -રીચાર્ડ વર્મા -અમેરિકાના નવા રાજદૂત
એક પત્રકાર પરિષદમાં શ્રી વર્માએ જણાવ્યા મુજબ તેઓ બંને દેશઓ વચ્ચે સલામતિ, વિકાસ તથા સમૃધ્ધિનો નાતો દૃઢ બનાવશે. આ હેતુ માટે ભારતના પ્રજાજનો તથા સરકારી અધિકારીઓ સાથે વિચાર વિનિમત કરવાની ઉત્કંઠા એમણે દાખવી હતી.
સમાચાર સૌજન્ય- ગુગલ.કોમ
ઈન્ડિયન અમેરિકન મહિલા સુશ્રી અઝીતા રાજી બન્યાં
સ્વીડન ખાતેનાં અમેરિકન રાજદૂત
અમેરિકાના પ્રેસિડન્ટ બરાક ઓબામાએ ઈન્ડિયન અમેરિકન મહિલા સુશ્રી અઝીતા રાજીની નિમણુંક સ્વીડન ખાતેના અમેરિકન રાજદૂત તરીકે કરી છે.
સુશ્રી અઝીતાએ ૨૦૧૨ની સાલમાં બરાક ઓબામાની ચૂંટણી સમયે ૩ મિલિયન ડોલર ઉપરાંત ફંડ એકત્રિત કરી આપ્યુ હતું.આ અગાઉ તેઓ વ્હાઈટ હાઉસમાં પ્રેસિડન્ટ કમિશનમાં સેવાઓ આપી ચૂકયા છે.
સુશ્રી અઝિતાની નિમણુંક સ્વીડન ખાતેના અમેકિન રાજદૂત તરીકે થતાં તેઓ અમેરિકાના બીજા નંબરના ભારતીય પૂર્વના રાજદૂત બન્યાં છે.
૧૧મી ડિસેમ્બર ૨૦૧૪ ના રોજ ટ્રેજેડી કિંગ દિલિપકુમારનો જન્મ દિવસ હતો. આ દિવસે ભરપુર જીવન જીવી જન હૃદયમાં એનું સ્થાન સ્થાયી કરનાર આ લોક પ્રિય અદાકારે ૯૨ વર્ષ પૂરાં કરીને ૯૩મા વર્ષમાં મંગલ પ્રવેશ કર્યો છે.
મોહમદ યુસુફ ખાન ઉર્ફે દિલિપ કુમારનો જન્મ ૧૧મી ડીસેમ્બર ૧૯૨૨ ના રોજ હાલ પાકિસ્તાનમાં આવેલ પેશાવર ખાતે થયો હતો. અવિરત ૬૦ સફળ ફિલ્મોમાં અનોખો અભિનય કરીને દિલિપ કુમારે અનેક રસિકોના મનમાં જગ્યા બનાવી છે .નવોદિત કલાકારો માટે તો દિલીપકુમાર એક જીવતી જાગતી પાઠ શાળા સમાન છે.
બોલીવુડનાં ઇતિહાસમાં એક વખત એવો હતો જ્યારે સીને જગતમાં રાજકપૂર, દિલીપકુમાર અને દેવાનંદનું નામ ઘેર ઘેર ગુંજતું હતું.
શરૂઆતના તબક્કામાં અંદાઝ, આન, દેવદાસ અને મુગલે આઝલ જેવી બ્લોક બસ્ટર ફિલ્મો આપનારા દિલિપકુમારે ગંગા જમના, મધુમતી અને નયાદૌર જેવી ફિલ્મોથી લોકોના હૃદયમાં અમિટ છાપ ઉભી કરી દીધી હતી.
દિલીપકુમારની સ્ક્રીન કેમેસ્ટ્રી એટલી અદ્દભૂત હતી કે કોઈપણ ચાહક તેમની ફિલ્મ અનેકવાર જોવા માટે પ્રેરાતો. દિલીપકુમાર અને દર્દનો સંગમ લોકોને એટલો પસંદ પડી ગયો હતો કે લોકો હંમેશાં એમને દુ:ખમાં ડૂબેલા પ્રેમી તરીકે જોવા ઈચ્છતા હતા.એમની અદાકારીની સચ્ચાઈ પ્રેક્ષકોનાં મનને અને આંખોને ભીંજવી દેવાની ક્ષમતા રાખતી હતી .
વૈજંતિમાલા સાથે દિલિપકુમારની જોડીએ અનેક ફિલ્મો કરી અને બોલીવુડમાં આ જોડીએ એક નવા યુગનો પ્રારંભ થયો હતો.એ બન્નેની યાદગાર અદાકારી ની હિન્દી ફિલ્મ ગંગા જુમના લોકોને ખુબ જ પસંદ પડી હતી .
એક વખતે દિલીપકુમારનું નામ ઘણી બધી હિરોઇનો સાથે જોડવામાં આવતું હતું. જેમકે, કામિની કૌશલ, મધુબાલા, વૈજંતિમાલા વગેરે… પરંતુ તેઓ કોઇની સાથે જીવનભર સ્થાઇ ના થઇ શક્યા .
પરંતુ 1966 માં ૪૪ વર્ષના દિલિપકુમારના લગ્ન એમનાથી અડધી ઉંમરનાં એટલે કે ૨૨ વર્ષનાં સાયરાબાનુ સાથે થયાં હતાં ( ૬૬-૪૪-૨૨ = દરેકમાં ૨૨ વર્ષનો તફાવત !). આ કાયમી જોડીએ બોલીવુડમાં એક સુંદર દંપતીનું ઉદાહરણ પૂરું પાડ્યું છે .સાયરાબાનુ અને દિલિપકુમારે એકસાથે કિલ્લા ફિલ્મમાં કામ કર્યું હતું.
દેવદાસની સફળતા સાથે દિલિપકુમારને દાદાસાહેબ ફાળકે એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો. પાકિસ્તાન સરકાર તરફથી દિલિપ કુમારનું સન્માન કરવામાં આવ્યું હતું અને ૧૯૯૪માં તેમને નિશાને ઈમ્તિયાઝનો એવોર્ડ આપવામાં આવ્યો હતો.
દિલિપકુમારની પ્રસિદ્ધિ અને અભિનયની ચરમસીમા એટલી હદે વધી ગઈ કે તેમને ઈન્ડસ્ટ્રીઝમાં નહીં પરંતુ સમગ્ર વિશ્વમાં સૌથી વધુ એવોર્ડસ મળ્યા જેની નોંધ ગિનિસ બૂક ઓફ વર્લ્ડ રેકોર્ડ દ્વારા લેવામાં આવી હતી. દિલિપકુમારની પસંદગી મુંબઈના પ્રતિષ્ઠત વ્યક્તિ તરીકે કરવામાં આવી અને તેમને મુંબઈ શહેરના શેરીફ પણ બનાવવામાં આવ્યા હતા.
ભારત સરકાર દ્વારા પણ એમને સન્માનિત કરી પદ્મભૂષણનો એવોર્ડ દિલીપકુમારન આપવામાં આવ્યો હતો.
લોકોના હૃદયમાં દિલીપકુમારે આજે જે જગા બનાવી છે એની પાછળ એમનો સખત પરિશ્રમ,કાર્ય નિષ્ઠા અને ઇમાનદારીની કિંમત ઓછી ન આંકી શકાય.
થોડા સમય પહેલાં અવસ્થાને કારણે તેમને છાતીમાં દુઃખાવો ઉપડતાં મુંબઈની લીલાવતી હોસ્પીટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. લોકોમાં તેમના મૃત્યુની અફવા ઉડી હતી પરંતુ સુપરસ્ટાર અમિતાભ બચ્ચને દિલિપ સાબ વતી ટ્વિટરમાં આ વાત ખોટી છે એવો રદીયો આપ્યો હતો.
આવા લોક પ્રિય ટ્રેજેડી કિંગ જ્યારે એમના ૯૩ મા વર્ષમાં મંગલ પ્રવેશ કરે છે એ પ્રસંગે એમને હાર્દિક અભિનંદન અને એમના દીર્ઘાયુ માટે અનેક શુભ કામનાઓ .
દિલીપકુમારની જીવનની તવારીખ રજુ કરતા નીચેના વિડીયો દ્વારા એમને અંજલિ અર્પીએ.
Dilip Kumar complets 92!!
થોડા દિવસો પહેલાં દિલીપકુમારની આત્મકથા – Autobiography ના પુસ્તકનું વિમોચન કરવામાં આવ્યું હતું એ પ્રસંગનો વિડીયો .
Dilip Kumar Reveals His Biography
ભોજપુરી હિન્દી ભાષામાં ઉતરેલી દિલીપકુમાર-વૈજયંતીમાલા ની અદાકારી વાળી અને એમના દિગ્દર્શન હેઠળ બનેલી હિન્દી ફિલ્મ ગંગા જમુના ભૂતકાળમાં એક બ્લોક બસ્ટર ફિલ્મ હતી.આ ફિલ્મમાં ગંગા તરીકેનો દિલીપકુમારનો એક દેહાતી તરીકેનો અભિનય જોઇને તમે ખુશ થઇ જશો.
થોડો સમય કાઢીને આ ફિલ્મ અચૂક જુઓ અને આ ફિલ્મી લીજેંડ દિલીપકુમારની સ્મૃતિને તાજી કરો.
Ganga Jumna Hindi Film -Dilipkumar & Vaijyanti Mala
આ કેવો શુભ સંજોગ બની ગયો કે અગાઉની પોસ્ટ નમ્બર ૫૫૦ માં બાળ ઘડતર થકી વિશ્વ શાંતિની દિશામાં- અભિયાનની વાત કર્યા પછી આજની પોસ્ટમાં બાળશોષણ, બાળ કલ્યાણ, કન્યા શિક્ષણ માટે લડત ચલાવનાર બે વ્યક્તિઓને ૨૦૧૪ માટેનું સંયુક્ત નોબેલ શાંતિ પારિતોષિક મળ્યાના શુભ સમાચાર ની વાત ખુબ આનંદ સાથે કરવામાં આવી રહી છે .
બે પડોશી દેશો ભારત અને પાકિસ્તાનને ગૌરવ અપાવે એવા આ શુભ સમાચાર એ છે કે વર્ષ ૨૦૧૪ માટેના નોબેલ શાંતિ પારિતોષિક માટે ભારતના બાળશોષણ, બાળમજૂરી વિરુદ્ધના ચળવળકાર સમાજસેવી કૈલાશ સત્યાર્થીને વિજેતા ઘોષિત કરવામાં આવ્યા છે.
સાથે સાથે પાકિસ્તાનમાં કન્યા શિક્ષણ માટે લડત ચલાવનાર અને તાલીબાની હુમલાનો ભોગ બનનાર મલાલા યુસફઝાઈને પણ શુક્રવાર, ૧૦ ઓક્ટોબરે સંયુક્ત વિજેતા ઘોષિત કરવામાં આવ્યા છે.
ભારતીય કાર્યકર્તા કૈલાશ સત્યાર્થીને નોબેલ શાંતિ પુરસ્કાર આપવા માટેનું કારણ જણાવતા નોબેલ કમિટિએ નિવેદનમાં કહ્યું છે, મહાત્મા ગાંધીના વિચારોને અનુસરતા તેમણે અનેક શાંતિપૂર્ણ દેખાવો કર્યા. તેમણે બાળકોના શોષણ સામે અવાજ ઉઠાવ્યો અને તેમને આર્થિક રીતે પગભર બનાવવાની દિશામાં કાર્ય કર્યું છે.
સત્યાર્થીએ ભારતમાં બાળ મજૂરી સામે ૧૯૯૦થી આંદોલન ચલાવ્યું હતું. “બચપન બચાવો આંદોલન ” સંસ્થા અંતર્ગત તેમણે ભારતના એક લાખથી વધુ બાળકોને પગભર બનાવ્યા હતા .
૧૭ વર્ષિય મલાલાએ પાકિસ્તાનમાં કન્યા શિક્ષણ માટે લડત ચલાવી હતી. તેણે બીબીસી સાથે મળીને તેનો બ્લોગ શરૂ કર્યો હતો. જે દ્વારા વિશ્વનું ધ્યાન પાકિસ્તાનમાં મહિલાઓની સ્થિતિ પ્રત્યે દોર્યું હતું. તેની આ લડાઈ બદલ તાલિબાનીઓએ બે વર્ષ પૂર્વે તેને શાળાએ જતા રસ્તામાં ઠાર મારવા કોશિશ કરી હતી. તાલિબાની હુમલા બાદ તેને બર્મિંઘમની ક્વીન એલિઝાબેથ હોસ્પિટલમાં શિફ્ટ કરાઈ હતી. જ્યા લાંબો સમય સુધી તેની સારવાર ચાલી. શાંતિ પુરસ્કાર જીતનાર મલાલા સૌથી યુવાન વ્યક્તિ છે.
નોબેલ કમિટિએ એક નિવેદનમાં કહ્યું છે, ”ખૂબ નાની હોવા છતાં મલાલા છેલ્લા ઘણા સમયથી કન્યા શિક્ષણ માટે લડત આપી રહી છે. તેણે બાળકો અને યુવાનોના અધિકારો માટે શ્રેષ્ઠ કામગીરી કરી ઉદાહરણ આપ્યું છે.”
”આ બધુ જ તેણે ખૂબ જ જોખમી સ્થિતિમાં કહ્યું, પોતાની આ લડાઈ દ્વારા તેણે છોકરીઓના અધિકારોને વાચા આપી છે.”
આ વર્ષે નોબેલ શાંતિ પુરસ્કાર માટે ૨૭૮ જેટલા નામોની પસંદગી કરાઈ હતી. જેમાં અમેરિકાના એડવર્ડ સ્નોડેન, ચેલસા મેન્નિંગ, પોપ અને વ્લાદીમિર પુતિન પણ નામાંકિત હતા.
આ નોબેલ પ્રાઇસ વિજેતાઓને 1.1 મિલીયન ડોલર જેટલી રકમ ઇનામરૂપે આપવામાં આવશે. હકીકતમાં 1895માં નોબલ પારિતોષીકની સ્થાપના કરનાર સ્વિડનના ઉદ્યોગપતિ આલ્ફ્રેડ નોબલની 10 ડિસેમ્બરના દિવસે મૃત્યુતિથી છે અને આ દિવસે ખાસ કાર્યક્રમનું આયોજન કરવામાં આવે છે જેમાં આ ઇનામનું વિતરણ કરવામાં આવે છે.
પાકિસ્તાન તરફથી સૌ પ્રથમવાર નોબેલ શાંતિ પુરસ્કાર મળ્યા પછી ૧૭ વર્ષની કિશોરી મલાલાએ જે સુંદર પ્રતિભાવ દર્શાવ્યો હતો એને યુ ટ્યુબ વિડીયોની આ લીંક ઉપર સાંભળો .
ભારતના અત્યાર સુધીના સાત નોબેલ ઈનામ વિજેતાઓ છે:
કૈલાશ સત્યાર્થી (શાંતિ ઈનામ-2014)
અમર્ત્ય સેન (અર્થશાસ્ત્ર-1998)
સુબ્રમણ્યમ ચંદ્રશેખર(ભૌતિકશાસ્ત્ર-1983)
મધર ટેરેસા (શાંતિ-1979)
ડો. હરગોવિંદ ખુરાના (મેડિસીન-1968)
સી.વી. રામન (ભૌતિકશાસ્ત્ર-1930)
રવિન્દ્રનાથ ટાગોર (સાહિત્ય-1913).
====================================
સમાચાર અને ફોટો સૌજન્ય- ચિત્રલેખા.કોમ
નીચેના બે યુ-ટ્યુબ વિડીયોમાં આ સમાચાર વિષે વધુ જાણો
Indian Satyarthi shares Nobel Peace Prize with
Pakistan’s Malala Yousufzai
Kailash Satyarthi, Malala Yousafzai Win Nobel Peace Prize for 2014
વાચકોના પ્રતિભાવ