વિનોદ વિહાર

ગુજરાતી ગદ્ય-પદ્ય સર્જનની આનંદ યાત્રા

1236 – 89 મા જન્મ દિવસે ભારત રત્ન લતા મંગેશકરને અભિનંદન અને શુભેચ્છાઓ/એમનાં ગાયેલાં કેટલાંક સદા બહાર ગીતોનો આસ્વાદ …

આજે ૨૮ મી સપ્ટેમ્બર,૨૦૧૮ ના રોજ ભારત રત્ન સુરસમ્રાજ્ઞી વિશ્વ વિખ્યાત લતા મંગેશકરનો ૮૯ મો જન્મ દિવસ છે.

લતા મંગેશકરે એમની નાની ઉંમરે ૧૯૪૨થી સંગીતની આરાધના શરુ કરેલી એ સતત હજુ પણ ચાલુ રાખી  છે એ સંગીત જગતનું એક મોટું આશ્ચર્ય છે !

એમના અવાજથી દેશ વિદેશમાં વસતા કરોડો લોકોના દિલમાં વસનાર ભારત રત્ન લતા મંગેશકરનો જન્મ 28 સપ્ટેમ્બર 1929 ના રોજ ઇન્દોરમાં જાણીતા સંગીતકાર દીનાનાથ મંગેશકરના ત્યાં થયો હતો. દીનાનાથ મંગેશકર પણ જાણીતા સંગીતકાર હોવા ઉપરાંત એક થિયેટર આર્ટિસ્ટ પણ હતા.

ચાલો લતા મંગેશકરનો ૮૯ મો જન્મ દિવસ એમણે ગાયેલાં કેટલાક સદા બહાર અમર ગીતો સાંભળીએ અને એમની સંગીત સાધનાને અંજલિ આપી એમને જન્મ દિવસની શુભેચ્છાઓ પાઠવીએ.

સૌજન્ય- ચિત્રલેખા  

ભારતીય ફિલ્મોમાં કોઈ ગાયિકાએ ગાયેલા લોકપ્રિય અને મધુર ગીતોનું લિસ્ટ જો બનાવવાનું કોઈ કહે તો ‘સ્વરસામ્રાજ્ઞી’ લતા મંગેશકરના ગીતોની વણઝાર આપણા સ્મૃતિ પટલમાં આવી જાય છે. ભારતનાં કોકિલકંઠી ગાયિકા ‘ભારત રત્ન’ લતા મંગેશકરનો આજે 89મો જન્મ દિવસ છે.

લતાજીએ 13 વર્ષની નાની ઉંમરથી હિંદી ફિલ્મોમાં ગાયકીથી એમની કારકિર્દીનો આરંભ કર્યો હતો. 1942થી 2015 સુધીમાં એમણે 20 જેટલી ભારતીય ભાષાઓમાં 25,000 જેટલાં સોલો તેમજ યુગલગીતો ગાયાં છે. લતા મંગેશકરને સંગીતનું પ્રાથમિક શિક્ષણ એમનાં સંગીતકાર પિતા સ્વ. દિનાનાથ મંગેશકર પાસેથી મળ્યું.

લતા મંગેશકરના જન્મદિને એમણે ગાયેલાં અને લોકપ્રિય થયેલાં ગીતોની એક ઝલકઃ

લતા મંગેશકરનું અતિ લોકપ્રિય થયેલું પહેલું ગીત એટલે ફિલ્મ ‘મહલ’નું ‘આયેગા આનેવાલા…’. પણ પોતે ગાયેલાં તમામ ગીતોમાં લતા મંગેશકરનું પોતાનું ફેવરિટ ગીત છે, હિન્દી ફિલ્મ ‘અનુપમા’નું… ‘કુછ દિલને કહા…’.

ફિલ્મ ‘ભાભી કી ચૂડિયાઁ’નું ફેમસ ગીત

ફિલ્મ ‘મધુમતિ’નું અતિ મધુર ગીત…

‘વોહ કૌન થી’નું અત્યંત રોમાંટિક ગીતઃ

એના સમયનું હિટ થયેલું ગીત જે આજના આધુનિક યુવાનોની પણ પસંદગી રહ્યું છે. ફિલ્મ ‘અનામિકા’નું અત્યંત કર્ણપ્રિય ગીતઃ

ફિલ્મ ‘ચાંદની’નું ફેમસ ગીત ‘મેરે હાથોં મેં નૌ નૌ ચૂડિયાં હૈં’

લતા મંગેશકરના ક્લાસિકલ ગીતો તો લોકપ્રિય રહ્યાં જ છે. પણ આધુનિક જમાનામાં ગાયેલું ગીત પણ એવું જ તરોતાજા લાગે છે. જાણે કોઈ યુવા ગાયિકાએ ગાયું હોય. ફિલ્મ ‘દિલવાલે દુલ્હનિયા લે જાયેંગે’માં કાજોલ પર ફિલ્માવાયેલું ગીત ‘મેરે ખ્વાબોં મેં જો આયે’.

લતા મંગેશકરે ગુજરાતી ફિલ્મોમાં પણ અનન્ય ફાળો આપ્યો છે. એમનું ફિલ્મ ‘મહેંદી રંગ લાગ્યો’નું પ્રસિદ્ધ ગીત ‘મહેંદી તે વાવી માળવે’ આજે પણ નવરાત્રીમાં ગરબામાં વાગતું હોય છે.

ઉપરાંત,  ‘પારકી થાપણ’નું ગીત ‘દિકરી તો પારકી થાપણ કહેવાય’ સાંભળતાં જ હૈયું ભરાઈ આવે છે.

 

ગયા વરસે લતા મંગેશકરના ૮૮ મા જન્મ દિવસ પ્રસંગે પણ વિનોદ વિહાર માં એમની જીવન ઝરમર તથા  એમનાં ગાયેલાં ગીતોના વિડીયો સહીત વિવિધ માહિતી રજુ કરી હતી .

આ લીંક પર ક્લિક કરી એને માણી શકાશે.  

લતાજીના ૮૯ મા જન્મ દિવસે વડા પ્રધાન નરેન્દ્ર મોદીનો ટવીટ સંદેશ .

Narendra Modi @narendramodi

Respected Lata Didi, best wishes to you on your birthday. Your exceptional work, spanning decades has endeared you to crores of Indians. You have always been passionate about our country’s development. May you lead a long life filled with good health. @mangeshkarlata

7:09 PM – 27 Sep 2018

1 responses to “1236 – 89 મા જન્મ દિવસે ભારત રત્ન લતા મંગેશકરને અભિનંદન અને શુભેચ્છાઓ/એમનાં ગાયેલાં કેટલાંક સદા બહાર ગીતોનો આસ્વાદ …

  1. ગોદડિયો ચોરો… ઓક્ટોબર 12, 2018 પર 4:13 પી એમ(PM)

    લતાજીને જન્મ દિવસના અભિનંદન
    શતાબ્દિ ઉજવાય એવી અભીલાષા
    ગીત ગઝલ નામની જેમ લતાએ લતાએ ખીલી ઉઠ્યાં છે.
    આદરણીય વિનોદકાકા સદાબહાર ગીતો માણવા અનેરો લહાવો છે
    જે આપ દ્વારા બ્લોગ પર પીરસાયેલ છે ” અભિનંદન

    Like

Leave a comment

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.