વિનોદ વિહાર

ગુજરાતી ગદ્ય-પદ્ય સર્જનની આનંદ યાત્રા

1229 -૮૯ વર્ષના એક આજીવન વિદ્યાર્થીની પ્રેરક કથા

 પરીક્ષા આપવામાં મગ્ન ૮૯ વર્ષના વિદ્યાર્થી શરણાબસવરાજ બીસારાહલ્લીની એક તસ્વીર 

“ जीना इसीका नाम है !”

કર્ણાટકના પુર્વ સ્વાતંત્ર્ય સેનાની અને નિવૃત શિક્ષક શરણાબસવરાજ બીસારાહલ્લી (Sharanabasavaraj Bisarahalli)પાસે કાયદાની તેમજ અન્ય બે વિષયો એમ ત્રણ વિષયોની માસ્ટર્સ ડીગ્રીઓ છે !

હાલ,૮૯ વરસની વયે શરણાબસવરાજ કન્નડ સાહિત્ય પર પીએચડી ડિગ્રી મેળવવાની તૈયારી કરી રહ્યા છે,આ અગાઉ પીએચડી માટેની પ્રવેશપરીક્ષામાં ૫૫% આવવાથી બસવરાજને પ્રવેશ મળ્યો નહતો પણ તેઓએ બીજી વખત પરીક્ષા આપીને જરુરી ૬૬% ઉપરાંત માર્ક મેળવી લીધા છે !છ સંતાનોના પિતા શરણાબસવરાજ પી.એચ.ડી. ની પરીક્ષા આપતા કદાચ પ્રથમ વિદ્યાર્થી હશે.

ગાંધીજીના જીવન કાર્યોથી પ્રભાવિત હોવાથી શરણાબસવરાજે તેમના ગામ કોપ્પલની શાળામાં નોકરી સ્વીકારી સાદગીપુર્ણ જીવન જીવી પોતાની માતા રાછમ્માની સલાહ પાર પાડવાનું ધ્યેય રાખ્યું હતું !

શાળાની નોકરીની ફુરસદ વખતે તેઓએ જુદાંજુદાં વિષયો પર ૧૫ જેટલા પુસ્તકો પણ લખ્યા હતા તેમજ જુદી જુદી માસ્ટર્સ ડિગ્રીની પરીક્ષાઓ સફળતાથી પાર પાડી હતી !

તેઓએ તેમના દરેક વિધાર્થીને ઉત્તમ શિક્ષણ સાથે જીવન જીવવાની સરસ કેળવણી પણ આપી હતી !

શરણાબસવરાજને શિક્ષક તેમજ સ્વાતંત્ર્ય સેનાનીનું જે પેન્શન મળે છે એ તેઓ સામાજીક કામ, કોઈ વિદ્યાર્થી કે કોઈ જરુરિયાતમંદને દાન કરી દે છે !

પોતાની આ ડીગ્રીઓ મેળવવાની ઘેલછાનું રહસ્ય જણાવતા શરણાબસવરાજ કહે છે કે મારા પિતા ઉચ્ચ શિક્ષણના વિરોધી હતા પરંતુ મારી માતા રાછમ્મા મને સલાહ આપતી કે જીવનમાં જેટલું શિક્ષણ મેળવાય તેટલું મેળવતા રહેવું !તેઓએ એમનાં છ સંતાનોને સારું શિક્ષણ પૂરું પાડ્યું હતું.પી.એચ.ડી. નું પતે એ પછી પણ ‘Vachana Sahitya’ ના વિષયમાં આગળ અભ્યાસ કરવાની તેઓ નેમ રાખે છે.આમ તેઓ આજીવન વિદ્યાર્થી તરીકેનું જીવન જીવી રહ્યા છે.

૮૯ વરસની જૈફ વયે પણ એમની માતાએ બાળપણમાં આપેલી સલાહનું સતત પાલન કરતા આવ્યા છે. આજીવન વિદ્યાર્થી શરણાબસવરાજનું આ પ્રેરક જીવન કથન વાંચી સૌ વાચકોના મનમાં થશે કે –

“ जीना इसीका नाम है !”

સાભાર -શ્રી પ્રવીણ પટેલ , મોતીચારોમાથી 

શરણાબસવરાજની આ પ્રેરણાત્મક કથા અંગ્રેજીમાં વિગતે વાંચવા માટે નીચેની લીંક પર ક્લિક કરો.
https://www.thenewsminute.com/article/89-yr-old-freedom-fighter-karnataka-signs-phd-88012

1 responses to “1229 -૮૯ વર્ષના એક આજીવન વિદ્યાર્થીની પ્રેરક કથા

  1. vkvora Atheist Rationalist સપ્ટેમ્બર 10, 2018 પર 6:08 પી એમ(PM)

    आ समाचार वांची हजी जेमने तक मळी न होय अथवा अभ्यासमां रस होय एमणे जरुर अभ्यास माटे परीक्षा आपवी जोईए.  अभ्यास अने परीक्षाथी आपणने पोताने खबर पडे छे के 35, 45, 65, 95 टका केम आवे छे.

    Like

Leave a comment

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.