“The song is ended, but the melody lingers “ – Irving Berlin
યાદ આવી ગઈ અમદાવાદી શાયર સ્વ.આદિલ સાહેબની આ ભાવસભર રચના
દિલમાં કોઇની યાદનાં પગલાં રહી ગયાં ,
ઝાકળ ઊડી ગયું અને ડાઘા રહી ગયા.
કહેવાનું હતું ઘણું છતાં કહી શકયાં નહી,
ગંગા સુધી ગયા ને પ્યાસા રહી ગયા,
‘ચલ’ એમ કહી ને ચાલી ગયા તમે,
ઠંડા હ્રદયમાં ગુંજતા કોઇ પડઘા રહી ગયા,
વરસ્યા વિના વહી ગયી માથા પરથી વાદળી,
આ દિલ દુઃખી થયુ ને અમે જોતા રહી ગયા.
સ્વ.આદિલ મનસુરી
“કુસુમાંજલિ”-ઈ-બુક
૧૪ મી એપ્રિલ,૨૦૧૫ ના રોજ, કુસુમબેનની ૨૩મી પુણ્યતિથીના દિવસે એમના પુણ્ય સ્મરણાર્થે પ્રતિલિપિના સહકારથી “કુસુમાંજલિ” એ નામે એક ઈ-બુક” ને ગુજરાતી સાહિત્ય રસિકો માટે ખુલ્લી મુકવામાં આવી હતી.
આ ઈ-પુસ્તકમાં સ્વ. કુસુમબેનની સચિત્ર જીવન ઝરમર જેમાં અમારા ૩૦ વર્ષના દામ્પત્ય જીવનના પ્રસંગો,મારા ચૂંટેલા ચિંતન લેખો, વાર્તાઓ, કાવ્યો વિગેરે વિવિધ સાહિત્યથી સદગત આત્માને શ્રધાંજલિ આપવામાં આવી હતી.
નીચેના ચિત્ર ઉપર ક્લિક કરી આ ઈ-પુસ્તક વાંચી શકશો.
‘‘કુસુમાંજલિ” માં ભજનાવલિ
આ ઈ-બુકને અંતે સ્વ.કુસુમબેનને પસંદ હતાં એવાં લગભગ ૪૦ ચૂંટેલાં ભજનો,આરતીઓ તથા અન્ય આધ્યાત્મિક પ્રસાદીને સમાવીને એક મીની ઈ-બુક જેવી ભજનાવલિ પણ આ ઈ-બુકમાં સામેલ કરેલી છે એ પણ જરૂર જોશો.
પરીવાર સાંકળ તૂટી ગઈ છે તમારા વિદાય થતાં, તો પણ લાગ્યા કરે,તમે છો અહીં જ આસપાસમાં.
પ્રભુ જ્યારે એક દિવસ અમોને પણ બોલાવી લેશે, તૂટેલી એ પરીવાર સાંકળ પાછી ફરી સંધાઈ જશે.
વિનોદ પટેલ,૪-૧૫-૨૦૧૭
“કુસુમાંજલિ “ -ઈ બુક
આ સ્વર્ગીય આત્માની સુવાસિત સ્મૃતિ સચવાય એ હેતુથી એમની ૨૩મી પુણ્યતિથીએ મારાં કાવ્યો ,વાર્તાઓ ,ચિંતન લેખો ,ભજનાવલિ,સ્વ.કુસુમબેનની જીવન ઝરમર વિગેરે સાહિત્ય સામગ્રીનો નો સમાવિષ્ટ કરી “કુસુમાંજલિ ” નામની એક ઈ-પુસ્તક પ્રતિલિપિના સહકારથી પ્રકાશિત કરવામાં આવી હતી.
અમારા ત્રીસ વર્ષના સુખદ દામ્પત્ય જીવન પછી તારીખ ૧૪મી એપ્રિલ,૧૯૯૨ ના એ કરુણ દિવસે મારાં ધર્મપત્ની કુસુમબેનનું એમની ૫૪ વર્ષની ઉંમરે, સ્ટ્રોક-પેરાલિસિસની લાંબી માંદગી બાદ, અમદાવાદના અમારા નિવાસસ્થાને દુખદ અવસાન થયું હતું .આ દુખદ પ્રસંગને આજ કાલ કરતાં ૨૪ વર્ષ થઇ ગયાં ! સમય સમયનું કામ કર્યે જાય છે.
ગયા વરસે સ્વ.કુસુમબેનની ૨૩મી વાર્ષિક પુણ્યતિથિ નિમિત્તે એ સ્વર્ગીય આત્માની સુવાસિત સ્મૃતિ સચવાય એ હેતુથી પ્રતિલિપિ ના સહયોગમાં “કુસુમાંજલિ “ નામની એક ઈ-બુક બહાર પાડવામાં આવી હતી.
કભી ખુશી,કભી ગમનો અહેસાસ કરાવતા અમારા ૩૦ વર્ષના દામ્પત્ય જીવનના અનેક પ્રસંગોની સ્મૃતિઓ એમાં તમને આમુખ -પ્રસ્તાવના ,સ્વ. કુસુમબેનની સચિત્ર જીવન ઝરમર અને મારું જીવન વૃતાંત,ભજન સંગ્રહ વી.આ આ ઈ-પુસ્તકમાંથી વાંચવા મળશે .
ઉપરાંત મારા ગુજરાતી બ્લોગ “વિનોદ વિહાર”માં પ્રકાશિત મારા સ્વ-રચિત ઘણા લેખો, વાર્તાઓ, કાવ્યો ,ચિંતન લેખો વી.માંથી મારી પસંદગીની રચનાઓનો પણ એમાં સમાવેશ કરી કુસુમબેનની ૨૩મી પુણ્યતિથીએ એમની યાદમાં “કુસુમાંજલિ” ઈ-બુક દ્વારા શ્રધાંજલિ આપવામાં આવી હતી.
નીચેના ચિત્ર પર ક્લિક કરીને આ ઈ-બુકને વાંચી શકાશે.
આજના દિને મને ગમતી પાંડીચેરી અરવિંદ આશ્રમનાં શ્રી માતાજી રચિત એક પ્રાર્થના
હે પ્રભુ ! તારી ઈચ્છા એ મારી ઈચ્છા હો, મારા જીવનને તારી ઈચ્છા મુજબ બનાવ, મારા જીવનમાં જે કંઇ સંજોગો નિર્માણ કરીશ, ભલે તે સુખ કે દુખના હોય, લાભ કે હાનિના હોય, હર્ષ કે શોકના હોય, અરે ! જીવન કે મૃત્યુના હોય , તો પણ તે બધા સંજોગો મારા કલ્યાણને માટે જ તેં સર્જ્યા છે તેવી મારી શ્રદ્ધા અખંડ રહો.
વાચકોના પ્રતિભાવ