વિનોદ વિહાર

ગુજરાતી ગદ્ય-પદ્ય સર્જનની આનંદ યાત્રા

Tag Archives: હર્ષદ દવે

( 1030 ) છોડ તારા વૉટસેપના ગ્રુપ …. કાવ્ય રચના ….હર્ષદ દવે

આજે બાળકોથી માંડી વૃદ્ધ જનો( આબાલવૃદ્ધ ) ની આંખો અને આંગળીઓ આધુનિક ટેકનોલોજીનાં પ્રસાધનો જેવાં કે મોબાઈલ ફોન,આઈ -ફોન,આઈ-પેડ,સ્માર્ટ ફોન, લેપ ટોપ વી.ના ટચ સ્ક્રીન ઉપર રમતી હોય છે. આજે ટીન એજર્સ ” સ્ક્રીન એજર્સ ” થયા છે.લોકોનો મોટા ભાગનો સમય ફેસ બુક, વૉટસેપ,ટ્વીટર જેવાં સોસીયલ મીડિયાએ ઝુંટવી લીધો છે.કુટુંબી જનો વચ્ચેની વાતચીતનો વહેવાર સાવ ઘટી ગયો છે. કુટુંબનાં લગભગ બધાં જ સભ્યો આધુનિક ઉપકરણોમાં મશગુલ હોય છે.

 આધુનિક કુટુંબનું એક દ્રશ્ય ….. 

 નવી પેઢીનો વિદ્યાર્થી અને શાળા (કાર્ટુન )

 

આવી બદલાએલી પરિસ્થિતિના અવલોકનમાંથી પ્રેરિત  કવિ શ્રી હર્ષદ દવેની એક મજાની કાવ્ય રચના “છોડ તારા વૉટસેપના ગ્રુપ”નીચે પ્રસ્તુત છે.

 ‘જીવન છે ટચસ્ક્રીનની બહાર” એવી કવિની સાચી સલાહને  માનવા માટે આજે કેટલા તૈયાર થશે એ એક મોટો પ્રશ્ન છે ! 

સાભાર – શ્રી. ઉત્તમ ગજ્જર,(ઈ-મેલમાંથી )

‘એકમેક’ ૧, ફેબ્રુઆરી -૨૦૧૭

છોડ તારા વૉટસેપના ગ્રુપ – –હર્ષદ દવે

છોડ તારા વૉટસેપના ગ્રુપ,

માણ મસ્ત મોસમનું રુપ;
કર તારા ટ્વીટરને ચુપ,
સાંભળ મીઠી કોયલના કુક.

ફેંક બધા ફેસબુકના લાઈક,
સાચુકલી વાત કરને કાંઈક!
છોડને અલ્યા ટીવીની છાલ,
નીહાળ ભીનાં ફુલોના ગાલ.

મુક હવે લેપટૉપની લપ,
કર ચાની ચુસ્કી પર ગપસપ;
બંધ કર હવે મોબાઈલની ગેમ,
વાંચ હૈયામાં છલકાતો પ્રેમ.

બસ, એટલું તું સમજી જા યાર :
‘જીવન છે ટચસ્ક્રીનની બહાર…
–હર્ષદ દવે

સાભાર –શ્રી વિપુલ દેસાઈ 

એક હાઈ ટેક જોક ( ફેસ બુક માંથી )