વિનોદ વિહાર

ગુજરાતી ગદ્ય-પદ્ય સર્જનની આનંદ યાત્રા

1254- આપણા બ્લૉગર “વિનોદવિહારી” વિનોદભાઈ પટેલ …શ્રી જુગલકિશોર વ્યાસ

Jugal Kishor Vyas

પ્રેમથી જુ’ભાઈ તરીકે ઓળખાતા શ્રી જુગલકિશોર વ્યાસનું નામ ગુજરાતી બ્લૉગ અને સાહિત્ય જગતમાં ખુબ જ જાણીતું છે.આજે તેઓ પોતાનો ”નેટ ગુર્જરી બ્લોગ ‘નું કુશળતાથી સંપાદન કરી રહ્યા છે.ગુજરાતી બ્લોગ વિશ્વમાં ખુબ જાણીતી ગુજરાતી સાઇટ “વેબ-ગુર્જરી” એમનું ”બ્રેઈન ચાઈલ્ડ” છે એમ કહીએ તો ખોટું નથી.

નેટ ગુર્જરી બ્લોગની તારીખ ૩૦ મી નવેમ્બર ૨૦૧૮ ની પોસ્ટમાં ”વિનોદ વિહાર” વિષે જુ’ભાઈએ વિશદ સમીક્ષા કરતો એક અભ્યાસપૂર્ણ લેખ લખી મને પ્રોત્સાહિત કરવા માટે હું એમનો ખુબ જ આભારી છું.મારે માટે તો એ એક એવોર્ડ મળ્યા રૂપ છે.

વિનોદ વિહારના વાચકો માટે આજની પોસ્ટમાં આ લેખ”આપણા બ્લૉગર “વિનોદવિહારી” ને રી-બ્લોગ કરતાં આનંદ અનુભવું છું.

શ્રી જુગલ કિશોર વ્યાસનો પરિચય …

સૌજન્ય–ગુજરાતી પ્રતિભા પરિચય

મળવા જેવા માણસ – જુગલકિશોર વ્યાસ .. પરિચય .. પી.કે.દાવડા 

વિનોદ પટેલ

NET–ગુર્જરી

બ્લૉગજગતમાં “વિનોદવિહાર !!”

– જુગલકિશોર

‘A Pleasure trip’ ગણીને વિનોદભાઈએ ‘વિનોદ વિહાર’ નામક બ્લૉગ શરુ કર્યો તે તારીખ બરાબર સપ્ટેમ્બર, ૨૦૧૧ની પહેલી તારીખ હતી. ને એમની ઉંમર હતી ૭૫ વરસ ! આ ઉંમરે પણ માણસ આવી રચનાત્મક પ્રવૃત્તિ આરંભીને બાકી વધેલા સમયનો સદુપયોગ કરી જાણે છે.

હાઈસ્કૂલના અભ્યાસકાળ દરમિયાન જ ગુજરાતી સાહિત્યના જાણીતા લેખકોનાં પુસ્તકોના વાચને એમને લેખન પ્રત્યે પણ રસ જગાડેલો. બાકી હતું તે શાળા-છાત્રાલયના ભીંતપત્ર ‘ચિનગારી’નું સંપાદકકાર્ય કરવાની તક પણ મળી ગયેલી ! ૩૫ વર્ષો વ્યવસાય અને કૌટુંબિક જવાબદારીઓએ સાહિત્યરસમાં ઓટ આવી ખરી પરંતુ ૧૯૯૪માં જોબમાંથી નિવૃત્તિ લીધા પછી અમેરિકામાં કાયમી વસવાટ થતાં જ ભીતરમાં પડેલો સાહિત્યરસ ફરી તાજો થાય છે. એટલે અમેરિકા આવીને કમ્પ્યૂટર શીખી, લેપટોપ ખરીદી, એમાં ગુજરાતીમાં લખવાનું શીખી લીધું !

‘વિનોદ વિહાર’ બ્લૉગની પ્રથમ જ પોસ્ટમાં તેઓએ બ્લૉગના હેતુઓ જણાવ્યા હતા તે મુજબ :

‘’આ બ્લૉગના માધ્યમ દ્વારા મારામાં પડેલા સાહિત્યિક અને આધ્યત્મિક રસની અભિવ્યક્તિ તો થશે જ એ ઉપરાંત એ એક social…

View original post 936 more words

4 responses to “1254- આપણા બ્લૉગર “વિનોદવિહારી” વિનોદભાઈ પટેલ …શ્રી જુગલકિશોર વ્યાસ

  1. Ashok patel ડિસેમ્બર 1, 2018 પર 6:30 પી એમ(PM)

    Ganu jivo amane navi navi rachna.Mahitgar karo tevi Subhesha sah

    Like

  2. pravinshastri ડિસેમ્બર 1, 2018 પર 7:32 પી એમ(PM)

    વિનોદભાઈ આપ માારે માટે ડે વનથી એક ઉત્તમ સંપાદક રહ્યા છો. આપ હમેંશાં નિર્મળ સાહિત્ય પીરસતા રહ્યા છો. મારા જેવા સામાન્ય વાતો મુકનારને પણ પ્રેમથી મિત્ર બનાવી પ્રોત્સાહન આપ્યું છે. આપનો ખુબ જ આભારી છું.

    Like

  3. વિનોદ પટેલ ડિસેમ્બર 7, 2018 પર 8:46 પી એમ(PM)

    ભાઈ શ્રી પ્રવીણભાઈ

    આપના જેવા શુભેચ્છક મિત્રોનો પ્રેમ મારા બ્લોગીંગ કાર્ય માટે એક નોળવેલ સમાન છે જે બદલ હું પણ આપનો પણ ખુબ આભારી છું.

    Like

  4. વિનોદ પટેલ ડિસેમ્બર 7, 2018 પર 8:49 પી એમ(PM)

    આદરણીય જુ’ભાઈ,
    આભાર
    સાદર નમસ્કાર
    મારા બ્લોગ ”વિનોદ વિહાર” ની આપની વિશદ સમીક્ષા માટે આપનો ખુબ ખુબ આભાર.આપે સમય લઈને બ્લોગનાં બધાં પાસાંઓનો ઊંડાણથી અભ્યાસ કરીને જે લેખ લખ્યો એથી મને ઘણું પ્રોત્સાહન મળ્યું છે.આપનો પ્રેમાળ અભિગમ એમાં જણાઈ આવે છે.

    આપે ઘણા બ્લોગોમાંથી સૌ પ્રથમ મારો બ્લોગ પસંદ કર્યો એને હું એક એવોર્ડ મળ્યા રૂપ માનું છું.આપના જેવા આજીવન શિક્ષક ,સાહિત્ય વિદ અને ઉચ્ચ કોટીના બ્લોગર પાસેથી મારે હજુ ઘણું શીખવા-જાણવાનું છે. આવી રીતે અવકાશ પ્રમાણે પ્રોત્સાહિત કરતા રહેશો એવી આશા રાખું છું.
    વિનોદભાઈ

    Like

Leave a comment

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.