વિનોદ વિહાર

ગુજરાતી ગદ્ય-પદ્ય સર્જનની આનંદ યાત્રા

( 307 ) મિચ્છામી દુક્કડમ

દર વર્ષે ગણેશ ચતુર્થી અને જૈનોનું પર્યુષણ પર્વ સાથો સાથ આવતા હોય છે .

 પર્યુષણ પર્વને અંતે જૈન ભાઈ-બહેનો એક બીજાને હેતથી મિચ્છામી દુક્કડમ કહીને હળે મળે છે

 મિચ્છામી દુક્કડમ  છે તો માત્ર બે શબ્દો પણ એ શબ્દોમાં રહેલો સૌને માટે એક ઉમદા સંદેશ એ છે કે  —

વિતેલ વર્ષમાં મારાથી મન,વચન અને કર્મથી જાણે  કે અજાણે થયેલ ભૂલથી

મેં તમારુ દિલ દુભાવ્યુ હોય, તમને હાની પહોચાડી હોય તો મને માફ કરજો.

હુ દિલગીર છું અને મારી ભુલ/મારા વર્તન માટે ક્ષમા માંગુ છુ.”

જૈન ધર્મની આ ઉમદા પરંપરા કેટલી અનુકરણીય છે ! ક્ષમાપનાની ભાવના એ એક કેળવવા જેવો ગુણ છે .

માફીની આ મહેફિલમાં, કંઇ મસ્તી નથી હોતી

ક્ષમાની આ સાધના, કંઇ સસ્તી નથી હોતી

ખામવા અને ખમાવવામાં જબરજસ્તી નથી હોતી

આપો દીલ શત્રુને તો વેરની હસ્તી નથી હોતી

—  અજ્ઞાત  

આદરણીય શ્રીમતી પ્રજ્ઞાબેન વ્યાસે એમના ઈ-મેલમાં આ પ્રસંગને અનુરૂપ નીચેનો સુંદર લેખ મોકલ્યો

એ બદલ એમનો આભારી છું .

ક્ષમા – ફિલ બોસ્મન્સ અનુવાદ : રમેશ પુરોહિત

કોઇને કંઇક આપતા રહેવું ખૂબ જ મહત્વનું છે પણ ક્ષમા આપવી સૌથી મુશ્કેલ કામ છે. હા, ક્ષમા ખરેખર આપવી એ અઘરું છે. આમ છતાં મારે વારંવાર કઇંક આપવાનું હોય તો એ છે ક્ષમા, ક્ષમા અને બીજું કાંઇ નહીં, પણ ક્ષમા. હું માફ કરી દેવાનું બંધ કરું કે તરત જ એક દીવાલ ઊભી કરું છું અને આ દીવાલ કેદખાનાના ચણતરનો પાયો નાખે છે. આ જિંદગીમાં જે કાંઇ છે એમાં બે વસ્તુ મહત્વની છે – સમજણ અને ક્ષમા.
હું ઘણા માણસોને જાણું છું અને ઘણાનાં રહસ્યો મારી પાસે છે અને બરાબર પામી ગયો છું કે કોઇ પણ બે માણસો વચ્ચે કોઇ સામ્ય નથી હોતું પ્રત્યેક વ્યક્તિને પોતાનું વિશ્વ છે અને એ જીવે છે, અનુભવે છે, વિચારે છે અને પ્રતિભાવ આપે છે પોતાનામાં સમાયેલા વિશ્વમાંથી. અને એ વિશ્વનો ગહનતમ છાનો ખૂણો હજી લગી મારાથી અજાણ્યો છે. આથી જીવનની રોજિંદી ઘટમાળમાં વિસંવાદ, ઘર્ષણ અને તાણનું હોવું ખૂબજ સ્વાભાવિક લાગે છે. જો માણસ એટલું સમજે કે બીજી વ્યક્તિને પોતાનું નોખું વિશ્વ છે અને એ ક્ષમા આપવા તૈયાર હોય તો જ સાથે રહેવું શક્ય બને. આમ ન કરીએ તો આખરે નસીબમાં રહે છે રોજબરોજના પ્રહારો અને અંદરઅંદરના ઝગડાઓ.
———
કોઇને માફ ન કરવાની તમારી મનોવૃત્તિ તમને નીચું જોવડાવે છે. રોજ ને રોજ આવું હઠીલું મન રાખવું અને હૈયામાં હડહડતો તિરસ્કાર રાખવો એનાથી વધારે કરુણ કશું જ નથી. હા, હું એટલું જ સમજું છું કે કોઇકે અથવા કહો કે ઘણા બધાએ તમારી જોડે ખોટો વર્તાવ કર્યો હોય અને ધીમે ધીમે તમારું હ્યદય ઉષ્માહીન થઇ ગયું હોય. તમે હવે પહેલા જેવા રહ્યા નથી. તમને પણ નવાઇ લાગતી હશે. તમે હવે એવા મૃદુ, સૌમ્ય કે સારા રહ્યા નથી. તમારી સહાનુભૂતિની સરવાણી સુકાઇ ગઇ છે, પ્રેમ થીજી ગયો છે. એક વાર જ્યાં સંબંધનો સેતુ હતો, ત્યાં ભંગાણ પડ્યું છે. આનાથી દુ:ખ થાય છે, મૈત્રી મુકાબલામાં ફેરવાઇ ગઇ છે. પ્રેમ ધિક્કારમાં ફેરવાઇ ગયો છે, તમે દુ:ખીના ડાળિયા થઇ ગયા છો; તમે ક્યાંક ફસાઇ ગયા હો એમ લાગે છે. તમારી બારીઓ બંધ છે અને સૂર્યના કિરણો પ્રવેશી શકતા નથી. જિંદગીએ તમને પછડાટ આપી છે. અંદરથી તમને એક ઝંખના છે કે હું આમાંથી ક્યારે મુક્ત થાઉં. પરંતુ તમે મારું માનો તો કહું કે આમાં એક જ રસ્તો છે. ક્ષમા ! ક્ષમા કરવી. હું જાણું છું કે એ કેટલું મુશ્કેલ છે, પણ કરવા જેવું કામ છે. ભૂલી જવું એ એક પ્રકારની સર્જકતા છે. એ નવું જીવન નવો આનંદ લાવે છે. તમારામાં અને બીજામાં જે અગાધ શક્યતોઓ છે તેનું એ નિર્માણ કરે છે. તમારે વારંવાર ક્ષમા આપવી જ પડશે. સાત, સત્તર કે સિત્તેર વાર ક્ષમા અને તે પણ સદાયને માટે આપવી પડશે. કારણ કે તમને પોતાને પણ અઢળક ક્ષમાની જરૂર છે.

મિચ્છામી દુક્કડમ વિષે વધુ વિગતે વિનોદ વિહારની નીચેની પોસ્ટ નંબર ૯૩ વાંચશો .

(93 ) મિચ્છામી દુક્કડમ – જૈન ધર્મનો અપનાવવા જેવો ક્ષમાપનાનો ગુણ

મારા સૌ જૈન વાચકો અને અન્ય વાચકોને પણ મારા હાર્દિક મિચ્છામી દુક્કડમ


Michchhami dukdam

 

5 responses to “( 307 ) મિચ્છામી દુક્કડમ

  1. pragnaju સપ્ટેમ્બર 11, 2013 પર 3:39 એ એમ (AM)

    મિચ્છામી દુક્કડમ
    શાસ્ત્ર ગ્રંથોમાં ક્ષમાના
    પાંચ પ્રકાર દર્શાવ્યા છે.૧. ઉપકાર ક્ષમા ૨.અપરાધ ક્ષમા ૩.વિપાક ક્ષમા ૪.વચન ક્ષમા અને ૫.ધર્મ ક્ષમા .

    Like

  2. nabhakashdeep સપ્ટેમ્બર 11, 2013 પર 11:59 એ એમ (AM)

    ક્ષમાપના પર્વે..મિચ્છામિ દુકડમ. સરસ માહિતિને જ્ઞાન સભર લેખ.

    રમેશ પટેલ(આકાશદીપ)

    Like

  3. chandravadan સપ્ટેમ્બર 11, 2013 પર 12:17 પી એમ(PM)

    મિચ્છામી દુક્કડમ છે તો માત્ર બે શબ્દો પણ એ શબ્દોમાં રહેલો સૌને માટે એક ઉમદા સંદેશ એ છે કે –

    વિતેલ વર્ષમાં મારાથી મન,વચન અને કર્મથી જાણે કે અજાણે થયેલ ભૂલથી

    મેં તમારુ દિલ દુભાવ્યુ હોય, તમને હાની પહોચાડી હોય તો મને માફ કરજો.

    હુ દિલગીર છું અને મારી ભુલ/મારા વર્તન માટે ક્ષમા માંગુ છુ.”
    MAFI…FORGIVENESS
    I had a Suvichar of it @

    સુવિચારો !……માફી”


    May All be filled with this Virtue !
    DR. CHANDRAVADAN MISTRY
    http://www.chandrapukar.wordpress.com
    Avjo !

    Like

  4. Vinod R. Patel સપ્ટેમ્બર 12, 2013 પર 3:16 એ એમ (AM)

    હ્યુસ્ટન નિવાસી હાસ્ય લેખક અને કવી શ્રી ચીમન પટેલ -ચમનનો રમુજી ઈ-મેલ પ્રતિભાવ। ..નીચે વાંચો

    આપના હળવા વાંચન માટેઃ

    કેટલું સહેલું છે!

    ‘મિચ્છામી દુક્કડમ’ કહી જવું ભઇ કેટલું સહેલું છે!

    ઘરનાઓને હરદમ ‘હર્ટ’ કરવું પણ કેટલું સહેલું છે!

    જીભ વાટે કેટલુક, કડવું,કાયમ કહેવાઇ જાય છે ત્યારે;

    આખા વર્ષ દરમ્યાન એ ભૂલી જવું, કેટલું સહેલું છે!

    · ચીમન પટેલ ’ચમન’ (૧૧સપ્ટે.’૧૩)

    Like

Leave a comment

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.