વિનોદ વિહાર

ગુજરાતી ગદ્ય-પદ્ય સર્જનની આનંદ યાત્રા

Tag Archives: ગીતો

1111 – મશહુર પાર્શ્વ ગાયિકા ભારત રત્ન લતા મંગેશકરના ૮૮ મા જન્મ દિવસ પ્રસંગે અભિનંદન અને હાર્દિક શુભેચ્છાઓ.

સપ્ટેમ્બર ૨૮, ૨૦૧૭ એટલે ભારત રત્ન સુરસામ્રાજ્ઞી લતા મંગેશકરનો ૮૮ મો જન્મ દિવસ.( જન્મ તારીખ સપ્ટેમ્બર ૨૮, ૧૯૨૯, જન્મ સ્થળ ઇંદોર).

લતા મંગેશકરે એમની નાની ઉંમરે ૧૯૪૨થી સંગીતની આરાધના શરુ કરેલી એ સતત ૭૫ વર્ષ સુધી ચાલુ રાખી અને હજુ પણ ચાલુ છે એ એક મોટું આશ્ચર્ય છે ! તેઓ કહે છે હું હજુ ૧૮ વર્ષની હોઉં એમ મને મનથી લાગે છે.!

સંગીત સાથે જોડાયેલ એવો ભાગ્યે જ કોઈ એવૉર્ડ હશે જે લતા મંગેશકર પાસે નહિ હોય !અત્યાર સુધીમાં તેઓ લગભગ ૩૦૦૦૦  ગીતો એમના કોકિલ કંઠે ગાઈ ચૂક્યાં છે જે  એક વિક્રમ છે !

લતાજી એ ગુજરાતી ગીતો પણ ઘણાં ગાયાં જેવાં કે ,માને તો મનાવી લેજો રે, ઓધાજી રે મારા વાલાને વઢીને કે જોરે…..હે કાનુડા તોરી ગોવાલણ …દીકરી તો પારકી થાપણ કહેવાય ….વૈષ્ણવ જનતો ….જેવા લોકપ્રીય ગીતો, ભજનો,પ્રભાતિયાં વિગેરેનો સમાવેશ થાય છે.ખરેખર લતા મંગેશકર એ ભારત માટે એક મોટું ગૌરવ છે .

લતા મંગેશકરની જીવન ઝરમર એમનાં ગાયેલાં જાણીતાં ગીતો સાથે નીચેના વિડીયોમાં  જાણો અન માણો.

Lata Mangeshkar – Biography

લતા મંગેશકર અને આશા ભોંસલે ની સરખામણી 

લતા મંગેશકર અને એમનાથી ચાર વર્ષ નાની બેન આશા ભોંસલેએ બોલીવુડમાં પાર્શ્વ ગાયિકા તરીકે હિન્દી ફિલ્મ સંગીતના ક્ષેત્રે ઘણા વર્ષોથી એમનું પ્રભુત્વ જાળવી રાખ્યું છે અને ફિલ્મ ક્ષેત્રે વિક્રમી સંખ્યામાં ગીતો ગાઈને અગત્યનું પ્રદાન કર્યું છે.આ બે બહેનોએ મેળવેલ સિધ્ધિઓ અદભુત છે એની વિગતો નીચેના વિડીયોમાં જોઈ શકાય છે.

Lata Mangeshkar V/s Asha Bhosle Comparison 2017 | Lata Mangeshkar 88th birthday special 2017

લતાજીએ લગભગ બધાજ જુના અને નવા પુરુષ ગાયકો જેવા કે મહમદ રફી,કિશોર કુમાર, મુકેશ વી. સાથે ગીતો ગાયાં છે . મુકેશને તેઓ ભાઈ તરીકે માનતાં હતાં.
નીચેના વિડીયોમાં મુકેશ સાથે લતાજીએ ગાયેલ ગીતો માણો.

Mukesh and Lata Mangeshkar Songs |Jukebox| -HQ

 

ફિલ્મી સંગીતના શોખીનો લતા મંગેશકરે એમના  સુરીલા કંઠે ગાયેલ  ઢગલાબંધ ગીતો યુ-ટ્યુબની આ લીંક ઉપર ક્લિક કરીને  સાંભળી શકશે.

 

નીચેના વિડીયોમાં લતા મંગેશકરનો બોલીવુડના જાણીતા ગીત લેખક જાવેદ અખ્તરએ એમના જન્મ દિવસે લીધેલ ઈન્ટરવ્યું ખુબ જ રસસ્પદ છે.

Lata Mangeshkar-Javed Akhtar Interview -Her Life In A Music

વડા પ્રધાન શ્રી નરેન્દ્ર મોદીનો શુભેચ્છા સંદેશ   

PM Modi wishes ‘long and healthy life’ to Lata Mangeshkar on her 88th b’day .

ભારત રત્ન સુર સામ્રાજ્ઞી લતા મંગેશકરના ૮૮ મા જન્મ દિવસ પ્રસંગે  વિનોદ વિહાર સહર્ષ એમને અભિનંદન અને આરોગ્યમય દીર્ઘાયુ માટે અનેક હાર્દિક શુભેચ્છાઓ પાઠવે છે.

વિનોદ પટેલ , ૯-૨૮-૨૦૧૭