૨૦૦૮,જાન્યુઆરીમાં જન્મ દિવસે ગાંધી આશ્રમ. અમદાવાદની મુલાકાત વખતે મહાત્મા ગાંધીજીની ”My Life is My Message ”લખેલ તસ્વીર સાથે મારા એક મિત્રએ ઝડપેલી મારી એક તસ્વીર
વહાલાં મિત્રો/સ્નેહી જનો
સૌ પ્રથમ તો તારીખ ૧૫ મી જાન્યુઆરી ૨૦૧૯ ના રોજ મારા ૮૩મા જન્મ દિવસે મને ફોન કરી,ઈમેલ, વોટ્સેપ વી.માધ્યમો દ્વારા દિલી શુભેચ્છાઓ પાઠવી મારા આ અગત્યના દિવસને ઉલ્લાસમય બનાવવા માટે સૌ મિત્રો અને સ્નેહીઓનો ખુબ આભાર વ્યક્ત કરું છું.દર વરસે જન્મ દિવસે આપના હુંફાળા સંદેશાઓથી મન પ્રસન્ન થઇ જાય છે.
રેસ્ટોરંટમાં પરિવાર જનો સાથે સમૂહ ભોજન
મિત્રો,
જિંદગીની જંજાળો વચ્ચે આપણું જીવન ચક્ર ચાલતું જ રહે છે. દરેક જન્મ દિવસે જીવનમાં એક વર્ષ ઉમેરાઈ જાય છે.જીતની બઢતી હૈ ઉતની હી ઘટતી હૈ યહ જિંદગી! અનુભવો અને યાદોની ગઠરીમાં અવનવું જીવન ભાથું બંધાતું જાય છે.પ્રભુ રૂપી કુંભાર એના સદા ફરતા રહેતા ચાકડા પર આપણા જીવનને અવનવા ઓપ આપતો રહે છે .
મારી નીચેની અછાંદસ રચનાઓને મારી જીવન સંધ્યાએ આજે જન્મ દિવસે થોડી મઠારીને મુકું છું જેમાં જિંદગી વિશેનું મારું પ્રાસંગિક ચિંતન જોવા મળશે.
ક્ષણો,ઘડીઓ,મીનીટો,કલાકો,દિવસો,મહિનાઓ,
વર્ષો વટાવતી,મારી જીવન યાત્રા ચાલતી રહી,
ખભે બેસનાર બાળકો,ક્યારે ખભા સુધી આવી ગયા,
બાળકોને ખભે લેતા થયા,એની પણ ખબર ના રહી.
આવીને ઉભો ૮૩ ના પગથારે,૮૨ વર્ષ પૂરાં કરી.
કેટ કેટલું બની ગયું જિંદગીની નવરંગી રાહમાં,
ચિત્રપટની જેમ સ્મૃતિ પડદે આજે દેખાઈ રહ્યું !
વધતી જતી જિંદગી સાથે મૃત્યુ સમીપ સરતું રહે,
ભૂલી એ બધું,પ્રેમથી ઉજવવી જ રહી વર્ષગાઠને.
વાંચવા જેવું લખવું યા લખવું ગમે એવું જીવવું,
એને બનાવી એક જીવન મંત્ર આજે જીવી રહ્યો,
પૂરો સંતોષ અને આનંદ છે જીવન યાત્રા થકી,
મિત્રો ઘણા બધા આવી મળ્યા જીવન પથમાં,
સ્નેહી જનોની હુંફથી જ જીવન રસ ટકી રહ્યો,
જિંદગીની ઠોકરો,પ્રશ્નો અને ભૂલોએ શીખવ્યું ઘણું,
સુખ દુ:ખના પ્રસંગોથી ભરેલી હોય છે આ જીંદગી,
એવા વિચારોમાં મારી આજ મારે બગાડવી નથી,
જીવનનો આજનો આનંદ ટકી રહે એ જ પ્રભુને પ્રાર્થના .
મારે મન જિંદગી શું છે ?
રેત યંત્રની રેતીની જેમ સતત સરતી રહે જિંદગી,
હરેક પળે એના રંગો બદલતી જ રહે,આ જિંદગી,
સુખ-દુખના ફરતા ચકડોળમાં બેઠાં છીએ આપણે,
ભૂલી ચિંતાઓ,જીવન મેળાનો આનંદ અહેસાસીએ.
મનમોહક નાટકનો મજાનો એક ખેલ છે જિંદગી,
પડદો પડી જાય એ પહેલાં,નાટકની મજા લઈએ,
દરેક પળને મન ભરીને જીવી લેવાનું ના ભૂલીએ,
કેમકે જીવનમાં બધી તકો ફરી ફરી મળતી નથી.
જીવન રાહમાં મુશ્કેલીઓ તો આવતી જ રહે છે,
રોદડાં રડવામાં સમય ગુમાવવા ટૂંકી છે જિંદગી,
માટે જેવી પણ હોય જિંદગી, ખોટી ચિંતાઓ છોડી,
હસતા રહેવું, હાસ્ય એ જ ઔષધ છે જિંદગી માટે.
થોડું લઇ લીધું તો ઘણું બધું આપ્યું પણ છે,પ્રભુ,
ત્રણ પેઠીની લીલીવાડી જોવાનું ભાગ્ય શું ઓછું છે!
પાડ માનું પ્રભુ તારો,પડકારો ઝીલવાના બળ માટે,
ભાંગી પડી મનથી,ભાગી ના જાઉં,એવી હિમત માટે.
જિંદગી શું છે ? એ પ્રશ્નનો જવાબ દેવો સહેલો નથી,
જો જવાબ ટૂંકમાં હું સમજાવું તો? જિંદગી શું નથી !
જીવનની સફળતા શેમાં ?
જીવનમાં જે મળ્યું એનાથી જિંદગી જીવાઈ જાય છે,
જીવનમાં જે આપ્યું એનાથી જ જિંદગી બની જાય છે,
બે હાથે સદા ભેગું કરીને જિંદગી વેડફી ના નાખીએ,
કદીક કોઈ એક હાથ દુખી જન તરફ પણ લંબાવીએ.
જગતમાં આવ્યા ત્યારે ખાલી હાથે જ આવ્યા હતા,
જ્યારે જઈશું ત્યારે બધું પાછળ મુકી જવાના છીએ,
જીવીએ છીએ ત્યારે કંઇક એવું કામ કરીને જ જઈએ,
લોકો યાદ કરે,જનાર જણ ખરે ખેલદિલ જીવ હતો!
સુખ – દુખ નું કાવ્ય
જીવન ચગડોળના ડબામાં આપણે બેઠાં છીએ
ડબો દુઃખમાં નીચે અને સુખમાં ઉપર જાય છે
ચગડોળની મોજ છે ,ને પડવાની બીક પણ છે
પણ આમ જ જીવન મેળાની મજા લુંટાય છે.
જીવનમાં ક્યારેક સુખની વર્ષા થતી જણાય છે
ક્યારેક દુખોના વાદળોથી અંધકાર ઘેરાય છે.
સુખની વર્ષા ટાણે મેઘ ધનુના રંગો દેખાય છે
જીવનમાં આનંદની અનુભૂતિ છવાઈ જાય છે
દુખના અંધકારમાં આભમાં તારાઓ ટમટમે છે
તારાઓના પ્રકાશથી આગળ માર્ગ વર્તાય છે
સુખમાં મેઘધનુષ્ય એ અલ્પ કાળની ખુશી છે
દુઃખમાં તારાઓ ભાવી સુખની પહેચાન છે .
જીવનનું આ સત્ય સૌએ યાદ રાખવા જેવું છે
સુખ યા દુખ એ જીવન સિક્કાની બે બાજુ છે
સુખી થયા,ગર્વ ના કરો, સુખ કંઈ કાયમી નથી.
દુખી થયા, શોક ના કરો,દુખ પણ કાયમી નથી.
વિનોદ પટેલ
મારી ૮૩ મી વર્ષ ગાંઠને અનુરૂપ મને ગમતી અન્ય લેખકો – કવિઓ રચિત રચનાઓ …
“ત્રણ વાનાં મુજને મળ્યાં , હૈયું ,મસ્તક હાથ
બહું દઈ દીધું નાથ , જા ચોથું નથી માંગવું. “
–ઉમાશંકર જોશી
બની આઝાદ જ્યારે માનવી નિજ ખ્યાલ બદલે છે,
સમય જેવો સમય આધીન થઇને ચાલ બદલે છે.
‘રજની ‘પાલનપુરી
(બક્ષી સાહેબના ‘બક્ષીનામા’ના એક લેખમાંથી સ્વ.ને વંદન સાથે )
લહેર પડી ગઈ, યાર – ચંદ્રકાંત બક્ષી
મારું મન
વિપરીત સ્થિતિમાં પણ
શાંત રહી શકતું હોય
હું ખડખડાટ
હસી શકતો હોઉં
અને
ઘસઘસાટ ઊંઘી શકતો હોઉં
મને ભૂખ
અને થાક
અને પ્યાસ
લાગી શકતાં હોય
મહારોગ
કે
દેવું ન હોય
મારું પોતાનું એક ઘર હોય
અને
એની નીચે મારાં સ્વજનો સાથે હું મારી દાલ ~ રોટી
ખાઈ શકતો હોઉં
ચાય ની ચૂસકી લેતાં લેતાં
શનિવારની સાંજે
મને ગમતા મારા મિત્ર કે મિત્રો સાથે બેસી શકતો હોઉં
તો
થૅંક યૂ, ગૉડ !
મારી યોગ્યતા કરતાં તે મને ઘણું વધારે આપી દીધું છે!
અને
જીવનના છેલ્લા દિવસ
સુધી બસ આટલું રહી શકે તો..
મરતી વખતે હું કહીશ..
લહેર પડી ગઈ, યાર !
– ચંદ્રકાંત બક્ષી
શબ્દની આરપાર જીવ્યો છું……ગઝલ.. અમૃત ઘાયલ
શબ્દની આરપાર જીવ્યો છું,
હું બહું ધારદાર જીવ્યો છું…
સામે પુરે ધરાર જીવ્યો છું,
વિષ મહી નિરવિકાર જીવ્યો છું…
ખુબ અંદર બહાર જીવ્યો છું,
ઘૂંટે ઘૂંટે ચિક્કાર જીવ્યો છું…
મધ્યમાં જીવવુ જ ના ફાવ્યુ,
હું સદા બારોબાર જીવ્યો છું…
મંદ ક્યારેય ન થઇ મારી ગતી,
આમ બસ મારમાર જીવ્યો છું…
આભ ની જેમ વિસ્તર્યો છું,
સતત અબ્ધી પેઠે અપાર જીવ્યો છું…
બાગેતા બાગ સુર્યની પેઠે,
આગમાં પૂરબહાર જીવ્યો છું…
હું ય વરસ્યો છુ જીવનમાં,
હું ય બહુ ધોધમાર જીવ્યો છું…
આમ ઘાયલ છુ, અદનો શાયર પણ,
સર્વથા શાનદાર જીવ્યો છું…
– ‘અમૃત’ ઘાયલ
છેલ્લે, મને ગમતી ‘’અંકુશ’’ હિન્દી ફિલ્મની આ સુંદર પ્રાર્થના, એના પાઠ અને વિડીયો સાથે …
इतनी शक्ती हमे देना दाता
Lyrics ..
इतनी शक्ती हमे देना दाता
मन का विश्वास कमजोर हो ना
हम चले नेक रस्ते पे हम से
भूलकर भी कोइ भूल हो ना
इतनी शक्ती हमे देना दाता
मन का विश्वास कमजोर हो ना
इतनी शक्ती हमे देना दाता
मन का विश्वास कमजोर हो ना
हम चले नेक रस्ते पे हम से
भूलकर भी कोइ भूल हो ना
इतनी शक्ती हमे देना दाता
मन का विश्वास कमजोर हो ना
दूर अज्ञान के हो अँधेरे
तू हमें ज्ञान की रोशनी दे
हर बुराई से बचते रहे हम
जितनी भी दे भली ज़िन्दगी दे
बैर हो ना किसी का किसी से
भावना मन में बदले की हो ना
हम ना सोचें हमें क्या मिला हैं
हम यह सोचे किया क्या हैं अर्पण
फूल खुशियों के बाँटे सभी को
सब का जीवन ही बन जाये मधुबन
अपनी करुना का जल तू बहा के
कर दे पावन हर मनका कोना
Itni Shakti Hame Dena Data || Tripty Shakya || Latest Devotional Video
જેવી મળી આ જીંદગી, જીવી જવાની હોય છે,
સારી કે નરસી જે મળી, શણગારવાની હોય છે.
હાથો મહીં જે આવતુ, ખોબો કરીને રાખજે,
ખુશી મળે “દેવી” બધે, એ વ્હેંચવાની હોય છે.
આદરણીય ઉત્તમભાઈ અને મધુબેન,
આપ મારા ઉપર વારંવાર ઈ-મેલમાં મારા પ્રત્યે પ્રેમ વ્યક્ત કરી પ્રોત્સાહિત
કરો છો એ માટે આપનો ખુબ આભાર. આવો સ્નેહ વરસાવતા રહેશો એવી આશા છે.
પ્રિય દાવડાભાઈ, આપનું કથન પણ સરસ છે. શુભેચ્છાઓ અને પ્રોત્સાહક
શબ્દો માટે આપનો ખુબ આભાર. ફોન ઉપર વાણીથી તો મિલાપ થતો રહે છે પણ આ શુભ પ્રસંગે ઘણા સમયે શબ્દોથી પ્રતિભાવ આપ્યો એથી વિશેષ આનંદ થયો.
આપ ”આંગણું ” માં ખુબ પ્રવૃત રહો છો એ હું જાણું છું.
આપના જન્મદિવસે, થોડા વર્ષ પૂર્વે, આપના કુટુંબીજન સંગ, શ્રી આનંદરાવ સાથેની મુલાકાત સદા અમને આનંદ દે છે. સરસ મનનીય સંકલન સાથેની , આ પોષ્ટ ખૂબ જ સરસ છે.
આપની આ યાત્રા સૌને પ્રેરણા દેતી રહી છે.. આપને ખૂબ ખૂબ અભિનંદન.
હા રમેશભાઈ મારા એ જન્મ દિવસે સપરિવાર આપણે મળ્યા અને સમૂહ ભોજન લીધું એ ભૂલાય એમ નથી. આપના જેવા મિત્રો મળવા એ મારું સદ નશીબ છે.આવો જ ભાવ ટકાવી રાખશો એવી આશા છે.
વિનોદભાઈ સાદવંદન સહિત આપ વડીલ મિત્રને અનેક અનેક શુભેચ્છાઓ. હમણાં થોડા સમયથી ઘણી ઈમેઇલથી વંચિત રહ્યો હતો. પરિણામે કઈક સમય ચૂક્યાનો અજંપો છે. આપનો બ્લોગ પ્રેરણા દાયક છે. આપનું માર્ગદર્શન અને સ્નેહ મારેમાટે એક ઉદ્દિપક છે. જે મને વર્ષોવર્ષ મળતો રહે એ જ પ્રભુ પ્રાર્થના. આપને વર્ષો વર્ષ હેપ્પી બર્થ પાઠવવા ભાગ્યશાળી બની શકું એ જ પ્રભુ પ્રાર્થના.
શ્રી પ્રવીણભાઈ આપની શુભેચ્છાઓ તો હમ્મેશાં મારી સાથે છે જ . હું પણ પ્રાર્થું છું કે આપણે બન્ને હાલનું સ્વાસથ્ય ટકાવી રાખીએ અને અન્યોન્ય એક બીજાના જન્મ દિવસે શુભેચ્છાઓ આપતા રહીએ.આપની શુભેચ્છાઓ અને શુભ શબ્દો માટે આપનો ખુબ આભાર.
After long time i got your VINOD VIHAR. I am very happy to get such wonderful thoughts. Belated Happy Birthday and wish you very healthy and joyful long life. Keep giving us good reading. I love to talk to you some time. Please send me your contact no.
Thank you very much Umeshbhai,for your best wishes on my 83th B.D.I am glad to hear from you after long time. I will be pleased to be in touch with you .
E-mail message from Mr.Narendra Phanse ,UK
Jan.15 2019
Very many Happy Returns of the Day, dear Vinodbhai. We wish you a very Happy Birthday.
Since leaving US about 14 months ago, I have often thought of you and your refreshing blog. May you serve Gujarati literature with as much zest as ever.
With kind regards
Narendra
Thank you Narendrabhai,for your best wishes and kind words on my 83rd BD.I too remember you often. Hope you are in the best of your health.We miss you here in USA.Glad that you are still with web Gurjari.
જન્મદિનની શુભેચ્છાઓ.
LikeLike
પ્રિય સુરેશભાઈ, આપની શુભેચ્છાઓ માટે ખુબ આભાર
LikeLike
ખૂબ સરસ, વિનોદભાઈ.
જેવી મળી આ જીંદગી, જીવી જવાની હોય છે,
સારી કે નરસી જે મળી, શણગારવાની હોય છે.
હાથો મહીં જે આવતુ, ખોબો કરીને રાખજે,
ખુશી મળે “દેવી” બધે, એ વ્હેંચવાની હોય છે.
LikeLike
ખુશી મળે “દેવી” બધે, એ વ્હેંચવાની હોય છે.
બિલકુલ સાચી વાત છે.
‘દેવી” બેન આપના કાવ્યમય પ્રતિભાવ અને શુભેચ્છાઓ માટે ખુબ આભાર.
LikeLike
Dr.Induben Shah wrote :in her e mail
આદરણીય વિનોદભાઈને,
જન્મદિનની હાર્દિક શુભેચ્છા
जन्म दिनमिदम् अयि प्रिय् सखे
संतनोतु ते सर्वदा मुदम् ॥
प्रार्थयामहे भव् शतायुषी
ईश्वर सदा त्वां च रक्षतु॥
पुण्य कर्मणा कीर्तिमर्जय्
जीवन् तव् भवतु सार्थकम् ॥
डो ईन्दुबहन् शाह्
LikeLike
Shri Uttambhai Gajjar from Surat wrote in E- Mail
હું–અમે સૌ પણ તમને ફરી અભીનન્દન પાઠવીએ છીએ.
ખુબ સ્વસ્થ જીવો, સક્રીય દીર્ઘ જીવન પામો ને ગુજરાતીની
સેવા કરતા રહો તેવી ફરી શુભેચ્છાઓ પાઠવીએ..
..ઉ.મ..
LikeLike
આદરણીય ઉત્તમભાઈ અને મધુબેન,
આપ મારા ઉપર વારંવાર ઈ-મેલમાં મારા પ્રત્યે પ્રેમ વ્યક્ત કરી પ્રોત્સાહિત
કરો છો એ માટે આપનો ખુબ આભાર. આવો સ્નેહ વરસાવતા રહેશો એવી આશા છે.
LikeLike
ખૂબ જ સરસ ચિંતન અને કથન.
“આ મળ્યું જીવન જે જેવું, એને જીવી જાણો,
ને મળ્યો જેહનો સાથ એને સહી પહેચાણો.”
LikeLike
પ્રિય દાવડાભાઈ, આપનું કથન પણ સરસ છે. શુભેચ્છાઓ અને પ્રોત્સાહક
શબ્દો માટે આપનો ખુબ આભાર. ફોન ઉપર વાણીથી તો મિલાપ થતો રહે છે પણ આ શુભ પ્રસંગે ઘણા સમયે શબ્દોથી પ્રતિભાવ આપ્યો એથી વિશેષ આનંદ થયો.
આપ ”આંગણું ” માં ખુબ પ્રવૃત રહો છો એ હું જાણું છું.
LikeLike
Thank you Vinodbhai for sharing this wonderful feelings of yours. Wish you a very healthy life.
LikeLike
પ્રિય ચિરાગભાઈ, આપની શુભેચ્છાઓ અને શુભ શબ્દો માટે દિલી આભાર.
LikeLike
વિનોદભાઈ, જન્મદિવસની શુભેચ્છા. જિંદગી વિશેનું તમારું પ્રાસંગિક ચિંતન સરસ મુક્યું છે.
આમ જ જીવનએ સાહિત્યરસથી ભરતાં રહિયે. સરયૂ પરીખ
LikeLike
આભાર સરયુબેન આપની શુભેચ્છાઓ માટે અને પ્રોત્સાહક શબ્દો માટે. આ ઉંમરે
સાહિત્ય માટેનો પ્રેમ અને ધગશ ટકી રહી છે એને હું પ્રભુ કૃપા માનું છું.
LikeLike
વડીલ શ્રી વિનોદભાઈ ,
જીવન અંગે નું આપનું ચિંતન ખૂબ પ્રેરણાદાયી છે.
મને તો લાગે છે.
ગુજારે જે શીરે તારે,જગતનો નાથ એ સહેજે,
ગણ્યું જે પ્યારું પ્યારાએ અતિ પ્યારું ગણી લેજે,
LikeLike
પ્રિય જીગીષાબેન
આપની શુભેચ્છાઓ અને પ્રોત્સાહક શબ્દો માટે આપનો ખુબ આભાર
LikeLike
બહુ જ સરસ વિનોદભાઈ,
જન્મદિવસની શુભેચ્છા.
LikeLike
આ.વિનોદભાઈ
સસ્નેહ જય યોગેશ્વર
આપના જન્મદિવસે, થોડા વર્ષ પૂર્વે, આપના કુટુંબીજન સંગ, શ્રી આનંદરાવ સાથેની મુલાકાત સદા અમને આનંદ દે છે. સરસ મનનીય સંકલન સાથેની , આ પોષ્ટ ખૂબ જ સરસ છે.
આપની આ યાત્રા સૌને પ્રેરણા દેતી રહી છે.. આપને ખૂબ ખૂબ અભિનંદન.
રમેશ પટેલ(આકાશદીપ)
LikeLike
હા રમેશભાઈ મારા એ જન્મ દિવસે સપરિવાર આપણે મળ્યા અને સમૂહ ભોજન લીધું એ ભૂલાય એમ નથી. આપના જેવા મિત્રો મળવા એ મારું સદ નશીબ છે.આવો જ ભાવ ટકાવી રાખશો એવી આશા છે.
આપના સ્નેહાળ પ્રતિભાવ માટે આભાર.
LikeLike
Rekha Sindhal
wrote :in her e mail
Many happy and healthy returns of the Day Vinodbhai !
– Rekha Sindhal
LikeLike
Thank you Rekhaben for your best wishes on my 83rd Birth Day.
LikeLike
Jan 15
Mts.’Pragna Vyas wrote in her e mail
‘ વિનોદ વિહાર ‘બ્લોગના બ્લોગર, આદરણીય અને પ્રિય સાહિત્ય મિત્ર, વિનોદભાઇ અમારા પ્રેરણામૂર્તિ છે એમની વર્ષગાંઠના મંગલ પ્રસંગે એમને અભિનંદન અને એમના નિરામય દીર્ઘાયુ માટે હાર્દિક શુભેચ્છાઓ .
LikeLike
આદરણીય પ્રજ્ઞાબેન,આપની પાસેથી મારે ઘણું શીખવાનું છે. આપની સાહિત્ય પ્રીતિ અને પ્રતિભાવો માટેની પ્રજ્ઞા માટે મને માન છે.આપની શુભેચ્છાઓ માટે ખુબ આભાર.
LikeLike
વિનોદભાઈ સાદવંદન સહિત આપ વડીલ મિત્રને અનેક અનેક શુભેચ્છાઓ. હમણાં થોડા સમયથી ઘણી ઈમેઇલથી વંચિત રહ્યો હતો. પરિણામે કઈક સમય ચૂક્યાનો અજંપો છે. આપનો બ્લોગ પ્રેરણા દાયક છે. આપનું માર્ગદર્શન અને સ્નેહ મારેમાટે એક ઉદ્દિપક છે. જે મને વર્ષોવર્ષ મળતો રહે એ જ પ્રભુ પ્રાર્થના. આપને વર્ષો વર્ષ હેપ્પી બર્થ પાઠવવા ભાગ્યશાળી બની શકું એ જ પ્રભુ પ્રાર્થના.
LikeLike
શ્રી પ્રવીણભાઈ આપની શુભેચ્છાઓ તો હમ્મેશાં મારી સાથે છે જ . હું પણ પ્રાર્થું છું કે આપણે બન્ને હાલનું સ્વાસથ્ય ટકાવી રાખીએ અને અન્યોન્ય એક બીજાના જન્મ દિવસે શુભેચ્છાઓ આપતા રહીએ.આપની શુભેચ્છાઓ અને શુભ શબ્દો માટે આપનો ખુબ આભાર.
LikeLiked by 1 person
Mr.Umesh Savani wrote in his e mail
Vinodbhai
After long time i got your VINOD VIHAR. I am very happy to get such wonderful thoughts. Belated Happy Birthday and wish you very healthy and joyful long life. Keep giving us good reading. I love to talk to you some time. Please send me your contact no.
Best Regards.
Umesh Savani
LikeLike
Thank you very much Umeshbhai,for your best wishes on my 83th B.D.I am glad to hear from you after long time. I will be pleased to be in touch with you .
LikeLike
E-mail message from Mr.Narendra Phanse ,UK
Jan.15 2019
Very many Happy Returns of the Day, dear Vinodbhai. We wish you a very Happy Birthday.
Since leaving US about 14 months ago, I have often thought of you and your refreshing blog. May you serve Gujarati literature with as much zest as ever.
With kind regards
Narendra
LikeLike
Thank you Narendrabhai,for your best wishes and kind words on my 83rd BD.I too remember you often. Hope you are in the best of your health.We miss you here in USA.Glad that you are still with web Gurjari.
With best wishes,
Vinodbhai,San Diego
LikeLike