વિનોદ વિહાર

ગુજરાતી ગદ્ય-પદ્ય સર્જનની આનંદ યાત્રા

1081- શ્વેતા – શ્રી. પ્રવીણકાન્ત શાસ્ત્રી

શ્રી પ્રવીણ શાસ્ત્રી અને શ્રીમતી યોગીની શાસ્ત્રી

ન્યુ જર્સી નિવાસી ડાયાસ્પોરા વાર્તા લેખક ૭૮ વર્ષીય મારા મિત્ર શ્રી પ્રવીણ શાસ્ત્રીનું પ્રથમ પ્રકાશિત પુસ્તક ‘શ્વેતા’ હવે ઈ-પુસ્તક સ્વરૂપે પણ વાચકોના વાચન માટે ઉપલબ્ધ બન્યું છે. 

શ્રી સુરેશ જાની અને પ્રવીણભાઈના આભાર સાથે વિનોદ વિહારમાં એને રી-બ્લોગ કરતાં આનંદ થાય છે.

વિનોદ પટેલ 

 

સૂરસાધના

      ચાર પાંચ વર્ષ પહેલાં પ્રવીણ ભાઈએ બહુ પ્રેમ પૂર્વક મોકલેલી નવલકથા ‘શ્વેતા’ આમ તો ૨૦૧૧ માં છપાઈને બહાર પડી હતી. એ વખતે બે ત્રણ દિવસમાં જ એ કથા રસપૂર્વક વાંચી હતી. પણ ઈવડી -ઈ હવે ઈ-રૂપમાં પણ હાજર છે.

shweta_title આ ચિત્ર પર ક્લિક કરી ડાઉન લોડ કરો અને ઓફ- લાઈન વાંચો.

      પ્રવીણ ભાઈની લાક્ષણિક કલ્પનાશક્તિ,  અમેરિકન ગુજરાતીના  જીવનમાં  સ્વાભાવિક રીતે બોલાતી ભાષાને પડઘાવતા ચોટદાર  સંવાદો અને  અવનવા પ્રસંગો ગૂંથી વાર્તાને રસિક વળાંકો આપવાની કળા આ નવલકથામાં સોળે કળાએ ખીલી ઊઠેલી આપણે જોઈ શકીશું.  પણ એક વિશેષ વાત એ છે કે, ગુજરાતી વાર્તા સાહિત્યમાં જવલ્લે જ વાંચવા મળતા ‘લિંગ – પરિવર્તન’ ( sex – change) ના નાજૂક વિષયને પ્રવીણ ભાઈએ વાર્તાના પટમાં વાપર્યો છે.

પ્રવીણ ભાઈનો પરિચય …

shweta_back

શ્વેતા’ ઓન – લાઈન વાંચવા માટે આ પાનાં પર ક્લિક કરો…

View original post

2 responses to “1081- શ્વેતા – શ્રી. પ્રવીણકાન્ત શાસ્ત્રી

 1. pragnaju જુલાઇ 29, 2017 પર 9:11 એ એમ (AM)

  ‘હાઈસ્કુલ કોલેજના વર્ષોમાં થોડું લખ્યુ અને છપાયું. ૭૦ પછી નિવૃત્તિની પ્રવૃત્તિ તરીકે ચાર-પાંચ વર્ષથી મનમાં ઉગેલી વાતો વાતો સાહજિક લોકબોલીમાં લખવા માંડી છે. નથી હું સાહિત્યકાર કે નથી સિધ્ધહસ્ત લેખક. શરીર અને મન સાથ આપશે ત્યાં સૂધી લખતો રહીશ] પોતાને માનતાની સુંદર લખાણનો મને ગમી ગયેલો તફડાવેલો. પ્રતિભાવ-‘વાર્તામાં આધુનિક વિચારસરણી ધરાવતા વડિલો છે જે બદલાતી જતી સામાજિક વિચારધારાના પ્રતિનિધિ સમાન ઊભરી આવે છે. બાળકો પ્રૌઢવયના વડિલોના લગ્ન કરાવે અને હનીમૂન પર પણ મોકલે એ પરિસ્થિતિ પશ્ચિમના જગતમાં સામાન્ય છે જેને ભારતમાં પણ સુપેરે દાખલ થતી દર્શાવી છે જે જરા પણ અજુગતું નથી લાગતું. લેખકની ભાષામાં સહજતા છે. વિગતપ્રાચૂર્ય છે પરંતુ એને કેમેરાના દ્રુષ્ટિકોણથી જોતાં અપ્રસ્તુત ન પણ લાગે. લેખકના કહ્યા પ્રમાણે વિસ્તરેલી વહેતી વાર્તાની ઘટનાઓ કોઈ પણ પ્રયાસ વગર કુદરતીરીતે જ સર્જાતી રહી. લેખક અને તેના પાત્રોને સ્વીકારવું પડ્યું કે “ન જાણું હું જાનકીનાથ, પ્રભાતે શું થવાનું છે.

  જેને જીવનની અનિશ્ચિત ઘટમાળમાં રસ પડે અને વળાંકો લેતી પરિસ્થિતિઓની રોમાંચકતામાંથી પસાર થવાનું ગમે, તેમજ સાંપ્રત સમયના મનુષ્યોની જીવનરીતિમાં ભરપૂર આનંદ આવે તે સર્વ વાચકગણને આ લઘુનવલ જરૂરથી ગમશે!

  Like

 2. pravinshastri ઓગસ્ટ 1, 2017 પર 8:01 પી એમ(PM)

  આપ સૌ મિત્રોનો ખૂબ ખૂબ આભાર. હું નશીબદાર છું. મને આપનો પ્રેમ મળ્યો છે. જો ન વાંચી હોય તો અનુકૂળતાએ વાંચી અભિપ્રાય આપશો.

  Like

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

%d bloggers like this: